________________
૧૪
૧ ૫
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ તો સામાપક્ષમાં પહેલાં ભગવાને શંખ વગાડ્યો. પછી અર્જુન, ભીમ, યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન વગાડ્યો.
અહીં ફરી અસરકારક Management નો ઉલ્લેખ જોવા મળે છે. દુર્યોધન પક્ષમાં જે શંખ વાગ્યા એમાં અનુક્રમ છે. શિસ્ત છે કારણ કે સરસેનાધિપતિએ પહેલો શંખ વગાડ્યો છે. જ્યારે પાંડવ પક્ષમાં જેમ ફાવે એમ બધાએ વગાડ્યા. ભગવાને વગાડ્યું એ તો સમજ્યા પણ પાછળ અર્જુને, પછી ભીમે, પછી યુધિષ્ઠિરે, સહદેવે અને આઠમો નંબર આવે છે સેનાધિપતિનો.
આમ કેમ, તેનો ઉત્તર ગીતાજીનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરતાં ખબર પડે છે. દુર્યોધન પક્ષે વિશાળ સેના છે. તેમાં શિસ્ત અને તાલીમ છે. જ્યારે સામે પક્ષે પાંડવ સેનામાં એવી કોઇ બાહ્ય વ્યવસ્થા કે શિસ્ત નથી. પણ ભાવાત્મક એકતા છે કે તુ વગાડ કે હું વગાડ કાંઇ વાંધો નથી, આપણે બધા એક છીએ જ્યારે દુર્યોધનના પક્ષે ધોકાના બળે લાવેલું શિસ્ત છે.
અહીં શિસ્ત કરતાં ભાવાત્મક એકતાની ખાસ જરૂર છે. તેનો નિર્દેશ કરે છે જો ભાવાત્મક હશે તો પોતાની ફરજની સભાનતા આવશે. આ સભાનતા આપોઆપ શિસ્તમાં રૂપાંતરિત થશે.
અર્જુનનો ખરો વિષાદ આ અધ્યાયના અઠ્યાવીશમાં શ્લોકથી થાય છે. અઢાવીશમાં શ્લોકમાં અર્જુન બંન્ને પક્ષની સેનાનું નિરીક્ષણ કર્યા પછી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઇ મારાં અંગો ધ્રુજવા લાગ્યાં છે અને મારું મુખ પણ સુકાઇ રહ્યું છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
વ્યક્તિનો મોહ કેટલી હદે જાય છે. અર્જુનને માત્ર પોતાના સ્વજન અને મિત્રોની ફિકર છે. જો કદાચ યુદ્ધમાં પોતાના એક પણ માણસ ન હોત. તો તેને આવો વિષાદ ન પણ થયો હોત. અહીં પ્રશ્ન થાય કે અર્જુનનો મોહ શા માટે બતાવવામાં આવ્યો છે.
ખરું કહીએ તો ગીતાને સમજવા માટે માણસની આ જીંદગી ઓછી પડે. અહીં અર્જુનના મોહના માધ્યમ દ્વારા દરેક જીવનો મોહ બતાવવા માંગે છે. ઘણીવાર તો પોતાને નામર્દોઇને છુપાવવા માટે નખરાં કરીએ છીએ. સ્વજન અને મિત્રો સિવાયની વ્યક્તિમાં શું જીવ નથી? આપણે દરેક કાર્યમાં સ્વાર્થ કરતાં પરમાર્થને ખાસ મહત્ત્વ આપવું જોઇએ.
અર્જુન કહે છે કે મને રાજ્ય જોઇતું નથી. મને સુખ જોઇતું નથી. મને આ ધરતી જોઇતી નથી. મારે વિજયની કોઇ જરૂર નથી. એટલે કે મારે કોઇ સ્વાર્થ નથી. જો સ્વાર્થ ન હોય તો અત્યાર સુધી આટલી બધી ધમાલ શા માટે કરી. સ્વાર્થ છે સ્વજન અને મિત્રોને જીવતાં જોવાની. અને જો કદાચ સ્વાર્થ ના પણ હોય તો પણ યુદ્ધ જરૂરથી કરવું જોઇએ. નિસ્વાર્થ ભાવે યુદ્ધ કરો. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવાની તૈયારી કરે છે એટલે કે ગીતા જ્ઞાનની શરૂઆત થાય છે.
યુદ્ધ અર્થાત્ હિંસા વાસ્તવમાં પાપમય કર્મ છે. આપણે કોઇને જીવ આપી શકતા નથી. તો જીવ કઇ રીતે લઇ શકીએ? તેમ છતાં હજાર ઉપાય કરવા છતાં યુદ્ધ અનિવાર્ય બને તો શું આપણે હાથ જોડીને બેસી રહેવું?
આજે આપણા દેશમાં આવુ જ બની રહ્યું છે. સજ્જનો નિષ્ક્રિય બન્યા છે. તેથી ચારે તરફ આતંકવાદ ફેલાયો છે. કારણ કે આપણે દંભી, લાલચુ બન્યા છે. આપણી કાયરતાએ અન્યાય, અનીતિ અને ભ્રષ્ટાચાર આગળ મૌન ધારણ કર્યું છે. નીતિ અને ધર્મની વાતો
11