SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગાડું હંકાર્યું, ત્યારે ગાડાની નીચે છાયામાં કૂતરું પણ ચાલ્યું. થોડેક દૂર ગયા પછી કૂતરાને એમ લાગ્યું કે ગાડાનો ભાર હું વહન કરુ છું. સાધુ સંતો એમ સમજે કે આ બધા મને પગે લાગે છે. તો એ એક માત્રભાસ છે. ગાડાનો ખરો ભાર બળદ વહન કરે છે. તેમપ્રભુની પ્રેરણાથી સાધુ સંતોએ કરેલ નિષ્કામ કર્મ, ભક્તિ, ત્યાગને બધા પગે લાગે છે. આપણે તો પ્રભુએ સોંપેલી જવાબદારી પૂરી કરવાની છે. તેથી તેનું અભિમાન ગર્વશેનો? સાચા માણસને ભય નહોય એ નિર્ભય બને છે. આજથી સવાસો વર્ષ પહેલાંની વાત કચ્છના એક ખેડૂતને સિંધના સૂબાએ કેદ કર્યો. એમણે એને ફસાવતાં કહ્યુંઃ તારા દેશના રહસ્યો અમને કહી દે. તને સો વીઘાં જમીન મફત આપીશું. મારી પાસે બસો વીઘાં જમીન છે. પણ એ તો રણ જેવી છે ને? અમે લીંબુડી હરિયાળી ધરતી આપીશું. જે જમીનમાં તમારા જેવા લાંચિયા અમલદારો પાકે એ જમીન મારે ધોળે ઘરમેય નથી જોઇતી! મારી નાખો તોય નહિ જ નહિ. તમારી ધરતીમાં કેવા માનવી પાકે છે એનો કોઇ અંદાજ આપશો? બીજાની તો ખબર નથી, મારા ઉપરથી અંદાજ બાંધવો હોય તો બેધડક બાંધો. આમ કહીને એ કચ્છી છોકરો પોતાના પેટમાં કટાર ખાઈને ત્યાં ઢળી પડ્યો. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે જેને મૃત્યુની બીક ટળી જાય એ જગત જીતી ગયો. જીવો મુત્યુને મોટામાં મોટું દુઃખ માને છે. પણ તત્ત્વજ્ઞાનીઓ એમ કહે છે કે મૃત્યુ એ જીવનનો અંત ભાગ નથી. મૃત્યુ એ જીવનની પૂર્ણાહુતિ નથી. પરંતું સંતોષ, તૃપ્તિ, શાંતિ, નિર્ભયતા જીંદગીની સમાપ્તિ છે. હવે વાત આવે છે ક્રોધની. ક્રોધ એ એવું તાપણું છે જેને માણસ પોતે જ પોતાની અંદર સળગાવે છે. એના થોડા તણખા જ બહાર દેખાય છે. પણ ભીતર જે ભડકા સળગતા રહે છે એનો ખ્યાલ માત્ર અંદર જ આવે છે. અંદરવાળા એ ભયંકર તાપણીઓ તાપે છે. ને અંદરવાળો સળગ્યા કરે છે. ક્રોધ એ માનસિક વૃત્તિ છે. એને કોઇ જલ્દી જીતી શકતું નથી. દુર્વાસા પરમ વૃદ્ધ પુરુષ હતા. છતાંય ક્રોધને જીતી શક્યા નથી, ક્રોધને જીતવો એ મોટા દેશને જીતવા કરતાં વધારે મહત્ત્વનું છે. ક્રોધને જીતવાનો ઉપાય પણ ભગવાન ગીતાજીમાં બતાવ્યો છે. રાગથી મમતા અને અપ્રાપ્તની કામના ઉત્પન્ન થાય છે. રાગવાળા પદાર્થોની પ્રાપ્તિ થતાંનો લાભ થાય છે, પરંતુ તેમની પ્રાપ્તિમાં વિદન પહોંચવાથી ક્રોધ થાય છે. જો વિદન પહોંચાડનારી વ્યક્તિ પોતાથી વધુ શક્તિશાળી હોય તો ભય ઉત્પન્ન થાય છે. આમ નાશવાન પદાર્થોના રાગથી ભય, ક્રોધ, મમતા, કામના વગેરે ઉત્પન્ન થાય છે. રાગ દૂર થતાં આ સઘળા દોષો દૂર થાય છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રભુનો દેઢ આશરો લઇએ, આશરો કોનો હોય? જે શક્તિ સામર્થ્યવાળા હોય તેનો હોય! આથી ભગવાન આગળ કહે છે હે પૃથાનંદન! મનુષ્ય જેવા કેવા ભાવથી મારી પાસે આવે એને હું એવા ભાવથી મળું છું. પત્ની 42
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy