________________
[ ૯૨ ]
ઇસ્લામી કાયદો.
૧૧ એક લેાહિનું અને પ્રતિબંધક સગપણ ન જોઇએ.
મેહર
૮૫. મેહર તરીકે ઠરાવવાની કસ.
મેહર એ લગ્નના અવેજ છે. એટલે લગ્ન કાયદેસર થતાં સ્ત્રીના મેહરના હુક થઈ ચૂકે છે. મેહરના ઠરાવ લેખીત હાવાની જરૂર નથી, પરંતુ મેહુર માટે અસામાન્ય રકમના ઠરાવ કર્યો હાય તા તે સામેત કરવામાં વધારે સગવડતા થાય છે. આવા લખતને મહરનામું અથવા કખીનામુ કહેવામાં આવે છે. દારૂ અને ડુક્કર સિવાયની બીજી તમામ વસ્તુએ મેહર તરીકે આપી શકાય.
પેાતાનું ગજું ન હોય છતાં ગમે તેટલી મેાટી રકમ ધણી મેહર તરીકે મુકરર કરી શકે છે. જ્યાં કાઈ કરારની રૂઇએ મેહરની રકમ નક્કી કરવામાં આવી હાય ત્યાં બીજી રીતે કાયદાના બાદ આવતા ન હાય તા અવેજની પૂરેપૂરી રકમ કે અપાવવી જોઈએ.
મેહરની રકમ નક્કી ન થઇ હાય તા મેહરની માગણી કરનાર સ્ત્રીની વ્હેન કે ખરાબરીઆને જે મેહરની રકમ મળી ઢાચ તે ઉપર સુરત રાખી ઓછામાં ઓછી દસ દિરહામ અને વધારેમાં વધારે પાંચસે દિરહામ મુકરર થઇ શકે. [૬]
* દસ દિરહામ, ત્રણ રૂપિયા પાંચ આના અને ચાર પાઇ જેટલી કીમતની થાય છે. ( હિદાયાવેા. ૧૦ પૃ. ૧૨૨ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com