________________
પ્રકી.
[૧૧૩] તે તે અમલમાં આવી શકતું નથી, ઝાઝા વારસદારામાં જે એક વારસ સંમતિ આપે તે તેના ભાગપૂરતું અમલમાં આવે.
વીલ કરનારની મિલકતના ત્રિજા ભાગથી વિશેષ મિલ્કતનું વીલ થઈ શકે નહિ. જે કર્યું હોય અને બીજા વારસદારે વીલ કરનારના મરણ પછી સંમતિ આપે તેજ અમલમાં આવે. જે વારસદારે તેવી સંમતિ ન આપે તે તેટલા પ્રમાણમાં વીલની રૂઇએ મિલકત લેનારને ઓછી મળે છે.
અમુક બનાવ બને તે આ પ્રમાણે વ્યવસ્થા કરવી તેવું (alternative) વીલ કાયદેસર છે. [૨૫]
વીલ કરતી વખતે જેનું અસ્તિત્વ ન હોય તેના લાભમાં વિલ થઈ શકે નહિ. ગર્ભમાં હોય તેવા બાળકના લાભમાં વીલ કર્યું હોય અને તે વીલની તારીખથી છમાસમાં જન્મ તે તે વીલ અમલ કારક બને છે.
ભવિષ્યમાં બનવાના બનાવ અનુલક્ષી (a bequest in futuro ) વીલ કરી શકાય નહિ.
થોડા સમય માટે ઉપભેગ કરવાને અધિકાર વીલથી આપી શકાય નહિ.
હરકોઈ વીલ સ્પષ્ટ રીતે અથવા ગર્ભિત રીતે રદ કરી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com