________________
૨૧૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સત્વ, રાજસ અને તામસ પ્રકૃતિ માત્ર, તે જીવના સ્વભાવ અને કર્મને નિશ્ચિત કરે એવું નથી. પરંતુ હે અર્જુન! પ્રત્યેક જીવનો આહાર, યજ્ઞ, તપ તથા દાન, તેની પ્રકૃતિનુસાર ભિન્નભિન્ન હોય છે.
- જે સત્વગુણી જીવ છે તેનો આહાર પણ તે જીવને પોષક અર્થાત્ તે આયુષ્ય વધારનાર, જીવનશુદ્ધ, પવિત્ર કરનાર, બળ સ્વાથ્ય, સુખ તથા તૃપ્તિ આપનાર હોય છે. જે જીવ અને સંસારની ટકાવી રાખનાર ખોરાકને પ્રાપ્ત કરે છે. તે શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજનને આવકાર્યો છે.જ્યારે રજોગુણી જીવ અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લખું તથા બળતરા પેદા કરનાર આહાર પસંદ કરે છે. તમોગુણી જીવ ત્રણ કલાક પહેલાં રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું, એઠું તથા શુદ્ધતા વિનાનું માંસ, મદિરાયુક્ત ભોજનનો સંગ્રહ રાખે છે.
સત્વગુણીનું દરેક કર્મ કે યજ્ઞ ફળની આશા રાખ્યા વગર માત્ર પોતાનું કર્મ સમજીને કરે છે. પરંતું હે ભરતક્ષેત્ર, જે રજોગુણી છે તેદુન્યવી લાભ ખાતર કે પોતાનું ગર્વ માનવધારવાના હેતુ થી કરે છે. તે રાજસી છે. કોઇ વિધિ વિધાનને સમજ્યા વગર માત્ર સમાજ દેશને નુકશાન પહોંચાડનારું અયોગ્ય, યજ્ઞ, (પ્રયત્નો કરે છે તે તામસી યજ્ઞમાં આવે
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૧૭ તપ તો સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા અને દેવ,ગુરુ જેવા આધ્યાત્મિક મુક્ત દાતાનું પૂજન એ દૈવી જીવોનું શરીર સંબંધી તપ છે. કોઇની માન હાની ન થાય તેવી રીતે સત્ય, પ્રિય અને હિત વચન સાથે વેદનું નિયમિત પઠન કરવું એ વાણી તપ છે. જ્યારે મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન તથા મનને નિગ્રહ કરનાર સર્વ મનનાં તપ છે.
આથી હે અર્જુન સાચા તપસ્વીએ તો પહેલા આ તપ દ્વારા પોતાનામાં સાત્વિકપણું પ્રગટ કરવું જોઇએ. અને તે વખતે તેનામાં કોઈ દંભ કે આડંબર નહોવો જોઇએ, દંભ અને આડંબરથી કરેલ તપ રાજસી તપ છે. અને કોઇને નુકશાન પહોંચાડવા માટે તપ એ તમો ગુણી તપ છે. આથી તપનું તાત્પર્ય સમજીને તપ કરવું જોઇએ. સાચું સાત્વિક તપ હશે તો તે મને કે મારા અંશ રૂપ દેવી દેવતાને પામશે.
હે અર્જુન! જે રીતે ધર્મક્ષેત્રે સાત્વિક તપનું મહત્વ છે. તે રીતે સાત્વિક દાન પણ મહત્ત્વનું છે. કોઇ પણ પ્રકારના બદલાની ભાવના રાખ્યા વિના સુપાત્રને યોગ્ય સમયે પોતાનું કર્તવ્ય સમજીને દાન કરે છે. તે જ સાચું સાત્વિક દાન છે. તેના વિપરિત બદલાની અપેક્ષાથી કરેલું દાન એ રાજસી દાન છે અને જુગારી વ્યસની કે આળસુને કરેલ દાન એ તામસીદાન છે.
હે અર્જન! સાત્વિક યજ્ઞ, તપ અને દાન પરમાત્માની સાનિધ્યમાં થાય છે જેનાથી પરમાત્મા સંતુષ્ટ થાય છે. એ ભક્તિમય બને છે. સમાજમાં જે સંપ, શાંતિ અને વિકાસ લાવે છે.
યજ્ઞ પછી તપના સાત્વિક, રાજસી, તામસી એમ ભેદ છે તે દરેક તપ શરીર, વાચિક અને માનસ એમ ત્રણ પ્રકારનું છે. પ્રથમ શરીર વગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી, સાત્વિક વગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી એમ કુલ નવ પ્રકારના તપ બતાવ્યા છે.
- ભગવાન શ્રીકૃષ્ણ તપનું તાત્પર્ય બતાવતા ભગવાન અર્જુનને સમજાવે છે કે એકાંત જગ્યામાં આંખો બંધ કરી ધ્યાન ધરવું તે તપ તો આત્મા ચેતનાનું તપ છે. પરંતું આ આત્મા ચેતનના તપને પુરુ બળ આપનાર
112