SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૪ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને યુદ્ધકર્મમાં પ્રવૃત્ત કરવા માટે બીજા અધ્યાયમાં કર્તવ્ય કર્મ,વિવેક અનુસાર વિચારપૂર્વક ચાલવાથી જે સમબુદ્ધિની પ્રાપ્તી થાય છે. તે બતાવી છે. પછી અર્જુનના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવીને આ અધ્યાયનો વિષય સમાપ્ત કર્યો. ત્રીજા અધ્યાયના આરંભમાં અર્જુનનો પ્રશ્ન કે આપને મતે બુદ્ધિ શ્રેષ્ઠ છે? તો પછી મને શા માટે યુદ્ધમાં પ્રવૃત કરો છો? આ પ્રશ્નના ઉત્તરરૂપે ચોથા શ્લોકથી ઓગણત્રીસમાં શ્લોક સુધી વિવિધ રીતે કર્તવ્યકર્મ કરવાની આવશ્યકતા બતાવી, પછી ત્રીસમા શ્લોકમાં ભગવદ્ નિષ્ઠાથી કર્તવ્યકર્મ કરવાની વિધિ બતાવે છે અને પાંત્રીસમા શ્લોકમાં કર્મની દૃઢતા બતાવી કર્મ કરવાની પ્રેરણા આપે છે. છત્રીસમા શ્લોકમાં કોની પ્રેરણાથી મનુષ્ય પાપકર્મ કરવા તૈયાર છે. તેવા અર્જુનના પ્રશ્નનો પ્રત્યુત્તર સતત આડત્રીસના શ્લોક સુધી આપે છે. તેતાલીશમા શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો ઉત્તર સમાપ્ત થાય છે. અને નવા અધ્યાયનો આરંભ થાય છે. ત્યારે તેનો એવો અર્થ થયો કે અર્જુનના પ્રશ્નના ઉત્તર સમાપ્ત થતાં, અર્જુનની મુખાકૃતિ જોઇને તેને વધુ સંતોષકાર જવાબ આપવા જે બીજા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં અધુરા છોડેલા કર્મ વિષયનું અનુસંધાન ચોથા અધ્યાયના પ્રથમ શ્લોકમાં ‘છમન’ પદ વડે ફરી આરંભ કરે છે. આથી ચોથા અધ્યાયને બીજા અધ્યાયનો પરિશિષ્ટ માનવામાં આવે છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાને બીજા અધ્યાયના સુડતાલીસના શ્લોકમાં કર્મને પ્રભુ સાથે જોડવાની વાત કરેલ છે. આ રીતે કર્મને યોગનિષ્ઠ બનાવવાની વાત કહી છે. તેવા ‘યોગનિષ્ઠકર્મ” યોગની ઘણી વાતો પ્રભુએ આ અધ્યાયમાં કરેલ છે તેને જોઇએ. હે અર્જુન! મેં તમને બીજા અધ્યાયમાં જે શુદ્ધ જ્ઞાનયોગ કહ્યો આ યોગ મેં પહેલાં સૂર્યને કહ્યો હતો. સૂર્યો પછી આ વિશુદ્ધ કર્મયોગ મનુને કહ્યો, મનુએ ઇન્દ્રવાકુને કહ્યો એમ પરંપરાથી આ યોગ પછી મોટા મોટા મહર્ષિ જાણતા હતા. એ મહર્ષિઓએ પોતાની શક્તિ પ્રમાણે આ નિષ્કામ કર્મયોગને આ ધરતી ઉપર પ્રસરાવ્યો પરંતું ધીમે ધીમે લાંબા સમય પછી આવો પવિત્ર કર્મયોગ આ ધરતી ઉપરથી નાશ પામ્યો. નિષ્કામ કર્મયોગનું મહત્ત્વ પ્રતિપાદન કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આ શ્લોકથી આ અધ્યાયની શરૂઆત કરી છે. ભગવાન આ અધ્યાયમાં કહે છે કે આપણું દરેક કર્મ વિચારયુક્ત હોવું જોઇએ. તેથી આ અધ્યાય બુદ્ધિયોગ અને જ્ઞાનયોગને મહત્ત્વ આપે છે. જ્ઞાન અને બુદ્ધિની કસોટીમાંથી પાર ઉતરેલ કર્મને મહત્ત્વ આપવું જોઇએ. આવેશ કે આવેશમાં આવીને ઉતાવળે કરેલું કર્મ ન હોવું જોઇએ. જ્ઞાનની આ ભૂમિકા આપણા સમગ્ર કર્મયોગને વિશ્વ માટે મંગલકારી બનાવે છે. અને મનુષ્ય કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે. આવા વિશ્વમંગલકારી પ્રભુના આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું, એ આપણા સર્વનો ઉદ્દેશ હોવા જોઇએ. પ્રભુના આધ્યાત્મિક જ્ઞાન પ્રચારહિન બનતા અનેક અનર્થો સર્જા, આપણી આ નબળાઇનો લાભ પરધર્મીએ લીધો, જેથી આપણે પરધર્મીઓને વહેમ નજરે જોવાનું ચાલું કર્યું જે સંઘર્ષમાં પરિણમ્યો. 37
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy