Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/101002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Geeta Bhavarth Shri. Sudhir K. Shah 'ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કર્યા શ્રી. સુધીર કે. શાહ ©લેખકશ્રી ગીતા ભાવાર્થ શ્રી. સુધીર કે શાહ પ્રથમ આવૃત્તિ : ૨૦૧૦ નક્લ : ૧૦૦૦ કિંમત : રૂ. ૧૫૦/ આવરણ દિપ્તી ચૌહાણ, બાકરોલ સજાવટ ગુર્જરી સાહિત્યાલય, ડાકોર મુદ્રક ચરોતર સાહિત્યાલય, નડીયાદ પ્રકાશક એમ. એમ.સાહિત્ય પ્રકાશના પુસ્તક પ્રકાશક અને વિક્રેતા મહાવીર માર્ગ, આણંદ. એમ. એમ. સાહિત્ય પ્રકાશન પુસ્તક પ્રકાશક અને વિક્રેતા. મહાવીર માર્ગ, આણંદ - ૩૮૮ ૦૦૧, તા.જી.આણંદ Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સ્વ.શ્રી કાન્તિલાલ ત્રિભોવદાસ શાહ જેઓના નિયમિત ગીતા પઠનના સંસ્કારે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી તેવા સ્વ. પિતાશ્રીના સાનિધ્યમાં આ પુસ્તક સાદર સમર્પિત છે. પ્રસ્તાવના વૈશ્વિક ફલક પર શ્રીમદ્ ભગવદ્ગીતાનું સ્થાન અદ્વિતીય છે. કારણ કે તેમાં વેદોના સાર રૂપ એવા ઉપનિષદોના સારાંશને કેન્દ્રમાં રાખીને મનુષ્યમાત્રને સ્વસ્થ્ય, સાત્ત્વિક જીવન જીવવાની અને આત્માનુભૂતિને માણવાની કળા શીખવતો ગ્રંથ છે. નથી તેમાં કોઇ એક દર્શનાત્મકવાદ કે નથી કોઇ એક ધર્મનું પ્રતિપાદન, તેથી તે દેશ કાલ કે સંપ્રદાયની મર્યાદાથી પર છે. ગીતા સ્પષ્ટપણે માને છે કે વ્યક્તિને તેના કર્મના આધારે તેને પ્રકૃતિ (સ્વભાવ) અને પ્રારબ્ધ (ભાગ્ય) પ્રાપ્ત થાય છે. એ પ્રકૃતિ અને પ્રારબ્ધ અનુસાર એનું કર્મ અને જીવન નિશ્ચિત થાય છે. જેના આધારે તે જ્ઞાન, કર્મ અને ભક્તિને પ્રાપ્ત કરે છે. બુદ્ધિ એટલે જ્ઞાન, ઇચ્છા એટલે કર્મ અને ભાવ એટલે ભક્તિ આ ત્રણેયના સમન્વયથી મનુષ્ય તેના નિયત લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આનાથી વિપરિત પરિસ્થિતિ એટલે કે અજ્ઞાનથી અંધકાર, અનિચ્છાથી આળસ, જડતા અને અભાવથી અવિશ્વાસ (દ્રઢતાનો અભાવ) પ્રાપ્ત થાય છે. જેથી પરમતત્ત્વની (લક્ષ્યની) પ્રાપ્તીમાં અવરોધો આવે છે. આપણે નથી અંધકારમાં રહેવા માંગતા, નથી પ્રગતિ વગરની અનિચ્છામાં રહેવા માંગતા, નથી આળસ કે જડતામાં જીવવા માંગતા કે નથી લાગણીશૂન્ય ભાવિહિત જગતમાં જીવવા માંગતા. આ સંદર્ભમાં આપણને જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયની જરૂર છે. આ ત્રણેયના સમન્વયથી સાંસરિક, આધ્યાત્મિક જીવન પીડારહિત જીવીશું. આ બધાનો વિચાર કરતાં ગીતાનું તત્વજ્ઞાન બુદ્ધિયુક્ત અને વ્યવહારું છે. જે લગભગ બધાને સ્વીકાર્ય બને છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ગીતા એવું પણ માને છે કે બુદ્ધિને ચલાવવા માટે જ્ઞાનની, હાથ પગ ચલાવવા માટે કર્મની અને હૃદયને ચલાવવા માટે ભાવની આવશ્યક્તા છે. પરંતુ આ ત્રણેયને નિયંત્રિત કરવા માટે, અંકુશિત કરવા માટે કે આ ત્રણેયને બળ આપવા માટે, નિષ્ઠાની, વિશ્વાસની જરૂર છે. જેને શરણાગતિ કે ભક્તિયોગ કહેવામાં આવે છે. તમે જે કંઇ કરો, પૂરી નિષ્ઠાથી કરો, વિશ્વાસથી કરો, નિઃસ્વાર્થ ભાવે કર્તવ્યપણાની ભાવનાથી કરો, તો જ તે તમને આત્મસંતોષ આપશે, ભગવાનને પ્રાપ્ત થશે. ભગવાનને પ્રિય લાગશે, તે સાચો ભક્તિયોગ છે. આ દ્રષ્ટિએ ભાવ અને ભક્તિ ભિન્ન ભિન્ન તત્ત્વ બને છે. સાચો ભક્તિયોગ એટલે શરણયોગ. આપણે આપણી શિક્ત સામર્થ્યથી કશું કરતા નથી. ભગવાનની ઇચ્છા, કૃપાથી બધુ કરીએ છીએ. જ્યારે ભગવાનની ઇચ્છા કે કૃપા પૂરી થશે ત્યારે આ જગતમાં આપણું અસ્તિત્વ જ નહીં હોય. જેથી સઘળા કર્મો કેવળ ઇશ્વરને આધિન છે. તેમ માનીને ચાલવું. એ ગીતાનો મુખ્ય સંદેશ છે. આ મુખ્ય સંદેશને લક્ષ્યમાં રાખી, ભગવાનને મને જે શક્તિ સામર્થ્ય આપ્યા, તે ઉપરાંત પિતાશ્રી દરરોજ નિયમિત ગીતાનું પઠન કરતા હતા, જેને લઇને મને ગીતામય સંસ્કાર મળ્યા, આથી હું આ ‘ગીતા ભાવાર્થ’ પુસ્તક લખવા શક્તિમાન બન્યો છું. આ ભગવદ્ ગીતા વિષે વિશ્વમાં ઘણું બધું લખાયું છે. લખાતું રહેશે, તેમાં આ એક વધારાનો ઉમેરો કરવાનું, મને ઘણી વખત ઉચિત ન લાગ્યું. પરંતુ ઇશ્વરદત્ત મારી સર્જનાત્મક સંવેદનાઓને વાચા આપીને કંઇ કર્યાનો સંતોષ મેળવવાની લાલચ ન રોકી શક્યો. કંઇ કર્યાનો સંતોષ મેળવવાની લાલચની લાયમાં વ્યવસાયી વ્યસ્તના કારણે, આળસને કારણે, ધાર્યા કરતા આ પુસ્તકનું લખાણ ઘણો લાંબો સમય સુધી ચાલ્યું, જેથી લખાણની શૈલીમાં વ્યાપક તફાવત જોવા મળે, તેના અર્થ, ભાવમાં કંઇ ક્ષતિ રહી ગઇ હોય, તો તેનો દિનતાપૂર્વક સ્વીકાર કરું છું. અને આપ સર્વ વાંચકો પણ તેને ક્ષમ્ય ગણીને ક્ષમા કરશો. મારા આ પુસ્તકમાં રહેલ જોડણી વિષયક ભૂલો, વાક્ય રચના જરૂરી સુધારા. વધારા કરી આપવા માટે મારા ધર્મપત્નિ જાગૃતિબેન શાહ નો ભાવ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું. સહેજ પણ વિલંબ વગર આ પુસ્તક પ્રકાશનની જવાબદારી સ્વીકારી મને સતત પ્રોત્સાહિત કરનાર પુસ્તક પ્રકાશક એમ.એમ.સાહિત્ય પ્રકાશનનો ઋણ સ્વીકાર કરતા ભાવિવભૂત બની જવાય છે. શાહ સુધીરભાઇ કાન્તિલાલ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ લેખક પરિચય લેખક શ્રી સુધીરભાઇ કાન્તિલાલ શાહ, આણંદ જિલ્લાના ઉમરેઠ ગામના વતની તેમજ હાલ આ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરના રહેવાસી છે. તેઓ શ્રી બાળપણથી ધર્મ, રાજકીય, સામાજિક બાબતોમાં ચિંતનશીલ રહ્યાં, એટલું જ નહિં તેમની બાળસહજ રમતો પણ આ વિષયોના વર્તુળમાં રહેવા પામી, જેથી લૌકિક શિક્ષણ પરત્વે વિશેષ રૂચી ન હોવા છતાં MA (Economics), M.Lib & Inf. (Master of Library & Information Science) 41 PGDCA (Post Graduate Diploma Computer Application) જેવું ઉચ્ચ શિક્ષણ સારી ટકાવારી સાથે પામ્યા. ઉપરોક્ત શિક્ષણ પામ્યા પછી સ્થાયી રોજગારી પ્રાપ્ત કરવાના વચ્ચગાળાના સમય દરમ્યાન વિશેષ આર્થિક લાભની લાલચ છોડી વલ્લભ વિદ્યાનગરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા ભાવનાથી સેવા બજાવી. હાલ તેઓ શ્રી વલ્લભ વિદ્યાનગરની બી.વી.એમ.એજીનીયરીંગ કોલેજની લાયબ્રેરીમાં ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત જરૂરિયાત અનુસાર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાભાવનાથી પોતાની સેવાઓ આપી રહ્યાં છે. આ લેખકના આગામી અન્ય પ્રકાશનો ૧. ગીતા – ટૂંકો સાર ગીતાનો ભક્તિયોગ પુષ્ટિ પથ પોડશ ગ્રંથ પુષ્ટિમાર્ગીય લાયબ્રેરી ગ્રંથ વર્ગીકરણ ગીતા તરવવિચાર (પુષ્ટિ સંદર્ભમાં) ગીતાએ પુષ્ટિ ગૌરવ શુદ્ધાદૈત વેદાંતમાં ચાર પ્રમાણ સ્વીકારવામાં આવ્યાં છે. (૧) વેદ, (૨) બ્રહ્મસૂત્ર, (૩) ગીતા અને (૪) ભાગવત. આ ચાર પ્રસ્થાનોને આધારે શ્રી આચાર્યચરણે પોતાના તત્વજ્ઞાનની ઇમારત ચણી છે. એક વૈદિક પ્રસ્થાન છે. જેને ઉપનિષદ કહે છે. એક દાર્શનિક પ્રસ્થાન છે. જેને “બ્રહ્મસૂત્ર' કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે. જેને ‘ભગવત્ગીતા” કહે છે. ઉપનિષદોમાં મંત્રછે, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે. અને ભગવદ્ગીતામાં શ્લોક છે. ભગવદ્ગીતામાં શ્લોકો હોવા છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વાણી હોવાથી શ્લોકો મંત્રો બને છે. જેના જુદા અર્થ હોવાને કારણે એ સૂત્રો પણ કહી શકાય છે. વેદો અને ઉપનિષદો અધિકારી જીવના કામની ચીજ છે. અને બ્રહ્મસૂત્ર વિદ્વાનોના કામની ચીજ છે. જ્યારે ભગવદ્ગીતા બધાયના કામની ચીજ છે. ભગવદ્ગીતાના આ સામર્થ્ય ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સાહિત્યને ચાર ચાંદ લગાવી લીધા છે. તેનો બોલતો પુરાવો જોઇએ તો. જ્યારે ભગવદ્ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ સરચાર્લ્સ વિલ્કિન્સે કર્યો અને ભારતમાંના પહેલા બ્રિટિશ ગર્વનર જનરલ વોરન હેસ્ટિઝની 4 Page #5 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રસ્તાવના સાથે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રકાશિત કર્યો હતો. એમાં એમને નીચે પ્રમાણે અગમવાણી ભાષી હતી. ભારતમાંથી બ્રિટિશ સત્તા અસ્ત પામી હશે અને એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્ત્રોતો સ્મૃતિ લોપ હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખકો ટકી રહ્યાં હશે.” સ્વામી વિવેકાનંદે પણ ભારપૂર્વક કહ્યું છે કે “શ્રીમદ્ ભગવદ્ગીતા એ વેદાન્ત ઉપરનો ઉત્તમમાં ઉત્તમ પ્રમાણ ગ્રંથ છે. જેમાં વેદાન્તની લગભગ આખી ફિલસૂફી સમાયેલી છે. તેથી ભગવદ્ ગીતાને સઘળાં ભારતીય સાહિત્યનો ચૂડામણિ લેખવામાં આવે છે.' આમ ગીતા વેદાન્તરૂપી અમૃત છે. વેદાન્તમાં ૩૨ જેટલી બ્રહ્મવિદ્યાઓ સમજાવવામાં આવી છે. તે બધાંનો સાર ગીતામાં છે. ગીતાના કુલ ૧૮ અધ્યાય છે. જે મોટાભાગે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણના સંવાદ રૂપે છે. અર્જુનના પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ ૧૮ જેટલા જુદા જુદા યોગ અર્જુનને શીખવ્યા છે. માટે દરેક અધ્યાય એક યોગના નામે પ્રસિદ્ધ છે. એક થી છ સુધીના અધ્યાયોમાં કર્મમાર્ગની, સાતથી બાર સુધીના અધ્યાયોમાં ભક્તિમાર્ગની, જ્યારે તેરથી અઢાર સુધીના અધ્યાયોમાં જ્ઞાનમાર્ગની વિગતવાર સમજણ છે. આમ ગીતામાં કર્મ, જ્ઞાન અને ભક્તિને સમાન માહાત્મય આપવામાં આવેલ છે. ધર્મના આ વિવિધ માર્ગોનો સમન્વય એ ગીતાનું મુખ્ય તાત્પર્ય છે. ગીતા કોઇ વાદને લઇને નથી ચાલી, કે નથી કોઇ એક સંપ્રદાયના સિદ્ધાંતને લઇને ચાલી, ગીતાનું હંમેશા એક તાત્પર્ય રહ્યું છે કે જીવનું કોઇ પણ પરિસ્થિતિમાં કલ્યાણ થાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્માથી વંચિત નરહે. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગો દ્વારા પરમાત્માની પ્રાપ્તી આવશ્યક થાય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરંતું સાચો અને સરળ માર્ગ એ ભક્તિમાર્ગ છે. શ્રી આચાર્યચરણના મતે ગીતામાં ભક્તિમાર્ગની ઉચ્ચતા અને તેનું પ્રાધાન્ય બતાવવામાં આવ્યું છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં છેલ્લા બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે કહે છે. તપસ્વી કરતાં તપોયોગી ઉત્તમ છે. તપોયોગી કરતાં કર્મ કરનાર ઉત્તમ છે. કર્મ કરનાર કરતાં કર્મયોગી ઉત્તમ છે. પરંતું સઘળા યોગીઓમાં જે શ્રદ્ધાવાન ભક્ત મારામાં તલ્લીન થયેલા મન વડે મારું ભજન કરે છે તે મારા મતમાં સર્વશ્રેષ્ઠ છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે બધા માર્ગો શ્રેષ્ઠ છે, પરંતુ ભક્તિમાર્ગ એ સર્વશ્રેષ્ઠ છે. આમ ગીતાનો કેન્દ્રવર્તી વિચાર માત્ર ભક્તિયોગની પ્રાપ્તીનો છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અધ્યાય અઢારના છાસઠના શ્લોકમાં અર્જુનને કહે છે કે સઘળા ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે શરણે આવી જા. હું તને સઘળાં પાપોથી મુક્ત કરી દઇશ. ચિંતા ના કરીશ. આમ શરણ દ્વારા ભક્તિ માર્ગનો ઉપદેશ એ ગીતાનો પ્રધાન સૂર છે. આપણે અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ગીતામાં માત્ર કર્મ, જ્ઞાન અને ભક્તિમાર્ગનું વર્ણન થયું છે. તેવી વાત પણ નથી, પરંતું આ ત્રણ માર્ગો સિવાય યજ્ઞ, દાન, તપ, ધ્યાનયોગ, પ્રાણાયામ, હઠયોગ, લયયોગ વગેરે સાધનાનું પણ વર્ણન કરવામાં આવેલ છે. કારણ કે મુખ્ય ઉદ્દેશ તો આગળ ઉપર બતાવ્યું તેમ જીવનું કોઇ પણ પરિસ્થિતિમાં કલ્યાણ થાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્માથી વંચિત ન રહે તે છે. આથી આદિશંકરાચાર્યજીથી માંડીને આજસુધીના સર્વ આચાર્યો વિદ્વાનો, સંતોએ તથા પશ્ચિમના ચિંતકોએ પણ આ અગાધ ગીતા સાગરમાં ઊંડા ઉતરીને અનેક ગુપ્તતમ અમૂલ્ય રત્નો શોધી જીવના કલ્યાણ અર્થે જગત સામે રજૂ કર્યો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરંતું શ્રી આચાર્યશરણે ગીતાજી ઉપર સ્વતંત્ર ટીકા ભાગની રચના કરી નથી. પણ ‘તત્વાર્થદીપનિબંધ' ના શાસ્ત્રાર્થપ્રકરણમાં ગીતાજીનું જ રહસ્ય સમજાવ્યું છે. પિતૃશરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુંસાઇજી) એ ગીતા તાત્પર્ય’ નામનો એક લઘુગ્રંથ લખ્યો છે. શ્રી પુરુષોત્તમજીએ ગીતાજી પર ‘અમૃત તરંગિણી' નામની ટીકા લખી છે. આ સિવાય ત્યાર પછીના લગભગ બધા જ વલ્લભકુલના બાળકોએ પણ ગીતાજી પર સંશોધનાત્મક, વિવેચનાત્મક લખાણો લખતાં રહ્યાં છે. - શ્રી આચાર્યચરણ જગન્નાથપુરી પધાર્યા, ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરમાં, પુરીના રાજા તરફથી ધર્મસભા ચાલતી હતી. આ સભા સામે ચાર પ્રશ્નો હતા :- (૧) સૌથી મુખ્ય દેવ ક્યા? (૨) સૌથી મુખ્ય શાસ્ત્ર ક્યું? (૩) સૌથી મુખ્ય મંત્ર ક્યો? (૪) સૌથી મુખ્ય કર્મ ક્યું? આ પ્રશ્નો ઉપર લાંબી ચર્ચા થવા છતાં એકમતી ન સાંધતા, શ્રી આચાર્યચરણની સૂચનાથી મંદિરમાં ભગવાન સમક્ષ કાગળ, કલમ ખડિયો મુકાયાં, અને આ કાગળમાં ભગવાન જગન્નાથજી જે જવાબ આપે તે સૌએ સ્વીકારવા, તેવું નક્કી થયું. ત્યાર પછી મંદિરના દ્વાર બંધ કર્યા. અને થોડીવાર પછી ખોલવામાં આવ્યા. તેમાં નીચે પ્રમાણે શ્લોક કાગળ ઉપર લખાયેલો હતો. એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમકો દેવો દેવકીપુત્ર એવ | મંત્રોમેકસ્તસ્ય નામાનિ યાનિ કર્મષ્યક તસ્ય દેવસ્ય સેવા Il’ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ પુષ્ટિમાર્ગમાં ગીતાજીનું સ્થાન સર્વોચ્ચ છે. તેમ છતાં પુષ્ટિના પાયાના સિદ્ધાંતોની અજ્ઞાનતાને કારણે ગીતાજીના અભ્યાસ ચિંતન તરફ ઉપેક્ષા ધરાવતા રહ્યાં છે. ત્યારે શિક્ષિત વૈષ્ણવ પેઢી પુષ્ટિમાર્ગમાં ગીતાનું સાચું સ્થાન સમજીને ખોટી ગેર સમજ દૂર કરશે. તો મારો આ ગીતાજી પર લખાણ લખવાનો હેતું સિદ્ધિ થશે. ગીતા પૂર્વભૂમિકા ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનનો ઉપદેશ બહુ સ્પષ્ટ રીતે કર્યો છે. તેથી ગીતાને સઘળાં વેદત્ત સાહિત્યનો ચૂડામણિ લેખવામાં આવે છે. જે વેદો પરતું એ એક પ્રકારનું ભાષ્ય છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે ધર્મમાટેનું યુદ્ધ લડી લેવું જોઇએ. અને તે યુદ્ધ પણ ધર્મ છે. એમ પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે જેના સમર્થણમાં બે સામર્થ્યવાન શ્લોક જોઇએ :- “જે સર્વભૂતોમાં રહેલા સર્વાત્માને જુએ છે, જે વિનાશી વસ્તુઓમાં રહેલા અવિનાશીને જુએ છે, તે જ ખરું જુએ છે. કારણ કે સર્વત્ર વ્યાપી રહેલા એ જ સર્વાત્માને તે આત્માથી હણતો નથી, અને આ પ્રમાણે તે સર્વોચ્ચ ધ્યેયે પહોંચે છે.” આમ રણભૂમિ પણ ભગવાન શ્રીકૃષ્ણ એક પછી એક પ્રકરણોમાં શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં વધુ ઉચ્ચ સત્યોનો ઉપદેશ આપે છે. જે એટલા અદ્ભૂત છે કે જેમાં વેદાન્તની લગભગ આખી ફિલસૂફી સમાયેલી છે. આમ એવી ગીતાનો જન્મ ક્યાં અને કેવા સંજોગોમાં થયો, તે જાણવાની જીજ્ઞાસા સર્વેને હોય, તે સ્વાભાવિક છે. તો ચાલો આપણે સૌ જોઇએ કે ગીતાનો જન્મ કેવી રીતે થયો. મહાભારતમાં કુલ અઢાર પર્વો છે. એ પર્વોમાં કેટલાક પેટા પર્વો પણ છે. તેમાં ભીષ્મપર્વમાં ગીતા પર્વ આવે છે. ભીષ્મ પર્વના ૧૩મા અધ્યાયથી લઇને ૪૨મા અધ્યાય સુધીના ૩૦ અધ્યાયોમાં અર્થાત્ સૌથી મોટા દેવ શ્રીકૃષ્ણ, સૌથી મોટો ગ્રંથ શ્રીકૃષ્ણ ગાયેલી ગીતા, સૌથી મોટો મંત્ર શ્રીકૃષ્ણનું નામ, અને સૌથી મોટું કર્મ ભગવાન શ્રીકૃષ્ણની સેવા. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યુદ્ધનું વર્ણન આવે છે. ૨૫મા અધ્યાયથી ગીતાજીનો પ્રારંભ થાય છે. તેની પૂર્ણાહુતિ ૪૨મા અધ્યાયમાં થાય છે. નીતિ અને ધર્મની વિરુદ્ધ જઇને હસ્તીનાપુરના સાચા વારસદારો પાંડવો હતાં. પરંતુ તે બાળકો હતાં એટલે એ રાજય ધૃતરાષ્ટ્ર પડાવી લીધું. એટલું જ નહિ પરંતુ પાંડવો મોટા થતાં, તેમને તેમનું રાજ્ય પાછું સોંપવું જોઇએ. પણ ધૃતરાષ્ટ્રએ સોંપતો નથી, ધૃતરાષ્ટ્રનો દુષ્ટ પુત્ર દુર્યોધને અડધું રાજ્ય તો શું, તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. મહર્ષિ વેદવ્યાસ પણ જાણતા હતાં કે કૌરવો અને પાંડવો વચ્ચે આ યુદ્ધ નિશ્ચિત છે. તેને કોઇ રોકી શકવાનું નથી. ભગવાન શ્રીકૃષ્ણ પણ તેને રોકી શકવાના નથી, કારણ કે કાળચક્રમાં સર્જન અને વિસર્જનની ઘટનાઓની ઘટમાળ નિશ્ચિત હોય છે. સમયને કોઇ રોકી શકતું નથી. વ્યક્તિની વધતી ઉંમરને કોઇ રોકી શકતું નથી. કે તેને કોઇ ઘટાડી શકતું નથી. જેનું સર્જન છે. તેનો વિકાસ અને વિનાશ બંન્ને નિશ્ચિત હોય છે. ઘણીવાર ઘણી વ્યક્તિઓ પોતાના સર્જન અને વિકાસના કાર્યોએ પચાવી શકતા નથી. તેથી તે બેફામ બનીને વાણી વિલાસ દ્વારા કે પોતાને મળેલ. ધન, સંપત્તિ કે સત્તાને જોરે ધર્મ અને નીતિ વિરુદ્ધ વ્યવહાર કરતાં છે. ત્યારે સમજુ માણસ તેવા માણસની શાન ઠેકાણે લાવવા કહે છે કે દરેક વ્યક્તિનો દશકો હોય છે.’ આવી પરિસ્થિતિમાં પણ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ નિશ્ચિત હતું. સર્જનની પ્રક્રિયા ધીમી પણ દિલચસ્પી હોય છે. જ્યારે તેની સરખામણીમાં વિસર્જનની પ્રક્રિયા ઝડપી અને ઉભેલા વિરુદ્ધની હોય છે. આમ વિસર્જન અને વિનાશની પ્રક્રિયાના ભાગરૂપે પાંડવો અને ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કૌરવો શુદ્ધ યુદ્ધ માટે કુરૂક્ષેત્રમાં ભેગા થયા છે. ત્યારે મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે “યુદ્ધ થવું અને તેમાં શત્રુનો સંહાર થવો અનિવાર્ય છે. એને કોઇ રોકી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. જેનાથી તમે અહીં બેઠા બેઠા યુદ્ધને સારી રીતે જોઇ શકશો.’ આથી ધૃતરાષ્ટ્ર કહ્યું કે- ‘આ જીવનમાં હું મારા કુળનો વિકાસ જોઇ શક્યો નથી. હવે એ કુળનો વિનાશ જોવા દ્રષ્ટિ લઇને શું કરું? હું મારા કુળનો સંહારને જોવા ઇચ્છતો નથી. પરંતું યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે. એ જાણવાની જીજ્ઞાસા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે, હું સંજયને દિવ્યદ્રષ્ટિ આપું છું. તેનાથી યુદ્ધના બધા જ સમાચાર જાણી શકાશે.” મુકરર કરેલ સમયે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા, જ્યારે ભીષ્મપિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજયે હસ્તિનાપુરમાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવે છે. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃતાંત સંભળાવવા કહ્યું. ભીષ્મપર્વના ૨૪મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. ૨૫મા અધ્યાયથી ગીતા નો આરંભ થાય છે. ભીષ્મપર્વનો ૨૫મું અધ્યાય એ ગીતાજીનો પ્રથમ અધ્યાય ગણાય છે. ગીતા શબ્દ ગીત ઉપરથી બન્યો, ગીત એટલે ગાયન કે કાવ્ય. ગાયન કે કાવ્ય એટલે સહેતુક લયબદ્ધ શબ્દોનો સમુહ, કે જે ગુઢાર્થમાં રહેવા છતાં મૂળ તત્વ કે વિચારને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. આવા ગીતના સમૂહને બહુવચનમાં ગીતા કહેવામાં આવે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ८ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતાનો યોગ ગીતામાં ‘યોગ’ શબ્દનો વ્યાપક પ્રયોગ થયેલ છે. અને વિભિન્ન અર્થો છે. ‘યોગ’ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે. “જોડાણ’, અને તે વ્યક્તિગત ચેતના તથા પરમ ચેતના, આત્મા તથા પરમાત્મા, આત્મા તથા ભગવાન વચ્ચેના પ્રેમમય જોડાણનો નિર્દેશ કરે છે. આમ ગીતામાં વર્ણવેલ યોગ શબ્દના અર્થને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) ‘યુજિર યોગે’ ધાતુથી બનેલો ‘યોગ’ શબ્દ, જેનો અર્થ છે. – સમરૂપ પરમાત્માની સાથે નિતિ સંબંધ. (૨) ‘યુજ સમાદર્ભે’ ધાતુથી બનેલો યોગ' શબ્દ, જેનો અર્થ છે. ચિત્તની સ્થિરતા અર્થાત્ સમાધિમાં સ્થિતિ. (૩) યુજ સંયમને' ધાતુથી બનેલો યોગ શબ્દ જેને સંયમના સામર્થ્ય પ્રભાવ. 8 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧ ગીતાજીના પ્રથમ અધ્યાયને ‘અર્જુન વિષાદયોગ’ કહેવામાં આવે છે. આગળ ઉપર જોયું તે પ્રમાણે ‘યોગ’ એટલે જોડવું, અને આ અર્થના સંદર્ભમાં વિષાદ શબ્દની સાથે યોગ શબ્દ મુકવામાં આવ્યો છે. ત્યારે ઘણુ વિચિત્ર લાગે છે. ગીતામાં ‘યોગ’ શબ્દના ઘણા વિચિત્ર વિચિત્ર અર્થો છે. વિષાદ એટલે ઉત્સાહ, ઉમંગ કે હોંશ વિનાનું મન, આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ચોક્કસ નિર્ણય કરી શકતી નથી, ત્યારે તે નાસીપાસ થઇને પીછે હઠ કરે છે અને ચોક્કસ નિર્ણય પર આવવા માટે કોઇના મદદની જરૂર પડે છે. ત્યારે અર્જુનને તેના સારથી ભગવાન શ્રીકૃષ્ણની મદદ મળી, આમ વિષાદના માધ્યમ દ્વારા અર્જુનને ભગવાન સાથે આત્મિયતા બંધાય છે. તેથી આ વિષાદને યોગ કહેવામાં આવે છે. જો અર્જુનને યુદ્ધ માટે વિષાદ ના થયો હોત, તો કદાચ ગીતા અસ્તિત્વમાં જ ન આવી હોત, ગીતાના અસ્તિત્વનું કારણ અર્જુનનો વિષાદ જ છે. અને આ ગીતા દ્વારા જ સમગ્ર જીવસૃષ્ટિ પરમાત્મા સાથે જોડાવવા શક્તિમાન બની. આથી અહીં વિષાદની સાથે યોગ શબ્દને મુકવામાં આવેલ છે. વિષાદએ ભાવિ કલ્પનાને કારણે ઉપત્ન ભય, બીક કે ડર છે. મહાત્મા ગાંધીને નાનપણમાં અંધકારમાં બીક લાગતી હતી ત્યારે આ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧0 | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ બીકને દૂર કરવા હરિનામ લેતા આ ભય, બીક કે ડરને તુરત જ દૂર કરવા કોઇ ઉપાય કરવો જોઇએ, નહીં તો તે વિષાદ ચિંતામાં પરિવર્તિત થાય છે. ચિંતા સમગ્ર વ્યક્તિત્વને હણી લે છે. આથી શ્રી આચાર્યશરણે નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે કે “ચિંતા કદાપિન કાર્યો નિવેદિતાત્મનિઃ કદાપીય’ અર્થાતુ જેમને ભગવાનનો આશ્રય સ્વીકારેલ છે. તેમણે કદાપિ કંઇ પણ ચિંતા ન કરવી.’ અર્જુનને યુદ્ધ સમયે જે વિષાદ થયેલ, તેવો વિષાદ શ્રી આચાર્યચરણની પાંચમી પેઢીમાં પ્રગટેલ શ્રી હરિરાયજી મહાપ્રભુના નાનાભાઇ ગોપેશ્વરના વહુ જી લીલામાં પધારેલ, ત્યારે થયેલ, તેથી તેમને માર્ગદર્શન આપવા શ્રી હરિરાયજીએ શિક્ષા પત્રો લખેલ છે. જે આપણા આ પુષ્ટિમાર્ગનો અમૂલ્ય ગ્રંથ બન્યો. આ ગીતાની શરૂઆત ચિંતાથી થઇ છે. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે રહ્યાં, ભીષ્મ પિતામહ બાણો વડે હણાયા. તે સમાચાર સાંભળીને ભારે દુઃખ થયું. અને તુરત જ ધૃતરાષ્ટ્ર સંજયને બોલાવીને નીચે પ્રમાણે પ્રશ્નો કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સમવેતા યુયુત્સવાઃ | મામકાઃ પાંડવાજૈવ કિમધુર્વત સંજયઃ || હે! સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ પ્રશ્નની પાછળ ધૃતરાષ્ટ્રની ચિંતા પ્રગટ થાય છે. કારણ કે ધૃતરાષ્ટ્ર પાસે સત્તા હતી, જો યુદ્ધમાં હાર થાય તો ધૃતરાષ્ટ્ર ગુમાવવાનું હતું, પાંડવો પાસે સત્તા નથી, આથી કદાચ એ યુદ્ધમાં હારી જાય, તો તેને ક્યાં સત્તા ગુમાવવાની હતી? જીતે તો એમને મળવાનું હતું. હારે તો ગુમાવવાનું કઈ નથી. આથી જો કૌરવ પક્ષ હારે તો ગુમાવવાનું હતું ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા થઇ. આ શ્લોકની શરૂઆતમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પદ આવે છે જેનો અર્થ એ થાય છે કરુક્ષેત્ર ધર્મભૂમિ છે કારણ કે કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યા હતા. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. તપ, યજ્ઞ વગેરે ધર્મમય કાર્ય હોવાથી કુરુક્ષેત્રને ધર્મભૂમિ કહેવામાં આવેલ છે. આવી ધર્મભૂમિને પોતાના નિજી સ્વાર્થ માટે અધર્મનો આશ્રય લઇને ભાઇઓ ભાઇઓ એકબીજાનાં લોહી પીવા તરસ્યા બનીને લડી રહ્યાં છે. પોતાના જ વંશના અસ્તિત્વને મિટાવી દેવા તલપાપડ થઇ રહ્યાં છે. ત્યારે જાણે ‘દોરડી બળે પણ વળ ન છોડે' એ કહેવતને યથાર્થ કરી રહ્યાં છે. હવે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઇએ તો આપણું આ શરીર પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મ ભૂતો, મન અને બુદ્ધિ જેવા સત્તર તત્વોથી બનેલ એ કુરુક્ષેત્ર છે. જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા શત્રુથી લડાવીને યુદ્ધક્ષેત્ર બનાવી રહ્યાં છે. પરંતુ આ કરુક્ષેત્રને જ્યારે ધર્મક્ષેત્ર બનાવાય, શરીરમાંથી ઉદંડતા અને અભિમાનનો નાશ થાય ત્યારે પછી ગીતાનો જન્મ થાય છે એ સિવાય નહીં. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, આથી સત્તા લાલચથી આવેલ દ્વેષભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઇ. પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતાના મોટાભાઇને પોતે પિતાતુલ્ય માનતા હતા. આથી ધૃતરાષ્ટ્ર તરફથી મળતી ઉચિત અને અનુચિત બધી આજ્ઞાનું પાલન કરતા. આ દ્રષ્ટિએ ‘મામકા’ પદની અંતર્ગત કૌરવ અને પાંડવ બંન્ને આવી જાય, તેમ છતાં ભાઇના દિકરા સાથે જાણે કોઈ સંબંધ ન હોય એમ ધૃતરાષ્ટ્ર પાંડવો માટે “પાંડવા’ કહે છે જે ધૃતરાષ્ટ્રનો વેષભાવ પ્રકટ કરે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક જ કુટુંબમાં જ્યારે મારા તારાનો ભેદભાવ જાગે છે. ત્યારે એ કુટુંબમાં ભિન્નતા પેદા થાય છે. જ્યાં ઉદારતા હોય સમાન ન્યાય, સમાન દૃષ્ટિ હોય તો કોઇ મુશ્કેલી આવતી નથી. ભેદ ભાવ ફરજ પ્રત્યે ઉદાસીનતા કેળવે છે. એટલું જ નહીં આ ભેદભાવ દુશ્મનતાની ભાવના પેદા કરે છે. આથી ભેદભાવની ભાવના ભૂલી ‘સંપ ત્યાં જંપ'ની ભાવના રાખીને કામ કરીએ કે રહીએ ત્યારે ત્યારે કુટુંબ અને રાષ્ટ્ર બંન્ને પ્રગતિ કરશે, સમાન ન્યાય નહીં હોય તો ઝઘડા થશે. આથી છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય.’ તેવો ઘાટ થશે, અર્થાત્ નુકશાન ખમવુંને મુરખ દેખાવું. તેવું થશે. ૧૨ ધૃતરાષ્ટ્રે “મામકા” ને “પાંડવા” જેવી ભેદદૃષ્ટિ રાખીને મહાભારત યુદ્ધ ખેલ્યું. જેથી તેમને રાજ્યસત્તા ગુમાવી અને સાચે પોતાના કુળનો વિનાશ કર્યો, પરંતુ જો પાંડવોને ન્યાય મુજબ તેમના હકનું આપી દીધું હોત, તો પાંડવો વચ્ચે સંબંધ જળવાત એટલું નહીં રાજકુટુંબ તરીકે તેમને માન પાન પણ મળત, આતો બાવાને બે બગડ્યાં. ‘દૃષ્ટવા તુ પાંડવ અનીકમ' અર્થાત્ પાંડુપુત્રોની સેનાને વ્યુહરચનામાં ગોઠવાયેલી જોઇને રાજા દુર્યોધન ગુરુ પાસે ગયા. અહીં પણ ધૃતરાષ્ટ્રની જેમ દુર્યોધનને પણ ચિંતા છે તે બતાવે છે. પાંડવ સેનાની વ્યુહરચનાથી તે ગભરાટમાં આવી ગયો. બેબાકળો બની. પોતાની સેનાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા. આ આપણે એક સામાન્ય બાબત લાગે છે, પરંતુ વાસ્તવમાં અહીં વ્યવહારિક Manegement નાં ઉચ્ચગુણો રહ્યાં છે. સમગ્ર ગીતામાં વ્યવહારિક અને આધ્યાત્મિક Manegement સમાયેલું છે. તેથી આજે ૨૨મી સદીમાં પણ Manegement સ્કુલોમાં Manegement નાં સિદ્ધાંતો જાણવા અને ભણવાના, ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરેલ છે. 10 ૧૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રસ્તુત શ્લોકમાંથી ઉત્તમ Manegement નાં મૂળભૂત પાસાં જેવા કે દિર્ઘદૃષ્ટિ, સમયસૂચકતા, સાથીઓ સાથે સમભાવ અને સાથીઓને પ્રોત્સાહિત કરવા વગેરેનો સમાવેશ થયેલ છે. પાંડવસેનાની વ્યૂહરચનાને ત્વરિત જોઇને તેને મૂલવવાની શક્તિ દુર્યોધનમાં છે. અહીં હરિફની શક્તિ, કાર્યશક્તિને પારખવું અને તે પ્રમાણે આપણી વ્યૂહરચના ગોઠવવી જોઇએ તેનો નિર્દેશ કરે છે. દુર્યોધન પાંડવની વ્યૂહરચના જોઇને તુરત જ સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે જે દુર્યોધનની સમયસૂચકતા બતાવે છે. અને દુર્યોધન રાજા હોવા છતાં તે સેનાપતિ પાસે જાય છે. કે એ દર્શાવે છે કે સાથી પાસે ખોટી મોટાઇ બતાવ્યા વગર સમભાવના કેળવવી. આ પ્રથમ અધ્યાયના શ્લોક ૧ થી ૧૦માં દુર્યોધન પોતાની સેનામા યોદ્ધા, તેમના પરાક્રમો વગેરે બતાવા સેનાપતિને પ્રોત્સાહન આપે છે. સારા Manegement માં પ્રોત્સાહન આપવું ઘણું જરૂરી હોય છે. દુર્યોધનને પાંડવ સેનાની વ્યૂહ રચના જોઇને લાગ્યું સંખ્યા બળની દૃષ્ટિએ મારી પાસે વિશાળ સેના છે તેથી તેને એ બીક લાગી કે પાંડવોના સૈન્યમાં જે ઊભા છે એ બધા જ એક પક્ષપાતી છે. એટલે કે એનું એક જ ધ્યેય છે. મારા સૈન્યમાં જે છે એ બધા ઊભય પક્ષપાતી છે. પરંતુ અંદરથી બધા જાણે છે કે આપણે શું કરી રહ્યાં છે? અહીં યુદ્ધ લાદવામાં આવ્યું છે. તેથી દુર્યોધનની સેનામાં ઉત્સાહ અને ઉમંગ ઓછો છે, તેથી તેમને પ્રોત્સાહન આપવું ખાસ જરૂરી છે. દુર્યોધનને અંદરથી ખબર છે કે તે અધર્મનો આશ્રય લઇને યુદ્ધ કરી રહ્યો છે. તેથી તેનો પરાજય નિશ્ચિત છે. દુર્યોધનને ચિંતામગ્ન જોઇને ભીષ્મપિતાએ તરત જ શંખનાદ કર્યો. પછી અનુક્રમે કૌરવોના સૈન્યમાં શંખ વાગવા માંડ્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧ ૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તો સામાપક્ષમાં પહેલાં ભગવાને શંખ વગાડ્યો. પછી અર્જુન, ભીમ, યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન વગાડ્યો. અહીં ફરી અસરકારક Management નો ઉલ્લેખ જોવા મળે છે. દુર્યોધન પક્ષમાં જે શંખ વાગ્યા એમાં અનુક્રમ છે. શિસ્ત છે કારણ કે સરસેનાધિપતિએ પહેલો શંખ વગાડ્યો છે. જ્યારે પાંડવ પક્ષમાં જેમ ફાવે એમ બધાએ વગાડ્યા. ભગવાને વગાડ્યું એ તો સમજ્યા પણ પાછળ અર્જુને, પછી ભીમે, પછી યુધિષ્ઠિરે, સહદેવે અને આઠમો નંબર આવે છે સેનાધિપતિનો. આમ કેમ, તેનો ઉત્તર ગીતાજીનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરતાં ખબર પડે છે. દુર્યોધન પક્ષે વિશાળ સેના છે. તેમાં શિસ્ત અને તાલીમ છે. જ્યારે સામે પક્ષે પાંડવ સેનામાં એવી કોઇ બાહ્ય વ્યવસ્થા કે શિસ્ત નથી. પણ ભાવાત્મક એકતા છે કે તુ વગાડ કે હું વગાડ કાંઇ વાંધો નથી, આપણે બધા એક છીએ જ્યારે દુર્યોધનના પક્ષે ધોકાના બળે લાવેલું શિસ્ત છે. અહીં શિસ્ત કરતાં ભાવાત્મક એકતાની ખાસ જરૂર છે. તેનો નિર્દેશ કરે છે જો ભાવાત્મક હશે તો પોતાની ફરજની સભાનતા આવશે. આ સભાનતા આપોઆપ શિસ્તમાં રૂપાંતરિત થશે. અર્જુનનો ખરો વિષાદ આ અધ્યાયના અઠ્યાવીશમાં શ્લોકથી થાય છે. અઢાવીશમાં શ્લોકમાં અર્જુન બંન્ને પક્ષની સેનાનું નિરીક્ષણ કર્યા પછી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઇ મારાં અંગો ધ્રુજવા લાગ્યાં છે અને મારું મુખ પણ સુકાઇ રહ્યું છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વ્યક્તિનો મોહ કેટલી હદે જાય છે. અર્જુનને માત્ર પોતાના સ્વજન અને મિત્રોની ફિકર છે. જો કદાચ યુદ્ધમાં પોતાના એક પણ માણસ ન હોત. તો તેને આવો વિષાદ ન પણ થયો હોત. અહીં પ્રશ્ન થાય કે અર્જુનનો મોહ શા માટે બતાવવામાં આવ્યો છે. ખરું કહીએ તો ગીતાને સમજવા માટે માણસની આ જીંદગી ઓછી પડે. અહીં અર્જુનના મોહના માધ્યમ દ્વારા દરેક જીવનો મોહ બતાવવા માંગે છે. ઘણીવાર તો પોતાને નામર્દોઇને છુપાવવા માટે નખરાં કરીએ છીએ. સ્વજન અને મિત્રો સિવાયની વ્યક્તિમાં શું જીવ નથી? આપણે દરેક કાર્યમાં સ્વાર્થ કરતાં પરમાર્થને ખાસ મહત્ત્વ આપવું જોઇએ. અર્જુન કહે છે કે મને રાજ્ય જોઇતું નથી. મને સુખ જોઇતું નથી. મને આ ધરતી જોઇતી નથી. મારે વિજયની કોઇ જરૂર નથી. એટલે કે મારે કોઇ સ્વાર્થ નથી. જો સ્વાર્થ ન હોય તો અત્યાર સુધી આટલી બધી ધમાલ શા માટે કરી. સ્વાર્થ છે સ્વજન અને મિત્રોને જીવતાં જોવાની. અને જો કદાચ સ્વાર્થ ના પણ હોય તો પણ યુદ્ધ જરૂરથી કરવું જોઇએ. નિસ્વાર્થ ભાવે યુદ્ધ કરો. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવાની તૈયારી કરે છે એટલે કે ગીતા જ્ઞાનની શરૂઆત થાય છે. યુદ્ધ અર્થાત્ હિંસા વાસ્તવમાં પાપમય કર્મ છે. આપણે કોઇને જીવ આપી શકતા નથી. તો જીવ કઇ રીતે લઇ શકીએ? તેમ છતાં હજાર ઉપાય કરવા છતાં યુદ્ધ અનિવાર્ય બને તો શું આપણે હાથ જોડીને બેસી રહેવું? આજે આપણા દેશમાં આવુ જ બની રહ્યું છે. સજ્જનો નિષ્ક્રિય બન્યા છે. તેથી ચારે તરફ આતંકવાદ ફેલાયો છે. કારણ કે આપણે દંભી, લાલચુ બન્યા છે. આપણી કાયરતાએ અન્યાય, અનીતિ અને ભ્રષ્ટાચાર આગળ મૌન ધારણ કર્યું છે. નીતિ અને ધર્મની વાતો 11 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરવામાંથી ઉંચા આવતા નથી. ‘ખાલી ચણો વાગે ઘણો', જેવી આપણી દશા છે. આપણી શુરવીરતા નિર્દોષને હેરાન કરવામાં વાપરીએ છીએ. જો આપણે ખરા ભડવીર કોઇએ તો બળવાન સામે માથુ ઉંચકીએ, તો ખરા. અહીં અર્જુન નબળો કે કાયર નથી. સ્વજન અને મિત્રોપ્રત્યેના મોહને કારણે તેને વિષાદ અને વૈરાગ્ય છે. ત્યારે તે શ્રીકૃષ્ણને કહે છે : ‘હે દયાનિધિ, કૃપા કરો, મને આ રણમેદાનમાંથી પાછો જવા દો. મારે યુદ્ધ નથી કરવું.' ત્યારે ભગવાન પણ ક્યાં ગાંઝીયા જાય, એવા છે. અર્જુન સામે લાલ આંખ કરી. ધીરગંભીર સ્વરે કહે છે. ખામોશ, અર્જુન વીર થઇને આવી નામાંઇ શા માટે? શું તું કાયર છે? આવી નામાંઇ તેને શોભતી નથી. જીવનના સંઘર્ષમાંથી આમ ભાગી જવું, એ શું ઉચિત છે? ના, અર્જુન તારે આ યુદ્ધ કરવું પડશે, તારે માટે નહિં તો ધર્મને માટે તારે લડવું પડશે. દુર્જનતાનો સામનો કરવો એ ખરો ધર્મ છે. તારો મોહ, આશક્તિ તારો મોટામાં મોટો દુશ્મન છે. જે તને ધર્મ કાર્યથી ચલિત કરે છે. આ મોહ અને આશક્તિ છોડવો પડશે. અર્જુનના માધ્યમ દ્વારા શ્રીકૃષ્ણે આપણે કહે છે. દરેક વ્યક્તિએ મોહ અને આશક્તિના વિષાદમાંથી બહાર આવવું પડશે જ! હિંમત અને વીરતા તમારે બતાવવાની છે. પછીનું કાર્ય હું કરીશ, આથી તો કહેવત પડી છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા’ હવે બીજા અધ્યાયથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમ દ્વારા વિષાદ શું છે અને તેને કેવી રીતે દૂર કરવો તેને ઉપદેશ આપશે. 12 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭ અધ્યાય : ૨ અર્જુન પોતાના શત્રુ દુર્યોધનના સૈન્યની સ્થિતિનું નિરક્ષણ કરવા રથમાં ઊભો તો થયો. પરંતુ મોહવેશથી એ એટલો શોકમગ્ન અને સંતપ્ત થયો કે પોતાના ધનુષ્યબાણ એક તરફ મુકી રથની પાછળની સીટ ઉપર બેસી ગયો. આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન કરવા માટે સુયોગ્ય સાથી ભગવાન શ્રીકૃષ્ણએ ‘પાણી પહેલાં, પાળ બાંધી’ ને અર્જુનના વિષાદ અને વૈરાગ્ય, મોહ અને શોકનો ઉત્તર બીજા અધ્યાયમાં આપે છે. વિષાદથી વ્યાપ્ત અર્જુનનું મોં જોવા જેવું છે. અર્જુનની કરુણાએ શોક અને આંસુનું રૂપ ધારણ કર્યું. જે અર્જુન જેવા શૂરવીરને શોભે ખરું? અર્જુનને સ્વજન અને મિત્રો પાસેનો મોહ અને આશક્તિ ધર્મ તરફ જવા દેતો નથી. અર્જુન જેવી સ્થિતિ લગભગ આપણે બધાની છે. મોહ અને આશક્તિને કારણે આપણે સો આત્માના અવાજને દબાવીએ છીએ. અન્યાય અને અનીતિને સહન કરીએ છીએ. વાસ્તવમાં લૌકિકદૃષ્ટિબિંદુ યુક્ત કરુણા, શોક તથા અશ્રુ એ સર્વ આત્મા વિશેના અજ્ઞાનનાં લક્ષણો છે. ખુદ અર્જુન પણ આ જાણે છે પરંતુ સમય અને પરિસ્થિતિનો ભોગ બન્યો છે. ત્યારે પોતે ઇચ્છે છે કે જે આસક્તિ અને મોહ તેને જીવનમાં સત્ય માર્ગે જવા દેતી નથી. કર્તવ્ય વિમુખ કરેલ છે. તે મોહમાંથી બહાર આવવા શ્રીકૃષ્ણ તેને મદદ કરે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૧૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુનના માધ્યમ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અજ્ઞાની મનુષ્યના મોહ અને વિષાદને નષ્ટ કરે છે. અને આ જ હેતુ માટે તેમણે ભગવદ્ગીતા નો ઉપદેશ આપ્યો છે. આ અધ્યાય ભૌતિક શરીર તથા આત્મના પૃથક્કરણાત્મક અધ્યાયન દ્વારા આત્મ સાક્ષાત્કાર કેવી રીતે કરવો, તેનું સ્પષ્ટીકરણ ભગવાન શ્રીકૃષ્ણ કરેલ છે. આ આત્મ સાક્ષાત્કાર ત્યારે જ શક્ય બને, જ્યારે મનુષ્ય - કર્મોમાં ફળ પ્રત્યે આશક્ત રહી કર્મ કરે. અર્જુન દયામણું અને વિવશતાવાળું મોં કરી ભગવાન શ્રીકૃષ્ણને મદદ માટે શરણે જાય છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ એને ટોક્યો: ‘હે અર્જુન! તારાં મનમાં આવી મોહાંધતા ક્યાંથી આવી? તું માનસિક રીતે આવો સાવ બિમાર કેમ થયો? અત્યારે આ ક્યો પ્રસંગ છે? શું કરવા ભેગા થયા છીએ? તને ખબર નહોતી કે લડાઇ કરવાની છે?” આવી વિષમ પરિસ્થિતિમાં તારી આંખમાં આંસું? તું માતા કુંતીની આજ્ઞા ભૂલી ગયો? પહેલાં તને ખબર નથી કે સામા પક્ષમાં કોણ કોણ છે? ડરપોક થા મા? આ વિષાદ ઉદ્વેગની ખોટી રઇ તારા મગજમાં ભરાઇ ગઇ છે. જેને મારે કાઢવી પડશે. આટલું કહ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના કલ્યાણની દૃષ્ટિથી જ કાયરતા ત્યજીને યુદ્ધ માટે ઉભા થવાની આજ્ઞા આપી હતી. ત્યારે અર્જુનને એમ લાગ્યું કે ભગવાન રાજ્ય ભોગવવાની દૃષ્ટિથી જ યુદ્ધની આજ્ઞા આપે છે. સમાજમાં દરેક વ્યક્તિના મનમાં સ્વાર્થ, લોભને કારણે મન એટલું કલુષિત બન્યું છે. દરેક ક્રિયા કે વાતને પૂરી સમજ્યા વિના મનઘટિત અર્થ કાઢીને સામેની વ્યક્તિની ધીર ગંભીર વાતને હસવામાં કાઢે છે. તેથી સમાજમાં સારા સજ્જન માણસ સમાજ કે રાષ્ટ્રના ભલાઇ વાત છોડીને ચાલતી ગાડીમાં બેસી જાય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ | ગુજરાતીમાં કહેવત છે કે લાભ વગર લાલો ન લોટે એ સમાજના ભૌતિક દૃષ્ટિ બિંદુથી અર્જુનની વાતમાં તથ્ય છે. અર્જુનનું માનવું હતું કે અમે લોકો ધર્મને જાણીએ છીએ, પરંતુ દુર્યોધન વગેરે ધર્મને નથી જાણતા, તેથી તેઓ ધન અને રાજ્યના લોભથી યુદ્ધ કરવાને માટે તૈયાર થઇને ઊભા છે. પણ મારે એ નથી કરવું અને જો આપની આજ્ઞાથી યુદ્ધ કર્યું. તેના ફળ સ્વરૂપે સ્વજનોનો ગુરુજનોના લોહીથી ખરડાયેલા ધન રાજ્યને મેળવીને શું લાભ! આમ અર્જુનને યુદ્ધમાં માત્ર બુરાઇ જ બુરાઇ જ દેખાય છે. બુરાઇ, બુરાઇના રૂપમાં હોય ત્યાં સુધી તેને દૂર કરવું સહેલું હોય છે. પરંતુ બુરાઇ ધર્મ અને સદાચારનો આશ્રય લઇને આવે ત્યારે તેને દૂર કરવી મુશ્કેલ હોય છે. આજે કેટલાક કહેવાતા ધર્મગુરુઓ પોતાના ધર્મનું સંખ્યાબળ વધારવા લોભ, લાલચ, ધાકધમકીનો આશ્રય લઇને ધર્માત્તરની પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે છતાં આ બુરાઇ પ્રભુનું કાર્ય છે એમ સમજે છે ત્યારે તેમની આબુરાઇને તેઓ બુરાઇના રૂપમાં સમજતા નથી, તેથી રાષ્ટ્રની એકતા તૂટે છે. ધર્મના નામે ઝઘડા કરે કે બુરાઇ કરે, ત્યારે તે નથી હિન્દુ કે નથી મુસલમાન કે નથી ખ્રિસ્તી, ધર્મના નામે ક્યારે વેરભાવ હોઇ જ શકે નહિં બાહ્ય ધર્મના ફેલાવાવા કરતા સદાચાર, નીતી જેટલા સગુણો, ફેલાવવાની જરૂર છે. તો તે ધર્મનું સાચું અને સારું કામ થયું ગણાશે. અહીં અર્જુનમાં પણ ધર્મને નામે બુરાઇ આવી છે એ કહે છે કે ભીષ્મ, દ્રોણ વગેરે મહાનુભાવોને કેવી રીતે મારી શકીએ? કારણ કે અમો તો ધર્મને જાણનારા છીએ, પરંતુ અર્જુનની આ માન્યતા ભૂલ ભરેલી છે. અર્જુન જેને ભલાઇ માને છે તે વાસ્તવમાં બુરાઇ જ છે. પરંતુ તેની માન્યતા ભલાઇની હોવાથી તે બુરાઇના રૂપમાં દેખાતી નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુન હવે ખરો મુંઝાય છે. શું કરવું? યુદ્ધ કરવું કે નહીં, લાખલાખ પ્રયાસો કર્યા છે યુદ્ધથી દૂર રહેવા માટે પરંતુ હવે યુદ્ધ ધર્મની દૃષ્ટિએ યુદ્ધ આવી પડ્યું છે. ૨૦ રામાયણનો તલસ્પર્શી અભ્યાસ કરશો તો એ વસ્તુનો ખ્યાલ આવશે રાવણ શિવ ભક્ત હતો એટલું નહીં પણ તે નિયમિત ત્રિકાળ સંધ્યા પણ કરતો હતો. પરંતુ તેમા સદાચાર, નીતિ જેવા સદ્ગુણો ન હતા તેથી તે રાક્ષસ કહેવાયો. અને તેનાથી વિપરિત દુર્યોધનનું પાત્ર જોઇએ તો દુર્યોધન સારો રાજા હતો. તેના રાજ્યમાં પ્રજાજનો સુખી હતા. પરંતુ તે એટલો અહંકારી હતો કે તેથી બધાને કહેતો કે તમને શેનું દુઃખ છે? દુઃખ નથી તો ભગવાનને ભજવાની શી જરૂર છે? શા માટે ભગવાનને વચ્ચે લાવો છે? જ્યારે પાંડવોનો એવો મત હતો કે સુખ કે દુઃખ એ સ્થિર નથી. ઇશ્વર દત્ત છે. જીવનમાં ઇશ્વરની જરૂર છે. આ સિદ્ધાંતની લડાઇ હતી. એ સિદ્ધાંતોની લડાઇ ન હોત તો ભગવાન વચ્ચે ના પડત, ભગવાન કહેત કે તમે તમારું ફોડી લો, વચ્ચમાં મને પાડો મા, પરંતુ આ સિદ્ધાંતની લડાઇ હતી.’ અહીં એ વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ કે સદાચાર, નીતિમય જીવન અને સાથે ભગવાની નક્કર ભક્તિ દ્વારા પ્રભુનો સદાય આશ્રય કરવો તે સાચો ધર્મ છે. બંન્નેમાંથી એકપણ પાસાંની વિમુખતા સાચા ધર્મનો લોપ સમાન છે. ભગવાનનાં વચનોની વિલક્ષણતા તો જુઓ, યુદ્ધ માટે આનાકાની કરતો અર્જુન થોડોક ઢીલો પડ્યો, તે મનમાં મુંઝાય છે. કે ધર્મમય સિદ્ધાંતને મહત્ત્વ આપવું કે સગા સ્વજનોને મહત્ત્વ આપવું, પોતાના કર્તવ્ય પાલનમાં અનિર્ણત અર્જુન પોતાને જાતને આ બાબતમાં અસમર્થ જાણીને ભગવાનને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે. 14 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧ કાર્યણ્યદોષોપહત સ્વભાવઃ પૃચ્છા મિ ત્યાં ધર્મસંમૂઢ ચેલા | યઅેયઃ સ્યાજ્ઞિશ્ચિતં બ્રૂહિ તન્મે, શિષ્યસ્તેહ શાધિમાં ત્યાં પ્રપન્નમ્ । કાયરતા એ મારા સ્વભાવની નબળાઇ છે. અને હું ધર્મના વિષયમાં મોહિત અંતઃકરણ વાળો થયો છું. તેથી આપને પૂછું છું કે મારા માટે કલ્યાણકારી શું છે? તે આપ કૃપા કરીને કહો. હું તમારો શિષ્ય છું. અને તમારે શરણે આવ્યો છું. તેથી આપ મને માર્ગદર્શન આપો. સાચુ અને સારું જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે? જેને શ્રદ્ધા, વિશ્વાસ અને રુચી હોય તેને, જેનામાં જરા પણ મોહ કે આસક્તિ હોય તો તેને લાખ વાર સમજાવો. છતાં તે સમજશે નહીં ને બીડી, દારૂની લત લાગી હોય તેવા વ્યસનીને લાખ વાર સમજવો છતાં તે સમજશે નહિં કારણ કે બીડી કે દારૂ પ્રત્યે તેનો મોહ અને આસક્તિ બંધાઇ છે. ટૂંકમાં કહીએ તો કોઇ પણ સિદ્ધાંતને સમજવા માટે શ્રદ્ધા, વિશ્વાસ અને સિદ્ધાંતના જ્ઞાતા પ્રત્યે દીનતા જોઇએ. શ્રી હરિરાય પ્રભુએ શિક્ષાપત્ર ૧૪/૭માં કહે છે. જો લેઇ પુષ્ટિમાર્ગીય જીવ શ્રીઆચાર્ય શરણનાં ચરણોનો દંઢ આશ્રય કરે તો, પુષ્ટિમાર્ગનો સર્વોપરિ સિદ્ધાંત તેને ચોક્કસ હૃદયારૂઢ થાય છે. ચરણોનો દ્રઢ આશ્રય એટલે જીવનો દૈત્ય ભાવ ‘મારા માં કંઇ જ્ઞાન નથી આપ જે કહો તે ખરું.’ સંવત ૧૫૮૯ના શ્રાવણ સુદ ૧૧ને દિવસે સાક્ષાત પૂર્ણપુરુષોત્તમ શ્રીગોકુલનાથજી સ્વરૂપે પ્રકટ થઇને શ્રીઆચાર્યચરણોને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. ત્યારે તેમના અંતરંગ સેવક શ્રી દામોદરદાસ પણ ત્યાં સૂતા હતા, પરંતુ વાસ્તવમાં દામોદરદાસ જાગતા હતા, તેમને પ્રભુ અને આચાર્યચરણ વચ્ચેની સંપૂર્ણ વાતચીત સાંભળી હતી, પરંતુ જ્યારે સાચાર્યચરણે તેમણે વહેલી પરોઢે જગાડીને પૂછ્યું – ‘દમલા તેને ક સૂન્યો?’ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગુરુકૃપાથી તેમને પ્રભુનાં દિવ્ય દર્શનનો લાભ થયો અને તેની સાથે ભગવજ્ઞાનું શ્રવણ થયું હતું, પરંતુ દામોદરદાસ માં દીનતા હતી. તેઓ જાણતા હતાં કે પ્રભુનાં વચનામૃત સમજવાની શક્તિ જીવની નથી. ગુરુ અને પ્રભુની કૃપા હોય તો જ પ્રભુનાં વચનામૃત હૃદયમાં અંકિત થાય અને તેનું રહસ્ય પ્રકાશિત થાય. આથી દામોદરદાસે બે હાથ જોડી, વિનંતી કરી : ‘મહારાજ! સુન્યો તો સહી પર સમુઝયો નાહીં.’ ૨૨ શિષ્યમાં દીનતા આવશ્યક છે. શિષ્યમાં જો મનથી પણ પોતાના ગુરુ પ્રત્યે સહજ ભાવ કે અરૂચી ઊભી થાય તો એ શિષ્ય ધર્મમાંથી પડે છે. આથી અર્જુન કહે છે. ભગવાન, હવે હું તમારો શિષ્ય અને દાસ છું. આપના ચરણો સિવાય બીજો કોઇ મારો આશ્રય નથી, તેથી આપ મારુ કલ્યાણ શેમાં છે તે બતાવો. વાસ્તવમાં ખરી ગીતાનો આરંભ અહીંથી થાય છે. અભિમાન, દંભ આદીનો ત્યાગ, જ્ઞાનની દ્રષ્ટિએ દ્વિતીય પગથિયું છે. જેને શાસ્ત્રોમાં ‘દાન’ કહે છે. ગીતાએ જીવના કલ્યાણ માટે ઉચ્ચત્તમ જ્ઞાન આપ્યું છે. આવુ જ્ઞાન અભિમાનિદકના ત્યાગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોની દૃષ્ટિ જીવનું કલ્યાણ એટલે મોક્ષ, અર્જુન ભગવાન પાસે આત્મના કલ્યાણ રૂપી મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો. મોક્ષ પ્રાપ્તીમાં મુખ્ય ચાર શાસ્ત્રો છે – (૧)સાંખ્ય, (૨)યોગ, (૩) વૈષ્ણવીતંત્ર, (૪) શેવતંત્ર. સાંખ્ય અને યોગ મોક્ષ મેળવવા માટે માર્ગદર્શન આપે છે. સાંખ્ય અને યોગ શાસ્ત્રના માર્ગદર્શન મુજબ મોક્ષ મેળવવા ઇચ્છિત વ્યક્તિએ સ્વપ્રયત્નો કરીને મોક્ષ મેળવવાનો હોય છે. તેથી તેને સ્વ પ્રયત્નોથી મેળવેલો મોક્ષ કહેવાય છે. 15 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૩ વૈષ્ણવીતંત્રી અને શૈવતંત્ર સમજાવે છે કે વિષ્ણુ અને શિવ મોક્ષ મેળવવા, તેમની કૃપા આવશ્યક હોય છે તેને ‘પરત! મોક્ષ’ બીજાના પ્રયત્નથી મળતો મોક્ષ કહ્યો છે. વેદનાં છ દર્શનોમાં ‘સાંખ્ય’ એક દર્શન છે સંખ્યા ઉપરથી સાંખ્ય શબ્દ બન્યો, તેમાં પ્રકૃતિમાં તત્ત્વોની સંખ્યાનો વિચાર છે. તેથી તેને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવ્યો. ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સ્વભાવની મજબૂરીથી જન્મતા અહંતા મમતાના મિથ્યા ભાવો અનાત્મભાવો છે અને તેનો સંબંધ આત્મ સાથે બિલકુલ નથી, દેહ નાશવંત છે. આત્મને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજો જન્મ લે છે. અહીં અર્જુન અહંતા મમતા છોડીને પ્રભુને ચરણે આવ્યો અને પ્રભુ પાસેથી આત્મામ શું છે. નિત્યાનિત્ય વિવેક શું? શું નિત્ય અને શુ અનિત્ય, અનિત્ય અર્થાત્ નાશવંત, અંગે જ્ઞાન આ અધ્યાયમાં પ્રાપ્ત કરે છે. આવા જ્ઞાનને શાસ્ત્રની દૃષ્ટિ સાંખ્યદર્શન કહેવામાં આવે છે. તેથી ગીતાના આ બીજા અધ્યાયને સાંખ્યયોગ કહેવામાં આવ્યો છે. બીજી ર્દષ્ટિએ વિચારીએ અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે સંખ્ય સંબંધ અર્થાત્ મિત્રતાભાવની પ્રીતિ, આમ મિત્રતાભાવનું જોડાણ એટલે સાંખ્યયોગ, અર્જુન જ્યારે કહે છે કે ‘શિષ્યસ્નેહ,’ હું તમારો શિષ્ય છું. ત્યારે બહુ નવાઇ લાગે છે કારણ કે એક મિત્ર તેમનો શિષ્ય કેવી રીતે બન્યો, અર્જુન સમજતો હતો કે મિત્રભાવમાં ગાર્ભીય ઓછું હોય છે. જે જ્ઞાન મેળવવા માટે ક્યારેક અડચણરૂપ બને છે. જ્યારે શિષ્યભાવમાં ધીર ગંભીર થવાય છે તેથી અર્જુન કહે છે હવે હું તમારો શિષ્ય બન્યો છું. મારું કલ્યાણ કરો. આમ અર્જુને પોતાના કલ્યાણ માટે શ્રીકૃષ્ણના શિષ્ય બન્યા છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને ક્યારે પણ અર્જુન Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સાથે ગુરુભાવ કેળવ્યો નહીં. તેમને એક મિત્રભાવે અર્જુનને ઠપકો આપે છે. તેને અનુશાસનમાં રાખતા કડક શબ્દો કહે છે. શ્રીકૃષ્ણ અર્જુનના ખરા બંધુ હોવાથી બરાબરીના જંગમાં પણ પડખે રહ્યાં છે. ક્યારેક અર્જુનને લડ્યાં છે તેને બાયલો અને ડરપોક પણ કહેલ છે. પરંતુ આ બધુ અર્જુનને દિવ્યતાના પંથે દોરી જવા માટે કહેલ છે. આવા મિત્ર અને શિષ્યભાવે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે તું મોટી મોટી વિદ્રનતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેનો શોક શા માટે કરે છે? તે મને સમજાતું નથી. જેઓ વિદ્વાન હોય તેઓ ક્યારે જીવિત કે મૃત માટે શોક કરતા નથી. