SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ જોઇએ. જો શરીરથી સમગ્ર વિશ્વનું કલ્યાણ ન થઇ શકે. પરંતું શુભચિંતન કરી વિશ્વકલ્યાણની ભાવના કેળવી શકાય આવું શુભ ચિંતન અને શુભ પ્રાર્થના પણ ઘણો પ્રભાવ ઊભો કરી શકે. આવી ભાવના કેળવવાથી વ્યક્તિ આસક્તિ છોડીને અનાસક્ત બની શકે છે. આથી ભગવાન સમજાવે છે કે તમારું કર્તવ્ય ધીરેધીરે વ્યાપક બનાવો, આપણે એવા કર્મ કરીએ, જે બધાંને સાંકળી લે. સંકુચિતતાને ગીતા ધિક્કારે છે. આપણા કર્મોનું ધ્યેય વ્યાપક અને વિશાળ હોવું જોઇએ. હું અને મારું એટલે આસક્તિ. આવા આસક્તિ યુક્ત કર્યો બંધન કર્તા છે. એટલે કે આવા કર્મો ફળ આપનારા છે. જ્યારે અનાસક્ત કર્મો બંધન કર્તા નથી, એ તો સ્વતંત્ર છે. ભગવાનના મતે અનાસક્ત કર્મો કરવાવાળા સાચા કર્મયોગી છે. ભગવાન આગળ એ પણ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિ કર્તા કરીકે પોતાને મુકે છે ત્યાં સુધી કર્મ કે સંન્યાસ યોગ સિદ્ધ થતો નથી. એ તો એકડા વગરના મીંડા જેવી પરિસ્થિતિ છે. આપણે કર્મયોગને અનુસરીએ કે સંન્યાસમાર્ગને અનુસરીએ એ મહત્ત્વનું નથી. પણ તેમાં રહેલ તત્ત્વને સમજી તેને અનુસરવું એ મહત્ત્વનું છે. તેમ જે કંઇ કરો, તેમાં તત્ત્વજ્ઞાનની વ્યવહારિકતા હોવી જોઇએ. દંભનો લેશમાત્ર અંશ ન હોવો જોઇએ. દરેક ક્રિયાઓ સ્વભાવિક હોવી જોઇએ. હું કંઇ કરતો જ નથી. એવી અકર્મની ભાવના જાગૃત થાય તો દરેક કર્મ આસક્તિરહિત બનશે, જેથી તે આત્મશુદ્ધિ માટે નિમિત બનશે. કર્મયોગી હોય કે સંન્યાસી હોય પરંતું નિયતકર્મ નિષ્કામભાવે બજાવે, એ જરૂરી છે. બંન્નેની ભાવના સર્વના કલ્યાણ માટેની હોવી જોઇએ. 53 ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૯૯ તમે જેવું વાવશો તેવું પામશો. તેમાં હું કંઇ કરી શકું નહિં, તેવી સ્પષ્ટતાં ભગવાન કરે છે. ભગવાન તમારા કર્મની વચ્ચે નહિં આવે, એ કર્મફળપ્રદાતા છે. તમે જે કંઇ કર્મ કરશો એનું ફળ આપશે. કરેલા કર્મનું ફળ સો જન્મ થાય છતાં તે ભોગવવાં જ પડે. હા, આમાં ભગવાનની કૃપા જરૂર રહેલી છે. તેમાં તેમનો ન્યાય રહેલો છે. વૃત્તિમાં આવે છે કે ભગવાન જેની ઉર્ધ્વગતિ કરવા ઇચ્છે છે. તેના દ્વારા તો શુભ કર્મો કરાવે છે. અને જેની અધોગતિ કરવા ઇચ્છે છે તેના દ્વારા અશુભ કર્મો કરાવે છે. અહીં ભગવાનનો શુદ્ધ ન્યાય જોવા મળે છે. ભગવાન ન્યાયધીશની ભૂમિકા ભજવે છે. જેમ ન્યાયધીશ નથી ગુનેગાર સાથે સંબંધ, કે નથી તેના ગુના સાથે સંબંધ, તે તટસ્થ ભાવે કાયદાની મર્યાદામાં રહીને ગુનેગારને સજા કરે છે તેમ ભગવાન નથી કર્તાપણું રચતો કે નથી કર્મને રચતો, નથી તેઓ કર્મ અને તેના ફળનો મેળ સાધતા કે નથી કોઇનું પાપ કે પૂણ્ય સ્વીકારતા. પરંતું ભગવાન તેના કર્મોના આધારે શુભ કે અશુભ કર્મ કરાવે છે. અર્થાત્ ભગવાન કર્મોના આધારે જીવની પ્રકૃત્તિ કે ભાગ્ય ફરે છે. આથી જો અવિરત શાંતિ અને આનંદને પામવો હોય તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી પર રહીને અનાસક્તભાવે આત્મશુદ્ધિ માટે સમતા અને વિવેકપૂર્વક શુભ કર્મો કરવા જોઇએ, આવા શુભ કર્મોની પાઠશાલા એટલે સાંખ્યયોગ. આમ ભગવાને સાંખ્યયોગ અને જ્ઞાનયોગની સમજૂતી આપ્યા પછી આવા સાંખ્યયોગી જ્ઞાનયોગીની જ્ઞાન ક્ષમતા પર પ્રકાશ પાડતા ભગવાન કહે છે કે : ‘જેમ કર્મયોગમાં સ્થિતપ્રજ્ઞએ તેનું મહત્ત્વનું લક્ષણ છે તેમ સાંખ્યયોગમાં જ્ઞાની પુરુષનું અતિ મહત્ત્વનું લક્ષણ સમદૃષ્ટિ છે. સમદષ્ટિ એટલે સર્વમાં ચેતન સ્વરૂપે આત્મા છે. તેવી દૃષ્ટિ તેના ચિત્તમાં કોઇ જીવ વિષે ભેદભાવ હોતો નથી. પછી એ બ્રાહ્મણ હોય કે
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy