________________
બક્ષીસ.
૯. હિમા–બીલ-ઈવાઝ.
હિબા–બીલ-ઈવાઝ પ્રકારની બક્ષીસમાં, બક્ષીસ આપનારને બક્ષીસ લેનાર સામે અવેજ આપે છે. આવી શરતી બક્ષીસમાં અવેજ પૂરત છે કે નહિ તે ખાસ જોવાનું નથી. માત્ર કાંઈપણ અવેજ જોઈએ. ૯૭ હિમ-આ-શત-ઉલ-ઈવાઝ,
હિબાબા-શર્ત–ઉલ-ઈવાઝ પ્રકારની બક્ષીસને શરતી બક્ષીસ કહેવામાં આવે છે. આ પ્રકારની બક્ષીસને સામાન્ય પ્રકા રની બીસના સઘળા નિયમો લાગુ પડે છે. વિશેષમાં બક્ષીસ લેનારે બક્ષીસ આપનાર સાથે કરેલ શરત પૂરી કરી હેચતે થયેલ બીજ રદ થઈ શકે નહિ. ૯૮. મઝ-ઉલ-મૈત.
મરણ પથારીએ કરેલ બક્ષીસ મ-ઉલ-મૌતની બક્ષીસ કહેવાય છે. આવી બક્ષીસને હિબાના બધા નિયમો લાગુ પડે છે. ત્રિજા ભાગ કરતા વિશેષ મિલક્ત આ રીતે બક્ષીસ આપી શકાતી નથી. તેથી વધારે આપી હોય અને વારસદારની સંમતિ હોય તેજ તે બક્ષીસ કાયમ રહી શકે, ૯ એચિત.
બક્ષીસ આપનારની ઈચ્છા હોય ત્યાં સુધીને માટે કોઈ વસ્તુને કબજે અને ઉપલેગ કરવાની જે પરવાનગી આપવામાં આવે છે. તેને એરિયત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com