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સાંખ્યબુદ્ધિ આપવા તત્પર હોવાથી અર્જુનને ઉપરોક્ત વિધાન કહે છે. સાંખ્યશાસ્ત્રમાં મુખ્યત્વે ચાર બાબતોનો વિચાર કરવામાં આવે છે. (૧) હેચ-જેમાં આત્મા સિવાયની સર્વ અનાત્મ વસ્તુઓનો ત્યાગ જરૂરી છે. અહીં આત્મા નિત્ય અર્થાતુ અમર છે જેને કોઇ મારી શકતો નથી. (૨) હાન - અહંતામમતાથી પ્રાપ્ત અજ્ઞાન, હું કરું છું, હું ચાહું છું મારા સ્વજનો અને ગુરુઓને માર્યું છું. આવું અહંતામમતાથી પ્રાપ્ત અજ્ઞાન હાનના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. (૩) હેચ હેતુ- અહીં હાય એટલે દુઃખ અને તે વિનાના હેતુ અર્થાત્ કારણોનો વિચાર કરવામાં આવ્યો કે અર્જુન બહુ વિદ્વાન ન હતો. તેથી તે શોક કરવા માટે સર્વથા અયોગ્ય વસ્તુ માટે શોક કરી રહ્યો હતો. આ શરીર જન્મે છે આજે કે આવતી કાલે તેનો વિનાશ ચોક્કસ છે. તેથી આત્મા જેટલો મહત્ત્વનો છે. તેટલુ શરીર મહત્ત્વપૂર્ણ નથી. દુઃખ કારણ, દેહ અને અહંતા મમતા છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૫ (૪) હાનોપાય- અહંતા મમતાથી ઉત્પન્ન અજ્ઞાનને દૂર કરી, આત્માના સાચા ઓળખથી દુઃખોને દૂર કરવાની બાબતનો અહીં સમાવેશ થાય છે. અર્થાત્ સ્વધર્મ એટલે આત્મધર્મની ઓળખ, જેને તેને પાલન કરવું પડે, સ્વધર્મને રોકી શકાય નહીં. આ ચાર બાબતો બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન અને સમજાવવાના છે. પહેલી બાબત દેન બતાવી છે તેનો મોહ દૂર કરશે. બીજી બાબત હાન બતાવી આ શરીર નાશવંત છે. તે બતાવીને તેનો શોક દૂર કરશે. ત્રીજી બાબત હૈયહેતુ આત્મ અમર છે અને આત્મના કલ્યાણ માટે દેહ સંબંધી દુઃખોને ભૂલવા પડશે. ચોથી બાબત હાનોપાય બતાવીને જીવના બુદ્ધિ ચાતુર્યને દૂર કરશે. ભગવાન અર્જુનને કહે છે કે, સુખ અને દુઃખની તું જે વાતો કરે છે કે મારે સમૃદ્ધિ નથી જોઇતી. મારે સુખ નથી જોઇતું. પણ તેને એ ખબર નથી કે ઇન્દ્રિયોના સ્પર્શથી પ્રાપ્ત સુખ એ એક ભ્રાંતિ છે એ સુખ નાશવંત છે. આજથી બે દાયકા પહેલા લખવા માટે ફાઉન્ડનપેનનો ઉપયોગ થતો હતો. આ ફાઉન્ડન પેનમાં કસનળી આવતી જેમાં લખવાની શાહી રહેતી. લખવા માટે અણીવાળો સ્ટીલ આવતી, આ સ્ટીલના આધાર માટે તેના જેવું પ્લાસ્ટીક કે ફાઇલરથી બનાવેલ વસ્તુ, જેને જીભ તરીકે ઓળખ લેવામાં આવતી. આમ આ બધી વસ્તુથી ફાઉન્ડન પેન બનાવવામાં આવતી હતી. આ ખાલી ફાઉન્ડન પેનથી લખાતુ નથી. પરંતુ એમાં શાહીની જરૂર પડે, આમ શરીર વિવિધ ઇન્દ્રિયોથી બનેલ એક સ્થૂળ વસ્તુ છે. ખાલી શરીર એ શાહી વગરનું ખાલી ખોખું છે. તેમ આત્મવિના શરીર પણ નકામું છે. આપણે કહીએ છીએ કે હું પેનથી લખું છું ને ખોટું પેનમાં રહેલ શાહી તત્વથી લખાય છે. આમ ખાલી પેનથી લખીએ છીએ તે એક ભ્રાંતિ છે. આમ ઇન્દ્રિયોના સ્પર્શથી સુખ, દુઃખની પ્રાપ્તી એ માત્ર ભ્રાંતિ છે. આ ફાઉન્ડન પેન સિવાય 16 Page #17 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અણીવાળી કોઇ પણ વસ્તુથી આપણે લખી શકીએ છીએ. પહેલા ના જમાનામાં દાતણ જેવા લાકડાથી અણીવાળા બનાવેલ કલમથી લખવામાં આવતું હતું. આમ લખવા માટે જેમ શાહી અગત્યની છે. ફાઉન્ડન પેન, રીફીલ કે કલમ વગેરે એ ગૌણ છે. એમ આ શરીર પણ ગૌણ છે. તેથી શરીર હોવા, ન હોવાનો શોક કરવો નકામો છે. આમ ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનને સમજાવે છે કે અર્જુન, તું એક માનવ છે. આ સૂક્ષ્મદેહ એ પાંચ પ્રાણ, પાંચ સાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મ ભૂતો, મન અને બુદ્ધિ એ સત્તર વસ્તુનું બનેલું શરીર છે. જેમાં આત્મા છે આ આત્મા સનાતન છે. આપણો આ એક જન્મ નથી. તારા અને મારા અનંત જન્મો આ પૂર્વે થયેલા છે. આપણા આ જન્મોનો તું વિચાર કર. તું આત્મત્વને સમજ. જે અમર છે. હે અર્જુન! તું કેવળ શરીર નથી. અને તે કેવળ આત્મા નથી. તારું આ શરીર નાશ પામે અને માત્ર આત્મા બચે, ત્યારે કેવળ આત્માથી તું અર્જુન તરીકે નહિં ઓળખાય, તારો આત્મા ચાલી ગયા પછી કેવળ શરીર પડી રહે, તો એ શરીર પણ અર્જુન નહિ, કહેવાય. આપણે જ્યારે લખવા બેસીએ ત્યારે ફાઉન્ડપેન માંગીએ અને શાહી વગરની ફાઉન્ડપેન આપશે તો આપણે કહીએ છીએ કે આખાલી ખોખાની મારે શી જરૂર છે? અને જો કોઇ માત્ર શાહી એકલી આપશે તો આપણે કહીએ છીએ કે શું, હું તારા માથા દ્વારા લખવાનો છું. શાહીની સાથે ફાઉન્ડપેન પણ આપ.” આમ આત્મા અને શરીર બંન્ને દ્વારા જીવન્દ્ર બને છે. - ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને બતાવી રહ્યાં છે, કે હે અર્જુન! જે આ જીવાત્માને હણનારો સમજે છે. તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા ક્યારે નથી હણતો કે નથી હણાતો, ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આત્મા માટે કોઇ જન્મ નથી કે મરણ પણ નથી, તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. શરીર જરૂર હણાય છે. પરંતુ આત્મા ક્યારે હણાતો નથી. જન્મ ને મરણ દેહના યોગે છે. આત્માને પ્રારબ્ધવશાતું સહન કરવું પડે છે. પ્રારબ્ધ આપણે પોતે ઉભા કરીએ છીએ અને પછી સુખ અને દુઃખની બૂમો પાડીએ છીએ. અસ્તિત્વ અને વિકાસની સાથે સુખ, દુઃખ જોડાયેલું છે. દાગીના ના સ્વરૂપે અસ્તિત્વમાં આવેલ સોનું, શરૂઆતમાં તો ભૂસ્તરિય ફેરફારને કારણે જમીનના તત્વોથી બનેલ કણોનો પદાર્થ હોય છે. આવા કણોને ભેગા કરી, કાચા સોનારૂપે લગડીઓ બનાવવામાં આવે છે. આ લગડીઓમાં આવતાં પહેલાં અમુક ઉષ્ણતામાન સુધી તેને ગરમી સહન કરવી પડે છે. એટલું જ નહીં પણ દાગીનામાં રૂપાંતર થતી વખતે પણ તેને ગરમી અને હથોડીઓના માર સહન કરવો પડે છે. ત્યારે જ તેની કિંમત અંકાય છે. અને લક્ષ્મી તરીકે સ્થાન પામે છે. જો તેને કોઇપણ પ્રકારની ગરમી કે હથોડીઓના માર સહન ન કર્યો હોત, તો તે વરસો સુધી પાણીમાં ગરમી, ઠંડી અને વર્ષો જ સહન કરવી પડત. અસ્તિત્ત્વ અને વિકાસની સાથે સુખ અને દુઃખ જોડાયેલ છે. આમ આપનું પ્રારબ્ધ બનાવવા માટે સુખ અને દુઃખ ભોગવવા પડે છે. જેમ જમીનમાં વ્યાપ્ત સોનું કણોના રૂપમાં છે. તેમ આ સમગ્ર શરીરમાં વ્યાપ્ત આત્મા છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ બીજા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં સમજાવે છે કે – અવિનાશિ તુ તદ્ વિઢિ યેન સર્વમિદં તતમ્ વિનાશમવ્યયસ્થાસ્ય ન કશ્ચિત કર્તમહતિ // હે અર્જુન! જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઇ જ સમર્થ નથી. 17 Page #18 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ અવિનાશી તત્વ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તો ચેતના છે. આ ચેતના એક આત્માની ઉપસ્થિતિનું લક્ષણ છે. ૨૮ શ્વેતાશ્વતર ઉપનિષદ (૫.૯)માં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. તે પ્રમાણે ‘આત્માના પરમાણુઓના અગણિત કણ છે, જે કદમાં વાળના અગ્રભાગના દેશ હજારમા ભાગ બરાબર છે.’ જેમ પાણીમાં Ho એટલે કે બે હાઇડ્રોજન અને એક ઓક્સીજન હોય છે. જેને આપણે નરી આંખે પ્રમાણિત કરી શકતા નથી, છતાં તેનો આપણે સ્વીકાર કરીએ છીએ. તે જ રીતે આત્માના અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઇએ તેમાં બે મત નથી. આત્માના અવિનાશપણાને દૃષ્ટાંત રૂપે અર્જુનને સમજાવતા શ્રીકૃષ્ણ કહે છે કે – વાસાંસિ જીર્ણાનિ યથા વિદાય, નવાનિ ગૃહતિ નરોડપરાણિ । તથા શરીરાણિ વિદાય જીર્ણાન્ય, અન્યાનિ સંયાતિ નવાંગ દેહી ॥ જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો ત્યજીને નવાં ભૌતિક શરીર ધારણ કરે છે. આગળ ઉપર આપણે જે ફાઉન્ડપેનનું દ્રષ્ટાંત લીધેલ, તેને આગળ વધારીએ તો ભાંગી ગયેલી, ખરાબ થયેલી, ફાઉન્ડપેનમાં શાહી પૂરવા છતાં તે બરાબર લખી શકાતું નથી, તેથી નવી પેન લઇને શાહી પૂરવામાં આવે છે. આમ લખવાની પ્રક્રિયા જાળવી રાખવા માટે જુની પેનને ફેંકીને નવી પેનમાં શાહી પૂરવામાં આવે છે તે રીતે આત્માના તેના કર્મોને ભોગવવાની પ્રક્રિયાને જાળવી રાખવા માટે નવા શરીરની જરૂર પડે છે. 18 ૨૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવા પરિવર્તનશીલ આત્મા માટે શોક શાનો! આત્માતો અમર અને અજર છે. તેને કોઇ શસ્ત્ર કાપતું નથી. અગ્નિ વાળી શકતો નથી. પવન સૂકવી શકતો નથી. પાણી ભીંજવી શકતો નથી. માટે હે અર્જુન! તું વાસ્તવર્શી બન, તું જ્ઞાની હોવાથી સાચી દૃષ્ટિથી વિચાર કર. તું મારવા વાળો કોણ? યુદ્ધમાં શસ્ત્ર દ્વારા શરીર કપાઇ જવા છતાં પણ આત્મા કદાપિ કપાતો નથી, કે મરતો નથી. તૂટેલી ગયેલી, ભાંગી ગયેલી, નકામી થઇ ગયેલી ફાઉન્ડપેનને નાંખી દેતાં. વિદાય આપતા આપણને કોઇ દુઃખ થતું નથી. તો દુષ્ટકર્મ, પાપકર્મથી ઘેરાયેલ, જીર્ણ, ક્ષીણ થયેલ શરીરનાંવિદાયથી આપણને શા માટે દુઃખ થવું જોઇએ? આથી કોઇ પણ પરિણામની ચિંતા વગર હે અર્જુન! તારો ધર્મ બજાય. હે અર્જુન! તું એ સમજ કે જે જન્મ્યા છે. એ બધા મરવાના છે. અને એ મરી ગયેલા ફરી જરૂરથી જન્મશે, આ નિયતિ નક્કી કરેલ વ્યવસ્થાને કોઇ રોકી શકશે નહીં. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે. તો જરૂર મરશે. તમારી પાસે એવો કોઇ ઉપાય નથી, જેના વડે તમે એમને બચાવી શકો. જેઓ મરી જશે, તેઓ જરૂ૨ જન્મશે. એમને પણ તમે રોકી નહિ શકો. પછી શોક કઇ વાતનો? અર્જુનવિચારમાં પડ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે આગળ કહ્યું – ‘હે અર્જુન! તુ વિચાર તું કોણ છે? તું તારો પોતાનો ધર્મ જોઇ લે, તું ક્ષત્રિય છે. તારો ક્ષાત્ર ધર્મ છે કે અન્યાય, અનીતિ, અસત્યની સામે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. માટે તારો ધર્મ સંભાળી લે. અને તું તૈયાર થઇ જા. તારે તારા માટે લડવાનું નથી. તારી સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ માટે લડવાનું છે. અને કદાચ તું આ યુદ્ધ ન કરે અને ઘરે જતો રહે તો આ યુદ્ધ જો થવાનું હશે તો થવાનું જ છે. એને કોઇ મિથ્યા કરી Page #19 -------------------------------------------------------------------------- ________________ ३० ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શકે નહીં પરંતુ, તું બાયલો, ડરપોક છે તેવી નિંદા થશે તો વધારામાં આવી નિંદા સાથે તું કોઇ રીતે જીવી શકીશ?' અહીં અર્જુન દુવિધામાં પડે છે કે યુદ્ધમાં જીવની હત્યા કરવાથી પાપ લાગશે ત્યારે ભગવાન કહે છે કે પાપનું પ્રેરક તત્વ યુદ્ધ નહિં, પરંતુ પોતાની કામના છે. આથી કામનાનો ત્યાગ કરીને તું યુદ્ધને માટે ઉભા થાય, સુખ કે દુઃખ હાનિ કે લાભ તથા જય કે પરાજય નો વિચાર કર્યા વગર જો તું યુદ્ધ કરીશ તો તેને કદાપિ પાપ લાગશે નહીં, તું હમણાં જ બોલ્યો છે કે તમે મારા ગુરુ છો. હું તમારો શિષ્ય છું. તો ગુરુ તરીકે મારા વચનોનો વિશ્વાસ કર. ભગવાને અર્જુનના માધ્યમ દ્વારા સાંખ્યનો વિષય કહી દીધો, તું કોણ? તારું કોણ? જગતમાં શરીરથી કોઇ સ્થિર નથી. શરીર અસ્થાયી છે. સ્થાયી છે તો માત્ર આત્મા, આ લૌકિક સંબંધ માત્ર એક ગાડીમાં બેઠેલા મુસાફર જેવો છે. જે આવ્યા છે. તે જવાના નહીં, આમ અર્જુનને જે વાત કહી, તે બધાનો શ્રીકૃષ્ણ બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો. આત્મા નિત્ય (કાયમી) છે. જ્યારે શરીર અનિત્ય (નાશવંત) છે, તે સમજાવ્યું હવે ભગવાન અર્જુનને કહે છે કે આ સાંખ્યયોગને તું કર્મયોગના વિષયમાં સાંભળ. ભગવાન અર્જુનને કહે છે કે જેમ એક પરીક્ષાર્થીને પરીક્ષા આપવાનો અધિકાર છે. પરંતુ તેના પરિણામ ઉપર તેનો અધિકાર નથી. તેમ તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે. પરંતુ તને કર્મનાં ફળો પર અધિકાર નથી. માત્ર તારે તો, સ્વધર્મ બજાવવાનો છે આમ તારા સ્વધર્મનો વિચાર કરતાં પણ યુદ્ધ ન કરવાની વાત તને શોભતી નથી. આ દૃષ્ટીએ યુદ્ધમાં સહભાગી ન હોવું એ પણ આશક્તિ કે વૈરાગ્ય કહેવાય. ખોરાક લેવો એ જીવનું કર્તવ્ય અને અધિકાર છે. પરંતુ લીધેલ ખોરાકને પચવો, એ જીવના શરીરની તાસિર પર નિર્ભર છે. તેમાં જીવનો કોઇ પ્રત્યક્ષ 19 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધિકાર હોતો નથી. તે જ રીતે જીવે નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે. ૩૧ એક સીત્તેર વર્ષના વૃદ્ધ ચોમાસામાં કેરીના ગોટલા રોપતા હતા, ત્યારે ત્યાંથી એક જુવાન ત્યાંથી નીકળ્યો, અને એ વૃદ્ધને કહે કે “એ કાકા, આ ઉંમરે આંબા રોપીને તમને શું મળશે, આંબા પર કેરી થતાં સહેજ ૧૦ થી ૧૨ વર્ષ થશે. શું ત્યાં સુધી તમે જીવવાના છો, ખરા?’ વૃદ્ધે કહ્યું બેટા, આ આંબા દેખાય છે તે કઇ મેં ન હતા રોપ્યા છતાં તેના ફળ મેં ખાધા, હવે મારી પછીની પેઢી માટે આ આંબા વાવું છું. જો વૃદ્ધ ફળની આશા રાખીને કર્મ કરે, તો એ દુઃખી થાય. ઇશ્વરે તમને જે કર્મ કરવા આપ્યું છે. તે કુશળતા અને ઉત્સાહ કરવું એનું નામ યોગ છે. આ કર્મની દૃષ્ટિએ યોગની પરિભાષા સ્પષ્ટ કરતાં ભગવાન અર્જુન કહે છે કે ધનંજય! રાગદ્વેષ, કામના, વાસના, મમતા વગેરેથી પર રહીને સમતાથી વિવેક અને વિચારપૂર્વક કરેલા કર્મ જીવાત્માને બંધન કરતું નથી. જેમ સર્વવ્યાપી પરમાત્માને પાપપૂણ્ય નથી લગતાં, તેમ આવા મમતાથી કરેલ કર્મને પણ પાપપૂણ્ય નથી ભાવતા, પરંતુ સમતા વિના કરેલ કર્મના ફળ સ્વરૂપે જન્મ મરણ અને દુઃખ ભોગવવા પડે છે. આથી હું ધનંજય, ‘સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વાં' સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહીને નિરંતર અટલ, સ્થિર રહેવું એ ‘સમત્વયોગ ઉચ્યતે' એ સમતા યોગ છે. જો અર્જુન પાસે સમતાવાળો વિષાદ અને વૈરાગ્ય હોત, તો ભગવાન શ્રીકૃષ્ણને આ ઉપદેશ આપવાની જરૂર ન પડત, સમતાવાળો વૈરાગ્યનું સ્વરૂપ એ છે કે તે જીવ સારા નરસાનો ભેદ સમજે, એટલે જેમાં સત્ય અર્થાત્ નિત્ય છે તેને પકડે અને જે અસત્ય, અન્યાયી અર્થાત્ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અનિત્ય છે. તેને છોડી દે છે. જ્ઞાન માનવને વિવેક આપે છે વિવેક ના વિશ્લેષણ દ્વારા સાચો વૈરાગ્ય જાગે તેનું નામ અનુરાગ, પરંતુ શારિરીક સંસારીક પરિસ્થિતિ અસહ્ય બનતા સંસારમાંથી મન ઉઠી જાય તેને વૈરાગ્ય કહેવાય. આમ સમતા યોગ્ય ઇષ્ટ અને અનિષ્ટને સમજીને સમજી શકે છે. ‘સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વા’ સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખનારને ભગવાન સ્થિતપ્રસ પુરુષ તરીકે ઓળખાવે છે. ત્યારે આવા સ્થિત પસવાળા જીવનું લક્ષણ જાણવા માટે અર્જુન ભગવાનને કહે છે ઃ ‘હે કેશવ! આવી સમાન બુદ્ધિવાળાનું લક્ષણ ક્યું? આવો સમાન બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે?’ તેના પ્રત્યુત્તરમાં ભગવાન અર્જુનને કહે છે કે હે પૃથાનંદન! જ્યારે જીવ પોતાના મનની સર્વકામનો ત્યાગ કરી, સદા આત્મસંતુષ્ટ રહે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. સુખ કે દુઃખમાં જેનું મન વિચલિત થતું નથી. એવા રાગ, દ્વેષથી પર જીવનો સ્થિરબુદ્ધિવાળો કહેવાય. જેમ કાદવમાં કમળ થવા છતાં કમળને કાદવનો સ્પર્શ થતો નથી, કાદવમાં રહેવા છતાં કમળ તેનું સૌંદર્ય છોડતુ નથી. તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ જીવ ગમે તે પરિસ્થિતિમાં તેનો સ્વભાવ છોડતો નથી. એક સંત પોતાના શિષ્ય લઇને ગામના તળાવ ઉપર સ્નાન કરવા ગયા, ત્યારે ચોમાસાના દિવસો હતા, આ સંત જેવા તળાવમાં સ્નાન કરવા જતાં હતા. ત્યારે તેમને જોયું કે એક વિછી પાણીમાં તરફડિયાં મારતો હતો, તેના બચાવવાના હેતુથી સંત તેને પકડીને બહાર કાઢ્યો, તો તરત જ વિછી ડંખ મારીને ફરી પાછું પાણીમાં પડી તરફડિયાં ખાવા લાગ્યો. એ સંતે તેને ફરી બહાર કાઢ્યો આમ બે ત્રણ વાર સંત 20 ૩૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વિછીને પાણીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો, તો તરત જ વિછી ડંખ મારી પાછું પાણીમાં જતો રહેતો. આ દેશ્ય જોઇ રહેલા શિષ્યથી રહેવાયું નહીં. તેથી તેને ગુરુને કહ્યું વિંછી તમને ડંખ મારે છે છતાં તેને શા માટે પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરશે. ત્યારે સંતે કહ્યું : ‘વિછીનો ડંખ મારવાનો સ્વભાવ, મારો તેને બચાવવાનો સ્વભાવ છે.’ આવા કર્તવ્યવાન પુરુષને કોણ કર્તવ્યથી વિમુખ કરી શકે. ગમે તેવી વિપત્તિ આવે તો પણ તેની સાથે તાલ મિલાવીને જીવી જાણે તે સાચો સ્થિતપ્રજ્ઞ કહેવાય. એક દિવસ એક બાદશાહે પોતાના વજીરને કહ્યું – મારે એક માણસની જરૂર છે. તમારી નજરમાં કોઇ આવે તો લઇ આવજો, પણ એટલું ધ્યાન રાખજો કે માણસ હૈયાનો સાચો હોવો જોઇએ.’ ઘણા દિવસની શોધખોળ પછી વજીરને એક માણસ ગમ્યો. વજીરે એની પાસેની નોકરી છોડાવી દીધી. ને સારા ભવિષ્યની આશા આપી એને બાદશાહની સેવામાં હાજર કર્યો. બાદશાહે જરા વિચાર કરીને કહ્યું – મારી પાસે તો અત્યારે કંઇ કામ નથી, પણ તમારો આગ્રહ હોય તો આપણા કાર્યાલયમાં ચપરાશીનું કામ આપીએ. પગાર પંદર રૂપિયા મળશે.” વજીરને માઠું લાગ્યું, પણ પેલા યુવકે કહ્યું – મારે માટે તો બાદશાહની ચાકરી કરવાની તક મળે એ સૌથી મોટો પગાર છે.’ એ તો એને માટે તૈયાર થઇ ગયો. વજીર એને બાદશાહની કચેરી બતાવી ગયો, ત્યાં તો નરી ધૂળ જ ધૂળ છવાયેલી હતી, કારણ કે ત્યાં ઘણા દિવસો સુધી બેસીને બાદશાહ ન તો કામ કરતા હતા, કે ન તો કદી ત્યાં જતા હતા. Page #21 -------------------------------------------------------------------------- ________________ उ४ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વજીરના દિલને બહુ દુઃખ થયું, પણ પેલા યુવાને તો આવુ સારું કામ અપાવવા બદલ એનો આભાર માન્યો, એને આ કામ મળ્યું તેનો સંતોષ. | દિવસો સુધી પેલા યુવાને કચેરી સાફસૂફ કરી, બધી વસ્તુઓને ઠીકઠીક ગોઠવી અને બાદશાહની આબરૂને છાજે એવી કચેરી એણે બનાવી દીધી. એક દિવસ બાદશાહ ત્યાંથી નીકળ્યા તો ઓળખી જ ન શક્યા કે એમની કચેરી છે! જો કે એવી સુઘળ કચેરી જોઈ તેમને આનંદ થયો. આવા સ્થિત પુરુષો જીવનના સંઘર્ષોનો સહજ રીતે સ્વીકારી તેનો યોગ્ય ઉપયોગ કરે અને તેમાંથી આનંદ મેળવે છે. ગમે તેવા દુઃખો પડે, ત્યારે તેમાંથી ભાગી જવાનું વલણ ધરાવવા કરતાં તેમાંથી યોગ્ય રસ્તો કાઢવો જોઇએ. જે માણસ આ જિંદગીની ટક્કર ઝીલી શકતો નથી, તેમાં તૂટી જાય છે. તે પલાયન વાદી છે. સાચો સ્થિત પુરુષ ગમે તે પરિસ્થિતિમાં હિમાલયની જેમ અડગ રહે. સ્થિર અને નિશ્ચલ રહે એવું વ્યક્તિત્વ ઘડવા ભગવાન માગતા હતા તેથી તેમને અર્જુનને નિમિત્ત બનાવી આ ગીતાનું જ્ઞાન પીરસ્યું છે. - ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઢંઢોરીને કહે છે કે હે અર્જુન! સુખ અને દુઃખ બંન્નેમાં તું સમ બની જા. જીવનમાં ક્યારેક સુખ પણ આવશે અને ક્યારે દુઃખ પણ આવશે. ક્યારેક તને લાભ થશે કે ક્યારેક ગેરલાભ પણ થશે. ક્યારેક વિજય તો ક્યારેક પરાજય પણ થશે.આથી એક યોદ્ધા તરીકે તારે પૂર્ણ સમતા યોગથી તારું કર્તવ્ય તારે પૂર્ણ કરવાનું છે. સમતાયોગી ક્રિયાશીલ હોય છે જે કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં નિસ્પૃહ અને ઉગરહિત રહે છે. સમતાયોગી સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૩૫ રીતે બેસે છે? એ ત્રીજા પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાન કહે છે કે “હે અર્જુન! જો તારે સ્થિતપ્રજ્ઞ બનવું હોય, તો જે રીતે કાચલો પોતાના છ અંગો જેવા કે ચાર પગ, એક પૂંછડી અને એક મસ્તક, એ બધાં જ્યારે પોતાના સમેટી લે છે, ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષ પાંચ ઇન્દ્રિયો અને એક મન આ કર્મને પોતપોતના વિષયોથી હઠાવી લે છે અને સંયમી બને છે તેમ તારે પણ સંયમી બનવું પડશે.” ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો, તે ભગવાન શ્રીકૃષ્ણ હવે દશમાં શ્લોકમાં બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ‘સ્થિતપ્રજ્ઞ બનવું હોય, તો સંયમી બનવું પડશે. અને સંયમી બનવું એ ધારીએ તેટલું સહેલું નથી. સંયમી જીવ દમન છે. ઇન્દ્રિયો સંયમી તો બને છે પણ વિષય રસ છૂટતો નથી.’ એક સંત તે વિરક્ત, ત્યાગી હતા. પૈસાને અડકતા ન હતા. અને એકાંતમાં ભજન કરતા હતા એક સજ્જન ભાઇ સંતની સેવા કરતા, એકવાર એક ભાઇને કોઇ કામસર બહાર જવાનું થયું તેથી સંતને કહ્યું કે “મહારાજ, હું તો જઇ રહ્યો છું. તો સંતે કહ્યું – “ભાઇ, અમારી સેવા તમારે આધીન નથી. તમે સુખેથી જાઓ. એણે કહ્યું - “મહારાજ, પાછળથી કોઇ સેવા કરે કે ન કરે, સામે હું વીસ રૂપિયા દાટી જાઉં છું. કામ પડે તો કોઇને કહેજો. “બાપજી ના ના કરતા રહ્યા, પણ પેલો તો વીસ રૂપિયા દાટી જ ગયો. હવે એ તો ગયો. પાછળથી બાપજી માંદા પડ્યા અને મરી ગયા. મરીને ભૂત થયા! હવે ત્યાં રાતે કોઇ રહે તો એને ચામડીનો ખટખટ અવાજ સંભળાય. લોકો વિચારવા લાગ્યા કે વાત શી છે. જ્યારે પેલો ભાઇ આવ્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે ત્યાં રાતે ચાખડીનો અવાજ આવે છે. કોઇ ભૂત પ્રેત છે. પરંતુ કોઇને દુઃખ દેતું નથી. રાત્રે એ ત્યાં રહ્યો. એને ભારે દુઃખ થયું. એણે પ્રાર્થના 24 Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરી તો બાપજી જોવામાં આવ્યાં. અને એઓ કહેવા લાગ્યાં કે મરતી વેળા તારા રૂપિયાઓ તરફ મન ગયું. હવે તું એની ક્યાંક વ્યવસ્થા કરી દે તો હું છુટકારો પામું.’ એટલે વિષયો સંયમી રહે, પરંતુ વિષય રસ છૂટતો નથી, તેથી શ્રી આચાર્યચરણ ‘ભક્તિવર્ધની’ ગ્રંથમાં કહે છે. અહંતા મમતાથી વિષય વાસના ઉત્પન્ન થાય છે. સાચો સ્થિતપ્રજ્ઞ પુરુષ ગમે તે પરિસ્થિતિમાં વિષયને ભોગવવા નહીં ભોગવવા બાબતે સમદ્રષ્ટિ કેળવે છે. દૈહિક ક્રિયાઓ માટે વિષયને ભોગવે છે. ખરો, પરંતુ તેના ઉપર જરા પણ મમત્વ હોતું નથી. આવા ગૃહસ્થ ત્યાગીઓ ભક્તિને લાયક હૃદયવાળા હોય છે. ભગવાને ચાર ચીજોમાં ત્યાગ બતાવ્યાં છે. જે પ્રાપ્ત નથી. તેની કામના. જે પ્રાપ્ત છે તેમાં મમતા, ભરણ પોષણનાં, સ્પૃહા અને હું આવો છું એવી અહંતા જેને કારણે બીજાની સાથેની સરખામણીમાં પોતાની વિશેષતા દેખાય છે. ઘણા પુરુષ ધર્મપાલન માટે અહંતા મમતા કેળવે છે કે પણ તેને સાચા વૈરાગ્યથી અલિપ્ત કરે છે. શ્રીમદ્ ભગવતજીમાં રાજા ભરતનો પ્રસંગ છે. ચક્રવર્તી સમ્રાટ રાજા ભરતે સંન્યાસ લીધો. પરંતુ દયાભાવથી એક હરણીને બચાવવા જતાં તેના બચ્ચાની આસક્તિ વળગી, પરિણામે સંન્યાસી ઋષિ ભરતને બીજા બે જન્મ લેવા પડ્યા. આત્માને વાસનામય કારણ શરીરથી અલિપ્ત રાખવું હોય તો એક જ ઉપાય છે. ‘પરદ્રષ્ટવા’ પરમાત્માનું ધ્યાન. ધ્યાન એટલે મનની સ્થિરતા અને એકાગ્રતા, આસ્થિરતા અને એકાગ્રતા બોલવાથી આવતી નથી. પરંતુ મનને તે તરફ વાળવા ચોક્કસ હેતુ સાથેનો પ્રયત્ન કરવો જોઇએ. 22 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૩૭ શ્રી આચાર્યચરણે તો પોતાને શરણે આવેલા જીવોને અંધ પતનમાંથી બચાવવા, આજ્ઞા આપી છે કે ‘કૃષ્ણસેવા સદા કાર્યા’ શ્રીકૃષ્ણની સેવા સદા સર્વદા કરવી. સેવા એટલે પ્રભુમાં ચિત્તને પરોવવું, સંલગ્ન કરવું, એકાગ્ર કરવું, અને એ રીતે ભગવન્તમય બની જવું. ભગવત્પ્રય બની જવું. ભગવત્પ્રય બન્યા સિવાય અહંતા મમતા જતી નથી. જ્યાં સુધી અહંતા મમતા નહિં જાય ત્યાં સુધી. લંઘન થવાનાં છે. વિષયો છોડવાની જરૂર નથી. ઘર છોડવાની જરૂર નથી. કુટુંબ છોડવાની જરૂર નથી. પરંતુ આ બધા માંથી આશક્તિ છોડવાની છે. કર્મ કરો છતાં એમાંથી આસક્તિ છોડો. વિષયોમાંથી આસક્તિ છોડવા માત્ર મનનો સંકલ્પ નહીં. પરંતુ શ્રીઆચાર્યચરણે બતાવેલ માર્ગ મુજબ ‘કૃષ્ણસેવા સદા કર્યા’થી સતત ભગવાનમાં મજા રાખવાનું. આવુ પ્રભુપરાયણ મન માટે, મનને લૌકિક આસક્તિમાંથી મુક્ત કરવા માટે શ્રીઆચાર્યચરણ અહીં આજ્ઞા કરે છે કે ‘હું’ અહંતા મમતાને અંકુશમાં રાખવા ઇન્દ્રિયોનો નિગ્રહ જરૂરી છે. ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા શ્રીઆચાર્યચરણે સેવા કીર્તનનાં સાધનો બતાવ્યાં. જે અહંતા મમતાનો નાશ શક્ય નથી, તે અહંતા મમતા પ્રભુ સાથે સેવા અને કીર્તનના માધ્યમથી જોડી દઇને ભક્ત કહે ‘હે પ્રભુ! તમારો છું અને તમે મારા છો. ત્યારે તેની બધી ઇન્દ્રિયો આપો આપ પ્રભુ સાથે જોડાઇ પ્રભુમાં આશક્ત થાય છે.’ અર્થાત્ લૌકિક ભોગ અને લૌકિક ઉદ્વેગના નડતરો, બીજા શબ્દોમાં અહંતા મમતા, આપણી બુદ્ધિ અને આપણા પ્રયત્નોથી હટાવતા, સેવામાં તેમની રુકાવટ ન થાય તે માટે સજાગ રહેવું, આવી રીતે જે સેવામાં તત્પર બનીને રહે છે. ધીમે ધીમે શ્રીઠાકોરજીમાં પ્રેમ વધારે છે. અને એકચિત્ત બનીને સેવા કરે છે તેને કર્મયોગ સિદ્ધ થશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૩૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ આ અધ્યાયને અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે સમજાવે છે તે વાત શ્રીઆચાર્યચરણ સંન્યાસ નિર્ણયમાં બતાવે છે. વિહાય કામાન્યઃ સર્વાન્યમાંશ્ચરતિ નિઃ સ્પૃહ : નિર્મમો નિરહંકારઃ સ શાન્તિમધિગચ્છતિ // જે પુરુષ બધી જ કામનાઓનો ત્યાગ કરી મમતા રહિત, અહંકારરહિત અને સ્પૃહારહિત થઇને વિચરે છે તે ‘ૐ શાંતિને’ પ્રાપ્ત કરે છે. અહંતા મમતાના ત્યાગથી જ ‘કર્મયોગ’ સિદ્ધ થશે. આવા કર્મયોગ દ્વારા સિદ્ધિ પાસેના પુરુષનું નામ ‘સ્થિતપ્રજ્ઞ' છે. એનાં લક્ષણ બતાવતી વેળા આરંભમાં અને અંતમાં કામનાઓના ત્યાગની વાત કહી છે. અહંતા મમતાના ત્યાગ પછી “ચેતતંત્મવર્ણ સેવા’ ચિત્ત પ્રભુમાં પરોવાઇ’ રહેલું રહે છે. અધ્યાય : ૩ અર્જુનને યુદ્ધ નહીં કરવાનો વિષાદ પહેલેથી જ હતો. પહેલા અધ્યાયના એકત્રીસમા શ્લોકમાં અર્જુન કહે છે. યુદ્ધમાં પોતાના કુલને મારીને હું પોતાનું હિત નથી જોતો’ પછી પિસ્તાળીસમા શ્લોકમાં તેઓ કહે – “અહો! ખેદ કે અમે લોકો બુદ્ધિમાન હોવા છતાં પણ યુદ્ધ રૂપી મહાન પાપ કરવાને તૈયાર થઇ ગયા છીએ. આગળ બીજા અધ્યાયમાં પાંચમા શ્લોકમાં અર્જુન કહે છે હું ભિક્ષાનું અન્ન ખાવાનું શ્રેષ્ઠ સમજું છું. પણ યુદ્ધ કરવાનું નહીં અને નવમા શ્લોકમાં તો ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાની વિરુદ્ધ પોતાનો નિર્ણય જ સંભળાવી દે છે કે ‘હું યુદ્ધ નહીં કરું.’ - આમ અર્જુનના આગ્રહ અને દુરાગ્રહ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન! તું કોઇને મારતો નથી, કે તારા મારવાથી કોઇ મરતું નથી, આ ભૌતિક શરીરનાશ થવા માટે સર્જાયેલું છે તેનો નાશ થાય છે. જેમ શરીરમાં ધારણ કરેલ કપડાં ફાડી જાય છે. જૂના થઇ જાય છે ત્યારે તેને બદલવાની જરૂર પડે છે. તેમ શરીરમાં એક આત્માને શરીર બદલવાની જરૂર પડે છે. બીજા અધ્યાયમાં કર્મ અને જ્ઞાન વિષે ભગવાને કહેલી વાતો અર્જુન સમજી શક્યો નહીં. અર્જુનને ભગવાનનાં વચનો મિશ્ર જેવાં લાગવા લાગ્યાં એટલે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને પૂછે છે કે આ તમે શું કહો છો? તમે જ્ઞાનની સરસ વાતો કહો છો. બહુ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ४० ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઉત્તમ કક્ષાનું જ્ઞાન અને સ્થિતપ્રજ્ઞ સ્થિતિનું તમે વર્ણન કરો છો પણ મને તો તમે ભયંકર કામમાં જોડી રહ્યાં છો, તો આપનો અભિપ્રાય શું છે? મારા કલ્યાણ માટે ક્યું સાધન શ્રેષ્ઠ? વગેરે અર્જુનના મનમાં જાગેલા પ્રશ્નોના પ્રત્યુત્તર મેળવવા ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. જ્યાયસી ચેર્યાણરૂં મતા બુદ્ધિર્જનાર્દના. કલ્કિ કર્ણાતિ ધોરમાંનિયોસિ કેશવાલા, વ્યામિ શ્રેણેવ વાક્યન બુદ્ધિ મોઘસીવ મે | તદેડ વદનિશ્ચયયેન શ્રેયો કચાડનુયાગરા હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને અકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? તમે કહો છો કંઇ અને મારી પાસે કરવો છો કંઇ, તમે કેટલી સરસ વાત કહો છો કે સુખી થવું હોય તો જ્ઞાન જોઇએ. શાંતિ જોઇતી હોય તો સમજણપૂર્વકનું જ્ઞાન જોઇએ. એક બાજુ તમે મને જ્ઞાન આપો છો, તો બીજી બાજુ યુદ્ધ કરવાનું કહો છો. તો આપ કૃપા કરીને કહો કે જ્ઞાન અધિક કે કર્મ અધિક છે? બે માંથી શ્રેષ્ઠ શું? જ્ઞાની થવું સારું કે કર્મયોગી થવું સારું? ભગવાન કહે છે : હે નિષ્પાપ અર્જુન, કર્મ અને જ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. કર્મનો ત્યાગ કરીને કોઇ જ્ઞાની થઇ શકતું નથી. કર્મ કોઇને છોડતું નથી. પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રવૃતિઓ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઇને કર્મ કરવું જ પડે છે, કર્મ એ સજીવપણાનો સ્વભાવ છે. એટલે કર્મએ આત્માનો સ્વભાવ હોઇ આત્મા કર્મ માટે હંમેશા સક્રિય રહે છે. આ ન્યાયે આપણે કહી શકીએ કે કર્મ કર્યા સિવાય કોઇ રહી શકતો જ નથી, ચાહું નાનો હોય, કે મોટો ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોય, જ્ઞાની હોય કે સન્યાસી હોય, કર્મ કર્યા સિવાય કોઇ રહી શકતું નથી. જ્ઞાની બનવા માટે જ્ઞાન પ્રાપ્તીનું કર્મ તો કરવું જ પડે છે તે જ રીતે જ્ઞાનના માધ્યમ દ્વારા કર્મની યોગ્યતાનો વિવેક ચાલે છે. અર્થાતુ જ્ઞાનથી કર્મને સારા નરસાના ત્રાજવે તોલીને કર્મ કરવાનું હોય છે. એક ક્ષણ, એક મિનિટ પણ કોઇ કર્મ કર્યા વગર રહી શકતું નથી. આ ક્યુ કર્મ, માનસિક કર્મ, તમે આંખથી જુઓ. એ પણ એક કર્મ, કાનથી સાંભળો એ પણ એક કર્મ કરી રહ્યા છો. મોઢાંથી બોલવું એ પણ કર્મ છે. અર્થાત્ કર્મ સિવાય તો એક મિનિટ પણ રહી શકતું નથી, આથી કોઇ એમ કહેતું હોય કે હું કર્મ નથી કરતો, તો વાત જ ખોટી, જે મનુષ્ય ઇન્દ્રિયોની ક્રિયાને બળપૂર્વક રોકીને પણ પોતાનેનિષ્ક્રિય માને છે તે પોતાની જાતને છેતરે છે. આંખો બંધ કરી દેવાથી આંખના વિષયોનું ચિંતન અંદરથી ચાલુ જ રહે છે. તેવી રીતે બ્રહ્મચર્યવ્રત વાળાને રાત્રે સ્વપ્નમાં વિજાતીય પાત્રને હેરાન કરે છે ત્યારે સ્વપ્નમાં બળાત્કાર પણ કરી બેસે છે. આમ ઇન્દ્રિયોને ખરેખર સંયમમાં રાખવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઇન્દ્રિય તો તેનું કર્મ કર્યા કરે છે. પોતે સંયમી છે તે માનવું એને મિથ્યાચાર કહેવાય, આવા ખોટા મિથ્યાચારથી આત્માની ક્યારેક ઉર્ધ્વગતિ ન થાય. સ્વામી વિવેકાનંદ આ શ્લોકનો મર્મ સમજાવતા કહ્યું છે કે મોઢાની વાતોનો કોઈ અર્થ નથી, પોપટ પણ તેમ કરી શકે છે. આ આશક્તિરહિત કર્મો કરવાથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે.'ભગવાન શ્રીકૃષ્ણ ક્યારે પણ કર્મ ત્યાગની વાત કરતાં નથી, પરંતુ કર્મમાં રહેલ આશક્તિના ત્યાગની વાત કરે છે. કર્મયોગમાં કર્મ હંમેશાં લોકોના હિતને માટે જ હોય છે. અને યોગ પોતાને માટે હોય છે. 24 Page #25 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુન કર્મને પોતાને માટે માને છે, એટલા માટે તેને યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ ભયંકર લાગે છે. તેથી ભગવાન અર્જુનને આશક્તિ રાખ્યા વિના કર્મયોગી બનવાનો ઉપદેશ આપે છે. ગાંધીજી આ કર્મયોગને અનાસક્ત કર્મયોગ કહેતા, અહીં ભગવાન અર્જુનને બુદ્ધિના વિવેક દ્વારા અર્જુનને અનાસક્ત કર્મનું સ્વરૂપ સમજાવ્યું. કર્મયોગી આપણને કર્મ માટે જ કર્મ - આસક્તિરહિત કર્મ કોને મદદ કરાય છે અને શા માટે કરાય છે તેનો ખ્યાલ કર્યા સિવાયનું કર્મ કરવાનું શીખવે છે. કર્મયોગી કાર્ય કરે છે કારણ કે તેનો સ્વભાવ છે. આથી ભગવાન અર્જુનને અનાસક્ત ભાવથી યુદ્ધ કરવાનું કહે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે જીવનમાં અનાસક્તિ હોય તો વાસનાનો ત્યાગ થઇ શકે છે. હે અર્જુન! હું ક્યારેક એમ નથી કહેતો કે માણસે ઇન્દ્રિયોને નિયમિત કરવું અને સંયમ ન રાખવો. કર્મયોગની શરૂઆતમાં સંયમ જરૂરી છે. પ્રયત્ન વિના મનુષ્ય કશું જ પ્રાપ્ત કરતો નથી. આથી મનને સંયમ રાખવાનો મનુષ્ય પ્રયત્ન કરવો જોઇએ. આવા પ્રયત્નથી તે સંયમની દિશામાં આગળ વધી શકે છે. ત્યારે તેનું મન આસક્તિ સેવતું હોય કે વિષય વાસનાનું ચિંતન કરતું હોય એવું બને. તે સ્થિતિમાં તે દંડને પાત્ર નથી. જ્યા સુધી માણસ સાધકની સ્થિતિમાં છે. ત્યાં સુધી આવું બનશે. તેને દંભ ન કહેવાય. મનુષ્ય જ્યારે પોતાનું કલ્યાણ કરવાનો વિચાર હોય છે ત્યારે તે કર્મોને સાધનામાં વિદન સમજીને તેમનાથી પર થવા ઇચ્છે છે. પરંતુ કર્મોમાં કામભાવ હોવો, એ દોષિત છે. આથી ભગવાન કહે છે કે બહારથી ઇન્દ્રિયોનો સંયમ કરીને મનમાં વિષયોનું ચિંતન કરવાવાળા કરતાં આસક્તિ રહિત થઇને બીજાઓના હિત માટે કર્મ કરવાનો હોય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કૃષ્ણમૂર્તિએ પણ સાધકના સાધનાકાળ દરમ્યાન સ્વપૃથક્કરણ ઉપર ઘણો ભાર મુક્યો છે. જે તેમના શબ્દોમાં જોઇએ તો ‘સ્વપૃથક્કરણના આરંભમાં ભલે થોડી હતાશા આવે, પણ એની ખરી દિશા જાળવી રાખવામાં આવે તો એ જીવનમાં ઉત્સાહનાં નવાં પુર લાવી શકે તેમ છે. આપણી આ શક્તિનો ઉપયોગ થવો જોઇએ.' આથી ભગવાન કહે છે. સારા નરસાનો વિવેક કેળવો, રખે એમ માનતા કે કર્મનો ત્યાગ કરવાથી કર્મના પરિણામમાંથી મુક્તિ મળશે. પરંતુ અનાસક્ત ભાવથી પોતાને ફાળે આવેલ કર્મ કરવાથી સાચા જીવનનો આનંદ મળી શકશે. કર્મહિનતા એ કાયરતા છે. કર્મ વગરનો શરીરનિવહ પણ શક્ય નથી. દરેક આસક્તિરહિત કર્મ પવિત્ર છે. અને આવું કર્મ જ શ્રેષ્ઠતાની દિશા છે. આપણા હાથમાં આવેલા બધા જ કર્મો સારી રીતે કરવા જોઇએ અને એ રીતે આપણું બળ વધારતા જઇએ, આમ કરવાથી આપણે એક દિવસ એવી અવસ્થાએ પહોંચીએ કે જ્યારે જીવનમાં અને સમાજમાં જેની ખૂબ અભિલાષા સેવતા હોઇએ તેવાં માનદાયક કર્મો બજાવવાને આપણે હકદાર બનીએ. તમે જે કોઇ કર્મ કરતાં હોય ત્યારે તેના પરિણામ તરફ ન જોવો. જે કાર્ય કરો તે ઉપાસના તરીકે, શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો, અને એ સમય દરમિયાન તમારા સમગ્ર જીવનને એમાં ઓતપ્રોત રાખો. આવા ઓતપ્રોત અને આસક્તિરહિત બનીને કરવામાં આવેલ કર્મને ભગવાને યજ્ઞાચક કર્મો કહ્યાં છે. બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવાને માટે જે પણ કર્મો કરવાથી આસક્તિ બહુ જ શીઘ દૂર થઇ જાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ४४ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આશક્તિમાંથી અનાસક્તિ ભાવ કેળવવો એ માત્ર દેહ સાથે સંબંધ નથી, આસક્તિ ભાવ હું અને મારું, મારાથી ભાવના છુપાયેલી છે. અર્થાત્ “સ્વ” અને “સ્વ” સાથે સંબંધિત કર્મ એટલે આસક્તિ કર્મ બને, પરંતુ જો વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયતકર્મ કરવામાં આવે તે કર્મનો અનાશક્તિભાવ થયો. આવા કર્મ યજ્ઞાત્મક સ્વરૂપ ધારણ કરે છે. શ્રી આચાર્યચરણે શ્રીઠાકોરજીની સેવા માટે દેવકપુરને જળસેવાનું કામ સોંપવામાં આવેલું. વહેલી પરોઢે ઉડીને નિત્યકર્મથી પરવારીને બે મણની ગાઝારમાં જળ ભરીને કવાડમાં મુકીને ખભામાં નાખીને શ્રીઠાકોરજીની સેવામાં પહોંચાડે, વજનદાર ગાગરો ઊંચકી ઊંચકીને ખભા પર ચાંદુ પડી ગયું. દેવકપૂર સેવામાં એટલા ઓતપ્રોત થઇ ગયેલા એટલે સેવાની તમન્નામાં પીઠ પર પહેલા ચાંદાની પરવા જ ના કરી. ચાંદુ તો ધીમે ધીમે વકરતું ગયું. એમાં તો જીવાત પડી. થોડા દિવસમાં તો કીડાથીએ ખદબદવા લાગ્યું. એક દિવસ આવી સ્થિતિમાં તેઓ યમુનાજીમાં જળ ભરવા નીચા ગયા. જળ ભરવા જ્યાં નીશા વવ્યા ત્યાં. પહેલા ચાંદમાંથી ટપ કરતો એક કિડો નીચે પડ્યો, કિડાને જોતાં જ દેવા કપૂરનું કોમળ કાળજું કંપી ઉઠ્યું: “અરે...અરે...આ જીવ હમણાં મરી જશે, ના...ના, એને મરવા તો કેમ દેવાય? આ જીવ તો મારા રુધિરથી પોષાયો છે.' તરત જ તરફડી રહેલા એ કીડાને એક પાન ઉપર ઉઠાવી લીધો. આને ક્યાં મૂકવો? વિચારે ચડ્યા. ક્યાંક મૂકીશ એટલે ખોરાક વિના એ મરી જ જવાનો. માનવનું રુધિર અને માંસ જ એનો ખોરાક છે. મારા જીવતાં એને મરવા કેમ દેવાય? પારકા જીવને દુઃખી કરું તો મારી વૈષ્ણવતા લાજે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ વિચારી એ કીડાને પોતાના ચાંદાના ઘામાં જ મૂકી દીધો. આ જ રીતે દેવકપૂર જેવા બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવાને માટે જે પણ કર્મો કરવામાં આવે તે બધાં યથાર્થ કર્યો છે. ગીતાજીમાં વ્યક્તિ અને સમાજનો સમન્વય છે. ગીતાજી સમત્વવાદ, સમન્વયવાદનો ગ્રંથ છે. અર્થાત્ બધાને સાથે લઇને ચાલવું, જડતા નહિં અનાસક્તિ કર્મની જરૂરી છે. વ્યક્તિએ પોતાના માટે જીવવાનું નથી. સમાજના માટે જીવવાનું છે. વ્યક્તિએ સમષ્ટિ સાથે સમન્વય સાધવાનો છે. ધર્મની જડતા સાથે સાચા યજ્ઞરૂપી કર્મને કચડવાનો નથી. ધર્મનું મુખ્ય કાર્ય માનવ મનની વૃત્તિઓ બદલવાનું છે. એ જડ બન્યો. સંકુચિત બન્યો. સ્વાર્થી બન્યો. એટલે એનામાંથી ધર્મ ચલિત થયો કહેવાય. એક ગુરુ અને શિષ્ય નદી પાર કરતા હતા. ત્યાં એક યુવતી પણ એમની થઇ ગઇ. સંજોગાવશ તે લપસતાં, એ તણાવા માંડી. પરસ્ત્રી સ્પર્શ ન થાય એ નિયમાનુસાર, આ બધું જોવા છતાં, શિષ્ય આગળ ચાલ્યો. પણ એના ગુરુએ સાહસ કરીને બાઇને વહેણમાંથી ઉંચકી લીધી અને સામે કિનારે ઉંચા ખડક ઉપર મુકી. સદભાગ્યે એ બેભાન નહોતી થઇ એટલે થોડી વારમાં સ્વસ્થ થઇ, વૃદ્ધ સંન્યાસીને આભાર વંદન કરી પોતાને મારગે ચાલતી થઇ, ગુરુ શિષ્ય પોતાને પંથે પડ્યા. દસેક માઇલ ચાલીને રાત્રિનિવાસ માટે એક ગામને ગોંદરે પડાવ નાખ્યો, સ્વસ્થતાથી બેઠા પછી પણ શિષ્યને અંદરથી કંઇક અકળાતો જોઇ ગુરુએ પૂછયું – કંઈ ગરબડ છે?' ‘તમારી તો!' શિષ્ય હિંમતથી કહી દીધું. – ‘મને નથી ગમ્યો તમારો આ દુર્વ્યવહાર.” 26 Page #27 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ‘ક્યો દુર્વ્યવહાર? આખી દુનિયા જાણે છે. તમારી જાતને જ પૂછો – ‘સંન્યાસી હોવા છતાં સ્ત્રીને સ્પર્શ કર્યો, એટલું જ નહિ, એને ઉંચકીને નદી પાર કરી.' “ઓહો એમ વાત છે! દીકરા, હું તો તેને નદીને પેલે પારથી આ પાર લઇ ગયો એ તરત જ ભૂલી ગયો. પણ તું તો એને છેક અહીં સુધી ઉંચકી લાવ્યો છે એનું શું?” - ધર્મપાલનની જડતાથી ખરેખર શિષ્ય અધર્મ આચરી રહ્યો હતો. એટલું જ નહીં પોતાની જડતાના માપદંડથી બીજાનો ધર્મ માપે એ કેટલે અંશે ઉચિત કહેવાય. ગીતાજી આવા જડહિન. કર્મોને મહાયજ્ઞ કહે છે. આવું કર્મ ત્યારે જ સંભવે છે જ્યારે ધર્મને સાચી રીતે સમજ્યા હોઇએ, સમજ્યા વગરનું આચરણ એ ધર્મનો દંભ કહેવાય. પરસ્પરની સંભાવનામાં જ કલ્યાણ છે. “પરસ્પર ભાવયન્ત” એકબીજા પ્રત્યે સદ્ભાવ રાખતા શીખીશું તો માનવ માનવ વચ્ચે પ્રેમ, આત્મીયતા, સદ્ભાવ વધશે. ' અર્થાત્ કર્મયોગી મહાયજ્ઞ ત્યારે સિદ્ધ થાય કે મનુષ્ય પોતાના કર્તવ્યના પાલન અર્થે બીજાના અધિકારની રક્ષા કરે છે. જેમ કે માતા પિતાની સેવા કરવી એ પુત્રનું કર્તવ્ય છે અને માતા પિતાનો અધિકાર છે. જે બીજાનો અધિકાર છે તે આપણું કર્તવ્ય છે. બીજાનું શું કર્તવ્ય છે? તે જોવાનું નથી. બીજાનું કર્તવ્ય જોવાથી મનુષ્ય પોતે કર્તવ્યવિમુખ થાય છે. - યજ્ઞરૂપી કર્મમાં ક્યારે વિદન નથી આવતા. ઉલટું તમારા આ કર્મથી દેવો પણ પ્રસન્ન રહે છે પરંતું એ કર્મ ભગવાનને અર્પિત કરેલું હોવું જોઇએ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પિતૃચરણ શ્રી ગુસાંઇજીના સેવક કૃષ્ણભટ્ટની આ વાત છે. એક વખત શ્રી કૃષ્ણભટ્ટ શ્રીનાથજીના ભિતરીયા ભેગા નાહ્યા અને સર્વ સેવા કરવા લાગ્યા, પણ ચરણસ્પર્શ ન કર્યો. તેથી શ્રીનાથજીએ આજ્ઞા કરી. “કૃષ્ણભટ્ટ, ચરણસ્પર્શ કરો” ત્યારે કૃષ્ણભટ્ટે વિનંતી કરી. ‘લીલાના દર્શન થાય તો ચરણ સ્પર્શ કરું ત્યારે શ્રીનાથજીએ કહ્યું, - “લીલાના દર્શન દેહાંતમાં થશે.' સાંભળી કુષ્ણભટ્ટ ઉદાસ થયા. ત્યારે શ્રીગુસાંઈજીએ પૂછ્યું – કૃષ્ણભટ્ટ, ઉદાસ કેમ છો?” ત્યારે કૃષ્ણભટ્ટ કહ્યું શ્રીનાથજીએ ચરણસ્પર્શની આજ્ઞા કરી છે. પણ લીલાનાં દર્શનની ના કહે છે. ત્યારે શ્રી ગુસાંઈજીએ કહ્યું – “શ્રીનાથજી તો બાળક છે. તું શા માટે ઉદાસ થાય છે?” આટલું કહીને શ્રીગુસાંઈજીએ કૃષ્ણભટ્ટનો હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યાં અને શ્રીનાથજીની લીલાનાં દર્શન કરાવ્યાં. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ કે નિષ્કામ ભાવથી કરેલા કર્મથી ભગવાન બધુ જ આપે છે. એટલું જ નહિ ભગવાન રાજી રહે છે. કર્મનો ક્યારે સોદો ન કરવો જોઇએ. કર્મમાં વેપારીવૃત્તિ આજે એટલી બધી દેખાય છે. જેથી તો કર્મમાં મીઠાસ રહેતી નથી. આજે તો ફળની આશા પહેલા, અને પછી કર્મ. હે ભગવાન! મારું ફલાણું ઢકણું કામ પતશે તો હું પગે ચાલીને તારા દર્શને આવીશ. ૧૦ નાળિયેરના ચોરણ બંધાવીશ. વગેરે સ્વરૂપની બાંધા કરીએ છીએ. આ તો નરી છેતરપીંડી કહેવાય. આથી બાધા, આખડી એ સંપૂર્ણ અવૈજ્ઞાનિક અને બિન આધ્યાત્મિક છે. દેવાનું ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ | પરસ્પરું ભાવયન્તઃ શ્રેય: પરમવાપ્યસ્ય ય //. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યજ્ઞો દ્વારા પ્રસન્ન થઇને, દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યદય થશે. ભગવાન શ્રીકૃષ્ણ એક સાચા પર્યાવરણવાદી હતા. જીવ જગત માટે જરૂરી હવા, પાણી, પ્રકાશ વગેરે નિયમિત મળે તે માટે અન્ન, વાયુ, પાણી અને પૃથ્વી વગેરે માટે દેવોની નિમણુંક કરી. જેથી જીવને જરૂરી હવા, પ્રકાશ, જળ વગેરે જરૂરી તેમના દ્વારા મળે. આમ બધાં વરદાન આ દેવોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આથી તેમના વ્યવસ્થિત સદ્ધપયોગથી આ દેવો પ્રસન્ન થાય છે. આજે આપણે હવા, પાણી અને પૃથ્વીને એટલા બધા પ્રદુષિત કર્યા કે જેથી આ દેવો નારાજ થયા એટલે અતિગરમી, અન્નક્ષેત્રે ઘટતુ ઉત્પાદન, અનેક પ્રકારના નવીન રોગો વગેરેનો આ દેવોનો પ્રકોપ સહન કરવો પડે છે. એક ધનવાનને એકનો એક પુત્ર ખૂબ લાડકોડમાં ઉછર્યો હતો. આ ધનવાન આપુત્રને જે માંગે તે આપે. કશી વસ્તુનીના નાપાડે. તેથી આ પુત્ર એટલો બધો બગડી ગયો હતો, કેબિન જરૂરી પૈસા ખર્ચે, એટલે આ ધનવાનને ચિંતા થઇ. જો હું તેને નહિ રોકુ, તો એક દિવસ કુબેરભંડાર ખાલી કરી નાખશે. તેથી તેને સીધા રસ્તે લાવવા વિચાર કર્યો. - એકદિવસપુત્ર જ્યારે પૈસાની માંગણી કરી ત્યારે આ ધનવાન પિતાએ કહ્યું – “આ બધુ તારું, હું તને પૈસા જરૂર આપીશ, પણ એક શરત એક દિવસની કમાણી કરીને તારે મને આપવાની. પુત્રે આ શરત માન્ય રાખીને નીકળ્યો કમાણી કરવા માટે, કમાવા માટે કેટલા મણના પથ્થરા ઉંચક્યા, દૂર દૂરથી પાણી ભરી લાવ્યો, દૂર દૂર સુધી પાંચ મણની ગુણો ઉંચકી તે મૂકી ત્યારે માંડ સો રૂપિયા મળ્યા. તે લઇને તે પિતા પાસે ગયો અને કહ્યું “લો મારી કમાણીના આ પૈસા, ધનવાને પૈસા લઇને તરત જ કુવામાં ફેંકી દીધા, ત્યારે પુત્ર ગુસ્સામાં આવીને બોલ્યો ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૪૯ આખા દિવસની મારી કાળી મજૂરીના પૈસા આ રીતે નાંખી દેતા દુઃખ થતું નથી. ધનવાને કહ્યું – “બેટા, હું તને તે સમજાવવા આમ કર્યું. મે તેને એક દિવસની મજૂરીના પૈસા નાંખી દેતા દુઃખ થાય છે. ત્યારે તું તો મારી આખી જીંદગીની કમાણી આ રીતે વેડફી નાંખે છે તો તેનું મને દુઃખ ન થાય, ધન સંપત્તીનો સુવ્યવસ્થિત રીતે વાપરતા શીખીએ.” આપણા સત્કર્મોરૂપી યજ્ઞોથી કુદરતી પર્યાવરણ જાળવી રાખીએ તો આ દેવો જરૂર રાજી થાય છે. જેથી જગતનું કલ્યાણ થાય છે. તે ત્યારે જ સંભવે કે જ્યારે દેવો અને માનવો વચ્ચે સહકાર હોય. આપણે જોઇ ગયા કે નિષ્કામ કર્મ મનુષ્યને બંધન કર્તા બનતું નથી. તેથી વિશેષ તો સર્વ મનુષ્યનું લક્ષ્ય જે મુક્તિ, સ્વાધીનતાને નિઃસ્વાર્થ કાર્ય વડે પ્રાપ્ત કરવાનો યજ્ઞાત્મક કર્મનો ઉદ્દેશ છે. યજ્ઞાત્મક કર્મમાં નિઃસ્વાર્થ હોવાથી તે કદી પણ બંધનકર્તા બનતું નથી. યજ્ઞાત્મક કર્મમાં સમષ્ટિનું હિત હોય છે, જેમ કે ખેતરમાં ખેતી કરતા ખેડૂતને સારો પાક મેળવવા માટે અનેક જીવ જંતુની હિંસા કરવી પડે છે. પણ આ હિંસા માત્ર પોતાને માટે નહિં પણ સમગ્ર સમાજને માટે કરે છે. તેથી તેને આ હિંસાનું ફળ તેને બંધન કર્તા રહેતું નથી. તેવી જ રીતે યુદ્ધ મેદાનમાં સૈનિકને અનેક દુશ્મન સૈનિક મારવા પડે છે. આ હત્યાનું પાપ સૈનિકને લાગતું નથી. કારણ કે તેમાં સમષ્ટિનું હિત છે. - ભગવાન શ્રીકૃષ્ણના કર્મયોગને સમજવો હોય તો, તેની પાછળ રહેલ પ્રધાન લાગણીને સમજવી પડશે. ‘મૃત્યુ દ્વાર ખખડાવતું હોય, ત્યારે પણ કોઇ પ્રશ્ન પૂછ્યા વગર હરકોઇને સહાય કરવી એટલે કર્મયોગ, આ દૃષ્ટિએ સાચા કર્મયોગી સૈનિકો કહેવાય. ગમેતે સ્થિતિમાં તમે હો, નાના હો કે મોટા, જ્ઞાની હો કે અજ્ઞાની, સ્ત્રી કે પુરુષ પણ કર્મ કરવું જોઇએ. નિષ્કામ કર્મ કરવું એ ધર્મ છે. અનાસક્ત બનીને કર્મ કરવું એ ભક્તિ છે. સ્વહિત ને 22 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પ0 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ માટે કર્મ કરવું એ ભક્તિ નથી. પરંતું પરમાર્થ માટે કર્મ કરવું એ ભક્તિ છે. તમે કોઇને કરેલી મદદ માટે એમની પાસે કૃતજ્ઞતાની આશા ન રાખો. ઉલટું એમણે આપેલ તકે બદલ તમે એમના કૃતજ્ઞ બનો, અર્થાતુ, અહં કર્તા” હું કર્મ કરું છું તે ભૂલવાનું છે. જે રીતે આપણે હવા લઈએ છીએ. તેમ છતાં હવા લેવાનું કર્મ આપણે કરીએ તેની સહજ જાણ આપણે રહેતી નથી. એવી રીતે સહજ ભાવે બધા કર્મો કરવાના છે. આ સહજ કર્મ ત્યારે સંભવે કે અહં કર્તા'નો ભાવ ચાલ્યો જાય. તેને સ્થાને સર્વ હર્તા કર્તા ભગવાન પાસે છે. તેવી ભાવના ઉભી થાય, હું જે કંઈ કરી રહ્યો છું તે ભગવાનની શક્તિને લીધે કરી રહ્યો છું. ભગવાનની કૃપાને લીધે કરી રહ્યો છું. ભગવાનની ઇચ્છા વિના ઝાડનું પાન પણ ના હાલે, તો પછી હું કરનાર કોણ? કર્મયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ માટે પ્રાપ્ત સામગ્રી, સામર્થ્ય, સમય, બુદ્ધિ, સમજદારી એ જે કંઇ છે એ પ્રભુની પાસેથી પ્રાપ્ત થયેલ પ્રસાદી છે. એ પ્રાપ્ત પ્રસાદીનો સદુઉપયોગ કરવો એ મારું પણ કર્તવ્ય છે. એનો ક્યારે પણ, માત્ર મારા ઉપયોગ માટે નહિ કરું, જો હું આવું કરીશ તો પ્રભુનો ગુનેગાર બનીશ. પ્રભુની નજરે ચોર બનીશ. ઉપનિષદનો મંત્ર છે. તેન યકર્તન ભુજ્રિથા,’ તમને જે કાંઇ મળે છે એ દેવ આપે છે. તો દેવના અર્થો ત્યાગ કરો, અને પછી ભોગવે, જેટલુ મને મળ્યું એટલું સારું છે એમ નહિં, એમાં દેવનો ભાગ છે. આથી વિશ્વના દરેક ધર્મ શાસ્ત્રોએ પોતાની આવકનો અમુક હિસ્સો ધર્મ પાછળ વાપરવાની આજ્ઞા કરેલ છે. તમે જે કાંઇ કમાવો છો, જે કાંઇ પ્રાપ્ત કરો છો, ભૌતિક કે બીજી કોઇ પણ ચીજ એમાં દેવનો ભાગ છે જ. જો એટલુ સ્વીકારશો તો દેવતા તમારા ઉપર પ્રસન્ન રહેશે, તમે સુખી થશો. અને દેવ ભાગને નહિ સમજો તો ક્યારેક પરમાત્માનો કોપ ઉતરશે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરમાત્માનો કોપ એટલે અશાંતિ, આનંદ હિન જીવન, રોગ અને ઝઘડા રૂપે ઉતરશે. આથી આપણા પુષ્ટિ સંપ્રદાયમાં સર્વે કોઇ પરમાત્માને સમર્પણ કરીને વાપરવાનો સિદ્ધાંત છે. અહીં મહાત્મા ગાંધીનોસ્ટશીપ સિદ્ધાંત કામ કરે છે, આપણે આપણી સંપત્તિના માલિક નહીં, રખેવાળ અને ટ્રસ્ટી છે. જેને ભગવદ્ કાર્ય માટે વાપરવાનું આયોજન કરવાનું છે. આપના જીવનનિર્વાહ માટે જરૂરી સંપત્તિ પરમાત્મા પાસેથી માંગીને લેવાની છે. પરમાત્માની આ સંપત્તી પર પરમાત્માના બધા જ સંતાનોને સમાન હક છે. તે હક તેમને મળવો જોઇએ તો જ ઇશ્વર રાજી રહેશે. ગીતાજી આગળ એટલે સુધી કહે છે કે ઇશ્વર, દેવોને રાજી રાખવાનો યજ્ઞનિયત કર્મો ઉપર આધારિત છે જે રીતે બધા જીવો અન્ન ખાઇને પોષણ પામે છે. અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે. ગીતાજીએ કેટલું સચોટ ઉદાહરણ આપ્યું છે. આત્માનું પોષણ ધર્મ છે અને ધર્મ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મ વિશિષ્ટ પરિસ્થિતિને આધિન ઉત્પન્ન થાય છે. ‘કર્મની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા આપવી એ સાવ અશક્ય છે. તેમ છતાં કર્મ કરનારની દૃષ્ટિમાં કર્મનો આદર્શ હોય છે. જે કર્મથી આપણી ગતિ ઇશ્વર ભણી થાય તે કર્મ શુભ, એ આપણું સાચુ કર્મ, જે કર્મમાં આપણું પતન થાય તે કર્મ અશુભ, અને એ આપણું અકર્મ, વેદો કર્મનો વિવેક બતાવે છે. કર્મનો આદર્શ પ્રગટ કરે છે, કર્મ પાલનની વિધિ દર્શાવે છે. મનુષ્ય તે કર્મનું વિધિપૂર્વક પાલન કરે. વેદોએ બતાવેલ આદર્શકર્મોનું પાલન કરે તો એ કર્મ યજ્ઞ બને છે. અને યજ્ઞની વર્ષા થાય છે. વર્ષોથી અન્ન થાય છે. અન્નથી પ્રાણ થાય છે અને તે જ પ્રાણમાંથી 29 Page #30 -------------------------------------------------------------------------- ________________ પર ગીતા ભાવાર્થ ભાવાનુવાદ મનુષ્ય કર્તવ્યકર્મના પાલનથી યજ્ઞ કરે છે. આ રીતે સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે. આ રીતે સમગ્ર જીવસૃષ્ટિમાં વેદોની સર્વોપરિતા સાબિત થઇ, વેદોની આ સર્વોપરિતાનું કારણ કર્મની ઉત્પત્તિવેદો છે. એમ વેદો ઉત્પત્તિનું કારણ શ્રી નારાયણ છે કારણ કે વેદ નારાયણથી ઉત્પન્ન થયેલા છે. આમ સમગ્ર સૃષ્ટિચક્રને ચાલવાની જવાબદારી વેદોમાં નિયંત્રિત કર્યો પર આધારિત છે. તેથી દરેક મનુષ્યની ભૌતિક ફરજ થઇ પડે છે તે નિયત કર્મ કરવા જોઇએ. આથી જે મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો. તેને ફટકારવા ભગવાન કહે છે. હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ સૃષ્ટિચક્ર પ્રમાણે નથી ચાલતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં રમણ કરવાવાળો મનુષ્ય પાપમય જીવન વ્યતીત કરી સંસારમાં નિર્થક જીવે છે. આમ જગતના કલ્યાણ અર્થે દરેક મનુષ્ય પોતાના ભાગે આવેલ નિયત કર્મ કરવા જોઇએ, જેમ ખેડૂત દેવાદાર થઇને પોતાની ખેતી કરવાનું કર્મ છોડતો નથી, તેમ કોઇ પણ સંજોગોમાં મનુષ્ય પોતાનું કર્મ તો કરવાનું છે. રખે એમ માનતા કે તમે નિયત કર્મ નહિ કરો એટલે આ સૃષ્ટિચક્ર અટકી જશે. મારો પોતાનો અનુભવ એમ કહે છે. દરેક ક્ષેત્રમાં અનેક નિયત કર્મ હિન મનુષ્ય વચ્ચે એકાદ નિયતકર્મને ધર્મ સમજી કાર્ય કરવા વાળો મનુષ્ય ઇશ્વરે મૂક્યો છે. જે મનુષ્ય નિયત કર્મ કરીને નિવૃત થયેલ છે. તેને તે કર્મ કરવા માટે કોઇ લંઘન નથી. જેને સૈનિક તેની નિયત ઉંમરે નિવૃત થાય છે. એટલે કે લાડવાના નિયત કર્મમાંતી તેને મુક્તિ મળી છે. તેને આ નિયત કર્મ કરવા માટે હવે પછી કોઇ કર્તવ્ય રહેતુ નથી. