Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OMIC જ્ઞાનધારા CCTO0 વ્યાકરણ ગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને કમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો શ્રી હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભદ્દોજી દીક્ષિત અને ભઢિ એ ત્રણેય વૈયાકરણનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણ ગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણ ગ્રંથોને વિસ્તૃત કરી દીધા. - પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે સિદ્ધહેમ-ચંદ્રશબ્દાનુશાસન ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂવો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્ વૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળ સૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે શ્રી હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોક્ન રચ્યું હતું.
આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂરસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણ ગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ અટાધ્યાયી નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે 'સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org