________________
૨. રિવાજ.
૨ રિવાજ કે હેવો જોઈએ-૩ રિવાજની સાબેતી.
૨. રિવાજ કે હવે જોઈએ.
રિવાજ સર્વમાન્ય, જુના વખતથી અવિચ્છિન્ન રીતે ચાલ્યા આવતે હે જોઈએ; અને તે સદાચરણ અને રાજ્યની જાહેરનીતિથી વિરૂદ્ધ હે ન જોઈએ. રિવાજ સામુદાયિક તેમજ કુટુંબગત પણ હોય છે. [૩] તે અનીતિને ઉત્તેજન આપે તે ન હૈ જોઈએ. દેવદાસી બનાવવાના રિવાજ સરખે અનીતિને ઉત્તેજન આપે તે રિવાજ કાયદેસર ગણાતે નથી. [૪] એક વખત એક રિવાજ કોટે સ્વીકાર્યો પછી તે રિવાજને આધાર વગરને ગણ તે સામે વાંધો ઉઠાવી શકાય નહિ. [૫] તેથી ઉલટું સ્થાપિત રિવાજ પણ જાહેર નીતિથી વિરૂદ્ધ હોય તે તે સ્વીકારી શકાતું નથી. [૬] દાખલા તરીકે બાપનું ખુન કરનારને અથવા તેમાં મદદ કરનારને બાપને વારસે મળવા રિવાજ હોય છતાં પણ તે મળી શકતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com