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૩ લશ્કરના આ સૈનિકને માત્ર આ નિયતકર્મ માટે મુક્તિ મળી છે. પરંતુ તેને તેના કુટુંબ, સમાજ માટે તો બીજા નિયત થયેલ કર્મો કરવા પડશે. તેથી કર્મનાં ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઇએ. કારણ કે આસક્તિ રહિત થઇને કર્મ કરવાથી સુખ અને આનંદરૂપી પરમાત્માની પ્રાપ્તી થાય છે. આ જ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલ નિયત કરવાની જરૂર ન હોવા છતાં જન સમાજમાં આચરણનો દાખલો બેસાડવા માટે તેના નિયત કર્મો કરવા જોઇએ. જનક જેવા રાજાઓ આત્મ સાક્ષાત્કારી હોવાતી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પુરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધાં નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. શ્રીઆચાર્યચરણ અને પિતૃચરણશ્રીગુસાંઇજી ભગવદ્ સ્વરૂપ હોવા છતાં બ્રાહ્મણત્ત્વનાં બધા જ નિયત કર્મો કરતાં હતા. શ્રી આચાર્યચરણની ઇચ્છા ન હોવા છતાં ભગવદ્ ઇચ્છાથી (આજ્ઞાથી) સમાજમાં ગૃહાશ્રમનો દાખલો બેસાડવા માટે ગૃહાશ્રમનો સ્વીકાર કર્યો. આ નિયત કર્મ કરવામાંથી ખુદ ભગવાન પણ મુક્ત નથી. આ વાત સમજવા ભગવાન અર્જુનને કહે છે : હે પાર્થ! મારે ત્રણેય લોકમાં ન કોઇ કર્તવ્ય છે અને ન કોઇ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત છે. છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. મારે કર્મની કોઇ આશા કે તૃષ્ણા ન છતાં પણ તું જુએ છે હું તારો રથ ચલાવું છું શા માટે? આમાં કંઇ મારી ભાગીદારી છે કે તું વિજય પ્રાપ્ત કરે તો અમુક ટકા મારા? એવું કાંઇ નથી. છતાં હું આ તારો રથ ચલાવું છું. તારો સારથી બનીને બેઠો છું. આ કર્મ કરી રહ્યો છું. મારે આમાંથી શું મેળવવાનું છે કે હું આ લડાઇમાં ભાગીદાર બન્યો 30 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સારથી બનવું સહેલું નથી. કારણ કે સારથીએ સામેથી આવતા બાણોનો મુકાબલો કરવાનો હોય છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ભીષ્મ પિતાએ પરમાત્મા શ્રીકૃષ્ણને એટલાં બાણ માર્યા કે એમનું શરીર ચારણી જેવું કરી નાખ્યું. પ્રભુએ આટલાં બાણ સહન કર્યા, કોના માટે. જગતના હિત માટે માટે નિષ્કામ કર્મ કરવું એ ઉપદેશ આપવા માટે છે. આજે સમાજમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર, ચોરી લૂંટફાટ, આતંકવાદ ફેલાવ્યો છે. તેની વાતો માત્ર કહેવાતા બુદ્ધિજીવીઓ કરે છે પરંતું તેની સામે મુકાબલો કરવા કોઈ તૈયાર નથી. આ બુદ્ધિ જીવીઓ રાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર બનીને રાષ્ટ્રની ધરા સંભાળે તો રાષ્ટ્રનું ચિત્ર કાંઇ જુદુ થાય. - કેટલાંક સજ્જનો આવુ પોતાનું નિયત કર્મ સંભાળશે ખરા, પરંતું સમાજમાંથી આવતા આરોપો, પ્રતિઆરોપોથી ડરી જઇને પીછેહટ કરે છે. પોતાનું કર્મ છોડી દે છે. તે અર્જુન જેવી દશા પ્રાપ્ત કરે છે. આથી આવા નિયત લાભમાંથી વંચિત રાખવા માટે તે નિમિત્ત બને છે. અને અકર્મના ફલની પ્રાપ્ત કરે છે. આવી પરિસ્થિતિમાં કર્મશીલ મનુષ્ય અન્યની સહાય મદદથી પોતાનું નિયત કર્મ ચાલુ રાખવું જોઇએ. અને સુસંસ્કૃત સમાજે આવા કર્મશીલ મનુષ્યએ મનને વિચલિત કરવાં જોઇએ નહીં. ઉલટું તેમને સમસ્ત કર્મોને સારી રીતે કરતા રહીને તેઓની પાસે પણ તેવી જ રીતે કરાવવા, અર્થાત્ તેમને કર્મમાં વ્યસ્ત રહેવાની પ્રેરણા આપવી જોઇએ. આવા સજ્જનો કર્મ તો કરે છે પરંતું તેનામાં “હું” પણાનો અહંકાર આવે છે. તેઓ એમ સમજે છે કે સમગ્ર કાર્યોનો કર્તા હું છું. મારા વિના શૂન્ય અવકાશ થશે. પરંતુ આવા મનુષ્ય સમજતા નથી કે ગુણ અને કર્મ અર્થાત્ પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૫ અમુક પરિસ્થિતિ, સંજોગોમાં ક્રિયાઓનો આરંભ અને સમામિ નિયત થયેલ છે. તેને નિયત બનાવવાનું કાર્ય પ્રભુ કરે છે. કોઇના હાથે ક્યું કામ કરાવવું એ પ્રભુને આધીન છે. માટે હે અર્જુન! તારાં સર્વ કર્મો મને સમર્પિત કરીને, કોઇ પણ પ્રકારનાં લાભની ઇચ્છા વિના, કર્તાપણાનો દાવો કર્યા વિના આળસ રહિત થઇને તું યુદ્ધ કર. ભગવાને “મયિ સર્વાણી કર્માણિ સંન્યસ્ય’ પદ વડે સઘળા કર્મોને અર્પણ કરવાની વાત એટલા માટે કહી છે કે મનુષ્ય શરીર ઇન્દ્રિયો, મન બુદ્ધિ, પ્રાણ પોતાના માગી લીધા છે અને તેમનાથી થતી સઘળી ક્રિયાઓ પણ પોતાની માને છે. મનુષ્યનો આ ભ્રમ છે. આ શરીર તેનું નથી, તેથી શરીર દ્વારા ઉત્પન્ન બધા કર્મો પર તેમનો અધિકાર નથી. ‘હું કરું છું તેવો દાવો કર્યા સિવાય પ્રભુને અર્પણ કરીને કર્મ કરવા જોઇએ. શ્રીઆચાર્યચરણના અત્યંત પ્રીતિપાત્ર સેવક શ્રી કુંભનદાસજીની આ વાત છે. શ્રી આચાર્યચરણની આજ્ઞાથી તેઓ શ્રીનાથજીની કીર્તનસેવા કરતા હતા, શ્રીનાથજીનાં શૃંગાર સંબંધી પદોની રચનામાં એમને ખૂબ જ અભિરુચી હતી. તેમના પદોમાં ભાવસમૃદ્ધને કારણે તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. આથી મોટા મોટા મહાત્મા તેમજ રસિક મહાનુભાવો અને રાજામહારાજાઓ પણ એમના સત્સંગની અપેક્ષા રાખતા. તેમ છતાં તેઓએ કદી પણ પોતાની ભક્તિને સાંસારિક કાર્યમાં જોડી નથી. શ્રીનાથજી સિવાય બીજાનાં પદ રચ્યા નથી. એકવખત રાજા માનસિંહે તેમનું કીર્તન સાંભળ્યું. ત્યારે તેમને કુંભનદાસની મુક્તકંઠે પ્રસંશા કરતા કહ્યું – “વાહ ભક્તરાજ! આપ તો 31 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ખૂબ મધુર રીતે કીર્તન ગાઓ છો, શું બીજુ એક કીર્તન સંભળાવવાની કૃપા કરશો?' ત્યારે કુંભનદાસે જવાબ આપ્યો : “ક્ષમા કરજો, મહારાજ! અહીં મારા સ્વામી રસિક શિરોમણિ નંદનંદની પ્રસન્નતા માટે કીર્તન ગાઉં છું. આપની પ્રસન્નતા માટે નથી ગાતો, હવે તો સાક્ષાત રાસવિહારી શ્યામ સુંદર આજ્ઞા કરે તો જ બીજું પદ ગવાય.’ અકબર બાદશાહે પણ એમનાં પદો સાંભળતા આકર્ષાઇ પોતાના ફતેહપુર સિક્રિના મુકામે બોલાવ્યા, ભગવદ્ભક્તિમાં ગ્રસ્ત કુંભનદાસને આ ન ગમ્યુ છતાં બાદશાહ હોવાને નાતે જવું પડ્યું. બાદશાહે પદ ગાવા કહેતા એમણે ગાયું કે ભક્તનકો કહા સિકરીસોં કામ? આવત જાવત પહૈર્યાં ટુટી, બિસરી ગયો હરિનામ । જાકો મુખ દેખત દુ:ખ ઉપજે તાકો કરનો પરયો પ્રણામ । કુંભનદાસ લાલ ગિરિધર બિનુ રાહ સબ જૂકો ધામ | ‘ભક્તને સિક્રીનું શું કામ? જ્યાં આવતાં જતાં પશ તૂટે દુઃખે અને હરિનામ ભૂલાય, વળી જેનું મુખ જોતાં દુઃખ થાય તેવાઓને પ્રણામ કરવા પડ્યા. ખરેખર હું તો એટલું જ કહું છું કે પ્રભુ વિના બધા જ નકામા છે.’ આમ સાચા કર્મશીલને કીર્તિ, ધન દોલતની અપેક્ષા હોતી નથી. એટલું જ નહિં તેમને પ્રભુસિવાય બીજા કોઇની બીક પણ લાગતી નથી. તેમને પોતાના કર્મ પ્રભુને અર્પણ કરેલ હોવાથી અહંકાર પણ હોતો નથી. શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભાવપૂર્ણ કરેલ દરેક કર્મને જો પ્રભુને અર્પણ કરવામાં આવે તો તે જીવને બંધન કર્તા નથી. 32 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૭ સર્વસ્વ ભગવદર્પણ કર્યા બાદ લાભહાનિ, માન અપમાન, સુખદુઃખ વગેરે જે કંઇ આવે તેને પણ ભક્ત ભગવાનનાં જ માને અને તેમની સાથે પોતાનું કોઇ પ્રયોજન ન રાખે, કર્તવ્ય માત્ર પ્રાપ્ત પરિસ્થિતિને અનુરૂપ હોય છે, પરિસ્થિતિને અનુરૂપ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતાં રહેવું. જે ભગવદ્ આજ્ઞા છે. ‘મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ’ પદથી ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તમને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા દઇ રહ્યો છું. આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તમારે મુક્ત થવામાં કોઇ સંદેહ નથી. પરંતું જેમને આ પ્રકારની આજ્ઞા નથી. પરંતુ તેઓ મારો મત સ્વીકારીને કર્મ કરશે, તેઓને પણ મુક્તિ મળશે. પોતાના અંતર આત્માના અવાજ પ્રમાણે દરેક મનુષ્યે પોતાનું કર્મ કરવું જોઇએ. અર્થાત્ તેમાં કોઇ જડતા કે અનુકરણ ન હોવું જોઇએ. જડ અને અનુકરણીય યુક્ત કર્મ હાસ્યસ્પદ બને છે. કર્મમાં સારા નરસાનો વિવેક આવકાર્ય છે. ઘણા માણસો કર્મ કરવાની પાછળ એટલા જડ થઇ જાય છે. પોતાનો વિવેક વિચાર છોડી દે છે. શ્રી ગુસાંઇજીના સેવક નિષ્કંચન ગરીબ ડોસી રોજ ભાવથી ઠાકોરજીની સેવા કરે. તેમના ઘરમાં ચમચો પણ નહોતો તેથી સામગ્રી ઠંડી કરવા દાતણનો ઉપયોગ કરતાં હતા, એક દિવસ આ ડોસીના ગામમાં શ્રી ગુંસાઇજી પધાર્યા, તેથી તેમનો શ્રી ગુસાંઇજીના દર્શન કરવાની ઉતાવળ હોવાથી શ્રીઠાકોરજીને ગરમ સામગ્રી ભોગમાં ધરી અને ચમચાને બદલે દાતણ ધરી વિનંતી કરી કે આપ આ સામગ્રી દાતણથી ઠંડી કરીને આરોગજો. હું શ્રી ગુસાંઇજીના દર્શન કરીને આવું છું. શ્રી ઠાકોરજીની આજ્ઞા લઇને દર્શન કરવા ગયાં. શ્રી ગુંસાંઇજી દર્શન કરીને પાછા ફરતી વખતે બે ચાર વૈષ્ણવ પણ તેમની સાથે હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ડોસીએ આ વૈષ્ણવને દર્શન કરાવ્યા. આ વૈષ્ણવોએ જોયું કે તાસમાં દાતણ ધરેલ છે. આ વૈષ્ણવોએ ઘેર જઇને કોઇએ એક, કોઇએ છે, કોઇએ પાંચ એમ પોતાની મરજી પ્રમાણે ધર્યા. આ પ્રમાણે આખા ગામમાં થવા લાગ્યું. જ્યારે ગુસાંઇજી ફરી આ ગામમાં પધાર્યા તેમણે આજાણ્યું, તેમણે તપાસ કરતા માલૂમ પડ્યું કે ડોસી દાતણ ધરાવતાં હતાં તે જોઇને બીજાઓએ અનુકરણ કર્યું તેથી શ્રી ગુસાંઈજીએ આજ્ઞા કરી : ‘ડોસીએ જે કર્યું એ ભાવપૂર્વક કરેલ છે. તમારે એ પ્રમાણે કેમ કરવું પડ્યું? સેવામાં સાધનની જરૂર છે. એ વાત સાચી,પરંતું ભાવયુક્ત સાધનની જરૂર છે. દરેક ક્રિયા અને સાધન પાછળનો ભાવ સમજવાની જરૂર છે. આ ડોસીએ ચમચાના ભાવથી દાતણ ધર્યું. તમારે તે કરવાની જરૂર ન હતી.' આ સાંભળી વૈષ્ણવે છોભીલાં પડી ગયાં, સૌએ શ્રી ગુસાંઇજીની માફી માંગી અને કહ્યું, મહારાજ આજ પછી અમે દેખાદેખી નહીં કરીએ. કોઇ વાતમાં સમજણ નહીં પડે તો અમે પૂછીશું. પણ વગર સમજે કશું કરીશું નહીં. કર્મની પાછળ રહેલ નિષ્કામ અને પરમાર્થને સમજી કર્મ કરવામાં આવે તો તે કર્મ ફળદાયી રહે છે. ભગવાન આગળ એટલે સુધી કહે છે કે નિષ્કામ અને પરમાર્થક માર્ગમાં જો વ્યક્તિને પોતાનો સ્વભાવ વચ્ચે આવે તો તેને પણ વશ નહિ થવું જોઇએ. આપણને સવાલ થાય કે પ્રકૃતિ સ્વભાવને વશ ન થઇએ, તો શું કરીએ? તેનો ઉપાય શું? આનો ઉપાય શ્રી આચાર્યચરણે વિવેકર્યાશ્રય’ અને ‘નવરત્ન ગ્રંથ' બનાવ્યો છે. શ્રી આચાર્યચરણ મતે કર્મ અનુસાર પોતાની પ્રકૃતિ બનાવવા માટે વિવેક, ધૈર્ય અને આશ્રયને પાયાની જરૂરિયાત ગણવી જોઇએ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૯ વિવેક એટલે કર્મને અનુરૂપ દેઢ વિચારસરણી તૈયાર કરવી. અને આવી વિચારસરણી ઘટવા માટે શ્રી આચાર્યચરણે નવ પ્રકારના વિવેક બતાવ્યા છે. (૧) દરેક કર્મનો કર્તા શ્રી હરિ છે. અહીં કર્તાનો અહંમ ભાવ છોડવો. દરેક કર્મની સફળતાનો આધાર શ્રી હરિ ઇચ્છા છે. તેથી ફલની આશા રાખ્યા વિના કર્મ કરવું. અહીં નિષ્કામભાવે કર્મ કરવાની વાત છે. (૩) કર્મમાં નિષ્કામભાવ આવે ત્યારે સફળ થશે કે જ્યારે કર્મ પાછળ રહેલ ધર્મ ફરજને સમજ્યા હોઇએ. અહીં કર્મ પ્રત્યે સભાનતા કેળવવાની વાત છે. જો કર્મનો કર્તા શ્રી હરિ હોય તો તે કર્મમાંથી પ્રાપ્ત સુખ, દુઃખ શ્રી હરિના છે. એટલે સુખ અને દુઃખમાં સ્થિતપ્રજ્ઞ રહેવું. કર્મ કર્તા પ્રભુને આધીન છે. માટે કર્મ કર્તાએ દીનતા રાખવી. કર્મ કર્તા પોતાને કર્મ માટે નિમિત્ત કે સાધન માને. શ્રી હરિ સર્વત્ર સર્વદા છે તેમ જાણી કર્મમાં તટસ્થતા રાખવી. અસામાન્ય પરિસ્થિતિમાં ખોટો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો. અહીં પોતાની શક્તિ સામર્થ્યને ઓળખીને કર્મ કરવાની વાત છે. પોતાના શક્તિ સામર્થ્યની બહાર કર્મ કરવાનો હઠાગ્રહ કે દુરાગ્રહ છોડવો. કર્મ કરતી વખતે લૌકિક મનોસ્થિતિ ભય, લોભ, લાલચ વગેરે વચ્ચે ન લાવવા. (૯) ધર્મ અધર્મનો વિચાર કરીને દરેક કાર્ય કરવું. 33 Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કોઇપણ પ્રવૃત્તિ કરતાં પહેલા તેના પરિણામનો વિચાર કરવો. ઉતાવળમાં કે આવેશમાં આવી જઇને લક્ષહીન કોઇ પ્રવૃત્તિ કદી પણ ન કરવી. તે પ્રવૃત્તિ કરવા માટે જે આચરણ કરવું પડે, જે વાણીનો ઉપયોગ કરવો પડે, જે વ્યવહાર કરવો પડે તે સર્વનો ધર્મ અધર્મની દૃષ્ટિએ વિચાર કરવો પડે છે. ઘણીવાર જીવનમાં પ્રલોભનો આવે ત્યારે મનુષ્ય સ્વાર્થ માટે ધર્મ છોડી, અધર્મ કરવા તત્પર બને છે. ત્યારે મનુષ્ય એ સતત ધ્યાન રાખવું જોઇએ કે તેમ કરતાં ધર્મતો ખંડિત થતો નથી ને? આપણે અધર્મનો ભોગ બનતા નથી ને? કર્મ કરતી વખતે સર્વ સુખ અને દુઃખમાં ધૈર્ય રાખવું. કુટુંબીજનો, મિત્રો, સમાન લોકો, નોકરો વગેરેથી આપણા પર વાણી વગેરે જે આક્રમણ થાય ત્યારે ધીરજ રાખવી. ભગવાન શ્રીકૃષ્ણ શિશુપાલની સો ગાળો સુધી પૈર્ય રાખ્યું હતું. તેવું બૈર્ય દરેક મનુષ્ય રાખવું જોઇએ. આશ્રય એટલે પ્રભુમાં દેઢતા, દરેક કર્મ કરતી વખતે પ્રભુમાં દઢ વિશ્વાસ જરૂરી છે. આમ શ્રી આચાર્યચરણ “વિવેકબૈર્યશ્રય” ગ્રંથમાં કર્મને અનુરૂપ સ્વભાવ ઘટવા માટે સતત સાવધાન રહેવાની વાત કહી છે. જો પૂરેપૂરી જાગરૂક્તા આવે તો સ્વભાવ ધીમે ધીમે કર્મ અને ભક્તિને અનુરૂપ બને છે. કર્મમાં ધર્મ અને અધર્મનો વિચાર કરીએ ત્યારે પોતાના ધર્મમાં દઢ વિશ્વાસ હોવો જોઇએ, કે હું જે છું એ બરાબર છું. ઇશ્વરે મને જે સ્થિતિ આપી છે તે મારા સુખ માટે છે. એનું નામ સ્વધર્મ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આથી આ અધ્યાયના ૩૫માં શ્લોકમાં ભગવાન કહે છે. શ્રેયાન્વધર્મો વિગુણઃ પરધર્માસ્વનુષ્ઠિતાત | સ્વધર્મે નિધનું શ્રેય: પરધમાં ભયાવહઃ || સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મ કરતાં ગુણોની ઉણપવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવાનું પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભય દેવાવાળો છે. મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલાં કર્મો કરવા કરતાં પોતાને માટે નિયત થયેલા કર્તવ્ય કર્મો કરવાં જોઇએ. લૌકિક દૃષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો, મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે પ્રકૃતિ સ્વભાવના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલાં કર્મો હોય છે. જ્યારે આધ્યાત્મિક કર્મો ભગવદ્ સેવા અર્થે સ્વગુરુએ આપેલ આજ્ઞા પ્રમાણે હોય છે. કર્મ ભૌતિક હોય કે આધ્યાત્મિક, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત થયેલાં કર્તવ્ય કર્મનું અનુકરણ ન કરતાં મૃત્યુ સુધી પોતાને માટે નિયત થયેલા કર્મોને જ વળગી રહેવું જોઇએ. દાખલા તરીકે કોઇ મનુષ્ય પોતાની બૌદ્ધિક ક્ષમતા અનુસાર એજીનિયર થયો. એટલે એજીનીયરીંગ ક્ષેત્રે કર્મ કરવું એ તેનો ધર્મ થયો. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે આ ક્ષેત્રમાં તેને પૂરી તકો ન મળે, ત્યારે તેનો એજીનીયરીંગ વ્યવસાય છોડીને ડૉક્ટરનું દવાખાનું ખોલે ત્યારે અજ્ઞાની દર્દીઓ માટે તે કેટલું ખતરનાક ભયાવહ બની શકે છે તે વિચારી શકાય છે. આથી ગીતા કહે છે કે પોતાના ધર્મમાં જ પરમ કલ્યાણ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થઇ જાય તો પણ કલ્યાણ છે. કોઇ પણ પરિસ્થિતિમાં સ્વધર્મ છોડીને પરધર્મનું આચરણ ન કરવું. આ દૃષ્ટિએ અધ્યાત્મિક ક્ષેત્રમાં આપણા પુષ્ટિ સંપ્રદાયમાં સ્વધર્મમાં દેઢતા કેળવવા માટે અનન્ય અને અન્યાશ્રયના ત્યાગ નો 34 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સિદ્ધાંત છે. અહીં એકને વળગી રહેવાની વાત છે. એક મત હોય, એનું શ્રેય છે. ઝાઝા મત નિભાવવામાં કોઇનું શ્રેય થતું નથી. ઘણા મનુષ્ય સ્વધર્મ પ્રમાણે જીવન જીવવાની ઇચ્છા ધરાવતા હોવા છતાં સ્વધર્મમાં પ્રવૃત રહેવાતું નથી. તેવી મુંઝવણ સતત રહેતી હોય છે. આની પાછળ ક્યું પરિબળ કામ કરે છે? તેને સમજવા અર્જુન ભગવાનને પૂછે છે કે હે વાણ્ય! મનુષ્યની ઇચ્છા ન હોવા છતાં કોની પ્રેરણાથી પાપનું આચરણ કરે છે? તેને કોણ જબરજસ્તીથી પાપ કર્મ તરફ દોરી જાય છે? - અર્જુનની જેમ દુર્યોધનને પણ આવી મુંઝવણ હતી તેથી તેને કહ્યું છે કે નમામિ ધર્મ નચમે પ્રવૃતિર્મનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિ કેમાષિદેવેન હદિ સ્થિતનયદ્યાનિયુકોડસ્મિતથા કરોમિil (ગર્ગસંહિતા, વશ્વમેઘ ૩૬) ‘હું ધર્મને સારી રીતે જાણું છું તેમ છતાં તેમાં મારી પ્રવૃત્તિ નથી થતી અને અધર્મને પણ સારી રીતે જાણું છું. તેમ છતાં તેમાંથી મારી નિવૃત્તિ નથી થતી. મારા હૃદયમાં રહેલો કોઇ દેવ છે જે મારી પાસે જેવું કરાવડાવે, તેવું જ હું કરું છું!” અર્જુન, દુર્યોધન અને આપણા સૌની આ મૂંઝવણને દૂર કરવા ભગવાન જવાબ આપે છે : હે અર્જુન, આ તત્ત્વ બીજુ કોઇ નહિ, પણ રજોગુણાથી ઉત્પન્ન થયેલ “કામ” જ છે, જે પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી, મહાપાપી શત્રુ છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૬૩ કામ એષ ક્રોધ એષ” કામથી ક્રોધ થાય છે કામ એટલે મનગમતું પૂર્ણ કરવાની ઇચ્છા, ઉત્પત્તિ વિચારશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા, સંયોગજન્ય સુખની ઇચ્છા સુખની આસક્તિ, અર્થાત્ કામ એટલે ઇચ્છા. કામ પૂર્ણ થતા ફરી એ જ કામ ઉત્પન્ન થાય છે. જે કામ લોભ કહેવાય. કામનામાં વિદન પહોંચતા ક્રોધ ઉત્પન્ન થાય છે. જો વિદન પહોંચાડવાવાળો પોતાનાથી અધિક બળવાન હોય તો ક્રોધની સાથે ભય ઉત્પન્ન થાય છે. કામ અને ક્રોધ આપણા મહાન શત્રુ છે. રાગમાંથી કામ જન્મે છે. ‘ષમાંથી ક્રોધ જન્મે છે. આપણને જે ગમે છે. તેમાં રાગ જાગે છે. જે નથી ગમતું તેમાં દ્વેષ જન્મે છે. જે ગમે છે તેને પામવા મથીએ છીએ, જે નથી ગમતું તેનો તિરસ્કાર કરવા, તેને તરછોડવા મથીએ છીએ. આ બંન્ને પ્રવૃત્તિઓ માણસનાં મન શરીર અને બુદ્ધિને બળજબરીથી તેમની તરફ લઇ જાય છે. રાગરૂપી વાસના અનેક સ્વરૂપે માણસને ઘસડી જાય છે. અને પોતાના આવરણ નીચે ઢાંકી દે છે. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઇ જાય, મેલથી કાચ ઢંકાઇ જાય, તેમ આ જીવાત્મા કામથી ઢંકાઇ જાય છે. હે અર્જુન મન, બુદ્ધિ અને ઇન્દ્રિય એ કામનાં નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ, જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. અને તેને મોહિત કરે છે. હે અર્જુન! આમ કામ અને ક્રોધ રજોગુણી છે. તેથી તું એ બંન્નેથી મુક્ત બનીને કર્મ કર. કોઇના માટે રાગયુક્ત, કોઇના માટે દ્વેષયુક્ત ન બનવું જોઇએ. રાગદ્વેષથી પર રહીને કર્મ કરવું જોઇએ. આજે આપણી પ્રવૃત્તિઓ રાગ દ્વેષથી એટલી બધી ભરેલી છે કે તે બે વચ્ચે ભેદ પારખવો અશક્ય બને છે. રાગથી આપણે જેને આપણા માનેલા છે તેને આપણે જિતાડવા પ્રયત્ન કરીએ છીએ, આપણી 35 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઇચ્છાઓ પૂર્ણ કરવામાં સહકાર આપે, એ આપણા સ્વજનો, મિત્રો છે એમ આપણે માનીએ છીએ. અને જે આપણી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં વિઘ્નરૂપ છે તેના તરફ આપણે દ્વેષ જન્મે છે. - રાગ દ્વેષથી પર રહીને કરવામાં આવેલ કર્મ ધર્મ બને છે જે મનને શાંતિ આપે છે. હે અર્જુન! મનની સાચી શાંતિને હરનારા, રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર ઇન્દ્રિનો તું નિગ્રહ કર, એ ઇન્દ્રિયોને સત્કર્મ કે પ્રભુ તરફ વાળ. | હે માણસ! તું તારી જાતને ઓળખ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયના પરસ્પર સંબંધને ઓળખ, તેની ઉપયોગીતાને સમજ, તું ખરેખર કોણ છે? શું, તું શરીર છે, બુદ્ધિ છે. મન છે કે ઇન્દ્રિયો છે? એનું ચિંતન કરતાં તને ઉત્તર મળશે. છે કે વાસ્તવમાં તું શરીર નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી, તું તો આત્મા છે. સ્વભાવ તેના વિષયોને સેવે છે, માટે સ્વભાવને દૂર કર. જો સ્વભાવને એકદમ સુધારી ન શકાય. તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સહેતુક નિયમમાં રાખીને તે સૌને તું પ્રભુ સાથે જોડી દે. આથી આપણા સંપ્રદાયમાં પતિત થયેલ જીવોને તેમને ઇન્દ્રિય રમણથી મુક્ત કરવા “બ્રહ્મસંબંધ’ આપી, તેમની વૃત્તિઓને ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. ભગવાન કૃપાથી કામરૂપી શત્રુને જીતી શકાય છે. તેને માટે થોડા શૂરવીર થવાની જરૂર છે. જે માણસ હતાશ છે. જેનામાં આત્મબળનો અભાવ છે. તે શું કરી શકવાનો છે. “હિંમતે મર્દા તો મદદે ખુદા’ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે નૈતિક હિંમત જોઇએ. હતાશાથી મનુષ્ય ભૌતિક શારિરીક રીતે દુઃખી થાય છે. તમારામાં આત્મબળ હશે તો જગતની કોઇ તાકાત કે દુઃખ તમને ડગાવી નહિ શકે. સ્વામી વિવેકાનંદ આ બાબત ઉપર ભાર મુકતા કહ્યું છે : “જગતયંત્રના ચક્રથી ડરીને નાસી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૬૫ નજાઓ, પણ અંદર જ ઊભા રહો અને કાર્યનું રહસ્ય જાણો. અંદર રહી યોગ્ય કાર્ય કરવાથી, બહાર આવવાનું શક્ય પણ બને. આ યંત્રમાંથી બહાર આવવાનો એ જ માર્ગ છે.' મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી પર રહીને એક માત્ર તારામાં રહેલ શક્તિ, સાર્મથ્યને ઓળખીને કર્મની પ્રવૃત્તિમાં જોડાય, જેથી આપણી જાતને મજબૂત બનાવી શકીએ અને એ રીતે ડગલેને પગલે આપણું બળવધારવા જોઇએ અને આપણે એક એવી અવસ્થાએ પણ પહોંચીએ કે જીવનમાં કંઇ કાર્યનો સંતોષ મેળવીએ. કર્મનો કર્તા ઇન્દ્રિય પણ આત્મબળ છે. આથી જ ભગવાન કહે છે કે શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી મન પર છે. મનનો ઉપરી બુદ્ધિ છે. અને બુદ્ધિનો ઉપરી આત્મા છે. એટલે મન, બુદ્ધિને ઇન્દ્રિયો એ આત્માના નોકર છે. આત્માએ બધાનો ઉપરી છે. નિયામક છે. મારી અંતર ઇચ્છા પ્રમાણે વર્તવાનું છે. માટે તું શૂરવીર થા. જો આપણે આટલું સમજી તો કામરૂપી શત્રુને મારી શકાશે. જે આટલું ન સમજે, આ જ્ઞાનને ન પચાવે. એ પછી ગમે તેટલા તપ, યોગ કે જપ કરે તો પણ કામરૂપી શત્રુ બનતો નથી, પણ મન જો વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરીને આત્મશક્તિથી સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી શકાય છે. 36 Page #37 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૪ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને યુદ્ધકર્મમાં પ્રવૃત્ત કરવા માટે બીજા અધ્યાયમાં કર્તવ્ય કર્મ,વિવેક અનુસાર વિચારપૂર્વક ચાલવાથી જે સમબુદ્ધિની પ્રાપ્તી થાય છે. તે બતાવી છે. પછી અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવીને આ અધ્યાયનો વિષય સમાપ્ત કર્યો. ત્રીજા અધ્યાયના આરંભમાં અર્જુનનો પ્રશ્ન કે આપને મતે બુદ્ધિ શ્રેષ્ઠ છે? તો પછી મને શા માટે યુદ્ધમાં પ્રવૃત કરો છો? આ પ્રશ્નના ઉત્તરરૂપે ચોથા શ્લોકથી ઓગણત્રીસમાં શ્લોક સુધી વિવિધ રીતે કર્તવ્યકર્મ કરવાની આવશ્યકતા બતાવી, પછી ત્રીસમા શ્લોકમાં ભગવદ્ નિષ્ઠાથી કર્તવ્યકર્મ કરવાની વિધિ બતાવે છે અને પાંત્રીસમા શ્લોકમાં કર્મની દૃઢતા બતાવી કર્મ કરવાની પ્રેરણા આપે છે. છત્રીસમા શ્લોકમાં કોની પ્રેરણાથી મનુષ્ય પાપકર્મ કરવા તૈયાર છે. તેવા અર્જુનના પ્રશ્નનો પ્રત્યુત્તર સતત આડત્રીસના શ્લોક સુધી આપે છે. તેતાલીશમા શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો ઉત્તર સમાપ્ત થાય છે. અને નવા અધ્યાયનો આરંભ થાય છે. ત્યારે તેનો એવો અર્થ થયો કે અર્જુનના પ્રશ્નના ઉત્તર સમાપ્ત થતાં, અર્જુનની મુખાકૃતિ જોઇને તેને વધુ સંતોષકાર જવાબ આપવા જે બીજા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં અધુરા છોડેલા કર્મ વિષયનું અનુસંધાન ચોથા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ‘છમન’ પદ વડે ફરી આરંભ કરે છે. આથી ચોથા અધ્યાયને બીજા અધ્યાયનો પરિશિષ્ટ માનવામાં આવે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાને બીજા અધ્યાયના સુડતાલીસના શ્લોકમાં કર્મને પ્રભુ સાથે જોડવાની વાત કરેલ છે. આ રીતે કર્મને યોગનિષ્ઠ બનાવવાની વાત કહી છે. તેવા ‘યોગનિષ્ઠકર્મ” યોગની ઘણી વાતો પ્રભુએ આ અધ્યાયમાં કરેલ છે તેને જોઇએ. હે અર્જુન! મેં તમને બીજા અધ્યાયમાં જે શુદ્ધ જ્ઞાનયોગ કહ્યો આ યોગ મેં પહેલાં સૂર્યને કહ્યો હતો. સૂર્યો પછી આ વિશુદ્ધ કર્મયોગ મનુને કહ્યો, મનુએ ઇન્દ્રવાકુને કહ્યો એમ પરંપરાથી આ યોગ પછી મોટા મોટા મહર્ષિ જાણતા હતા. એ મહર્ષિઓએ પોતાની શક્તિ પ્રમાણે આ નિષ્કામ કર્મયોગને આ ધરતી ઉપર પ્રસરાવ્યો પરંતું ધીમે ધીમે લાંબા સમય પછી આવો પવિત્ર કર્મયોગ આ ધરતી ઉપરથી નાશ પામ્યો. નિષ્કામ કર્મયોગનું મહત્ત્વ પ્રતિપાદન કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આ શ્લોકથી આ અધ્યાયની શરૂઆત કરી છે. ભગવાન આ અધ્યાયમાં કહે છે કે આપણું દરેક કર્મ વિચારયુક્ત હોવું જોઇએ. તેથી આ અધ્યાય બુદ્ધિયોગ અને જ્ઞાનયોગને મહત્ત્વ આપે છે. જ્ઞાન અને બુદ્ધિની કસોટીમાંથી પાર ઉતરેલ કર્મને મહત્ત્વ આપવું જોઇએ. આવેશ કે આવેશમાં આવીને ઉતાવળે કરેલું કર્મ ન હોવું જોઇએ. જ્ઞાનની આ ભૂમિકા આપણા સમગ્ર કર્મયોગને વિશ્વ માટે મંગલકારી બનાવે છે. અને મનુષ્ય કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. આવા વિશ્વમંગલકારી પ્રભુના આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું, એ આપણા સર્વનો ઉદ્દેશ હોવા જોઇએ. પ્રભુના આધ્યાત્મિક જ્ઞાન પ્રચારહિન બનતા અનેક અનર્થો સર્જા, આપણી આ નબળાઇનો લાભ પરધર્મીએ લીધો, જેથી આપણે પરધર્મીઓને વહેમ નજરે જોવાનું ચાલું કર્યું જે સંઘર્ષમાં પરિણમ્યો. 37 Page #38 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અહીં એ નોંધવું જોઇએ કે આપણા ધર્મમાં બીજા ધર્મની તુલનામાં કથા વાર્તાનો સત્સંગ વધુ જોવા મળે છે. પરંતું તેમાં યુવાવર્ગની સંખ્યા નહિંવત હોય છે જેથી તે અસરકારક બની શકતી નથી. આવું અસરકારક કામ શ્રી પાંડુરંગશાસ્ત્રી એ સ્વાધ્યાયની પ્રવૃત્તિ દ્વારા કરેલ છે. તેવું સતત કરવામાં આવે તો જરૂર હિન્દુધર્મ વિશ્વને માર્ગદર્શન આપી શકે. ધર્મના સુવ્યવસ્થિત પ્રચારના અભાવે ઘણીવાર બિન જરૂરી શંકાઓ ઉત્પન્ન થાય છે. અર્જુન જેવા જ્ઞાનીને પણ શંકા ઉભી થાય છે કે, ૬૮ અપર ભવતો જન્મ પરં વિવસ્વતઃ । કથમેત વિજાનીયાં ત્વમાદ્ય પ્રોક્તવ્યનિતિ ॥ અર્જુને કહ્યું ઃ ભગવન્, મને સમજાતું નથી કે આપનો જન્મ તો હાલનો છે અને સૂર્યનો જન્મ બહુ જ પુરાણો છે. આથી આપે જ સૃષ્ટિના આદિમાં સૂર્યને આ યોગ કહ્યો હતો, તે કેવી રીતે બની શકે. ભગવાન અર્જુનના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહે છે કે હે પરંતપ અર્જુન! મારા અને તારા અગણિત જન્મો થઇ ચૂક્યા છે. એ બધા જ હું જાણું છું પણ તું જાણતો નથી. આ શ્લોકમાં પુનર્જન્મનો સિદ્ધાંત રજૂ થયો છે. આપને સહજ પ્રશ્ન થાય કે અર્જુન જ્ઞાની હોવા છતાં સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરેલ હોવા છતાં, તેને આવો પ્રશ્ન શા માટે ઉદ્ભવ્યો? ભગવાન અર્જુનના માધ્યમ દ્વારા, જેવો શાસ્રસા નથી તેવા જન સાધારણ મનુષ્યને પુનર્જન્મનું રહસ્ય સમજવા માટે ‘બુદ્ધિ પ્રેરક શ્રીકૃષ્ણ’ને નાણે ભગવાન અર્જુનની બુદ્ધિમાં આ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. અર્જુનના આ પ્રશ્નમાં તર્ક કે આક્ષેપ નથી. પરંતુ જિજ્ઞાસા છે. તેઓ ભગવાનના જન્મસબંધી રહસ્યને સુગમતાપૂર્વક સમજવાની 38 ૬૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દૃષ્ટિએ જ પ્રશ્ન કરે છે. કેમ કે પોતાના જન્મ સંબંધી રહસ્યને પ્રગટ કરવામાં ભગવાન જ સર્વથા સમર્થ છે, આજે યુવાવર્ગ જે પોતાને બુદ્ધિશાળી માનતો વર્ગ જે પશ્નો પૂછે છે. તેમાં નથી તર્ક કે નથી જિજ્ઞાસા, તેમાં સામા પક્ષને પડકારવાની શક્તિ વધુ છે. જેથી તેઓ ધર્મના સાચા રહસ્યને સમજી શકતા નથી. ભગવાન અર્જુનને આગળના ત્રીજા શ્લોકમાં પોતાનો ભક્ત અને પ્રિય સખા કહ્યો અને આ સંબંધને નાતે કેટલીક રહસ્યની વાત તેને બતાવે છે. અહીં ભગવાન સ્પષ્ટ વક્તા બને છે. અને કહે છે કે યોગ્યતાના પ્રમાણમાં યોગ્ય વાત કરાય, અંધશ્રદ્ધાળુને ધર્મની ઊંડી વાત કરાય તો તેને તે બકવાસ લાગે. પહેલા અંધશ્રદ્ધાળુને જરા પણ અકળામણ અનુભવ્યા સિવાય પ્રશ્નોનો તર્ક અંગત ઉત્તર આપવો અને એ રીતે ધીરે ધીરે તેનામાં શ્રદ્ધા જગાડતી. પછી જ્યારે તેનામાં ધર્મને વધુ જાણવાની જિજ્ઞાસા જાગે ત્યારે જ ધાર્મિકના રહસ્યો પ્રગટ કરવા. અર્જુનના પ્રસ્તુત પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા જ જન્મો થઇ ચૂક્યા છે કે બધાને હું જાણું છું પરંતુ તું નથી જાણતો. ભગવાને અહીં જીવની મર્યાદાનો ઉલ્લેખ કર્યો છે. જીવના અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું આકર્ષણ અને મહત્ત્વ રહેલ હોવાથી તેનું જ્ઞાન વિકસિત થતું નથી. શ્રી વિનોદાભાવેએ જીવની આ મર્યાદાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહે છે કે મનુષ્યને તેનું બાળપણ યાદ નથી, તો પુના-જન્મ કેવી રીતે યાદ રહે? હા, કેટલાક ભગવાનની કૃપાવાળા જીવો પોતાના પુનઃજન્મને જાણી શકે છે. તેના અવાર નવાર ઉદાહરણો વર્તમાન પત્રમાં આવે છે. પરંતુ તે માત્ર પોતાના આગલા જન્મને જાણે છે સઘળા જન્મોને નહિ, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જ્યારે ભગવાન પોતાના જ નહિ પણ સઘળા જીવોના સઘળા જન્મ મરણને જાણે છે કારણ કે ભગવાન સર્વજ્ઞ છે. પરંતુ જીવ સર્વજ્ઞ નથી. ભગવાન સર્વજ્ઞ કેમ છે, તેનો રહસ્યફોટ કરતાં ભગવાન કહે છે. હું અજન્મા છું એટલે કે મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. એટલું જ નહિ હું સર્વજીવોનો સ્વામી હોવાથી, જીવના કલ્યાણ માટે પ્રકૃત્તિને આધીન રહીને મારા દિવ્ય મૂળરૂપમાં પ્રગટ થાઉં છું. ‘અજોડપિ સન્નવ્યયાત્મા’ આ પદ વડે ભગવાનએ બતાવે છે કે સાધારણ મનુષ્યોની જેમ ન તો મારો જન્મ છે. અને ન મારું મરણ છે. મનુષ્યો જન્મ લે છે અને મરી જાય છે. પરંતું હું જન્મા હોવા છતાં જીવોના કલ્યાણ માટે પ્રગટ થવું છું. અને મારું કાર્ય પૂર્ણ થતાં ‘અવિનાશી” હોવા છતાં અંતર્ધાન થવું છું. જે બન્ને મારી અલૌકિક લીલાઓ છે. ભગવાન આગળ કહે છે કે “પ્રકૃતિસ્વાગધિષ્ઠાય” આ લીલાઓ પ્રકૃતિને આધીન રહીને કરવી પડે છે. સતુ, ચિંત અને આનંદ એ ભગવાનના સ્વભાવગત ગુણો છે અર્થાતુ શાશ્વતના, જ્ઞાન અને આનંદ શાશ્વતતા એ અનાદિ અને અનંતના સંદર્ભમાં એટલે પરમાત્મા આદિ અને અનંત કે જ્ઞાન એટલે સર્વજ્ઞ, આનંદ એટલે સચ્ચિદાનંદ, આમ પરમાત્મા સત, ચિત અને આનંદથી ભરપૂર દિવ્યરૂપ ધરાવે છે. તેઓ દિવ્ય એટલે ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર છે. બીજા શબ્દોમાં તેઓ સર્વોચ્ચ, સર્વના નિયંતા, સર્વશક્તિમાન અને સદાનંદ છે. અને સ્વતંત્ર છે. શ્રી આચાર્યચરણ સમજાવે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે વેદમાં તેમને “સચ્ચિદાનંદનસ્વરૂપ’ કહ્યા છે. ઉપનિષદોએ તેમને કૃષ્ણ” કહ્યાં છે. કૃષ્ણ એટલે આનંદનું સ્વરૂપ, કૃષ્ણ રસાત્મક અને ફલાત્મક પરમ તત્ત્વ છે. કૃષ્ણ દિવ્ય છે. દિવ્ય એટલે દેવત્ત્વ, દેવત્ત્વના દશ ગુણો શ્રી આચાર્ય સમજાવે છે. (૧) કૃપા માટે ક્રિડા, (૨) ક્રિડામાં ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૭૧ રત રહેવાની વૃત્તિ, (૩) ભક્તો પર નિત્ય કૃપા દૃષ્ટિ, (૪) ભક્તોને પોતાના દિવ્ય તેજનો પરિચય કરાવી ભક્તોને લીલાનું દાન કરવું, (૫)ભક્તોના સુખ, દુઃખ હરનારા, (૬) ભક્તોને આનંદનું દાન કરનારા, (૭) ભક્તોના ભાવની વૃદ્ધિ કરનારા, (૮) ભક્તોની ઇચ્છાને પરિપૂર્ણ કરનારા, (૯) ભક્તો સાથે હંમેશા લીલામાં મગ્ન રહેનારા, (૧૦) ભક્તોની પાસે સ્વયં પધારનારા. આમ આ દશ પ્રકારે જે પોતાની દિવ્યતા પ્રકટ કરે તે પરબ્રહ્મ પરમાત્મા, પરમાત્મા પોતાની આદિવ્યતાને ક્યારે પ્રભાવશાળી બનાવે છે. તેનો ઉલ્લેખ કરતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ભરતવંશી, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મની પુનઃસ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. શ્રી આચાર્યચરણ પરમાત્માના પ્રાગટ્યના બે હેતુ ટુંકમાં કહે છે. (૧) ધર્મ ના રક્ષણ માટે (૨) ભક્તોને ધર્મીસ્વરૂપનું દાન દેવા માટે શ્રીઆચાર્યચરણ દેઢપણે માને છે. પરમાત્માનું અવતાર ધારણ કરવાનું મુખ્ય પ્રયોજન તો ધર્મીસ્વરૂપનું છે. ધર્મસ્વરૂપ તો ગૌણ છે. અર્થાત્ ધર્મસ્વરૂપના કાર્યને સાકાર કરવા ધર્મસ્વરૂપનું કાર્ય કરવું પડે છે. આ ગીતાના નવમા અધ્યાયના ઓગણત્રીશના શ્લોકમાં કહે છે કે હું બધા પ્રાણીઓમાં સમભાવયુક્ત છું. તેથી હું ક્રોધનો દ્વેષ કે પક્ષપાત કરતો નથી. કારણ કે સમગ્ર જીવસૃષ્ટિ મારા અંગ સમાન છે. તો પછી દુષ્ટોનો વિનાશ કેમ કરે? ભગવાન ક્યારે પણ દુષ્ટોનો વિનાશ કરતાં નથી પરંતુ તેમનામાં રહેલી દુષ્ટવૃત્તિનો વિનાશ કરે છે. દુષ્ટોના વધતા જતાં પાપોને અટકાવવા માટે તેમનો વધ કરી તેમને મુક્તિ આપે છે. પૂતના ભગવાનનો વધ કરવાના ઇરાદાથી આવેલ છતાં ભગવાને પૂતનાનો વધ કરી મુક્તિ આપી હતી. તેથી પૂતનાના મૃત્ય શરીરને અગ્નિદાહના 39 Page #40 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સમયે મૃતદેહમાંથી મીઠી સુગંધ પ્રસરી હતી. તે જ રીતે કંસનો વધ કરી નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં સમાવેશ કર્યો. આમ દુષ્ટોનો સંહાર કરી વિશિષ્ટ કૃપા કરી તેમને કલ્યાણના માર્ગે લઇ ગયા છે. અહીં શંકા થાય છે કે ભગવાન તો સર્વસમર્થ છે, તો દુષ્ટો કે દુષ્ટવૃત્તિ ના વિનાશ માટે તેમને અવતાર લેવાની શા માટે જરૂર છે? આ કામ તેઓ અવતાર લીધા વિના નથી કરી શકતા. એનું સમાધાન એ છે કે ભગવાન અવતાર લીધા વિના પણ અનાયાસ જ બધું કરી શકે છે. અને કરતા પણ રહે છે. પણ શ્રીમદ્ ભાગવદ્ધાં બતાવ્યા પ્રમાણે અનુગ્રહાય ભૂતાનાં માનુષ દેહમાસ્થિતઃ | ભક્ત તાદ્દશીઃ ક્રીડા યાઃ ઋત્વા તત્પરો ભવેત્' ભગવાન જીવો ઉપર વિશેષ કૃપા કરવા માટે જ પોતાને મનુષ્યરૂપમાં પ્રગટ કરે અને એવી લીલાઓ કરે છે. જેને સાંભળીને જીવ ભગવત્પરાયણ થઇ જાય. પોતાના પરમ ભગવદ્ગીય જીવો પર વિશેષ કૃપા કરવા, તેમને પોતાની લીલાઓનું દાન કરવા ભગવાન પોતે અવતીર્ણ થાય છે. અવતાર કાળમાં ભગવાનનાં દર્શન સ્પર્શ, વગેરેથી ભવિષ્યમાં તેમની દિવ્ય લીલાઓના શ્રવણ, ચિતન મનન કરવાથી જીવનો સહજ ઉદ્ધાર થઇ જાય છે. આ રીતે લોકોમાં સદા ધર્મ જીવંત રહે છે. તેથી ભગવાન અવતાર ધારણ કરે છે. આથી ભગવાન અર્જુનને ભાર દઈને કહે છે કે, હે અર્જુન! મારા જન્મો અને કર્મની પાછળ રહેલ દિવ્યતાની ઓળખી મારું મનન ચિંતન કરીને પોતાના કર્મો કરે, તો તેને પુર્નજન્મને પ્રાપ્ત થતો નથી. પરંતું મને પ્રાપ્ત કરે છે. આ વાત છે આજથી બેતાલીસ વરસ પહેલાની, એટલે કે તા.૨૫-૪-૧૯૬૬ ના રોજ સ્વર્ગસ્થ શ્રીચુનીલાલ મગનલાલ મહેતા (લાકડાવાળા)ના જીવનની સત્ય ઘટનાની. તેમનું સમગ્ર જીવન ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૭૩ વ્યવસાય અને સંસારની પરોજણમાં વિત્યું, પરંતુ જીવનની પાછલી અવસ્થામાં ભગવદ્ સેવા અને ભગવદ્ સ્મરણ ચાલુ કર્યું. જ્યારે મૃત્યુશધ્યા પર સૂતા સૂતા જીવનની અંતિમક્ષણો ગણતાં હતાં ત્યારે આ ભગવદ્ કાર્ય કરવાની તેમની ઝંખના પરાકાષ્ઠાએ પહોંચી. મૃત્યુની આગલી સવારે ઓચિંતી જ તબિયત બગડી. નાહીધોઇને પથારીમાં સૂતા, ભગવદ્ સેવા કરવાની શક્તિ ગુમાવી બેઠા અને એને કારણે જાગેલો વિષાદ વારે વારે, સેવા કરવાની બાકી છે. મારી સેવા આપો...ના શબ્દો એમની પાસે ઉચ્ચારાવ7ો હતો, થોડી વારે શ્રી યમુનાષ્ટકના પાઠો બોલવાનો પ્રયત્ન કરતાં, તો થોડીવારે શ્રી સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ ચાલવા માંડતો. સંસારની આસક્તિ તૂટવા માંડી હતી. કારણ કે, ભગવાનની દિવ્યતાનો પરિચય કેળવવા આત્મા ઝંખી રહ્યો હતો. આખો દિવસ એ જ પરિસ્થિતિમાં પસાર થઇ ગયો, અને મોડી સાંજે તબિયત વધુ બગડતા મુંબઇ હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં પણ કોઇ સુધારો ન થયો. એમને એ રાત્રે બે વાગ્યે ફરી શ્રી યમુનાષ્ટક શરૂ કર્યો. આ સમયે તેમને અંગત કોઇ સંબંધીઓ યાદ ન આવ્યા. શ્રી યમુનાષ્ટક પૂરું થતાં જ એ ને એ જ દશામાં દેહ ત્યાગ કર્યો અર્થાતુ સૌ કોઇના સંબંધો તોડી, ભગવાન સાથે સંબંધ જોડવા ચાલી નીકળ્યા. આમ તો આ એક સામાન્ય બનાવ લાગે, પરંતુ એ જીવને પ્રભુનું અનુસંધાન થયું છે. તેની પ્રતીતિ મોકલતો એક સંદેશો રાજકોટમાં બિરાજતા તેમના ગુરુ વલ્લભલાલજી મહારાજે મોકલ્યો. એ જ રાત્રે ત્રણ વાગે જ્યારે હોસ્પિટલમાં એમણે દેહ છોડ્યો ત્યારે એ જ પળે રાજકોટમાં આરામથી નિદ્રામાં પોઢેલા એમના ગુરુ ઓચિંતા જાગી ઊત્યા. નજર સામે વેરાયેલા અંધકારમાં તેજમૂર્તિ જેવું કશુંક દેખાયું. 40 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સ્વર્ગસ્થ લાકડાવાળાની આકૃતિ એમાંથી ઉપસી આવી અને એ જ દીનભાવે નતમસ્તકે જાણે રજા ન માગતા હોય : હું જાઉં છું. પ્રભુચરણે, ગુરુદેવ, રજા આપો' નો ભાવ મુખ પરતો એમણે નિહાળ્યો. ખુદ મહારાજશ્રી કંઈ વિચારે એ પહેલાં નો આકૃત્તિનું વિલીનીકરણ થઇ ગયું! કળિયુગમાં કલ્પનામાં પણ ન આવે તેવો આ અનુભવ પ્રસંગ હતો. પ્રભુની દિવ્યતાને ઓળખી સતત તેમનું સ્મરણ મનન કરવાથી જીવની ચોક્કસ ગતિ થાય છે તે અંગે ચોક્કસ કોઇ શંકાને સ્થાન નથી તે આ અનુભવ પ્રસંગ કહી જાય છે. - દિવ્ય કર્મશીલ પરમાત્મા સાથે તાદાભ્ય થવાને કારણે મનુષ્યના કર્મમાં વેગ આવે છે. ‘જીવો પર મહાન કૃપા જ પરમાત્માનું પ્રાગટયનું કારણ છે. આ રીતે ભગવાનનાં કર્મોની દિવ્યતાને જાણવાથી આપણા કર્મો પણ દિવ્ય બની જાય છે. માત્ર નિષ્કામ કર્મો જ દિવ્યતાને પ્રાપ્ત કરે છે.' પરમહંસ યોગાનંદ નિયમિત રીતે પ્રાર્થના કરવાનો આગ્રહ રાખતા. એમણે માઉન્ટ વોશિંગ્ટન ઉપર પહેલી વાર યોગકેન્દ્ર શરૂ કર્યું ત્યારની આ વાત છે. એ વખતે ભગવતી દયા માતા એમની પાસે તૈયાર થતાં હતાં. એ કહેઃ હું નિષ્કામ કર્મયોગમાં માનું છું. ‘આનંદદાયક વાત છે.' યોગાનંદે કહ્યું, ‘પછી મને બહુ મુશ્કેલીઓ નડે છે.” પોતાના ઉપર આધાર રાખવાથી નડે જ, પ્રેરણા માટે પરમાત્માના પ્રકાશ તરફ નિગાહ માંડવાથી આ પ્રશ્ન હલ જશે. આ માટે શું કરું?” ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૭૫ એનો ઉકેલ મારા જવાબમાં આવી જાય છે. અંદરની કે બહારની કોઇ પણ પરિસ્થિતિને બદલવા માટે અને પ્રશ્ન ઉકેલવા માટે પરમાત્મા તરફ જ નિગાહ માંડવી જોઇએ. ભગવાનના જન્મ અને કર્મની પાછળ રહેલ દિવ્યતાને સારી રીતે જે સમજે તેને ફરીથી જન્મ ધરવો પડતો નથી. જન્મ અને મરણથી મુક્ત જાય છે અને એ આખરે એ જીવ પણ અંતરયામી બની જાય છે. આવા જીવની યોગ્યતા અંગે ભગવાન કહે છે : જેને સંસારમાંથી રાગ, આસક્તિ મટી ગયા છે, સંસારમાં જીવન પર કશાનો મોહ નથી. સુખ, દુઃખ કે માન અપમાન બધું જ સમાન લાગે. એવા રાગ, ભય અને ક્રોધથી મુક્ત મારું શરણું સ્વીકારે તેને હું અચૂક સ્વીકાર કરું છું. ભગવાનની ઇચ્છા વિના ઝાડનું પાન પણ હાલતું નથી. ઝાડના પાન હાલવાનું કારણ પરમાત્મા છે. આથી ભક્ત તેમાંથી પ્રેરણા લઇને જે રીતે ઝાડના પાનની જે સ્થિતિ છે તે સ્થિતિ મારી પણ છે. જેની ઇચ્છા પ્રમાણે આખું જીવન ચાલે છે. મારું જીવનપરમાત્માની ઇચ્છાને આધિન છે. તો પછી એમાં અભિમાન શાનું? તમે ડૉક્ટર એજીનિયર બન્યા તો એનું અભિમાન શાનું, એ તો ભગવાનની પ્રેરણાનું પરિણામ છે. તમે તમારું કર્તવ્ય કરો છો. એનું એ ફળ છે. આપણે જ્યારે ગુરુને વંદન કરીએ છીએ, ત્યારે એમના મનમાં એમ નથી થતું કે આ બધા મને પગે લાગે છે. હું કોણ! આ વંદન તો પરમાત્માને થાય છે. તેથી વલ્લભકુળમાં ભક્તોને આશીર્વાદ આપવાની પ્રથા નથી. ઉનાળાની અસહ્ય ગરમીમાં એક ખેડૂત ખેતરમાંથી ગાડામાં અનાજની ગુણો ભરી, ગાડામાં બળદ જોડીને પોતાને ઘેર જતો હતો. આ વખતે એક કૂતરું ગાડાની નીચે છાયામાં ઊભું હતું. જ્યારે ખેડૂતે 41 Page #42 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગાડું હંકાર્યું, ત્યારે ગાડાની નીચે છાયામાં કૂતરું પણ ચાલ્યું. થોડેક દૂર ગયા પછી કૂતરાને એમ લાગ્યું કે ગાડાનો ભાર હું વહન કરુ છું. સાધુ સંતો એમ સમજે કે આ બધા મને પગે લાગે છે. તો એ એક માત્રભાસ છે. ગાડાનો ખરો ભાર બળદ વહન કરે છે. તેમપ્રભુની પ્રેરણાથી સાધુ સંતોએ કરેલ નિષ્કામ કર્મ, ભક્તિ, ત્યાગને બધા પગે લાગે છે. આપણે તો પ્રભુએ સોંપેલી જવાબદારી પૂરી કરવાની છે. તેથી તેનું અભિમાન ગર્વશેનો? સાચા માણસને ભય નહોય એ નિર્ભય બને છે. આજથી સવાસો વર્ષ પહેલાંની વાત કચ્છના એક ખેડૂતને સિંધના સૂબાએ કેદ કર્યો. એમણે એને ફસાવતાં કહ્યુંઃ તારા દેશના રહસ્યો અમને કહી દે. તને સો વીઘાં જમીન મફત આપીશું. મારી પાસે બસો વીઘાં જમીન છે. પણ એ તો રણ જેવી છે ને? અમે લીંબુડી હરિયાળી ધરતી આપીશું. જે જમીનમાં તમારા જેવા લાંચિયા અમલદારો પાકે એ જમીન મારે ધોળે ઘરમેય નથી જોઇતી! મારી નાખો તોય નહિ જ નહિ. તમારી ધરતીમાં કેવા માનવી પાકે છે એનો કોઇ અંદાજ આપશો? બીજાની તો ખબર નથી, મારા ઉપરથી અંદાજ બાંધવો હોય તો બેધડક બાંધો. આમ કહીને એ કચ્છી છોકરો પોતાના પેટમાં કટાર ખાઈને ત્યાં ઢળી પડ્યો. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે જેને મૃત્યુની બીક ટળી જાય એ જગત જીતી ગયો. જીવો મુત્યુને મોટામાં મોટું દુઃખ માને છે. પણ તત્ત્વજ્ઞાનીઓ એમ કહે છે કે મૃત્યુ એ જીવનનો અંત ભાગ નથી. મૃત્યુ એ જીવનની પૂર્ણાહુતિ નથી. પરંતું સંતોષ, તૃપ્તિ, શાંતિ, નિર્ભયતા જીંદગીની સમાપ્તિ છે. હવે વાત આવે છે ક્રોધની. ક્રોધ એ એવું તાપણું છે જેને માણસ પોતે જ પોતાની અંદર સળગાવે છે. એના થોડા તણખા જ બહાર દેખાય છે. પણ ભીતર જે ભડકા સળગતા રહે છે એનો ખ્યાલ માત્ર અંદર જ આવે છે. અંદરવાળા એ ભયંકર તાપણીઓ તાપે છે. ને અંદરવાળો સળગ્યા કરે છે. ક્રોધ એ માનસિક વૃત્તિ છે. એને કોઇ જલ્દી જીતી શકતું નથી. દુર્વાસા પરમ વૃદ્ધ પુરુષ હતા. છતાંય ક્રોધને જીતી શક્યા નથી, ક્રોધને જીતવો એ મોટા દેશને જીતવા કરતાં વધારે મહત્ત્વનું છે. ક્રોધને જીતવાનો ઉપાય પણ ભગવાન ગીતાજીમાં બતાવ્યો છે. રાગથી મમતા અને અપ્રાપ્તની કામના ઉત્પન્ન થાય છે. રાગવાળા પદાર્થોની પ્રાપ્તિ થતાંનો લાભ થાય છે, પરંતુ તેમની પ્રાપ્તિમાં વિદન પહોંચવાથી ક્રોધ થાય છે. જો વિદન પહોંચાડનારી વ્યક્તિ પોતાથી વધુ શક્તિશાળી હોય તો ભય ઉત્પન્ન થાય છે. આમ નાશવાન પદાર્થોના રાગથી ભય, ક્રોધ, મમતા, કામના વગેરે ઉત્પન્ન થાય છે. રાગ દૂર થતાં આ સઘળા દોષો દૂર થાય છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રભુનો દેઢ આશરો લઇએ, આશરો કોનો હોય? જે શક્તિ સામર્થ્યવાળા હોય તેનો હોય! આથી ભગવાન આગળ કહે છે હે પૃથાનંદન! મનુષ્ય જેવા કેવા ભાવથી મારી પાસે આવે એને હું એવા ભાવથી મળું છું. પત્ની 42 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભાવથી કોઇ પાસે આવે એને હું પતિ ભાવથી મળું છું. મિત્ર ભાવથી કોઈ આવે તો એને મિત્રતાના ભાવથી મળું છું.જે પિતૃભાવથી આવે તેને હું એનો પિતા, પુત્ર ભાવથી આવે ને હું એનો પુત્ર બની જાઉં છું. તમે જેવો ભાવ રાખશો, એ ભાવથી ભગવાન તમને સામા મળશે. તમે જે સ્વરૂપે મારી ભક્તિ કરશો એ સ્વરૂપે તે સ્વરૂપે તમને મળીશ. આથી દેઢતાથી મારું શરણ સ્વીકારે. મારી પ્રાપ્તિ સરળ અને સુગમ હોવા છતાં જીવ પોતાની આસક્તિને આધારે મારે શરણે આવે છે. જેને નિષ્કામમાં આસક્તિ હશે તેવા જીવો મારે કારણે જલ્દી આવશે. પરંતું કોઇ મેળવવાની અપેક્ષા વાળા જીવો દેવી દેવતાઓની ઉપાસના કરશે.. ભગવાન અહીં એટલે સુધી કહે છે કે હું કર્મને આધિન નથી. હું સર્વત્ર પરિપૂર્ણ અને નિત્ય છું. મારી પ્રાપ્તી સાંસરિક કામનાઓની પ્રાપ્તિનો નિયમ નથી. મારી પ્રાપ્તી કેવળ ઉત્કટ અભિલાષાથી થાય છે. આવી ઉત્કટ અભિલાષા પ્રગટ ન થવામાં કારણ સાંસારિક ભોગોની કામના જ છે. ભગવાન અહીં એ બતાવવા માંગે છે કે હું માત્ર કર્મજન્યથી નહિ પણ કર્મયોગથી પ્રાપ્ત થાઉં છું. અર્થાતુ નિષ્કામ કર્મથી પ્રાપ્ત થાઉં છું. કર્મયોગમાં કર્મોથી અને કર્મસામગ્રીથી સંબંધ તોડવા માટે કર્મો કરવામાં આવે છે. અને પ્રભુ સાથે સંબંધ જોડાવામાં આવે છે. કર્મયોગનો અર્ધ કર્મયોગ, યોગ એટલે જાડવું કર્યદ્વારા ભગવાન સાથે જોડાઇ જાઉં તે કર્મયોગ. - ભગવાન કહે છે હું આ સૃષ્ટિનો સર્જક છું. દરેક જીવનો એમના પૂર્વ કર્મને આધિન તેની યોગ્યતાને ધ્યાનમાં રાખીને તેનું કુળ અને વર્ણ નક્કી કરું છું. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાનની આ વર્ણવ્યવસ્થા એ વાડાબંધી નથી, પરંતું સૃષ્ટિની રચનાનું વ્યવસ્થાતંત્ર છે. આજે મોટામાં મોટા મેનેજમેન્ટ શાસ્ત્રીઓ પણ યોગ્યતાને આધારે કાર્યવિભાજનનાં સિદ્ધાંત માને છે. સત્ત્વગુણની પ્રધાનતાથી બ્રાહ્મણોની રજોગુણની પ્રધાનતા તથા સત્ત્વગુણની ગૌણતાથી ક્ષત્રિયોની, રજોગુણની પ્રધાનતા તથા તમોગુણની ગૌણતાથી વૈશ્યોની અને તમોગુણ પ્રધાનતાથી શુદ્રોની રચના કરવામાં આવી છે. આ વર્ણવ્યવસ્થા ખોખલી નથી. ઇશ્વરની આ અદ્દભૂત વ્યવસ્થાનો સ્વીકાર બાયોલોજી સાયન્સના જનની શાસ્ત્રીઓ (જનની એટલે જીવની ઉત્પત્તિના મૂળતત્ત્વોનો અભ્યાસ કરતાં વિદ્વાનો) દઢપણે માને છે. દરેક મનુષ્યના જનનીમાં ક્યારે સામ્ય જોવા મળતું નથી. આને કારણે દરેક મનુષ્યની વિવિધ ક્ષમતામાં વિભિન્નતા ઉદ્દભવે છે. ને વિજ્ઞાનસિદ્ધ વર્ણવ્યવસ્થા, આ જનનીના કોષો એટલે આપણી પ્રકૃતિ સ્વભાવ. આ ચાતુવર્ણએ ભગવાનનું સ્વરૂપ છે. તેથી ગીતામાં ભગવાન ભાર દઈને કહે છે કે આ વર્ણ મારા થકી ઉત્પન્ન થયા છે. યુજુર્વેદમાં કહેવાયું છે કે બ્રાહ્મણની ઉત્પત્તિ ભગવાનના મુખમાંથી, ક્ષત્રિયની ઉત્પત્તિ ભગવાનના બાહુમાંથી, વૈશ્યની ઉત્પત્તિ ભગવાનના હૃદયમાંથી, શુદ્રની ઉત્પત્તિ ભગવાનના પગમાંથી, આમ આ ચારે વર્ણો એ ભગવાનના મહત્ત્વના અંગો છે. અથૉત્ સમાજના ચાર અંગો મુખ, હૃદય, હાથ અને પગ છે. એક પણ અંગોની ગેરહાજરી કલ્પના કરો, તો સમાજની શી દશા થાય છે. કુળના જન્મ કરતાં કર્મની તાકાત ઘણી છે. રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છતાં તેના કર્મોમાં બ્રાહ્મણત્ત્વનહતું. જ્યારે વિશ્વામિત્ર ક્ષત્રિય હતા. પણ તીવ્ર તપશ્ચર્યા કરી ઋષી પદ પામી આ જન્મે બ્રાહ્મણ બન્યા. આમ વર્ણ કુળના જન્મને આધારે નહિં, પણ કર્મને આધારે નિર્મિત થાય છે તે હકિકત સ્વીકારવી રહી. 43 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૮૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન કર્મથી પર છે. તેમને નથી કોઇ કર્મની અપેક્ષા કે કર્મના ફળની અપેક્ષા. તેથી આ ચાતુવર્ણ વ્યવસ્થા સાથે તેમને કોઇ સંબંધ નથી, તેથી ભગવાન કહે છે જેવી રીતે મને કર્મણ્યમાં સ્પૃહા નથી એવી જ રીતે તમારી પણ કર્મણ્યમાં સ્પૃહા ન હોવી જોઇએ. ભગવાન કહે છે આથી કર્મ, વિકર્મ અને સકર્મ. આ ત્રણ સમજીને કરવામાં આવે તે જરૂરી છે. કર્મ એટલે પ્રભુ પ્રાપ્તી માટે જે કંઇ કરીએ તે, વિકર્મ એટલે સંસારની ફરજ સમજીને કરવામાં આવે છે અને સકર્મ એટલે જ્ઞાનથી હું કંઇ પણ કરતો નથી, તેવી સમજ સાથેનું કર્મ. આ ત્રણે પરસ્પર એક બીજા સાથે એવી રીતે ગૂંથાયેલા છે કે આ ત્રણે થકી પરમતત્ત્વને પામી શકાય છે. પ્રથમ તો જીવે વિકર્મ સંસારિક કર્મ વખતે. હું કર્તા નથી. હું જે કંઇ છું. તે પરમાત્મા થકી છું. કર્મમાં તો હું નિમિત્ત માત્ર છું. આવી સકર્મની ભાવના કેળવી, કર્મ કરવાથી પરમાત્માની પ્રાપ્તી સુર્લભ બને છે. આમ વિકર્મ એ સકર્મ બને અને સકર્મ એ કર્મ બને છે. આથી ભગવાન કહે છે જે મનુષ્ય કર્મમાં સકર્મ જુએ છે અને જ સકર્મમાં કર્મ જુએ છે તે સાચો જ્ઞાની,યોગી છે. આવા યોગીને કર્મની કોઇ અસર નથી. સાચો કર્મયોગી પ્રકૃતિને આધીન કર્મ કરે છે. જેમ કે હવા લેવી, ખોરાક લેવો, ઉંઘ લેવી વગેરે અને તેની સાથે સંબંધિત જે કંઇ કર્મો કરે છે તે માત્ર પ્રકૃતિ આધિન રહીને કરે છે. તેથી તેને કર્મફળનું બંધન રહેતું નથી. જેને કર્મફળનું બંધન નથી, તેને તેના પરિણામનું પણ બંધન નથી અર્થાતુ પ્રકૃતિને આધિન એટલે કે શરીર સંબંધી કર્મો કરે છે. છતાં તેમાંથી ઉત્પન્ન કોઇ પણ પાપ કે દોષ તેને નડતા નથી. પરંતું આ શરીરસંબંધી કર્મની એક મર્યાદા છે. કે આવા કર્મો ક્યારે પણ ભોગબુદ્ધિથી ન થયેલા હોવા જોઇએ. સાચા કર્મયોગીમાં ભોગબુદ્ધિ નથી. એ તો સદા કર્મો પ્રત્યે નિર્લિપ્ત રહે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન એવા કર્મનું આહ્વાન કરે છે કે જે વ્યક્તિ અને સમાજનો સમન્વય કરે. આદૃષ્ટિએ ગીતા સમત્વવાદ, સમન્યવાદનો ગ્રંથ બને છે. વ્યક્તિએ માત્ર પોતાને માટે જીવવાનું નથી. સમાજના માટે જીવવાનું છે. વ્યક્તિએ સમગ્ર સમાજ સાથે સમન્વય સાધવાનો છે. આથી શરીર, મન, બુદ્ધિવગેરે ઇન્દ્રિયોને પોતાની માલિકી ન ગણતાં, સમાજની માલિકી ગણશો તો કર્મો સાથે આપણે અલિપ્ત રહેતા, આપણી કમ, કેમેયોગ બની જાય છે. કમમાંથી નિર્લિપ્ત અને અલિપ્ત રહેવાનું તાત્પર્ય છે. કર્મફળમાંથી નિપજતિ ચંચળતાથી દૂર રહેવું. કર્મ કરવાથી મળતો જશ અને અપજશ વખતે સમર્દષ્ટિ કેળવવી અર્થાતુ જશ વખતે સમાજ તમારા કાર્યના વખાણ કરે, તમને સારા માને, એવી અપેક્ષા રાખવી નહિ. અને અપજશ વખતે તમારા કર્મોમાં નૈતિકતા, પ્રમાણિકતા હોવા છતાં તમારા માથે માછલાં ધોવાય, છતાં તમારા એ કમોંમાંથી પલાયનવાદ ન કેળવવો. કર્મોનો ત્યાગ કરવાથી માન, આદર, ભોગ, શરીરને આરામ વગેરે મળશે એવી ઇચ્છા ક્યારે પણ ન રાખવી જોઇએ. આ છે કર્મમાંથી નિર્લિપ્ત અને અલિપ્ત રહેવાનું તાત્પર્ય. ઝઘડા અને દોષારોપણના જશથી કર્મ ન કરવું એ રાજસત્યાગ છે. અને મોહ આળસ અને પ્રમાદને કારણ કર્મ ન કરવું એ તામસ ત્યાગ છે. આ બંન્ને ત્યાગમાં પલાયનવાદ છે. આ પલાયનવાદ આપણી આત્મશક્તિને નબળી પાડે છે તેથી બંન્ને ત્યાગ સર્વથા ત્યાજય છે. આમ કર્મ, વિકર્મ અને સકર્મમાં નિર્લિપ્ત અને અર્લિપ્તભાવના કર્મને યશાત્મક બનાવે છે. યજ્ઞમાં ત્રણ વસ્તુ મુખ્ય છે. દ્રવ્ય, દેવતા અને મંત્ર. દ્રવ્ય એટલે સમર્પણ, દેવતા એટલે શ્રદ્ધા અને મંત્ર એટલે શક્તિ, અર્થાત્ પ્રભુ પર શ્રદ્ધા રાખીને પ્રભુને સમર્પિત અર્થાત્ કર્મોમાં પોતાની શક્તિ મુકીને કાર્ય કરવું એટલે યજ્ઞાત્મકકર્મ. 44 Page #45 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પરમાત્માએ આપેલી શારિરીક શક્તિને સત્કર્મમાં વાપરો અને સત્કર્મોને પ્રભુ ચરણે અર્પણ કરી દો. આવા સત્કર્મ યજ્ઞાત્મક કર્મ બને છે. આપણી પાસે કશું જ નથી તેવો વાંઝિયાવૃત્તિ છોડી દો. એક યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને કહેતા લાગ્યો : “હું ગરીબ છું. મારી ગરીબાઇ દૂર કરવા કંઈ ઉપાય બતાવો, સ્વામી વિવેકાનંદે કહ્યું તારી પાસે કિંમતી ચીજવસ્તુઓ છે તેનો ઉપયોગ કર. યુવાન કહે આપ કહ્યો છો. તેમાંથી કોઇ ચીજ મારી પાસે નથી. સ્વામી વિવેકાનંદ કહે ઠીક છે! તારો જમણો હાથ કાપીને મને આપ હું તને દસ હજાર રૂપિયા આપીશ. તો ડાબો હાથ કાપીને આપ તો પંદર હજાર આપીશ. યુવાન કહે બે હાથ વગર રોજિદું કાર્ય કેવી રીતે કરીશ, હું મારા બે હાથ ક્યારે પણ નહિ આપું. સ્વામી વિવેકાનંદ કહે તો પછી બે પગ આપ તો, પચ્ચીસ હજાર રૂપિયા આપીશ. યુવાન કહે બે પગ મારો આધાર સ્તંભ છે. જેનાથી હું ઊભો રહી શકશે તેથી બે પગ પણ આપી શકું તેમ નથી. સ્વામી વિવેકાનંદ કહે તો તારી બે આંખ આપીશ તો લાખ રૂપિયા આપીશ. યુવાન કહે એ પણ શક્ય નથી કારણ કે બે આંખો વડે સમગ્ર દુનિયાને અનુભવી શકું છું તે જે મારા બે અમૂલ્ય રત્નો છે.' સ્વામી વિવેકાનંદ કહે તો તારી પાસે આટલી બધી કિંમતી વસ્તુઓ છે. બે રત્નો છે. તેમ છતાં તું એમ કેમ કહે છે હું ગરીબ છું. મારી પાસે કશું જ નથી. તારી પાસે રહેલી આ વસ્તુનો ઉપયોગ કર. આળસ અને પ્રમાદેથી કશું જ મળશે નહીં. તો જ પ્રભુની કૃપાનો ઉપયોગ કર. આળસપ્રમાદથી કશું જ પ્રાપ્ત થતું નથી. નિવૃત્તિપરાયણ હોવા છતાં પણ કર્મયોગી કદી આળસપ્રમાદ નથી કરતો. જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ આપના વંશમાં છે. ત્યાં સુધી તેનો ઉપયોગ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સકર્મો કરવા માટે કરવો જોઇએ. પરંતુ આનાથી વિપરિત શરીર, ઇન્દ્રિયો નબળા પડ્યાં હોય તો મનની ઉર્જાનો ઉપયોગ આત્મબળ વધારવા કરવો જોઇએ. વિજયપુરના સ્વામી નરવર્માની રાજસભામાં અનેક રત્નો હતો. એ સભામાં શૂરચંદ્ર નામનો વણિક એ એવો શૂરવીર કે તેની શૂરવીરના આગળ ક્ષત્રિયો પણ પાણી ભરતા. એની આવી પ્રતિજ્ઞા અને શૌર્યથી તે ધીમે ધીમે અભિમાની બન્યો. એના આ ગર્વને ગાળે એવા, શક્તિ અને સામર્થ્યથી સભર એવા મુનિનો ભેટો થયો. એ પ્રતાપી સાધુને જોતા. શૂરચન્દ્રનો ગર્વ ઓગાળી ગયો. આ મુનિએ પ્રેમભરી વાણી ઉચ્ચારી : ‘વીરા! તારી આ અભૂત પ્રતિભા, અને શક્તિ રાજ્ય જિતાડવામાં અને રાગદ્વેષ વધારવામાં વાપરી. હવે આત્મા માટે કંઇ જ નહિ કરે?” મુનિનું આ વચન આપણા સર્વ માટે ઉપયોગી છે. આપણી અદ્દભૂત શક્તિ મનને પ્રભુ તરફ વાળવામાં આવે તો નિવૃત્તિનો શૂન્યવલય રહેશે નહિં. એટલું પહેલા કરેલા દુષ્કર્મો પણ આપણો પીછો છોડશે. આમ નિવૃત્તિકાળમાં સાચા કર્મયોગી બની રહેવાનું છે. કર્મયોગમાં ‘મમતા નો ત્યાગ અને જ્ઞાનયોગમાં “અહંતા’ નો ત્યાગ મુખ્ય છે. કર્મમાં મમત્વ એટલે મારા પણાનો ભાવનો ત્યાગ કરવામાં આવે તો “અહંતા' આપોઆપ દૂર થઇ જાય છે. અહંતાની સાથે મમત્વ હોય છે. અહિંતા અને મમતા એક સિક્કાની બે બાજુ છે. આથી જ્ઞાનયોગમાં પહેલા અહંતા દૂર થઇ જાય છે તેની સાથે સાથે મમતા’ પણ આપમેળે દૂર થઇ જાય છે. 