________________
[ ૪૬ ]
હિંદુ કાયદે. બીજા સહભાગીદારની સંમતિ સિવાય દત્તક લઈ શકતી નહિ પરંતુ તાજેતરમાં પ્રોવી કાઉન્સીલે, તેવી સંમતિ સિવાય પણ દત્તક લઈ શકે છે તેમ ઠરાવેલ છે. [૧૬]
જ્યાં એકથી વધારે વિધવા હોય ત્યાં જે વિધવાને દત્તક લેવાને અધિકાર આપે હોય તેજ દત્તક લઈ શકે છે. જ્યાં તે ખાસ અધિકાર આપે ન હોય ત્યાં મુખ્ય (senior) વિધવાને દત્તક લેવાનો અધિકાર છે.
દત્તક લેવાનો અધિકાર ને લેખિત હોય છે અને
* ભાવનગર સંસ્થાન પૂરતું–ઉમરાળા મહાલના મોજે ચેગઠમાં વડિલોપાત ખાતાનો એક ભાગદાર ગુજરી જતાં તેની વિધવા મનું નામ દાખલ થયેલું. તેણે તેની બે દિકરી પૈકી એક દિકરીના દિકરા ને દત્તક લીધે. તેમાં બીજા હૈયાત ભાગીદારેએ સંમતિ નહિ આપતા વિરોધ કર્યો અને વારસાના નિયમની કલમ ૧ મુજબ આખાતું અવિભક્ત ગણવાને પાત્ર હેઈને વિધવા ને દત્તક લેવા અધિકાર નથી એમ ઠરાવવામાં આવ્યું હતું. મતલબ કે પ્રિવી કાઉન્સીલના કેસ અનુસાર સંયુક્ત કુટુંબની વિધવાને અધિકાર દરબારી ખેડ ખાતાની જમીન પરત્વે રસીકારવામાં આવ્યો નથી.
ઉપરના કેઇસમાં ખાતું વિભક્ત અને સ્વતંત્ર હેત તે વિધવાને દત્તક લેવાના તેના કાયદેસરે અધિકારને બાધ આવત નહિ.
સદરહુ બીવી કાઉન્સીલના કેસથી અવિભક્ત કુટુંબની વિધવાને સહભાગીદારોની સંમતિ સિવાય દત્તક લેવાના અધિકારનો સ્વીકાર કરવામાં આવ્યા છે તે આધકાર સંધૂક્ત કુટુંબની ભાવનાને ઉચછેદક છે, એટલે તે અધિકાર રદ કરવા માટેનું ખાસ બીલ
મુંબઈની ધારાસભામાં તાજેતરમાં રજુ થયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com