SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અહીં એ નોંધવું જોઇએ કે આપણા ધર્મમાં બીજા ધર્મની તુલનામાં કથા વાર્તાનો સત્સંગ વધુ જોવા મળે છે. પરંતું તેમાં યુવાવર્ગની સંખ્યા નહિંવત હોય છે જેથી તે અસરકારક બની શકતી નથી. આવું અસરકારક કામ શ્રી પાંડુરંગશાસ્ત્રી એ સ્વાધ્યાયની પ્રવૃત્તિ દ્વારા કરેલ છે. તેવું સતત કરવામાં આવે તો જરૂર હિન્દુધર્મ વિશ્વને માર્ગદર્શન આપી શકે. ધર્મના સુવ્યવસ્થિત પ્રચારના અભાવે ઘણીવાર બિન જરૂરી શંકાઓ ઉત્પન્ન થાય છે. અર્જુન જેવા જ્ઞાનીને પણ શંકા ઉભી થાય છે કે, ૬૮ અપર ભવતો જન્મ પરં વિવસ્વતઃ । કથમેત વિજાનીયાં ત્વમાદ્ય પ્રોક્તવ્યનિતિ ॥ અર્જુને કહ્યું ઃ ભગવન્, મને સમજાતું નથી કે આપનો જન્મ તો હાલનો છે અને સૂર્યનો જન્મ બહુ જ પુરાણો છે. આથી આપે જ સૃષ્ટિના આદિમાં સૂર્યને આ યોગ કહ્યો હતો, તે કેવી રીતે બની શકે. ભગવાન અર્જુનના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહે છે કે હે પરંતપ અર્જુન! મારા અને તારા અગણિત જન્મો થઇ ચૂક્યા છે. એ બધા જ હું જાણું છું પણ તું જાણતો નથી. આ શ્લોકમાં પુનર્જન્મનો સિદ્ધાંત રજૂ થયો છે. આપને સહજ પ્રશ્ન થાય કે અર્જુન જ્ઞાની હોવા છતાં સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરેલ હોવા છતાં, તેને આવો પ્રશ્ન શા માટે ઉદ્ભવ્યો? ભગવાન અર્જુનના માધ્યમ દ્વારા, જેવો શાસ્રસા નથી તેવા જન સાધારણ મનુષ્યને પુનર્જન્મનું રહસ્ય સમજવા માટે ‘બુદ્ધિ પ્રેરક શ્રીકૃષ્ણ’ને નાણે ભગવાન અર્જુનની બુદ્ધિમાં આ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. અર્જુનના આ પ્રશ્નમાં તર્ક કે આક્ષેપ નથી. પરંતુ જિજ્ઞાસા છે. તેઓ ભગવાનના જન્મસબંધી રહસ્યને સુગમતાપૂર્વક સમજવાની 38 ૬૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ દૃષ્ટિએ જ પ્રશ્ન કરે છે. કેમ કે પોતાના જન્મ સંબંધી રહસ્યને પ્રગટ કરવામાં ભગવાન જ સર્વથા સમર્થ છે, આજે યુવાવર્ગ જે પોતાને બુદ્ધિશાળી માનતો વર્ગ જે પશ્નો પૂછે છે. તેમાં નથી તર્ક કે નથી જિજ્ઞાસા, તેમાં સામા પક્ષને પડકારવાની શક્તિ વધુ છે. જેથી તેઓ ધર્મના સાચા રહસ્યને સમજી શકતા નથી. ભગવાન અર્જુનને આગળના ત્રીજા શ્લોકમાં પોતાનો ભક્ત અને પ્રિય સખા કહ્યો અને આ સંબંધને નાતે કેટલીક રહસ્યની વાત તેને બતાવે છે. અહીં ભગવાન સ્પષ્ટ વક્તા બને છે. અને કહે છે કે યોગ્યતાના પ્રમાણમાં યોગ્ય વાત કરાય, અંધશ્રદ્ધાળુને ધર્મની ઊંડી વાત કરાય તો તેને તે બકવાસ લાગે. પહેલા અંધશ્રદ્ધાળુને જરા પણ અકળામણ અનુભવ્યા સિવાય પ્રશ્નોનો તર્ક અંગત ઉત્તર આપવો અને એ રીતે ધીરે ધીરે તેનામાં શ્રદ્ધા જગાડતી. પછી જ્યારે તેનામાં ધર્મને વધુ જાણવાની જિજ્ઞાસા જાગે ત્યારે જ ધાર્મિકના રહસ્યો પ્રગટ કરવા. અર્જુનના પ્રસ્તુત પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા જ જન્મો થઇ ચૂક્યા છે કે બધાને હું જાણું છું પરંતુ તું નથી જાણતો. ભગવાને અહીં જીવની મર્યાદાનો ઉલ્લેખ કર્યો છે. જીવના અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું આકર્ષણ અને મહત્ત્વ રહેલ હોવાથી તેનું જ્ઞાન વિકસિત થતું નથી. શ્રી વિનોદાભાવેએ જીવની આ મર્યાદાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહે છે કે મનુષ્યને તેનું બાળપણ યાદ નથી, તો પુના-જન્મ કેવી રીતે યાદ રહે? હા, કેટલાક ભગવાનની કૃપાવાળા જીવો પોતાના પુનઃજન્મને જાણી શકે છે. તેના અવાર નવાર ઉદાહરણો વર્તમાન પત્રમાં આવે છે. પરંતુ તે માત્ર પોતાના આગલા જન્મને જાણે છે સઘળા જન્મોને નહિ,
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy