SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૭ ભગવાન આ અધ્યાયમાં કહે છે કે કર્મ, સાંખ્ય કે ધ્યાન, ગમે તે યોગ હોય, પરંતુ સર્વેની સફળતાનું પ્રેરકબળ આખરે હું છું. તેથી પહેલાં મારા સ્વરૂપને ઓળખવાનું છે જે મારા સ્વરૂપને ઓળખે છે. તે મારા પ્રત્યે વધુ શ્રદ્ધાવાન બની દરેક યોગમાં સફળ રીતે પ્રવૃત્ત રહે છે આથી દરેક સાધકે પહેલાં બ્રહ્મવિદ્યાનું જ્ઞાન જાણવા પ્રયત્ન કરે છે અને એ જ્ઞાનથી મારી સાથે અનુસંધાન પણ સાંધી શકશે, તેથી આ અધ્યાયને જ્ઞાન વિજ્ઞાનયોગ ગણવો. હે પૃથાનંદન! મારામાં મન લગાડી, મારો આશ્રય કરી જ્ઞાનયોગ સાધતાં સાધતાં તું મારા સમગ્રરૂપને નિઃસંદેહ સારી રીતે જાણી શકે છે તેવા જ્ઞાન વિજ્ઞાનને કહું છું તે સાંભળ. જ્ઞાન એટલે સમજ અને અનુભવમાંથી પ્રાપ્ત થયેલ સમાજની પરિપક્વતા એટલે વિજ્ઞાન. જ્ઞાન વિજ્ઞાનની આ શાસ્ત્રીય પરિભાષા છે. લૌકિક ભાષામાં જેને વિજ્ઞાન કહેવાય છે એ આખી જુદી વાત છે. ભગવાન આગળ કહે છે કે હે અર્જુન! એ વાત તમો સમજી લેજો કે હું સમગ્ર વિશ્વમાં કણકણમાં સર્વવ્યાપી છું. તેથી મારી બે પ્રકૃતિ વિદ્યમાન છે. એક જડ પ્રકૃતિ, બીજી ચેતન પ્રકૃતિ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૧૩ પ્રકૃતિનો એક અર્થ થાય ગુણ કે લક્ષણ, સ્વભાવને પણ આપણે પ્રકૃતિ ગણીએ છીએ. પ્રેમ, દયા, ક્રોધ વગેરે સ્વભાવના ગુણો કહેવાય. આ ગુણથી સ્વભાવ બને છે. આ ન્યાયે જડ કે ચેતનમાં કોઇને કોઇ ગુણ હોય છે જેમ કે પથ્થરમાં અણુ અને પરમાણું એકબીજા સાથે એવા સંકળાયેલા હોય છે કે તેને તિક્ષણ સાધનવિના ભેદી શકાતું નથી. તેનાથી વિપરિત લાકડામાં અણુ અને પરમાણું વચ્ચે સૂક્ષ્મ જગ્યા રહેલી હોય છે આ ગુણ કે લક્ષણ તે તેની ઓળખ બને છે. ભગવાનના સર્જનનું વિજ્ઞાન સુપર કોમ્યુટર કરતાં અતિસૂક્ષ્મ છે તેમની વિવિધ શક્તિઓનું પૃથ્થકરણ કરીને જડ અને ચેતન સૃષ્ટિનું સર્જન કર્યું છે. સાત્વતતંત્રમાં જડપ્રકૃત્તિના સર્જન માટે ભગવાન પોતાનો વિસ્તાર કરી ત્રણ રૂપો ધારણ કરે છે. પ્રથમ વિસ્તાર મહાવિષ્ણુ, જેમાં જડતત્ત્વનો સમાવેશ થાય છે. બીજા ગર્ભોદકશાયી વિષ્ણુ છે. જેમાં પ્રવેશ કરીને તેમની અંદર વૈવિધ્યોને ઉત્પન્ન કરે છે. ત્રીજા ક્ષીરોદકશાયી વિષ્ણુ, જે સર્વ બ્રહ્માંડમાં સર્વવ્યાપક રૂપે વ્યાપ્ત છે. ભગવાનની બે પ્રકારની પ્રકૃત્તિ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ અષ્ટ પ્રકારની એ જડ પ્રકૃત્તિ છે. આ આઠે પ્રકૃતિથી પર પરંતુ આ બધામાં અસ્તિત્વનો ભાવ ઉત્પન્ન કરે એવી બીજી પ્રકૃતિ, જેને આપણે પરમતત્ત્વ તરીકે ઓળખીએ છીએ તે ચિંતન પ્રકૃતિ. અહીં એ વસ્તુ સમજી શકાય છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથી આકાશએ સ્થૂળ અથવા વિરાટ સર્જનો છે. જ્યારે સૂથમસર્જનમાં મન, બુદ્ધિ અને અહંકાર છે જે દેખી ન શકાય પણ અનુભવી શકાય તે સૂક્ષ્મસર્જન, સૂમસર્જનના પણ બે અંશો છે. એક જડ અંશ અને એક ચેતન અંશ શરીરમાં અસ્તિત્વ ધરાવતો જે અંશ, તે જડ અંશ બાહ્યરીતે 60
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy