Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 108
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ સોળમા અધ્યાયમાં ભગવાન દૈવી પ્રકૃતિ તથા તેના ગુણોનું તેમ જ આસુરી પ્રકૃતિ તથા તેના ગુણોનું વર્ણન કરે છે. તેની સાથે ગુણવાન તથા હાનિનું વર્ણ કરે છે. પહેલા ત્રણ શ્લોકમાં ભાવ, આચરણ અને પ્રભાવને લઇને દૈવી પ્રકૃતિનું વર્ણન કરેલ છે. ૨૦૮ સૌથી પહેલા આવે છે. અભય. અભય એટલે જેને જન્મ મરણનો ભય લાગતો નથી. જે સદાય નિર્ભય કહી જીવે છે. નિર્ભયતા એ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે. નિર્ભયતા સબળ હોવી જોઇએ. ખોખલી નિર્ભયતા ક્યારે દૈવી પ્રકૃતિનું લક્ષણ ગણાતી નથી. આવી નિર્ભયતાને ધન, રાજ્યસત્તા પણ ઝૂકાવી શકતો નથી. સાચો દૈવી પ્રકૃતિવાળો જીવ સૂરદાસજીને દિલ્હીનો બાદશાહ અકબર પોતાનો યશગાન ગાતાં પદની વાત કહે છે. ત્યારે સૂરદાસજીએ ખૂમારીથી એક પદ ગાઇને જબાવ આપ્યો. ના હિન રહ્યો મનમેં છોર. નંદનંદન બસત કૈસે આ નિયે ઉપર ઔરા હે બાદશાહ! હવે મારા મનમાં કોઇ ઇચ્છા માટે જગ્યા જ રહી નથી. નંદનંદન શ્રીકૃષ્ણ મનમાં વસી ગયા છે. તે સ્વરૂપ મારા હૃદયમાંથી ખસતું જ નથી. આ જવાબથી બાદશાહ રાજી થઇને સૂરદાસજીને કંઇક માંગતા કહે છે. ત્યારે તે સૂરદાસજી નિર્ભયતાથી કહે છે કે ‘તમે રાજી થયા હો તો એટલું જ કહી દો કે મને ફરીથી કદી અહીં બોલાવશો નહીં.’ શ્રી કુંભનદાસજીએ આવી નિર્ભયતાથી રાજા માનસિંહને કહી દીધું હતું કે ક્ષમા કરજો, મહારાજ! અહીં તો મારી સ્વામી રસિકશિરોમણી નંદનંદની પ્રસન્નતા માટે કીર્તન ગાઉં છું. આપની પ્રસન્નતા માટે નથી ગાતો... 108 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૦૯ પઠાણપુત્રને બાદશાહે તુલસીની કંઠી તોડી નાંખવાનું કહ્યું ત્યારે એણે કહ્યું આ કંઠી મને ઘણી પ્રિય છે. જેનાથી મારું ચિત્ત પ્રભુમાં ચોંટેલું રહે છે. તેના આ જવાબથી બાદશાહ ગુસ્સે થઇને તલવાર મંગાવીને તેનું માથું કાપવાનો હુકમ કર્યો, ત્યારે પઠાણને કહ્યું ‘આ મારી પાસે તલવાર છે તેનાથી જે મારું મસ્તક છેદી નાખોને! બીજી તલવારની તમારે શી જરૂર છે.' આમ સાચા દૈવી જીવને મૃત્યુનો પણ ડર લાગતો નથી. સત્વ અશુદ્ધિ એ દૈવીપણાનું બીજુ લક્ષણ છે. સત્વ અશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધતા અંતઃકરણ કોનું શુદ્ધ હોય અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સમન્વય. જે સંસારથી રાગરહિત થઇને ભગવાનમાં અનુરાગ બાંધવા માટે પોતાના વિચાર, ભાવ, ઉદ્દેશ્ય અને લક્ષ્ય કેવળ એક પરમાત્માની પ્રાપ્તિ માટે કરે છે. ત્યારે તે અંતઃકરણ શુદ્ધ થઇ જાય છે. આમ દૈવી પણાની પહેલી શરત સત્વ સંશુદ્ધિ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણ છે. તે સારી વસ્તુમાં હોવી જોઇએ. મન સારું ચિંતન કરે, સારા વિચારો કરે, બુદ્ધિ સારો નિર્ણય કરે, એમાં નિશ્ચય હોય. અર્થાત્ બધામાં પરિપક્વતા આવશ્યક છે. અર્થાત્ મન હંમેશા શંકા કુશંકામાં રહે, બુદ્ધિ તર્ક વિતર્કમાં રહે. અને ચિત્ત કામાડોળ સ્થિતિમાં રહે, એ માત્ર આધ્યાત્મિકક્ષેત્રમાં જ નહિં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિમાં અવરોધરૂપ તત્વ બને છે. ભગવાન શ્રીકૃષ્ણની આ વાતને અનુમોદન આપતાં શ્રી આચાર્યશરણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116