45 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કર્મયોગને યજ્ઞાત્મક કર્મો બનાવવાના છે. યજ્ઞાત્મક કર્મએ કર્મમાં સકમ જોવાનો પ્રકાર છે. આગળ ઉપર આપણે જોયું તેમ ઇશ્વર માટે “જીવનની આહુતિ આપીને થતાં કર્મો એટલે યજ્ઞાત્મક કર્મ, આ યજ્ઞાત્મક કર્મ. આ યજ્ઞાત્મક કર્મમાં આપણે સત્કર્મના કર્તા અને ભોક્તા બનવાનું નથી. જીવનભર જે કંઇ સારા કર્મો કરીએ, તે પ્રભુને અર્પણ કરી દેવાથી, કર્મનું બંધન નડતું નથી. જે યજ્ઞને માટે કર્મો નથી કરતો અર્થાત્ પોતાને માટે કામ કરે છે, તે કર્મો વડે બંધાઇ જાય છે. યશાત્મક કમે એક વ્યક્તિ દ્વારા થયેલા સામૂહિક હિતનું કર્મ છે. આથી યજ્ઞાત્મક કર્મ કરવા સમૂહ જીવન જીવવું પડશે. કારણ કે વ્યક્તિ સમૂહજીવનનો ભાગ છે. વ્યક્તિઓની સંગઠનાત્મક તાકાત એ સમાજની કે રાષ્ટ્રની તાકાત છે. આથી વ્યક્તિને નજરમાં રાખીને કર્મો કરવાના છે. - એક તોફાને છોકરાને પ્રવૃત્ત રાખવા માટે કામમાં રોકાયેલા એના પિતાએ ભારતના નકશાના ટુકડાઓ આપી કહ્યું “આમાંથી તું ભારતનો નકશો પાછો બનાવી દે.પિતાએ વિચાર્યું કે છોકરાને ભૂગોળનું કંઈ જ્ઞાન તો છે નહિં, એટલે આખો નકશો તૈયાર કરવા તે આખો દિવસ રોકાયેલો રહેશે. જેથી તે તેના કામમાં દખલ નહીં કરે, પરંતું છોકરો થોડીવારમાં નકશો તૈયાર કરીને પાછો આવ્યો અને બોલ્યો લો આ આખો ભારતનો નકશો તૈયાર!” પિતાએ આશ્ચર્યથી પૂછ્યું બેટા, ઓટલો જલ્દી નકશો કેવી રીતે બની ગયો. ત્યારે તેના જવાબમાં છોકરાએ કહ્યું – “હું નકશાના જુદા જુદા ભાગોને જોડતો હતો. ત્યારે અચાનક મારી નજર નકશાના પાછળના ભાગમાં પડી પાછળ તો મનુષ્યનું ચિત્ર હતું. પછી મેં માણસના શરીરના બધા ભાગોને બરાબર જોડી દીધા ને સંપૂર્ણ માનવ બની ગયો. તો પાછળની બાજુએ જોયું તો બારતનો સાચો નકશો તૈયાર થઇ ગયો.' ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ આપણે પણ માણસને કેન્દ્રમાં રાખીને સમાજ હિતનું કાર્ય કરવાનું છે. એટલે વ્યક્તિના ઉત્થાન માટે સામાજિક ટ્રસ્ટોની આવશ્યક્તા નથી. પરંતુ આપણી નજરમાં વ્યક્તિને જે મદદની જરૂર હોય, તે વ્યક્તિગત ધોરણે પૂરી પાડવી તેમાં વધુ ડાહપણ છે. ટ્રસ્ટોમાં થતી ખેંચાખેંચ યજ્ઞાત્મક કર્મની ભાવનાને નષ્ટ કરે છે. પરંતું ક્યાં નવજાગૃતિ, નવ ઉત્થાનની જરૂર હોય ત્યારે સંગઠાત્મક તાકાતની જરૂર પડે છે. ત્યારે ટ્રસ્ટો આવશ્યક થઇ પડે છે. ત્યાં આખો સમાજ એક યજ્ઞ બની જાય, એક વેદી બની જાય અને બધા એક જ વેદીમાં પોતપોતાની આહુતિઓ આપે, ત્યારે સમાજનું સાચું સંગઠન સધાય. અહીં મુખ્ય વાત યજ્ઞકર્તાના બધા કર્મ ‘સકર્મ' બની જવા જોઇએ. એટલે તેમાં વ્યક્તિગત આકાંક્ષા કરતાં સમાજ હિતની આકાંક્ષા વિશેષ હોવી જોઇએ. જેમ યજ્ઞ કેવળ યજ્ઞપરંપરાના રક્ષણ માટે કરવામાં આવે છે. તેમ યજ્ઞાત્મક કર્મ પણ સમાજહિત ના રક્ષણ માટે કરવામાં આવે છે. યજ્ઞાત્મક કર્મમાં યજ્ઞ અને કર્મ એ બંન્ને પરમાત્મા સાથે સીધાં જોડાયેલા હોવા જોઇએ. ભગવાન શ્રીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો બ્રહ્માર્પણ મસ્તુ' તમે જે કોઇ યજ્ઞાત્મક કર્મ કરો, કોઇ દાન આપો, બ્રાહ્મણને દક્ષિણા આપો ત્યારે “બ્રાહ્મર્પણમ્' પ્રભુને આપું છું. તેવી ભાવના પ્રબળ હોવી જોઇએ. આ ભાવથી અર્પણ કરવાની ક્રિયા એ બ્રહ્મ છે. આથી ભગવાન શ્રીકૃષ્ણ ચોવીસમાં શ્લોકમાં કહે છે કે: ‘કર્મમાં જેની બ્રહ્મભાવના થઇ ગઇ છે. તેને માટે હોમવાનો પદાર્થ બ્રહ્મ, અગ્નિ પણ બ્રહ્મ, હોમેલું પણ બ્રહ્મ.’ આમ જેની યજ્ઞની સમગ્ર દૃષ્ટિ બ્રહ્મમય છે. તે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ થઇ ગઇ છે. તેથી તે બહ્મ સમાધિથી બ્રહ્મને પામવાનો. 46. Page #47 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ પચ્ચીસ થી ત્રીસમા શ્લોક સુધી જે બાર યજ્ઞો છે. તે બતાવ્યા છે હવે તેની વાત કરીએ. સઘળી ક્રિયાઓ તથા પદાર્થોને પોતાના ન માનતા, પ્રભુના માને, એ દેવયજ્ઞ, કેટલાક પરમાત્મા સાથે તાદાભ્ય કેળવવા માટે સતત પરમાત્માનું સ્મરણ કરે છે અને તેમાં જીવન વ્યતીત કરે છે તે જીવાત્મારૂપી યજ્ઞ. ઇન્દ્રિયોને સંયમમાં રાખે તે ઇન્દ્રિયયજ્ઞ, અહીં કામનાઓથી મુક્ત થઇ કર્મ કરવાની વાત છે. સમાધિયશ, કર્મ માટે દ્રવ્યનો ઉપયોગ કરે એ દ્રવ્ય યજ્ઞ, તીવ્ર તપ કરે તે તપયજ્ઞ, યોગસાધના કરે તે યોગયજ્ઞ, ધાર્મિક ગ્રંથોનું પરાયણ કરવું એ સ્વાધ્યાય યશ, કેટલાક પ્રણાયામ કરે એ પણ એક યજ્ઞ છે. મૂળ તથ્યોને જાણવાનો પ્રયત્ન એટલે જ્ઞાનયજ્ઞ, આ સિવાય ઘણા યજ્ઞો છે. આ બધા યજ્ઞ દરેક મનુષ્ય વત્તા ઓછા કરે કરવા જોઇએ તો એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ ક્યો? તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે. હે પરંતપ: દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે કારણકે સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જે કર્મમાં દ્રવ્ય એટલે સંપત્તિ, એ પછી ભૌતિક પદાર્થ સ્વરૂપની હોય કે શરીરની ઇન્દ્રિયરૂપી હોય, તે બધા યજ્ઞો ‘દ્રવ્યયજ્ઞ’ યજ્ઞ કહેવાય. જ્યારે જ્ઞાન માટે આત્માની જરૂર હોય છે. અને આત્મા અલૌકિક છે. તેથી જ્ઞાનયજ્ઞ સિવાયના બીજા બધા યજ્ઞ દ્રવ્યમયયજ્ઞ છે. જ્યારે જ્ઞાનયજ્ઞ આત્મ સાથે સંબંધિત હોવાને કારણે બધા યજ્ઞમાં જ્ઞાનમય સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાન સત્યનો પ્રકાશ છે. અસત્યના અંધકારમાં જે રઝળપાટ થાય છે. ત્યારે જ્ઞાન દીવો બને છે. જ્ઞાન જીવનમાં ખૂટતી કડીઓ જોડે ગીતા ભાવાર્થ ભાવાનુવાદ છે. જ્ઞાનને બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. એક ન્યાયાધીશ અદાલતમાં ન્યાય તોલે ત્યારે તેમને એવા ઘણા અનુભવો થયેલા કે ઘણા ગુનેગારો ખરેખર ગુનેગાર હોવા છતાં. ગુનેગારની યુક્તિ પ્રયુક્તિ કાવા દાવાથી પુરાવાને રફેદફે કરી નાખતા હતાં. આથી સચોટ પુરાવાના અભાવે ગુનેગારને નિર્દોષ છોડી મૂકવા પડતા હતા. ન્યાયની આ દુર્દશા જોઇને ન્યાયધીશ દુઃખી થતાં હતાં, આથી એક વખત રાજીનામુ આપવાની તૈયારી સુધી પહોંચી ગયા. ત્યારે તેમની સમકક્ષ બીજા ન્યાયાધીશે તેને આશ્વાસન આપતા કહ્યું કે જો ખરેખર સાચા ગુનેગારને નિર્દોષ છૂટવા ન જો હોય, તો અમે એક ખાનગી અદાલત ચલાવીએ છીએ. તેમાં તું જોડાય, એ અદાલતમાં આપણા જેવા ન્યાયલયના ન્યાયાધીશ જેમને ન્યાયલયમાં ન્યાય નથી મળ્યો, તેવા કેસોનો નિકાલ લાવી ગુનેગારને ખાનગી રાહે હત્યા કરાવી તેને સજા આપે છે. સત્યવાદી ન્યાયધારો આવા અસત્યના તંત્રનો પક્ષ લેવાની આનાકાની કરી, ત્યારે તેના સાથી ન્યાયધીશ મિત્રે તેને દલીલ કરતાં સમજાયું કે ધ્યેય શુદ્ધિ માટે જરૂર પડે તો અશુદ્ધિ સાધનનો ઉપયોગ કરવું પાપ નથી. મહાભારતમાં સત્યવાદી યુધિષ્ઠિરે ‘નરો વા કુંજરો વા' કહીને અસત્ય નો પક્ષ નહોતો લીધો? અરે ભગવાન! શ્રીકૃષ્ણ પણ મહાભારત યુદ્ધમાં હથિયાર નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. છતાં ભિષ્મને મારવા રથનું પૈડું નતા દોડ્યાં? દુર્યોધનને પણ કપટથી કરવામાં આવેલા તેને તું કેમ ભૂલે છે? આવી તાર્કિત દલીલો દ્વારા સત્યવાદી ન્યાયધીશને વ્યવહારું સત્ય સમજાવીને પોતાનામાં પક્ષમાં ખેંચી લીધો. પરંતુ એક દિવસ આ સત્યવાદી ન્યાયધીશને પોતાનો આ નિર્ણય અપરિપક્વ લાગ્યો. તેથી તેને આ ખાનગી અદાલતની વાત કોર્ટમાં જાહેર કરી, પરંતુ તેના સાથી ન્યાયધીશીઓએ આ માટે પુરાવા રજૂ કરવા જણાવ્યું, પરંતુ પૂરાવા રજૂ ન કરતા, એ ખાનગી વાલાયના 47 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ૮૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તમામ ન્યાયધીશ નિર્દોષ છૂટ્યા, ત્યારે આ સત્યવાદી ન્યાયધીશે ગર્વભેર કહ્યું કે મારી આપણી વચ્ચે થએલ ખાનગી વાતચીતનો ટે કરેલ કેસેટ છે. પરંતુ માનવતાના ધોરણે મેં એ કેસેટને પુરાવા માટે રજુ કરી નહિં, હાલૌકિક અદાલતમાં મારી હાર થઇ. પરંતું આત્માની અદાલતમાં મારો વિજય થયો. આમ આ સત્યવાદી ન્યાયધીશને આત્મબળનો પ્રકાશ સત્યનું જ્ઞાન આપે છે. આવા ઘણા કિસ્સામાં જ્ઞાનની પ્રાપ્તી આત્મબળ છે. શાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિનાં આઠ અંતરંગ સાધનો બતાવ્યા છે. જેનાં (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) શમ, (૪) મુમુક્ષુતા, (૫) શ્રવણ, (૬) મનન, (૭) આત્મપરિક્ષણ, (૮) તત્ત્વપદાર્થ સંશોધન. ગીતાજીએ જ્ઞાનપ્રાપ્તિ માટેના રીતસરના નિયમો બતાવ્યા છે. જ્ઞાન વાંચ્છુઓએ તત્ત્વદર્શી જ્ઞાની મહાપુરુષની પાસે જઈને સાષ્ટાંગ પ્રણામ કરી, તેમની સેવા કરીને,વિનય, વિનમ્રતા સહ પ્રશ્નો પૂછવાથી તેમની પાસેથી તત્ત્વષ્ટિથી ભરેલું જ્ઞાન મળશે. જ્ઞાન પ્રાપ્તી માટેની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણ આગળના ત્રણ શ્લોકમાં પાંત્રીસથી આડત્રીસ સુધી જ્ઞાનનું માહાભ્ય પ્રગટ કરતાં કહે છે. (૧) જ્ઞાની પ્રાપ્તીથી સંસારનો મોહ દૂર થાય છે અને સૃષ્ટિના પ્રત્યેક જીવ પ્રતિ સમદ્રષ્ટિ પ્રાપ્ત છે જેથી આત્મા સતત આનંદમાં રહે છે. અને પ્રભુ પ્રાપ્તિ સુલભ બને છે. કાલિદાસ, વાલ્મિકિ વગેરેની જેમ જ્ઞાન પ્રાપ્તી થતાં પૂર્વના બધા જ પાપો નાશ પામે છે અને નવજીવન મળે છે. જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ લાકડાંને બાળે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સર્વકર્મોને ભસ્મ કરે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ - જ્ઞાનથી સર્વોત્તમ કોઈ નથી, જ્ઞાનથી આત્માનો આનંદ અને પરમતત્ત્વની પ્રાપ્તી સુલભ બને છે. જ્ઞાન મેળવવાની પદ્ધતિમાં નમસ્કાર, સેવા અને પરિપ્રશ્ન આવશ્યકતાની છે. આ ઉપરાંત એક ચોથું પરિબળ શ્રદ્ધાની એટલી આવશ્યક્તા છે. જો જ્ઞાન વાંચ્છમાં શ્રદ્ધા ન હોય તો તો પણ જ્ઞાન ન મળે. શ્રદ્ધાએ જીવનનું ભાથું છે. શ્રદ્ધાના બળથી અશક્યને શક્યમાં ફેરવી શકાય છે. જ્ઞાન પ્રાપ્તી માટે ત્રણ શ્રદ્ધા અવશ્ય જોઇએ. એક આત્મશ્રદ્ધા બીજી ઇશશ્રદ્ધા અને ત્રીજી ગુરુ શ્રદ્ધા. જેનામાં આ ત્રણ શ્રદ્ધા ન હોય, એ ગમે તેટલી જગ્યાએ ફરે, પણ હતા એવા ને એવા રહે. એમાં કંઇ ફેર ન પડે. જીવનની સફળતાનું પહેલું રહસ્ય આત્મશ્રદ્ધા છે. આપણે આપણી જાત ઉપરનો વિશ્વાસ એ મોટામાં મોટી મદદ છે. જીવનમાં કોઇ પણ પ્રેરક બળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધા છે. મહાભારત યુગની આ વાત છે. પાંડવો વનવાસમાં હતા. ત્યારે એક દિવસ પાંચમાંથી ચાર નાના ભાઇઓ મોટાભાઇ યુધિષ્ઠિરથી છૂટા પડ્યા. યુધિષ્ઠિર પોતાના આ ચાર ભાઇઓની શોધમાં નીકળ્યા છે. એક સરોવરના કિનારે આવીને જુએ છે તો ચારભાઇઓનાં શબ. કશુંક અઘટિત બની ગયાનો વહેમ પડી ગયો. કિનારે અદ્રશ્ય રહેલા યક્ષે યુધિષ્ઠિરને કહ્યું: ‘મારી રજા વગર પાણી નહિ પી શકાય.” તો આજ્ઞા આપવા વિનંતી છે. યુધિષ્ઠિરે વિનમ્રતાથી કહ્યું. મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર આજ્ઞા નહિ મળે.' તો પ્રશ્નો પૂછો. આવડશે એવા ઉત્તરો આપીશ.” (૩) A8 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યક્ષે પૂછેલાં પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન આ પણ પૂછેલો - ‘માણસને ભયના અંધકારમાંથી મુક્ત કોણ કરે છે?” આત્મબળના અજવાળા યુધિષ્ઠિરે તત્કાળ જવાબ આપેલો, આ આત્મબળ એટલે આપણી આત્મશ્રદ્ધા. આ આત્મશ્રદ્ધા ન હોત તો આપણું જીવન નર્યું યંત્રવતું બની જાત. જીવન જીવવા જેવું હોય શ્રદ્ધાના બળે. શ્રદ્ધા આપણા વિશ્વાસમાં શ્વાસ પૂરે છે. શ્રદ્ધા જ આપણે ઇશ્વર તત્ત્વનો અનુભવ કરાવે છે. શ્રદ્ધાની સત્તા આગળ વિશ્વની કોઇ સત્તા ચાલતી નથી. શ્રદ્ધા મૂંઝાયેલા જીવનનો પ્રાણ છે. આપણાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્' ના રચયિતા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને એક વાર દાઢમાં દુખાવો ઉપડ્યો, જેથી તેમના નખવાય, ન પીવાય કે ન સુવાય. તેમને ન કંઇ ચેન પડે. તેમને આ માટે ઘણી દવાઓ કરી, પરંતું કોઇ ફેર ન પડ્યો. આથી તેમને શ્રદ્ધાના બળે દવા મુકીને ભગવાનના નામનો જપ અને ગીતા પઠન શરૂ કર્યું. તેઓ કેટલાક દિવસો સુધી શ્રદ્ધાથી ગીતાનું પઠન કર્યું. અને અંતે શ્રદ્ધા જીતી. દાઢના દુ:ખવાનું દરદ ગયું. આવો અદ્દભૂત ઇશ્વર શ્રદ્ધાનો કિસ્સો ઇંગ્લેંડના નાના ગામડાના રહેવાસી હોન લી. ના જીવનનો છે. એકવાર મિસિસ કેઇઝ. પામની એક વૃદ્ધાના કરપીણ ખૂનના કેસમાં જ્હોન લી. ને ફાંસીની સજા ફરમાવાઈ. આમ છતાં જહોન લી. શ્રદ્ધાપૂર્વક કહેતો “મેં એ ખૂન નથી કર્યું. મને પ્રભુ ફાંસીના માંચડે નહિ ચઢવા દે.' ફાંસીના દિવસે તેને ત્રણ ત્રણ વાર માંચડા ચઢાવવા છતાં, તે મૃત્યુ ન પામ્યો. સત્તાધીશો અચંબામાં પડી ગયા, તેમને ત્રણે વખતે હોન લી. ને ફાંસીએ ચઢાવવા પહેલાં એક પૂતળાને ફાંસીના માંચડા ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પર ટિંગાડીને “લીવર’ ખેંચતા પૂતળું તરત જ ટેબલની નીચે ચાલ્યું જતું. જ્યારે એની જગ્યાએ જ્હોન લી. ને ફાંસી આપવા માટે લીવર ખેંચવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. આથી કંટાળીને સત્તાધીશોએ જહોન લી.ની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી નાંખી. આમ શ્રદ્ધા વિશ્વાસથી બધું જ મળે છે. આથી ભગવાન ગીતાજીમાં કહે છે કે શ્રદ્ધાવાળો, જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વાળો અને એકાગ્રતાવાળો પુરુષને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એકલવ્ય વિદ્યાભ્યાસ માટે દ્રોણાચાર્ય પાસે ગયો. પરંતું દ્રોણાચાર્ય એકલવ્ય શુદ્ર હોવાને નાતે તેને વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી. પરંતું ખરેખર એકલવ્યને ભણવું હતું અને એને આ ગુરુ જોઇતા હતા. બીજા નહિં, આથી તેને જંગલમાં જઇને દ્રોણગુરુનું માટીનું પૂતળું બનાવ્યું. અને એમાં શ્રદ્ધા રાખી. તો પૂતળા પાસેથી વિદ્યા મેળવી શક્યો. જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય તો શું ન કરી શકે. શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. પરંતું જેને શ્રદ્ધા નથી. વિશ્વાસ નથી. તે કશું જ પ્રાપ્ત કરતો નથી. ઘણીવાર મનુષ્ય મન અને ઇન્દ્રિય વડે અનુભવેલી હકિકત સત્ય માને છે. તેથી તે ત્યાં અટકી જાય છે આગળ નથી વધી શકતો. પરંતું શ્રદ્ધાના બળે શ્રદ્ધાવાન મનુષ્ય શાસ્ત્રો અને ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઘણા તથ્યોના રહસ્યને પામી શક્યા છે. અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા બળવતુ બનતી જાય છે. તેનું મન સતત ભગવદ્ભય રહે છે જેથી તેને કર્મના કોઇ બંધન રહેતા નથી. આથી ભગવાન અર્જુનને કહે છે કે : “હે ધનંજય! જ્ઞાનયોગ દ્વારા સંશય, વહેમોનો નાશ કર, અને યુદ્ધ માટે ઉભો થાય.” 49. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૫ ચોથા અધ્યાયમાં ભગવાને કર્મ અને જ્ઞાનયોગની પ્રચલિત પ્રણાલીની ચર્ચા અર્જુન સમક્ષ કરીને, અર્જુનને પોતાની કર્તવ્ય નિષ્ઠા કેળવીને યુદ્ધ કરવા માટે આહવાન આપે છે. આમ છતાં અર્જુન કોઇ નિર્ણય લઇ શકતો નથી. આ બન્નેમાંથી ક્યું સાધન શ્રેષ્ઠ છે. તેના નિર્ણય ભગવાન પાસે કરાવવાના ઉદ્દેશ્યથી અર્જુન કહે છે: “હે કૃષ્ણ, થોડીવાર પહેલાં તમે એ કહો છો કે કર્મ, અને થોડીવાર પછી આપ એમ કહો છો કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. તો મારા માટે આ બે માંથી શું શ્રેષ્ઠ છે? તેનો ખુલાસો કરો.’ અર્જુનના મનમાં વિશ્વકલ્યાણની ભાવના હતી, તેથીતે પોતાના માધ્યમ દ્વારા વિશ્વકલ્યાણ થાય તે માટે તેઓ વારંવાર ભગવાનની સામે શ્રેયવિષયક જિજ્ઞાસા રાખી પ્રશ્નો પૂછે છે, આજે સામી વ્યક્તિને મૂંઝવવા માટે પ્રશ્નોનો મારો ચલાવે છે. આવી વ્યક્તિમાં જિજ્ઞાસા કરતાં આક્રમતા વધુ જોવા મળે છે. જે જિજ્ઞાસા સહ પ્રશ્નો પૂછે છે. તે સાચા જ્ઞાનનો અધિકારી છે. અર્જુન જેવી પરિસ્થિતિ લગભગ આપણા બધાની જ છે. અર્જુનને સંશય થયો કે કર્મ સારાં કે જ્ઞાન સારૂ, કર્મ સંન્યાસી થવું સારૂ કે કર્મયોગી થવું સારૂ. કર્મ સંન્યાસ એટલે નિવૃત્તિ અને કર્મયોગ એટલે પ્રવૃત્તિ, આ બે માંથી ક્યો માર્ગ શ્રેષ્ઠ છે? ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક ગુરુને બે શિષ્ય, આમ તો બંન્ને સંસારી, એક દિવસ એક શિષ્ય ગુરુની પાસે આવીને કહે: ‘ભગવાનની પ્રાપ્તિ માટે શું મારે સંન્યાસ લેવો જરૂરી છે?” ગુરુએ કહ્યું: ‘હા! સંસારથી અલિપ્ત રહેતા સંસારનો રાગ દ્વેષ રહેતો નથી તેથી તેને ભગવાન જરૂર મળે છે.’ થોડાક દિવસ પછી બીજો શિષ્ય ગુરુ પાસે આવ્યો, તેને પણ ગુરુને પૂછ્યું: ‘ભગવાનની પ્રાપ્તિ માટે સંન્યાસ લેવો જરૂરી છે ખરો?’ ગુરુએ કહ્યું – “ના, સંન્યાસ લીધા સિવાય વિના, સંસારમાં રહીને પણ સંસારની પ્રત્યેક વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ હટાવીને, ભગવભાવ કેળવીને પણ ભગવાનની પ્રાપ્તી થાય છે.” એક દિવસ આ બંન્ને શિષ્યો ભેગા થઇ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા ‘ગુરુએ મને સંન્યાસ લેવાનું કહ્યું છે. બીજા શિષ્ય કહ્યું : ‘ગુરુએ મને સંન્યાસ લીધા વિના ગૃહસ્થ ધર્મ બજાવીને ભગવ પ્રાપ્તી થઇ શકે છે. તેવું કહ્યું.' આ બંન્ને મુંઝાયા. તેથી ગુરુ પાસે ખુલાસો મેળવવા ગુરુ પાસે ગયા, ત્યારે કહ્યું – ‘તમે બંન્ને સાચા છો, તમારી બંન્ને જેમાં યોગ્યતા છે તે પ્રમાણે મેં તમને બે અલગ અલગ માર્ગો બતાવ્યા છે.' અર્જુનની મૂંઝવણનો ઉત્તર આપતા ભગવાન કહે છેઃ સંન્યાસ નો અર્થ કર્મચાગ નહિં, પરંતુ જેને કર્મ કરવા છતાં જેને કર્મફળની આસક્તિ નથી તેથી સાચો સંન્યાસી કહેવાય, ખરેખર આ બંન્ને બાબતો જુદી નથી. જ્ઞાન અને કર્મને જુદુ કહેનારા તો અજ્ઞાની છે. ખરેખર તો સંન્યાસ દ્વારા પ્રત્યેક મનુષ્ય જે તે વર્ણ, આશ્રમ, સંપ્રદાયમાં રહીને પણ સ્વતંત્રતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કર્મનો ત્યાગ કરીને કોઇ જ્ઞાની થઇ શકતો નથી. સંન્યાસ અને કર્મયોગ એક સિક્કાની બે બાજુ છે. 50 Page #51 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક વડીલ ભાઇને પાકશાસ્ત્રનું બિલકુલ જ્ઞાન નહિં, એકદિવસ તેની પત્નિ થોડાક દિવસ માટે બહાર ગામ ગઇ, બહાર જમવાની કોઇ સગવડ નહિં. તેથી આ વડિલ ભાઇએ વિચાર્યું કે બધા કહે છે કે દાળ અને ચોખાને બાફી નાખ્યા એટલે ખીચડી તૈયાર, તો લાવને આજે હું ખીચડી બનાવું. તેને એક તપેલીમાં ચોખા બાફિયા, બીજી તપેલીમાં દાળ બફી, થોડીવારમાં તેનો એક મિત્ર તેને મળવા આવ્યો. તેને જોયું કે બે અલગ અલગ તપેલીમાં ચોખા અને દાળ બફાય છે. તેથી તેને જિજ્ઞાસાથી પૂછ્યું - ‘દોસ્ત શું બનાવે છે?” પેલા વડીલ ભાઇએ કહ્યું, કેમ ખીચડી બનાવું છું. પેલા મિત્રે તેને કહ્યું : “ઓ મૂર્ખ ખીચડી આ રીતે બને ખરી? ખીચડી બનાવવા માટે દાળ ચોખાને ભેગા બાફવા પડે.” - સાંખ્યયોગ (સંન્યાસ)નું પણ આવે છે. સાંખ્યયોગ માટે કર્મયોગને અલગ પાડવાની કોઇ જરૂર નથી. સાંખ્યયોગ માટે કર્મનો ક્યારે ત્યાગ કરવાનો નથી. સંન્યાસની સફળતાનો આધાર વિવેકપૂર્વક વિચાર છે. સંન્યાસમાં તો સંસાર પ્રત્યે રાગ દ્વેષ કેળવીને પરમાત્માની પર દૃષ્ટિ કેળવવાની છે. આ તો નાક બંધને શ્વાસ લેવા જેવી વાત થઇ. રાગ દ્વેષ દૂર કર્યા વગર સંસાર પ્રત્યે અભાવ પેદા કરવો કઠિન છે. માનવમાત્રમાં કર્મ કરવાનો રાગ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. જેને માત્ર કર્મથી દૂર કરી શકાય, જેમ કાંટો કાંટાને કાઢે, તેમ કર્મનો રાગ કર્મયોગથી નીકળી શકે, કર્તવ્ય કર્મ કરીને કર્મમાંથી સદાય રાગ દ્વેષ દૂર કરવાની કળા એટલે કર્મયોગ. આથી ભગવાન કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બંન્ને કલ્યાણના માર્ગો છે. પરંતું તેમાં કર્મયોગ શ્રેષ્ઠ છે. કારણ કે સાચા કર્મયોગીને કોઇ પણ પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિ, સિદ્ધાંત વગેરેમાં કોઇ પણ પ્રકારની દ્વેષભાવના હોતી નથી. તેને બધા પ્રત્યે સમષ્ટિ હોય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૯૫ જે આ બધામાં ઈશ્વર જોવે છે. આથી તેને કોઇ પ્રત્યે અભાવની કે જુદાઇની ભાવના હોતી નથી. આવા કર્મયોગીને ભગવાન સંસારમાં રહેતો હોવા છતાં તેને સંન્યાસી ગણે છે. શ્રીશુકદેવજી જ્ઞાની હતા. પરંતુ તેમને જ્ઞાનનું તાત્પર્ય સમજવા, તેમના પિતા વ્યાસજીએ તેમને જનક પાસે મોકલ્યા. શ્રી શકદેવજી નીકળ્યા જનક રાજાને મળવા. આવતા આવતા નગરો જોતાં ચાલ્યા જતા હતા. એમ કરીને મહારાજા જનકે મહેલમાં ત્રીજા માળે દીવાનખાનામાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા. મહારાજા શ્રી શુકદેવજીને આવતા વેંત પૂછવું – “કેમ આવ્યો?” શ્રી શુકદેવજીએ કહ્યું – ‘જ્ઞાન માટે.” જનકમહારાજે ફરી પૂછ્યું કોણે મોકલ્યો? ઉત્તર આપ્યો. પિતા વ્યાસે. ક્યાંથી આવ્યો? ઉત્તર મળ્યો આશ્રમમાંથી. ‘આશ્રમમાંથી અહીં આવતાં બજારમાં શું શું જોયું?” જ્યાં ને ત્યાં બસ એક જ ખાંડની મીઠાઇ ગોઠવી રાખેલી જોવા મળી.” બીજું શું જોયું?” બોલતાં ને ચાલતાં ખાંડનાં પૂતળાં દીઠા. પછી આગળ શું?” ખાંડનાં કઠણ પગથિયાં ચડી અહીં આવ્યો. ‘આગળ શું?” ખાંડનાં ચિત્રો અહીં પણ બધે જોયાં. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હવે શું જુએ છે? ખાંડનું એક પૂતળું ખાંડના બીજા પૂતળા જોડે વાત કરે છે. આમ, શુકદેવજીના ઉત્તરથી સંતુષ્ટ થઇ મહારાજા જનકે શુકદેવજીને શિષ્ય તરીકે પાસ કર્યો. શુકદેવજી સાચા સંન્યાસી જ હતા, તેથી તેમને સર્વત્ર એકસરખું જ દેખાતું હતું! એક વખત કેટલીક યુવાન સ્ત્રીઓ નગ્ન અવસ્થામાં સાગરમાં નાહી રહી હતી. ત્યારે તેમને સામેથી ‘નારાયણ નારાયણ' કરતાં નારદજીને આવતા જોયાં. આથી આ સ્ત્રીઓ ઝટપટ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધાં, નારદજી ત્યાંથી પસાર થયા પછી આ સ્ત્રીઓ ફરિ નગ્ન અવસ્થામાં સાગરમાં નાહવા પડી, આ વખતે શ્રીશુકદેવજી એ સામેથી આવતાં આ સ્ત્રીઓ જોયું, છતાં તેઓ આ અવસ્થામાં નાહવાનું ચાલું રાખ્યું, શુકદેવજી ભગવદ્ સ્મરણ કરતાં ત્યાંથી નીકળી ગયા. આ અંગેનું રહસ્ય એકવાર નારદજીએ ભગવાન વ્યાસજીને પૂછ્યું, ત્યારે વ્યાસજીએ કહ્યું – ‘તમારે કામ જરૂર નથી. પરંતું તમે સ્ત્રી, પુરુષના ભેદ જુઓ છો. આથી ક્યારેક તમારા મનમાં વાસના પ્રવેશી શકે, એવી શંકા આ સ્ત્રીઓને થતાં, તેમણે તમને જોતાં વસ્ત્રો પહેરી લીધાં. જ્યારે શુકદેવજી તો સમગ્ર સૃષ્ટિ સમાન લાગે છે. તેમના માટે સ્ત્રી, પુરુષએ તો માટીના પૂતળા સમાન છે. તેથી આ સ્ત્રીઓને શુકદેવજી તરફથી કોઇ ભય ન લાગ્યો. એટલે તેમને શુકદેવજી આવતા હતા ત્યાં નગ્નઅવસ્થામાં નાહવાનું ચાલુ રાખ્યું. કર્મયોગ સાંખ્યયોગ કરતાં શ્રેષ્ઠ હોવા છતાં આ બંન્ને પરમાત્માનાં પ્રાણીનાં માર્ગો છે. સંન્યાસીઓએ એમ ન માનવું જોઇએ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કે જેઓ સંસારમાં રહીને જગતના કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે તેઓ ઇશ્વરની ભક્તિ કરતા નથી. તેવી જ રીતે બાળકો અને પત્નીની ખાતર સંસારમાં રહેનાર ગૃહસ્થ પણ સંન્યાસીને નકામો અને રખડુ ન ગણી કાઢવો, સૌ પોતપોતાને સ્થાને મહાન છે. જે પુરુષ સાંખ્યયોગ અને કર્મયોગ તત્ત્વને સારી રીતે સમજ્યા છે. તેઓ જ સાચા બુદ્ધિમાન છે. તેઓ આ બંન્નેને અલગ અલગ ફળવાળા ગણાતા નથી. સાધનો અલગ છે. પરંતું પરિણામ તો એક જ છે. ભગવાન કહે છે. સંન્યાસ વાળા કર્મયોગ છે. એટલે કે કર્મયોગ વિના સંન્યાસ સિદ્ધ થવો કઠિન છે. સંન્યાસનું લક્ષ્ય પરમાત્મતત્ત્વને અનુભવ કરવાનું હોય છે. પરંતુ જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી પરમાત્મતત્વની અનુભવની વાત જ શી. રાગને દૂર કરવાનો સુગમ ઉપાય છે. કર્મયોગનું અનુષ્ઠાન કરવું. કર્મયોગમાં પ્રત્યેક ક્રિયાઓ બીજાઓના હિતને માટે કરવામાં આવે છે. બીજાના હિત માટેની પ્રવૃત્તિ હોવાને કારણે રાગ આપમેળે દૂર થાય છે. આમ રાગને દૂર કરવા માટે કર્મયોગનું સાધન જરૂરી છે. કર્મયોગના સાધનવિના સાંખ્યયોગસિદ્ધ કરવો કઠિન છે. સાંખ્યયોગી પાત્રતા કેળવવા માટેની પાઠશાળા એટલે કર્મયોગ. આ જ રીતે અહીં સાંખ્યયોગનું સાધન કર્મયોગ છે. પરંતું ભગવાન સાધનથી વિશેષ કર્મયોગના સાધ્યના કાર્યને મહત્ત્વ આપે છે. કારણ કે કર્મો કરતા રહીને, પણ કર્મો સાથે કોઇ પ્રકારનો સંબંધ ન રાખવો એ જ સંન્યાસ છે. આથી સાંખ્યયોગ અને કર્મયોગ ધ્યેય નિષ્ઠાની દૃષ્ટિએ સમાન છે. તે દૃષ્ટિએ આ બે વચ્ચે કોઈ ભેદ નથી. બંન્નેનું લક્ષ્ય “આત્મનો મોક્ષાર્થ જગહિતાર્થ ચી' આત્માની મુક્તિ જગતના કલ્યાણ અર્થે છે. બંન્ને એ જનહિતાર્થે સતત ચિંતન મય રહેવું 52 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જોઇએ. જો શરીરથી સમગ્ર વિશ્વનું કલ્યાણ ન થઇ શકે. પરંતું શુભચિંતન કરી વિશ્વકલ્યાણની ભાવના કેળવી શકાય આવું શુભ ચિંતન અને શુભ પ્રાર્થના પણ ઘણો પ્રભાવ ઊભો કરી શકે. આવી ભાવના કેળવવાથી વ્યક્તિ આસક્તિ છોડીને અનાસક્ત બની શકે છે. આથી ભગવાન સમજાવે છે કે તમારું કર્તવ્ય ધીરેધીરે વ્યાપક બનાવો, આપણે એવા કર્મ કરીએ, જે બધાંને સાંકળી લે. સંકુચિતતાને ગીતા ધિક્કારે છે. આપણા કર્મોનું ધ્યેય વ્યાપક અને વિશાળ હોવું જોઇએ. હું અને મારું એટલે આસક્તિ. આવા આસક્તિ યુક્ત કર્યો બંધન કર્તા છે. એટલે કે આવા કર્મો ફળ આપનારા છે. જ્યારે અનાસક્ત કર્મો બંધન કર્તા નથી, એ તો સ્વતંત્ર છે. ભગવાનના મતે અનાસક્ત કર્મો કરવાવાળા સાચા કર્મયોગી છે. ભગવાન આગળ એ પણ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ કર્તા કરીકે પોતાને મુકે છે ત્યાં સુધી કર્મ કે સંન્યાસ યોગ સિદ્ધ થતો નથી. એ તો એકડા વગરના મીંડા જેવી પરિસ્થિતિ છે. આપણે કર્મયોગને અનુસરીએ કે સંન્યાસમાર્ગને અનુસરીએ એ મહત્ત્વનું નથી. પણ તેમાં રહેલ તત્ત્વને સમજી તેને અનુસરવું એ મહત્ત્વનું છે. તેમ જે કંઇ કરો, તેમાં તત્ત્વજ્ઞાનની વ્યવહારિકતા હોવી જોઇએ. દંભનો લેશમાત્ર અંશ ન હોવો જોઇએ. દરેક ક્રિયાઓ સ્વભાવિક હોવી જોઇએ. હું કંઇ કરતો જ નથી. એવી અકર્મની ભાવના જાગૃત થાય તો દરેક કર્મ આસક્તિરહિત બનશે, જેથી તે આત્મશુદ્ધિ માટે નિમિત બનશે. કર્મયોગી હોય કે સંન્યાસી હોય પરંતું નિયતકર્મ નિષ્કામભાવે બજાવે, એ જરૂરી છે. બંન્નેની ભાવના સર્વના કલ્યાણ માટેની હોવી જોઇએ. 53 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૯૯ તમે જેવું વાવશો તેવું પામશો. તેમાં હું કંઇ કરી શકું નહિં, તેવી સ્પષ્ટતાં ભગવાન કરે છે. ભગવાન તમારા કર્મની વચ્ચે નહિં આવે, એ કર્મફળપ્રદાતા છે. તમે જે કંઇ કર્મ કરશો એનું ફળ આપશે. કરેલા કર્મનું ફળ સો જન્મ થાય છતાં તે ભોગવવાં જ પડે. હા, આમાં ભગવાનની કૃપા જરૂર રહેલી છે. તેમાં તેમનો ન્યાય રહેલો છે. વૃત્તિમાં આવે છે કે ભગવાન જેની ઉર્ધ્વગતિ કરવા ઇચ્છે છે. તેના દ્વારા તો શુભ કર્મો કરાવે છે. અને જેની અધોગતિ કરવા ઇચ્છે છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે. અહીં ભગવાનનો શુદ્ધ ન્યાય જોવા મળે છે. ભગવાન ન્યાયધીશની ભૂમિકા ભજવે છે. જેમ ન્યાયધીશ નથી ગુનેગાર સાથે સંબંધ, કે નથી તેના ગુના સાથે સંબંધ, તે તટસ્થ ભાવે કાયદાની મર્યાદામાં રહીને ગુનેગારને સજા કરે છે તેમ ભગવાન નથી કર્તાપણું રચતો કે નથી કર્મને રચતો, નથી તેઓ કર્મ અને તેના ફળનો મેળ સાધતા કે નથી કોઇનું પાપ કે પૂણ્ય સ્વીકારતા. પરંતું ભગવાન તેના કર્મોના આધારે શુભ કે અશુભ કર્મ કરાવે છે. અર્થાત્ ભગવાન કર્મોના આધારે જીવની પ્રકૃત્તિ કે ભાગ્ય ફરે છે. આથી જો અવિરત શાંતિ અને આનંદને પામવો હોય તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી પર રહીને અનાસક્તભાવે આત્મશુદ્ધિ માટે સમતા અને વિવેકપૂર્વક શુભ કર્મો કરવા જોઇએ, આવા શુભ કર્મોની પાઠશાલા એટલે સાંખ્યયોગ. આમ ભગવાને સાંખ્યયોગ અને જ્ઞાનયોગની સમજૂતી આપ્યા પછી આવા સાંખ્યયોગી જ્ઞાનયોગીની જ્ઞાન ક્ષમતા પર પ્રકાશ પાડતા ભગવાન કહે છે કે : ‘જેમ કર્મયોગમાં સ્થિતપ્રજ્ઞએ તેનું મહત્ત્વનું લક્ષણ છે તેમ સાંખ્યયોગમાં જ્ઞાની પુરુષનું અતિ મહત્ત્વનું લક્ષણ સમદૃષ્ટિ છે. સમદષ્ટિ એટલે સર્વમાં ચેતન સ્વરૂપે આત્મા છે. તેવી દૃષ્ટિ તેના ચિત્તમાં કોઇ જીવ વિષે ભેદભાવ હોતો નથી. પછી એ બ્રાહ્મણ હોય કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચંડાળ હોય, પશુમાં ગાય હોય કે હાથી કે કૂતરો હોય, પરંતું બધામાં સમાન આત્મા કે જીવ છે તેવી દૃષ્ટિ વિદ્યમાન હોય તો સાચો બ્રહ્મ જ્ઞાની છે.’ ભગવાન આગળ કહે છે કે સ્થિતપ્રજ્ઞ અને સમર્દષ્ટિમાં લક્ષણોમાં કોઇ ભેદ નથી. સમદૅષ્ટિવાળા જ્ઞાનીપુરુષો સ્થિત પ્રજ્ઞની જેમ સુખ અને દુઃખમાં સમાન દૃષ્ટિ રાખે, તે સુખમાં બહુ હર્ષઘેલો થતો નથી, કે દુઃખમાં ખિન્ન થતો નથી. આવા જ્ઞાનીપુરુષોના અંતઃમનને વિકાસલક્ષી બનાવનારું મહત્ત્વનું લક્ષણ એ કામ ક્રોધના વેગને નાથવાનું છે. ભગવાને સાંખ્યયોગની અપેક્ષાએ કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો, છતાં કર્મયોગની સફળતા માટે જરૂરી જ્ઞાન અને ઘડતર માટે સાંખ્યયોગ પણ એટલો જ જરૂરી છે. આથી આ અધ્યાયમાં ભગવાને ક્રમપૂર્વક કર્મયોગ અને સાંખ્યયોગનું વર્ણન કરીને પરોક્ષ રીતે ધ્યાનયોગ તરફ વાળે છે. 54 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૦૧ અધ્યાય : ૬ પાંચમા અધ્યાયમાં ભગવાને અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સાંખ્યયોગ (જ્ઞાનયોગ) અને કર્મયોગ વચ્ચેની સામ્યતાનું વર્ણન કર્યું. પરંતું બંન્નેને ધ્યેયલક્ષી, વિકાસગામી બનાવવા માટે ધ્યાનની ઉપયોગીતા અને આ ઉપરાંત સ્વતંત્ર રીતે પણ ફળદાયી બની શકે. તેનો ઉલ્લેખ પાંચમા અધ્યાયના છવ્વીશ અને સત્યાવીશના શ્લોકમાં કરેલ છે. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ધ્યાનયોગ અંગે વધુ દિશા સૂચન કરે છે. ભગવાન પ્રથમ શ્લોકમાં કહે છે કે માત્ર કર્મ કરવાની વૃત્તિથી કર્મ કરવાનું છોડી દો, જો એમ થશે તો આપણા સઘળાં કર્મો ‘ગધ્ધા વૈતરું’ બનશે. એ કર્મમાં આપણો પ્રાણ રેડવાનો છે. આપણો ભાવ પ્રદેશ જાગૃત કરવાનો છે. તેને આપણાં મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું એક સાધન બનાવવાનું છે. આ માટે કોઇ ચોક્કસ પદ્ધતિ અપનાવી જોઇએ, આવી જે પદ્ધતિ છે તેને ભગવાન ‘ધ્યાનયોગ’ કહે છે. ધ્યાનનું બીજુ નામ એકાગ્રતા, ભગવાન કહે છે કે જ્યાં સુધી એકાગ્રતા ન હોય ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. તમે કર્મયોગી બનો કે સંન્યાસી, પણ તેમાં આત્મસંયમ, ધ્યાન તો ચોક્કસ જોઇએ. ધ્યાન વિના કોઇ પણ કાર્ય સારી રીતે સિદ્ધ થતું નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ધ્યાન એટલે એકાદ વિષય પર ચિત્ત કેન્દ્રિત કરવું તે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય એ ધ્યાન માટે ‘ચિત્તનિરોધ’ શબ્દ વાપર્યો છે. માનવશરીર પાંચપ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મભૂતો, મન અને બુદ્ધિ એમ કુલ સત્તર તત્ત્વનું બનેલું છે. જે મનુષ્યની સત્તરવૃત્તિઓ કહેવાય, જેમાં મન સર્વેનો સરદાર છે. અર્થાતુ આ સત્તરવૃત્તિઓની વિષયાભોગવૃત્તિ મનમહંશે પેદા કરે છે. મનની આ વૃત્તિને ભગવાન ‘સંકલ્પ' નામ આપે છે. ભગવાન કહે છે કે હે પાંડુ પુત્ર, મેં તને આગળ પણ સમજાવ્યું છે તેમ આ સત્તર ઇન્દ્રિયની તૃપ્તિનો અર્થાતુ આ સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઇ પણ પુરુષ કર્મયોગી કે સંન્યાસયોગી બની શકતો નથી. આમ યોગની પ્રથમ શરત એ આપણી ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વળવી જોઇએ. ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયમાં જાય પણ તરત જ પાછી વળી દેવી જોઇએ. જે ખરેખર પાછી વળતી નથી તેવો આપણો સૌનો અનુભવ છે. આપણે કથામાં બેઠા હોય ને બાજુના મકાનમાંથી રેડિયો વાગતો હોય. એ રેડિયાના ગીતો કાનમાં પડે. એટલે કાનનો ધર્મ છે સંભાળવાનો, એટલે કાન તરત જ કથામાંથી ખસીને રેડિયાના ગીતો સાંભળશે. કંઇ કાનની વૃત્તિ બદલાઇ એટલે તરત જ મન હાજર થશે. મન ચિંતન કરશે છે કે ક્યા પીક્સરનું ગાયન છે. તેના ગાયક કોણ છે? ક્યા અભિનેતાના મોઢેથી એ ગવાયું છે? વગેરે અંગે ચિંતન ચાલું કરશે. અર્થાત્ અહીં કથામાંથી વૃત્તિ છૂટીને બીજા વિષય પર મન કેન્દ્રિત થયું. આવી પરિસ્થિતિ લગભગ આપણાં સૌની છે. ૮૪ વૈષ્ણવની વાર્તામાં શેઠ દામોદરદાસ સંભરવાળાની દાસી કૃષ્ણાની વાર્તા આવે ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૦૩ છે. શેઠ દામોદરદાસને તેમના લગ્નમાં સસરા તરફથી દાયકામાં જે ૨૦૦ દાસીઓ આપેલી, તેમાંની એક દાસી તે આ કૃષ્ણા દાસી. એક દિવસ શેઠ દામોદરદાસ ભગવદ્ સેવામાં બેઠા હતાં, ત્યારે બહારથી કોઇએ આવીને પૂછ્યું – “શેઠજી ઘરમાં છે?” ત્યારે કૃષ્ણા દ્વાર પર આવેલાં અજાણ્યા માણસને પૂછ્યું – આપ શેઠજીને મળવા આવ્યા છો? પરંતું શેઠજી તો ઘોડા ખરીદવા માટે નકાસ નામના સ્થળે ગયા છે.” આ જવાબ સાંભળી પેલા ભાઇ શેઠજીને મળ્યા વિના ચાલ્યા ગયા. શેઠજી પ્રભુની સેવા પહોંચીને બહાર આવ્યા, ત્યારે બીજી દાસીએ આ હકિકતની જાણ શેઠજીને કરી. શેઠજીએ અસત્ય બોલવા માટે કૃષ્ણા પર માઠું લાગ્યું. તેમણે કૃષ્ણાને પૂછ્યું, “કેમ રે કૃષ્ણા! હું સેવામાં હતો. તે તું જાણતી નહોતી? તું બહારથી આવેલા મહેમાન સામે ખોટું શા માટે બોલી કે હું ઘોડાખરીદવા માટે નકાસ ગયો છું.” કૃષ્ણા બોલી: “ક્ષમા કરજો. હું ખોટું કંઇ બોલી નથી. આપ સેવામાં હતા, ત્યારે આપના મનમાં ક્યા ક્યા વિચારો ચાલતા હતા તે જરાક યાદ કરી જુઓ, આપનો દેહ સેવામાં હતો, પરંતું આપનું મન અને હૃદય સેવામાં હતાં ખરાં? જ્યારે આવેલ મહેમાનને મને પૂછ્યું કે શેઠજી ક્યાં છે, ત્યારે મેં આપના મનની જ વાત તેમને જણાવી હતી. આપણા પ્રભુ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ‘ચિત્ત’ પ્રભુમાં પરોવાય તે જ સાચી સેવા” એ ન્યાયે આપ ખરેખર સેવામાં હતા ખરા? આપ તે વખતે ઘોડા ખરીદવા માટે નકાસ જવાનો વિચાર નહોતા કરતા? સેવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરતાં જો સેવાની ક્રિયા થયા કરે અને મન બીજે ભટક્યા કરે તો તેને સેવા કેવી રીતે કહેવાય? આથી પ્રભુકૃપાથી મને જે સ્ફુરણા થઇ, તે મેં કહી તેમાં ખોટું ક્યાં છે? કોઇ પણ ક્રિયા કે કાર્યમાં મનની એકાગ્રતા હોવી જોઇએ. મન જ્યારે એક જ વિષયને પકડી રાખે તેને ધ્યાન કહેવામાં આવે છે. પરંતુ વિષયમાં આસક્તિવાળી ઇન્દ્રિયોની વૃત્તિ કોઇ પણ વિષયમાં તરત જ ચોટી જાય છે. આપણે આપણે ઘણા યોગીઓ, સાધુ સંતોના ચરિત્રો જોયાં છે. તેમને દેહ દમન અને મન દમન કર્યું. પણ કોઇ સુંદર સ્ત્રીને જોતાં તેમનું કચડાયેલું મન અને ઇન્દ્રિયો અનેક ગણા વેગથી ઉછાળો મારવા લાગશે. તેઓ ગમે તેટલા સમર્થ યોગી સંત હશે તો પણ તેમનું ચિત્ત ભ્રમ થશે. પણ જેને વિષયમાં આસક્તિ નથી તેને વિષયમાં જોડો પણ તરત જ પાછુ વળી જશે. ભગવાન બુદ્ધના સમયની વૈશાલીનગરીમાં એક પ્રસિદ્ધ સૌંદર્યવાન આમ્રપાલી નામે નર્તકી રહેતી હતી. એના રૂપને પોતાનું કરવા ઘણા યુવાનો તલસતા હતા. આવી નૃત્યાંગનાના આવાસ તરફ એક નવયુવાન સાધુ જઇ રહ્યો હતો. તેને રોકતા એક નગરજને કહ્યું : ‘અરે સાધુ! ત્યાં ન જઇશ. ત્યાં તારું સાધુત્ત્વ નષ્ટ થશે, તારી તપસિદ્ધિને નષ્ટ કરવા મેનકા સજ્જ થઇને બેઠી છે. જો તારું હિત ઇચ્છતો હોય, તો પાછો વળ!’ આમ છતાં આ સાધુ મક્કમ ડગ માંડતો, નૃત્યાંગનાના આવાસ તરફ ગયો. પોતાને આંગણે સાધુને આવેલો જોઇ, આમ્રપાલીને આશ્ચર્ય થયું. તેને સાધુને કહ્યું પણ ખરું, આ તો નર્તકીનો આવાસ છે. મહારાજ તમારી કંઇ ભૂલ થઇ લાગે છે. 56 ૧૦૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ના, મારી કંઇ ભૂલ નથી. આમ્રપાલી, તને ઓળખું છું. એટલે સ્વયં અહીં આવ્યો છું. તો પછી અહીં આવવાનું પ્રયોજન જણાવશો. મહારાજ? મેં સાંભળ્યું છે કે જગતની અદ્ભૂત આશ્ચર્યકારક ચીજનો અહીં સમન્વય છે, જે મારે જોવી છે. શું સાધુને હજુ પણ એ મોહ રહી ગયો છે? ના, મને કોઈ મોહ નથી, પરંતું એથીયે વધુ અદ્ભૂત આશ્ચર્યકારક ચીજ મારે તમને બતાવવી છે. આમ્રપાલીએ કહ્યું – ‘આ બાબતમાં કોણ કોણે માત કરે છે? એ જાણવું હોય, તો લગાવો શરત.’ સાધુએ કહ્યું – ‘લાગી શરત, જો હું હાર્યો તો આ ગેરુઆ રંગનાં કપડાં ફેંકી દઇશ. અને જો તમે હાર્યો તો?’ આમ્રપાલીએ ઉત્તર આપ્યો – જો હું હારીશ તો તમે કહેશો તેમ કરવા તૈયાર થઇશ.’ આમ્રપાલીએ સાધુને મોહવશ કરવા ઘણા પૈતરા રચ્યા. પરંતુ સાધુ જરા પણ ચલિત ન થયો. આખરે છેલ્લા દાવ તરીકે જાણે કોઇ ઋષિનું તપોભંગ કરવા સ્વર્ગથી દેવાંગના ન આવી હોય, એવું રૂપ ધર્યું અને માદક નૃત્ય કર્યું. છતાં આ સાધુ સ્થિતપ્રજ્ઞની જેમ બેસી રહ્યાં, એમના ચહેરા પર તેની કશી જ અસર દેખાતી ન હતી. આથી ગુસ્સામાં આવીને આમ્રપાલીએ બધા અંગ વસ્ત્રો કાઢી નાંખ્યા ને કહ્યું – “લે જો, આ મારો દેહ, જેને જોવા માટે રાજવીના Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ રાજમુકુટો અહીં નમે છે. છતાં કોઇ નથી જોઇ શક્યા.’ સાધુએ કહ્યું – “દેવી, તમે ખરેખર સુંદર છો. તમને જોઇને મને થાય છે કે જો તમારો પુત્ર હોત તો કેવું સારું! મારો દેહ પણ આવો કાંતિમય બનત.’ માનસિક આસક્તિઓ જોવાની, ખાવાની, સાંભળવાની વગેરે એ આસક્તિઓમાંથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી ફરે પછી ધ્યાન યોગમાં પ્રવેશ પામે, અર્થાત્ ઇન્દ્રિયોની વાસના એકાગ્રતા તોડે છે. જ્યાં સુધી મન એકાગ્ર ન હોય ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ જ મળતો નથી. મન સર્વઇન્દ્રિયોનો સરદાર છે. મનને ગતિ આપનારું બળ વિચાર છે. હંમેશા ઉચ્ચ વિચારોથી મનને ભરી દો. આ ઉચ્ચ વિચારો માટે સંયમની ખાસ જરૂર છે. સંયમ એ ઇન્દ્રિયોનો અંકુશ છે. ભગવાન કહે છે કે જો ઇન્દ્રિયો પર અંકુશ મેળવવો હોય, તો મનને સંયમમાં રાખતા શીખો. જ્યારે તમારા મન પર કાબૂ આવે, ત્યારે તમારા આખા શરીર પર કાબૂ આવશે. ને આ શરીરયંત્રના ગુલામ બનવાને બદલે શરીર તમારું ગુલામ બનશે. જો ખરેખર આમ બનશે, તો આ શરીરયંત્ર તમારા આત્માને નીચે પાડવાને બદલે તેને ઉર્ધ્વગતિ આપશે. ઘરનો દીવો ઘરને ઉજાસ આપે છે, પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ જ કરવાની કે યોગ્ય સુરક્ષિત જગ્યાએ મુકવાની કાળજી નહીં રાખો તે તમારા ઘરને પણ બાળી નાંખશે. આથી અર્જુન, આ મન જ મનુષ્યનું તારક અથવા મારક છે. એ મનનું જ યોગ્ય અનુશીલન એ સાધના છે, જો યોગ્ય ઉપયોગ થાય તો તે મન તમારો મિત્ર બને છે. અને તેનાથી વિરુદ્ધ અયોગ્ય ઉપયોગ કરશો તો એ મન તમારો શત્રુ બનશે. 57 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૦૭ આ મનને સંયમમાં રાખવા અંગે અર્જુન કોઇ પ્રશ્ન કરે, એ પહેલા જ ભગવાન કહે છે કે હે કપિધ્વજ! જે ધ્યાનયોગનો ક્રમ હું તને બતાવવા માંગુ છું. તેને સમબુદ્ધિનો અભ્યાસ યોગ પણ કહી શકાય. કારણ કે અભ્યાસના પરિણામે સમર્દષ્ટિ કેળવાય છે. તેમને મતે ટાઢ તડકો, સુખદુઃખ, માન અપમાન એક સરખા છે. આવી સમબુદ્ધિ પહેલાં કેળવાય પછી ધ્યાનયોગ સિદ્ધ થાય છે. શિવાજી મહારાજ ઘણી વાર સંત તુકારામનાં ભજન સાંભળવા આવતા. ત્યારે તેમને જોયું કે તુકારામના ઘરમાં માટીના વાંસણો હતા. આછી એક દિવસ તુકારામ બહાર ગયા ત્યારે તેમને તુકારામના ઘરમાં પિત્તળનાં વાસણ મોકલ્યાં. તેમની પત્નીને ખૂબ ગમ્યા, એટલે રાખી લીધાં અને માટીનાં કોલરાં પડોશીઓમાં વહેંચી દીધાં. તુકારામ ઘેર આવ્યા, તેમને આ અંગે પૃચ્છા કરી, પત્નીએ બધી વાત કહી. માટીનાં વાસણ વિશે પૂછ્યું તો કહે, “પડોશીને આપી દીધાં.’ તુકારામ કહે, ‘એ બહુ સારું કર્યું. હું પણ વાસણ ગરીબોમાં વહેંચી દઉં છું.' એમણે બધાં પિત્તળનાં વાસણ ગરીબોમાં વહેંચી દીધાં. અને ફરિ જ્યારે તેમનાં ઘરમાં માટીના વાસણ આવ્યા ત્યારે તે આનંદવિભોર થઇ ગયા. જેમને મન સોનું કે માટીના ઢેફા વચ્ચે કોઇ ભેદ નથી તે જેટલી સહજતાથી માટીના ઢેફાનો ત્યાગ કરે છે. એટલી સહજતાથી સોનાનો ત્યાગ કરી જાણે છે. તે સાચો સિદ્ધ પુરુષ ભગવાનને પામે છે. આવી સમર્દષ્ટિ કેળવવા માટે ધ્યાનની સાધના આવશ્યક છે. આ સાધનાની પૂર્તિ માટે સાધનામાટેનું સ્થળ પવિત્ર, શાંત, ઘોંઘાટ રહિત Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૧૦૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોવું જોઇએ. અને આસન પણ કેવું? બહુ ઉંચું નહીં ને બહુ નીચું નહીં. એવું તેમજ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર ઉપરાઉપર પાથરેલું, એવા સ્થિર આસન પર બેસીને ધ્યાન કરવું. આવા આસન પાછળવિજ્ઞાન છે. આપણા શાસ્ત્રોમાં દર્ભને પવિત્ર માનવામાં આવ્યું છે. આથી ગ્રહણ વગેરેના સમયે સૂતકથી બચવા માટે દર્ભનો ઉપયોગ થાય છે. દર્ભ પાથરવાથી મકોડા કીડીઓ નહિ આવે, જેથી ધ્યાનથી વિચલિત ન થઇ શકાય. આ ઉપરાંત આપણા શરીરમાં કે વિદ્યુત શક્તિ છે. તે આસનમાં થઇને જમીનમાં ન ચાલી જાય. તે માટે ઉપર મૃગચર્મબિછાવવામાં આવે છે. અને મૃગચર્મનાં રુવાંટાં શરીરમાં ન વાગે તે ઉપરાંત આસનની કોમળતા સચવાય તે માટે મૃગચર્મ પર સૂતરનું શુદ્ધ વસ્ત્ર બિછાવવામાં આવે છે. ભગવાનને અહીં ‘આત્મન’ પદથી પોતાનું આસન અલગ રાખવાનું વિધાન કર્યું છે. જે આસન ઉપર બેસીને આપણે ધ્યાન કરવા માંગીએ છીએ તે આસન પોતાનું હોવું જોઇએ. બીજાનું નહિ, કારણ કે બીજાના આસનનો ઉપયોગ કરવાથી તેમાં એનાં જ પરમાણુ રહે છે. અર્થાત્ બીજા પરમાણુ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જે આપણી પ્રકૃતિ, ક્રિયાત્મકતાને અસર કરે છે. ધ્યાનની બેઠક કેવી હોવી જોઇએ? એ અંગે ભગવાન કહે છે કે: “ધ્યાનમાં બેસો ત્યારે સીધા બેસો, ડોક અને કરોડરજજુ સીધી લીટીમાં આવે એ ધ્યાનની ઉત્તમ બેઠક છે. આ માટે સિધ્ધાસન, પદ્માસન વગેરે કેટલાં પણ આસનો છે એ બધા આરોગ્યની દૃષ્ટિએ ધ્યાનમાં સહાયક છે. તેનો પણ ઉપયોગ થઇ શકે.' દૃષ્ટિને બરાબર નાકના અગ્ર ભાગ ઉપર રાખવી, આજુબાજુ જોવું નહિં. અર્થાતુ આંખો અધમીચેલી રાખવી, કારણ કે આંખો મીંચી લેવાથી નિદ્રા આવવાની સંભાવના રહે છે અને ખુલ્લી રાખવાથી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ બહારના દ્રશ્ય દેખાશે. જે ધ્યાનમાં વિક્ષેપ પાડે છે. આથી નાકના અગ્રભાગને દેખવાનું તાત્પર્ય છે. આ રીતે મન એક જ ભાગ દ્વારા સંવેદનો લેવામાં સફળ થાય અને બીજા કોઇ ભાગ દ્વારા નહિ, તો તે ધારણા, મન એ સ્થિતિમાં અમુક સમય સુધી સ્થિર રહેવામાં સફળ થાય તો તેને ધ્યાન કહેવામાં આવે. ધ્યાનએ આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન સાંધવાનું માધ્યમ છે. ઘણા લોકો ધ્યાનને જ્ઞાન અને સંન્યાસ માર્ગનું કેવળ સાધન ગણે છે. તે તેમની મોટી ભૂલ છે. ધ્યાન આપણા આત્માને દૈદીપ્યમાન બનાવનારું સાધન છે. એ કર્મયોગીને કર્મ તરફની નિષ્ઠા વધારે છે. ધ્યાનથી એકાગ્રતા વધે છે અને એકાગ્રતા કર્મના લક્ષને વીંધે છે. એકાગ્રતા સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યએ ભગવવાનો સંકલ્પ અને એ સંકલ્પને મૂર્તિમાન કરવા સેવાની સાથે સ્મરણ અને સમર્પણની આજ્ઞા આપી છે. જીવ પોતાની જીવનચર્યામાં આ વાતને ન ભૂલે, તો પણ પ્રત્યક્ષ ધ્યાન વગર આપણે બધી ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઇ જઇએ છીએ. આ રીતે જીવ સજાગ રહીને ધર્મનું સ્થાપન, અધર્મનો વિરોધ, ધર્મઆચરણનો આગ્રહ અને લોકનું શ્રેય થાય એ રીતે જીવન વ્યતીત કરવાનો આગ્રહ રાખે, એ રીતે ખાતાં, પીતાં, હરતાં, ફરતાં અને સર્વ કામો કરતાં એ પોતાના ધ્યેયનું, એકાગ્ર ચિત્ત ન રહે તોયે, અનુસંધાન તો રાખે જ.. ઘણા મનુષ્યો ધ્યાનને શરીરને કષ્ટ આપવાનું સાધન માને છે. તેઓ ધ્યાન કરતી વખતે ઉપવાસ કરે છે. ત્યારે ગીતા સ્પષ્ટ કરે છે. ભૂખ્યા પેટે ધ્યાનમાં બેસવું નહિં, મનમાં હૃતિ અને ઉલ્લાસ રહે તેટલું તો જમવું જોઇએ. અને શરીરને પૂરી નિંદ્રા આપવી જોઇએ અર્થાત્ ધ્યાનમાં વિપ્નન આવે એ રીતે યજ્ઞોચિત્ત ખાવું પીવુ અને સૂવું જોઇએ. 58 Page #59 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે ધર્મઅનુસાર સારી રીતે મનને નિયમમાં લાવે તો ધ્યાન સિદ્ધ થાય છે. અને મન સારી શાન્ત થઇ વિકારને નષ્ટ કરે છે. મન આ રીતે શુદ્ધ થતાં આત્માના તેમજ પરમાત્માના સ્વરૂપને જાણી શકે છે. એમાંથી જે સુખની પ્રાપ્ત થાય છે તે ખરેખર અવર્ણનીય છે. આ પરિસ્થિતિને બ્રહ્મ સંસ્પર્શ કહેવાય છે. અહીં જીવને ગમે તેટલું દુઃખ આવે, એ હિંમત હારતો નથી. જેમ પવન અને વરસાદથી પર્વત વિચલિત થતો નથી તેમ જીવ પણ દેઢ સ્થિર બને છે. ૧૧૦ કર્મયોગ અને સાંખ્યયોગ (સંન્યાસ)ની માફક ધ્યાનયોગ દ્વારા પણ સમતાની પ્રાપ્તી થઇ શકે છે. તેવા વચનો પ્રભુ મુખે સાંભળ્યા પછી મનની ચંચળતાને કારણે મનને એકાગ્ર રાખવા અંગે અર્જુનને શંકા થઇ. મનને એકાગ્ર રાખવાની બાબતમાં અર્જુન કાંઇ સાવ નવો નિશાળીયો નહોતો. શસ્ત્રવિદ્યા શીખવા માટે અને શસ્ત્રાઓની પ્રાપ્તી માટે એણે આ જ પર્વત એકાગ્ર ચિત્તે વિવિધ પ્રકારનાં અભ્યાસો અને અનુષ્ઠાનો કર્યા હતા. પરંતું અત્યારે એ સામાન્ય જન સમાજનું પ્રતિનિધિત્ત્વ કરતો હોત એટલે પૂછે છે. હે મધુસુદન, આપે જે સમતાયોગ કહ્યો તે કેવળ સાંભળવા માટે મનોહર છે. પરંતું મારા અનુભવ પ્રમાણે સામાન્ય મનુષ્ય માટે અવ્યવહારું અને અશક્ય લાગે છે. કારણ કે મન ચંચળ હોય ત્યારે વાયુને વશમાં કરવા જેટલું કપરું લાગે છે. ભગવાન અર્જુનના પ્રશ્નને સાંભળે છે. એટલું જ નહિં અર્જુન દ્વારા વ્યક્ત થયેલ જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાન સ્વીકાર પણ કરે છે પરંતું ભગવાન સાથે સાથે એ પણ કહે છે કે કોઇ પણ કાર્ય માટે આપણે દેઢ ઇચ્છા શક્તિ જોઇએ. આથી અર્જુન મનુષ્ય પહેલાં દેઢ ઇચ્છા કેળવવાની છે. પછી હું બેઠો છું ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ 59 ૧૧૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પશુ લંગે તે ગિરિ, એની ઇચ્છા શક્તિને આધારે આંધળા અને અપંગને પર્વત પર ચઢાવવાનું સામર્થ્ય આપું છું. તો આ માર્ગને સિદ્ધ કરવા શા માટે સામર્થ્ય ન આપું? પ્રયત્ન કર્યા વગર કશું સહજ ન મળે, થોડાક પ્રયત્નથી કશું ન મળે એટલે તે અસાધ્ય છે એમ કહેવું એ નિર્બળતાની નિશાની છે. પેલા શિયાળભાઇની માફક એકાદ બે કુદકા મર્યા અને દ્રાક્ષ હાથમાં ન આવી એટલે કહું કે દ્રાક્ષ ખાટી છે. તેના જેવું થયું. પરંતું હે અર્જુન! અભ્યાસ અને વૈરાગ્યના બળથી મનને વશ કરવું સહેલું છે. ભગવાનની આ વાતથી અર્જુનને સંપૂર્ણ સંતોષ થાય છે. પરંતુ વધુ એક ખુલાસા માટે તેણે કહ્યું. હે કૃષ્ણ, આપે કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્યથી ધ્યાનમાર્ગમાં આગળ વધી શકાય છે. પરંતું જો કોઇ અમુક સમય સુધી આ માર્ગે રહેવા માટે શક્તિમાન બન્યો. પરંતું લૌકિક વાસનાને કારણે તેમાંથી વિચલિત થાય ત્યારે એવા મનુષ્યની શી ગતિ થાય તે મને કૃપા કરીને કહો. ભગવાન કહે છે હે પૃથાપુત્ર અર્જુન, કરેલી ગતિ કે કરેલું કર્મ તેના પ્રગતિના પ્રમાણમાં ફળ પ્રાપ્ત થાય છે. જો તું સહી કુરુક્ષેત્રથી વૃંદાવન જવા નીકળ્યો હોય, દસ, બાર માઇલ ગયા પછી કોઇ વિઘ્ન આવે, અને તું આગળ ન વધી શકું તો શું તેં દસ, બાર માઇલ કાપ્યું ને ફોગટમાં ગયું. તેમ સમજવું. ના, એમ સમજવું એ નરી મૂર્ખતા છે. તેં એ માર્ગની દસ બાર માઇલનું અંતર ઓછું કર્યું ગણાય. એ રીતે જેને ધ્યાનમાં જેટલી પ્રગતિ તેના પ્રમાણમાં યોગસિદ્ધિનું પરિણામ મળે છે. આ રીતે જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી અંતઃકરણ પૂર્ણ મારું ચિંતન અને મારી સાથે ગાઢ રીતે સંકળાય, મારામાં તલ્લીન થાય તે બધા કરતાં શ્રેષ્ઠ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૭ ભગવાન આ અધ્યાયમાં કહે છે કે કર્મ, સાંખ્ય કે ધ્યાન, ગમે તે યોગ હોય, પરંતુ સર્વેની સફળતાનું પ્રેરકબળ આખરે હું છું. તેથી પહેલાં મારા સ્વરૂપને ઓળખવાનું છે જે મારા સ્વરૂપને ઓળખે છે. તે મારા પ્રત્યે વધુ શ્રદ્ધાવાન બની દરેક યોગમાં સફળ રીતે પ્રવૃત્ત રહે છે આથી દરેક સાધકે પહેલાં બ્રહ્મવિદ્યાનું જ્ઞાન જાણવા પ્રયત્ન કરે છે અને એ જ્ઞાનથી મારી સાથે અનુસંધાન પણ સાંધી શકશે, તેથી આ અધ્યાયને જ્ઞાન વિજ્ઞાનયોગ ગણવો. હે પૃથાનંદન! મારામાં મન લગાડી, મારો આશ્રય કરી જ્ઞાનયોગ સાધતાં સાધતાં તું મારા સમગ્રરૂપને નિઃસંદેહ સારી રીતે જાણી શકે છે તેવા જ્ઞાન વિજ્ઞાનને કહું છું તે સાંભળ. જ્ઞાન એટલે સમજ અને અનુભવમાંથી પ્રાપ્ત થયેલ સમાજની પરિપક્વતા એટલે વિજ્ઞાન. જ્ઞાન વિજ્ઞાનની આ શાસ્ત્રીય પરિભાષા છે. લૌકિક ભાષામાં જેને વિજ્ઞાન કહેવાય છે એ આખી જુદી વાત છે. ભગવાન આગળ કહે છે કે હે અર્જુન! એ વાત તમો સમજી લેજો કે હું સમગ્ર વિશ્વમાં કણકણમાં સર્વવ્યાપી છું. તેથી મારી બે પ્રકૃતિ વિદ્યમાન છે. એક જડ પ્રકૃતિ, બીજી ચેતન પ્રકૃતિ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૩ પ્રકૃતિનો એક અર્થ થાય ગુણ કે લક્ષણ, સ્વભાવને પણ આપણે પ્રકૃતિ ગણીએ છીએ. પ્રેમ, દયા, ક્રોધ વગેરે સ્વભાવના ગુણો કહેવાય. આ ગુણથી સ્વભાવ બને છે. આ ન્યાયે જડ કે ચેતનમાં કોઇને કોઇ ગુણ હોય છે જેમ કે પથ્થરમાં અણુ અને પરમાણું એકબીજા સાથે એવા સંકળાયેલા હોય છે કે તેને તિક્ષણ સાધનવિના ભેદી શકાતું નથી. તેનાથી વિપરિત લાકડામાં અણુ અને પરમાણું વચ્ચે સૂક્ષ્મ જગ્યા રહેલી હોય છે આ ગુણ કે લક્ષણ તે તેની ઓળખ બને છે. ભગવાનના સર્જનનું વિજ્ઞાન સુપર કોમ્યુટર કરતાં અતિસૂક્ષ્મ છે તેમની વિવિધ શક્તિઓનું પૃથ્થકરણ કરીને જડ અને ચેતન સૃષ્ટિનું સર્જન કર્યું છે. સાત્વતતંત્રમાં જડપ્રકૃત્તિના સર્જન માટે ભગવાન પોતાનો વિસ્તાર કરી ત્રણ રૂપો ધારણ કરે છે. પ્રથમ વિસ્તાર મહાવિષ્ણુ, જેમાં જડતત્ત્વનો સમાવેશ થાય છે. બીજા ગર્ભોદકશાયી વિષ્ણુ છે. જેમાં પ્રવેશ કરીને તેમની અંદર વૈવિધ્યોને ઉત્પન્ન કરે છે. ત્રીજા ક્ષીરોદકશાયી વિષ્ણુ, જે સર્વ બ્રહ્માંડમાં સર્વવ્યાપક રૂપે વ્યાપ્ત છે. ભગવાનની બે પ્રકારની પ્રકૃત્તિ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ અષ્ટ પ્રકારની એ જડ પ્રકૃત્તિ છે. આ આઠે પ્રકૃતિથી પર પરંતુ આ બધામાં અસ્તિત્વનો ભાવ ઉત્પન્ન કરે એવી બીજી પ્રકૃતિ, જેને આપણે પરમતત્ત્વ તરીકે ઓળખીએ છીએ તે ચિંતન પ્રકૃતિ. અહીં એ વસ્તુ સમજી શકાય છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથી આકાશએ સ્થૂળ અથવા વિરાટ સર્જનો છે. જ્યારે સૂથમસર્જનમાં મન, બુદ્ધિ અને અહંકાર છે જે દેખી ન શકાય પણ અનુભવી શકાય તે સૂક્ષ્મસર્જન, સૂમસર્જનના પણ બે અંશો છે. એક જડ અંશ અને એક ચેતન અંશ શરીરમાં અસ્તિત્વ ધરાવતો જે અંશ, તે જડ અંશ બાહ્યરીતે 60 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વ્યક્ત થાય તે ચેતન અંશ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એ સ્થૂળરૂપે પંચમહાભૂતોનું બનેલ શરીર છે. જ્યારે મન, બુદ્ધિ અને અહંકારનો ચેતન અંશ જડપ્રકૃતિથી વિમુખ થઇને પરમાત્માની સન્મુખ થાય તો તે પરમાત્માના સ્વરૂપ અવસ્થાને પામે છે. ચેતન પ્રકૃતિ શ્રેષ્ઠ, ચેતન, શક્તિવર્ધક, ક્રિયાત્મક અને પરિવર્તનશીલ છે. જ્યારે જડપ્રકૃતિ નિષ્ઠુર, નિયંત્રિત, જડ પ્રકૃતિ નિયંત્રિત એટલે તે જાતે કશું કરી શકતી નથી. પરંતું જડપ્રકૃતિમાં ચેતન અંશ જ્યારે ક્રિયાત્મક બને ત્યારે જ જડપ્રકૃતિ, ક્રિયા, પ્રક્રિયા કરે છે. જડવાહનને ચલાવવા માટે ઇંધનની જરૂર છે. આ ઇંધનમાં રહેલ ઇંધનશક્તિ એ ભગવાનની ચેતનશક્તિ કહેવાય. દૂધ ફાટી જાય તેમાં ખટાશ આવી જાય અને તેમાંથી પાણી જુદું પડવા માંડે, આ પ્રક્રિયાનો સર્જક કોણ? તે છે ભગવાનની અદ્રશ્ય ચેતન શક્તિ. જીવમાં રહેલ આવી ચેતનશક્તિને આપણે આત્મા કહીએ છીએ. આત્માની શક્તિને વ્યક્ત કરવાનું સાધન હાથ, પગ, જીભ, આંખ વગેરે આ બધા અંગો દ્વારા આત્માની શક્તિ વ્યક્ત થાય છે. આ અંગો જાતે કશુ કરી શકતા નથી, જ્યાં સુધી જીવ છે આત્મા છે. ત્યાં સુધી તે ક્રિયાશીલ રહે છે. આથી ગીતાજી એમ પણ કહે છે કે ભગવાનની જે જડ અને ચેતન પ્રકૃતિ છે. અને તેને પ્રગટ કરનારા મહાપદાર્થોમાં તેમનો જે લાક્ષણિક ગુણ છે તે જ ભગવાનનું તત્વ છે. એમ જાણ. