________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ એક જ કુટુંબમાં જ્યારે મારા તારાનો ભેદભાવ જાગે છે. ત્યારે એ કુટુંબમાં ભિન્નતા પેદા થાય છે. જ્યાં ઉદારતા હોય સમાન ન્યાય, સમાન દૃષ્ટિ હોય તો કોઇ મુશ્કેલી આવતી નથી. ભેદ ભાવ ફરજ પ્રત્યે ઉદાસીનતા કેળવે છે. એટલું જ નહીં આ ભેદભાવ દુશ્મનતાની ભાવના પેદા કરે છે. આથી ભેદભાવની ભાવના ભૂલી ‘સંપ ત્યાં જંપ'ની ભાવના રાખીને કામ કરીએ કે રહીએ ત્યારે ત્યારે કુટુંબ અને રાષ્ટ્ર બંન્ને પ્રગતિ કરશે, સમાન ન્યાય નહીં હોય તો ઝઘડા થશે. આથી છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય.’ તેવો ઘાટ થશે, અર્થાત્ નુકશાન ખમવુંને મુરખ દેખાવું. તેવું થશે.
૧૨
ધૃતરાષ્ટ્રે “મામકા” ને “પાંડવા” જેવી ભેદદૃષ્ટિ રાખીને મહાભારત યુદ્ધ ખેલ્યું. જેથી તેમને રાજ્યસત્તા ગુમાવી અને સાચે પોતાના કુળનો વિનાશ કર્યો, પરંતુ જો પાંડવોને ન્યાય મુજબ તેમના હકનું આપી દીધું હોત, તો પાંડવો વચ્ચે સંબંધ જળવાત એટલું નહીં રાજકુટુંબ તરીકે તેમને માન પાન પણ મળત, આતો બાવાને બે બગડ્યાં.
‘દૃષ્ટવા તુ પાંડવ અનીકમ' અર્થાત્ પાંડુપુત્રોની સેનાને વ્યુહરચનામાં ગોઠવાયેલી જોઇને રાજા દુર્યોધન ગુરુ પાસે ગયા.
અહીં પણ ધૃતરાષ્ટ્રની જેમ દુર્યોધનને પણ ચિંતા છે તે બતાવે છે. પાંડવ સેનાની વ્યુહરચનાથી તે ગભરાટમાં આવી ગયો. બેબાકળો બની. પોતાની સેનાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા.
આ આપણે એક સામાન્ય બાબત લાગે છે, પરંતુ વાસ્તવમાં અહીં વ્યવહારિક Manegement નાં ઉચ્ચગુણો રહ્યાં છે. સમગ્ર ગીતામાં વ્યવહારિક અને આધ્યાત્મિક Manegement સમાયેલું છે. તેથી આજે ૨૨મી સદીમાં પણ Manegement સ્કુલોમાં Manegement નાં સિદ્ધાંતો જાણવા અને ભણવાના, ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરેલ છે.
10
૧૩
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
પ્રસ્તુત શ્લોકમાંથી ઉત્તમ Manegement નાં મૂળભૂત પાસાં જેવા કે દિર્ઘદૃષ્ટિ, સમયસૂચકતા, સાથીઓ સાથે સમભાવ અને સાથીઓને પ્રોત્સાહિત કરવા વગેરેનો સમાવેશ થયેલ છે.
પાંડવસેનાની વ્યૂહરચનાને ત્વરિત જોઇને તેને મૂલવવાની શક્તિ દુર્યોધનમાં છે. અહીં હરિફની શક્તિ, કાર્યશક્તિને પારખવું અને તે પ્રમાણે આપણી વ્યૂહરચના ગોઠવવી જોઇએ તેનો નિર્દેશ કરે છે.
દુર્યોધન પાંડવની વ્યૂહરચના જોઇને તુરત જ સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે જે દુર્યોધનની સમયસૂચકતા બતાવે છે. અને દુર્યોધન રાજા હોવા છતાં તે સેનાપતિ પાસે જાય છે. કે એ દર્શાવે છે કે સાથી પાસે ખોટી મોટાઇ બતાવ્યા વગર સમભાવના કેળવવી.
આ પ્રથમ અધ્યાયના શ્લોક ૧ થી ૧૦માં દુર્યોધન પોતાની સેનામા યોદ્ધા, તેમના પરાક્રમો વગેરે બતાવા સેનાપતિને પ્રોત્સાહન આપે છે. સારા Manegement માં પ્રોત્સાહન આપવું ઘણું જરૂરી હોય છે.
દુર્યોધનને પાંડવ સેનાની વ્યૂહ રચના જોઇને લાગ્યું સંખ્યા બળની દૃષ્ટિએ મારી પાસે વિશાળ સેના છે તેથી તેને એ બીક લાગી કે પાંડવોના સૈન્યમાં જે ઊભા છે એ બધા જ એક પક્ષપાતી છે. એટલે કે એનું એક જ ધ્યેય છે. મારા સૈન્યમાં જે છે એ બધા ઊભય પક્ષપાતી છે. પરંતુ અંદરથી બધા જાણે છે કે આપણે શું કરી રહ્યાં છે? અહીં યુદ્ધ લાદવામાં આવ્યું છે. તેથી દુર્યોધનની સેનામાં ઉત્સાહ અને ઉમંગ ઓછો છે, તેથી તેમને પ્રોત્સાહન આપવું ખાસ જરૂરી છે. દુર્યોધનને અંદરથી ખબર છે કે તે અધર્મનો આશ્રય લઇને યુદ્ધ કરી રહ્યો છે. તેથી તેનો પરાજય નિશ્ચિત છે. દુર્યોધનને ચિંતામગ્ન જોઇને ભીષ્મપિતાએ તરત જ શંખનાદ કર્યો. પછી અનુક્રમે કૌરવોના સૈન્યમાં શંખ વાગવા માંડ્યા.