________________
૧૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરવામાંથી ઉંચા આવતા નથી. ‘ખાલી ચણો વાગે ઘણો', જેવી આપણી દશા છે.
આપણી શુરવીરતા નિર્દોષને હેરાન કરવામાં વાપરીએ છીએ. જો આપણે ખરા ભડવીર કોઇએ તો બળવાન સામે માથુ ઉંચકીએ, તો ખરા. અહીં અર્જુન નબળો કે કાયર નથી. સ્વજન અને મિત્રોપ્રત્યેના મોહને કારણે તેને વિષાદ અને વૈરાગ્ય છે. ત્યારે તે શ્રીકૃષ્ણને કહે છે : ‘હે દયાનિધિ, કૃપા કરો, મને આ રણમેદાનમાંથી પાછો જવા દો. મારે યુદ્ધ નથી કરવું.'
ત્યારે ભગવાન પણ ક્યાં ગાંઝીયા જાય, એવા છે. અર્જુન સામે લાલ આંખ કરી. ધીરગંભીર સ્વરે કહે છે. ખામોશ, અર્જુન વીર થઇને આવી નામાંઇ શા માટે? શું તું કાયર છે? આવી નામાંઇ તેને શોભતી નથી. જીવનના સંઘર્ષમાંથી આમ ભાગી જવું, એ શું ઉચિત છે? ના, અર્જુન તારે આ યુદ્ધ કરવું પડશે, તારે માટે નહિં તો ધર્મને માટે તારે લડવું પડશે. દુર્જનતાનો સામનો કરવો એ ખરો ધર્મ છે. તારો મોહ, આશક્તિ તારો મોટામાં મોટો દુશ્મન છે. જે તને ધર્મ કાર્યથી ચલિત કરે છે. આ મોહ અને આશક્તિ છોડવો પડશે. અર્જુનના માધ્યમ દ્વારા શ્રીકૃષ્ણે આપણે કહે છે. દરેક વ્યક્તિએ મોહ અને આશક્તિના વિષાદમાંથી બહાર આવવું પડશે જ! હિંમત અને વીરતા તમારે બતાવવાની છે. પછીનું કાર્ય હું કરીશ, આથી તો કહેવત પડી છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા’
હવે બીજા અધ્યાયથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના માધ્યમ દ્વારા વિષાદ શું છે અને તેને કેવી રીતે દૂર કરવો તેને ઉપદેશ આપશે.
12
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૭
અધ્યાય : ૨
અર્જુન પોતાના શત્રુ દુર્યોધનના સૈન્યની સ્થિતિનું નિરક્ષણ કરવા રથમાં ઊભો તો થયો. પરંતુ મોહવેશથી એ એટલો શોકમગ્ન અને સંતપ્ત થયો કે પોતાના ધનુષ્યબાણ એક તરફ મુકી રથની પાછળની સીટ ઉપર બેસી ગયો. આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન કરવા માટે સુયોગ્ય સાથી ભગવાન શ્રીકૃષ્ણએ ‘પાણી પહેલાં, પાળ બાંધી’ ને અર્જુનના વિષાદ અને વૈરાગ્ય, મોહ અને શોકનો ઉત્તર બીજા અધ્યાયમાં આપે છે.
વિષાદથી વ્યાપ્ત અર્જુનનું મોં જોવા જેવું છે. અર્જુનની કરુણાએ શોક અને આંસુનું રૂપ ધારણ કર્યું. જે અર્જુન જેવા શૂરવીરને શોભે ખરું? અર્જુનને સ્વજન અને મિત્રો પાસેનો મોહ અને આશક્તિ ધર્મ તરફ જવા દેતો નથી. અર્જુન જેવી સ્થિતિ લગભગ આપણે બધાની છે. મોહ અને આશક્તિને કારણે આપણે સો આત્માના અવાજને દબાવીએ છીએ. અન્યાય અને અનીતિને સહન કરીએ છીએ.
વાસ્તવમાં લૌકિકદૃષ્ટિબિંદુ યુક્ત કરુણા, શોક તથા અશ્રુ એ સર્વ આત્મા વિશેના અજ્ઞાનનાં લક્ષણો છે. ખુદ અર્જુન પણ આ જાણે છે પરંતુ સમય અને પરિસ્થિતિનો ભોગ બન્યો છે. ત્યારે પોતે ઇચ્છે છે કે જે
આસક્તિ અને મોહ તેને જીવનમાં સત્ય માર્ગે જવા દેતી નથી. કર્તવ્ય વિમુખ કરેલ છે. તે મોહમાંથી બહાર આવવા શ્રીકૃષ્ણ તેને મદદ કરે.