________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગુરુકૃપાથી તેમને પ્રભુનાં દિવ્ય દર્શનનો લાભ થયો અને તેની સાથે ભગવજ્ઞાનું શ્રવણ થયું હતું, પરંતુ દામોદરદાસ માં દીનતા હતી. તેઓ જાણતા હતાં કે પ્રભુનાં વચનામૃત સમજવાની શક્તિ જીવની નથી. ગુરુ અને પ્રભુની કૃપા હોય તો જ પ્રભુનાં વચનામૃત હૃદયમાં અંકિત થાય અને તેનું રહસ્ય પ્રકાશિત થાય. આથી દામોદરદાસે બે હાથ જોડી, વિનંતી કરી : ‘મહારાજ! સુન્યો તો સહી પર સમુઝયો નાહીં.’
૨૨
શિષ્યમાં દીનતા આવશ્યક છે. શિષ્યમાં જો મનથી પણ પોતાના ગુરુ પ્રત્યે સહજ ભાવ કે અરૂચી ઊભી થાય તો એ શિષ્ય ધર્મમાંથી પડે છે. આથી અર્જુન કહે છે. ભગવાન, હવે હું તમારો શિષ્ય અને દાસ છું. આપના ચરણો સિવાય બીજો કોઇ મારો આશ્રય નથી, તેથી આપ મારુ કલ્યાણ શેમાં છે તે બતાવો.
વાસ્તવમાં ખરી ગીતાનો આરંભ અહીંથી થાય છે. અભિમાન, દંભ આદીનો ત્યાગ, જ્ઞાનની દ્રષ્ટિએ દ્વિતીય પગથિયું છે. જેને શાસ્ત્રોમાં ‘દાન’ કહે છે. ગીતાએ જીવના કલ્યાણ માટે ઉચ્ચત્તમ જ્ઞાન આપ્યું છે. આવુ જ્ઞાન અભિમાનિદકના ત્યાગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોની દૃષ્ટિ જીવનું કલ્યાણ એટલે મોક્ષ, અર્જુન ભગવાન પાસે આત્મના કલ્યાણ રૂપી મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો.
મોક્ષ પ્રાપ્તીમાં મુખ્ય ચાર શાસ્ત્રો છે – (૧)સાંખ્ય, (૨)યોગ, (૩) વૈષ્ણવીતંત્ર, (૪) શેવતંત્ર.
સાંખ્ય અને યોગ મોક્ષ મેળવવા માટે માર્ગદર્શન આપે છે. સાંખ્ય અને યોગ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ મોક્ષ મેળવવા ઇચ્છિત વ્યક્તિએ સ્વપ્રયત્નો કરીને મોક્ષ મેળવવાનો હોય છે. તેથી તેને સ્વ પ્રયત્નોથી મેળવેલો મોક્ષ કહેવાય છે.
15
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૩
વૈષ્ણવીતંત્રી અને શૈવતંત્ર સમજાવે છે કે વિષ્ણુ અને શિવ
મોક્ષ મેળવવા, તેમની કૃપા આવશ્યક હોય છે તેને ‘પરત! મોક્ષ’ બીજાના પ્રયત્નથી મળતો મોક્ષ કહ્યો છે.
વેદનાં છ દર્શનોમાં ‘સાંખ્ય’ એક દર્શન છે સંખ્યા ઉપરથી સાંખ્ય શબ્દ બન્યો, તેમાં પ્રકૃતિમાં તત્ત્વોની સંખ્યાનો વિચાર છે. તેથી તેને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવ્યો.
ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સ્વભાવની મજબૂરીથી જન્મતા અહંતા મમતાના મિથ્યા ભાવો અનાત્મભાવો છે અને તેનો સંબંધ આત્મ સાથે બિલકુલ નથી, દેહ નાશવંત છે. આત્મને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજો જન્મ લે છે. અહીં અર્જુન અહંતા મમતા છોડીને પ્રભુને ચરણે આવ્યો અને પ્રભુ પાસેથી આત્મામ શું છે. નિત્યાનિત્ય વિવેક શું? શું નિત્ય અને શુ અનિત્ય, અનિત્ય અર્થાત્ નાશવંત, અંગે જ્ઞાન આ અધ્યાયમાં પ્રાપ્ત કરે છે. આવા જ્ઞાનને શાસ્ત્રની દૃષ્ટિ સાંખ્યદર્શન કહેવામાં આવે છે. તેથી ગીતાના આ બીજા અધ્યાયને સાંખ્યયોગ કહેવામાં આવ્યો છે.
બીજી ર્દષ્ટિએ વિચારીએ અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે સંખ્ય સંબંધ અર્થાત્ મિત્રતાભાવની પ્રીતિ, આમ મિત્રતાભાવનું જોડાણ એટલે સાંખ્યયોગ, અર્જુન જ્યારે કહે છે કે ‘શિષ્યસ્નેહ,’ હું તમારો શિષ્ય છું. ત્યારે બહુ નવાઇ લાગે છે કારણ કે એક મિત્ર તેમનો શિષ્ય કેવી રીતે બન્યો, અર્જુન સમજતો હતો કે મિત્રભાવમાં ગાર્ભીય ઓછું હોય છે. જે જ્ઞાન મેળવવા માટે ક્યારેક અડચણરૂપ બને છે. જ્યારે શિષ્યભાવમાં ધીર ગંભીર થવાય છે તેથી અર્જુન કહે છે હવે હું તમારો
શિષ્ય બન્યો છું. મારું કલ્યાણ કરો. આમ અર્જુને પોતાના કલ્યાણ માટે શ્રીકૃષ્ણના શિષ્ય બન્યા છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને ક્યારે પણ અર્જુન