________________
ઘણું એકદેશીયતા છે, પણ એ વિશાળ વિષયપર અને ચર્ચા કરવા જતાં કદ પણું વધી જાય. અન્યત્ર તે પર જરૂર ચર્ચા કરવાની રહે છે. બાળદીક્ષાના સંબંધમાં અત્યારે જેન કામમાં ઘણી ચર્ચા ચાલે છે તે સંબંધમાં આજથી ૪૫ વર્ષ પહેલાં ઠે. બુલરે જાતે તપાસ કરી નેટ નં. ૧૭ લખી છે. એમાં બ્રાહ્મણ વિધવાઓ સંબંધી જે ઉલ્લેખ કર્યો છે અને બીજી અનેક બાબતે લખી છે તે તપાસ કરીને વિચારવા યોગ્ય છે. એ સંબંધમાં મૂળ ગ્રંથમાં પૃ. ૧૭–૨૧ ને ઉલ્લેખ તથા સદર નેટ મારવાડમાં રહેલા અતિવર્ગને ઉદ્દેશીને લખાયેલી માલૂમ પડે છે. શ્રી હેમચંદ્રાચાર્યની બાળદીક્ષા તે એમના ગુરૂમહારાજ દેવચંદ્રના લક્ષણજ્ઞાનને અને સ્વપ્નફળ નિમિત્તના અભ્યાસને ઉદ્દેશીને હાઈ સ્વતંત્ર કક્ષા પર અવલંબે છે, એ સંબંધમાં મારા વિગતવાર વિચારે હું હેમચંદ્રાચાર્યનું વિશેષ વિગતવાર જીવનચરિત્ર લખવાનો છું ત્યાં જણાવીશ. બાકી એવા અસાધારણ દષ્ટાંતે મુખ્ય ગુરૂના શિષ્ય આશ્રય નીચે હાઈ નિયમ બનાવી શકાતા નથી એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય. આચાર્યશ્રી હેમચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા, ચાલુ પ્રવાહના અપવાદરૂપ હતા અને તેમના ગુરૂમહારાજ અસાધારણ બુદ્ધિમત્તાવાળા હતા. એ પ્રશ્ન એને એચ સ્થળે વિગતવાર વિચારવામાં આવશે. આ સંબંધમાં ડે. ખુલર વિગેરેના વિચારે નજર સન્મુખ રાખવા યોગ્ય છે. એમણે તથા ડે. પિટર્સને જે દષ્ટિબિન્દુથી બાળકીક્ષાની શકયતા જણાવી છે તે ભાગ્યેજ કેઈ પણ મત ધરાવનાર ન સ્વીકારે, તેથી એ ચર્ચાવાળા વિષય પર અહીં વિરામ કરીએ.
પાશ્ચાત્ય લેખકે ન એતિહાસિક ગ્રોને કેવી સુકરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com