________________
૮૦
૮૧
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન કર્મથી પર છે. તેમને નથી કોઇ કર્મની અપેક્ષા કે કર્મના ફળની અપેક્ષા. તેથી આ ચાતુવર્ણ વ્યવસ્થા સાથે તેમને કોઇ સંબંધ નથી, તેથી ભગવાન કહે છે જેવી રીતે મને કર્મણ્યમાં સ્પૃહા નથી એવી જ રીતે તમારી પણ કર્મણ્યમાં સ્પૃહા ન હોવી જોઇએ. ભગવાન કહે છે આથી કર્મ, વિકર્મ અને સકર્મ. આ ત્રણ સમજીને કરવામાં આવે તે જરૂરી છે. કર્મ એટલે પ્રભુ પ્રાપ્તી માટે જે કંઇ કરીએ તે, વિકર્મ એટલે સંસારની ફરજ સમજીને કરવામાં આવે છે અને સકર્મ એટલે જ્ઞાનથી હું કંઇ પણ કરતો નથી, તેવી સમજ સાથેનું કર્મ. આ ત્રણે પરસ્પર એક બીજા સાથે એવી રીતે ગૂંથાયેલા છે કે આ ત્રણે થકી પરમતત્ત્વને પામી શકાય છે. પ્રથમ તો જીવે વિકર્મ સંસારિક કર્મ વખતે. હું કર્તા નથી. હું જે કંઇ છું. તે પરમાત્મા થકી છું. કર્મમાં તો હું નિમિત્ત માત્ર છું. આવી સકર્મની ભાવના કેળવી, કર્મ કરવાથી પરમાત્માની પ્રાપ્તી સુર્લભ બને છે. આમ વિકર્મ એ સકર્મ બને અને સકર્મ એ કર્મ બને છે.
આથી ભગવાન કહે છે જે મનુષ્ય કર્મમાં સકર્મ જુએ છે અને જ સકર્મમાં કર્મ જુએ છે તે સાચો જ્ઞાની,યોગી છે. આવા યોગીને કર્મની કોઇ અસર નથી.
સાચો કર્મયોગી પ્રકૃતિને આધીન કર્મ કરે છે. જેમ કે હવા લેવી, ખોરાક લેવો, ઉંઘ લેવી વગેરે અને તેની સાથે સંબંધિત જે કંઇ કર્મો કરે છે તે માત્ર પ્રકૃતિ આધિન રહીને કરે છે. તેથી તેને કર્મફળનું બંધન રહેતું નથી. જેને કર્મફળનું બંધન નથી, તેને તેના પરિણામનું પણ બંધન નથી અર્થાતુ પ્રકૃતિને આધિન એટલે કે શરીર સંબંધી કર્મો કરે છે. છતાં તેમાંથી ઉત્પન્ન કોઇ પણ પાપ કે દોષ તેને નડતા નથી. પરંતું આ શરીરસંબંધી કર્મની એક મર્યાદા છે. કે આવા કર્મો ક્યારે પણ ભોગબુદ્ધિથી ન થયેલા હોવા જોઇએ. સાચા કર્મયોગીમાં ભોગબુદ્ધિ નથી. એ તો સદા કર્મો પ્રત્યે નિર્લિપ્ત રહે છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
ભગવાન એવા કર્મનું આહ્વાન કરે છે કે જે વ્યક્તિ અને સમાજનો સમન્વય કરે. આદૃષ્ટિએ ગીતા સમત્વવાદ, સમન્યવાદનો ગ્રંથ બને છે. વ્યક્તિએ માત્ર પોતાને માટે જીવવાનું નથી. સમાજના માટે જીવવાનું છે. વ્યક્તિએ સમગ્ર સમાજ સાથે સમન્વય સાધવાનો છે. આથી શરીર, મન, બુદ્ધિવગેરે ઇન્દ્રિયોને પોતાની માલિકી ન ગણતાં, સમાજની માલિકી ગણશો તો કર્મો સાથે આપણે અલિપ્ત રહેતા, આપણી કમ, કેમેયોગ બની જાય છે.
કમમાંથી નિર્લિપ્ત અને અલિપ્ત રહેવાનું તાત્પર્ય છે. કર્મફળમાંથી નિપજતિ ચંચળતાથી દૂર રહેવું. કર્મ કરવાથી મળતો જશ અને અપજશ વખતે સમર્દષ્ટિ કેળવવી અર્થાતુ જશ વખતે સમાજ તમારા કાર્યના વખાણ કરે, તમને સારા માને, એવી અપેક્ષા રાખવી નહિ. અને અપજશ વખતે તમારા કર્મોમાં નૈતિકતા, પ્રમાણિકતા હોવા છતાં તમારા માથે માછલાં ધોવાય, છતાં તમારા એ કમોંમાંથી પલાયનવાદ ન કેળવવો. કર્મોનો ત્યાગ કરવાથી માન, આદર, ભોગ, શરીરને આરામ વગેરે મળશે એવી ઇચ્છા ક્યારે પણ ન રાખવી જોઇએ. આ છે કર્મમાંથી નિર્લિપ્ત અને અલિપ્ત રહેવાનું તાત્પર્ય.
ઝઘડા અને દોષારોપણના જશથી કર્મ ન કરવું એ રાજસત્યાગ છે. અને મોહ આળસ અને પ્રમાદને કારણ કર્મ ન કરવું એ તામસ ત્યાગ છે. આ બંન્ને ત્યાગમાં પલાયનવાદ છે. આ પલાયનવાદ આપણી આત્મશક્તિને નબળી પાડે છે તેથી બંન્ને ત્યાગ સર્વથા ત્યાજય છે.
આમ કર્મ, વિકર્મ અને સકર્મમાં નિર્લિપ્ત અને અર્લિપ્તભાવના કર્મને યશાત્મક બનાવે છે. યજ્ઞમાં ત્રણ વસ્તુ મુખ્ય છે. દ્રવ્ય, દેવતા અને મંત્ર. દ્રવ્ય એટલે સમર્પણ, દેવતા એટલે શ્રદ્ધા અને મંત્ર એટલે શક્તિ, અર્થાત્ પ્રભુ પર શ્રદ્ધા રાખીને પ્રભુને સમર્પિત અર્થાત્ કર્મોમાં પોતાની શક્તિ મુકીને કાર્ય કરવું એટલે યજ્ઞાત્મકકર્મ.
44