Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 114
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન આગળ કહે છે કે જે કર્મો આપણા કર્તવ્યપણામાં આવે છે તેટલા કર્મો કરવાનો આપણો અધિકાર છે. બીજા કર્મો દોષયુક્ત છે. જેનાથી હંમેશા દૂર રહેવું જોઇએ. દા.ત. આપણે જે પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન બંધનથી બંધાયેલા હોઇએ. તે જ પુરુષ કે સ્ત્રી સાથે સહગમન કરવાનો અધિકાર છે. આ સિવાયના બીજા લગ્નતેર સંબંધો એ દોષયુક્ત છે. વ્યાભીચાર છે. તેને હંમેશા ત્યાજવા જોઇએ. અર્થાત્ આપણી દૃષ્ટિએ જે ધર્મમાં ગણાય તે કર્મો કરવા અને જે અધાર્મિક ગણાય તેને ત્યજવા જોઇએ. ધર્મની આપણી વ્યાખ્યા શાસ્રયુક્ત હોવી જોઇએ. આપણા આત્મા અને પરમાર્થને પોષણ આપનારી હોવી જોઇએ. એમાં સ્વ નહિં પર પણ નો વિચાર હોવો જોઇએ. પરમાર્થિક કર્મમાં કે તેના ફળમાં ક્યારે આપણી આસક્તિ હોતી નથી. આવા ધાર્મિક કે પરમાર્થિક કર્મનો ત્યાગ નહિં, પણ તેમાં રહેલા મોહને ત્યજવો જોઇએ, કારણ કે મોહયુક્ત કર્મ દુઃખ આપે છે. મોહ રહિત કર્મ સુખ આપે છે. આવા મોહ રહિત કર્મમાં આપણો કોઇ નિજી સ્વાર્થ કે ઇર્ષા હોતા નથી. તો તે ઇષ્ટ પરિણામને પાત્ર બને છે. જેમ કે લશ્કરનો સૈનિક તેના નિજી જીવનમાં કોઇની હત્યા કરે છે. તો તે હત્યા અપરાધ બને છે. ફાંસીને પાત્ર બને છે. જ્યારે સૈનિક તરીકે યુદ્ધ ભૂમિ પર હજારો સૈનિકોને મારે તો તે પ્રસંશાને પાત્ર બને છે. ૨૨૦ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં એકદમ સ્વતંત્ર અને અશક્ત છે. તેમ છતાં તેની સ્વતંત્રતાને, તેની શક્તિને અંકુશમાં રાખનાર બીજુ કોઇ પરિબળ છે જે તેના અંતઃકરણમાં રહેલો આત્મારૂપી પરમાત્મા છે. જ્યારે જે વ્યક્તિમાં તેના પૂણ્યફળની શરૂઆત થાય છે ત્યારે તેને ખોટા રસ્તે જતાં આત્મારૂપી પરમાત્મા તેને રોકે છે જેમ કે વાલિયા લૂટારામાંથી બનેલ વાલ્મીકી, કલિંગ યુદ્ધ પછી સમ્રાટ અશોકના હૃદયમાં આવેલો પલટો, બોધી વૃક્ષની નીચે રાજકુમાર 114 ૨૨૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગૌતમના અંતઃકરણે પલટો ખાધો અને બીજા દિવસે ભગવાન બુદ્ધ બની ગયા, આવા તો અનેક ઉદાહરણો છે કે જે વ્યક્તિના અંતઃકરણમાં બેઠેલો આત્મા જાગૃત થાય છે ત્યારે વ્યક્તિ શક્તિશાળી સશક્ત હોવા છતાં તેને તે દિશામાં જતાં તેને રોકે છે. આત્માની આ પ્રચંડ શક્તિને વ્યક્તિ સારી રીતે ઓળખી લે, તો વિશ્વની કોઇ પણ તાકાત તેને ડઘાવી શક્તિ નથી. આપણી મુર્ખવાળી બુદ્ધિ હંમેશા એવું વિચારે છે કે હું બધું કરું છું. હું ન હોત તો આ કામ થાત જ નહિં, ત્યાં ગીતા કહે છે કે વેદાંતનુસાર દરેક કર્મની સિદ્ધિને માટે પાંચ પરિબળો ભાગ ભજવે છે ૧.અધિષ્ઠાન, એટલે શરીર. ૨.કર્તા, અહીં કર્તા એટલે અહંકાર વાળો જીવાત્મા. ૩.વિભિન્ન ઇન્દ્રિયો, ૪.અનેક પ્રકારના પ્રયાસો, ૫. પરમાત્મા. કોઇ કર્મની સિદ્ધ માટે ઉપર જણાવેલ પાંચ પરિબળો ભાગ ભજવે છે. આપણી મુર્ખ બુદ્ધિ માત્ર કર્તાને પ્રધાન્ય આપે છે. આપણે હાથ પર લીધેલ કર્મને માટે અનુકુળ શરીર અને પ્રકૃતિ સ્વભાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બધુ અનુકુળ હોય પણ આપણું પ્રારબ્ધ નબળુ હોય તો પણ લાખ પ્રયત્નો કરવા છતાં અનુકુળ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જે આ રીતે સાચી વાસ્તવિક્તા સમજીને ચાલે છે તેને, તેના કર્મોની સિદ્ધિ તરફ દોરી જાય છે. તે કર્મ તેના સાત્વિકપણાની નિશાની છે. આ ઉપરાંત કર્મનું બંધન છે. સિદ્ધિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના જાતિગત સ્વભાવ પર નિર્ભર છે. એટલે કે પૂર્વ પ્રાપ્ત થયેલ સંસ્કારને આધારે નિર્મિત સ્વબાવથી તેને અમુક કર્મો સ્વભાવથી તેને ભાગે આવે છે તે તેને આવશ્યક કરવા પડે છે. કેટલાંક કહેવાતા સમાજ સુધારકો ગીતામાં અહીં વર્ણાશ્રમ ધર્મનો જે ઉલ્લેખ થયેલ છે. તેમાં પોતાનો વિરોધી સૂર પૂરાવે છે. ત્યારે તે દુઃખદ છે. આપણા શાસ્ત્રોની

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116