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા ભગવાન આગળ કહે છે કે, હે કૌન્તેય! જળમાં રસરૂપે હું છું. તેમજ ચંદ્ર અને સૂર્યમાં પ્રબા, વેદમાં પ્રણવ, આકાશમાં શબ્દ, નરમાં પૌરુષ, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં તેજ, સર્વ જીવમાં જીવન, તપસ્વીઓમાં તપ, બુદ્ધિમાનોની 61 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૫ બુદ્ધિ, તેજસ્વીનું તેજ, બળવાનોનું બળ એ સર્વમાં હું છું. મારાથી પર કોઇ નથી, જડ, ચેતન એ મારી બે પ્રકૃતિઓ મારા નિયંત્રણમાં છે. મારી ઇચ્છા પ્રમાણે તેને હું નચાવું છું. મારી ઇચ્છા પ્રમાણે એની પાસેથી હું કામ લઉં છું. અને આ બધા બ્રહ્માંડો ચલાવું છું. આથી તું મારા વિશાળ સ્વરૂપને જો. મારી શક્તિને ઓળખ, હું ક્યાં નથી? ભગવાન કહે છે કે તને ટૂંકમાં સમજાવું તો આ જે ગુણ, પદાર્થ અને ક્રિયા અર્થાત્ સાત્વિક, રાજસ અને તામસ ભાવો છે. મારાથી જ ઉત્પન્ન થયેલાં છે. એ બધું મારા માં છે. તેમ છતાં હું તેઓમાં ક્યાંય નથી અને તેઓ મારા નથી. અહીં ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ ગુણોની મારા સિવાય કોઇ સ્વતંત્ર સત્તા નથી. તે બધા મારા નિયંત્રિત છે. તે બધા વિનાશી છે. પરંતું હું અવિનાશી છું. આ જગતમાં જેટલા પણ સાત્વિક, રાજસ અને તામસ પ્રાકૃત પદાર્થો અને ક્રિયાઓ છે. તે સઘળી ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી છે પરંતું ભગવાન નથી ઉત્પન્ન થતાં કે નાશ પામતાં. જો ખરેખર ભગવાન આ બધામાં હોત તો જેઓનો નાશ થતાં, ભગવાનનો પણ નાશ થાત, એનાથી વિપરિત જો આ બધા ભગવાનમાં હોત, તો જેમ ભગવાન અવિનાશી છે તેમ તેઓ પણ અવિનાશી હોત. જેવી રીતે બીજ વૃક્ષ, શાખાઓ, પાંદડા, ફુલ વગેરેના રૂપમાં હોય છે. પરંતું વૃક્ષ, શાખાઓ, પાંદડા વગેરેમાં બીજને ખોળીશું તો તેઓમાં બીજ નહિ મળે, કારણ કે બીજ તેઓમાં તત્વરૂપ વિદ્યમાન છે. એવી જ રીતે સાત્વિક, રાજસ અને તામસ ભાવો ભગવાનથી ઉત્પન્ન થાય છે છતાં તેમાં ભગવાને ખોળશો તો તેઓમાં હું ભગવાન ક્યાં પણ નહિં મળું, કારણ કે તેઓ માં ભગવાન તત્વરૂપે વિદ્યમાન છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ આખું વિશ્વ ત્રિગુણાત્મક છે. સત્વ, રજસ અને તેમનું મિશ્રણ છે. આખું જગત એટલામાં જ સમાઈ જાય છે. ભગવાનની આ ત્રિગુણાત્મક શક્તિ આપણી સમજની બહાર છે. તેથી આપણે આપણી જાતને નથી ઓળખી શકતા. હું જેવો છું. તેવો નથી સમજી શકતા. કારણ કે આપણે આ ત્રણ ગુણોથી મોહિત છે. અર્થાત્ આપણે આ ત્રણ ગુણોથી મિશ્રિત થઇ જે શરીર છે તેને આપણું માની લઇએ છીએ. કે પોતે શરીર છે. તેવું માનીને મોહ પેદા કરીએ છીએ. શરીરને પોતાનું માનવું એ મમતા થઇ અને પોતાને શરીર માનવું એ અહંતા થઇ. શરીર ની સાથે અહંતા મમતા કરવી એ જ મોહિત થવું. આપણે ટ્રેનમાં બહારગામ જતાં હોઇએ. જ્યારે આપણી ટ્રેન કોઇ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉભી રહી હોય અને બીજા પાટા પર ઉભેલી ટ્રેન ચાલે ત્યારે આપને આપણી ટ્રેન ચાલી રહી છે તેવું લાગે. પરંતું ખરેખર આપની ટ્રેન ચાલતી નથી. જેને આપણે વાસ્તવિક માનીએ છીએ જે ખરેખર વાસ્તવિક નથી, એ વાસ્તવિક્તાથી વિપરિત છે. આવી જ ભ્રમણાથી મોહિત થઇને સત્વ, રજ અને તમોના ત્રિગુણભાવથી ઉત્પન્ન શરીર અને શરીર સાથે સંબંધ ધરાવતી વૃત્તિઓ અને ગુણોને પોતાના માની લઇએ છીએ જે ખરેખર વાસ્તવિક્તાથી પર છે. આ ત્રિગુણભાવથી જે શરીર છે. તે શરીરને પોતાનું માનીએ કે પોતાને શરીર માનવું. એ બંન્નેથી મોહ પેદા થાય છે. શરીરને પોતાનું માનવું એ મમતા થઇ અને પોતાને શરીર માનવું એ અહંતા થઇ. આ અહંમ મમતા એટલે મોહ, આ મોહથી આપણી અંદર બેઠેલા ભગવદ્ સ્વરૂપને ભૂલી જઇએ છીએ. આનો સરળ અને સીધો રસ્તો શ્રીમદ્ મહાપ્રભુ વલ્લભાચાર્ય આપેલ છે. તે પ્રમાણે શરીર, ઇન્દ્રિયો વગેરેને પોતાની અને પોતાને માટેની ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૭ નમાનીને, ભગવાનની અને ભગવાનને માટેની જ માનીને ભગવદ્સેવામાં વિનિયોગ કરાવી પોતાને તેમાંથી કંઇ લેવાનું નથી. વિનિયોગનું ફળ પણ પોતાને લેવાનું નથી. કારણ કે જ્યારે ભગવાનની વસ્તુ સર્વથા ભગવાનને અર્પણ કરી દીધી. અર્થાતુ તેમાં ભૂલથી જે પોતાપણું કરી લીધું હતું તે હઠાવી દીધું. તેથી તેનાવિનિયોગનું ફળ આપણું કેવી રીતે ભોગવી શકીએ? ખરેખર આ બધુ ભગવાનનું હતું. અને ભગવાનને આપી દીધું. જે આપણું કર્તવ્ય હતું તેથી ભગવાનને અર્પણ કર્યું. આમ ભગવાનને સમર્પણ કરવાથી અહંમ મમતા માંથી આપણે મુક્ત થઇએ છીએ. આપણી શક્તિ સામર્થ્યથી આપણે એમ સમજીએ છીએ કે હું બધું કરું છું. સમગ્ર ઇન્દ્રિયો તેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેવી સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ આવી ગઇ, જે ભગવાનને અર્પણ થતાં હું કર્તાપણા ભાવ ચાલ્યો જાય છે. જે કંઇ થાય છે તે ભગવાનથી થાય છે. કારણ કે બુદ્ધિ આપણી રહી નથી. ભગવાનની થઇ છે આથી બુદ્ધિથી કે શરીરથી જે કંઇ થાય છે તે ભગવાનથી થાય છે. હું જે કંઇ ભોગવું છું તે ભગવાનની પ્રસાદી છે. એમ મન સ્વીકાર કરશે. આ રીતે આપણી અહંમ મમતા દૂર થશે આ રીતે ભગવાનની શરણાગતિ આપને માયામાંથી તારે છે. ભગવાનના શરણ વિના કોઈ દેવ પણ આપણને માયામાંથી તારી શકતો નથી. અહીં ‘મામ એવ’ શબ્દ બહુ મહત્ત્વનો છે. આ શબ્દનો અર્થ સ્પષ્ટ છે કે કેવળ મારે જ શરણે, કારણ ભગવાન એ બતાવવા માંગે છે કે મારા સિવાય બીજી કોઇ સત્તા છે જ નહિં, મારી શક્તિઓ અનંત છે. સમગ્ર સૃષ્ટિ મારી શક્તિઓનો અંશ છે પછી તે દૈવી શક્તિ હોય કે સૃષ્ટિની સજીવ કે નિર્જીવ શક્તિ હોય તે બધા માર અંશ છે. આથી કેવળ મારા શરણે આવો. 62 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન એ પણ કહે છે કે મને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. હું સર્વેસર્વમાં છું. આથી મને ઓળખીને મારું શરણું સ્વીકારી લો. મહાત્મા ટોલ્ટોયની એક સુંદર વાર્તા છે. એક ગરીબ મોચી, પણ અનાસક્ત યોગની ભાવનાથી પોતાનું જીવન જીવતો, તેથી સ્વપ્નમાં ભગવાન આવી તેના પર ભગવાન ઘણા પ્રસન્ન થયા અને એક રાત્રે ભગવાને તેને કહ્યું: ‘હું કાલે તારી પાસે આવીશ.” બીજા દિવસે તે દુકાન ખોલીને ભગવાનની રાહ જોતો બેઠો. જોડા બનાવતો જાય ને રસ્તા પર જોતો જાય. ત્યાં એક વૃદ્ધ ભિખારી તે રસ્તેથી જતો હતો, તેને ઠંડી લાગતી હતી. આથી આ મોચીએ તેને પોતાની કામળી ઓઢાડી, તેના ગયા પછી એક નાનું બાળક પોતાની મજૂરણ માની. આંગળી પકડીને ચાલતું જોયું. તેમના મોં પર ખૂબ થાક વર્તાતો હતો. આ રોગીને દુકાને બોલાવીને મોચીએ તેની યથાશક્તિ સેવા કરી. આમ કરતાં સાંજ પડી, પણ ભગવાને તેને દર્શન નદીધા. તેનું દુઃખ હતું. તે દુઃખી થતાં થતાં ઘરે જઇને સૂઇ ગયો. રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. ભગવાને કહ્યું - ‘હું તો આજે ત્રણ વખત તારે ત્યાં આવ્યો. મેં મને ન ઓળખ્યો?’ અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભગવાનને ઓળખવાની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. જો આવી દૃષ્ટિ આવશે તો ભગવાનને મેળવવું સુલભ છે. ભલાભલા નાસ્તિકો પણ જ્યારે ભગવાનને ઓળખી તેમને શરણે જાય છે તો તેમનો પણ ઉદ્ધાર ભગવાન કરે છે. (શ્રીમદ ભાગવત્ ૧:૧:૧૪) આપન્નઃ સંસૃત્તિ ઘોરાં યજ્ઞામ વિવશી ગૃણન્ | તતઃ અધો વિમુચ્યતે યદ્વિભૂતિ સ્વયં ભયમ્ | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૯ અર્થાતુ સંસાર પ્રવાહમાં પતિતિ એટલે કે ઘોર વિષથી વ્યક્તિ પણ કદાચ વિવશપણે પણ ભગવાનનું નામ ઉચ્ચારે તો અજામિલની જેમ તે પણ મુક્ત થાય છે. જીવ ઘણા જન્મનાં કર્મફળથી સંસારમાં આવ જા કરે. પણ એકવાર સાચા દિલથી ભગવાન નામનો ઉચ્ચારે, તો પણ તેનો ઉદ્ધાર થયા વગર રહેતો નથી. શ્રીકૃષ્ણ નામનો મહિમા એવો છે કે જીવ જો વિવશ અવસ્થામાં પણ તેનું નામ એકવાર ઉચ્ચારે તો ત્યારે જ મુક્ત જાય છે. ભગવાન આગળ એમ કહે છે કે હું બધાનો તારણહાર હોવા છતાં માયામાં ઘેરાયેલા રજોગુણી તથા તમોગુણી જીવો પોતાની ભૌતિક પ્રગતિનો આશરો લઇને તર્ક વિતર્ક દ્વારા મારા અસ્તિત્વ તેમજ મારી શક્તિઓ સામે પ્રશ્નાર્થ કરે છે. જ્યાં સુધી માયામાં મૂઢ બનેલ જીવોને મારી કપા દૃષ્ટિ મળતી નથી. ત્યાં સુધી એ પોતાની મૂઢતામાં રચ્યા રહે છે. અને મારે શરણે નથી થતાં, પરંતુ જ્યારે તેમનું કર્મબંધન પૂર્ણ થતાં તેમની પર મારી કૃપા દૃષ્ટિ પડતાં તરત જ મારે શરણે લવું છું. આવા રજોગુણી સ્વભાવથી માયામાં ઘેરાયેલાં મુંબઇના કરોડપતિ શેઠ શ્રી ધનગોપાલ તન્ના ના જીવનમાં બનેલ સત્યઘટના આપણી નાસ્તિક્તાની આંખો ખોલનારી છે. શ્રી ધનગોપાલ શેઠ બાળપણથી નાસ્તિ, તેમના માતા પિતા પરમ વૈષ્ણવ હોવાને નાતે પુત્રમાં ધર્મના સંસ્કારો રેડવાનો ઘણો પ્રયત્ન કરેલ, પણ ભગવદ્ સેવા તેમને રમકડાંની જેમ રમત રમવા જેવી લાગતી, ઉચ્ચ શિક્ષણે તેમની આ માનસિકતાને વધુ વિહત બનાવી. ઉચ્ચશિક્ષણની પ્રાપ્ત થયેલ વાસ્તવિક્તા અને તર્કશક્તિથી ઘરવર જેવી કોઇ વસ્તુ નથી, પાપ અને પૂણ્ય એ બધુ જુઠાણું છે વગેરે સાબિત કરી ભલભલાના મોઢાં બંધ કરી દેતાં, પરંતુ અગાઉના કોઇ પૂણ્ય કર્મના s Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રતાપે વેપાર ધંધો સારો ચાલતો, આથી તેઓ એવું માનતા કે બુદ્ધિ અને પુરુષાર્થથી બધુ થઇ શકે, પણ સદ્ભાગ્યે તેમના પત્નિ ધાર્મિકવૃત્તિ વાળા હતા. તેથી શ્રીધનગોપાલ શેઠને સેવાપૂજાનું કહે. ત્યારે શેઠ જવાબ આપતા! મને તો તારી પાઠપૂજાની ઘંટડી કરતાં ટેલિફોનની ઘંટડીમાં વધારે રસ પડે છે કારણ કે તેમાંથી પૈસા મળે છે. આવા શ્રી ધનગોપાલ શેઠનો ત્યાં એક દિવસ એક મહાત્મા પધાર્યા, નાસ્તિક સ્વભાવવાળા ધનગોપાલ શેઠે મહાત્મા સાથે મજાક કરતાં કહ્યું. મહારાજ, મને તો ભગવાન ક્યાંય મળ્યા નહિં, મળે તો જરા વાત તો કરજો! મહાત્મા કહ્યું - જરૂર મળશે, ભાવના હશે તો, ભગવાન તો ઘણાં સ્વરૂપે દર્શન દે છે. સર્જક, પોષક, અને સંહારક, જે તેને સર્જક અને પોષક સ્વરૂપે જોવા માગતો નથી. તેને સંહારક સ્વરૂપે દર્શન દે છે.” મહાત્માના શબ્દોનો સૂચિતાર્થસિદ્ધ કરવા અને શેઠને સંહારક સ્વરૂપે દર્શન દેવા ભગવાનને નક્કી કર્યું હતું. તે પ્રમાણે એક અમાસની રાતે શેઠને મુંબઇ થી દિલ્હી જવાનું થયું. શેઠાણીને તેમની ભક્તિના પ્રતાપે કંઇક અવનવું થવાનું તેનો સંદેશો આવી ગયેલો તેથી તેમને શેઠને દિવસનો ફેરફાર કરવા ઘણું સમજાવ્યું. પણ શેઠ માન્યા નહીં. પરંતું શેઠનો સાત્વીક સ્વભાવ જાગ્યો. તેમને પણ આજે કંઇક અવુનવું બનશે તેનો ડર હતો. જેથી તેમનું મન બેચેન બન્યું. અને આવી અવસ્થામાં શેઠ ગાડીમાં સૂઇ ગયા. રાત્રે સ્વપ્રમાં ભગવાન દરબાર ભરીને બેઠા હતા. ચિત્રગુપ્ત ચોપડો ઉઘાડીને બેઠા છે પોતાને ભગવાનની સામે ઊભા રાખવામાં આવ્યો, ભગવાનને કહ્યું આ મુર્ખને શા માટે લાવ્યા છો. ભગવનું એમણે કોઇ સત્કાર્યો નથી કર્યા. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૧ સ્વપ્રમાં શેઠે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું – “ભગવનું, મેં સત્કર્મો નથી કર્યા તેમજ દુષ્કર્મો પણ નથી કર્યો, માત્ર આપના અસ્તિત્વની ઉપેક્ષા કરી હતી.' ભગવાને કહ્યું તારું મૃત્યુ પણ એવું જ શુષ્ક હશે. એક અમાસની રાત્રે રેલ્વેની મુસાફરી નીકળશે અને જંગલમાં જ્યાં તને કોઇ ન ઓળખે ત્યાં રેલ્વેના અકસ્માતમાં એનું મૃત્યુ.. સ્વપ્ર પૂરું થતાં શેઠની આંખ ખૂલી, તેમને એક ભ્રમણા માની, પરંતુ જ્યારે ખરેખર આ ક્રન્ટીયર મેલ અકસ્માત થયો. અને ચારે તરફ ભગવાનની સંહારલીલા પથરાઇ ગઇ. આ સંહારલીલામાં શેઠ ધન ગોપાલે આંખ મીંચી અને ફરી ભગવાનના દરબારમાં હાજર થઈ ગયા. પૂર્વવતુ દેશ્ય એમની આંખ આગળ ખડું થઈ ગયું. ચિત્રગુપ્ત ફરી ચોપડો ખોલ્યો કહ્યું શેઠ આની જીંદગી પૈસા કમાવ્યાસિવાય બીજું કંઇ કર્યું નથી. કેમ ધનગોપાલ શેઠ, તમારે શું કહેવું છે? ભગવાને પૂછ્યું. પ્રબુ મેં આપને સંહારક સ્વરૂપે નીરખ્યા, હવે મને દયાળુ સ્વરૂપે દર્શન આપો, મારા મનને શાંતિ થશે. પ્રભુ મને ક્ષમા કરો? ભગવાને કહ્યું - ‘વત્સ! તારી સંપત્તિનો તું સ્વામી નથી. તું તો માત્ર તેનો વ્યવસ્થાપક છે. જનકલ્યાણ અર્થે તે વાપર. તને મારા દયાળુ સ્વરૂપમાં પણ દર્શન થશે.” શેઠે કબૂલાત આપતાં કહ્યું જરૂર. સંપત્તિનો હું જગતના કલ્યાણ અર્થે જ ઉપયોગ કરીશ. અને..આ દેશ્ય ઝાંખું પડતું લાગ્યું અને બીજું દેશ્ય નજરે પડ્યું. આજુ બાજુ સ્વચ્છ ઉજળાં દૂધ જેવાં વસ્ત્રો પહેરી દેવદૂતો ને દેવીઓ ફરતાં હતાં વચ્ચે વચ્ચે વાતો કરતા હતા. 64 Page #65 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અમલાયા આગળ ભયંકર અકસ્માતમાં કરોડપતિ શેઠ ધનગોપાલ તન્ના પણ મૃત્યુ પામ્યા છે. આજે જ છાપામાં વાંચ્યું. ૧૨૨ આ સાંભળીને શેઠને લાગ્યું પોતે ચોક્કસ મરી ગયા છે. અને ભગવાનના દરબારમાં છે. નહીં કે કોઇ હોસ્પિટલમાં, સ્વર્ગના કોઇ દવાખાનામાં ખાટલા પાડ્યા છે. ત્યાં છાપું છે તેના પહેલા પાના પર પોતાની મરણનોંધ અને ટૂંકી જીવનઝરમર છાપી હતી. પરંતુ વાસ્તવમાં તેઓ આણંદની હોસ્પિટલમાં હતા. તેઓ જ્યારે ખરેખર સ્વસ્થ થયા ત્યારે જૂના પેપરોની નકલો કાઢીને વાંચી તેમાં બે દિવસ પછી સુધારા રૂપે છપાયું હતું. મરનાર શેઠ ધનગોપાલ તસ્ નિહીં પણ મદનગોપાલ તન્ના, નામની સામ્યતાને ચરણે આ ગોટાળો થાવા પામ્યો છે. આ એક સત્ય ઘટના છે. સ્થળ સંકોચને કારણે ટૂંકાણમાં લીધી છે. પરંતું તેનો મર્મ સમજાઇ જશે. આ ઘટના પછી શેઠ ધનગોપાલ ખરેખર આસ્તિક બન્યા. સુષુપ્ત અવસ્થામાં રહેલા પોતાના ભાવ પ્રદેશ ઓળખી ભગવાનના અસ્તિત્વને ઓળખીને ભગવાનના શરણે જાય ત્યારે તેને સર્વત્ર ભગવાનના દર્શન થાય છે. પરંતુ પોતાની ભૌતિકતાને સંતોષવા બીજા દેવ દેવીઓને આશ્ચર્ય લે છે તેવા અબુદ્ધ જીવોની શ્રદ્ધાને જીવંત રાખવા તેમની ભક્તિને તેનામાં દઢ કરું છું. જેથી પોતાની આત્મિક શક્તિ વિકાસશીલ રાખી શકે છે. આવું બનાવને કારણે આ મનુષ્ય મારા સાચા સ્વરૂપને ઓળખી શક્તા નથી. મારા સાચા સ્વરૂપને ઓળખવા માટે મેં શ્રીમદ્ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગ આપ્યો. આ માર્ગમાં તમારી સુષુપ્ત ભાવને જાગૃત કરવાની સારી તક પેદા થાય છે. જેના થકી મારા કૃપાના બળે મારા શરણે આવવામાં સરળતા રહે છે. આથી બીજે ક્યાંય ભટક્યા વિના કેવળ મારે શરણે આવો. 65 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૩ ભગવાનનું ઉપરોક્ત વિધાન સ્પષ્ટ છે કે કોઇ પણ સાધના ઇશ્વરની આરાધના માટે છે, કોઇ સિદ્ધિ માટે નહિં, એ સાચો જ્ઞાની ભક્ત કહેવાય. જ્ઞાનથી ભગવાનને ઓળખો, અજ્ઞાન વશ કેટલાક મનુષ્યો પોતાની કામનાઓની પૂર્તિના ચક્કરમાં કોઇ પીરના ચક્કરમાં પડી જાય છે. તો કોઇ બાબાજી તાંત્રિકના ચક્કરમાં બધું જ લુંટાવી દે છે. કોઇ ફલિત જ્યોતિષના ચક્કરમાં પડીને રાહુની શાંતિ કરાવે છે. તો કોઇની શિનની. આ ચક્કરમાં આઠેય આંગળીઓમાં આઠ વીંટી પહેરાવી દેવામાં આવે છે. જુદા જુદા દેવતાઓની શાંતિ કરાવતાં કરાવતાં પુરુષાર્થ અને પરબ્રહ્મને તો ભૂલી જ જાય છે. આવું થવાનું કારણ પણ ભગવાન આપે છે કે આ સંસારના મૂઢ મૂર્ખ મનુષ્ય સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેથી મારી અંતરંગ શક્તિનો ખ્યાલ આવતો નથી. તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે બધાને આ રીતે જાણું છું. પરંતું મને કોઇ જાણતું નથી. કારણ કે મૂઢ મનુષ્ય હંમેશા માયામાં રહે છે. અહીં ભગવાનનું કથન સ્પષ્ટ છે કે પોતાની ભૌતિક ઇચ્છાની પૂર્તિમાટે અન્ય દેવ દેવીઓની આરાધના કરે છે તે સિદ્ધ થાય છે. પરંતુ જન્મ મરણના ચક્કરમાંથી તો મુક્તિ ક્યારે નહિં આપે. પરંતું મારા સાચા સ્વરૂપને ઓળખી મારે શરણે આવે છે. તેઓનો પ્રયત્ન સફળ થાય છે. તેઓ મારા સમગ્ર રૂપને જાણી શકાય છે. અને અંતમાં મને જ પ્રાપ્ત કરે છે. આમ આ અધ્યાયમાં ભગવાનના સ્વરૂપની ઓળખ તેમજ ભગવાનની વિમુખ અને સન્મુખ થવાનું જ એમાં વર્ણન છે. અંત ભગવાન કહે છે. કે જડતાની તરફ વૃત્તિ રાખવાથી મનુષ્યોના હંમેશા જન્મ મરણ રહે છે. આનાથી મુક્તિ માટે એક સાધન પરમાત્માના પરમતત્વને ઓળખવું આ પરમતત્વની ઓળખથી અંતમાં ભગવાનની પ્રાપ્તી સુલભ બને છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૮ સાતમા અધ્યાયમાં ભગવાને પોતાની ઓળખ બતાવવા માટે બ્રહ્મ આધ્યાત્મિક, કર્મ, અધિભૂત, અધિદેવી અને અધિયજ્ઞ આ શબ્દનો પ્રયોગ કર્યો. પરંતુ તેને વિસ્તૃત સમજવા માટે આઠમાં અધ્યાયની શરૂઆતમાં સાત પ્રશ્નો પૂછે છે તેથી આ અધ્યાય “અક્ષર બ્રહ્મયોગ” તરીકે પ્રચલિત થયો છે. અર્જુનના સાત પ્રશ્નોને આપણે ધ્યાનથી જોઇએ તો પ્રથમ પ્રશ્ન છે કે “પુરુષોત્તમ કિં તદ્ બ્રહ્મ’ બ્રહ્મ એટલે શું? ભગવાન કહે છે કે “અક્ષરં બ્રહ્મ પરમમ્' એટલે અક્ષર, જે ક્ષર ન હોય એ અક્ષર કહેવાય. બ્રહ્મ એ છેવટનું સામાન્યીકરણ છે કે જ્યાં આપણે પહોંચી શકીએ છીએ. એમાં કોઇ વિશેષ, ગુણ નથી. એ માત્ર નિરપેક્ષ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બીજો પ્રશ્ન ‘કિમધ્યાત્મમુ” અધ્યાત્મ શું છે? અધ્યાત્મ શબ્દનો અર્થ શું છે? અધ્યાત્મ શબ્દ માટે ભગવાન સ્વભાવનો શબ્દ પ્રયોગ કરે છે. પોતાનો ભાવ અર્થાત્ હોવાપણાનું નામ સ્વભાવ છે. આમ સ્વભાવનો અસ્તિત્વના સંદર્ભમાં સ્વીકાર કરતાં આત્માનો પણ તેમાં સમાવેશ થાય છે. આત્માનો અર્થાત્ જીવના હોવા પણાનો સ્વીકાર. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૫ ત્રીજો પ્રશ્ન ‘કિં કર્મ કર્મ શું છે? જીવનને ઉન્નત બનાવવા માટે કરવામાં આવતી ક્રિયા, આવી ક્રિયાને આધારે અનેક જન્મો સુધી જન્મ મરણની ઇમારત ગણાય છે. ચોથો પ્રશ્ન ‘અધિભૂત ચ કિં પ્રોત્ક અધિભૂત એ શું છે? અધિભૂત એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશથી બનેલ શરીર. જે પ્રતિક્ષણ પરિવર્તનશીલ અને નાશવંત છે. પાંચમો પ્રશ્ન ‘અદિદેવંકિમરતે અધિદેવ કોને કહેવામાં આવે છે? અધિદેવ જીવાત્મા પોતે. વિસ્તૃત અર્થમાં બ્રહ્મના અંશ રૂપ પ્રાકૃત અને અપ્રાકૃત સૃષ્ટિ. - છઠ્ઠો પ્રશ્ન ‘અધિયજ્ઞ! કર્થ કોડત્ર દેહેડસ્મિન અધિયજ્ઞ શબ્દમાં કોને લેવું જોઇએ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન! અધિયજ્ઞ હું પોતે જ છું. અધિયજ્ઞરૂપે આપણા દેહમાં રહું છું. તે કેવી રીતે? યશ કોને કહેવાય? જેમાં સ્વાહા વિધિ ચાલતો હોય એનું નામ યજ્ઞ. જીવનમાં સકર્મ આવે છે. એટલે વિધિવતુ, ચાલે છે એ યજ્ઞની નિશાની છે ભગવાન કહે છે. આ બધુ કેવી રીતે થાય છે. તે હું કરાવું છું. આ શ્વાસ કોણ લેવડાવે છે? તમે એમાં કંઇ મહેનત કરો છો? તેવી રીતે શરીરમાં જીવંત પણું ક્યાંથી આવ્યું? તેને માટે તમે શી મહેનત કરી. આ શરીર છોડીને જીવંતપણું બીજા શરીરમાં પ્રવેશ કરશે, તે અંગે તમે શું જાણો છો. આ રીતે સૃષ્ટિમાં બધી પ્રક્રિયા ચાલી રહે છે. તેનું નામ યજ્ઞ. હવે અંતિમ સાતમો પ્રશ્ન મધુસુદન પ્રયાણકાલે ચ કર્થ સયોડસિનિયતાત્મભિઃ હે મધુસુદન! જે મનુષ્ય વશીભૂત અંતઃકરણ વાળા છે. અર્થાતુ માત્ર આપના કારણે આવેલાં છે. તેઓ આપને કેવી રીતે પ્રાપ્ત કરે છે. (66 Page #67 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ શ્લોકનો પ્રયાણકાલે શબ્દ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં સમજવું જોઇએ કે અંતકાળ અને પ્રયાણકાળ એ બે અલગ વસ્તુ છે. પ્રાયણકાળમાં અસ્થાયીપણું છે. એટલે કે થોડાક સમય પૂરતું હતું. કોઇ માણસ જાત્રા કરવા જાય, ત્યારે બધા તેને સ્ટેશન સુધી વળાવવા જાય, એને પ્રાયણ કહેવાય, એમાં આનંદ હોય, આનંદથી આપણે હાર તોરા કરીએ. ૧૨૬ અને અનંતકાળમાં પણ હાર પહેરાવે છે. પણ રડતાં મોઢે. કારણ કે એ જીવ ફરથી પાછો આવતો નથી. અહીં ઉમંગના આંસુ નહીં. ગુમાવ્યાના આસું છે. ગીતાના સંદર્ભમાં અંતકાળ અને પ્રયાણકાળ જોઇએ. તો શરીરમાંથી ચેતન ચાલ્યું જાય તેવી અવસ્થાને શરીર માટે અંતકાળ છે. અહીં અંતકાળ માત્ર શરીર માટે છે. ચેતન અર્થાત્ આત્મા ચાલ્યા જવાથી શરીર નકામુ જાય છે. તેથી તેનો નાશ કરવો પડે છે તે શરીરનો ફિર ઉપયોગ થઇ શકવાનો નથી. આથી આ અવસ્થા તે શરીર માટેનો અંતકાળ છે. જ્યારે શરીરમાં રહેલો આત્મા ચાલ્યો જાય છે. ચેતન ચાલ્યું જાય છે. શરીર ક્યાં જતું નથી, શરીર, દેહ ત્યાં ને ત્યાં જ રહે છે. જ્યારે આત્મા ગતિ કરે છે, ક્યાં તો બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી આત્મા માટે પ્રયાણ શબ્દ વાપરવામાં આવે છે. આત્માની ગતિ છે. તે દેખાતી નથી, પણ જો તે માટે દૃષ્ટિ કેળવવામાં આવે તો અનુભવાય છે જરૂર. ગીતાજીએ પ્રયાણકાલ અને અંતકાલ બે શબ્દો વાપર્યો છે. જેથી આત્માની ગતિ અને શરીરની ગતિ સ્પષ્ટ થાય છે. આત્મા શરીરથી ભિન્ન છે તે પણ સ્પષ્ટ થાય છે. 67 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૭ આત્મા અર્જુનનો પ્રશ્ન આત્માની પ્રકૃતિનો નિર્દેશ કરે છે. અદૃશ્ય અને ચેતનમય સ્વરૂપ હોવા છતાં શરીરથી અલગ અસ્તિત્વ ધરાવતી પ્રકૃતિ છે. શરીરમાં સ્મૃતિનું સ્થાન મન છે તેમ આત્મામાં સ્મૃતિનું સ્થાન અચેતન મન છે. જાગૃત અવસ્થામાં થયેલ ચિંતનની છાપ અચેતન મન પર પડે છે. જે નિદ્રામાં સ્વપ્ન રૂપે દેશ્યમાન થાય છે. અર્થાત્ શરીરની અજાગૃત અવસ્થાએ આત્માની જાગૃત અવસ્થા છે. આથી જ્યારે અંતિમ સમયે જે ચિંતન કરવામાં આવે તે ચિંતન મુજબ ગતિ પ્રાપ્ત થાય છે. આપણે સૌને અનુભવ છે કે મનમાં જે ઇચ્છા, વિચાર કર્મો તેવું પરિણામ પણ પ્રાપ્ત થાય છે આપણે બહાર જતાં હોઇએ અને એવો વિચાર કરીએ કે અસ્કમાત થશે તો તે વખતે અસ્કમાત થવાની શક્યતા વધી જાય છે. આ જ રીતે ભગવાનનું સ્મરણ કરીને શરીર છોડવાવાળાઓનો તો ભગવાનની સાથે સંબંધ રહે છે. અને ગુણો (સત્વ, રજ, તમ્) અનુસાર શરીર છોડવાવાળાઓનો ગુણોની સાથે સંબંધ રહે છે. એટલા માટે અંતે ભગવાનનું સ્મરણ કરવાવાળા ભગવાનની જ સન્મુખ થઇ જાય છે. અર્થાત્ ભગવાનને પ્રાપ્ત થઇ જાય છે. અને ગુણો સાથે સંબંધ રાખવાવાળા ગુણોની સન્મુખ થઇ જાય છે. અર્થાત્ ગુણોનાં કારણે જન્મમરણને પ્રાપ્ત થાય છે. ભગવાન આ વાત છઠ્ઠા શ્લોકમાં ભગવાન સ્પષ્ટતાથી સમજાવે છે કે “મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો રહીને શરીર છોડે છે, એ તે ભાવથી સદા ભાવિત થતો રહીને તેને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તે તે યોનિમાં જ ચાલ્યો જાય છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે અંતકાળમાં જે ભાવનું જે કોઇનું ચિંતન થાય છે, શરીર છોડ્યા બાદ તે જીવ જ્યાં સુધી બીજું શરીર ધારણ નથી કરી લેતો, ત્યાં સુધી એ તે જ ભાવથી ભાવિત રહે છે. અંતકાળમાં એ ચિંતન અનુસાર જ તેનું માનસિક શરીર બન્યુ છે અને એ માનસિક Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શરીર અનુસાર જ તે બીજું શરીર ધારણ કરે છે. કોઇ મનુષ્ય જો કૂતરો પાળે, અને રાત દિવસ તેની પરવિશમાં રહે, જેથી તેનું મન કૂતરામય બની જાય છે. આથી અંતકાળે કૂતરાનું ચિંતન કરે, જે આત્માનું ઔરામાં રૂપાંતર થાય છે. આ કૂતરાના ચિંતનમય ઔરા કૂતરીમાં પ્રવેશ ગર્ભ બની જાય છે. અને નિશ્ચિત સમયે કૂતરાના શરીરથી જન્મ લે છે. આ હિકકત છે. વિજ્ઞાન દ્વારા સાબિત થયેલ છે. મૃત્યુ અને પુનર્જન્મની માન્યતાને ઘણા સંશોધન બાદ પશ્ચિમના વૈજ્ઞાનિકો વિલિયમ બોર્નેટ ઓલિવર લોક, સર વિલિયમ કુક, આલ્ફડ રસેલ, ઇવાન સ્ટીર્વેસન, ફેંકપોડચીર, હડસન, વિલિયમ જેમ્સ વગેરે સમર્થન આપેલ છે. આગળ અધ્યાય ચારમાં શ્રી લાકડાવાળાના જીવન પ્રસંગમાં જોયું કે તેઓ અંતિમક્ષણોમાં ભગવદ્ સ્મરણ કરતા કરતા દેહ ઘોડ્યો તેથી તેમના દેહમાં નીકળેલ તેજમૂર્તિ હું જાવું છું પ્રભુ ચરણે. ગુરુદેવ રજા આપો. કહી વિલિન થઇ ગઇ. ટૂંકમાં અંતકાળે જેવું સ્મરણ કરે તે અનુસાર તેની ગતિ થાય છે. જો કૂતરાનું ચિંતન કરે તો કૂતરો બની જાય, ભગવાનનું સ્મરણ કરે ભગવાનને પ્રાપ્ત કરે છે. જેવું સ્મરણ તેવી ગતિ, તો અંતકાલે ભગવાનના સ્મરણ રહેવા માટે મનુષ્ય શું કરવું જોઇએ, એનો ઉપાય પણ ભગવાન બતાવે છે. ભગવાન કેટલા દયાળુ છે. બિન શરતી ઉપાય બતાવે છે. કે કેવળ મારું સ્મરણ ન કરતાં, મારા સ્મરણ સાથે જીવન આવશ્યક બધી જ પ્રવૃત્તિ કરતાં કરતાં તમારું મન સદા મારામાં રાખશો, તો પણ નિશ્ચિત પણે મને પ્રાપ્ત કરશો. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૯ ભગવાન સ્પષ્ટપણે કહે છે કે મારી ભક્તિમાં કર્મ કોઇપણ રીતે બાધક નથી, મનુષ્ય નિયત કર્મ તો કરવાનું છે. પરંતું કર્મ કરતી વખતે ફક્ત મને યાદ કરવાનું છે. આ રીતે મારા સ્મરણની ટેવ પાડશે, તો અંતિમ સમયે મારું સ્મરણ થયા વગર રહેશે નહીં. આવો અભ્યાસયોગ કેળવવા માટે શ્રી વલ્લભાચાર્યએ સેવા માર્ગ આપ્યો. મન સતત ભગવમગ્ન રહે. એ માટે શ્રી વલ્લભાચાર્ય એ ભગવદ્ સેવા અને સ્મરણની પદ્ધતિ પ્રકટ કરી છે તેમાં જીવાત્મા પોતાની એક એક પળ ભગવદ્ સ્મરણમાં સહજ રીતે ગાળે છે. આ રીતે પણ ભગવદ્ભય બની જાય છે. ત્યારે અંતિમ સમયે ભગવદ્ સ્મરણ પણ સહજ રીતે થાય છે. આ રીતે કોઇ પણ મનુષ્ય ભગવદ્ પ્રાપ્તી કરે છે. અને જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે. અભ્યાસયોગસિદ્ધ કરવા માટે પ્રથમ શરત ભગવાનના દિવ્ય સ્વરૂપને સમજવાનું છે. ભગવાન પર શ્રદ્ધા અને ભક્તિથી બધુ શક્ય છે. આથી જે મનુષ્ય ભક્તિમય સેવાનો માર્ગ સ્વીકારે છે. તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારાં ફળોથી વંચિત રહેતો નથી, આ બધા ફળો ભગવદ્ સેવા માર્ગથી પણ પ્રાપ્ત થાય છે આ ગીતાજીના આ આઠમા અધ્યાયના અંતિમ અઠ્ઠાવીસના શ્લોકનો શબ્દાર્થ છે. આમ ગીતાજીના દરેક હાર્દભર્યા શ્લોકને સમજીને શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગને સમજવા પ્રયત્ન કરીશું તો આજે પણ આ પુષ્ટિમાર્ગની ઉપયુક્તા અંગે શંકા રહેશે નહીં. 68 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૯ આઠમા અધ્યાયમાં ભગવાને ભગવદ્ પ્રાપ્તીના માર્ગો બતાવ્યા. તેમાં અભ્યાસયોગ દ્વારા ભગવદ પ્રાપ્તી કેવી રીતે સુલભ બને છે. તે વાત કહી, નવમા અધ્યાયમાં આ અભ્યાસયોગને કેવી રીતે ભાવાત્મક સ્વરૂપ આપવું, જેથી મન સતત ભગવર્મગ્ન રહે, આવા ભાવાત્મક વિજ્ઞાનને સમજવા અને તેના રહસ્યને પામવા અહીં ભગવાન ઘટસ્ફોટ કરે છે. તેથી આ અધ્યાયને રાજવિધા, રાજગુહ્યયોગ તરીકે ઓળખાય છે. ભગવાન આ અધ્યાયના આરંભમાં કહે છે મારી કોઇપણ ઇષ કે અદેખાઇ કર્યા વગર કેવળ મારી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારે શરણે આવશે તેને હું પામીશ અને તેને સંસારમાંથી બંધનમુક્ત કરાવીશ. તે આ ગોપનીય વિજ્ઞાનનું રહસ્ય છે. આમ નવમા અધ્યાય આરંભથી ભગવાન આપણે અનન્ય શુદ્ધ ભક્તિ માર્ગ તરફ વાળવા તૈયાર કરે છે કેવળ મારી પર શ્રદ્ધા અને વિશ્વાસની વાત, અનન્ય ભક્તિનો નિર્દેશ કરે છે. સંસારની આસક્તિમાંથી મુક્ત થઇને આધ્યાત્મમાર્ગે આગળ વધવા માટે પ્રથમ રાજવિદ્યા કોને કહેવાય અને રાજગુણ કોને કહેવાય તે પ્રથમ સમજી લેવાની જરૂર છે. રાજવિદ્યા એટલે વિદ્યમાન સર્વે વિદ્યાઓમાંથી સર્વોપરી વિદ્યા, અર્થાતુ સર્વ વિદ્યાનો રાજા, કે વિદ્યાથી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૧ જીવનનો સર્વોચ્ચ આનંદ અને આત્માને પરમાનંદની પ્રાપ્ત થાય છે. આ વિદ્યા સારી રીતે જાણી લીધા પછી જીવે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. ભગવાને સાતમા અધ્યાયના આરંભમાં કહ્યું છે કે મારા સમગ્રરૂપને જાણ્યા પછી જાણવાનું કંઇ બાકી રહેતું નથી. પંદરમાં અધ્યાયના અંતમાં કહ્યું છે કે જે અસંમૂઢ પુરુષ મને ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ જાણે છે, તે સર્વવેતા થઇ જાય છે અર્થાત્ તેને જાણવાનું કંઇ બાકી નથી રહેતું, તેનાથી એવું માલુમ પડે છે કે ભગવાનનાં સગુણનિર્ગુણ, આકારનિરાકાર, વ્યક્ત અવ્યક્ત વગેરે જેટલાં સ્વરૂપો છે. એ બધાં સ્વરૂપનો વિશિષ્ટ મહિમા છે. આવું જ્ઞાન આખરે ભક્તિમય સેવામાં પરિણમે છે. રાજગુણ એટલે કે જ્ઞાનથી ભગવાનની શક્તિઓ જાણી આશઅચર્યચકિત થઇ જવા એવા રહસ્યજ્ઞાનથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ વધે, ઇ.સ.૧૯૩૦માં આઇન્સ્ટાઇને લખેલ પુસ્તક લિવિંગ ફિલોસોફીઝમાં લખ્યું છે. રહસ્ય પ્રકૃતિનો સ્વભાવ છે. અજ્ઞાત મનુષ્ય પ્રકૃતિને જ્ઞાત કરે છે. ત્યારે તે કૃતાર્થતા અનુભવે છે. ભગવાન જે રાજગુણજ્ઞાનની વાત કરે છે. તે પ્રકારનું જ્ઞાન નથી, આ તો બાહ્ય જ્ઞાન થયું. આ જ્ઞાન ભગવાનની પ્રાપ્તી કરાવી શકતું નથી. જે આધ્યાત્મિક ઉન્નતી નહિ પણ ભૌતિક ઉન્નતી કરાવે છે. જેથી જીવ જન્મ મરણના ફેરા ચાલું રહે છે. ભગવાન પરમ ગુણજ્ઞાન પર ભાર મુકે છે. જે પરમ તત્વની ઓળખ, અને તેના પ્રાપ્તી માટેનાં રહસ્ય બતાવે છે. ભગવાન આવા જ્ઞાન માટે, ખાસ કરીને બીજા અધ્યાયથી આત્માના મહત્વ ઉપર ભાર મુકે છે. પ્રારંભમાં જ ભગવાન કહે છે કે આ શરીર નાશવંત છે. અને આત્મા અવિનાશી છે આ જ્ઞાનનો ગુણ અંશ છે. શ્રી વલ્લભાચાર્યએ ષોડસ ગ્રંથોમાં આવું રાજગૃહ્ય જ્ઞાન પ્રકટ કર્યું છે. 69. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવા આધ્યાત્મિક જ્ઞાનનો બીજો ગુણ તે અતિ પવિત્ર, શુદ્ધ અને શ્રેષ્ઠ છે. આ જ્ઞાન આવુ સુગમ અને સર્વોપરિ હોવા છતાં મનુષ્ય તેનો કેમ લાભ લેતાં નથી. તેવી શંકા થાય તેનું સમાધાન કરતાં ભગવાન કહે છે તે મનુષ્યના મનની પામરતા છે. આ જ્ઞાન એટલું ગૂઢ હોય છે તે તેની લાયકાત વાળા મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. જેમ પાણી, દૂધને છૂટું પાડવું તે બધા માટે શક્ય હોતું નથી, તો તે હંસ જ છુટું પાડી શકે. જેને આ જ્ઞાનમાં મારી વાણીમાં અને મારા સ્વરૂપમાં શ્રદ્ધા નથી એવા જીવો માટે આ કામનું નથી. એને માટે આવા જ્ઞાનની કોઇ કિંમત હોતી નથી. માંસ ખાવા માટે ટેવાયેલા વાઘ, સિંહ, વરૂને પાંચ પકવાન આપો તો પણ તેનો સ્પર્શ પણ નહિ કરે તે જ રીતે શ્રદ્ધાદિન મનુષ્યોને વિજ્ઞાન, વૈદિક શાસ્ત્રોના પ્રમાણો આપવા છતાં પણ ભગવાન પર શ્રદ્ધા બેસતી નથી. મનની ચંચળતા તેમને ભગવદ્ ભક્તિમાં દેઢ રાખતા નથી. તેમને માટે આ ભક્તિમાર્ગ અતિશય અઘરો અને કપરો લાગે છે. તેમને જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ નહિ બેસે ત્યાં સુધી તેમને આ માર્ગ સિદ્ધ થતો નથી. આવા અભાગિયા જીવો જન્મ મરણના ચક્કરમાં રમતા રહે છે. એક અજાણ્યા મકાનમાં એક સૂરદાસ (અંધજન) ભરાઇ ગયા. તેઓ આ મકાનમાંથી બહાર નીકળવા ઇચ્છતા હતા. તેથી એક હાથથી લાકડીનો સહારો અને બીજા હાથથી દીવાલનો સહારો લઇને બહાર જવાના દરવાજાને ખોળતા હતા, આમ ને આમ ચાલતા જ્યારે બહાર જવાનો દરવાજો આવ્યો, ત્યારે એના હાથમાં ખુજલી આવી. તે ખંજવાળતાં રહ્યાં અને ચાલતાં રહ્યાં. તો દરવાજો નીકળી ગયો, આમ ત્રણ ચાર દરવાજા આવતા ખુજલી આવતી, અને ખંજવાળતા રહેતા. ત્યાં સુધી દરવાજો નીકળી જતો, આ રીતે તે ચક્કર જ મારતો રહ્યો. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૩ આ જ રીતે આપણે સૌ સ્વર્ગ, નરક અનો ચોરાસી લાખ યોનિયોમાં ઘૂમ્યા કરીએ છીએ. ભગવાન કૃપા કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે મનુષ્ય શરીર આપેલ છે. પરંતું આ મનુષ્ય શરીર પામીને સંસારની ખુજલી ખંજડવાળતા રહેતાં, પરમાત્માને પામવાનો દરવાજો ચૂકી જાય છે અને ફરી જન્મ મરણના ચક્કરમાં ઘૂમ્યા કરે છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે ભગવાનને પામવા પડે છે. અને ભગવાનને પામવા શ્રદ્ધાભક્તિ વધારવાની જરૂર છે. અને તે માટે ભગવાનની શક્તિ અને કાર્યને ઓળખવાની જરૂરિયાત ઉભી થાય છે. જેના આવા જ્ઞાનમાં, પરમાત્માના સ્વરૂપમાં, ભક્તિમાં શ્રદ્ધા હોય એ જ સાચો ભક્ત છે. બાકી બીજા શ્રદ્ધા વિહીન મૂઢ છે. આ જગત મારું સહજ સ્વરૂપ છે. જેમ દૂધનું રૂપાંતર દહીં માં થાય છે. અને બીજનું રૂપાંતર વૃક્ષમાં થાય છે એવી સહજ પ્રક્રિયાથી મેં સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. જેવી રીતે સુવર્ણમાંથી અનેક દાગીના થાય છે એ દાગીના નામ જુદા જુદા હોય છે. પરંતું આખરે તો તે બધું એમનું એમ છે એટલે કે એ બધા દાગીનાને ફરિથી સોનામાં ફેરવી શકાય એ જ રીતે આ સૃષ્ટિ પણ ફરિથી મારામાં સમાઇ જઇ શકે છે. આ ભગવાનના વિશિષ્ટ સ્વરૂપનું જ્ઞાન એવું છે કે જેમાં ભલભલા ગોથું ખાઇ જાય છે. આથી આમાં ખૂબ ઊંડા ઉતરીને સમજવાથી ભક્તને તેનો યથાર્થ અનુભવ થઇ જાય છે. આ યથાર્થ અનુભવ એટલે અહંમ. મમતાથી રહિત મન છે. સારા નરસાની તેની ઉપર કોઇ અસર ન થવી જોઇએ એને ભગવાનને સારી રીતે જાણવાની રૂચિ હોય છે. મહાભારતની વાત છે. આ યુદ્ધમાં હજારો મરી ગયાં, લોહીની નદીઓ વહી, હજારોનું નુકશાન થયું. ગજબનો વિનાશ થયો, પરંતુ યુધિષ્ઠિર ગાદી પતિ બન્યા છતાં તેમનામાં મનમાં તેનો રજ દેખાઇ 70 Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવતો હતો, આથી તેઓ રાત દિવસ ઉદાસ રહેતા, જ્યારે આ બાજુ અર્જુનને એમાંનું કંઈ થયું નહિ. એ તો પૂરો પ્રસન્ન હતો. આનું કારણ અર્જુનને સ્વરૂપનિષ્ઠા હતી. યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા હતી. યુધિષ્ઠિરને હિંસા આદિ ધર્મની વિરુદ્ધ લાગતી હતી જ્યારે અર્જુનને સાક્ષાત પરમાત્મા શ્રીકૃષ્ણના મુખે ગીતા સાંભળી ભગવાનના સાક્ષાત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું, એ અર્જુનની સ્વરૂપનિષ્ઠા બની, સ્વરૂપનિષ્ઠાને ધર્મનિષ્ઠા બેમાં સ્વરૂપનિષ્ઠા શ્રેષ્ઠ છે. સ્વરૂપનિષ્ઠા એ પરમાત્મા જ્ઞાનની પરાકાષ્ઠા છે. એ વખતે તમે પોતાની માન્યતાઓ પકડી રાખો કે આમ ન થાય તો એ સ્વરૂપનિષ્ઠાની ખામી છે. શરૂઆતમાં અર્જુનને યુદ્ધ કરવાનું ઉચિત ન લાગ્યું. પરંતુ જ્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે દુર્યોધન સામેનું એ યુદ્ધ નથી, પરંતુ એક સહજ કર્મ, જેમ તું શ્વાસ લેવાની ક્રિયા કરે એટલી જ સહજતાથી તું યુદ્ધ કર. જેમ જીવ માત્રને જીવવા માટે પ્રાણવાયુ આવશ્યક છે અને એ પ્રાણવાયુની પૂર્તિ હું જ કરું છું. તેમ દુર્યોધન સામેનું યુદ્ધ પણ તને હું લડાવું છું તું તો માત્ર નિમિત્ત છે. આમ ભગવાનના વચનોથી અર્જુનમાં સ્વરૂપ નિષ્ઠા જાગી અને પોતે કરે છે તેથી કર્તવ્યસાધના ચાલી ગઇ. અર્જુનના મનમાંથી કર્તવ્યતાનું અભિમાન ચાલ્યું ગયું. કારણ કે એ ભગવાનને એ સારી રીતે સમજ્યો હતો. એટલે રાજવિદ્યામાં ભગવાન કહે છે કે આ સૃષ્ટિનું નિયમન હું કરૂ છું. તેની બધી ક્રિયા પ્રક્રિયા એ મારી લીલાના ભાગરૂપ છે. તેથી મારે માટે કોઇ કર્મ નથી, કે કર્મનું બંધન નથી. કર્મનું બંધન નથી તેથી કર્મ મને કશું જ કરતા અટકાવી શકતું નથી. હું તો સર્વથા બધાથી અલિપ્ત છું. આથી મને નિમિત્ત બનાવી બધા કર્મો કરશો તો તમારું મન શાંત રહેશે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૫ આથી મનુષ્યની સામે જે કોઇ પરિસ્થિતિ આવે, જે કંઈ ઘટના બને કે મનમાં કોઇ શંકા કુશંકા થાય, તો તે બધામાં તેણે ભગવાનની જ લીલા જોવી જોઇએ. ભગવાન ક્યારેક ઉત્પત્તિની લીલા, તો ક્યારેક પોષણ ની લીલા તો ક્યારેક સંહારની લીલા કરે છે, આ બધી લીલામાં સંસાર સ્વરૂપથી તો ભગવાનનું જ રૂપ છે. અને તેમાં જે પરિવર્તન થાય છે, તે બધી ભગવાનની જ લીલા છે. આ રીતે સર્વ ક્રિયા, પ્રક્રિયામાં ભગવાનની લીલાને જોઇને સદા પ્રસન્ન મનમાં રહીને ભગવાનનું સ્મરણ કરવું જોઇએ. આવી પરિસ્થિતિના નિર્માણ માટે પ્રથમ તો મન અને બુદ્ધિ ભગવાને સમર્પિત કરવાના છે. સમર્પણ નો અર્થ છે મન અને બુદ્ધિને કામ કરતાં રોકવાં, મન અને બુદ્ધિને આત્માની આજ્ઞા પ્રમાણે કામ કરતાં કરવા, ભગવાન કહે છે પ્રથમ તો તમે સમર્પણ ભાવના કેળવો. જેથી તમારાં ભૌતિક અને આધ્યાત્મિક કાર્યોનો દોષો નાશ પામે છે. અને તેમાંથી મળતા ફલો જેવા કે આશા અપેક્ષાઓ, મમતા, આસક્તિ, કામના વગેરે સાથેનો આપણો સંબંધ વિચ્છેદ થાય છે. આપણે દરેક કર્મો કરીએ છીએ ખરાં, પણ સમર્પણનો ભાવ હોતો નથી, તે બધાં કર્મો ખાલી ક્રિયાકાંડ બની જાય છે. કર્મયોગીની સાચી સિદ્ધિ તો રાગ દ્વેષ વિના કરવામાં આવે છે. આ માટે સાચી ભાવનાની જરૂર છે. આ ક્યારે બને? જ્યારે જીવ પરમાત્માનું તાદાભ્ય અનુભવે ત્યારે. પરંતું જીવો પરમાત્મા સાથે તાદાભ્ય સાધી શકતા નથી કારણ કે તેમનામાં ભાવ નથી, ભક્તિ નથી. તેમની અજ્ઞાનતા અને મૂઢતા તેમને માયાવાદી બનાવે છે. જેથી તેઓ મારા સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. જ્યાં સુધી આ બધા મારા સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી, ત્યાં સુધી આ બધા મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી નહિ શકે ત્યાં સુધી તે આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. તેમની (1 Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દરેક આધ્યાત્મિક ક્રિયા માત્ર કાંડ છે. તેમાં ભાવ નથી તે બધા વ્યર્થ જાય છે. જે દેવી જીવો છે તે સંસારમાં રહેવા છતાં સંસારમગ્ન બનતા નથી. કારણ કે તેમનાં બધા લૌકિક કે અલૌકિક કર્મોમાં અહંમ મમતા હોતા નથી. તેઓ સંપૂર્ણપણે મારા આધિન છે તેઓ મારા સિવાય કોઇના શરણે જતાં નથી. હે અર્જુન! આવા ભક્તો મારા મહિમાનું ગાન કરતાં કરતાં ખાવું પીવું, સુંવું જાગવું તથા વેપાર કરવો, ખેતી કરવી વગેરે સાધારણ ક્રિયા પણ મારા માટે કરે છે. તેમની સઘળી લૌકિક અને અલૌકિક ક્રિયાઓ કેવળ મારા ઉદ્દેશ્યથી મારી પ્રસન્નતાને માટે જ થાય છે. ભગવાન આગળ કહે છે કે ઉપરોક્ત ભક્તિનું નસીબ બધાની પાસે હોતું નથી. તેમની રૂચિ, યોગ્યતા, શ્રદ્ધા, વિશ્વાસ વગેરેમાં વિભિન્નતા હોવાને કારણે તેમની ઉપાસનાઓમાં ભિન્નતા જોવા મળે છે. આવા ભક્તોને મુખ્યત્ત્વ ત્રણ વર્ગોમાં વહેંચી શકાય. (૧) જ્ઞાન દ્વારા પોતાનામાં રહેલ સતને ઓળખીને તેની ઉપાસના કરનાર, (૨)મારા હજારો સ્વરૂપો માંથી ગમે તે એકની ઉપાસના કરનારા, (૩) મારા વિરાટરૂપની ઉપાસના કરનારા. આપણને અહીં એક સવાલ થાય કે ઉપાસના પદ્ધતિમાં ભિન્નતા હોય તો બધી ઉપાસનાઓ એક જ ભગવાનની કેવી રીતે હોઇ શકે. આ સવાલનું સમાધાન કરતાં આગળના ચાર શ્લોક (શ્લોક ૧૬ થી ૧૯)માં ભગવાન કહે છે કે : આ જગતનો હર્તાકર્તા હું છું. તેથી સર્વકંઇ ક્રમકાંડ, એ પછી યજ્ઞ, પિતૃ તર્પણ, ઔષિધ તેમજ દિવ્ય મંત્રઘોષ હોય તે બધા માં હું છું. હે અર્જુન! આથી ધ્યાનથી સાંભળ, આ જગતનો પિતા હું છું. આ જગતની માતા હું છું. આ જગતનો ઘાતા પણ હું છું. હું વિથંભર છું. કોઇ માને યા ન માને પણ હું સર્વનો પોષક, પાલનહાર 72 ૧૩૭ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અને સર્જક છું. જગતની સર્વ અસ્તિત્વનું કારણ પણ હું જ છું. મારી ઇચ્છા વિના ઝાડનું પાન પણ હાલી શકતું નથી. આપણી પાસે પરમતત્ત્વને પામવા માટે આટ આટલી ઉપાસના પદ્ધતિઓ, ભગવાનના સ્વરૂપો, સાધના, સામગ્રી હોવા છતાં આસુરી, રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો આશ્રય લઇ પરમતત્તવની અવહેલના કરીએ છીએ. તે મૂર્ખતાની નિશાની છે. જ્યાં સુધી અંતઃકરણમાં સાંસારિક ભોગો અને સંગ્રહની કામના હોય છે. ત્યાં સુધી પરમતત્ત્વને ઓળખી શકતા નથી. ભગવાનની ભક્તિમાં ભાવ અને અનન્યતા હોવી જોઇએ. સ્વરૂપ અને કર્મકાંડ ગમે તે હોય એ ગૌણ છે. આથી ઘણા ભક્તો પરમાત્માને માતા તરીકે, ઘણા પિતા તરીકે, ઘણા ભક્તો સખા તરીકે, ઘણા ભક્તો પુત્ર તરીકે બોલાવે છે. અને ઉપાસના કરે છે. ઇશુખ્રિસ્ત પરમાત્માને પિતા તરીકે સંબોધન કરતા હતા. રામકૃષ્ણ પરમ હંસ પરમાત્માને મા તરીકે જ બોલાવતા. શંકરાચાર્યે છેલ્લે છેલ્લે પરમાત્માને પિતાના સ્વરૂપમાં દર્શન કર્યાં. શ્રીમદ્ વલ્લભાચાર્ય લાલા અર્થાત્ બાળકના રૂપમાં પરમાત્માના દર્શન કર્યા. હું માતા, પિતા, સખા, બંધુ, બાળક એ બધુ હોવા ઉપરાંત ધાતા છું અર્થાત્ હું સર્વેનો આશ્રયદાતા પણ છું. એ આશ્રયદાતા તરીકે કીડીને કણ, અને હાથીને મણ અનુસાર સર્વેને હું પુરુ પાડું છું. પરંતુ એ મેળવવા માટે કર્મ તો કરવું પડે છે. આગળ પર કહ્યું તેમ કર્મમાં હું ક્યારે વચ્ચે આવતો નથી. ક્યાંક ભૂખમરો જોવા મળે છે. તે મારે કારણે નહિં. પણ તે તમારા અગાઉના કર્મનું ફળ છે આ ઉપરાંત મારા ઉપરની શ્રદ્ધાનો અભાવપણ અગત્યનો ભાગ ભજવે છે. જો મારા પર પ્રબળ શ્રદ્ધા હશે તો હું કોઇને ભૂખ્યો સુંવાડતો નથી, હા કદાચ ભૂખ્યો જગાડું ખરો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શ્રી વલ્લભાચાર્યના સેવક શ્રી સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. એકદિવસની વાત છે. સૂરદાસજી રાજભોગમાં દર્શન કરીને પોતાના નિવાસે આવ્યા છે. મંદિરમાંથી ભિતરિયો પ્રસાદની પાતળ મૂકી ગયો છે. સૂરદાસજી પ્રસાદ લેવા બેઠા છે. એઓ અંધ હોવાને કારણે તેમની સહાય માટે એક વ્રજવાસી બાળકને મૂકવામાં આવ્યો હતો. એનું નામ ગોપાલ હતું. સુરદાસજીએ ગોપાલને જલની લોટી ભરીને આપી જવાની આજ્ઞા કરી. પરંતુ તે સમયે પોતું કરવા ગોબર લેવા ગોપાલ બહાર જતો હતો. તેને એમ હું બે મિનિટમાં ગોબર લઇને આવી જઇશ, આથી તેણે કહ્યું “બાબા, તમે પ્રસાદ લેવા બેસો, હું હમણાં જ જલની લોટી આપું છું.' ગોપાલ ગોબર લેવા ગયો. ત્યાં કોઈ વ્રજવાસી મિત્ર મળી ગયો તેથી તેની સાથે વાતો કરવા વળગ્યો. પણ જલની લોટી સૂરદાસજીને આપવાની છે એ વાત એ ભૂલી ગયો! અહીં સૂરદાસજીને ભોજન કરતાં કરતાં જલની તરસ લાગી. આસપાસ હાથ ફેરવ્યો પણ લોટી ન મળી, એમણે ગોપાલના નામની બૂમો પાડી પણ ત્યાં ગોપાલ હોય તો સાંભળે ને! ભોજન કરતાં કોળિયો ગળે અટક્યો, બોલતું નથી. શ્વાસ રૂંધાઇ ગયો છે. સૂરદાસજી આકુળ વ્યાકુળ થઇ ગયા. એટલામાં બાજુમાં જલની લોટી મૂકવાનો અવાજ આવ્યો. સુરદાસજીએ માગ્યું કે ગોપાલ જલની લોટી મૂકી ગયો. હાથ ફેરવી જોયું તો બાજુમાં જલની ઝારી હતી. જલપાન કર્યું વ્યાકુળતા દૂર થઇ, પ્રસાદ લઇને ઉભા થયા. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૯ થોડીવારમાં ગોપાલને યાદ આવ્યું. સૂરદાસજીને જળ આપવાનું છે. એ દોડતો આવ્યો. કહેવા લાગ્યો “બાબા, મારી ભૂલ થઇ ગઇ. તમને જળ આપવાનું રહી ગયું. જળ વગર ભોજન કરવામાં આપને બહુ તકલીફ આજે પડી હશે નહિં?' અરે, ગોપાલ, એમ કેમ કહે છે? આજ તું લોટીને બદલે ઝારી મકી ગયો હતો ને! મેં એમાંથી જલપાન કર્યું છે. જો હજી એ ત્યાં જ પડી છે!' ગોપાલ જુએ છે તો ત્યાં સુવર્ણની સુંદર ઝારી છે. એનાથી બોલાઇ ગયું. ‘બાબા, આ તો શ્રીજી બાવાનાં ઝારી છે! મંદિરની સોનાની ઝારી અહીં કોણ મૂકી ગયું હશે? હું તો ગૌશાળામાં હતો, કોઇ ચમત્કાર થઇ ગયો લાગે છે.' સૂરદાસજી આ સાંભળીને ચમક્યા. નક્કી આ કામ શ્રીજીબાવાનું છે. તેમને મને જળ પાવાનો શ્રમ લીધો. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભગવાન કોઇને તરસ્યા, ભુખ્યાં રાખતા નથી. તરસ્યા, ભૂખ્યાની વાત જવા દો, ભગવાન તો કોઇને મારતો નથી. ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા ભક્તિ હશે તો મારનાર કરતાં બચાવનારનાં હજાર હાથ છે” એ કહેવત સાર્થક હશે. મીરાંબાઇને મારવા માટે રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો, તો એ કટારાનું ઝેર અમૃત થઇ ગયું. સાપનો કરંડિયો મોકલ્યો તો કરંડિયાનો સાપ ફૂલનો હાર થઇ ગયો. આજ રીતે ભકત પ્રલાદને મારવા હિરણ્યકશ્યપે કેટકેટલા પૈતરાં રચ્યાં, છતાં ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા ભક્તિને કારણે બચી જવા પામ્યો. ભગવાનની શ્રદ્ધા ભક્તિથી કોઇ પણ જગ્યાએ જરૂરી ઓચિંતી મદદ મળે છે. તેમાં બે મત નથી. મદદને પારખવાની દૃષ્ટિ જોઇએ. 73 Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન તો એટલા દયાળુ, કૃપાળું છે તમારા સત્કર્મનું ફળ તરત જ આપી દે છે. પહેલા સત્કર્મનું ફળ આપે છે. પછી દુષ્કર્મનું ફળ આપે છે. આથી જ્યારે સત્કર્મના પ્રતાપે મળેલાં સ્વર્ગલોકમાં તમારાં કર્મને આધારે દીર્ઘ જીવન ઉચ્ચત્તમ સુખો પ્રાપ્ત થાય છે. પરંતુ પૂણ્યકર્મ પૂર્ણ થતાં સ્વર્ગ છોડવાનો વારો આવે છે. આવા અલ્પસુખો મેળવવા ઇચ્છતા મનુષ્યો ન તો ભગવાનનો આશ્રય લે છે. અને ન તો ભગવદ્ પ્રાપ્તીના કોઇ સાધનનો આશ્રય લે છે. તેઓ કેવળ ત્રણ વેદોમાં કહેલા સકામ ધર્મો અનુષ્ઠાનો જ આશ્રય લે છે. પરંતુ જે મનુષ્યો અનન્યભાવે ભગવાનના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે અને ભગવાનના શરણે જાય છે. તેમને સ્વર્ગ નરક, જન્મ મૃત્યુમાંથી મુક્તિ આપું છું. ભગવાનની ઉદારતા તો, જોવો, ભગવાન કહે છે કે મને ભજો કે અન્ય દેવોને ભજો, તેનું ફળ તો આપું છું. અને તે ફળ પણ જેવું તેવું નહિં ભગવાનની પ્રાપ્તી છે કારણ કે સર્વ કંઇ ભગવાન છે એટલે અન્ય દેવો એ બીજા કોઇ નહિં પણ ભગાવન પોતે છે. ભગવાન અહીં શરત મુકે છે કે અન્ય દેવતાઓના પૂજનનો હેતુ સ્પષ્ટ હોવા જોઇએ. અર્થાત્ તેમના પ્રત્યેની ભક્તિનિષ્કામ હોવી જોઇએ. જો સકામભાવની ભક્તિ હશે, તો તે ભક્તિનુસાર તામસ, રાજસ દેવતાઓની પ્રાપ્તી થશે, તે જ રીતે ભૂતપ્રેતનું પૂજન કરનારા ભૂતપ્રેતને પ્રાપ્ત કરે છે. તમારી ભક્તિમાં ભાવવધુ તેમ ભગવાન ઉદાર બનીને તમે જે પત્ર, પુષ્ય, ફળ, જળ વગેરે યથા પ્રાપ્ત વસ્તુ અર્પણ કરશો તો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે. જેવી રીતે દ્રોપદી પાસેથી પાંદડું લઇને ભગવાને ખાઇ લીધું અને ત્રિલોકીને તૃપ્ત કરી દીધા, ગજેન્દ્રે સરોવરનું એક પુષ્પ ભગવાનને અર્પણ કર્યું, તો ભગવાને તેને સ્વીકારી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો શબરીનાં એંઠા બોર ખાઇને તૃપ્ત થયા. રતિદેવે અંત્યકરૂપે આવેલાં ભગવાન જળ પિવડાવ્યું તો તેમને ભગવાનના સાક્ષાત દર્શન દીધાં. 