________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૧૩
૨૧૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તથા અજ્ઞાન (આળસ) એ આસુરી પ્રકૃત્તિના ગુણો છે. જે જગતમાં હિંસા, અજ્ઞાનતા, અસત્ય અફવાઓ, ફેલાવે છે. તેનો કદાચ વિજય થાય તો લૌકિક, રાજનીતિક હોય છે. ધાર્મિક કે આધ્યાત્મિક વિજય હોતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આવા આસુરી જીવોને ભ્રમ નાખીને હું તેમને હંમેશા આસુરી યોનિઓમાં મુકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું.
કામ, ક્રોધ અને લોભ, એ અધોગતિના દ્વાર છે. જેનાથી હંમેશા દૂર રહેવું જોઇએ. આપણે સહ્માર્ગે જતા રોકે છે. જો આપણને સાચા અર્થે મનુષ્ય બની રહેવું હોય તો, આ ગુણોથી હમેશા દૂર રહેવું જોઇએ. અહીં કામ એટલે સત્કર્મો કરવા આડે આવતી ઇચ્છાઓ છે. જે કોઇ આ અધોગતિના દ્વારથી બચી ગયેલા છે. તેમને ઇશ્વરે આપેલાં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર ગણી સંસારમાં હંમેશા કલ્યાણ કારી કાર્યો કરવા જોઇએ.
પરંતું કલ્યાણકારી કાર્યો મનઘટિત તરંગી વિચારોને આધારે નહિ, પરંતુ શાસ્ત્રોમાં બતાવેલ કર્તવ્ય, અને અકર્તવ્યનો ભેદ સમજીને કરવો જોઇએ.
આમ આ સોળમા અધ્યાયમાં દૈવી અને આસૂરી ગુણોનું વર્ણન કરી જીવે પોતાના અંતઃકરણમાં રહેલા દૈવી ગુણોને જાગૃત કરી, તેને ટકાવી રાખવા માટે કલ્યાણનો ભગવસેવા નો આશરો લેવો જોઇએ. આ માર્ગમાં લોભ, લાલચ, ધાકધમકી, હિંસા વગેરે અટચણો આવે છે. ત્યારે આપણે પૂરી નિષ્ઠાથી આ સત્યરૂપી માર્ગમાં અડગ રહેવું જોઇએ. ઇજીશિનમાં એક કહેવત છે કે ‘સત્યની તલાશમાં નીકળેલા ને જે વેદના થાય છે એ વેદના સત્યને સાચો અર્થ આપે છે.”
અધ્યાય : ૧૦ સોળમા અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી ગુણો બતાવ્યા, દૈવી જીવનું કર્તવ્ય બતાવ્યું આસુરી જીવ જે હિંસા, અસત્ય, હત્યાચાર, સંસારમાં ફેલાવે છે. તેની ગતિ નરકની હોય છે. એટલે એ અધોગતિની હોય છે. જેનું ફલ કાયમ આસુરી બુદ્ધિ રાખી, જેને મારાથી હંમેશા દૂર રાખું છું. દૈવી જીવો જે હંમેશા જગતમા સુખાર્થે કે પોતાના આત્માના કલ્યાણ માટે કલ્યાણકારી સત્કર્મો કરે છે. તે મને પામે છે.
સત્તમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. કે માત્ર, દૈવી ગુણોથી હું પ્રાપ્ત થતો નથી. પરંતું આદૈવી કાર્યો માં નિષ્ઠા, શ્રદ્ધા આવશ્યક છે. જીવ જે કોઇ દૈવી કાર્ય કરે, ધાર્મિક શાસ્ત્રો, સમાજહિતના શાસ્ત્રો બંધારણને આધિન રહીને કરવાના છે. તોજ આવા કાર્યો ધર્મ અને સમાજ હિંસાના બનશે. સકાર્યમાં પરલોક હિત, જીવ માત્રનું હિત જરૂરી છે.
ટૂંકમાં સોળમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દૈવી અને આસૂરી જીવોની ભેદરેખા બતાવી, દૈવી જીવોને આચરણનો સંદેશ આપેલ છે. જ્યારે સત્તરમા અધ્યાયમાં આ આચરણની પ્રમાણભૂતતા બતાવ્યા છે.
આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે કે જે જીવો આપના કૃપાપાત્રદૈવી જીવો છે. તેઓ હંમેશા સત્કર્મો કરવા માંગે છે. પરંતુ તેમને શાસ્ત્રોમાં નિષ્ઠા નથી, તો તેમને જે ફલ પ્રાપ્ત થાય છે. તે કેવું ફૂલ હોય છે? સાત્વિક કે રાજસી, તામસી?
110.