________________
હિંદુ કાયદે.
૬ મિલક્તને સંભાળવા અને બચાવવા માટે થતો
કોર્ટને ખર્ચ. ૭ છેલે ધારણ કરનાર જેના લગ્ન કરવા બંધાયેલ
હોય, તેના લગ્નને ખર્ચ જેમકે દિકરી, બહેન, દિકરાની દિકરી વિગેરે. ૮ સગાઓના લગ્ન પ્રસંગે પ્રાસંગિક ભેટ બક્ષીસ
વિગેરે. સ્થીતિના પ્રમાણમાં. ૯ મિલક્તની મરામત અને રક્ષણ માટેને ખચ.
૧૦ આશ્રિતનું ભરણ પોષણ. ૫૫. વિધવાએ કરેલી બક્ષીસ.
કેઈ એક ઉત્તરાધિકારીને, તે પિતાને હિરો બીજા ઉત્તરાધિકારીની સંમતિથી અર્પણ કરી શકે છે. સદરહુ અર્પણ કરતા પિતાના ભરણપોષણ માટે કાંઈ ભાગ રાખે છે તેથી તે અર્પણ રદ થતું નથી.
કાયદેસર જરૂરીઆત માટે વિધવાએ કરેલું વેચાણ કે ગીરે જે ઉત્તરાધિકારીઓની સંમતિથી થયેલ હોય તે જ્યારે વારસો ઉઘડે ત્યારે તેમને બંધનકારક છે.
આવી સંમતિ જે ભવિષ્યના ઉત્તરાધિકારીઓને હક બાવવા માટે, અથવા દગલબાજીથી અથવા સંપૂર્ણ જ્ઞાન વિના મેળવેલ હોય તે તે કાયદેસર નથી. પદ, ભવિષ્યના ઉત્તરાધિકાર બાબત.
પિતાને અમુક મિલક્તમાં ઉત્તરાધિકાર છે એવું ઠરાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com