74 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૪૧ આ પુરાણોની વાતો છોડીને આપણાં પુષ્ટિ સંપ્રદાયમાં આવી તો ચોયાસી, બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં તો આવા વિપુલ દાખલાઓ પડ્યાં છે. ભગવાને માત્ર સ્થૂળરૂપે નહિં પણ માનસીક સેવાતો (સાધન સામગ્રી વગર ખાલી મનની કલ્પનાથી કરવામાં આવતી સેવા) સ્વીકાર કર્યો છે. શ્રી ગુંસાઇજીના સેવક દયાળદાસ, તે જમાનામાં લાખો પતિ પણ સ્વભાવે મહાકંજૂસ, એક દિવસ તેમને શ્રી ગુંસાઇજીને વિનંતી કરી મહારાજ એવો કોઇ ઉપાય બતાવો એક પૈસાનો ખર્ચ ન થાય અને મારું કલ્યાણ ત્યારે ગુંસાઇજી કહ્યું “તમે માનસી સેવા કરો' આ માનસીસેવામાં સ્થૂળરૂપે કોઇ સાધન સામગ્રીની જરૂર નહિં પડે, ખાલી મનથી સેવા કરવાની છે ત્યારે એમણે માનસી સેવાની રીતભાત શીખી લીધી. પછી હંમેશા નિયમિત રીતે માનસી સેવામાં બે પહોર રહેલાં, આમ કરતાં કરતાં એક દિવસ ખીર બનાવી હતી. તેમાં ખાંડ ઘણી પડી ગઇ હતી. તેથી તે કાઢવા લાગ્યા. ત્યારે શ્રીઠાકોરજી એનો હાથ પકડવા લાગ્યા અને આજ્ઞા કરી ‘અરે! આમાં તો તારું કશું ખર્ચ થતું નથીને? તો તું શા માટે ખાંડ કાઢે છે! આ વાત સાંભળીને એમનું અંતઃકરણ ઉઘડ્યું અને ભગવદ્ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો.’ આનો અર્થ એમ થયો કે ભગવાનને અર્પણ કરવું હોય તો ભાવથી કરો, ભગવાન સાધન સંપત્તીના નહિં, પણ ભાવના ભૂખ્યા છે. ભાવ હશે તો આજે પણ ભગવાન સામે ચઢીને માંગશે અને આરોગશે. ભાવ વગર લાખો કરોડો રૂપિયા અર્પણ કરશો તો પણ ભગવાન તેની સામે જોશે પણ નહિં. સંપત્તુ કરતાં ભાવ અગત્યનો છે. આથી યાદ રાખજો કે ભગવાનને જે પણ અર્પણ કરો પણ ભાવથી અર્પણ કરો. ભાવથી ભગવાન સૂકો રોટલો પણ આરોગે છે. ભગવાન તમારી ધન સંપત્તિના નહિં પણ તમારો ભાવ જોવે છે ભાવનું નામ છે ભક્તિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે આવી ભાવભક્તિમાં કર્મ પણ વચ્ચે આવતાં નથી. અર્થાત્ અનંત જન્મોમાં જે સુભ અશુભ કર્મોનાં ફળ છે. તે બધાંથી તું મુક્ત થઇ જશે. તે કર્મોના ફળ તને જન્મ મરણ આપવાવાળાં નહિ થાય. ૧૪૨ અહીં એ શંકા થાય છે કે મનુષ્યએ તેના કરેલા કર્મનું ફળ તો અચૂક ભોગવવું પડે. તો પછી કર્મફળની મુક્તિ કેવી રીતે થાય? ભગવાને આગળ કહ્યું છે કે કર્મનું બંધન મને નથી. હું કર્મથી પર છું. આથી ભક્ત જે કંઇ સાધન સામગ્રી અને ક્રિયાઓ ભવગાને અર્પણ કરે, તે બધી ભગવાનની બની જાય છે. અર્થાત્ ભગવાનમય બની જાય છે. જેથી તે કર્મ નહિં પણ ભગવદ્ સ્વરૂપ ધારણ કરે છે. આથી ભગવદ્ સ્વરૂપને કર્મ નડતા નથી. રાગ દ્વેષથી ભરેલા આપણાં સૌના મંને ખૂંચે તેવી એક જુદા પ્રકારની વાત ભગવાન કહે છે કે જો કોઇ દુરાચારીમાં દુરાચારી પણ અનન્યભાવથી મારું ભજન કરે, તો તેને પણ સાધુ જ માનવો જોઇએ. કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. ઉદાહરણ તરીકે ભયંકર વાલિયો લૂંટારો, કોઇ કલ્પનામાં ન આવે કે એ મહર્ષિ બને ખરો? આ જ રીતે વિષય વાસનામાં વ્યાપ્ત તુલસીદાસને પોતાની પત્નીના એક માત્ર મેણાથી, તેમનું હૃદય પરિવર્તન થઇ ગયું અને સંત તુલસીદાસ બન્યા અર્થાત્ ભગવાનના શરણે જવાથી બધા પાપો નાશ પામે છે. એક વસ્તુ ચોક્કસ છે કે ભગવાનની દૃષ્ટિ મનુષ્યના ભાવ ઉપર જ રહે છે. આચરણો ઉપર નહિં. આચરણ એ તો મજબૂરી લાચારી અને અજ્ઞાનતાનું પ્રતિક છે. તેં અજ્ઞાનતા દૂર થતાં તેના હૃદયમાં દિવ્ય પ્રકાશ પથરાય છે. એ પ્રકાશના આધારે આધ્યાત્મિકતાના ઉચ્ચત્તર શિખરો સર કરી શકે છે. આથી હે પાર્થ, 75 ૧૪૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભાવથી ભજવનાર દરેક સ્ત્રી, પુરુષ પછી તે બ્રાહ્મણ હોય, વૈશ્યહોય, ક્ષત્રિય હોય કે શુદ્ર હોય તેમની પર સમર્દષ્ટિથી કૃપા કરી પરમ મુક્તિ છે. મનુષ્ય એકલાની શા માટે વાત કરો છો દરેક પશુ પક્ષી જીવ જંતુને અગાઉના જન્મના કર્મો પૂર્ણ થતાં મુક્ત કર્યું છું. પછી એ ગજેન્દ્ર હાથી હોય, ગરુડરૂપે જટાયું હોય, વાનરરૂપે હનુમાનજી હોય કે તેની આવેગી વાનર એના હોય. ભાગ સ્વરૂપે કાલિનાગ હોય, આવા હવે અનેક નાગો છે. તે સર્વેને હું મુક્ત કરું છું. આથી ભગવાન આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે છે કે : મારી ઉપર અસિમ વિશ્વાસ રાખી, મારો ભક્ત થાવ, પછી બધાં કર્મ કર. કારણ કે ભક્ત હંમેશા ભગવદ્ પરાયણ બનીને કર્મ કરશે, આપણા કર્મને ભગવદ્ પરાયણ બનાવીશું તો જ આપણે કૃતાર્થ થઇશું. નવમા અધ્યાયમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડ નું વ્યાપ્ત સ્વરૂપ હું છું તેથી મારી અનન્યભાવે ભક્તિ કરો તો જરૂર મુક્તિ આપીશ. આનન્યભાવે ભક્તિનો બીજો અર્થ બધું જ મને સમર્પણ કરી દે, સમર્પણ એટલે વસ્તુ માટેનો મોહ માયાનો ત્યાગ, તારા રહેલ સૂક્ષ્મ અહંકારનો ત્યાગ કરીને દાસભાવથી, સમર્પિત બુદ્ધિથી કર્મ કર. તો તારા બધા કર્મો દીપી ઉઠશે. આમ નવમા અધ્યાયમાં ભગવાનો પોતના શ્રદ્ધાળુ ભક્તો માટે પોતાની સૂક્ષ્મ સ્વરૂપને પ્રગટ કર્યું, અને પોતાને શરણે, થવા, પોતાનામાં મન લગાવવાની આજ્ઞા કરી, આ રીતે ભગવાનને પોતાની ગોપનીય વાતો રાજવિદ્યા અને ગોપનીયભાવો રાજગુણને અર્જુન સમક્ષ પ્રગટ કર્યો, તેતી આ અધ્યાયનું નામ ‘રાજવિદ્યા રાજગૃહ્યયોગ’ રાખવામાં આવેલ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૦ ભગવાન અર્જુનને પરમ સખા ગણતા હતા અને તે નાતે ભગવાન અર્જુનને નવમા અધ્યાયમાં પોતાના ગુપ્ત સ્વરૂપો અને તેના સંબંધી સર્વશ્રેષ્ઠ જ્ઞાન પ્રગટ કર્યું, તેમ છતાં ભગવાનને પૂરો સંતોષ ન થયો તેથી આ સંદર્ભમાં અર્જુનની બુદ્ધિને વધારે વિશદ બનાવવા અને નવમા અધ્યાયમાં જાગેલ ભાવોને દેઢિબૂત કરવા આ દસમાં અધ્યાયમાં વિભૂતિયોગ સમજાવ્યો છે. તેથી માનવજાત ના ઉત્કર્ષ માટે આપવામાં આવેલ ઉપદેશ વ્યર્થ નજાય. ભગવાનની વિભૂતિઓ સમજી લેવાથી આપણું જીવન ભગવદ્ પરાયણ બને છે. - પોતાના હિતેચ્છુ અર્જુનને આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન સ્વયં કહે છે હે મહાબાહો! અર્જુન મારા ઉત્તમ વચનો હું તને ફરીથી કહું છું. કારણ કે મને ખાત્રી થઇ ગઇ છે કે તને મારા પ્રત્યે પ્રેમ છે. એટલે હવે હિતની કોઇ ખાસ વાત હું છુપાવીશ નહીં. ભગવાને વિશ્વાસ છે. અર્જુન માત્ર મારો પરમ સખા માત્ર નહીં. પણ મારો સાચો ભક્ત છે અને ભક્તનું મનસતત ભગવાનમાં રહે તે માટે પોતાની વિભૂતિઓથી અવગત કરાવવું જરૂરી બને છે. એટલા માટે કૃપાવશ થઇને ભગવાને સાતમા અધ્યાયમાં (આઠથી બાર શ્લોક સુધી) કારણ રૂપે સત્તર વિભૂતિઓ અને નવમા અધ્યાયમાં (સોળથી ઓગણીસ શ્લોક સુધી) કાર્ય કારણ રૂપે આડત્રીસ વિભૂતિઓ બતાવી અને આ દસમા અધ્યાયમાં ચોથાથી છઠ્ઠા શ્લોક સુધી પિસ્તાળીસ વિભૂતિઓ બતાવે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૪૫ વિભુતિયોગ બે શબ્દનો બનેલો છે વિભુતિ + યોગ, વિભૂતિ એટલે વૈભવ, સંપત્તિ, મહત્તા, અલૌકિક શક્તિ. યોગ શબ્દનો અર્થ જાણીએ છીએ. તે પ્રમાણે યોગ એટલે જોડાણ. ભગવાનના વૈભવ, મહત્તા, અલૌકિકશક્તિને પ્રગટ કરી, તે ભગવાન સાથે જોડાણ માટે મદદરૂપ બને એટલે વિભૂતિ. ભગવાન કહે છે કે આ સંદર્ભમાં પ્રથમ મારા પ્રાગટ્યને સમજ. જે મારા સિવાય કોઇ જાણતું નથી. કારણ કે સર્વ દેવતાઓ, મહર્ષિઓ હું છું. આથી તેને પ્રથમવાર મારો સાચો પરિચય આપું છું. જેથી મારી શક્તિ સામર્થ્યને સારી રીતે જાણીને સારી ભક્તિ કરીને મને પ્રાપ્ત કરી શકીશ, કારણ કે માહાભ્ય વિના ભક્તિ શક્ય નથી. આથી હે અર્જુન! મર્યા પછી ભગવાન કેવો છે. તે જોવાને બદલે તું અત્યારે જાણી લે. બ્રહ્મસંહિતામાં બતાવ્યા પ્રમાણે હું બ્રહ્મ, પરમતત્વ છું. મારાથી કોઇ મહાન નથી. દેવતા અને મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવનું જ્ઞાન નથી. કારણ કે હું સૌનો આદિ છું. સૌના કારણ રૂપે હું છું. તેથી મારા પ્રાગટ્ય, પ્રાદુર્ભાવનું જ્ઞાન કેટલાય દેવોને પણ નથી. હું ક્યાં છું એ જ્ઞાન ઘણા મહર્ષિઓને પણ નથી, અને આવું જ્ઞાન જેને સમજાય તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે. અહીં એ કહેવામાં આવ્યું છે કે મારા પ્રાગટ્યને દેવતા અને મહર્ષિઓ પણ જાણી શક્યા નથી. આથી અર્જુને મૂંઝવણ થાય છે તો ભગવાનનું મહાભ્ય સામાન્ય મનુષ્યો કેવી રીતે જાણશે અને તેમનું કલ્યાણ કેવી રીતે થશે? જ્યાં સુધી મનુષ્ય ભગવાનના રૂપને ઓળખતો નથી. ગુણોને સમજતો નથી. લીલા અને સારી રીતે જાણતો નથી. ત્યાં સુધી ભગવાન પ્રત્યે સાચો પ્રેમ દેઢિભૂત થતો નથી. આથી ભગવાનમાં પ્રીતિ કરાવનારું ભગવાનનું આ જ્ઞાન માહાસ્ય જ્ઞાન કહેવાય છે. અને આ માહાભ્યજ્ઞાનથી ભગવાનમાં કે સ્નેહ જાગે, ત્યારે એ સ્નેહ ભક્તિ 76 Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કહેવામાં આવે છે. આથી અહીં અર્જુનની મૂંઝવણ ઉચિત છે. આથી તેના ઉપાય રૂપે તૂટક તૂટક પોતાનું માહાત્મ ભાગવન પ્રગટ કરે છે. ભગવાન અર્જુનને કહે છે દેવતાઓ અને મહર્ષિઓ મારા રૂપને જાણી શક્યા નથી. એટલે કોઈને માટે મને જાણવો અશક્ય છે. તેવું નથી. જે મનુષ્ય આધ્યાત્મિક માર્ગે ઉંચે જવા માટે પ્રયત્નશીલ છે. એમાંથી જેમને આધ્યાત્મિક સાક્ષાત્કારનું કોઇ જ્ઞાન નથી. પરંતુ તેઓ વાસ્તવમાં પોતાની આધ્યાત્મિક સ્થિતિને સમજવા સક્ષમ છે. તેમાંથી જે અહંમ મમતાથી પર, એવા સર્વ પાપોમાંથી મુક્ત છે તે મનુષ્ય ભગવાનને સર્વ વસ્તુઓના સ્વામી તથા અજન્મા તરીકે જાણે છે. આ અધ્યાયમાં ભગવાન જે મનુષ્યો ભગવાનને જાણવા મેળવવા અને પ્રાપ્ત કરવા આકુળ છે. તેમને પોતાની સાથે જોડવા માંગે છે. પરંતુ તેમને ભગવાનનું કોઇ જ્ઞાન નથી, તેમને એ ખબર નથી ભગવાન મારું સર્વસ્વ છે. મારા પિતા છે. મારા પતિ છે. મારા ગુરુ છે. મારું જ્ઞાન છે. મારી સંપત્તિ, વૈભવ છે. અહીં ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ ગુરુ સ્વરૂપે છે. અર્જુન જીવાત્મા છે. જેથી ભગવાન સ્વયં ગુરુ અર્જુનને પોતાનો પરિચય કરાવી રહ્યાં છે. હે અર્જુન! તું પણ મારી એક વિભૂતિ છે. કારણ કે દરેક જીવાત્મા મારો એક અંશ છે. આખું વિશ્વ મારું ભૌતિક સ્વરૂપ છે. એટલે કે એ વિશ્વ પણ મારી જ વિભૂતિ છે. તારો અને મારો સંબંધ કેવળ આ જન્મનો નથી. પણ સનાતન છે. માટે તું મારા વિરાટ સ્વરૂપને ઓળખી લે. બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, દમ શમ વગેરે સગુણો મારામાં કાયમ રહેલાં છે. ભગવાનને બે સ્વરૂપમાં આપણે મુખ્યત્વે ઓળખીએ છીએ. એક સગુણ સ્વરૂપ, બીજુ નિગુણ સ્વરૂપ, નિર્ગુણ એટલે અવ્યક્ત, સગુણ એટલે વ્યક્ત, માયામાં આવે ત્રણે સગુણ બનીને આવે છે. સગુણ એટલે દિવ્ય કલ્યાણકારી ગુણ. નિગુણ એટલે માયાના ગુણ, અર્થાત્ તમસ, રજસ, સત્વ વગેરે જે ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૪૭ ભગવાનમાં નથી. આ ઉપરોક્ત બાળ યૌવન, વૃદ્ધત્વ એવા વિકારો પણ ભગવાનમાં નથી. નિગુણ કર્મ આધારિત છે. ભગવાને આગળ કહ્યું છે તેમ ભગવાનને કર્મ સાથે કોઈ સંબંધ નથી તેથી ભગવાનમાં આ ગુણ હોતા નથી. પણ કલ્યાણકારી ગુણો જ્ઞાન, ક્ષમા, સત્ય, શમ, દમ, અહિંસા, તૃષ્ટિ, તપ, દાન વગેરે આ ગુણો ભગવાનના રૂપમાં અખંડ રહેલા છે. વૈશ્વિક કલ્યાણ માટે ભગવાન જેની પર કૃપા કરે છે, તેને આવા વીસ સગુણ ગુણોનું દાન કરે છે. નિગુણગુણ ભગવાનના થકી નથી.પરંતુ કર્મના થકી છે. આ ગુણોમાં ઇશ્વર તત્વનો અનુભવ ભગવાનની કૃપાથી સમજાય છે. મહાત્મા ગાંધીને આવો અનુભવ થયેલ તેથી સત્ય એ ઇશ્વર એમ કહેતા. બુદ્ધિએ નિશ્ચયાત્મક ભૂમિકાએ પહોંચાડે છે. સબુદ્ધિ આવે ત્યારે બુદ્ધિ નિશ્ચયાત્મક બનીને સંચયને દૂર કરે છે. બુદ્ધિ અનુભવને આધારે પરિવર્તનશીલ છે. પરંતુ અનુભવમાં ભગવાનની કૃપા મુખ્ય ભાગ ભજવે છે. બુદ્ધિને અનુભવી બનાવવા માટે ભાવમાં લાવવાની જરૂર છે. બુદ્ધિ અને ભાવ એ બેનું જ્યાં સંયુક્ત મિલન હોય ત્યાં સંચયને કોઇ સ્થાન નથી. નાસ્તિકને જગતની બધી ક્રિયા પ્રક્રિયા આઋમિત લાગે છે. સંજોગોને આધિન લાગે છે. જ્યારે આસ્તિકને જગતની બધી ક્રિયા પ્રક્રિયા ભગવાનની કૃપા કે અકૃપાનું પરિણામ લાગે છે. એક રાજાને કેરીઓ ખાવાનો બહુ શોખ, એક દિવસ રાજા તેના દિવાનખાનામાં કેરીઓ કાપતા કાપતા પ્રધાન સાથે રાજ્યની ચર્ચા કરતા હતા, ત્યાં કેરીઓ કાપતા રાજાની આંગળી કપાઇ ગઇ. રાજા ઘણા દુઃખી થયા, ત્યારે પ્રધાને કહ્યું – “મહારાજ! દુઃખી શા માટે થાવ છો ભગવાન જે કરે છે એ આપણા બધા માટે કરે છે.” રાજા નાસ્તિક હતા, તેથી તેમને આવા વચનોમાં વિશ્વાસ નહિં, તેથી રાજાને પ્રધાનનું આમ કહેવું ખરાબ લાગ્યું, તેમાં તેને રાજ્ય અને રાજાનો દ્રોહ લાગ્યો આથી પ્રધાનને જેલ પૂર્યા. 77 Page #78 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક દિવસ આ રાજા શિકાર માટે જંગલમાં ગયા, ત્યાં આદિવાસીઓ ઉત્સવ ઉજવતો હતો. આ ઉત્સવમાં તેમની દેવી માટે બિલ ચઢાવવા માટે એક નરની જરૂર હતી. રાજાને જોતાં તેમને બલિ માટે પકડ્યા. રાજાના શરીરની ચકાસણી કરલા લાગ્યા. કે ક્યાંય ખોડ, ખાંપણ નથી ને, ચકાસણી કરતાં રાજાની આંગળી કપાઇ ગયેલી લાગી. આથી આ નર પુરુષ બિલ માટે યોગ્ય નથી. રાજાને મુક્ત કર્યા. રાજાનો આજે જીવ બચી ગયો. તેનું કારણ પેલી કેરી કાપતા કપાઇ ગયેલી આંગળી નિમિત્ત બની. આથી રાજાને પેલા પ્રધાનના શબ્દો યાદ આવ્યા કે ભગવાન જે કરે છે તે ભલા માટે કરે છે. તરત જ તે પ્રધાનને જેલમાંથી મુક્ત કર્યો. ૧૪૮ આમ આસ્તિકની બુદ્ધિ બધે જ પરમતત્વને શોધે છે. આસ્તિક્તા અને નાસ્તિકતા સમુદ્રમાં ઉઠતી લહેરો જેવી, આપણા દિલ અને દિમાગમાં રહેલી છે. ભગવાન ભક્તની રહેલી છે. ભગવાન ભક્તની બુદ્ધિમાં જ્યારે બિરાજે છે. ત્યારે મનુષ્યના હૃદયમાં અલૌકિક ભાવ જાગે છે. અને આવો અલૌકિક ભાવ મને ત્યારે ભક્ત સુખ અને દુઃખમાં પરમાત્માના દર્શન કરે છે. બુદ્ધિને ઘડનારું પરિબળ જ્ઞાન છે. જ્ઞાન એટલે ભેદ અભેદ, સારા નરસા, બ્રાહ્મ, અબ્રાહ્મ, કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો વિચ્છેદ શીખવે છે. અર્થાત્ અલગ અલગ જાણકારી, બાળક જન્મતા માનું દૂધ પીવે છે. આ તેને કોણે શીખવ્યું? નાસ્તિકવાળી બુદ્ધિ લાંબો વિચાર કર્યા વિના જવાબ આપશે. માં એ. આ જવાબ સંપૂર્ણ જાણકારીનો અભાવ, મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં બચ્ચા જન્મતા તરત જ તેની માના આચંળ ખોળશે. આંચળમાં દૂથ તેવું શાન કોણે આપ્યું. આ સિવાય પક્ષી, પ્રાણીઓનો અભ્યાસ કરો તો જ્ઞાનની ઊંડાઇ સમજાશે. આ જ્ઞાન આપનાર ઇશ્વર છે. આ જ્ઞાન ભગવાન તરફ લઇ જાય છે. 78 ૧૪૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અસમ્મોહ એટલે સંશય તથા મોહથી મુક્તિ, મનુષ્યમાં સંસાર કે સંસારની કોઇ વસ્તુમાંથી મોહ છુટતો નથી. ત્યારે ભગવાન આ મોહ છોડવવા માટે એકાદ એવો અનુભવ કરાવે છે, કે બુદ્ધિ અને જ્ઞાનથી ન છુટેલો મોહ તરત જ છુટી જાય છે. એક વ્યક્તિને સિગારેટ પીવાની એવી આદત પડી ગઇ હતી તે લાખ પ્રયત્નો કરવા છતાં તે છુટતી ન હતી બુદ્ધિ તેને સિગારેટ આનંદમય સુખ તેવું કહેતી. સિગારેટ પીવાથી કેન્સર થાય છે તે જ્ઞાન તેને ખોટો બકવાસ લાગતો હતો. પરંતુ એક દિવસ પોતાનો ત્રણ વરસનો પૌત્ર સિગારેટનું ઠુંઠું લઇને મોં માં મુકતો જોયો અને સિગારેટ પ્રત્યેનો તેનો મોહ ભગ્ન થયો. આમ કોઇ વ્યક્તિનો ઉદ્ધાર અસમ્મોદ વિદ્યાથી ભગવાન કરે છે. ક્ષમા એ પ્રભુને મેળવવા માટે સામર્થ્યવાન બનાવે છે. ક્રોધ પર કાબૂ અને તેના પરિપાક રૂપે ક્ષમા આંતરિક ઉર્જાનો સ્રોત છે. કોઇ આપનું ગમે તેટલું નુકશાન કરે પણ તેને ક્ષમા આપવી એ મન અને આત્માને શાંત કરનારો અગત્યનો ગુણ છે. સત્યમ એટલે સત્યને ઇશ્વર ગણી પોતાના નિજી સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને હકિકતોને યથાર્થરૂપે રજૂ કરવી, આ વાત લાગે છે એટલી સહેલી નથી. જ્યારે ભગવદીય સો ટકા સત્યમય જીવન છે. ત્યારે ભગવાનની પ્રાપ્તીની કક્ષા ઉચ્ચતમ બની છે તેવું માની શકાય છે. ઇન્દ્રિયનિગ્રહ એટલે સંસારના ભૌતિક પદાર્થોમાંથી આસક્તિ આપણે જે કંઇ ભોગવીએ છીએ એ આપણા માટે નહિં, ભગવાનની સેવા સ્મરણ માટે આવશ્યક પૂરતી મર્યાદિત હોવી જોઇએ, જ્યાં સુધી ભૌતિકતા તરફ ભાવ અને મન હશે ત્યાં સુધી ભગવાન પ્રાપ્તીમાં વિક્ષેપ પડશે. આ ભૌતિકતાથી નિષ્પન્ન સુખ, દુઃખમાં સમર્દષ્ટિ કેળવવી, સુખ, દુઃખમાં ભગવાનને ભૂલવું ન જોઇએ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ - એક માણસે એક મહાત્માને પૂછ્યું : ભગવાને દુઃખ શું કામ બનાવ્યું? મહાત્માએ કહ્યું : ભગવાનની આ સૃષ્ટિમાં કશું ખરાબ નથી, સુખ દુઃખ આપણી મનોસૃષ્ટિનું પરિણામ છે. તેથી કોઇ પણ સંજોગોમાં હૃદયની પ્રસન્નતા ન છોડવી. સુખથી મનુષ્ય ભગવાનથી દૂર જાય છે. દુઃખમાં ભગવાન વધુ યાદ આવે છે. આથી આપણી મનોવૃષ્ટિ હંમેશા કોઇ પણ સંજોગોમાં સમદૃષ્ટિ રાખવી, આવી મનોસ્થિતિ ભગવાન તરફથી મળેલ અદ્ભૂત ભેટ છે. સુખ દુઃખની જેમ ભાવ અભાવ, ભય અભય, યશ અપયશ એ પણ આપણી મનોસૃષ્ટિનું પરિણામ છે. આથી આ બધાથી પર રહીને ભગવદ્ ગુણગાનમાં મનને રાખવું. એ સાત્વીક્તાને અગત્ય ગુણ છે. જેથી બુદ્ધિ હંમેશા ભગવાનમાં સમર્પિત રહે છે. આ બધુ કર્માનુસાર મળે છે તો ક્યારેક કૃપા અનુસાર મળે છે આ ઉપરાંત ભગવાન બીજા પાંચ તત્વો અહિંસા, સમતા, તપ, તૃપ્તિ અને દાન, કૃપા કરીને દાન કરે છે. જેને બુદ્ધિયોગ આપવો હોય, પોતાનું વિભૂતિ દર્શન કરાવવું હોય, તેને જ ભગવાન આ પાંચ તત્વોનું દાન કરે છે. આ બધા ગુણો ભગવાન શ્રીકૃષ્ણનું ભક્તને આપેલું વિશિષ્ટ દાન છે. સમાજજીવનમાં ધર્મનો પાયો મજબૂત કરવા માટે જે મહા પુરુષો ભગવાન મોકલે છે તે આ બધા ગુણોથી સંપન્ન હોય છે. આ ગુણોથી મનુષ્યનું મન નિર્મળ રહે છે જેથી ભગવાનની ભક્તિમાં વિક્ષેપ પડતો નથી. આપણે કે કંઇ સારું કે નશરુ જોઇએ છીએ. તેનું મૂળ કર્મનુંફળ અને ભગવાનની કૃપા છે. ભગવાન વ્યાપ્ત સ્વરૂપે સર્વમાં છે. તેથી આપણી મનોસ્થિતિને મજબૂત બનાવી. આત્મા વિકાસની ગતિને પકડવી આ વીસ તત્વોની સાથે જગત ઉત્પત્તિનું કારણ ભગવાન છે. સાત મહર્ષિ, ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૫૧ ચાર સનક તથા ચૌદ મનુ મળી કુલ વ્યક્તિરૂપે પચ્ચીસ વિભૂતિનું કારણ પણ ભગવાન છે. આથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન મારા સ્વરૂપને જાણીને તું મારો ભક્ત બન, જ્ઞાન શક્તિ જાણી મારી ભક્તિ કરીશ તો તને મારા વિરાટ સ્વરૂપના દર્શન હંમેશા થશે જ. આથી મારામાં પણ સંશય રાખ્યા વિના ભક્તિયોગથી યુક્ત થઇ જાય. | ગીતાનું જ્ઞાન એ ખોટો બકવાસ નથી, પણ વિકાસ છે. આથી જર્મની જેવા ગતિશીલ દેશોમાં સ્કુલ કોલેજના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવા પ્રયત્ન કરી રહી છે. અરે! ગીતા એટલી વ્યવહારિક છે. કે તેને એમ.બી.એમાં સંચાલન (Management) ના અભ્યાસક્રમમમાં સમાવેશ કરી સંચાલનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપવા ઉપયુક્ત ગણવામાં આવી છે. આથી ગીતા લૌકિક, અલૌકિક બધી જ રીતે જ્ઞાનયુક્ત સાબિત થઇ છે. વિભૂતિ અધ્યાય તો જગતને ઇશ્વરરૂપે જોવાનો એક દૃષ્ટિકોણ ભગવાનને આપણને આપ્યો છે. જ્યાં કંઇ જે પણ વિશેષતા દેખાય છે. એ ભગવાનની જ વિભૂતિ છે. એમ માનવાથી ભગવાનની સાથે અંગત (સંબંધ)નો અનુભવ થાય છે. એટલા માટે આ અધ્યાયને ‘વિભૂતિયોગ’ નામ આપવામાં આવ્યું છે. 79 Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૧ અર્જુન ભગવાનની કૃપાથી સમગ્ર બ્રહ્માંડમાં ભગવાનનું વ્યાપ્ત સ્વરૂપ જાણી ભાવવિભોર બની ગયો અને ભગવાનને વિશેષ કૃપા કરવા પ્રાર્થી રહ્યો છે. આ પ્રાર્થનાના રૂપમાં અર્જુન ભગવાનને કહે છે હે કમળનયન, પુરુષોત્તમ, મેં આપના મુખે જીવ માત્રની ઉત્પત્તિ તથા ભયની સાથે આપના અક્ષય મહિમાના ગુણો જેવી અત્યંત ગોપનીય કહી શકાય તેવી આધ્યાત્મિક બાબતો સાંભળીને મારો મોહ, ભ્રમ દૂર થયો છે.ત્યારે આપ વાસ્તિવક રૂપને દ્રશ્યના સ્વરૂપમાં દર્શન કરાવો. અર્જુન અહીં કેટલો વિનમ્ર બન્યો છે. વિનમ્ર એ પણ ભગવાનની વિભૂતિ છે. વિનમ્રતાએ સંસ્કારનીનિશાની છે. વિનમ્રતામાં અભિમાનનો જરા પણ છાંટો હોતા નથી. વિનમ્રતાથી બધા કાર્યોને સફળ બનાવે છે. અર્જુન ભગવાનનો સાચો ભક્ત હતો એટલે ભગવાનને વિનમ્ર બનીને વિનંતી કરે છે. તેથી એક અધિકારીના રૂએ નહિં, ભક્તના નાતે ભક્તિ અધિકાર માંગે છે. ગીતા અહીં આપણને માંગવાની રીત શીખવાડે છે. ઘણા લોકોને માંગતા આવડતું નથી. લડી ઝઘડીને માંગે છે. ત્યાં પ્રેમ નહિં, માત્ર લાલચ દેખાય છે. સ્વાર્થીપણું માણસને અનીતીના માર્ગે દોરે છે. 80 ૧૫૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જે છે તેમાં સંતોષ માનવો, જેથી મનોજગતમાં ખોટો વિક્ષેપ ઉભો ન થાય અને એકાગ્ર મનથી ભગવાનની આરાધના થઇ શકે છે. એકલો વિનમ્ર ભાવ નહિં પણ માંગવાની યોગ્યતા પણ કેળવવાની છે. તેમ કોની પાસે શું માંગો છો તેની સભાનતા હોવી જોઇએ. માંગતી વખતે માંગવાન માટે સામે વ્યક્તિ પાસે અધિકાર હોવો જોઇએ. અહીં અર્જુન પાસે વિનમ્રતા અને અધિકાર બંન્ને છે. આથી અર્જુન વિનમ્રભાવે વિનંતી કરે છે. ભગવન્ તમારું દિવ્ય રૂપ બતાવો. અર્જુનનો આગ્રહ નથી. ભક્તનો આગ્રહ ન હોય, અર્જુન કહે છે મારી આ વિનંતી છે. અને તમને એમ લાગે કે આ સ્વરૂપ દર્શનનો અધિકારી છું. તો જ દર્શન કરાવો. નહિ તો નહિ, અર્જુનને ખાતરી છે કે હું ભગવાનનો ભક્ત છું.અને ભગવાને અધ્યાય ૧૦/૧૧માં બતાવ્યા પ્રમાણે મારું ભજન કરવાવાળાનો પર કૃપા કરીને હું પોતે એમના અજ્ઞાનજન્ય અંધકારનો નાશ કરુ છું. ભગવાન પ્રત્યેનો આ દૃઢ વિશ્વાસ અર્જુનને વિરાટ દર્શન કરાવવા કૃપા કરવા ભગવાનને વિનંતી કરે છે. અર્જુનની આ વિનંતી જેવી તેવી નહિં પણ ભગવાનના સમગ્ર ગોપનીય સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શનનું છે. અર્જુનની આ દર્શનની અભિલાષા ભગવાને સ્વયં અધ્યાય ૧૦/૪૨માં બતાવ્યા પ્રમાણે : હું પોતાના કોઇ અંશમાં સઘળા જગતને અનંતકોટિ બ્રહ્માંડોને વ્યાપ્ત કરીને રહેલો છું. અર્થાત્ ભગવાન મને પોતાનો પરિચય આપ્યો કે હું કેવો છું. આ જ વાતને અર્જુનને પરમ ગોપનીય લાગે છે. જેમાંથી અર્જુનને ભગવાનના પ્રત્યક્ષ દર્શનની અભિલાષા જાગી છે. કોઇ વ્યક્તિ પોતાની અધુરી વાત છોડી દે. ત્યારે તેની વાત જાણવાની આપણી જીજ્ઞાસા વધુ રહે છે. એ રીતે અર્જુનને ભગવાનની વિરાટ દર્શનની જીજ્ઞાસા જાગે છે. અર્જુન શ્રીકૃષ્ણનો સખા અને ભક્ત Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોવાને નાતે ભગવાનનું સાચું સ્વરૂપ જાણી શક્યો હતો. પરંતુ આ જગતના સામાન્ય મનુષ્યને તે સભાગે ક્યાંથી હોય? એ પણ અર્જુન જાણતો હતો, આથી અર્જુનની અંદરની ઇચ્છા હતી કે ભગવાન વિરાટરૂપમાં દર્શન આપે છે જે સ્વરૂપે તેઓ બ્રહ્માંડની અંદર કાર્ય કરે છે. અને છતાં તેનાથી અલિપ્ત રહે છે. આ બાબતની અન્યલોકોને ખાતરી થાયકે ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ છે. તેનો કોઇ વિકલ્પ નથી. અર્જુનની દીર્ઘદૃષ્ટિ કેટલી પાવરફુલ છે કે તેને ખાતરી છે કે કલિયુગમાં પોતે સાચા કૃષ્ણ હોવાના દાવા ઘણા મનુષ્ય કરશે, આથી આવા દાવા કરનારને પોતાનું વિરાટરૂપ બતાવવું પડશે. આ રીતે આવી પ્રણાલી પાડવાથી આ સમસ્યા ઉકેલી જશે. ભગવાન અર્જુનની વિનંતીઓ સ્વીકાર કરતાં કહે છે કે હે અર્જુન! હું તૈયાર છું. દરેક ભક્તિની ભાવનાની કદર કરવી એ મારું પ્રથમ કર્તવ્ય રહ્યું છે. આથી તું મારી અનેક વિભૂતિઓની સાથે સાથે અનેક વર્ષો અને આકૃતિઓ વાળાં એક્કો હજારો દિવ્યરૂપોને તું જો, પરંતુ આ બધુ જોવા માટે તારા ચર્મચક્ષુ કામ નહિ લાગે એને માટે દિવ્યચક્ષુ આપું છું જે દિવ્ય દૃષ્ટિથી તું મારા વિરાટરૂપને જોઇ શકીશ. આમ કહેવાથી સાચે ભગવાને અર્જુન સામે દૃષ્ટિ કરી, તરત જ તેની દૃષ્ટિ બદલાઇ ગઇ. પરિવર્તન આવી ગયું, મનુષ્યની દૃષ્ટિ બદલાય પછી પરિવર્તન આવે છે. જ્ઞાન શિક્ષણ આપણી દૃષ્ટિ બદલવા માટે મુખ્ય ભાગ ભજવે છે. છતાં દૃષ્ટિ બદલાતી નથી, પરંતુ આપણી જુની દૃષ્ટિને પણ વિકૃત બનાવી દઇએ છીએ, આજે અભણ કરતાં ભણેલા મનુષ્ય વધારે ખતરનાક બન્યા છે. અભણ લાકડીથી પથ્થરથી ઘા કરે, જ્યારે ભણેલો છે. એ.કે. રાઇફલ કે બોમ્બથી હુમલો છે. આજે પહેલાં કરતાં સાધનનો વધુ ખતરનાક બન્યા છે માણસને માણસ મટાવીને જંગલી બન્યો છે. તેમાં મનુષ્યનો દોષ નથી. તેની પાત્રતાની ચકાસણી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૫૫ કર્યા વગર, અયોગ્ય વ્યક્તિ દ્વારા આપતા શિક્ષણનું પરિણામ છે. અર્થાત્ પાત્રતા અને સાધન બંન્ને શુદ્ધ હોવા જોઇએ, દૂધ ગમે તેટલું તાજુ અને શુદ્ધ હોય પણ દૂધ રાખવાનું પાત્ર એઠું, ગંદુ હશે તો પણ દૂધ ફાટી જાય છે. એ જ રીતે શિક્ષણ આપનાર શિક્ષક, શિક્ષણ આપવાની પદ્ધતિમાં જ્યા સુધી કોઇ પરિવર્તન નહિ થાય ત્યાં સુધી કોઇ ફેરફાર થવાનો નથી. અર્જુનને ભગવાનની દિવ્યદૃષ્ટિ મળતાં જ ભલા ભલાને મૂછાં આવે. મન અનેક ચક્રવારોમાં ચઢી જાય તેવાં વિશ્વરૂપમાં અનેક મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દેશ્યો જોયાં, આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત અને અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. એક સાથે હજારો સૂર્ય ઉગ્યા હોય એવો પ્રકાશ પણ દેખાયો. અર્જુનની દૈષ્ટિ ભગવાનના શરીરમાં જે કોઇ એક સ્થાન પર ગઇ, ત્યાં જ તેમને ભગવાનનું વિશ્વરૂપ દેખાયું. કોઈ અંગમાં કેટલાય દેવતાઓ, મહર્ષિઓ, મહાત્માઓ ભગવાનની સ્તુતિ કરતાં દેખાય છે, મોં માંથી સળગતો અગ્નિ નીકળી જોયો. મોટા દાંતની અંદર યોદ્ધાં હતાં, ભગવાન જેમ ચાવતા જાય, તેમ તેમનો ભૂક્કો થતો હતો. અર્જુનને પ્રત્યક્ષ ભગવાનના મુખમાં ભીષ્મપિતા, દ્રોણ વગેરેને ચવાઇ જતાં જોયા. અત્યારે અર્જુનને કેવળ ભગવાનનું વિશ્વરૂપ દેખાઈ રહ્યું છે. આ વિશ્વરૂપ એટલું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તેમાં કોઇ શંકા થાય નહિ. આ વિશ્વરૂપ જોતાં જોતાં અર્જુનને સ્થળ, કામની કોઇ સીમા નડતી નથી, અર્થાત્ સ્વર્ગ, નરક, પૃથ્વી, બ્રહ્માંડ બધુ સ્પષ્ટરૂપે દેખાય છે. ભગવાનનું એક એક અંગ એવું દિવ્ય છે. કે અર્જુન ભગવાનને અત્યારે સારથી રૂપે ક્યાંય જોઇ શકતો નથી. અર્જુનનો બધો મોહ દૂર કરવા ભગવાને અર્જુનને એમ પણ કહ્યું કે મારા શરીરના એક એક અંગને ચરાચર સહિત સકળ જગતને જોઇ લે, જેમાં દરેક અંગમાં તને બધુ 81 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચિન્મય જ ચિન્મય જ દેખાશે. આથી વચ્ચમાં અર્જુન ભગવાન માટે વિશ્વરૂપ અને વિશ્વેશ્વર શબ્દો વાપરે છે. વિશ્વરૂપ સંબોધન કરીને અર્જુન એમ બતાવવા માંગે છે. આપ જ શરીર છો અને વિશ્વેશ્વર સંબોધનથી આપ જ શરીરના માલિક છો. તેવું બતાવે છે. અર્જુન ભગવાનનું આ વિરાટરૂપ જોઇને પોતાની સુધબુધ ખોઇ બેસે છે. પોતે અત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટરૂપ જોઇ રહ્યો છે. તેનું પણ ભાન રહેતું નથી. એટલે ભગવાનને પૂછે છે આપ કોણ છો? તમે શું કરવા ધાર્યું છે. શા માટે કુરુક્ષેત્રના બધા યોદ્ધાને ચાવી જાવ છો? આ વિનાશથી તમને શું મળવાનું છે. એ જરા કહેશો? ભગવાન કહે છે કે જો વિનાશ અત્યારે જ નિયત થયેલ છે ને સર્વનો હું કાળ છું. હું બધાનો નાશ કરવા આવ્યો છું. અર્જુન તું મારું મુખ છે. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશને પ્રાપ્ત કર, તેમજ શાંત રાજ્યને ભોગવ. એવી મારી યોજના છે તેમાં તું માત્ર નિમિત્તમાત્ર છું. અહીં નિમિત્તમાત્ર શબ્દ બહુ અગત્યનો છે. જગતના સર્જન અને વિનાશ માટે કોઇ મનુષ્ય સીધી રીતે જવાબદાર હોતો નથી. ભગવાન તેના કર્મોનુસાર તેનું સર્જન, કાર્ય અને મૃત્યુ નક્કી કરેલ હોય છે. કોઇ કાર્યમાં સફળતા મળે એટલે અભિમાનમાં રચવાની જરૂર નથી, સફળતા ભગવાનને કારણે છે તેમ સમજવું. રાજા ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચકાયો, ત્યારે વ્રજ સર્વ લોકો વૃદ્ધ, બાલ બધાએ લાલીનો ટેકો આપ્યો, ત્યારે બધાને એમ લાગ્યું કે આ પર્વત અમારા ટેકાથી ઉંચકાયો છે. ભગવાને આ બધાનું ગર્વ દૂર કરવા આંગળી જરાક જેટલી નીચી કરી અને પર્વત નીચે આવવા લાગ્યો. તો વ્રજજનો પોકારી ઉઠ્યા, મર્યા! મર્યા! ભગવાને કહ્યું જોરથી શક્તિ કામે લગાવો તેમ કર્યું 82 ૧૫૭ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ છતાં તેઓ પર્વતને ઊંચો કરી શક્યા નહિં, જ્યારે ભગવાને રિથી પોતાની આંગળીથી પર્વતને ઊંચો કર્યો ત્યારે થયો. આપણે ઘણીવાર જોઇએ છીએ અમુક મનુષ્ય હોશિયાર, મહેનતું પ્રમાણિક હોવા છતાં તેને ઝાઝી સફળતા મળતી નથી. જ્યારે તેની સામે અમુક વ્યક્તિ બુદ્ધિહિન, આળસું અને અપ્રમાણિક હોવા છતાં તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. જેને આપણે નસીબ કહીએ છીએ, અર્થાત ભગવાન જેને સફળતા આપવા માંગે છે તેને સફળતા આપે છે. સફળતા આપવા વાળો ભગવાન છે. સફળતામાં મનુષ્ય માત્ર નિમિત્ત છે. આ જ રીતે મૃત્યુનું કારણ કાળ છે. મૃત્યુ પાછળ ભગવાન કોઇને કોઇને નિમિત્ત બનાવે છે. ભાગવમાં રાજા પરીક્ષિતની વાર્તા આવે છે તે પ્રમાણે સમ્યક ઋષિ સમાધિમાં બેઠા હતા, ત્યારે તેમની ઉપર રાજા પરીક્ષિતે મરેલા સાપને ઉંચકીને સમ્યક ઋષિના ગળામાં ભરાવી દીધો. ત્યારે સમ્ય ઋષિના પુત્ર શૃંગીઋષિ એ શાપ આપ્યો કે જેમણે આ કૃત્ય કર્યું હશે. તેમને મારો પ્રેરેલો તક્ષક નાગ સાતમે દિવસે પ્રસિદ્ધ રીતે બાળશે. આ વાર્તામાં રાજા પરિક્ષિતે તક્ષક નાગનો કોઇ અપરાધ કર્યો નથી. તેમ છતાં રાજા પરિક્ષિતનું મૃત્યુ કારણ તક્ષક નાગ બને છે. આમ જેટલાં પણ મૃત્યુ થાય તેની પાછળ કોઇને કોઇ નિમિત્ત જોડાયેલું હોય કોઇને એકસીડેન્ટ, હાર્ટએટેક, કોઇને અકસ્માત કોઇને કરંટ લાગવો. કોઇને ફૂલી જવું, કોઇનું ખૂન થવું, દરેક મૃત્યુ પાછળ કોઇ નિમિત્ત હોય છે કોઇ નિમિત્ત હોય છે. કોઇ એમ કહેતું નથી કે ભગવાને મારી નાંખ્યો. ભગવાન કોઇના મૃત્યુમાં નિમિત્ત નથી થતા. આથી ભગવાન અર્જુનને કહે છે. આ મહાભારતયુદ્ધમાં તું નિમિત્ત થા. આ ભીષણ લડાઇમાં તારે ફક્ત નિમિત્ત બનાવાનું છે. કામ મારે કરવાનું છે. આ મોટા મોટા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ મહારથીઓનું મૃત્યુ નક્કી છે જે મારા મોઢામાં સમાઇ ચૂકેલા જોયા જેમ પરિક્ષિતનું મૃત્યુ સાતમા દિવસે તક્ષક નાગના કરડવાથી નક્કી થયેલ છે તેમ આ બધા યોદ્ધાના મૃત્યુ આ કુરુક્ષેત્રમાં નિયત દિવસે નિયત સમયે થવાના છે. નિમિત્ત થનારને કોઇ પાપ લાગતું નથી. જેમ ખેડૂત ઉભા પાકને બચાવવા માટે તેની આસપાસના નાના નકામા ઘોડ, ઘાસને દૂર કરે છે. તેમ સમાજને બચાવવા ને માટે આ બધાનો નાશ કરવો પડે છે. અર્જુન કહે છે ભગવાન આપણી વાણીમાં તથ્ય છે. આપતો અંતર્યામી છો, આપ આ જગતનો તાત છે. આપણી ઘાકથી બધા બીએ છે. જેને કશું જ ખરાબ કરવું નથી. તેઓ હંમેશા આપનાં ના, ગુણ અને લીલાનું ગાન કરતાં સદાય મસ્તથી રહે છે. આ બધું ન્યાય સંગત યોગ્ય છે તેમાં બે મત નથી. આપ સર્વેશ્વર છો. આપ જ ખરા પૂર્ણપુરુષોત્તમ છો, આપના ઉપરી કોઇ નથી. જ્યાં સુધી આપણું સ્વરૂપ માન્યું નહિ ત્યાં સુધી હું મેં આપને “હે કૃષ્ણા' હે સખા, જેવા અવિચારી સંબોધનથી હતો. જો ભગવાન આપ મારો અપરાધ ધ્યાનમાં રાખશો તો સળગતા આપના મોઢામાં હું પણ કોળિયો બની જઇશ. આપ ક્ષમાવાન દિવ્ય છો. તેથી આપ આ મારો અપરાધ જરૂરથી માફ કરશો જ. આપ આ સંપૂર્ણ જગતના ચર અને અચર, સ્થાવર અને જંગમ, જડ અને ચેતન એ સૌના પિતા અને ગુરુ બન્ને છો. જેમ બ્રહ્માજીને સર્વવેદનો ઉપદેશ આપે જ આપેલ, તેમ આજે આ બધાના ઉદ્ધાર માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી રહ્યાં છો. તેથી આ દૃષ્ટિએ તમે ગુરુ પણ છો હવે આપની સમકક્ષ આ બ્રહ્માંડમાં કોઇ નથી. હે સપરિમેય શક્તિશાળી ભગવાન, ત્રણે લોકમાં આપથી અધિક શ્રેષ્ઠ કોણ હોઇ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૫૯ શકે? તેથી એ ભગવાન મારો અપરાધ આપ જ ક્ષમા કરો. મને હવે આપની બહુ બીક લાગે છે. આવું વિકરાળ વિશાળરૂપ જોઇને હવે હું કંપુ છું. ભગવાન કહે છે શા માટે કંપે છે? તે માગ્યું હતું અને મેં તને આપ્યું. કોઇને બળજબરીથી કંઇ આપતો નથી. તારી માંગણી અને લાગણીથી મેં પ્રસન્ન થઈને, મારી અંતરંગ શક્તિઓ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યાં છે. આવા દર્શન આ પહેલાં કોઇને પણ કર્યા નથી. અર્જુનતને શંકા ન રહે એ માટે ખુલાસો કરું છું કે માતા દેવકી અને પિતા વાસુદેવને મારા જન્મ વખતે કારાવાસમાં માત્ર મારું ચતુર્ભુજ વિષ્ણુરૂપના દર્શન કરાવ્યા હતા. માતા જશોદાને મારા મુખમાં માત્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. જો માતાને આવા દર્શન કરાવ્યા હતા તેમની શી દશા થાત, તું તો પુરુષ, પાછો શૂરવીર હોવા છતાં તું બીઇ ગયો. તેથી જશોદામાતાને માત્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ત્રણે લોક સત્યે વિરાટ દર્શનનો માત્ર તને જ કરાવ્યા. વેદ ભણવાથી, દાન કરીને સર્વસ્વ આપી દેવાથી, મારા આ રૂપના દર્શન થતાં નથી. ઉગ્ર તપ કરવાથી પણ આ રૂપના દર્શન ન થાય, અરે મારા ભક્તોને પણ આ વિરાટરૂપનાં દર્શન થતાં નથી. કારણ કે ભક્તોને જો એ વિશ્વરૂપના દર્શન થાય તો તેમને ભય લાગે આથી એ રૂ૫માં ભક્તિ કેવી રીતે થશે આથી શુરવીર, ભક્ત, શ્રદ્ધાળું એવા અર્જુનને ભગવાન પ્રસન્નતાથી વિરાટરૂપનું દર્શન કરાવે છે. વિરાટરૂપના દર્શન કરીને અર્જુન એટલો ગભરાઇ ગયો હતો કે તેને ફરિનિર્ભય અને પ્રસન્નચિત્તવાળો બનાવવા માટે ભગવાન પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ આગળ ધર્યું. જેથી અર્જુન સ્વસ્થ બન્યો, ભગવાન આગ્રહ ગળગળો થઇને કહેવા લાગ્યો, મારો મોહ દૂર થયો છે. મને 83 Page #84 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૧ ૧૬૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હવે કશાની અપેક્ષા નથી. આપના ચતુર્ભુજ સ્વરૂપ દર્શનથી અત્યારે હું ધન્ય બન્યો છું. આ દર્શનથી ‘વિરાટરૂપ'ની ભયાનકતા દૂર થઇ છે. હવે હું મારી મૂળ પ્રકૃત્તિમાં આવ્યો છું. તેથી મને આગળની ગીતા સાંભળવી છે. આપ મૂળ દ્વિભૂજ સ્વરૂપે ફરિથી દર્શન આપો. અર્જુન ઉપર ભગવાનની કેટલી અદ્દભૂત કૃપા છે. તેથી ભગવાનને પહેલા તેને વિરાટરૂપ બતાવ્યું. પછી દેવરૂપ એવું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને પછી કિબ્જરૂપ એટલે મનુષ્યરૂપ બતાવ્યું. અર્જુન દ્વારા આપણને પણ જે દિવ્યદૃષ્ટિના દર્શન થયા છે. ભગવાનના મહિમાને સમજીને ભગવાનની સાથે સંબંધ જોડવા પ્રેરણા થઇ જાય છે. તેથી આ અધ્યાયને ‘વિરાટરૂપ દર્શન યોગ’ એવું નામ આપવામાં આવ્યું છે. અધ્યાય : ૧૨ ત્રણે લોકના નાથ જડ ચેતન સર્વમાં વ્યાપ્ત એવા ભગવાનનાં વિરાટરૂપમાં દર્શન કરીને અર્જુનને પરમ સંતોષ થયો. પરંતુ આ વિરાટરૂપના દર્શન કર્યા પછી એને જિજ્ઞાસા ઉત્પન્ન થઇ કે અગુણ અને નિર્ગુણ ઉપાસના કરવાવાળા માંથી કોણ શ્રેષ્ઠ છે. આ જ જિજ્ઞાસાને લીધે અર્જુન પ્રશ્ન કરે છે. કે ભગવાન! તમારી ઉપાસના કેવી રીતે કરવી! તમે આકાર અને નિરાકાર એમ બંન્ને સ્વરૂપમાં બિરાજો છો. અર્થાતુ એક આપનું વ્યક્ત સ્વરૂપ છે બીજું આપનું અવ્યક્ત સ્વરૂપ છે. આ બંન્નેમાંથી કોને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ગણવું? અર્જુનનો પ્રશ્ન સ્પષ્ટ છે કે આ બે માંથી ક્યા સ્વરૂપની ઉપાસના કરવી? આકાર સ્વરૂપની કે નિરાકાર સ્વરૂપની. સગુણ સ્વરૂપની કેનિર્ગુણ સ્વરૂપની, કોની ઉપાસના શ્રેષ્ઠ છે. ઉત્તમ છે. આ પ્રશ્નને સમજાવવા માટે આ અધ્યાયમાં બીજા શ્લોકથી લઇને ચૌદમા અધ્યાયના વીસમા શ્લોક સુધી ભગવાન અવિરામ બોલતા જ ગયા છે. આ લાંબું તોતેર શ્લોકવાળું પ્રકરણ આ વિષયના ઉત્તરરૂપે આપેલ છે. આનો અર્થ એ થયો કે ભગવાન અહીં મહત્ત્વપૂર્ણ વાત સમજાવવા માંગે છે. ગીતાને એક શરીર સાથે સરખાવીએ તો, જેમ શરીરના પ્રત્યેક અંગોનું જાણવું મહત્વનું છે. તેમ ગીતાના દરેક અધ્યાયનું આગવું મહત્ત્વ છે. કોઇ અંગ વિના શરીરની કલ્પના એટલે વિકૃત શરીર, એમ કોઇ 84 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાયની ગેરહાજરી એ ગીતાની અધુરપ કહેવાય. જેમ શરીરનાં વિવિધ અંગો માટે અલગ અલગ નિષ્ણાંત ડૉક્ટરો હોય છે તેમ પોતાની આગવી પ્રકૃત્તિ, રૂથી પ્રમાણે જે અધ્યાયથી વધુ તૃપ્તી મળે, આનંદ મળે એ અધ્યાયનું એને વધુ આકર્ષણ હોય છે. અને તે કારણે એ અધ્યાય પોતાને માટે સર્વશ્રેષ્ઠ છે એમ લાગે. આ જ તર્કથી ગીતાનો આ બારમા અધ્યાય અસંખ્ય ભક્તિ હૃદય માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.આ બારમા અધ્યાયમાં પણ વીસ શ્લોક હોવા છતાં તેના પ્રત્યેક શ્લોક અર્થસભર હોવાથી પ્રત્યેક ભક્ત હૃદયને તૃપ્ત કરે છે અને આ સાથે સાથે એ પણ ફલિત થાય છે કે ગીતાજીની ભક્તિ અંધભક્તિ નથી. તે જ્ઞાનયુક્ત ભક્તિ છે. ભક્તિ કરતાં પહેલાં આપણે આપણું, જગતનું અને ભગવાનનું સ્વરૂપ તથા તે ત્રણે વચ્ચેનો સંબંધ અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન સમજી લેવાની જરૂર છે. ગીતાના જ્ઞાનમાં ભક્તિની મિઠાસ છે. ભાવના વગરનું કર્મ અને જ્ઞાન શુષ્ક તથા નીરસ બની જાય છે. ભક્તિથી ભાવના જાગૃત થાય છે, આથી ભગવાન આપણને ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. ભક્તિનો અર્થ થાય છે ભાવ + અંકિત, જેમાં આપણો ભાવ અંકિત થાય તે પ્રત્યેની આપણી ભક્તિ છે. એમ કહેવાય. આવા ભાવનું આરોપણ ભગવદ્ સ્વરૂપમાં ભગવદ્ કાર્યમાં અને ભગવદ્ સ્મરણમાં જો આપણું ચિત્ત ભાવપૂર્વક પરોવાઇ જાય. ત્યારે એ સાચી ભક્તિ બને છે. ભગવાન કહે છે જે મનુષ્ય મારામાં ચિત્ત પરોવે છે અને તેના ચિત્તમાં હંમેશા મને પધરાવે છે તે ભક્ત છે. નાની મોટી દરેક બાબતમાં ભગવાનને શું ગમશે, શું ભાવશે એવું નિત્યનિરંતર ચિંતન મનન કરીને પોતાનું ચિત્ત ભગવદ્ભય બનાવે છે. 85 ૧૬૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવું ભગવદ્ભય મન ભગવાનને છોડીને ક્યાંય જતું નથી. ભક્ત પોતાનાં પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શ્વાસ બધું ભગવાનને સોંપી દે છે. આવા ભક્તને એ વાતનું જ્ઞાન હોય છે કે પ્રકૃત્તિની સન્મુખ થવાને કારણે અર્થાત્ ઇન્દ્રિય કામનાને કારણે જીવ શરીર સાથે હું પણાનો સંબંધ જોડી દે છે. અર્થાત્ હું શરીર છું એવું માની લે છે. આથી હું પણા ની સાથે જોડાયેલ ઇન્દ્રિયો કામનાઓ, વિષયો, વર્ણ, આશ્રમ, જાતિ, વ્યવસાય વગેરેને વગર યાદ કર્યે પણ યાદ આવી જાય છે. આવી અવસ્થામાંથી મુક્ત થઇ મને ચિત્તને હંમેશા ભગવાન સાથે જોડાયેલું રાખે છે. આ રીતે તેનું ચિત્ત ભગવાન સાથે જોડાય છે. તેને ભગવાન ભક્તિયોગનું દર્શન કરાવે છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી ભગવાન અર્જુનને સમજાવતાં કહે છે. હે અર્જુન! એ જ સર્વોત્તમ ભક્ત છે. જેને મારા પ્રત્યક્ષ સ્વરૂપની ભક્તિ કરવામાં બહુ ૨સ છે. ખરેખર તો મારાં સર્વવ્યાપી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવી બહુ કઠણ છે. થઇ શકતી પણ નથી, આવા સ્વરૂપની ઉપાસનામાં ચિત્તનો નિરોધ ક્યારે થતો નથી. ચિત્તના નિરોધ માટે મારું પ્રગટ સ્વરૂપ ઉત્તમ છે. આમ ભક્તિયોગના તાત્પર્યને સમજીને મારી પર શ્રદ્ધા, વિશ્વાસ રાખી લૌકિક સુખોથી પર રહીને મારા વિભૂતિ સ્વરૂપ, વિરાટ સ્વરૂપને ઓળખી ને સર્વપ્રત્યે સમભાવ રાખતો મનુષ્ય પણ અંતે મને પ્રાપ્ત કરે છે. ભક્તિ એ ચિત્ત ચેતનાનું માધ્યમ છે. શુદ્ધ ચિત્તમાં ભગવાન આવે છે વ્યક્તિથી પવિત્ર બનેલા અંતઃકરણમાં આપોઆપ જ્ઞાનનાં કિરણો ફુટી નીકળે છે. તેમ તેમ ચિત્ત શુદ્ધ થતાં ભગવદ્ જ્ઞાનને ગ્રહણ કરતું જાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દરેક યોગમાં જ્ઞાનની આવશ્યક્તા હોય છે. જ્ઞાન અને બુદ્ધિને જોડવાથી જ્ઞાનયોગી બની જાય છે. જ્ઞાન અને ભક્તિને જોડવાથી ભક્તિયોગ બને છે. જ્ઞાનયોગમાં વચ્ચે બુદ્ધિ આવે છે. અહીં પહેલા બુદ્ધિ અને બુદ્ધિયોગ નો તફાવત સમજી લેવાની જરૂર છે. જે સારા નરસાનો ભેદ જાણે, સંસારમાં રહેલ વૈવિધ્ય, વૈચિત્ર અને તેમની વચ્ચે રહેલ ભિન્નતાને ઓળખે તે સામાન્ય બુદ્ધિ, આવી સામાન્ય બુદ્ધિ હંમેશા સંચય, શંકા પેદા કરે છે. તે પહેલાં સીધા પરિણામનો વિચાર છે. પરંતુ જે બુદ્ધિ દરેક કાર્ય કારણમાં ભગવાનને સ્વીકારે અર્થાતુ ભગવાન સાથે જોડી દે તે બુદ્ધિયોગ છે. આગળ જોયું તેમ ભગવાને સગુણ અને નિર્ગુણ ઉપાસકને સમાન ગણે છે. પરંતું સગુણ ઉપાસકને ચઢિયાતો કે શ્રેષ્ઠ ગણ્યો છે તેનું કારણ વ્યાવહારિક શાણપણ છે. જે બાંધે છે બુદ્ધિ યોગથી, બુદ્ધિયોગ કહે છે. દરેક દેહધારી વ્યક્તિ સાકાર ઇન્દ્રિય અનુભવથી તેમાં રહેલા ગુણ, રંગ, સૌંદર્ય વગેરેને સહેલાઇથી સમજી શકે છે. અને તેનું સરળતાથી ચિંતન પણ કરે છે. પરંતું નિર્ગુણમાં જેને કોઇ પ્રકારનું રૂપ કે ગુણ નથી. એને કોઇ ઇન્દ્રિયથી અનુભવી શકાતો નથી. એનું ચિંતન, ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાનમાં કોઇક કે કશાક પર ચિત્ત એકાગ્ર કરવાનું હોય છે. જેની પાસે કોઇ રૂપ જ ન હોય, તેને ધ્યાન કેવી રીતે કરવું? ઘણા સાધકો ધ્યાનમાં આંખો બંધ કરી ચારે બાજુ અંધકાર છે એવી કલ્પના કરે છે. અને પછી એ અંધકાર વચ્ચે લાલપ્રકાશના બિંદુતું ધ્યાન ધરે છે અને મનને માત્ર તે જ દેખાય છે. તેમ ધારીને તેના પર મન કેન્દ્રિત કરે છે. જો આની જગ્યાએ કોઇ દેવમૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તો તે વધુ સહેલું પડે. કારણ કે વ્યક્તરૂપમાં કોઇ ગુણ છે. ગુણ હોય ત્યાં ભાવ અભાવની લાગણી પેદા કરી શકાય, જેમ ગુલાબના કુલમાં રહેલ સૌંદર્ય અને સુગંધને કારણે મનમાં તેના પ્રત્યે ભાવ જાગૃત ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૫ થાય છે જ્યારે તેનાથી વિપરિત કાંટામાં રહેલ શૂળનો ગુણ કે જે શરીરમાં વાગતા દુઃખની લાગણી ઉત્પન્ન કરે છે. તેનાથી મનમાં કાંટા પ્રત્યે અભાવની લાગણી પેદા થાય છે. ટૂંકમાં ભાવની લાગણી આકર્ષણ પેદા કરે છે જ્યારે અભાવની લાગણી તિરસ્કાર પેદા કરે છે. પરંતું જે અવ્યક્ત, નિગુણ છે. તેમાં કોઇ ગુણ નથી તો માનસપટ પર તેના પ્રત્યે ભાવ કેવી રીતે અંકિત થાય? આમ આ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તેજબિંદુ જેવા અવ્યક્ત રૂપને ધ્યાનને વિષય બનાવવા કરતાં વ્યક્ત રૂપ એવા કોઈ દેવમૂર્તિ પર ધ્યાન કરવામાં એ વધુ સહેલું પડે અને વધુ આનંદ પણ આવે. કશું આલંબન વગર ધ્યાન કરવું કેટલું કઠિન છે. આવા પ્રયત્ન કરનાર સૌ એ તેને અનુભવ્યું હશે. આમ દોષ આપણો નહિં, મનની પ્રકૃત્તિનો છે. ભગવાન પોતે જ એનો ખુલાસો કરી દીધો છે. અવ્યક્ત હિ ગતિઃ દુઃખ દેહવદતિ અવ્યાસે જે પોતે દેહધારી છે. એની અવ્યક્તમાં ગતિ થવી ખૂબ કઠિન છે. ફ્લૉસોધિકતર તેષાં અવ્યક્તા સક્ત ચેતમાં જેમનું ચિત્ત અવ્યક્તમાં આસક્ત છે. એમને ખૂબ મોટા પ્રમાણમાં ક્લેશમાંથી, પરિશ્રમમાંથી પસાર થવું પડે છે. આપણે રોજબરોજમાં જે કરતાં હોઇએ, એ પ્રમાણે મન હંમેશા કરે છે તેનાથી વિપરિત કરવા જઇશું તો તે ઘણુ કઠિન અને વધારે પરિશ્રમ આપનારું નીવડે છે. તમે જમણા હાથથી હંમેશા બધા કાર્યો કરતાં હોય. અને એ જમણા હાથને ઇજા થાય, ત્યારે તેના વિકલ્પરૂપે ડાબા હાથનો ઉપયોગ કરશો, તો જે તકલીફ ઉભી થાય છે. એને જેને અનુભવ્યું તેને જ ખબર પડે છે, એ જ રીતે આંખો બંધ કરી રસ્તો ઓળંગવવાની તકલીફ અંધજનને જ ખબર પડે, હા, આ બધું આપણે કરીએ છીએ ખરા, પણ લાચારીવશ કરીએ છીએ. 86. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ટૂંકમાં જે ક્રિયા દેહરચના સાથે પ્રતિકુળ છે તેમાં મુશ્કેલી ખૂબ જ હોય છે. જેમ શરીરના બીજા અંગોને શરીરરચનાથી પ્રતિકુળ કાર્યમાં મુશ્કેલી પડે છે. તેમ મનને પણ પ્રતિકુળ સંજોગોમાં લાવવા માટે મુશ્કેલી પડે છે. મન જે વ્યક્ત નથી, ગુણ ધર્મોયુક્ત નથી, ઇન્દ્રિય ગમ્ય નથી એની એ કલ્પના કરી શકતો નથી. હા, એ વાત ચોક્કસ છે કે ભગવાનના નિર્ગુણ ભાવમાં તો કોઇ પણ પ્રકારના ગુણધર્મો નથી. લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ, જાડાઇ, રૂપ, રંગ, સુંવાળાપ, સ્વાદ, વજન વગેરે ગુણોથી તે રહિત છે. પણ તેને કોઇ પણ ભૌતિક ગુણધર્મોથી યુક્ત આકાર, સાકાર સ્વરૂપ આપી મનમાં કલ્પના કરવામાં આવે, તો તેમાં પણ બધા ગુણધર્મોવાળુ કલ્પિત સ્વરૂપ દેખાય છે. જેમ આપણે બાળકોનાં મનમાં વાર્તાઓનાં રૂપમાં તદ્દન કપોળ કલ્પિત પરીનું રેખાચિત્ર (રૂપરૂપનાં અંબર સમી, શ્વેત વસ્ત્ર ધારણ કરેલી, મૃદુ મોહક હાસ્ય કરતી, બે સુંદર પાંખોથી ગગનમાં વિહાર કરતી) દોરી, તેમની આસપાસ પરિમલમાહોલ રચી. તેની સ્વપ્ર સૃષ્ટિ પણ પરિમય બનાવીએ છીએ. આમ માણસના મનમાં કોઇ ચોક્કસ ક્રિયા, પ્રક્રિયા કે ભાવ, અભાવ નિર્મિત થવા પાછળ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે, તે માટે તેની આકૃતિ રહેલ હોય છે. આમ આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુલક્ષીને નિરાકાર, નિર્ગુણ પરબ્રહ્મ તત્ત્વને આકાર સ્વરૂપ આપી આપણી આસપાસની સૃષ્ટિએ બ્રહ્મમય બનાવવા શ્રીમદ્ વલ્લભાચાર્યએ શ્રી નિરોધલક્ષણ ગ્રંથમાં શ્લોક૧૭માં સ્પષ્ટ આજ્ઞા કરી છે. હરિમૂર્તિ! સદાધ્યયા સંકલ્પાદપિતસ હિ | દઇને સ્પર્શનું સ્પષ્ટ તથા કૃતિ ગણી સદ // ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૭ અર્થાતુ જીવે નિરાકાર એવા પરમાત્મામાં બીજભાવ દેઢ કરવો હોય તો હરિમૂર્તિનું નિરંત્તર ધ્યાન ધરવું, તેથી તે સ્વરૂપમાં દર્શન યા સ્વાનુભવ સ્પષ્ટ થાય. આ રીતે સાકારની પૂજા અર્થાતુ મૂર્તિ એ કંઇ અચાનક વસ્તુ નથી, તે સ્વેચ્છાચારથી જનની પણ નથી. ઉલટું અવિકસિત માનસનો ઉચ્ચ આધ્યાત્મિક સત્ય પામવાનો એમાં પ્રયાસ રહેલો છે. મૂર્તિ પૂજા હોવી, ન હોવી, એ અંગે હજારો વરસોથી વિવિધ મત મંતારો ચાલતા આવ્યા છે. ભગવાન કહે છે કે મારે તે સાથે કંઇ સંબંધ નથી. મારો અહીં કહેવાનો ભાવાર્થ એટલો છે કે નિર્ગુણ ઉપાસનાનો માર્ગ સગુણ ઉપાસનાના માર્ગ કરતાં ઘણો અઘરો છે. હું તો માત્ર ભાવનો ભૂખ્યો છું. તમે સગુણ માર્ગે થઇને તમારાં સર્વકર્મ મારામાં અર્પિત કરીને અવિચળભાવે મારી ભક્તિ કરતા રહેશો કે નિર્ગુણમા જઇને તમારું મન મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન ધરશો. તો પણ સર્વેને હું તત્કાળ જન્મ મરણરૂપી સાગરમાંથી ઉદ્ધાર કરું છું. પણ મારી પહેલી શરત તું ક્યારે ન ભૂલીશ કે તારું મન અખંડ મારે વિશે જ રાખ, જે સૌથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ આ ઉપાય છે. આ માટે તારે પ્રથમ મન અને બુદ્ધિ, મન એટલે મનથી માની લીધેલી માયા એ બુદ્ધિ, હું અર્થાત્ અહંમને મારામાં જોઇને તે પૂર્ણરૂપે એકાગ્ર કર આ એક રસ્તો છે. પરંતુ જો આ રસ્તો બહુ અઘરો લાગતો હોય તો તારા મન અને બુદ્ધિને મારામાં એકાગ્ર કરવા માટે અભ્યાસ કર, એ માટે વારંવાર પ્રયત્ન કરતો રહે. પણ આ રીતની અભ્યાસની ક્રિયા પણ અઘરી પડતી હોય તો મારે માટે કર્મ કરવું એ સંસારમાં શ્રેષ્ઠ છે. એમ માનીને એવી ભાવનાથી કર્મ કરવા લાગ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ અભ્યાસયોગ એટલે શું? તેના ઉત્તર રૂપે શ્રીમદ્ વલ્લભાચાર્યએ “ચેતસ્તવ્યપ્રવર્ણ સેવા' ચિત્તને હંમેશા ભગવત્પરાયણમય બનાવો. એ માટે ભગવાનના ચરિત્રોનું, ઐશ્વર્યનું વર્ણન, ભગવાનની વિવિધ લીલાઓનું ચિંતન, એ કામ થોડું સરળ છે. માયાનું સતત ચિંતન કરતાં મન આ રીતે ભગવાનનું ચિંતન કરવા વાર લાગશે. પણ સાચી લગની હશે, તો આ કામ સરળ બનશે. આપણાં આ કામને સરળ બનાવવા માટે શ્રીમદ્ વલ્લભાચાર્યએ આઠે પ્રહરની સેવાવિધિની સાથે નામસ્મરણની યોજના આપી અને સમજાવ્યું કે નામસ્મરણ એટલે ઠાકોરજીનીરસસભર લીલાઓનું અવગાહન, જેના દ્વારા ભગવાનનું સ્મરણ એનું નામ છે. અભ્યાસયોગ. શ્રીમદ્ વલ્લભાચાર્યએ કહ્યું છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી સેવામાર્ગમાં રૂચી પેદા થશે નહિં તેમને માટે આ અભ્યાસમાર્ગ પણ અસમર્થ છે. એમને માટે ભગવાન ત્રીજો ઉપાય બતાવે છે કે અને કહે છે કે મેં પહેલા પણ કહ્યું છે અને હજુ ફરિ પણ કહું છું કે કર્મફળનો ત્યાગ કર. જે કંઇ કર્મ કરે એના ફળની આશા નહિં રાખવાની. ગીતાજીએ કર્મના મુખ્યત્વે ત્રણ પ્રકારો બતાવ્યા છે ફળની આશા રાખ્યા વિના ભગવદ્ પ્રીત્ય છે. જે કંઇ શ્રદ્ધાપૂર્વક કરવામાં તે સાત્વિક કર્મ. સત્કાર માટે માન પૂજા કે પ્રતિષ્ઠા જે કર્મ કરવામાં આવે, તે રાજસકર્મ અને બીજાને માટે, પીડવા માટે પાડવા માટે કે હેરાન કરવા માટે જે કરવામાં આવે તે તામસકર્મ. મનુષ્યનો વર્તમાન જન્મ એના પાછળના અસંખ્ય જન્મોનાં કર્મોનું પરિણામ છે. એ અસંખ્ય જન્મોનાં કર્મો તથા એ કર્મોના ફળોએ વર્તમાન જીવનમાં દેહ, મન, બુદ્ધિ, રુચિ, શક્તિ, ગુણ, દોષ, મર્યાદાઓ, ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૯ સંસ્કાર વગેરે નક્કી કર્યો છે. પાછળની એ બધી વાત આપણે જાણતા નથી. પણ એ ખૂબ જ લાંબા અને અટપટા હિસાબનું અંતિમ પરિણામ આપણે વર્તમાન જીવનરૂપે જોઈ શકીએ છીએ.” આપણે મૂળવાત પર આવીએ તો કર્મફળ ત્યાગ કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. ઉપાધિ રહેતી નથી. જ્યાં સુધી કર્મફળને પકડી રાખે ત્યાં સુધી જીવને અશાંતિ રહે. કર્મફળને છોડી દે એટલે તરત શાંતિ. આ રીતે ભગવાને આઠમા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી પ્રત્યેક સાધનમાં અસમર્થ થતાં ક્રમશઃ સમર્પણ યોગ, અભ્યાસયોગ, ભગવદર્થ કર્મ અને કર્મફળ ત્યાગ, એમ ચાર ભક્તિના સાધનો બતાવ્યા છે. આ બધા સાધનો એક જ ઠેકાણે પહોંચાડશે. પરંતુ દરેક વ્યક્તિની શક્તિઓ જુદી જુદી હોય છે. એ શક્તિનો વિચાર કરી આમાંથી જે માર્ગને જઇ શકાય તેમ હોય તે માર્ગે જવું જોઇએ. આમ તો બધા માગ સરખા છે. ઉત્તમ છે. પણ સરળતાની દષ્ટિએ કોઇને આ માર્ગ સરળ લાગે, કોને પેલો માર્ગ સરળ લાગે, કોને ક્યો માર્ગ સરળ લાગશે. કે ઉત્તમ લાગશે તેનો આધાર તેની શક્તિ, રૂચી અને ધીરજ ઉપર આધાર રાખે છે. હવે આઠ શ્લોકોમાં ભગવાન સાચા ભક્તના ચાલીસ જેટલા લક્ષણા બતાવ્યા છે. એ લક્ષણો જાણી ભક્તનો ઉત્સાહ વધે છે. ને હું પણ આવાં લક્ષણો કેળવું એવી તેની અપેક્ષા બળવંત બને છે. (૧) કોઇના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો : માત્ર મનુષ્ય નહિં, પણ મનુષ્ય સિવાયનાં પશુ, પક્ષી જીવ, જંતુ અને વનસ્પતિ સુદ્ધા પણ તેમાં સમાવેશ થઇ જાય છે. ભગવાનને અહીં સર્વભૂતનાં શબ્દનો પ્રયોગ કર્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે જેનું અસ્તિત્વ છે એવી તમામ જડ ચેતન હસ્તીઓનો તેમાં સમાવેશ થઇ જાય છે. બિન જરૂરી આ બધાને નુકશાન પહોંચે તે જોવું. આ દ્વેષ ત્યાગ ભક્ત બનાવા માટેની પહેલી શરત છે. 