Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ ૧૦૯ ૧૦૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોવું જોઇએ. અને આસન પણ કેવું? બહુ ઉંચું નહીં ને બહુ નીચું નહીં. એવું તેમજ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર ઉપરાઉપર પાથરેલું, એવા સ્થિર આસન પર બેસીને ધ્યાન કરવું. આવા આસન પાછળવિજ્ઞાન છે. આપણા શાસ્ત્રોમાં દર્ભને પવિત્ર માનવામાં આવ્યું છે. આથી ગ્રહણ વગેરેના સમયે સૂતકથી બચવા માટે દર્ભનો ઉપયોગ થાય છે. દર્ભ પાથરવાથી મકોડા કીડીઓ નહિ આવે, જેથી ધ્યાનથી વિચલિત ન થઇ શકાય. આ ઉપરાંત આપણા શરીરમાં કે વિદ્યુત શક્તિ છે. તે આસનમાં થઇને જમીનમાં ન ચાલી જાય. તે માટે ઉપર મૃગચર્મબિછાવવામાં આવે છે. અને મૃગચર્મનાં રુવાંટાં શરીરમાં ન વાગે તે ઉપરાંત આસનની કોમળતા સચવાય તે માટે મૃગચર્મ પર સૂતરનું શુદ્ધ વસ્ત્ર બિછાવવામાં આવે છે. ભગવાનને અહીં ‘આત્મન’ પદથી પોતાનું આસન અલગ રાખવાનું વિધાન કર્યું છે. જે આસન ઉપર બેસીને આપણે ધ્યાન કરવા માંગીએ છીએ તે આસન પોતાનું હોવું જોઇએ. બીજાનું નહિ, કારણ કે બીજાના આસનનો ઉપયોગ કરવાથી તેમાં એનાં જ પરમાણુ રહે છે. અર્થાત્ બીજા પરમાણુ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જે આપણી પ્રકૃતિ, ક્રિયાત્મકતાને અસર કરે છે. ધ્યાનની બેઠક કેવી હોવી જોઇએ? એ અંગે ભગવાન કહે છે કે: “ધ્યાનમાં બેસો ત્યારે સીધા બેસો, ડોક અને કરોડરજજુ સીધી લીટીમાં આવે એ ધ્યાનની ઉત્તમ બેઠક છે. આ માટે સિધ્ધાસન, પદ્માસન વગેરે કેટલાં પણ આસનો છે એ બધા આરોગ્યની દૃષ્ટિએ ધ્યાનમાં સહાયક છે. તેનો પણ ઉપયોગ થઇ શકે.' દૃષ્ટિને બરાબર નાકના અગ્ર ભાગ ઉપર રાખવી, આજુબાજુ જોવું નહિં. અર્થાતુ આંખો અધમીચેલી રાખવી, કારણ કે આંખો મીંચી લેવાથી નિદ્રા આવવાની સંભાવના રહે છે અને ખુલ્લી રાખવાથી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ બહારના દ્રશ્ય દેખાશે. જે ધ્યાનમાં વિક્ષેપ પાડે છે. આથી નાકના અગ્રભાગને દેખવાનું તાત્પર્ય છે. આ રીતે મન એક જ ભાગ દ્વારા સંવેદનો લેવામાં સફળ થાય અને બીજા કોઇ ભાગ દ્વારા નહિ, તો તે ધારણા, મન એ સ્થિતિમાં અમુક સમય સુધી સ્થિર રહેવામાં સફળ થાય તો તેને ધ્યાન કહેવામાં આવે. ધ્યાનએ આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન સાંધવાનું માધ્યમ છે. ઘણા લોકો ધ્યાનને જ્ઞાન અને સંન્યાસ માર્ગનું કેવળ સાધન ગણે છે. તે તેમની મોટી ભૂલ છે. ધ્યાન આપણા આત્માને દૈદીપ્યમાન બનાવનારું સાધન છે. એ કર્મયોગીને કર્મ તરફની નિષ્ઠા વધારે છે. ધ્યાનથી એકાગ્રતા વધે છે અને એકાગ્રતા કર્મના લક્ષને વીંધે છે. એકાગ્રતા સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યએ ભગવવાનો સંકલ્પ અને એ સંકલ્પને મૂર્તિમાન કરવા સેવાની સાથે સ્મરણ અને સમર્પણની આજ્ઞા આપી છે. જીવ પોતાની જીવનચર્યામાં આ વાતને ન ભૂલે, તો પણ પ્રત્યક્ષ ધ્યાન વગર આપણે બધી ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઇ જઇએ છીએ. આ રીતે જીવ સજાગ રહીને ધર્મનું સ્થાપન, અધર્મનો વિરોધ, ધર્મઆચરણનો આગ્રહ અને લોકનું શ્રેય થાય એ રીતે જીવન વ્યતીત કરવાનો આગ્રહ રાખે, એ રીતે ખાતાં, પીતાં, હરતાં, ફરતાં અને સર્વ કામો કરતાં એ પોતાના ધ્યેયનું, એકાગ્ર ચિત્ત ન રહે તોયે, અનુસંધાન તો રાખે જ.. ઘણા મનુષ્યો ધ્યાનને શરીરને કષ્ટ આપવાનું સાધન માને છે. તેઓ ધ્યાન કરતી વખતે ઉપવાસ કરે છે. ત્યારે ગીતા સ્પષ્ટ કરે છે. ભૂખ્યા પેટે ધ્યાનમાં બેસવું નહિં, મનમાં હૃતિ અને ઉલ્લાસ રહે તેટલું તો જમવું જોઇએ. અને શરીરને પૂરી નિંદ્રા આપવી જોઇએ અર્થાત્ ધ્યાનમાં વિપ્નન આવે એ રીતે યજ્ઞોચિત્ત ખાવું પીવુ અને સૂવું જોઇએ. 58

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116