________________
૧૮૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જાણકારી એ પ્રાથમિક જાણકારી છે. વિદ્યાત્મક નથી. ખરેખર વિદ્યાતત્મક અર્થાતુ યોગ્ય હોય તો તે જોય છે. આ જોય એટલે પરમતત્વ. અને પરમતત્ત્વ એટલે જે ભૌતિક જગતથી પર છે. આ પરમતત્વમાં આત્મા અને પરમાત્માનો સમાવેશ કરવામાં આવેલ છે. આત્મા અને પરમાત્તમાને જાણીને મનુષ્ય સાચી શાંતિ અનુભવે. જીવનના અમૃતનું આસ્વાદ કરી શકે છે. આવા શેય તત્વનું સગુણ નિરાકાર રૂપનું વર્ણન કરતાં. ભગવાન આગળ કહે છે કે ભૌતિકવાદીઓ. નાસ્તિકો મારા સ્વરૂપને સમજી શકતાં નથી. કારણ કે તેમને માની લીધેલાં એવા કોઇ સ્થળ રૂપે મારું અસ્તિત્વ નથી, પરંતુ જેમ સૂર્ય પોતાના અનંત કિરણો ચોમેર પ્રસારીને અવસ્થિત હોય છે. તેવી જ રીતે પરમતત્વ તરીકે હું અવસ્થિત છું. અર્થાત્ સ્થૂળ રૂપે નહિં પણ નિરાકાર રૂપે જગતમાં સર્વવ્યાપી સ્વરૂપે આ બધી ઇન્દ્રિયો મારી પાસે મોજુદ છે. જેથી આ બ્રહ્માંડની દરેક ગતિવિધિઓ પર હું બારીક નજર રાખી શકું છું. દરેક જીવમાં ચેતનરૂપે રહેલ આત્મા એ જ પરમાત્મા રૂપે હું છું. જીવ હાથથી જે વસ્તુ પકડે છે તે જ પરમાત્મા સ્વરૂપે હું પકડું છું. તે જ રીતે કુલની સુગંધ પણ હું માનું છું. આમ હું ઇન્દ્રિય રહિત હોવા છતાં મારી ઇન્દ્રિયો તો અનંત છે.
ભગવાનની આ વાણી સાંભળીને આપણે એ સવાલ થાય કે પરમતત્વ તરીકે ભગવાન સર્વવ્યાપી હોય તો શું પરમાત્મા સર્વજીવોમાં વિભક્તિ થયેલાં છે? તેના જવાબમાં ભગવાન કહે છે કદરેક જગ્યાએ વિભક્તરૂપે સર્વના સર્જન પોષણ અને સંહારનું કારણ હું છું. જ્યોતિઓની પણ જ્યોતિ, તમસથી પર, જ્ઞાનરૂપ, શેય અને જ્ઞાનગમ્ય, સર્વના હૃદયમાં બિરાજમાન હું છું. ક્ષેત્ર, જ્ઞાન અને શેય વિશે જે કંઇ મેં કહ્યું છે તે બરાબર જાણીએ તો ભગવદ્ભાવને યોગ્ય થવાય.
ગીતા પ્રકૃતિ અને પુરુષ બંન્નેને અનાદિ ગણે છે. તેથી આ બંન્ને
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૮૩ પદોને ફરિથી સારી રીતે સમજવી લેવા જોઇએ. પ્રકૃતિ એટલે જગત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એ પાંચ મહાભૂત તથા મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકારની અપરા પ્રકૃતિ છે. આ સિવાય ચેતના યુક્ત સત્તા તે પરા પ્રકૃતિ છે. આ બંન્નેના સંયોજનથી જગતની ઉત્પત્તિ થઇ છે આમ પ્રકૃતિ અનાદિ છે. સ્થૂળ શરીર નાશવંત છે. પણ પ્રકૃતિ ક્યારે પણ નાશવંત નથી. આ પ્રકૃતિ જેને આપણે ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. અહીં એ બાબત નોંધી જોઇએ કે સ્થૂળ શરીર એ ક્ષેત્ર છે. પરંતું પરાપ્રકૃતિ ચેતના અર્થાતુ આત્માએ શરીર ક્ષેત્રનું ક્ષેત્રજ્ઞ બને છે. આ શરીર ક્ષેત્રનું પરમતત્વ આત્મા છે. તેથી આત્માને શરીરક્ષેત્રનો પુરુષ કહેવાય. અર્થાત્ શરીરનો માલિક કહેવાય.
અપરા અને પરા બંન્ને પ્રકૃતિથી જે જગત બન્યું છે. બ્રહ્માંડ બન્યું છે. તેનો માલિક પરમાત્મા છે જે જગતનો પુરુષ કહેવાય. અથોતું. આ પરમાત્મા સિવાય જે કંઇ છે તે પ્રકૃતિ છે જે ક્ષેત્ર છે. પરમાત્મા પુરુષ ક્ષેત્રજ્ઞ છે.
જીવોમાં શરીર તથા ઇન્દ્રિયોના વિભિન્ન પ્રગટીકરણો અપરા પ્રકૃતિને આભારી છે. અર્થાત્ અપરા પ્રકૃતિની કાર્યશૈલીની અસર પરા પ્રકૃતિ આત્મા પર પડે છે. આત્મા કર્મના બંધનથી બંધાય છે. શરીરક્ષેત્ર. અપરાપ્રકૃતિ જેવું કર્મ કરશે. તેને સાક્ષીભાવે ભોગવવા માટે આત્માને હાજર રહેવું છે. એ નોંધવું જરૂરી છે. કર્મના ભોગવટામાં શરીર આવે છે. આત્મા તો માત્ર સાક્ષીભાવે તે જુવે છે આત્માને ક્યાંક બોગવટો આવતો નથી.
આ રીતે શરીર અને આત્માની વિભિન્નતા સારી સમજવી લેવાથી શરીર પ્રત્યેનો મોહ નાશ પામશે. આ મોહ નાશ પામતા પુનર્જન્મમાંથી મુક્તિ પમાય છે. કારણ કે પુનર્જન્મનું મુખ્ય કારણ મોહ માયા છે.
95 95