88 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ (૨) બધા પ્રત્યે મિત્રભાવ કેળવ! માત્ર દ્વેષ ન રાખીશ એમ નહિં પણ સાથે સાથે મિત્રતાનો ભાવ કેળવ. તેમને જ્યારે પણ પોતાની મદદની જરૂર હોય ત્યારે મદદરૂપ બન. (૩) દયાભાવ રાખ : અર્થાત્ મિત્ર તરીકે જો મદદરૂપ બનવું એ આપણી શક્તિની બહાર હોય તો પણ મુશ્કેલીમાં દયાભાવ કેળવ. (૪) મમતા રહિત : ભક્તનો પ્રાણીમાત્ર પ્રત્યે સ્વાભાવિક જ મૈત્રી અને કરુણાનો ભાવ રહે છે. તો પણ તેના પ્રત્યે જરાપણ મમતા નથી હોતી, મમતા સંસારમાં બાંધે છે. તેથી કર્મમાં તટસ્થતા અને એક નિષ્ઠા આવતી નથી. (૫) નિરહંકાર : સાચો ભક્ત પોતે કરેલ કર્મનું, પોતાના શરીર બળનું, પોતાની બુદ્ધિ ચાતુર્યનું, કે કોઇ પણ ઉપર કરેલા ઉપકારનું જરા પણ અભિમાન કરતો નથી. આ બધુ, મારું નહિં, પણ ભગવાનનું, ભગવાનની કૃપાનું ફળ માત્ર છે. આ રીતે ભક્તને કિંચિતમાત્ર પણ અહંબુદ્ધિ ન હોવાને કારણે તથા કેવળ ભગવાન સાથે પોતાના નિત્ય સંબંધ બાંધતો હોવાને કારણે તેનું અંતઃકરણમાં આપોઆપ શ્રેષ્ઠ, દિવ્ય અને અલૌકિક ગુણો પ્રગટ થવા લાગે છે. (૬) સુખ દુઃખમાં સમાનતા સાચો ભક્ત સુખ દુઃખની સ્થિતિમાં સમાન રહે છે. જ્યારે પણ ભક્ત પર કોઇ મુસીબત આવી પડે છે તો પણ એ વિચાર કરે છે કે આ તો મારી ઉપર ભગવાનની કૃપા થઇ છે અને મારા પૂર્વે કરેલા દુષ્કૃત્યોનાં પ્રમાણમાં આનાથી ઘણું વધારે દુઃખ મારે સહન કરવું જોઇએ. અર્થાત્ અત્યંત કષ્ટદાયક સંજોગોમાં ભક્ત શાંત અને ધીરજ રાખે છે. (૦) ક્ષમા : પોતાનો કોઇ જાતનો અપરાધ કરવાવાળાને કોઇ પણ પ્રકારનો દંડ આપવાની ઇચ્છા ન રાખીને તેને ક્ષમા કરે છે. 89 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭૧ આ ઉપયુક્ત ગુણો ઉપરાંત તે સહિષ્ણુ હોય અને ભગવત્કૃપાથી, જે મળે તેમાંથી સંતુષ્ટ રહે જે વસ્તુ મહાકષ્ટથી મળે તે મેળવવાનો પ્રયત્ન કરતો નથી તેથી સંપૂર્ણ આનંદમાં રહે તે સાચો યોગી કહેવાય. આવો ભક્ત નિર્ભય હોય, ગીતાજીના મતે મન, વચન અને કર્મથી નિર્ભય છે. નિર્ભય હોવા છતાં આત્મસંયમી અને દૃઢ નિશ્ચય વાળો હોય છે. કોઇને પીડા થાય તેવું કોઇ કર્મ કરતો નથી. નિંદા, સ્તુતિમાં સમાન ભાવ રહે અને મૌન રાખે, મૌનમાં વ્યાપક શક્તિ મૌનથી શારીરિકનો સંચય થઇ શકે છે. મૌન અવસ્થામાં ભગવાનનું ચિંતન વધુ થતું રહે છે. સાચા ભક્તની ભૌતિક જગતમાંથી કશાની અપેક્ષા રહેતી નથી, સંસારની મોહ માયાથી તદ્દન મુક્ત ભગવાન સ્મરણમાં સદા રહે છે. આમ ભગવાને શ્લોક ૧૩ થી ૨૦ સુધી ભક્તનાં વિભન્ન ૪૦ લક્ષણો બતાવ્યા છે. આ ચાલીસ લક્ષણોનું એટલું બધું મહત્ત્વ તેને શબ્દોમાં ન્યાય આપવો અશક્ય છે. આ ૪૦ લક્ષણોનો હજારો લક્ષણોવાળા ભગવાનનું માત્ર લઘુરૂપ છે. ભગવાનના હજારો લક્ષણોનું વર્ણન કરવા વિષ્ણુ સહસ્રનામ, શિવસહસ્રનામ, દુર્વાસ સહસ્રનામ વગેરે પ્રયત્ન થયેલ, પરંતું ભગવાન નિર્ગુણ છે. તેને ગુણોથી ક્યારે બાંધી શકાય નહિં. અહીં ભક્તના ૪૦ લક્ષણો બતાવ્યા છે તો તે માત્ર માર્ગદર્શન માટે છે. કારણ કે મનુષ્ય પણ ભગવાનનો અંશ છે. જેમ ભગવાનના અસંખ્ય ગુણો હોય છે. આ ગુણોને ઓળખી સાચા ભક્તે તે રાહે ચાલવું જોઇએ. આથી ભગવાન અંતે કહે છે મારા આ અધ્યાયનો મર્મ સમજીને પોતાના કર્તવ્ય પંથ ચાલશે તો તેની પર હું સદા પ્રસન્ન રહીશ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૩ ભગવાને બારમા અધ્યાયમાં સગુણ ઉપાસનાના અનેક સાધનો સહિત ભગવ પ્રાપ્તીનું વર્ણન કરીને સાચા ભક્તનાં લક્ષણો બતાવ્યા. હવે નિર્ગુણ ઉપાસનાનું મહત્ત્વ બતાવવા, તેરમા અધ્યાયનો આરંભ કરે છે. આ તેરમા અધ્યાયના આરંભમાં ભગવાન ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ શબ્દોની સમજૂતી આપતા કહે છે. ક્ષેત્ર એટલે આપણું શરીર, અને તેને જાણનાર કે તેના માલિકને ક્ષેત્રજ્ઞ કહેવાય. જેવી રીતે રાજ્ય અને રાજા. જ્યાં રાજાની હકુમત પ્રવર્તે તે વિસ્તાર એટલે એ રાજ્યનું ક્ષેત્ર કહેવાય. અને જ્યાં સુધી તેની હકુમત પ્રવર્તી શકે તેનો તે રાજા કહેવાય. જ્ઞાનની આવી તલસ્પર્શી વાત કરતાં ભગવાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા વિશેનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન, આથી તો જ્ઞાન જેવી ઘણી મોટી વાત સાથે ક્ષેત્ર શબ્દ જોડાઇ ગયો. આગળ જોયું તેમ આ શરીર એ ક્ષેત્ર છે, એ ક્ષેત્ર વિશે જે જાણનારો તે છે ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે પહેલાં આ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું મહત્ત્વ સમજી લે, ઋષિઓ, બ્રહ્મસૂત્રો આદિએ બુદ્ધિયુક્ત રીતે બતાવ્યું છે તેને હું પણ તને એ ક્ષેત્ર શું છે? કેવા પ્રકારનું છે? એમાં ક્યા વિકારો થાય છે? એમાં ક્યાંથી શું થાય છે? જેને ક્ષેત્રસ કહ્યો છે તે કોણ છે? અને એ ક્ષેત્રનો પ્રભાવ કેવો છે? તે બધુ તને સંક્ષેપમાં બતાવીશ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭૩ આ ક્ષેત્ર અને ક્ષેત્રની કાર્યપદ્ધતિને સારી રીતે સમજવા એક સાદુ ઉદાહરણ જોઇએ. કોઇ શહેરના ભરચક વિસ્તારમાંથી આપણે સાયકલ, સ્કુટર, મોટ સાયકલ, ગાડી કે એવું બીજું કોઇ સાધન લઇને નીકળીએ ત્યારે તેને કંટ્રોલમાં રાખવા હાથ કે પગ પર બ્રેક હાથવગી રાખવી પડે છે. તેમ આ દેહરૂપી રથને સંસારના માર્ગમાં ચલાવવા માટે માત્ર એક બ્રેકની નહિં પણ અનેક બ્રેકની જરૂર છે. કારણ કે આ રથમાં દશ ઇન્દ્રિયોના ઘોડા છે એક ઘોડાની લગામ ખેંચો તે બીજો ખેંચાખેંચ કરે, ત્રીજાને અટકાવો તો ચોથો ભાગભાગ કરે, આ રીતે દશદશને અંકુશમાં રાખવા એ કામ બહુ કઠણ છે. આવા ઘોડાઓનો શંભુમેળો આ શરીરરૂપી રથમાં ભેગો થયો છે. આ શંભુમેળામાં કોણ કોણ છે? અર્થાત્ ગીતાજી તેને ક્ષેત્ર તરીકે ઓળખાવે છે. એ ક્ષેત્રમાં શું શું આવે છે તે જોઇએ ક્ષેત્રમાં કુલ ૩૧ તત્ત્વો, ભાવો કે ઘટકોનો સમાવેશ થાય છે. પાંચ મહાભૂત, અહંકાર, મન, બુદ્ધિ, અવ્યક્ત, પ્રકૃતિ, પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચવિષયો એ ચોવીસ ભાવ તથા ઇચ્છા ષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ (ધારણાશક્તિ) એ સાત વિકારો સાથે સાથે ગણતાં કુલ ૩૧ ભાવોનું આ ક્ષેત્ર બન્યું છે. આ શંભુ મેળાના અશ્વો (ઘોડાઓ)ને અંકુશમાં ન રાખવામાં આવે તો એના માલિકને ઊંડી ખાઇમાં પાડી દે. આ શરીરરૂપી ક્ષેત્રનો માલિક કોણ? તરતનો માલિક કોણ? જીવાત્મા, અર્થાત્ આત્મા, આ જીવાત્મા એ આખરે પરમાત્માનો અંશ છે. ટૂંકમાં શરીરની ચેતનશક્તિ એટલે આત્મા કે જીવાત્મા. જ્યારે આત્માની ચેતનશક્તિનો માલિક એ પરમાત્મા, આ રીતે આત્મા અને પરમાત્માનાં મૂળતત્ત્વોમાં કોઇ ફરક નથી. તેમ છતાં જ્યાં સુધી જીવ પોતાના મૂળ સ્વરૂપને ઓળખવા પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી કાર્યક્ષેત્ર અને અહંભાવની વ્યાપક્તાની દૃષ્ટિએ મોટો ફેર પડે છે. ૩ : 90 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આથી આ બધાંને સમજાવવા માટે, તેને યોગ્ય અંકુશમાં રાખવા માટે પહેલા તેને જ્ઞાનથી સમજવું પડે, જેને ગીતાની પરિભાષામાં શેય કહેવામાં આવે છે. અને જ્યાં સુધી શેય વસ્તુ હાથમાં ન આવે ત્યાં સુધી તે જીવ શાની ન કહેવાય. ક્ષેત્ર શરીર, એ શરીર આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પાંચ મહાભૂતોમાંથી રચાય છે. શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો હોય છે હાથ, પગ, મુખ, ઉપસ્થ (જનનેન્દ્રિય) અને ગુદા પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે. નાક, કાન, જીભ, નેત્ર અને ત્વચા (ચામડી) આ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો હોય છે. નાકથી ગંધ, કાનથી શબ્દ, જીભથી રસ (સ્વાદ) નેત્રથી રૂપ અને ત્વચાથી સ્પર્શનું જ્ઞાન થાય છે. આ ઉપરાંત મન, બુદ્ધિ, અહંકાર (અર્થાતુ પણાનો ભાવ) અને અવ્યક્ત (મૂળ પ્રકૃતિ) સાથે કુલ ૨૪ તત્ત્વો થયાં. આ ઉપરાંત ઇચ્છા (વાસના, ભોગ ભોગવવાની લાલસા,) દ્વેષ, સુખ (જેના વડે ઇન્દ્રિયોને અનુકળતાની અનુભૂતિ થાય છે.) દુઃખ (જેના વડે ઇન્દ્રિયોને પ્રતિકુળતાની અનુભૂતિ થાય છે.) અંધાત ભિન્ન ભિન્ન એ કબીજા સાથે મેળયુકત રચના અને વ્યવહાર ચેતના(સભાનતા), ધૃતિ (ટકી રહેવાની શક્તિ) એમ આ સાતવિકારો ગણતાં કુલ૩૧ ભાવો કે ઘટકો થયા, તેમનાં સંયુક્તાપણાથી આ ક્ષેત્ર બને છે. આવા ક્ષેત્રના માલિક માટે ગીતાજીમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રી, શબ્દો વાપર્યા છે. ક્ષેત્રી એટલે માલિક અને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર વિશે બધું જાણનારો, પરંતુ તેનાથી વિપરિત ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર વિશે બધું જાણનારો, પરંતુ તેનાથી વિપરિત ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ અંગે કોઇ જાણકારી હોતી નથી. જે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ અંગે કોઇ જાણકારી હોતી નથી. જે ક્ષેત્રને માટે કહેવાય, તેમાં ખાસ કરીને ક્ષેત્રજ્ઞના સ્વરૂપની જાણકારીનો અભાવનો સમાવેશ થાય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭૫ ક્ષેત્રજ્ઞ અંગેની સમાનતા એટલે પોતાના આત્મસ્વરૂપની વિસ્મૃતિહું ક્ષેત્ર (શરીર)થી ભિન્ન છું. એવી અજ્ઞાનતા એટલે અજ્ઞાનરૂપી અંધકાર. આવો અંધકાર હું સર્વસ્વ છું. મારાથી (શરીરથી) ઉપર કોઇ નથી અર્થાત્ આપણે શરીરને બ્રહ્મ માની લઇએ છીએ. તે જ રીતે આપણી ઇન્દ્રિયોને, પ્રાણને અને મનને પણ બ્રહ્મ માની લઇએ છીએ. આવું અજ્ઞાન જ્ઞાનથી દૂર કરી શકાય છે. આપણી આંખ, કાન વગેરે દુનિયાના વિષયોમાં રચ્યા પચ્યાં રહે છે. તેમનામાં રાગ, દ્વેષ જન્મે છે. સાચા જ્ઞાન દ્વારા આ ઇન્દ્રિયોમાં રહેલાં વિષયો અને તે વિષયો પરત્વેનો રાગ દ્વષ દૂર કરી શકાય. રાગદ્વેષ દૂર કરવા માટે ભગવાન તે મનુષ્યના અંતઃકરણમાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. જેથી તેને જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગે છે. રાગ દ્વેષથી ઘેરાયેલો કોઇ પણ મનુષ્ય સાચા અર્થમાં જ્ઞાની નથી. આપણે જરાક શાંતિથી વિચારીએ અને પોતાના મનને પૂછીએ કે હું મારા આ ક્ષેત્ર (શરીર) વિશે કેટલું જાણું છું. અને તેના સઉપયોગ માટે કેટલો જાગૃત છું તો આપણી પોલ ખુલી પડી જશે. આપણી પાસે જે જ્ઞાન છે. તે ડાહપણનું જ્ઞાન છે ઘણીવાર આ ડહાપણનું જ્ઞાન પણ અઘરુ લાગે છે. આથી આપણે શારીરિક દૃષ્ટિએ માનસિક દૃષ્ટિએ કે ભાવનાત્મક દૃષ્ટિએ હંમેશા કમજોર રહ્યાં છે. અર્થાત્ આપણે માત્ર કહેવા ખાતર ભલે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રી કહેવાઇએ. પરંતુ ખરેખર આપણે આપણી જવાબદારી નિભાવવાની બાબતમાં તો આપણે ઊંડા ઉતર્યા છે. તે જવાબદારીને સુપર નિભાવવા, ક્ષેત્ર તરીકે બતાવેલાં આખા ટોળાનાં શુંભમેળાને કાબુમાં રાખવા ગીતાજી આ અધ્યાયના સાતમા શ્લોકથી અગિયારમાં શ્લોક સુધી જે ઉપાય બતાવે છે તે જોઇએ. 91 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ક્ષેત્ર શરીર, એનો ક્ષેત્રજ્ઞ આત્મા છે. એના માટે શેય વસ્તુ પરમાત્મા છે. આત્મા જ્યારે પરમાત્માને જાણે ત્યારે એમાં અભૂત બળ આવે છે દિવ્ય શક્તિ પ્રગટે છે. પછી આ બધા સમુદાયને અંકુશમાં રાખી શકે છે. | ‘અમાનિત્વમ્' વિનમ્રતા પાસે પૈસો હોય, ધન સંપત્તિ, બુદ્ધિ હોય, બળ હોય, સંઘબળ, વિદ્યા હોય, ગુણ હોય, પદ હોય ત્યાં આપણામાં વિનમ્રતા ન હોય તો ગાડી આગળ વધતી નથી. વિનમ્રતા કેળવવું આમ બહુ કઠણ છે પરંતું સાચા ભગવદીયજનો હંમેશા વિનમ્ર હોય છે જેમ આંબાના વૃક્ષ પર કેરીઓ આવે કેરીઓ મોટી થાય તેમ આંબો નમે છે. તેમ ભગવદીયમાં ગુણોની વૃદ્ધિ થતાં વિનમ્રતા વધે છે. સદ્ગુણોના વિકાસની સાથે વિનમ્રતા પણ વધવી જોઇએ જ્યાં સુધી વિનમ્રતા ન હોય ત્યાં સુધી તેનામાં સજ્જનતાના ગુણો વિકસતાં નથી. આપણાંમાં વિનમ્રતા ન હોય તો ભગવાનના અનન્ય ભક્ત એવા ભગવદીયોનો સંગ કરવો. જો તેમના કથન પર વિશ્વાસ મુકવામાં આવે તો ચોક્કસ કૂળસિદ્ધ થાય છે. કારણ કે તેમના હૃદયમાં ભગવાનને મેળવવાની તાલાવેલી હોય છે તેમનાં દેહ વાણી ઇન્દ્રિય અલૌકિક હોય છે. દુઃખમાં વિવેક ધારણ કરે, આશ્રય દેઢ હોય, સુખમાં અભિમાન નહોય. આખા ક્ષેત્રને જીતવા માટે સૌથી મોટો સગુણ એ આવિનમ્રતા છે. વિનમ્રતા આગળ અહંકાર ટકતો નથી. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં વિનમ્રતા માટે દિનતા શબ્દનો પ્રયોગ કર્યો છે. અહંકારને નાથવા માટે દિનતાની આવશ્યક્તા છે. શ્રી ગોકુલનાથજીએ કલ્યાણ ભટ્ટને વૈષ્ણવપણાની શિક્ષા આપી તેમાં સત્તરમી શિક્ષા તરીકે દીનતા નો સમાવેશ થાય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭૭ ત્યાર પછી આવે છે દંભ. બીજા પર પ્રભાવ પાડવા માણસને દંભ બહુ ગમે છે. દંભનો બીજો અર્થ પાખંડ, અર્થાતુ આપણે જેવા છે તેવા ન દેખાડવાનો પ્રયત્ન કરવો એનું નામ દંભ કે પાખંડ. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને વૈષ્ણવનું છઠું લક્ષણ બતાવે છે તેમાં પાખંડ દંભનો સમાવેશ થયેલ છે. આપશ્રીએ અહીં કરેલ આજ્ઞા પ્રમાણે વૈષ્ણવે સેવા અને સ્મરણ કરવાં, ભગવદ્ ધર્મમાં પાખંડ બતાવ્યો નહિં. બકાસુર વધની સુબોધિનીજીમાં અને જલભેદ ગ્રંથમાં સૂકી નદીનું દૃષ્ટાંત કહેલું છે એવું ન કરવું. કોઇને દેખાડવા માટે કે સમાન પ્રતિષ્ઠા માટે અગર પોતાના ઉદ્ધાર માટે સેવા કરવી નહિં. પોતાનો સહજ ધર્મ સમજીને જેમ બ્રાહ્મણ ગાયત્રી મંત્ર જપે તેમ, સેવા કરવી.’ પછી આવે છે અહિંસા. અહિંસા એટલે મન, વચન અને શરીરથી કદી કોઇને કિંચિતમાત્ર પણ દુઃખ ન દેવું. કતભેદથી હિંસા ત્રણ પ્રકારની હોય છે. કત એટલે પોતે હિંસા કરવી, કારિત એટલે કોઇની પાસે હિંસા કરાવવી. અને અનુમોહિત એટલે હિંસાનું અનુમોદન સમર્થન કરવું. શ્રી ગોકુલનાથજી અહિંસા ને વૈષ્ણવનું અગિયારમું લક્ષણ ગણાવે છે. અહિંસા નો ભાવ કેળવવા માટે હંમેશા પ્રસન્ન ચિત્ત રહેવું! બધા પ્રત્યે સમભાવ કેળવવો. સર્વના સુખમાં પોતાનું સુખ માનવું. કોઇના દુઃખથી દુઃખી થવું. આપણું કોઇ કશું બગાડતું નથી. જે કંઇ સુખ, દુઃખ છે. એ કર્મ નિર્મિત છે. તેમ માનવું. આમ લોભ, લાલચથી પર રહીને સર્વ પ્રત્યે સમભાવ કેળવવાથી અહિંસા ભાવ આપો આપ આવી જશે. શ્રી ગોકુલનાથજી વૈષ્ણવના બીજા લક્ષણમાં ‘પ્રાણી માત્ર પર દયા રાખવી’ની આજ્ઞા કરે છે. કેવૈષ્ણવે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. કીડીથી કુંકર હાથી, સુધી બધા જીવોને સરખા ગણવા. 92 Page #93 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સહિષ્ણુતા એટલે કે મનુષ્ય પોતાની પાસે શક્તિ. સામર્થ્ય હોવા છતાં પણ અપરાધ કરવાવાળા પ્રત્યે સહેજ પણ અભાવની લાગણી ન રાખે. અર્થાત્ તેના પ્રત્યે ક્ષમાભાવ રાખે, સહિષ્ણુતાના આ ગુણ માટે શ્રી ગોકુલનાથજી વૈષ્ણવનું ત્રીજુ લક્ષણ ‘સદા પ્રસન્ન રહેવું.’ ચોથું લક્ષણ ‘ક્રોધ ન કરવો.’ અને પાંચમું લક્ષણ ‘ભગવાનનો દૃઢ આશ્રય રાખવો' માં સામાવિષ્ટ થયેલ છે. પ્રથમમાં સુખ, દુ:ખમાં પ્રસન્ન રહેવું એટલે કોઇ મનુષ્ય દ્વારા, કોઇ દુઃખ કે તિરસ્કાર કરવામાં છતાં સહેજ પણ મનમાં લાવ્યા વિના પ્રસન્નતા રાખવી. આપનું કોઇ કંઇ બગાડે છતાં ક્રોધ ન કરવો. અને ગમેતે પરિસ્થિતિમાં ભગવાનનો દૃઢ આશ્રય રાખવો. અર્થાત્ ભગવાન સિવાય મારું કોઇ કશું લગાડી શકાતું નથી. ૧૭૮ આમ ક્યારેક અમુકે દુઃખ દીધું કે અપરાધ કર્યો એવું જ્યારે થાય તે સમયે એવો આપોઆપ વિચાર આવ્યો જોઇએ કે મારું કોઇ કશું બગાડી કરી શકતું નથી. આપણો બગાડ કે અપરાધ કરનાર પ્રત્યે સહેજ અભાવ ન આવે તે સાચો સહિષ્ણુ કહેવાય. સહિષ્ણુતાની ચમક સરળતા (સાર્જવમ્)ના ગુણ પર આધારિત છે તેનો એ અર્થ છે કે કોઇ પ્રકારના કપટ વિના મનુષ્ય એવા સરળ થવું જોઇએ કે તે શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદ્બોધન કરી શકે, તેની સાથે દરેક બાબતે મન, વચન વાણી અને શરીરથી સરળ સીધાપણું હોવું જોઇએ. આનો અર્થ એ થાય કે મનની સરળતા વ્યંગ, નિંદા, ચાડી વગેરે ન કરવા, મર્મસ્પર્શ તેમજ અપમાનજનક વચનો ન બોલવાં તથા સરળ, પ્રિય અને હિતકારક વચનો બોલવા, આ વાણીની સરળતા છે. શરીરની સરળતામાં છળ, કપટ, ઇર્ષા, દ્વેષ વગેરે ન રાખવામાં છે. 93 ૧૭૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સરળતા અને સત્યને પામવા માટે સદ્ગુરુની આવશ્યક્તા હંમેશા રહે છે. ગુરુ માટે ગીતા અહીં આચાર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. ભૌતિક, આધ્યાત્મિક કોઇ પણ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્તી માટે સદ્ગુરુની આવસ્યક્તા છે. આથી દરેકે સદ્ગુરુના શરણે જવું જોઇએ. ગુરુ એ જ્ઞાન પ્રાપ્તીનું માધ્યમ છે. આ માધ્યમ મનુષ્યરૂપે હોય કે બીજા કોઇ સ્વરૂપે હોઇ શકે. તેના પર શ્રદ્ધા અને વિશ્વાસ તે ગુરુની સાચી સેવા છે. આવી સેવાથી ગુરુ પ્રત્યે ઇશ્વર બુદ્ધિ પેદા થાય છે. ગુરુ ઇશ્વર નથી પણ ગુરુ પ્રત્યે ઇશ્વર બુદ્ધિ શિષ્ય માટે જરૂરી છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર ગણે છે. શ્રદ્ધા, વિશ્વાસથી સેવા કરે છે તેવી જ શ્રદ્ધા, વિશ્વાસની બુદ્ધિથી ગુરુને ઇશ્વર ગણીને સેવા કરવી જોઇએ. આવી સદ્ભાવના રાખીને આચાર્યોની સેવા કરે એ આચાર્યોપાસન કહેવાય છે. પવિત્રતા એટલે અત્યંતર શૌચ અને બ્રાહ્ય શૌચ. બાહ્ય શૌચ એટલે સ્નાન અધિક પવિત્રતા, અત્યંતર એટલે સૌનું સારું ચિતવવું. સ્થિરતા એટલે આધ્યાત્મિક ભૂમિકા એ યોગ્ય સ્થાને પહોંચ્યા પછી તેમાંથી જરા પણ વિચલિત ન થવું. મિથ્યા અહંકારનો અર્થ છે. પોતે આ શરીર છે એમ માનવું. જ્યારે મનુષ્ય એમ સમજે છે કે પોતે શરીર નથી પણ ચેતન આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહંભાવને પામે છે શ્રી વલ્લભાચાર્યએ પુષ્ટિ વ્યક્તિમાં સૌથી બાધક અહંમ મમતાને ગણ્યા છે જેની આગળ પર વિસ્તૃત ચર્ચા થયેલ છે. મનુષ્ય જન્મ, મૃત્યુ જરા તથા વ્યાધિને બધી અવસ્થાઓ દુઃખનો વિચાર કરવો. જીવે માતાના ઉદરમાં નવ મહિના સુધી રહીને અનેક દુઃખ સહન કરવું પડે છે. જેવી રીતે નિભાડામાં માટલું પાકે છે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એવી જ રીતે જન્મ પહેલાં માતાના ઉદરમાં બાળક જઠરાગ્નિમાં માટલું પાકતું રહે છે. માતાએ ખાધેલું મીઠું, મરચું વગેરે ક્ષાર અને તીખા પદાર્થોથી બાળકના શરીરમાં બળતરા થાય છે. આ ઉપરાંત ગર્ભાશયમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ પણ બાળકને કરડતાં રહે છે. પછી બાળક બોલતું હોતું નથી. તેથી તેના દુઃખોની વ્યક્ત કરી શકતો નથી. તેથી રડ્યા કરે છે આવા અનેક દુઃખો જન્મ અને બાળપણમાં રહ્યાં કરે છે. યૌવનમાં પણ દુઃખોનો પાર નથી. વૈચારિક ઘર્ષણને કારણે અનેક જગ્યાએ અપેક્ષાઓ, લાગણીઓ, માન, અપમાન, દોષણ થતું લાગે છે. તેનાથી ઉત્પન્ન થતી લાગણીઓ દુઃખમાં પરિણમે છે. આ ઉપરાંત આજીવિકા માટે દોડદોડ અને લૌકિક અનેક જવાબદારીઓ જેવાં અનેક દુઃખો યુવાન અવસ્થામાં આવતાં હોય છે. વૃદ્ધાવસ્થામાં માણસને શારીરિક અને માનસિક દુઃખોનો પાર હોતો નથી. શારીરિક રીતે હરવા ફરવા અને ઉઠવા બેસવામાં અનેક કષ્ટ પડે છે. કુટુંબીજનો વૃદ્ધજનની મનોવૃત્તિ સમજવા તૈયાર ન હોય, તેમની આવી અવસ્થામાં કુટુંબીજનો તેમના પ્રત્યેની પોતાની જવાબદારીઓ ભૂલે છે. જેને કારણે આપણી અણમોલ ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આ કેવી વિકૃત્તિ! કેટલું દુઃખ! આવા વૃદ્ધપણાના અનેક દુઃખોનો વિચાર છે. મૃત્યુનું દુઃખ પણ એટલું ત્રાસદાયક હોય છે કારણ કે અનેક જાતના રોગ અને ત્રાસ, મુંઝવણ પછી મૃત્યુ થાય. એવું કહેવાય છે કે મૃત્યુને સમયે જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે ત્યારે હજારો વીંછી શરીરમાં એક સાથે ડંખ મારતા હોય, એવી પીડા થાય છે. આમ સુખ અને દુઃખ તો સંસારી જીવનની આનુષંગિક ઘટનાઓ છે. ગીતાના મતે મનુષ્ય દુઃખ સહન કરતાં શીખવું જોઇએ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૮૧ સુખ તથા દુઃખનાં આવાગમનને કોઇ અટકાવી શકે નહીં. તેથી મનુષ્ય એ ભૌતિકવાદી જીવનથી અનાસક્ત રહી બંન્ને સંજોગો માટે સજ્જ થવું જોઇએ. જો જગત ઉપરથી આસક્તિ ઓછી થાય. અને સર્વિચાર પ્રગટે કે ઇશ્વરે જે આપ્યું છે એ સારે રસ્તે વાપરી લઇએ. આ શરીર, મન ધન એ સારે રસ્તે વાપરાશે તો ભગવાન રાજી થશે. એ જ જીવનનો ખરો આનંદ અને તાત્પર્ય છે. | ગીતા તો ત્યાં સુધી કહે છે સંતાનો, પત્ની તથા ઘર વગેરેથી વિરક્ત બનો. અર્થાતુ તેના પ્રત્યે મમત્વ ન રાખવું. એનો અર્થ એમ નથી તેના પ્રત્યે લાગણી. સ્નેહ ન રાખવો, ન તો આપણી ફરજથી પલાયનવાદ કેળવો, તેમ જે કંઇ કરો એ ફરજના ભાગરૂપે કરો તેમને સુખી કરવા એ આપણી ફરજ છે તે સમજીને કરો. પરંતુ તેમની પાસેથી સુખ લેવાનો ઉદ્દેશ્ય ન રાખવો. આમ કરશો તો સમાસક્ત ભાવ આવશે. આ રીતે અનાસક્તભાવ, ઇષ્ટ કે અનિષ્ટ પરિસ્થિતિમાં મનનું નિત્ય સમત્વ, ભગવાનમાં અનન્યભાવે ભક્તિ, એકાંત સ્થાનનું સેવન, જનસમુદાયના ઘોઘાટ પ્રત્યે અરૂચિ, અધ્યાત્મભાનને વિષે દઢતા, તત્વજ્ઞાનથી કે પ્રાપ્ત કરવાનું છે તેની આ બધું જ્ઞાન આનાથી વિપરિત હોય તે અજ્ઞાન કહેવાય. એ આપણે સારી રીતે સમજી લેવું જોઇએ. પરમતત્વ અને તેના સ્વભાવ કે સ્વરૂપ વિશે માહિતી એટલે જ્ઞાન, જ્ઞાનનો આ અર્થ સીમિત છે પણ એ જ્ઞાન જાણી આપણા વર્તનમાં ફેર પડવો જોઇએ. ચિત્તની સ્થિરતા અને સારા સંસ્કારો કે ગુણો આવવા જોઇએ. આમ ભગવાને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞની જાણકારી આપી. ક્ષેત્રને જાણવાની પદ્ધતિ પણ આપી. હવે ભગવાન શેયને સમજાવી રહ્યાં છે. 94 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જાણકારી એ પ્રાથમિક જાણકારી છે. વિદ્યાત્મક નથી. ખરેખર વિદ્યાતત્મક અર્થાતુ યોગ્ય હોય તો તે જોય છે. આ જોય એટલે પરમતત્વ. અને પરમતત્ત્વ એટલે જે ભૌતિક જગતથી પર છે. આ પરમતત્વમાં આત્મા અને પરમાત્માનો સમાવેશ કરવામાં આવેલ છે. આત્મા અને પરમાત્તમાને જાણીને મનુષ્ય સાચી શાંતિ અનુભવે. જીવનના અમૃતનું આસ્વાદ કરી શકે છે. આવા શેય તત્વનું સગુણ નિરાકાર રૂપનું વર્ણન કરતાં. ભગવાન આગળ કહે છે કે ભૌતિકવાદીઓ. નાસ્તિકો મારા સ્વરૂપને સમજી શકતાં નથી. કારણ કે તેમને માની લીધેલાં એવા કોઇ સ્થળ રૂપે મારું અસ્તિત્વ નથી, પરંતુ જેમ સૂર્ય પોતાના અનંત કિરણો ચોમેર પ્રસારીને અવસ્થિત હોય છે. તેવી જ રીતે પરમતત્વ તરીકે હું અવસ્થિત છું. અર્થાત્ સ્થૂળ રૂપે નહિં પણ નિરાકાર રૂપે જગતમાં સર્વવ્યાપી સ્વરૂપે આ બધી ઇન્દ્રિયો મારી પાસે મોજુદ છે. જેથી આ બ્રહ્માંડની દરેક ગતિવિધિઓ પર હું બારીક નજર રાખી શકું છું. દરેક જીવમાં ચેતનરૂપે રહેલ આત્મા એ જ પરમાત્મા રૂપે હું છું. જીવ હાથથી જે વસ્તુ પકડે છે તે જ પરમાત્મા સ્વરૂપે હું પકડું છું. તે જ રીતે કુલની સુગંધ પણ હું માનું છું. આમ હું ઇન્દ્રિય રહિત હોવા છતાં મારી ઇન્દ્રિયો તો અનંત છે. ભગવાનની આ વાણી સાંભળીને આપણે એ સવાલ થાય કે પરમતત્વ તરીકે ભગવાન સર્વવ્યાપી હોય તો શું પરમાત્મા સર્વજીવોમાં વિભક્તિ થયેલાં છે? તેના જવાબમાં ભગવાન કહે છે કદરેક જગ્યાએ વિભક્તરૂપે સર્વના સર્જન પોષણ અને સંહારનું કારણ હું છું. જ્યોતિઓની પણ જ્યોતિ, તમસથી પર, જ્ઞાનરૂપ, શેય અને જ્ઞાનગમ્ય, સર્વના હૃદયમાં બિરાજમાન હું છું. ક્ષેત્ર, જ્ઞાન અને શેય વિશે જે કંઇ મેં કહ્યું છે તે બરાબર જાણીએ તો ભગવદ્ભાવને યોગ્ય થવાય. ગીતા પ્રકૃતિ અને પુરુષ બંન્નેને અનાદિ ગણે છે. તેથી આ બંન્ને ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૮૩ પદોને ફરિથી સારી રીતે સમજવી લેવા જોઇએ. પ્રકૃતિ એટલે જગત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એ પાંચ મહાભૂત તથા મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકારની અપરા પ્રકૃતિ છે. આ સિવાય ચેતના યુક્ત સત્તા તે પરા પ્રકૃતિ છે. આ બંન્નેના સંયોજનથી જગતની ઉત્પત્તિ થઇ છે આમ પ્રકૃતિ અનાદિ છે. સ્થૂળ શરીર નાશવંત છે. પણ પ્રકૃતિ ક્યારે પણ નાશવંત નથી. આ પ્રકૃતિ જેને આપણે ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. અહીં એ બાબત નોંધી જોઇએ કે સ્થૂળ શરીર એ ક્ષેત્ર છે. પરંતું પરાપ્રકૃતિ ચેતના અર્થાતુ આત્માએ શરીર ક્ષેત્રનું ક્ષેત્રજ્ઞ બને છે. આ શરીર ક્ષેત્રનું પરમતત્વ આત્મા છે. તેથી આત્માને શરીરક્ષેત્રનો પુરુષ કહેવાય. અર્થાત્ શરીરનો માલિક કહેવાય. અપરા અને પરા બંન્ને પ્રકૃતિથી જે જગત બન્યું છે. બ્રહ્માંડ બન્યું છે. તેનો માલિક પરમાત્મા છે જે જગતનો પુરુષ કહેવાય. અથોતું. આ પરમાત્મા સિવાય જે કંઇ છે તે પ્રકૃતિ છે જે ક્ષેત્ર છે. પરમાત્મા પુરુષ ક્ષેત્રજ્ઞ છે. જીવોમાં શરીર તથા ઇન્દ્રિયોના વિભિન્ન પ્રગટીકરણો અપરા પ્રકૃતિને આભારી છે. અર્થાત્ અપરા પ્રકૃતિની કાર્યશૈલીની અસર પરા પ્રકૃતિ આત્મા પર પડે છે. આત્મા કર્મના બંધનથી બંધાય છે. શરીરક્ષેત્ર. અપરાપ્રકૃતિ જેવું કર્મ કરશે. તેને સાક્ષીભાવે ભોગવવા માટે આત્માને હાજર રહેવું છે. એ નોંધવું જરૂરી છે. કર્મના ભોગવટામાં શરીર આવે છે. આત્મા તો માત્ર સાક્ષીભાવે તે જુવે છે આત્માને ક્યાંક બોગવટો આવતો નથી. આ રીતે શરીર અને આત્માની વિભિન્નતા સારી સમજવી લેવાથી શરીર પ્રત્યેનો મોહ નાશ પામશે. આ મોહ નાશ પામતા પુનર્જન્મમાંથી મુક્તિ પમાય છે. કારણ કે પુનર્જન્મનું મુખ્ય કારણ મોહ માયા છે. 95 95 Page #96 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૮૫ ૧૮૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ મોહભગ્ન થવા માટે પ્રત્યેક જીવે પુરુષ અર્થાત્ પરમતત્વનો આશરો લેવો જોઇએ કારણ કે પરમાત્મા પરમતત્વ (આત્મા) તરીકે દરેક જીવપ્રાણીમાત્રમાં મોજુદ છે. બાકી બીજુ જે કંઇ દેખાય છે એ બધાનો નાશ થવાનો છે. આમ શ્રદ્ધાળુ મનુષ્યો જ્ઞાનનાં નેત્રોથી શરીર (ક્ષેત્ર) અને શરીરના જ્ઞાતાની (ક્ષેત્રસ) વચ્ચેના ભેદને ઓળખે અને અપરપ્રકૃતિ (મોહ માયા)ના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે તો તે જરૂરી પરમધ્યેયની પ્રાપ્તિ કરી શકે છે. અધ્યાય : ૧૪ ભગવાને તેરમા અધ્યાયના અંતે કહ્યું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદને પારખીને મને પ્રાપ્ત કર. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે આ ભેદને પારખવો કેવી રીતે? તેને જાણવા માટે ક્યું જ્ઞાન જરૂરી? અને એ જ્ઞાનનો મહિમા શું છે? બધા તે જ્ઞાનની પ્રાપ્તિ માટે સરળ ઉપાય ક્યા છે? આનુ વર્ણન ચૌદમા અધ્યાયમાં આવે છે. બંધન બે થી થાય છે એક પ્રકૃતિ થી (હું શરીર છું. એવા અહંમ ભાવથી) અને પ્રકૃતિના કાર્ય ગુણોથી (શરીરની ઇન્દ્રિયોના ભોગથી તેમાં મમતા કેળવવાથી). પ્રથમ પ્રકૃતિથી થતાં બંધનમાંથી મુક્ત થવા ભગવાને તેરમા અધ્યાયમાં વર્ણન કર્યું. હવે સત્વ, રાજસ અને તમસ થી પ્રકૃતિના કાર્ય ગુણોમાંથી કેવી રીતે મુક્ત થવાય તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી આ અધ્યાયને ‘ત્રિગુણયોગ’ અધ્યાય કહેવામાં આવ્યો છે. ભગવાન મૂળવિષય તરફ જતાં પહેલાં જ્ઞાનનો મહિમા બતાવતાં કહે છે કે હું ફરીથી તને ઉત્તમમાં ઉત્તમ એવું જ્ઞાન આપું છું. જે જ્ઞાનથી મોટા મોટા મહર્ષિઓ પણ સંસારથી મુક્ત બની ગયા છે. આ જ્ઞાન તો એવું છે કે જેનાથી અનેક ભક્તો મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શક્યા છે. અને જન્મ મરણના બંધન માંથી મુક્ત થયા છે. 96 Page #97 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતા જ્ઞાનની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં કહે છે કે જગતનો કર્તા, કર્તા અને ભોક્તા કોણ છે? તે રહસ્યને જાણવું એ જ સાચુ જ્ઞાન છે. અને તે જાણ્યા પછી બીજું કંઇ જાણવાનું રહેતું નથી અને એ જાણ્યા પછી સંસારના બંધનમાંથી મુક્ત થવાય છે. જ્ઞાન પ્રાપ્તી માટે અનેક પદ્ધતિઓ છે પરંતું આ બધામાં પરમાત્માની કૃપા આવશ્યક છે. માત્ર સાંભળીને શીખી લેવું, માગી લેવું કે તપ તપશ્ચર્યાથી જ્ઞાન પ્રાપ્ત એવું નથી. જો પરમાત્માની કૃપા હોય તે એકાદ નાના પ્રસંગથી એકદમ તે જ ક્ષણે થઇ જાય છે. વાલીયા લૂંટારાને તેમનાં બૈરી છોકરાંઓએ, તેમનાં પાપમાં ભાગીદાર બનવાની ના પાડતા તેમને માયા નકામી છે. અને પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ છે. તેવું જ્ઞાન થયું. કવિ કાલિદાસને તમે કામાતૂર છો. તેટલું જ તેમની પત્નીએ કહ્યું અને તેમને સંસારનો ત્યાગ કર્યો, ભક્ત ધ્રુવને તેમની ઓરમન મા એ કહ્યું કે તને પિતાનો ખોળામાં બેસવાનો અધિકાર નથી. તેથી તેને લાગી આવ્યું. તેથી તેઓ સંસારનો ત્યાગ કરી પરમત્વની પ્રાપ્તી માટે નીકળ્યા. ગૌતમ બુદ્ધની વાત લો, તેમને સંસારમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિનાં મનુષ્ય જોયાં અને સંસારનો ત્યાગ કર્યો. કલિંગના યુદ્ધ પછી નિર્દોષ લોકોની ખુવારી જોઇને, અહિંસા તરફ વળ્યા, આવા તો અનેક ઉદાહરણો છે કે સાચા જ્ઞાનની પ્રાપ્તી પરમાત્માની કૃપા ઉપર આધારિત છે જો કૃપા હશે તો જ્ઞાન, કોઇ તપ તપશ્ચર્યા કે સાધના વગર પણ પ્રાપ્ત થાય છે. ૧૮૬ જ્ઞાનથી સંસારના બંધનમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહિં પરંતું પરમાત્મા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ભાગવદ્ કથા આવે છે શુકદેવજીએ જન્મ થતાંની સાથે ઘર છોડ્યું અને જંગલમાં તપ કરવા ચાલી નીકળ્યા. મારે સંસારમાં ક્યાંય બંધાવું નથી. વ્યાસજી ઇશ્વરનો અવતાર છે. તેને વિચાર થયો કે દીકરાની પાછળ ક્યાં દોડું, બેઠા બેઠા જ પોતાના ઐશ્વર્યથી વૃક્ષ, વેલી, પાંદડા, 97 ૧૮૭ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઝાડ, છોડમાં વ્યાપક રહીને અવાજ કર્યો કે શુકદેવ, પાછો વળ, વ્યાસજી ઇશ્વર અવતાર હતા તો એમની પાસે આવી યોગ કળા સહજ હોય તેથી તમામ વૃક્ષ, તેમના પાંદડા બોલી ઉઠ્યા કે શુકદેવ પાછો વળ, શુકદેવજીએ એ જ માધ્યમથી જવાબ આપ્યો. એટલે વૃક્ષ, વેલી, પાન, પથ્થર બોલી ઉઠ્યાં પાછો નહિં આવું પિતાજી, પાછો નહિ આવું. જ્ઞાનની તાકતથી શ્રીશુકદેવજીએ પરમાત્મા જેવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી. શ્રી શુકદેવજી જેવું સામર્થ્ય આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્ય અને પિતૃચરણ શ્રી ગુસાંઇજી મહારાજ તથા સમસ્ત વલ્લભકુળમાં પણ છે. જેનું પ્રતિપાદન આપશ્રીનો ૮૪ અને ૨૫૨ વૈષ્ણવોની વાર્તાઓમાંથી થાય છે. આમ સંસારના બંધનમાંથી મુક્તિનો આધાર પ્રકૃતિના ગુણ પર છે જેને ધ્યાનમાં રાખીને ૧૪મા અધ્યાયમાં પ્રકૃતિ વિશે થોડીક વધુ વિગતો બતાવવામાં આવી છે. સૌ પ્રથમ ગીતા પ્રકૃતિના પ્રકટ થવાની પદ્ધતિ સમજાવે છે આ પ્રકૃતિનું ઉત્પત્તિ સ્થાન બ્રહ્મ અર્થાત્ પરમાત્મા છે. એ જ પ્રકૃતિ સર્વ જીવપ્રાણી માત્રને ઉત્પન્ન કરે છે. તેમાં ગર્ભનું સ્થાપન કરનાર બ્રહ્મ છે. પ્રકૃતિ માયા છે. જેટલી જીવકોટીઓ દેખાય છે. એ બધાનો પિતા હું છું. પ્રકૃતિ અને પુરુષ એ માતા પિતા છે. અને આ બ્રહ્માંડો એનાં બાળકો છે. પ્રકૃતિ મૂળરૂપે તો એક જ. પણ સૃષ્ટિરૂપે દેખાવા માટે એ પોતાની અંદર જ ત્રણ પ્રકારની વિવિધતા સરજાવે છે. અને પછી એ ત્રણ પ્રકારો કે રૂપોમાં અનંત રૂપોને સંયોજનો થતાં આપણી સામે અત્યંત વિવિધતાયુક્ત વિચિત્ર, વિસ્મયકારી, વૈભવ સંપન્ન સૃષ્ટિ વિલસવા લાગે છે. ટૂંકમાં પ્રકૃતિ બહુરૂપી સ્વરૂપા છે. જેથી આપણે જીદગીભર આપણી જાતને કે પ્રકૃતિ તેમજ બીજાની જાતને કે પ્રકૃતિને ઓળખી શકતાં નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રકૃતિનાં એ ત્રણ રૂપો એટલે તેના ત્રણ ગુણો, જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી ઓળખાય છે. આ ત્રણના રૂપોમાં જગત બંધાય છે. તેથી તેને નિર્ગુણાત્મક કહેવામાં આવે છે. સત્વગુણ જીવોને કેવી રીતે બાંધે છે. રજોગુણ કેવી રીતે બાંધે છે. અને તમોગુણ કેવી રીતે બાંધે છે. એ હવે જોઇએ. સત્વગુણ નિર્મળ છે. બુદ્ધિને પ્રકાશ આપે છે. એટલે ગુણ અને જ્ઞાનના અંગથી જીવને બાંધે છે. પ્રકાશ એટલે જ્ઞાન કે સાફ, સ્વચ્છ દૃષ્ટિ કે સમજણ. પૂરું દેખાય, દૂર સુધી દેખાય, જેને કારણે પારમાર્થિક અથવા લૌકિક વિષયને સારી રીતે સમજવામાં બુદ્ધિ પૂરી રીતે કામ કરે છે. અને કાર્ય કરવામાં બહુ ઉત્સાહ રહે છે. સત્વગુણ વ્યક્તિને ગુચવાળામાં નાખે છે. તેથી બુદ્ધિમાં ભ્રાંતિ ઉભી કરે છે કે મારા દરેક કર્મો ધર્મમય, પારમાર્થિક હોવાને કારણે હું સદાય મુક્ત છું. કર્મ મને ક્યારે બંધન કર્તા રહેતાં નથી. Work is Wofkship આવું જ્ઞાન તેને સત્યની શોધમાં ઉપયોગી બને છે. પરંતું જીવ આવી ભ્રાંતિમાંથી બહાર નીકળે અર્થાતુ સુખ અને જ્ઞાનનો સંગ ન કરે પોતાના ગુણાતીત સ્વરૂપનો અનુભવ કરી લે છે. આ ગુણાતીત સ્વરૂપ એ પરમાત્માના અનેક ગુણોથી યુક્ત એવા પરમતત્વનો પોતે એક અંશ છે તેવો અનુભવ કરાવે. હવે બીજો દોષ રજોગુણ છે. એ તૃષ્ણાથી ને આસક્તિથી જીવને બાંધે છે. રજોગુણરાગ સ્વરૂપે છે. અર્થાત કોઇ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના, ક્રિયા વગેરેમાં આસક્તિ તરત જ આવી જાય છે જ્યારે ૨જોગુણ વધી ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિયતૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે. રજોગુણી મનુષ્ય રાષ્ટ્ર અથવા સમાજમાં સન્માન ઇચ્છે છે. અને સુંદર સ્ત્રી સારાં સંતાન અહિત સુખી પરિવારની ઇચ્છા રાખે છે. આ રીતે જોતાં સમગ્ર ભૌતિક જગત રજોગુણી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૮૯ રજોગુણી સકામભાવથી કર્મો કરે છે. એટલે કર્મોના ફળની અપેક્ષા હોય છે. અને તેમાં પોતાનું સુખ જોવે છે આમ કર્મ અને ફળની સુખાસક્તિથી મનુષ્ય બંધાઇ જાય છે. ત્રીજો દોષ તમોગુણ છે. એ પ્રમાદ, આળસ અને નિંદ્રાથી મનુષ્યને બાંધે છે. તમોગુણમાં કર્મના ફળના પરિણામની અપેક્ષા હોતી નથી. પરંતું કર્મમાંથી મળતા સુખની અપેક્ષા તીવ્ર હોય છે. આ ત્રણે ગુણોના પ્રભાવની વાત ઉદાહરણ સાથે સમજીએ તો. જે જીવમાં સત્વગુણોનો પ્રભાવ વધુ હોય ત્યારે તે જીવ વ્રત ઉપવાસ કરીને એકદિવસ ભૂખ્યા રહેવાનું પ્રારબ્ધ ભોગવી લે છે. અને કોઇ દિવસ તે વ્રત ઉપરવાસને કારણે ભૂખ્યો રહે ખરો પરંતુ મનભાવતું જોતાં જ તેનું મોં પાણી પાણી થઇ અને ભૂલથી મોમાં તેને મૂકી દે પણ ખરો, એટલે પોતાને આજે ઉપવાસ છે. તે યાદ પણ ન રહે તે રજોગુણ, અને કોઇ દિવસ તમોગુણ નો પ્રભાવ વધી જાય ત્યારે થાક, કંટાળાને કારણે તે વ્રત ઉપવાસ જ ન કરે. સત્વ, રજ અને તમસ આ ગુણો મનુષ્યને બાંધે છે ખરા. પરંતુ આ ત્રણે ના બાંધવામાં પ્રકારમાં ફરક છે. સત્વગુણ અને રજોગુણ સંગથી’ બાંધે છે. અર્થાત્ સત્વગુણ સુખ અને જ્ઞાનની આસક્તિથી તથા રજોગુણ કર્મોની આસક્તિથી બાંધે છે. આથી સત્વગુણમાં સુખસંગ’ અને જ્ઞાનસંગ બતાવ્યા તથા રજોગુણમાં ‘કર્મ સંગ’ બતાવ્યો. પરંતુ તમોગુણમાં “સંગ' નથી બતાવ્યો. કારણ કે તમોગુણ ભોગવાદી છે. તેને માત્ર ભૌતિક ભોગમાં રસ છે. - જો સુખની આસક્તિ ન હોય અને જ્ઞાનનું અભિમાન ન હોય તો તે સુખ અને જ્ઞાનને બાંધવાવાળાં નથી થતા અર્થાત્ કર્મ અને કર્મફળમાં આ શક્તિ ન હોય, તો તે કર્મ પરમાત્માની પ્રાપ્ત કરાવવાવાળું બને છે. છે. 98 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૯0 | ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સત્વગુણ સુખમાં જોડી દે છે. રજોગુણ કર્મમાં જોડી દે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. આપણા જીવનને પ્રભાવી કરનારા આ ત્રણ ગુણો છે. જ્યારે જ્ઞાન, સમજણ અને વિવેકનું બળ વધે ત્યારે સમજી લેવું કે અત્યારે સત્વગુણ ચાલી રહ્યો છે. - જ્યારે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને પરિવારીક સુખ ભોગવે અને સાથે સાથે તે ધનનો પરમાર્થ કાર્યમાં વિનિયોગ કરે અર્થાત્ દાન ધર્માદા કરે ત્યારે સમજવું કે રજોગુણનું બળ વધ્યું છે. - જ્યારે પ્રમાદ ઉત્પન્ન થાય ત્યારે એમ થાય કે કમાવું કોને માટે? બધા સ્વાર્થનાસગા છે. કમાઈને કંઇ ઉપર નથી લઇ જવાના. માટે છોડને. આ બધી ઉપાધિ, ત્યારે આવા સંજોગોમાં કોઇ સલાહ આપે કે નવરા છો તે ભગવદ્ કથા વાર્તા કરો, ત્યારે તે જવાબ આપશે કે મારું શરીર ક્યાં સારું રહે છે. ન તો મારાથી ઉપવાસ થાય કે ન તો અડધો કલાક ભગવદ્ વાર્તામાં બેસાય. મેં ઘણા એવા લોકો જોયા છે. ભક્તો વધારે દુઃખી હોય છે અને હરામી અને પાપી લોકો વધારે સુખી હોય છે. તેની ભગવદ્ વાર્તાનો અર્થ શો? આ તો લૌકિક ડહાપણ છે. જે અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે. સત્વગુણનું કર્મફળ સાત્વિક છે. રજોગુણનું કર્મફળ દુઃખ છે. અને તમોગુણનું કર્મફળ અજ્ઞાન છે. જેવું એનું ફળ એવી ગતિ. સત્વગુણી પ્રકૃતિવાળો હોય. એ દેવ થાય છે. રજોગુણી પ્રકૃતિવાળો માણસ થાય છે. અને તમોગુણી પ્રકૃતિવાળો અસુર, રાક્ષસ થાય છે. આ ત્રણે ગુણો જીવના જન્મ સમયે નક્કી થઈ ગયેલા હોય છે. તેમ છતાં યોગ્ય વાતાવરણ, સજાગ પ્રયત્નોથી તેમાં ફેરફારનો પણ અવકાશ રહેલ છે. ટૂંકમાં આસપાસના વાતાવરણનો પ્રભાવ આ ત્રણ ગુણોનાં પ્રમાણમાં ફેરફાર લાવી શકે છે. જેને ગુણોત્કર્ષ એટલે ગુણની વૃદ્ધિ, ગુણની ચઢિયાતી સ્થિતિ, કહી શકાય છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૯૧ ગુણોત્કર્ષ બે રીતે થઇ શકે. જો તમોગુણ વધુ હોય તો તેને પ્રયત્નપૂર્વક ઓછો કરી તેને સ્થાને રજોગુણ વધારવો તે થયો રજોગુણ ઉત્કર્ષ. તે જ રીતે રજોગુણ વધુ હોય તો તેને મર્યાદિત કરીને સત્વગુણનો ઉત્કર્ષ કરી શકાય છે. આમ ગુણોની વિકાસની બાબતમાં આદર્શ એવો રાખવો ઘટે કે ક્રમેક્રમે તમોગુણમાંથી રજોગુણ અને રજોગુણમાંથી સત્વગુણ ભણી વિકાસ થાય અને ત્યાર પછી પણ ત્યાં ન અટકતાં આ ત્રણે ગુણો રહેવા છતાં જીવ આ ગુણોથી પર રહે. જીવની આવી પરિસ્થિતિને ગુણાતીત સ્થિતિ કહેવામાં આવે છે. આવી ગુણાતીત સ્થિતિ કેવી રીતે મેળવવી. પહેલા આંતરમુખી બનો અર્થાત્ અંદર રહેલ તત્વને ઓળખો, મારા હૃદયમાં કોણ બેઠાં છે? કોણ મારા હૃદયમાં બેઠેલાં તત્વને સાચી રીતે ઓળખાણ માટે બાધારૂપ બને છે? આવા પ્રશ્નોનું સારી રીતે સમાધાન કરીને ખૂબ જ સાવધાનીથી આ ત્રણ ગુણો વચ્ચેનો નાતો તોડી નાખો અને તેની સાથે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. આમ છતાં તમોગુણ આવે તો જાણી લો ચોર ફરિથી અંદર પેઠો છે. જેથી આળસ, પ્રમાદ, ઉત્સાહહીન, શ્રદ્ધાહીન, વધતા જાય છે. ધીરજ ઘટે છે. રજોગુણનો પ્રવેશ થાય તો તેને પણ ઓળખી લો. પરમાત્માનું ચિંતન કરો, જ્યારે વ્યવસાય અને સામાજિક બાબતોનું ચિંતન વધુ રહે, આ ચિંતન આપણી એકાગ્રતાને તોડી નાંખે. - સત્વગુણનો પ્રવેશ થાય તો તેને પણ ઓળખો. આ ત્રણને સારી રીતે ઓળખી પ્રભુનું ચિંતન કરો તો જરૂર આ જીવ આ ત્રણે દોષોના કાર્યોમાં લપાતો નથી. આવી પરિસ્થિતિમાં રખે એવું માનતા કે આ એનામાં ગુણો નામશેષ થઇ ગયા છે. અહીં ગુણોનો નાશ થતો નથી કારણ કે ગુણો તો 99 Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રકૃતિનો જ ભાવ છે તેથી જ્યાં સુધી પ્રકૃતિ હોય ત્યાં ગુણો હોવાના જ. પણ તેણે પોતાની જાતને ગુણોની ક્રિયામાં સંડોવવાનો ઇન્કાર કરે છે. રામલીલા નું સ્ત્રીપાત્ર કોઇ પુરુષ ભજવે, ત્યારે તે સ્ત્રીનાં કપડાં પહેલે, બોલી, ચાલી હાવભાવ બધું એવું જ છે. તેમ છતાં તે ક્યારે પૌરૂષતત્વ ગુમાવી દેતો નથી. એ તખતા ઉપર તે સમય પૂરતું સ્ત્રીપાત્ર ભજવે છે એટલું જ. એમ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં ગુણો તો હોવના જ પણ તેને પોતાની જાતને ગુણોની ક્રિયામાં સંજોવવાનો ઇન્કાર કરી દીધો છે. વરસાદ પડે ત્યારે છત્રીના ઉપયોગથી વરસાદ સાથેનો આપણો નિસ્તંબ તૂડી જાય છે. તેમ ગુણો પણ જીવનું કંઇ પણ ન બગાડી શકે. એને ગુણાતીત કહેવાય. જિજ્ઞાસુ અર્જુને ભગવાનના મુખથી ગુણાતીત સ્વરૂપ વિશે જાણીને, ભગવાનને પૂછે છે કે ભગવાન આ તો ખૂબ ઉચ્ચ સ્થિતિની વાત છે. આવા ત્રિગુણાતીતી આભાસો આ ધરતી ઉપર હશે ખરા? તેમનું આચરણ કેવું હોય છે? ક્યા લક્ષણોથી તેઓ ત્રિગુણાતીત બને છે? અર્જુનના આ ત્રણ પ્રશ્નોનો ઉત્તર ભગવાન પાંચ શ્લોકોમાં આપે છે. સૌ પ્રથમ ગુણાતીતીતના લક્ષણો જોઇએ છે. (૧) આત્મારૂપે રહે છે. ઘરમાં સંપત્તિ આવે કે જાય, તેમ છતાં તેના મનમાં જ્યારે પણ આનંદ થતો નથી. આ ઉપરાંત કોઇ પ્રત્યે દ્વેષ, ઇર્ષા કરતો નથી. (૨)સાક્ષીભાવે રહે છે. ભૌતિક જગતની બધી ક્રિયા ઇન્દ્રિયતૃતી માટે નહિ પરંતુ આત્માના ઉન્નતિના ભાગ રૂપે રહે છે. યા ને આત્મ સંતોષ માટે રહે છે. 100 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૯૩ (૩) મિથ્યાપણાથી હંમેશા દૂર રહે છે. પોતે કોઇ ભૌતિક કે આધ્યાત્મિક ક્રિયા કલાપ કરશે. તેમાં યોગ્ય સિદ્ધિ મેળવશે. તો પણ તેને તેમાં સહેજપણ સ્વભિમાન રહેશે નહિં. આ ઉપરાંત મિથ્યા માન અપમાનથી એ સહેજ પણ પ્રભાવિત થશે નહિં. (૪) સમભાવ સમદષ્ટિથી જગતને નિહાળે છે. કોઇના પ્રત્યે શત્રુભાવ કે મિત્રભાવ નહીં. અરે, જગતના બધા જીવો પ્રત્યે સમભાવ રાખશે કોઇને ઉંચ નીચ નહિં ગણે. (૫) ધીર અને સ્વસ્થ રહેશે. ભૌતિક કે આધ્યાત્મિક ક્રિયા કલાપો વખતે હંમેશા ધીરજ રાખશે, સફળતા મેળવવા માટે ઉતાવળ નહિં કરે, અને જો નિષ્ફળતા મળે તો પણ નિરાશ નહિં થાય પણ સ્વસ્થ રહીને નિષ્ફળતાને પચાવી લેશે. ગુણાતીતનાં આ લક્ષણોમાં સુખદુઃખમાં સમાનતા, સમભાવ ધીરતા અને સ્વસ્થતા જેવા લક્ષણો જોયાં, આવા લક્ષણો આપણે અગાઉના અધ્યાયમાં સ્થિતિપ્રજ્ઞનાં લક્ષણોના સંદર્ભમાં થોડાક શાબ્દિક ફેરફાર સાથે જોયા, આવી ગુણાતીત સ્થિતિઓ માટે સાચો અધિકારી કોણ છે? તેના ઉત્તરમાં ભગવાન કહે છે. દૃઢ ભક્તિથી જે મને જાણે એ ગુણાતીત બની જાય છે. જેના મનમાં દૃઢ નિષ્ઠા હોય કે ભગવાનનો હું ભક્ત છું. પરમાત્માની કૃપાથી ત્રણ ગુણથી પર છું. એમાં શંકા ન થાય. થોડાક માનસિક વિચારો બદલવા પડે. આમની દિશા નક્કી કરી, તેની ઉધ્વગામી બનાવો, આ રીતે કર્મની ચોક્કસ કેડીએ ચાલીને આધ્યાત્મિકની સાચી દિશા પકડી શકાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૫ ભગવાને ચૌદ અધ્યાયમાં સત્વ, રજસ, તમસ એવા ત્રિગુણોથી પર ગુણાતીત બનવા માટે, મારી દૃઢ ભક્તિ કર, મારો દેઢ આશ્રય કર, તેમ કહે છે પરંતું આવી દેઢ ભક્તિ છે. દંઢ આશ્રય આપણે, ધારીએ છીએ તેમ તે સહેલો નથી. કારણ કે તેમ કરવા માટે સંસારની, શરીરની અનેક વિટંબણાઓ આવે આ વિટંબણાને પાર કરી પ્રભુ સાથે સંબંધ સ્થાપિત કરવા, ભગવાને આ અધ્યાયમાં વિસ્તૃત ચર્ચા છે. જેથી ભક્તજનોનો પોતાનામાં દૃઢ આશ્રય નિશ્ચય થાયતેથી આ અધ્યાયને ‘પુરુષોત્તમયોગ’ કહ્યો છે. આ અધ્યાયને પાંચ વિભાગમાં જોઇએ તો પ્રથમ ૧થીપ શ્લોકમાં સંસારનો પરિચય કરાવ્યો છે. ૬થી૯ શ્લોકમાં જીવ શિવનો સંબંધ બતાવ્યો. ૧૦થી૧૧માં જ્ઞાની અને અજ્ઞાની વિશે કહ્યું છે. ૧૯થી૨૦ શ્લોકમાં મુક્તિનો નિર્દેશ કરેલ છે. આમ અધ્યાયને સંપૂર્ણ રીતે સમજવા પ્રયત્ન કરીએ ભગવાનની લીલાની ગહનતા, વિશળતા, વિવિધતા અને વિલક્ષણતાનો અદ્ભૂત પરિચય મળે છે. આ અધ્યાયના આરંભમાં સંસારનો પરિચય કરાવવા ભગવાન સંસારને અશ્વત્થ (પીપળો) રૂપે સરખાવવી સંસારનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. આ અશ્વત્થનું વૃક્ષ એવું છે જેનાં મૂળિયાં આકાશમાં છે. ડાળો અને પાંદડા નીચે છે. આ બહુ વિચિત્ર લાગે તેવી 101 ૧૯૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સરખામણી છે કારણ કે આપણા શાસ્ત્રોમાં પીપીળાને પવિત્ર ગણ્યો છે. જ્યારે સંસારને નરકગામી ગણ્યો છે. ત્યારે ગીતા જ્યારે અપવિત્રને પવિત્ર સાથે સરખાવે છે. ત્યારે થોડુંક વિચિત્ર લાગે. આમ છતાં ગીતાનું કોઇ તત્વજ્ઞાન, વિચાર કે રૂપક ક્યારે દોષિત નથી. આપણી ઉપર છેલ્લી સમજ, જ્ઞાન આપને દોષિત તરફ લઇ જાય છે. જો શાનને સારી રીતે સમજવું હોય તો આપણા અંતરઆત્માને જાગૃત કરો, પ્રજ્વલિત અંતરઆત્મા જ્ઞાનની સાચી દિશા બતાવશે, ગમે તેટલો દુષ્ટ મનુષ્યને સાચા સંતનો સત્સંગ થશે, તો તે દુષ્ટ મનુષ્યમાં પરિવર્તન થશે અને તે સાચો માણસ બનશે. એ જ રીતે સંસારને અશ્વત્થના વૃક્ષ સાથે સરખાવી સંસારની પવિત્રતા સાબિત કરવા ભગવાન માંગે છે. આ સંસાર એક અશ્વત્થનું વૃક્ષ છે. કે જેના મૂળિયાં ઉંચા છે. ડાળાં પાંદડાં નીચાં છે. આવું વૃક્ષ એટલે અશ્વત્થ અર્થાત્ પીપળો, પણ તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે. ‘શ્વ’ એટલે આવતી કાલ ‘ત્ય’ એટલે ટકનારો. ‘અ’ એટલે નહિં, આ રીતે તેનો અર્થ થાય છે. તો આવતી કાલે અસ્તિત્વ ન ધરાવતું હોય તે અશ્વત્થ, આમ સંસાર જો અશ્વત્થ છે તો તેનો અર્થ એ થાય છે સંસાર વિનાશી છે. આ વૃક્ષના મૂળિયાં ઉર્ધ્વ ઉંચા છે. ઉર્ધ્વના ઘણાં અર્થો છે. પરંતું અહીં તેનો અર્થ છે ઉપર નીચે, અર્થાત્ ઉર્ધ્વ એટલે ઉપર મૂળિયાં અને નીચે ડાળાં પાંદડા, હવે ઉપર મૂળિયાં એવું કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન ઉપર છે. એટલે ઉપર મૂળિયાં, કારણ કે આ સંસાર ઇશ્વરથી ઉત્પન્ન થયેલો છે. એટલે પ્રભુ ઉપર છે. ડાળાં પાંદડાં નીચાં છે. આ સંદર્ભમાં ઉર્ધ્વ એટલે ઉપર અને ઉત્તમ, કારણ કે આ સંસાર પરમાત્માની ઇચ્છાથી ઉત્પન્ન થયેલો છે. એટલે ઉત્તમમાંથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઉત્તમ ઉત્પન્ન થયું છે. પ્રકૃતિ અને પુરુષમાંથી સર્વ કાંઇ ઉત્પન્ન થયું છે, એટલે સંસારના મૂળિયાં ત્યાંથી શરૂ થયાં. અને ડાળાં અને પાંદડા નીચે શરૂ થયાં. તો અહીં અશ્વત્થ એમ કહ્યું છે. સંસારના મૂળિયાં ઉંચા છે. શ્રેષ્ઠ છે. ભગવાનથી ઉત્પન્ન થયેલાં છે. અને પછી વિસ્તરેલી એની અનેક શાખાઓ છે. પરંતું જેમ પાંદડા અંગે શાખો બદલાય છે. પાનખરમાં પાંદડા ખરી પડે છે અને વસંતમાં નવા આવે છે. તે જ રીતે તેની શાખાઓ સૂક્ષ્મ રીતે બદલાય છે. અને નવી આવે છે તેમ આ સંસારની કોઇ કાલ નથી. આવતીકાલનો કોઇ ભરોસો નથી. સંસાર નદીના પ્રવાહની જેમ નિત્ય વહેતું પાણી છે. પ્રત્યેક પળે પાણી આગળ ચાલતું જાય છે. તેમ સંસારમાં પણ વહે છે. સંસાર એટલે નિત્ય બદલતો રહેતો એક પ્રવાહ. સંસારની કોઇ પણ જડ કે ચેતન વસ્તુ એવી નથી કે તે પ્રત્યેક પળે ન બદલાતી હોય. આજથી હજારો વર્ષ પહેલાં હિમાલયનો ન હતો, પરંતું ભૂસ્તમાં ફેરફાર થતાં જલ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જલ નું નિર્માણ થયું. અર્થાત્ આ જગત હંમેશા પરિવર્તનશીલ છે. વિશ્વમાં માત્ર ભગવાન સિવાય કોઇની ગેરંટી નથી. જેની ગેરંટી માંગીએ છીએ તે ખરેખર છે. અને જે ખરેખર વિનાશી છે. તેની ગેરંટી માંગીએ છીએ. જે ભગવાનની સાબિતી માંગનારનો જડબાતોડ જવાબ છે. આ રીતે આ સંસારવૃક્ષ સતત ઘસતું જ જાય છે. એ શાશ્વત નથી. અખંડ નથી. છતાં પણ આ સંસારને સાચી રીતે સમજે તે ગીતાની દૃષ્ટિએ વેદનો જ્ઞાતા છે. વેદ એટલે વિચાર, વેદ એટલે જ્ઞાન, તો સાચી કોને કહેવો? વિચારવાળો કોને કહેવાય? વિવેકવંત કોને કહેવાય કે સંસારને સાચી રીતે સમજી શકે. જે આ સંસારને સમજ્યો નથી, એ અજ્ઞાની છે. જેને આપણે ઓળખવાનો દાવો કરીએ છીએ તેને ખરેખર આપણે ઓળખી શકતા નથી. અને જેને ઓળખ્યા નથી તેને ઓળખવાનો આનંદ લેવા જેવો હોય છે. 102 ૧૯૭ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે પહેલાં શ્લોકના મર્મને સમજીએ તો સંસારને સાચી રીતે સમજી લે. સંસારમાં રહેવા છતાં સંસારથી પર બનીને ભગવદ્ કાર્ય કરી શકીશ. સંસારનો દોષ જોયાં વગર સંસારને ઓળખ, ઓળખ જ્ઞાનની ખાણ છે. આ સંસાર એક કેરી જેવી છે. કેરી નાની હોય ત્યારે કડવી લાગે છે. મોટી થાય ત્યારે ખાટી લાગે છે. અને પાકે ત્યારે મીઠી લાગે છે. સંસારનું પણ પ્રથમ દૃષ્ટિએ આવું જ છે. આ સંસાર વૃક્ષની ડાળીઓને ત્રણ ગુણોનું સિંચન થયું છે. સત્વ, રજસ અને તમસ, તેની આ ડાળીઓને નાનાંનાનાં કૂપળો બહુ લાગેલાં છે. આ ડાળીઓ શરૂઆતમાં તૂરી લાગે, પછી કડવી લાગે. શરૂઆતમાં સંસાર અમૃત જેવો લાગે. પરંતુ પાછળથી ઝેર નાં પરિણામો છે. કૂંપળો રૂપી વિષયોને ઓળખી લેવાની જરૂર છે. પણ એની જે ડાળીઓ જે સર્વત્ર ફેલાયેલી છે. અર્થાત્ વિષય વાસનારૂપી ડાળીઓ નીચે એટલે ધરતીલોક અને ઉપર એટલે સ્વર્ગ સુધી ફેલાયેલી છે. દેવતાઓ પણ વિષય વાસનામાંથી બાકાત નથી. આમ એ પણ વૃક્ષની અંદર આવી જાય છે. કર્મ બંધન કોઇને છોડતું નથી. જેના મૂળિયાં સર્વત્ર ફેલાયેલાં છે. આ સંસારરૂપી વૃક્ષને સમજવું ઘણું કપરું છે. કારણ કે તેના મૂળ અને શાખાઓ એકરૂપ હોવાને કારણે મૂળ અને શાખાઓને અલગ તારવી શકાતી નથી. તેથી ગીતા જ્યારે એમ કહે છે કે આસંસારરૂપી વૃક્ષને કાપો, પણ કુહાડો મારવો ક્યાં? કારણ કે વૃક્ષનો છેડો ક્યાં તેની ખબર પડતી નથી. તેથી તેને મૂળથી ઉખાડીને ફેંકી દેવું સહેલું નથી. આમ મનુષ્ય સંસારવૃક્ષના ભૌતિક વિસ્તારમાં ફસાય છે. ત્યારે તેને દેખાતું નથી ઇચ્છા અને કામના મૂળિયાં કેટલે સુધી વિસ્તરેલાં છે અને ન તો તે આ વૃક્ષની શરૂઆત ક્યાં થયેલી છે તેને જાણી શકે છે. તેમ છતાં ભક્તિના જ્ઞાનથી કાપી શકાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જેનો આદિ કે અંત નથી. તેને શોધવું કેવી રીતે, જે વાસ્તવમાં ધારીએ છીએ તે ખરેખર છે. તેને ત્યજવું કેવી રીતે? કોઇને સ્વપ્નમાં અસ્કમાત થાય તેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેને ખૂબ વેદના થાય છે. ડૉક્ટર કહે છે. ઓપરેશન કરવું પડશે. બે લાખ રૂપિયા હાજર કરો. પછી જ ઓપરેશન થશે, ઘરના તેમજ પોતે ખૂબ જ ગભરાઇ જાય છે. હવે મારું શું થશે, ત્યાં આંખો ખુલે છે જાગૃત અવસ્થા આવે છે. ત્યારે તેને આ તો ભ્રમણા હતી. વાસ્તવમાં તેને કશું થયું નથી. તેને નથી બે લાખ રૂપિયાની જરૂર કે નથી કોઇ દવા દારૂની જરૂર. ૧૯૮ એમ અજ્ઞાનથી ઉભાં કરેલાં જે દુઃખો છે. તે અજ્ઞાનથી ઉભાં કરેલાં બંધનો એને કાપવા માટે અસંગ શાસ્ત્ર કામ લાગે. આ અસંગ એટલે શું? સરળ શબ્દોમાં અસંગ એટલે વૈરાગ્ય. સંગથી ઉલટો તે અસંગ. સંગ એટલે આસક્તિ, એક વસ્તુ સાથે નિત્ય રમતા રહીએ. એના ઉપર આપણાં મન, પ્રાણ, ઇન્દ્રિયો ખૂબ લાલસા સાથે ચીટકી રહે તો સંગ છે. એમ કહેવાય, સંગ ન રાખવો તેનું નામ સત્સંગ, તેથી જે જ્ઞાની હશે તે સત્સંગના શાસ્ત્રથી આસક્તિના ઝાડને કાપી નાંખે, કે એના પાંદડા, ડાળીઓ મૂળિયાં બધું જ સૂકાઇ જાય. કપાઇ ગયેલું વૃક્ષ જેમ પડી જાય. એનાં પાંદડે પાંદડાં મૂળમાત્રથી સૂકાઇ જાય. એ જ રીતે આસક્તિ અને વિષય વાસના સૂકાઇ જાય. તો સમજવું કે સંસારરૂપી વૃક્ષ કાપ્યું છે. સંસારવૃક્ષને કાપવાનો દૃઢ નિશ્ચય છે સંકલ્પ છે. પ્રયત્ન પણ છે અસંગથી. શસ્ત્રની ધાર, સંસારવૃક્ષને કાપવા માટે સમર્થ ન હોવાથી ખરેખર આ વૃક્ષને કાપી શકાતું નથી. ક્યારેક થોડીવાર જ્ઞાન તો બધાને થાય છે. કંઇક એવી વિકટ પરિસ્થિતિ હોય તો એમ થઇ જાય છે કે શું હવે આ સંસારમાં રહ્યું શું છે? એટલે સંસાર પર બરાબર ઘા પડ્યો, પરંતુ જ્યારે લીલો ઘા પડ્યો. મોહનો ઇન્દ્રિય આસક્તિનો ત્યારે તે 103 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૯૯ શસ્ત્ર બુદું થઇ જાય છે. અર્થાત્ ઘણાને તો મહિનો બે મહિના ભગવાન યાદ આવતા હોય છે. પણ એવું જ્ઞાન થોડીવાર માટે જ થાય માટે એ દેઢ નહિં, પરંતુ મજબૂત, ધારવાળું એવું સત્સંગ શસ્ત્ર હોય એમાંથી જ આ સંસારરૂપી વૃક્ષ કપાય છે. બાકી સામાન્ય શસ્ત્રથી કપાતું નથી. આ સત્સંગના શસ્ત્રને મજબૂત, ધાર વાળો, બનાવવા શું કરવું જોઇ? તેનો ઉપાય શું? ગીતા આ હથિયારને મજબૂત બનાવવા માટે સચોટ ઉપાય બતાવે છે. ગીતા કહે છે કે તીવ્ર વૈરાગ્યના અગ્નિમાં બરાબર તપેલા કુહાડો લો, ત્યાર પછી તિક્ષણ ધાર માટે અનાસક્ત સંતો, મહાત્માઓ પાસે જઇને સંત્સંગરૂપી હથોડીના ઘા મારો, આમ તીવ્ર વૈરાગ્યથી સત્સંગ મજબૂત બનશે. અને સત્સંગથી તે ધારવાળું બનશે, આ શસ્ત્ર હોવાથી તે જરૂર કપાશે. પરંતું સામે પક્ષે સંસારરૂપી મજબૂત, વિશાળ વૃક્ષ હોવાથી તેને કાપવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે ત્યારે તેને બીજી રીતે પણ વિચારવું પડે છે. સંસારનું વૃક્ષ નિરંતર ફાલતું ફલતું કેમ રહે છે? કારણ કે આપણે તેને નિરંતર પાણી પાતા રહીએ છીએ. જે ઝાડને સતત ને પૂરતું પાણી મળ્યા કરતું હોય તે નિરંતર વધતું જ રહેવાનું. સંસારરૂપી વૃક્ષને વિષયો, વાસનાનઓ ઇચ્છાઓ રૂપી પાણીથી તેનું સિંચન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. અર્થાત્ બહારથી ત્યજ ને અંદરથી ભજો તેથી કંઇ વળવાનું નથી. અંદરથી અને બહારથી ત્યજવું એ જ સાચું ત્યજવું. અંદરથી ત્યજ્યા પછી કોઇ વખતે બહારથી જ જાતું હોય તો પણ વાંધો ન આવે. પણ મુખ્ય વાત છે અંદરથી ત્યજવાની, એ જ સાચો વૈરાગ્ય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ થઇ સંસારરૂપી વૃક્ષને કાપીને માર્ગને સાફ કરવાની. જે માર્ગ દ્વારા કર્તવ્ય સ્થાને પહોંચવાનું છે તે સ્થાન કેવું છે? જ્યાં પહોંચ્યા પછી પાછુ ફ૨વાનું મન થતું નથી. એટલું નહિં એક વાર સિદ્ધિ રૂપી વીઝા મળી જતાં શાશ્વત કાળ સુધી ત્યાં એવાનો પરવાનો મળી જાય છે. ૨૦૦ એ સ્થાન એટલે જેના થકી સૂર્ય, તારા, ચંદ્ર બધા પ્રકાશિત થાય છે જ્યાં જોઇ સંસારનો પ્રપંચ હોતો નથી. આવું ઉત્કૃષ્ટ સ્થાન જ્યાં પરમતત્વ છે તેથી તેને પરમધામ કહેવામાં આવે છે. પરંતું ભક્તોની વિવિધ માન્યતાઓને કારણે બ્રહ્મલોક, સાકેતધામ, ગોલોકધામ, દેવીદ્વીપ, શિવલોક વગેરે બધાં એક જ પરમધામનાં ભિન્નભિન્ન નામો છે. આ પરમધામ વાસ્તવમાં ભગવાનું કે પરમતત્વનું નિવાસ સ્થાન એ કોઇ ભૌતિક કે ભૌગોલિક સ્થાન નથી. પરમ તત્વ એ કોઇ ભૌતિક તત્વ નથી. એ તો પરાભૌતિક, મનોગમ્ય, સંકલ્પમય, આધ્યાત્મિક, વૈરાગ્યતત્વ છે જે સર્વવ્યાપી છે. જેનું કોઇ સ્થાન, દિશા નથી, કોઇ સીમાઓ નથી. એ દેશ, કાળથી પર એવું શાશ્વત, સનાતન તત્વ છે. તેથી તેનું કોઇ ચોક્કસ સ્થાન કે સરનામુ ન હોઇ શકે, આ પરમધામ જ્યાંથી સૂર્ય, ચંદ્ર પ્રકાશિત થાય, જગતની બધી જડ અને ચેતન પ્રકૃતિનું ઉદ્ભવ સ્થાન શોધવું તે આધ્યાત્મિક, આ રીતે જીવ વાસ્તવમાં પરમતત્વનો અંશ છે. તેથી તેને પોતાના સ્થાને પહોંચવું ગમે છે. પરંતુ તેમાં અવરોધ પેદા કરે છે પાંચ ઇન્દ્રિય અને મન, જે જીવને પોતાની તરફ ખેંચી રાખે છે. અને પછી જ્યારે દેહ છોડીને બીજા દેહમાં જાય ત્યારે આખું તંત્ર ભેગું થઇ જાય છે. જેમ પવનમાં સુગંધ કે દુર્ગંધ કશું જ નથી. પણ પવન જ્યારે બગીચા તરફથી આવે એટલે બગીચાના પુષ્પની સુગંધ લઇને આગળ જાય છે. એમ જીવ જ્યારે બીજા દેહમાં જાય છે. ગયા દેહની રહી ગયેલી વાસનાઓ પણ સાથે લઇ જાય છે 104 ૨૦૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. આ સૂક્ષ્મ દેહ ભૌતિક દેહ ધારણ કરવાનું કારણ બને છે. આમ જન્મ મરણના ફેરા સતત ચાલ્યા કરે. આ જન્મમરણના ફેરાને અજ્ઞાની મનુષ્યો સમજી શકતા નથી. આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વિષયોને કેવી રીતે છોડી દે છે. કેવી રીતે ભોગવે છે. આ પ્રક્રિયાઓ જ્ઞાની લોકો સારી રીતે સમજી શકે છે. અજ્ઞાનીઓ તેમને સમજી શકતા નથી. તેથી તેને તેઓ ખોટો બકવાસ ગણે છે. ભગવાન ધીરે ધીરે પોતાનો પ્રભાવ પાથરતાં કહે છે સૂર્યમાં રહેલું તેજ, ચંન્દ્રમાં રહેલો પ્રકાશ, અગ્નિમાં રહેલી ગરમી, એ રીતે સર્વત્ર રહેલી તમામ શક્તિઓ મારી છે. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરુ છું. જેથી તેઓ પોતાની મર્યાદામાં રહે છે. એ રીતે હે અર્જુન! આત્માની પાસે હું અંતર્યામી પણે બેઠો છું. ઉપરાંત દરેકની હોજરીમાં તમામ જીવ પ્રાણીના દેહમાં એ જઠરના અગ્નિરૂપે હું વિદ્યમાન છું. અને માણસો જે કાંઇ ખાય છે તે બધુ હું જ પચાવી દઉં છું. હું જીવ માત્રનો પ્રાણ છું તેને શ્વાસ પ્રશ્વાસમાં હું છું. દરેકના હૃદયમાં રહેલો હું છું. તેમની સ્મરણરૂપે હું બિરાજુ છું. જ્ઞાન પણ હું છું. એટલું જ નહિં, વિસ્મૃતિ પણ હું છું. ઘણી બાબતોની વિસ્મૃતિ થઇ જાય, તેમાં પણ સુખ હોય છે. કે ભગવાન આગળ કહે છે કે હું માત્ર અંતર્યામી, કે પરમતત્વ છું એટલું જ નહિં, વેદોનું નિમિત્ત પણ હું છું. અને સર્વ વેદોનો શાતા પણ હું જ છું. તમામ વેદો મારા સ્વરૂપના જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવો હું છું. Page #105 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ ભગવાને પહેલા શ્લોકથી પંદરમા શ્લોક સુધી ક્રમશઃ સંસાર જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે એ વિષયનો ઉપસંહાર કરતાં આગળના બે શ્લોકમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમનું ક્રમશઃ વર્ણન કરેલ છે. ૨૦૨ ભગવાન કહે છે કે આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના પુરુષો છે. એમાં પુરુષ કોને કહેવાય, અને પુરુ એટલે શરીર, આ શરીર જેના અંકુશમાં છે. તે જેની ઇચ્છાને આધિન શરીર રહે છે. તે આત્મા જેને પુરુષ કહેવાય છે ક્ષર અને અક્ષર બે પુરુષો છે. જે રીતે શરીર માટે આત્મા પુરુષ છે. તે જ રીતે આ જગતની તમામ જડ, નિર્જીવ બદી વસ્તુઓ પરમતત્વના અંકુશ હેઠળ છે. તેથી પરમતત્વના અંકુશવાળા તત્વને ક્ષર પુરુષ કહેવામાં આવે છે. એ જ રીતે ભગવાનની ચેતનામય શક્તિને અક્ષર પુરુષ કહેવામાં આવે છે. ક્ષર પુરુષ ભગવાનની માયા શક્તિનું પરિણામ છે. માયા એટલે ભ્રમણા, જગતમાં જે દેખાય છે. તે આ શરીર સુદ્ધ મિથ્યા છે. અર્થાત્ જે દેશ્યમાન છે. તે ક્ષર પુરુષ અને અદ્દેશ્ય છે તે અક્ષર. ક્ષર એ નાશવંત છે. પરિવર્તનશીલ છે જ્યારે અક્ષર કાયમી અને અપરિવર્તનશીલ છે. ક્ષર અને અક્ષર જે પર છે તે પુરુષોત્તમ છે. આ વિરોધભાસ અને સમજીએ, ગીતામાં ઘણી જગ્યાએ એમ કહેવાયું છે કે જીવ, આત્મા, અને પરમાત્મા બધું એક જ છે. તો પછી ગીતા અહીં એમ કહે છે કે જગત ક્ષર (જડ નાશવંત) અને અક્ષર (કાયમી ચેતનમય)થી હું પર છું. જુદો છું. એ કેવી રીતે બની શકે. આપણા સંતાનો આપણા છે. તેમની ઉપસ્થિતિનું જન્મનું કારણ આપણે જ બન્યા છે. તેમ છતાં સંતાનનું અસ્તિત્વ આપણાથી જુદુ છે. તેનું શરીર, પ્રકૃતિ, મન, બુદ્ધિ, 105 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૦૩ બધુ જ અલગ છે. તે જ રીતે આ સમગ્ર જગતની તમામ જડ ચેતન, ગ્રહ ઉપરગ્રહ સુદ્ધાનું બ્રહ્માંડના અસ્તિત્વનું ભગવાન છે. તેમની ઉપત્તિ પછી તેને પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવાનું છે. પરંતું જ્યારે સંતાનને ટેકાની જરૂર પડે ત્યારે તેની આંગલી પકડીએ છીએ. માર્ગદર્શન આપી છીએ. તેમ ભગવાન પણ આ બધી પ્રકૃતિને અંકુશિત રાખે છે. તેની ઇચ્છા થી બધા કામ કરે છે. આ રીતે ભગવાન ક્ષર અને અક્ષરથી પર છે. તેથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ એટલે બધા પુરુષો માં (ક્ષર અને અક્ષર) ઉત્તમ સર્વોત્તમ. ભગવાન આ જ્ઞાનને શાસ્ત્ર કહે છે. જે અત્યંત ગહન છે. કે ભાવનાશાળી. જેની પાસે બુદ્ધિ અને તર્ક હોય તે જ તેને સાચી રીતે જાણશે. તે તો કૃતઘ્ન જ થઇ જશે. તેનું જીવન સાર્થક થઇ જશે. ઘણાને ગીતા અને ષોડસ ગ્રંથો સમજવા અઘરા લાગે છે. પરંતું તે બધા ગ્રંથોનું મૂળ છે. તેમાં સંક્ષિપ્તમાં જીવ, જગત અને શિવ વિશે તર્કસંગમ બનાવવામાં આવ્યું છે. જ્યારે બાકીના શસ્રો માત્ર તેનું અર્થઘટન છે. જીવનમાં તેણે જે કંઇ કરવું છે તે બધું અને ચેતવવું ઘટે તે બધું મેળવી લીધું એમ ગણાશે. આ ગીતા અને પુરુષોત્તમને જાણ્યા પછી તેને કશું જાણવવાનું કે મેળવવાનું રહેતું નથી. આ પુરુષોત્તમને જાણવાની અને મેળવવાની પદ્ધતિ શ્રી વલ્લભાચાર્ય આપી છે. તેને જાણીને અપનાવીએ તો પણ આપણું આ જીવન નહિં પરંતું ભવોભવનો જન્મ સાર્થક થાય તે એક અનુભવ સિદ્ધિની વાત છે. આમ પુરુષોત્તમને સમજવા તેની શક્તિ સામર્થ્યને જાણવા બે અધ્યાય અગત્યના છે. એક બારમો અધ્યાય એ ભક્તિયોગ છે. અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. બે અધ્યાયને જોડી દઇએ તો એનો અર્થ થાય કે પુરુષોત્તમ નારાયણની જ ભક્તિ કરવી. બીજા કોઇની નહિં, Page #106 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨0૫ ૨૦૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતામાં આગળ આવશે કે જે ભૂત પ્રેતની ભક્તિ કરે તેની શ્રદ્ધા તામસી છે. આ રીતે ગીતા શ્રદ્ધાને પ્રજ્વલિત કરે છે. અને અંધશ્રદ્ધાનો ઘા કરે છે. આ સંદર્ભમાં ગીતાજ્ઞાન બહુ ઉત્તમ છે. પરંતું આ માટે પહેલાં પાત્ર થવું પડે. અધિકારી થવું પડે. અધિકારી સિવાય જ્ઞાન થતું નથી. અધ્યાય : ૧૬ પંદરમાં અધ્યાયને “પુરુષોત્તમ યોગ' કહ્યો છે. જેમાં પુરુષ અને પુરુષોત્તમ વચ્ચે કોઇ ભેદભાવ રાખ્યા વગર વિશ્વમાં જે કંઇ અસ્તિત્વ છે તે બધું જ એક જ તત્વનો વિલાસ કે લીલા છે એમ કહી, ભવ્ય એકતા કે એકત્વની વાત કહી. પુરુષોત્તમ સાથે યોગ સાંધવાનો (જોડાણ કરવાનો) રસ્તો બતાવ્યો છે. તેથી આ અધ્યાય પુરુષોત્તમ યોગ’ નામને સાર્થક કરે છે. - તાત્વિક નજરે ગીતા અહીં પૂરી થાય છે. કારણ કે ગીતા કહેવાનો મુખ્ય આશય “મહાભારત યુદ્ધ નહિ કહું. હું આમને નહિં મારું, નહિં મારી શકે એવી મોહજનિત મનઃસ્થિતિમાંથી અર્જુનને બહાર લાવવાનો છે. તેથી ભગવાન ક્રમે ક્રમે બધું સમજાવી પંદરમા અધ્યાયમાં આવતાં આ એકના અને અનેકનાવિલક્ષણ ખેલનું સમજાવી તું મારનારનો કોણ?” મારી ઇચ્છા વગર ઝાડનું પાન પણ ન હાલી શકે, ત્યાં તું મારી ઇચ્છા વગર શું યુદ્ધ કરવાનો છું. હું કરું છું. હું કરુ છું. તે તો ખાલી ભ્રમણા છે. ખરેખર કરનાર હું છું. એમ ભગવાન જણાવી યુદ્ધના આરંભમાં ઉભી થયેલી ગૂંચ ભગવાને ઉકેલી આપી, આ રીતે અર્જુન યુદ્ધમાં સામેલ થઇ જાય તેવી ભૂમિકા તૈયાર થતાં ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય સિદ્ધ થયો. ગીતાની મુખ્ય વાત અહીં પૂરી થઇ. 106 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ - તેમ છતાં ભવિષ્યમાં અર્જુન યુદ્ધની વચ્ચે કંઇ નવી ઉપાધિ પેદા ન કરે ફરી પીછે હઠ ન કરે, તે માટે કેટલીક નાની નાની લાગતી, છતાં અતિ મહત્ત્વની બાબતોને વગર પૂછે પોતાના તરફથી કહેવાનું ભગવાન ચાલુ રાખે છે. આ રીતે ૧૬, ૧૭, ૧૮ આ ત્રણ અધ્યાયો અગાઉના અધ્યાયોમાં કરવામાં આવેલ તત્વચર્ચામાં જે બાબતોની ચર્ચા જરૂરી હોવા છતાં ન થઇ શકી હોય તેવી બાબતોને સંક્ષેપમાં લેવામાં આવેલ છે. તેથી કેટલાક વિદ્વાનો તેને ગીતાનાં પરિશિષ્ટો રૂપે જુએ છે. ૧૬ મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો, ૧૭ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, તમસ જેવી ત્રિવિધ શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ, દાન અને ૧૮ માં અધ્યાયમાં ત્રિવિધ કર્મત્યાગ થકી જ્ઞાન, કર્મ, કત, બુદ્ધિ, ધૃતિ સુખનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ભગવાને સાતમા અધ્યાયના પંદરમા શ્લોકમાં ‘બૂરા કર્મ કરવાવાળા તથા આસુરી પ્રકૃતિને ધારણ કરવાવાળા મૂઢ મનુષ્યો મારું ભજન કરતાં નથી અને સોળ શ્લોકમાં પૂણ્યકર્મી મનુષ્ય મારું ભજન કરે છે. એમ બતાવીને આસુરી અને દૈવી સંપત્તિનું સંકેતરૂપે ઉલ્લેખ કર્યો. ત્યાર બાદ નવમા અધ્યાયના બારમા શ્લોકમાં જે મનુષ્ય મોહગ્રસ્ત છે. તેઓ આસુરી વિચારો પ્રત્યે આકર્ષાય છે. અને તેમાં શ્લોકમાં જે મનુષ્ય મોહગ્રસ્ત નથી. તેઓ દૈવી વિચારો પ્રત્યે આકર્ષાય છે. તે જણાવી સંક્ષેપમાં દેવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે. આ જ રીતે દસમા અધ્યાયના અગિયારમાં શ્લોક સુધી મહંઅંશે દૈવી સંપત્તિનું વર્ણન કર્યું છે. અગિયારમા અધ્યાયના ચોપનમાં શ્લોકમાં ‘અનન્ય ભક્તિવાળા દૈવી પ્રકૃતિવાળા જ મને મૂળરૂપમાં જાણી શકે છે. અને પંચાવનમા શ્લોકમાં સકામકર્મ તથા માનસિક ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૦૭ તર્કવિતર્કના સંસર્ગદોષથી રહિત થઇને અર્થાત્ દૈવી પ્રકૃતિ ધારણ કરનાર મનુષ્ય મને પ્રાપ્ત કરી શકે છે. આ જ રીતે તેરમા અધ્યાયથી ચૌદમા અધ્યાયના વીસમા શ્લોક સુધી નિર્ગુણ, ભક્તિનું વર્ણન કરી, પછી ચૌદમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં ગુણાતીતના લક્ષણ બતાવી, છવ્વીસમા શ્લોકમાં અવ્યભિચારિણી ભક્તિનો ઉલ્લેખ કરી દૈવી સંપત્તિનો સંકેત કર્યો છે. પંદરમા અધ્યાયના આરંભમાં આ ભૌતિક જગતરૂપી અશ્વવૃક્ષનું વર્ણન દ્વારા તે વૃક્ષમાંથી નીકળતાં વધારાનાં મૂળિયાઓની સરખામણી જીવાત્માઓનાં શુભ તથા અશુભ કર્મો સાથે કરી છે. આ જ રીતે દેવો તથા અસુરોનું વર્ણન કર્યું છે. આમ ભગવદ્ ગીતામાં ઠેર ઠેર દૈવી અને આસુરી સંપત્તિનો ઉલ્લેખ થયેલ છે. પરંતુ આ પ્રત્યે અર્જુનનો કોઇ પૂરક પ્રશ્ન ન હોવાને કારણે તેને વિસ્તારથી કહેવાનો અવસર પ્રાપ્ત થયો ન હતો. આમ છતાં તેને વિસ્તારથી કહેવાનું ભગવાનને ઉચિત લાગતા આ સોળમાં અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કરવામા આવેલ જીવો દૈવી અને આસુરી એમ બે પ્રકારના છે. તો જીવ દૈવી અને આસુરી છે. તેને કેવી રીતે ઓળખવા, આ માટે ભગવાને પંદરમાં અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કહ્યું છે કે જે મને પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઓળખી, માત્ર મારું જ ભજન કરે છે અર્થાત્ તે મારો અનન્ય ભક્ત થઇ જાય છે. આ રીતે ભક્ત નો ઉદ્દેશ્ય ભગવદ્ પ્રાપ્તી બનતા દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થાય છે. આ રીતે જે જીવ દેવને શરણે જાય તે દૈવી જીવ કહેવાય. જે જીવ માયામાં રહે, તે જીવ આસુરી જીવ કહેવાય. બીજા શબ્દોમાં કહી રજોગુણ તથા તમોગુણમાં રહી કાર્ય કરનાર જીવ આસુરી જીવ કહેવાય. 107 Page #108 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ સોળમા અધ્યાયમાં ભગવાન દૈવી પ્રકૃતિ તથા તેના ગુણોનું તેમ જ આસુરી પ્રકૃતિ તથા તેના ગુણોનું વર્ણન કરે છે. તેની સાથે ગુણવાન તથા હાનિનું વર્ણ કરે છે. પહેલા ત્રણ શ્લોકમાં ભાવ, આચરણ અને પ્રભાવને લઇને દૈવી પ્રકૃતિનું વર્ણન કરેલ છે. ૨૦૮ સૌથી પહેલા આવે છે. અભય. અભય એટલે જેને જન્મ મરણનો ભય લાગતો નથી. જે સદાય નિર્ભય કહી જીવે છે. નિર્ભયતા એ દૈવી પ્રકૃતિનું લક્ષણ છે. નિર્ભયતા સબળ હોવી જોઇએ. ખોખલી નિર્ભયતા ક્યારે દૈવી પ્રકૃતિનું લક્ષણ ગણાતી નથી. આવી નિર્ભયતાને ધન, રાજ્યસત્તા પણ ઝૂકાવી શકતો નથી. સાચો દૈવી પ્રકૃતિવાળો જીવ સૂરદાસજીને દિલ્હીનો બાદશાહ અકબર પોતાનો યશગાન ગાતાં પદની વાત કહે છે. ત્યારે સૂરદાસજીએ ખૂમારીથી એક પદ ગાઇને જબાવ આપ્યો. ના હિન રહ્યો મનમેં છોર. નંદનંદન બસત કૈસે આ નિયે ઉપર ઔરા હે બાદશાહ! હવે મારા મનમાં કોઇ ઇચ્છા માટે જગ્યા જ રહી નથી. નંદનંદન શ્રીકૃષ્ણ મનમાં વસી ગયા છે. તે સ્વરૂપ મારા હૃદયમાંથી ખસતું જ નથી. આ જવાબથી બાદશાહ રાજી થઇને સૂરદાસજીને કંઇક માંગતા કહે છે. ત્યારે તે સૂરદાસજી નિર્ભયતાથી કહે છે કે ‘તમે રાજી થયા હો તો એટલું જ કહી દો કે મને ફરીથી કદી અહીં બોલાવશો નહીં.’ શ્રી કુંભનદાસજીએ આવી નિર્ભયતાથી રાજા માનસિંહને કહી દીધું હતું કે ક્ષમા કરજો, મહારાજ! અહીં તો મારી સ્વામી રસિકશિરોમણી નંદનંદની પ્રસન્નતા માટે કીર્તન ગાઉં છું. આપની પ્રસન્નતા માટે નથી ગાતો... 108 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૦૯ પઠાણપુત્રને બાદશાહે તુલસીની કંઠી તોડી નાંખવાનું કહ્યું ત્યારે એણે કહ્યું આ કંઠી મને ઘણી પ્રિય છે. જેનાથી મારું ચિત્ત પ્રભુમાં ચોંટેલું રહે છે. તેના આ જવાબથી બાદશાહ ગુસ્સે થઇને તલવાર મંગાવીને તેનું માથું કાપવાનો હુકમ કર્યો, ત્યારે પઠાણને કહ્યું ‘આ મારી પાસે તલવાર છે તેનાથી જે મારું મસ્તક છેદી નાખોને! બીજી તલવારની તમારે શી જરૂર છે.' આમ સાચા દૈવી જીવને મૃત્યુનો પણ ડર લાગતો નથી. સત્વ અશુદ્ધિ એ દૈવીપણાનું બીજુ લક્ષણ છે. સત્વ અશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધતા અંતઃકરણ કોનું શુદ્ધ હોય અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો સમન્વય. જે સંસારથી રાગરહિત થઇને ભગવાનમાં અનુરાગ બાંધવા માટે પોતાના વિચાર, ભાવ, ઉદ્દેશ્ય અને લક્ષ્ય કેવળ એક પરમાત્માની પ્રાપ્તિ માટે કરે છે. ત્યારે તે અંતઃકરણ શુદ્ધ થઇ જાય છે. આમ દૈવી પણાની પહેલી શરત સત્વ સંશુદ્ધિ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણ છે. તે સારી વસ્તુમાં હોવી જોઇએ. મન સારું ચિંતન કરે, સારા વિચારો કરે, બુદ્ધિ સારો નિર્ણય કરે, એમાં નિશ્ચય હોય. અર્થાત્ બધામાં પરિપક્વતા આવશ્યક છે. અર્થાત્ મન હંમેશા શંકા કુશંકામાં રહે, બુદ્ધિ તર્ક વિતર્કમાં રહે. અને ચિત્ત કામાડોળ સ્થિતિમાં રહે, એ માત્ર આધ્યાત્મિકક્ષેત્રમાં જ નહિં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિમાં અવરોધરૂપ તત્વ બને છે. ભગવાન શ્રીકૃષ્ણની આ વાતને અનુમોદન આપતાં શ્રી આચાર્યશરણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચિતસ્તપ્રવર્ણ સેવા તત્સિદ્ધચૈ તનુવિત્તજા | તતઃ સંસારદુઃખસ્ય નિવૃત્તિબ્રહ્મ બૌધનમ્ II મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ માટે શ્રીઆચાર્યશરણ ‘ચિતસ્તત્કવણું સેવાની આજ્ઞા કરે છે.જેથી ચિત્ત શ્રીકૃષ્ણસિવાય બીજા કાર્યમાં ન જોડાય, સેવાની આ સિદ્ધ માટે તનુજા અને વિત્તજા સેવા છે. તનુજા એટલે શરીરથી સેવા અને વિત્તજા એટલે ધનથી સેવા. આ બંન્ને સાધનોથી માનસી સેવા સિદ્ધ થાય છે. એટલે બે માંથી એક સાધનની ગેરહાજરીથી માનસી સેવા સિદ્ધ થતી નથી. શરીર વડે સેવાથી દેહ અને ઇન્દ્રિયો પ્રભુમાં જોડાવાથી શરીર અને ઇન્દ્રિય આસક્તિ ધીરે ધીરે દૂર થાય છે. ધન વડે સેવાથી ધનમાં રહેલું લાગેલું અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. આમ ધીરે ધીરે શરીર અને વનની આસક્તિથી ઘટવાથી માનસી સેવા સિદ્ધ થાય છે. શ્રી આચાર્યશરણ દઢપણે માને છે કે કૃપાપાત્ર જીવને પરબ્રહ્મનો આનંદ માણવામાં બાધક તત્વતન, ધન અને અહંમ મમતા છે. અહંમ એટલે મારું, હું, બધે જ રહું છું. મારું વર્ચસ્વ બધે જ રહે, બધુ મારું છે તેવો ભાવ, મમતા એટલે આ બધામાં રહેલી આસક્તિ તેથી જ તનુજા સેવામાં પોતાના દેહેન્દ્રિયાદિથી ભગવસેવા કરવાથી જીવની અહંતા પ્રભુને સમર્પિત થાય છે. અને પોતાના વિત્તથી સેવા કરવાથી જીવની મમતાનું સમર્પણ પણ પ્રભુર્થે થાય છે. પ્રભુપ્રત્યાર્થે કરેલું સમર્પણ એ જ સાચુ દાન છે. દાનમાં પણ અહંમ મમતા ન આવવી જોઇએ. તો જ તે દાન સાત્વિક બનશે. દાન કરવામાં સભાનતા હોવી જોઇએ. પાત્રની યોગ્યતાનો વિચાર થવો જોઇએ. ઘણીવાર ગુપ્ત દાનમાં સૂક્ષ્મ અહંમ પણ જોવા મળે છે. નામ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧૧ જાહેર નહિ કરવાની શરતે મેં દાન કર્યું તેવી કાન ફસી દ્વારા આપણે ગુપ્તદાન કર્યોનો અહંમ સંતોષીએ છીએ. યજ્ઞ એટલે પ્રયત્ન, સંસારમાં કે આધ્યાત્મિકતા માં જે કંઇ મેળવવા માટે પ્રયત્ન થાય, તેને યજ્ઞ કહેવામા આવે છે. પ્રયત્ન વિના કશું જ પ્રાપ્ત થતું નથી. પ્રયત્નરૂપી યજ્ઞમાં આટલી તાકાત હોય તો તેના દ્વારા પ્રાપ્ત ફુલ કેટલી તાકાત હશે? એ પણ વિચારવું જોઇએ. તેથી આપણો યજ્ઞ હંમેશા સત્વશુદ્ધિ અર્થે હોવો જોઇએ. યજ્ઞ ના અર્થે સેવા થાય છે. તેથી આપણા બધા જ યજ્ઞોપ્રભસુખત્વે હોવો જોઇએ. જેથી તે યજ્ઞ સેવા બની જાય છે. આપણે જે કંઇ પ્રયત્ન કે યજ્ઞ કરીએ ત્યારે તેમાં આપનો ભાવ શુદ્ધ હોવો જોઇએ. અર્થાત્ યજ્ઞમાં લાલચ. ક્ષોભ, સત્ય, અહિંસા, ત્યાગ, બલિદાન, દયાભાવ અને ક્રોધ વગેરેમાં સ્થિર બુદ્ધિ રાખીને કરવો જોઇએ. આપણે જે કોઇ સારો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અપમાન, અસત્ય, આત્મસન્માનની રક્ષાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. ત્યારે ધીરજ, સ્થિરતા, પણ આપણા સારા પ્રયત્નનો ભોગ આપ્યા વગર કુનેહ બુદ્ધિથી તેજ તીવ્ર, લેવો જોઇએ. તો તે યજ્ઞ પ્રભુને સમર્પિત થશે. આમ ભગવાન શ્રીકૃષ્ણ ૨૪ લક્ષણોદૈવી સમ્પતિનાં બતાવ્યા છે. જે બધા લક્ષણો અર્જુનમાં મોજુદ છે. આ ગુણોના સમન્વય દ્વારા દરેક જીવે પોતાનો વિકાસ કરવો જોઇએ. કલ્યાણના સિદ્ધાંતોમાં હિક, કાહોર જણાવે છે કે વ્યક્તિ કલ્યાણનો શ્રેષ્ઠ નિર્ણાયક વ્યક્તિ પોતે જ છે.' તેથી દરેક વ્યક્તિ પોતાનામાં રહેલા દિવ્ય ગુણોને ઓળખવા જોઇએ. કારણ કે એ ઉચ્ચ ગુણો વ્યક્તિને મોટી ઉંચાઇએ લઇ જાય છે. જેને ભગવાન શ્રીકૃષ્ણ મોક્ષ કહે છે. દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા 109 Page #110 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧૩ ૨૧૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તથા અજ્ઞાન (આળસ) એ આસુરી પ્રકૃત્તિના ગુણો છે. જે જગતમાં હિંસા, અજ્ઞાનતા, અસત્ય અફવાઓ, ફેલાવે છે. તેનો કદાચ વિજય થાય તો લૌકિક, રાજનીતિક હોય છે. ધાર્મિક કે આધ્યાત્મિક વિજય હોતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આવા આસુરી જીવોને ભ્રમ નાખીને હું તેમને હંમેશા આસુરી યોનિઓમાં મુકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. કામ, ક્રોધ અને લોભ, એ અધોગતિના દ્વાર છે. જેનાથી હંમેશા દૂર રહેવું જોઇએ. આપણે સહ્માર્ગે જતા રોકે છે. જો આપણને સાચા અર્થે મનુષ્ય બની રહેવું હોય તો, આ ગુણોથી હમેશા દૂર રહેવું જોઇએ. અહીં કામ એટલે સત્કર્મો કરવા આડે આવતી ઇચ્છાઓ છે. જે કોઇ આ અધોગતિના દ્વારથી બચી ગયેલા છે. તેમને ઇશ્વરે આપેલાં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર ગણી સંસારમાં હંમેશા કલ્યાણ કારી કાર્યો કરવા જોઇએ. પરંતું કલ્યાણકારી કાર્યો મનઘટિત તરંગી વિચારોને આધારે નહિ, પરંતુ શાસ્ત્રોમાં બતાવેલ કર્તવ્ય, અને અકર્તવ્યનો ભેદ સમજીને કરવો જોઇએ. આમ આ સોળમા અધ્યાયમાં દૈવી અને આસૂરી ગુણોનું વર્ણન કરી જીવે પોતાના અંતઃકરણમાં રહેલા દૈવી ગુણોને જાગૃત કરી, તેને ટકાવી રાખવા માટે કલ્યાણનો ભગવસેવા નો આશરો લેવો જોઇએ. આ માર્ગમાં લોભ, લાલચ, ધાકધમકી, હિંસા વગેરે અટચણો આવે છે. ત્યારે આપણે પૂરી નિષ્ઠાથી આ સત્યરૂપી માર્ગમાં અડગ રહેવું જોઇએ. ઇજીશિનમાં એક કહેવત છે કે ‘સત્યની તલાશમાં નીકળેલા ને જે વેદના થાય છે એ વેદના સત્યને સાચો અર્થ આપે છે.” અધ્યાય : ૧૦ સોળમા અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી ગુણો બતાવ્યા, દૈવી જીવનું કર્તવ્ય બતાવ્યું આસુરી જીવ જે હિંસા, અસત્ય, હત્યાચાર, સંસારમાં ફેલાવે છે. તેની ગતિ નરકની હોય છે. એટલે એ અધોગતિની હોય છે. જેનું ફલ કાયમ આસુરી બુદ્ધિ રાખી, જેને મારાથી હંમેશા દૂર રાખું છું. દૈવી જીવો જે હંમેશા જગતમા સુખાર્થે કે પોતાના આત્માના કલ્યાણ માટે કલ્યાણકારી સત્કર્મો કરે છે. તે મને પામે છે. સત્તમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. કે માત્ર, દૈવી ગુણોથી હું પ્રાપ્ત થતો નથી. પરંતું આદૈવી કાર્યો માં નિષ્ઠા, શ્રદ્ધા આવશ્યક છે. જીવ જે કોઇ દૈવી કાર્ય કરે, ધાર્મિક શાસ્ત્રો, સમાજહિતના શાસ્ત્રો બંધારણને આધિન રહીને કરવાના છે. તોજ આવા કાર્યો ધર્મ અને સમાજ હિંસાના બનશે. સકાર્યમાં પરલોક હિત, જીવ માત્રનું હિત જરૂરી છે. ટૂંકમાં સોળમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દૈવી અને આસૂરી જીવોની ભેદરેખા બતાવી, દૈવી જીવોને આચરણનો સંદેશ આપેલ છે. જ્યારે સત્તરમા અધ્યાયમાં આ આચરણની પ્રમાણભૂતતા બતાવ્યા છે. આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે કે જે જીવો આપના કૃપાપાત્રદૈવી જીવો છે. તેઓ હંમેશા સત્કર્મો કરવા માંગે છે. પરંતુ તેમને શાસ્ત્રોમાં નિષ્ઠા નથી, તો તેમને જે ફલ પ્રાપ્ત થાય છે. તે કેવું ફૂલ હોય છે? સાત્વિક કે રાજસી, તામસી? 110. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના ઉત્તર રૂપે છે. કહે છે કે હે અર્જુન, તું પહેલા જીવની નિષ્ઠાને ઓળખ, કે એ જીવ કંઇ પ્રકૃતિનો છે. સત્વગુણી, રજોગુણી કે તમોગુણી, દરેક જીવ આ બતાવેલ ત્રણ ગુણોમાંથી નિર્મિત વિભિન્ન પ્રકૃતિના આધારે દેહ ધારણ કરે છે. અને તેના આધારે અર્જિતગુણો અનુસાર પોતાની નિષ્ઠા પ્રગટ કરે છે. અને આ નિષ્ઠાને આધાર તેનું મન, બુદ્ધિ કાર્ય અકાર્યનો વિચાર કરે છે. આપણે જે અહીં નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે. જે ગીતાના શ્રદ્ધાના શબ્દ અર્થરૂપે છે. ગીતામાં જે શ્રદ્ધા શબ્દનો પ્રયોગ થયેલ છે તે વિશ્વાસનારૂપે છે. આમ છતાં આ લેખકે નિષ્ઠા શબ્દનો પ્રયોગ કરેલ છે. તેનું કારણ પ્રસ્તુત અધ્યાયના વિષયવસ્તુને સાધનસ્વરૂપે રજૂઆત કરવાની ઇચ્છા માત્ર છે. નિષ્ઠામાં ભક્તિનો ભાવ છે. જ્યારે શ્રદ્ધામાં વિશ્વાસનો ભાવ છે. શ્રદ્ધા શબ્દ આસ્થા, અને વિશ્વાસ સુધી સીમીત રહે છે. જ્યારે નિષ્ઠા શ્રદ્ધા ઉપરાંત ભક્તિ વફાદારી, લીનતા કર્તવ્ય સભાનતા વગેરેને સમાવી લઇને સચોટ અર્થનો નિર્દેશ કરે છે. આ જગતનું સંચાલન શ્રદ્ધા વિશ્વાસ, નિષ્ઠાને આધારે થાય છે. પરસ્પર વિશ્વાસથી ચાલે છે. જ્યાં અવિશ્વાસ છે ત્યાં અશાંતિ, લડાઇ ઝઘડા છે. પ્રેમનો અભાવ છે. આ જગત એક બીજાના વિશ્વાસથી ચાલે છે. અધ્યાત્મિક દૃષ્ટિકોણથી શ્રદ્ધા અંતઃકરણનો ધર્મ છે. અંતઃકરણ નિર્માણનો આધાર પૂર્વના સંસ્કારોને આધારે નિમિત્ત થાય છે. અહીં પૂર્વ સંસ્કાર એટલે આગલા જન્મના સંસ્કાર અને આ જન્મમાં અગાઉ પ્રાપ્ત કરેલ સંસ્કારોનો સમાવેશ છે. જો મનુષ્ય પોતાના ગયા જન્મના ફળ રૂપે સારું વાંચન, સત્સંગના આધારે જ્ઞાન પ્રાપ્ત કરે તેને આધારે સદ્વિચારનું શાસશાનનું ભાથું બાંધીને સત્વગુણી શ્રદ્ધા પ્રાપ્ત ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨ ૧૫ કરે છે. પરંતું જેમનું જ્ઞાન આવા શાસ્ત્રો જ્ઞાનથી રહિત છે. તેની શ્રદ્ધા કાં તો રાજસી કે તામસી હોય છે. જો જીવમાં સત્વગુણીનું પ્રમાણ વધુ હોય, રાજસી, તામસીનું પ્રમાણ અંકુશ યુક્ત હોય તો સારા વાંચન સત્સંગ દ્વારા શ્રેષ્ઠતાનો ઉંચાઇએ સહેલાઇથી પહોંચી શકે છે. પરંતું જેનામાં રાજસી કે તામસીપણું વધુ હશે. તેને માટે લાખ પ્રયત્નો કરવા છતાં તેનામાં ક્યારે પણ સાત્વિક શ્રદ્ધા પેદા થશે નહીં. સત્વગુણી હંમેશા ધર્મના માર્ગે સત્યથી આગળ વધાવાની ઇચ્છા છે. શ્રદ્ધા ધરાવે છે. તેને આ માર્ગે આગળ વધવા માટે ઇશ્વરની શક્તિ પર પરમ વિશ્વાસ હોય છે. તેને ઇશ્વર સિવાય બીજા કાશાનો ડર લાગતો નથી. રજોગુણી અને તામસીગુણી જીવ હંમેશા લોભ લાલચ અને ભયથી કાર્ય કરે છે. અને કરાવે છે. તેમને દૈવી શક્તિમાં આસ્થા ઓછી, પરંતું લૌકિક શક્તિ શ્રદ્ધા વધુ હોય છે. લૌકિક શક્તિ એટલે સત્વ પદોમાં આરૂઢ શક્તિ. રજોગુણી આળસું, અહંકારી, વધુ હોય છે. જ્યારે તામસીગુણી ક્રોધી અકર્મી હોય છે. હે અર્જુન! જે મનુષ્ય જે પ્રકૃતિ ધારણ કરી, જન્મ લે છે. તે પ્રકૃતિ અનુસાર તેનું ભાગ્ય ઘડાય છે. તે ભાગ્ય અનુસાર તેનું કર્મ બંધાય છે. જીવ ગમે તેટલા લાખ પ્રયત્ન કરે પરંતુ જો પ્રારબ્ધમાં ન હોય, તો તેને તે કર્મનું ફલ વિપરિત મળે છે. તેથી શારાની અજ્ઞાનતાને કારણે દંભ, અભિમાન રાચી સ્વચ્છન્દતાથી તથા શ્રદ્ધાપૂર્વક કર્મ કરે તો પણ તે જીવ આસૂરી જીવ છે. તે પોતાના શરીરમાં રહેલ આત્મસ્વરૂપ પરમાત્મા અને જગતમાં રહેલ તત્વરૂપી પરમાત્માને સ્વરૂપ કષ્ટ આપે છે. 111 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સત્વ, રાજસ અને તામસ પ્રકૃતિ માત્ર, તે જીવના સ્વભાવ અને કર્મને નિશ્ચિત કરે એવું નથી. પરંતુ હે અર્જુન! પ્રત્યેક જીવનો આહાર, યજ્ઞ, તપ તથા દાન, તેની પ્રકૃતિનુસાર ભિન્નભિન્ન હોય છે. - જે સત્વગુણી જીવ છે તેનો આહાર પણ તે જીવને પોષક અર્થાત્ તે આયુષ્ય વધારનાર, જીવનશુદ્ધ, પવિત્ર કરનાર, બળ સ્વાથ્ય, સુખ તથા તૃપ્તિ આપનાર હોય છે. જે જીવ અને સંસારની ટકાવી રાખનાર ખોરાકને પ્રાપ્ત કરે છે. તે શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજનને આવકાર્યો છે.જ્યારે રજોગુણી જીવ અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લખું તથા બળતરા પેદા કરનાર આહાર પસંદ કરે છે. તમોગુણી જીવ ત્રણ કલાક પહેલાં રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું, એઠું તથા શુદ્ધતા વિનાનું માંસ, મદિરાયુક્ત ભોજનનો સંગ્રહ રાખે છે. સત્વગુણીનું દરેક કર્મ કે યજ્ઞ ફળની આશા રાખ્યા વગર માત્ર પોતાનું કર્મ સમજીને કરે છે. પરંતું હે ભરતક્ષેત્ર, જે રજોગુણી છે તેદુન્યવી લાભ ખાતર કે પોતાનું ગર્વ માનવધારવાના હેતુ થી કરે છે. તે રાજસી છે. કોઇ વિધિ વિધાનને સમજ્યા વગર માત્ર સમાજ દેશને નુકશાન પહોંચાડનારું અયોગ્ય, યજ્ઞ, (પ્રયત્નો કરે છે તે તામસી યજ્ઞમાં આવે ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧૭ તપ તો સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા અને દેવ,ગુરુ જેવા આધ્યાત્મિક મુક્ત દાતાનું પૂજન એ દૈવી જીવોનું શરીર સંબંધી તપ છે. કોઇની માન હાની ન થાય તેવી રીતે સત્ય, પ્રિય અને હિત વચન સાથે વેદનું નિયમિત પઠન કરવું એ વાણી તપ છે. જ્યારે મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન તથા મનને નિગ્રહ કરનાર સર્વ મનનાં તપ છે. આથી હે અર્જુન સાચા તપસ્વીએ તો પહેલા આ તપ દ્વારા પોતાનામાં સાત્વિકપણું પ્રગટ કરવું જોઇએ. અને તે વખતે તેનામાં કોઈ દંભ કે આડંબર નહોવો જોઇએ, દંભ અને આડંબરથી કરેલ તપ રાજસી તપ છે. અને કોઇને નુકશાન પહોંચાડવા માટે તપ એ તમો ગુણી તપ છે. આથી તપનું તાત્પર્ય સમજીને તપ કરવું જોઇએ. સાચું સાત્વિક તપ હશે તો તે મને કે મારા અંશ રૂપ દેવી દેવતાને પામશે. હે અર્જુન! જે રીતે ધર્મક્ષેત્રે સાત્વિક તપનું મહત્વ છે. તે રીતે સાત્વિક દાન પણ મહત્ત્વનું છે. કોઇ પણ પ્રકારના બદલાની ભાવના રાખ્યા વિના સુપાત્રને યોગ્ય સમયે પોતાનું કર્તવ્ય સમજીને દાન કરે છે. તે જ સાચું સાત્વિક દાન છે. તેના વિપરિત બદલાની અપેક્ષાથી કરેલું દાન એ રાજસી દાન છે અને જુગારી વ્યસની કે આળસુને કરેલ દાન એ તામસીદાન છે. હે અર્જન! સાત્વિક યજ્ઞ, તપ અને દાન પરમાત્માની સાનિધ્યમાં થાય છે જેનાથી પરમાત્મા સંતુષ્ટ થાય છે. એ ભક્તિમય બને છે. સમાજમાં જે સંપ, શાંતિ અને વિકાસ લાવે છે. યજ્ઞ પછી તપના સાત્વિક, રાજસી, તામસી એમ ભેદ છે તે દરેક તપ શરીર, વાચિક અને માનસ એમ ત્રણ પ્રકારનું છે. પ્રથમ શરીર વગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી, સાત્વિક વગેરે ત્રણ ભેદ ત્રણ શ્લોકથી એમ કુલ નવ પ્રકારના તપ બતાવ્યા છે. - ભગવાન શ્રીકૃષ્ણ તપનું તાત્પર્ય બતાવતા ભગવાન અર્જુનને સમજાવે છે કે એકાંત જગ્યામાં આંખો બંધ કરી ધ્યાન ધરવું તે તપ તો આત્મા ચેતનાનું તપ છે. પરંતું આ આત્મા ચેતનના તપને પુરુ બળ આપનાર 112 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૮ ગીતાના સત્તર અધ્યાય સુધી ભગાવન શ્રીકૃષ્ણ અર્જુનના દરેક પ્રશ્નનો સિદ્ધાંત પક્ષે ગહન વિસ્તૃત ઉત્તર આપીને, અર્જુનને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આમ છતાં આ બધા વિષયોને પૂરેપૂરો ન્યાય આપી શકાય અને જીવનનું અંતિમ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકાય, તે માટે આ અઢારમા અધ્યાયમાં આગલા સત્તર અધ્યાયને પુનઃસારાંશ આપી, ગીતાના ગૂઢ જ્ઞાનને સંક્ષેપમાં રજૂ કરી, મનુષ્યમાત્રને અંતિમ લક્ષ્યને સાકાર કરવા આહ્વાન કરેલ છે. જેવી રીતે ગીતોનો બીજો અધ્યાય, ગીતાના બાકીના અધ્યાયના વિષય વસ્તુની પ્રસ્તાવના છે તે જ રીતે આ અંતિમ અઢારમો અધ્યાય પણ ગીતાના સારાંશરૂપ ઉપસંહાર છે. આ અધ્યાયની શરૂઆતમાં સર્વકર્મનો મનથી અભ્યાસ કરી અધ્યાય ૫ શ્લોક ૧૩ તથા કર્મના ફળ અને આસક્તિનો ત્યાગ કરી અધ્યાય ૪ શ્લોક ૨૦ જેવા વચનોમાં ત્યાગ અને સન્યાસ શબ્દનું પ્રયોજન થયેલ છે. તેનો ઊભય અર્થ એક જ છે કે ભિન્ન છે. તે જાણવાની ઇચ્છાથી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે સંન્યાસ અને ત્યાગને હું અલગ અલગ સમજવા ઇચ્છું છું. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧૯ ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરરૂપે કહે છે સન્યાસ અને ત્યાગ બંન્ને ભિન્ન ભિન્ન શબ્દો છે. પોતાની પ્રકૃતિ, બુદ્ધિથી, વ્યક્તિ વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. વિદ્વાનો ભૌતિક ઇચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને સન્યાસ કહે છે. જ્યારે સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી ત્યાગ કહે છે. અર્થાત્ નિષ્પક્ષ ભાવથી કરેલ ત્યાગ સાચો ત્યાગ છે. આવા કર્મમાં કર્તાભાવ બિલકુલ હોતા નથી. એક ગુરુ અને શિષ્ય આશ્રમમાં રહી બ્રહ્મચર્ય સહિત સાધના કરતાં હતા, એક દિવસ કોઇ કામ અર્થે આશ્રમની બહાર ગામમાં જવાનું થયું ત્યારે એક સુંદર સ્ત્રીને બે ભાન અવસ્થામાં પડેલ જોઇને, ગુરુએ તરત જ સ્ત્રીને ભાનમાં લાવવા માટે ખભે ઉંચકીને એક ઝાડ નીચે લઇ ગયા, તેને જરૂરી સેવા ચાકરી તેને ભાનમાં લાવ્યા, શિષ્ય આ દેશ્ય જોઇને આશ્રમમાં પાછો આવ્યો, જ્યારે ગુરુ આશ્રમમાં આવ્યા ત્યારે શિયએ કહ્યું ‘તમે સ્ત્રી સંગના ત્યાગનો ઉપદેશ આપો છો, અને તમે જ સ્ત્રીને ઉંચકીને લઇ ગયા ત્યારે ગુરુએ શાંત મનથી કહે છે હે વત્સ, હું તો સ્ત્રીને ત્યાં જ છોડીને આવ્યો, પરંતું તું તેને છેક આશ્રમ સુધી લઇને આવ્યો, તેનું શું? અહીં ગીતા કહે છે કે શિષ્યનો સંન્યાસનો દાવો કેટલો પોકળ છે. શિષ્યનો મન, વચન અને કર્મથી સંન્યાસ નથી, પણ સાંસારિક હણતાં કર્મોનો સન્યાસ છે જે સાચો ત્યાગ નથી, પણ પરાણે મન કમને લીધેલો ત્યાગ છે. જે ભાગેડુવૃત્તિ છે. હે અર્જુન તારો યુદ્ધ નહિ કરવાનો નિર્ણય કેવા પ્રકારનો છે. તે તું નક્કી કર, સન્યાસ તો કર્મનો નહી પણ સંકલ્પનો હોવો જોઇએ, અને સંન્યાસ તો કર્મનો નહીં પણ સંકલ્પનો હોવો જોઇએ અને સંન્યાસ, ત્યાગ સિદ્ધ પામીને પરમતત્વને પામે છે. 113 Page #114 -------------------------------------------------------------------------- ________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન આગળ કહે છે કે જે કર્મો આપણા કર્તવ્યપણામાં આવે છે તેટલા કર્મો કરવાનો આપણો અધિકાર છે. બીજા કર્મો દોષયુક્ત છે. જેનાથી હંમેશા દૂર રહેવું જોઇએ. દા.ત. આપણે જે પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન બંધનથી બંધાયેલા હોઇએ. તે જ પુરુષ કે સ્ત્રી સાથે સહગમન કરવાનો અધિકાર છે. આ સિવાયના બીજા લગ્નતેર સંબંધો એ દોષયુક્ત છે. વ્યાભીચાર છે. તેને હંમેશા ત્યાજવા જોઇએ. અર્થાત્ આપણી દૃષ્ટિએ જે ધર્મમાં ગણાય તે કર્મો કરવા અને જે અધાર્મિક ગણાય તેને ત્યજવા જોઇએ. ધર્મની આપણી વ્યાખ્યા શાસ્રયુક્ત હોવી જોઇએ. આપણા આત્મા અને પરમાર્થને પોષણ આપનારી હોવી જોઇએ. એમાં સ્વ નહિં પર પણ નો વિચાર હોવો જોઇએ. પરમાર્થિક કર્મમાં કે તેના ફળમાં ક્યારે આપણી આસક્તિ હોતી નથી. આવા ધાર્મિક કે પરમાર્થિક કર્મનો ત્યાગ નહિં, પણ તેમાં રહેલા મોહને ત્યજવો જોઇએ, કારણ કે મોહયુક્ત કર્મ દુઃખ આપે છે. મોહ રહિત કર્મ સુખ આપે છે. આવા મોહ રહિત કર્મમાં આપણો કોઇ નિજી સ્વાર્થ કે ઇર્ષા હોતા નથી. તો તે ઇષ્ટ પરિણામને પાત્ર બને છે. જેમ કે લશ્કરનો સૈનિક તેના નિજી જીવનમાં કોઇની હત્યા કરે છે. તો તે હત્યા અપરાધ બને છે. ફાંસીને પાત્ર બને છે. જ્યારે સૈનિક તરીકે યુદ્ધ ભૂમિ પર હજારો સૈનિકોને મારે તો તે પ્રસંશાને પાત્ર બને છે. ૨૨૦ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં એકદમ સ્વતંત્ર અને અશક્ત છે. તેમ છતાં તેની સ્વતંત્રતાને, તેની શક્તિને અંકુશમાં રાખનાર બીજુ કોઇ પરિબળ છે જે તેના અંતઃકરણમાં રહેલો આત્મારૂપી પરમાત્મા છે. જ્યારે જે વ્યક્તિમાં તેના પૂણ્યફળની શરૂઆત થાય છે ત્યારે તેને ખોટા રસ્તે જતાં આત્મારૂપી પરમાત્મા તેને રોકે છે જેમ કે વાલિયા લૂટારામાંથી બનેલ વાલ્મીકી, કલિંગ યુદ્ધ પછી સમ્રાટ અશોકના હૃદયમાં આવેલો પલટો, બોધી વૃક્ષની નીચે રાજકુમાર 114 ૨૨૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગૌતમના અંતઃકરણે પલટો ખાધો અને બીજા દિવસે ભગવાન બુદ્ધ બની ગયા, આવા તો અનેક ઉદાહરણો છે કે જે વ્યક્તિના અંતઃકરણમાં બેઠેલો આત્મા જાગૃત થાય છે ત્યારે વ્યક્તિ શક્તિશાળી સશક્ત હોવા છતાં તેને તે દિશામાં જતાં તેને રોકે છે. આત્માની આ પ્રચંડ શક્તિને વ્યક્તિ સારી રીતે ઓળખી લે, તો વિશ્વની કોઇ પણ તાકાત તેને ડઘાવી શક્તિ નથી. આપણી મુર્ખવાળી બુદ્ધિ હંમેશા એવું વિચારે છે કે હું બધું કરું છું. હું ન હોત તો આ કામ થાત જ નહિં, ત્યાં ગીતા કહે છે કે વેદાંતનુસાર દરેક કર્મની સિદ્ધિને માટે પાંચ પરિબળો ભાગ ભજવે છે ૧.અધિષ્ઠાન, એટલે શરીર. ૨.કર્તા, અહીં કર્તા એટલે અહંકાર વાળો જીવાત્મા. ૩.વિભિન્ન ઇન્દ્રિયો, ૪.અનેક પ્રકારના પ્રયાસો, ૫. પરમાત્મા. કોઇ કર્મની સિદ્ધ માટે ઉપર જણાવેલ પાંચ પરિબળો ભાગ ભજવે છે. આપણી મુર્ખ બુદ્ધિ માત્ર કર્તાને પ્રધાન્ય આપે છે. આપણે હાથ પર લીધેલ કર્મને માટે અનુકુળ શરીર અને પ્રકૃતિ સ્વભાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બધુ અનુકુળ હોય પણ આપણું પ્રારબ્ધ નબળુ હોય તો પણ લાખ પ્રયત્નો કરવા છતાં અનુકુળ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જે આ રીતે સાચી વાસ્તવિક્તા સમજીને ચાલે છે તેને, તેના કર્મોની સિદ્ધિ તરફ દોરી જાય છે. તે કર્મ તેના સાત્વિકપણાની નિશાની છે. આ ઉપરાંત કર્મનું બંધન છે. સિદ્ધિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના જાતિગત સ્વભાવ પર નિર્ભર છે. એટલે કે પૂર્વ પ્રાપ્ત થયેલ સંસ્કારને આધારે નિર્મિત સ્વબાવથી તેને અમુક કર્મો સ્વભાવથી તેને ભાગે આવે છે તે તેને આવશ્યક કરવા પડે છે. કેટલાંક કહેવાતા સમાજ સુધારકો ગીતામાં અહીં વર્ણાશ્રમ ધર્મનો જે ઉલ્લેખ થયેલ છે. તેમાં પોતાનો વિરોધી સૂર પૂરાવે છે. ત્યારે તે દુઃખદ છે. આપણા શાસ્ત્રોની Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ નાડને પારખ્યા વગર ખાલી વિરોધ કરવાને માટે વિરોધ કરવો એ ક્યાંયનો ન્યાય? અહીં કોઇ એક વર્ણનું પ્રાધાન્ય નથી. ચારે વર્ણ સામાજિક વ્યવસ્થાને સુઘટિત કરવા માટે આવશ્યક છે. બ્રાહ્મણનું જ્ઞાન અને શાંતિ, ક્ષત્રિયના તેજ અને શૌર્ય, વૈશ્યની દક્ષતા અને કાર્ય કુશળતા તથા શુદ્રની નમ્રતા તથા સેવાવૃત્તિની એટલે જરૂર છે. આવીવર્ણવ્યવસ્થા આધારિત સમાજ રચનાથી સમાજનું સુચારું સંચાલન થાય છે. દરેકને તેની યોગ્યતા, લાયકાતને આધારે કામ મળશે. વ્યક્તિની કાર્યકુશળતામાં તેને વારસાગત મળેલ જ્ઞાન અગત્યનો ભાગ ભજવે છે તને જીનેટિક વિજ્ઞાનને પણ અનુમોદન આપ્યું છે. આપણી કુંટુંબ વ્યવસ્થામાં સ્ત્રી પુરુષના કાર્યો, તેની પ્રકૃતિના આધારે વહેંચાયેલા છે. સ્ત્રી સ્વભાવે મૃદુ, મયાળું, સેવા ભાવના યુક્ત હોવાથી તેને માતૃત્વ તરીકે ફરજની સાથે કુટુંબના દરેક સભ્યોની સેવા, કાળજીની જવાબદારી બજાવવાની હોય છે. જ્યારે પુરુષે કુટુંબના ભરણ પોષણ માટે આર્થિક ઉપાર્જનના કાર્યો કરવાના હોય છે. આ ઉપરાંત આજના વ્યવસાયિક વ્યવસ્થાપનમાં જેતે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત, ધોરણોને ધ્યાનમાં રાખીને જે તે વ્યક્તિને તેની લાયકાત અનુસાર પદ આપી કાર્યોની વહેંચણી કરવામાં આવે છે તે જ રીતે વર્ણવ્યવસ્થામાં પણ જે તે વ્યક્તિની પૂર્વ જન્મના કર્મોના આધારે નિયત થયેલ પ્રકૃતિ, પ્રારબ્ધને અનુલક્ષીને કર્મો કરે છે. આમ આ વર્ણવ્યવસ્થા તર્કબદ્ધ, તર્કસંગત છે. જો મતભેદ હોય, તો ઉંચનીચના ભેદનો છે. ખરું જોતાં, આપણા શાસ્ત્રોમાં વર્ણના આધારે ક્યાંય પણ ઉંચ નીચના ભેદ જોવા મળતા નથી. તેમની દૃષ્ટિએ ચારે વર્ણ સામાજિક કાર્યોમાં સમાન છે. આ ચાર વર્ણો એક સુગઠિત સમાજના ભિન્નભિન્ન અંગ છે. બ્રાહ્મણને સમાજનું સુખ, ક્ષત્રિયને હાથ, વૈશ્યને ઉરુ મધ્યભાગ અને શુદ્રને પણ બતાવવામાં આવ્યા છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૨૩ જેમ શરીરમાં મુખ, હાથ, ઉરુ મધ્યભાગ, હૃદય, પેટ વગેરે અને પગનું મહત્ત્વ છે. તેમ ચારે વર્ણનું સામાજિક માળખામાં મહત્ત્વના છે. હા, આપણામાંથી ઘણાને શુદ્ર શબ્દ પ્રત્યે સૂત્ર હશે, તો શબ્દને શાસ્ત્રોની પરિભાષામાં સમજીએ તો શુગ એટલે સ્વયંસેવક, ગમે તે કાર્ય કરી શકે તેવો કુશળ, ઉપનિષદમાં આ વર્ગને પોષકવર્ગ કહ્યો છે. પૃથ્વી પણ પોષણ કરે છે. એટલે તેને પણ શુદ્ર કહી છે. આમ દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવગત્ કર્મોના બંધનમાં રહીને, પોતાને ફાળે આવતા કર્મો કરીને, પોતાની દક્ષતાથી સમાજને ઉપયોગી બનવાનું છે. તે સાચું સમર્પણ છે. જે આખરે મોક્ષને પામી શકે અર્થાત્ સમાજને ઉન્નત જોઇ શકે. આથી પોતાના માટે નિર્મિત જે કર્મો કે ધર્મ છે. તે અનુસાર કર્મો કરવાના છે. બીજા કર્મોમાં કે ધર્મમાં ક્યારે પણ પ્રવેશ ન કરવાની વાત ઉપર ગીતા ભાર મુકે છે. ગીતા તો અહીં ત્યાં સુધી કહે છે કે જે પોતાના કર્મરૂપી કર્મમાં રહીને કર્મો કરે છે તે સાચા ઇશ્વરની આરાધના કરવા બરાબર છે. આવી સમતોલ સમાજ વ્યવસ્થાથી દરેક વ્યક્તિની તેની વારસા ગત આવડત અનુસાર કામ કરતો હોવાથી, કોઇ વ્યક્તિ બેકાર કે બેરોજગાર નહિ રહે. કેટલી અદ્ભૂત આપણી વર્ણવ્યવસ્થા આધારિત અર્થવ્યવસ્થા છે. ટૂંકમાં દરેક વ્યક્તને, તેની પ્રકૃતિ, તેના સ્વભાવ પ્રમાણે ક્રિયા કરાવે છે. જો વ્યક્તિમાં વિવેક બુદ્ધિ હશે, તો તે સમજી વિચારીને કામ કરશે. દરેક કાર્યમાં ઇશ્વરની ઇચ્છા માનશે. ઇશ્વરની પ્રેરણાથી તે સતત કર્મો કરશે. વાસ્તવમાં દરેક મનુષ્ય ઇશ્વરની કઠપૂતળી સમાન છે. ઇશ્વર જેમ નચાવે, તેમ તે નાચે છે. આવી ભાવનાથી ઇશ્વરના શરણે જઇએ, તો સુખ શાંતિને પામી શકાય છે. 115 Page #116 -------------------------------------------------------------------------- ________________ 224 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની ઇચ્છાનુસાર પરબ્રહ્મને પ્રાપ્ત કરવાને માટે ગૂઢમાં ગૂઢ રહસ્યો બતાવ્યા, પછી 63 શ્લોકમાં ભગવાન કહે છે. મેં તેને ગૂઢ જ્ઞાન આપી દીધું, હવે તારી ઇચ્છામાં આવે તે કર, તું મારો પ્રિય છે. એટલે તારા હિતની વાત કરીશ. તું મારો થઈ જાય. મારામાં વિશ્વાસ રાખીને મારા શરણે આવ. તેને કોઇ ધર્મનું બંધન રહેશે નહિ. અર્થાત્ સ્વધર્માન્જરિત્યજ્ય મામેકં શરણં વ્રજ સર્વ ધર્મોનો પરિત્યાગ કરી, મારે શરણે આવી જા. અહીં ધર્મ શબ્દ કર્તવ્યકર્મનો વાચક છે. સઘળા કર્મના પરિત્યાગ એટલે શું? ગીતા આપણે સતત કર્મો કરવાની આજ્ઞા આપે છે તો પછી કર્મના પરિત્યાગની વાત ક્યાં આવી? ગીતા અનુસાર સર્વધર્મનો અર્થાત્ સર્વકર્મનો ત્યાગ એટલે ભગવાન ને નિરાંતે, વિશ્વાસ રાખીને કર્મો કરવા તે. આપણા ભાગ્યમાં આવેલ બધા કર્મો કોઇ પણ હિસાબે કરવાના છે. જો ભગવાન પર ભરોસો, વિશ્વાસ હશે તો યોગ્ય ફળ મળશે જ.. 63 શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મયોગ, જ્ઞાન, યોગ ભક્તિયોગ, સંન્યાસ યોગ, મંત્ર યોગ, હઠયોગ, રાજયોગ વગેરે જે કંઇ સાધનો છે. તે કેવળ મારા દ્વારા નિર્મિત અને મને જાણવા માટેનાં ગૂઢ રહસ્યો સમાન છે. જેને તેની પ્રકૃતિ અનુસાર જે અનુકુળ હોય તેને પસંદ કરે છે. એમાં ઝઘડાં ક્યાં આવ્યા? જેને મારામાં ભાવ છે તેને તે રહસ્યો, સરળતાથી સમજાય છે. બીજાને માટે તે ગુપ્ત છે. એટલે જેને મારા ભાવ નથી. તે કોઇ પણ સાધનનો ઉપયોગ નહિ કરે, તે માત્ર નિરર્થક જીવન જીવશે એટલે જેને મારામાં શ્રદ્ધા છે તે અંતે મારો જ છે. આવાશ્રદ્ધાવાળાને આપોઆપ ગીતાના રહસ્યોને સમજી શકે છે. શ્રીકૃષ્ણ અને અર્જુનવચ્ચે ચાલી રહેલો ગીતાસંબંધીસંવાદ ૭૩ના શ્લોકમાં “કરિષ્ય વચનં તવ’ વાક્યથી પૂરો થાય છે. “કરિષ્ય વચનં તવ’ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ 2 25 એટલે અર્જુન કહે છે કે હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ. આ વાક્યથી અર્જુનનો ભગવાન પ્રત્યેનો શરણ ભાવ, વ્યક્તિ ભાવ પ્રકટ થાય છે. ત્યાર પછી 74 થી 78 શ્લોકમાં સંજયની અનુભવ વાણી આવે છે જેમાં જેમાં સંજય કહે છે કે યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખે ગીતાના ગુપ્ત રહસ્યવાળો યોગ રહસ્ય મને સાંભળવા મળ્યો, તેને મારું ભાગ્ય સમજું છું તે સાંભળીને હું ધન્ય બન્યો છું. અહીં સંજયે ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર એટલા માટે કહે છે કારણ કે બધા યોગોનો ઇશ્વર માલિક છે. યોગનો અર્થ એટલે જોડાવવું. એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિથી જેની સાથે આપણી જાતને જોડી શકીએ. તે યોગેશ્વર, જેની કૃપા વગર આપણે કશું જ કરી શકતા નથી. તેથી મનુષ્ય પોતાનું સમગ્ર જીવન સમગ્ર કમ, એ પછી, જ્ઞાન, કર્મ કે ભક્તિના હોય પરંતુ ઇશ્વરમય બનીને કરવાના છે. આમ અઢારમા અધ્યાયની સમાપ્તીથી ભગવદ્ગીતા પૂરી થાય છે. 116