SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ રીતે ધર્મઅનુસાર સારી રીતે મનને નિયમમાં લાવે તો ધ્યાન સિદ્ધ થાય છે. અને મન સારી શાન્ત થઇ વિકારને નષ્ટ કરે છે. મન આ રીતે શુદ્ધ થતાં આત્માના તેમજ પરમાત્માના સ્વરૂપને જાણી શકે છે. એમાંથી જે સુખની પ્રાપ્ત થાય છે તે ખરેખર અવર્ણનીય છે. આ પરિસ્થિતિને બ્રહ્મ સંસ્પર્શ કહેવાય છે. અહીં જીવને ગમે તેટલું દુઃખ આવે, એ હિંમત હારતો નથી. જેમ પવન અને વરસાદથી પર્વત વિચલિત થતો નથી તેમ જીવ પણ દેઢ સ્થિર બને છે. ૧૧૦ કર્મયોગ અને સાંખ્યયોગ (સંન્યાસ)ની માફક ધ્યાનયોગ દ્વારા પણ સમતાની પ્રાપ્તી થઇ શકે છે. તેવા વચનો પ્રભુ મુખે સાંભળ્યા પછી મનની ચંચળતાને કારણે મનને એકાગ્ર રાખવા અંગે અર્જુનને શંકા થઇ. મનને એકાગ્ર રાખવાની બાબતમાં અર્જુન કાંઇ સાવ નવો નિશાળીયો નહોતો. શસ્ત્રવિદ્યા શીખવા માટે અને શસ્ત્રાઓની પ્રાપ્તી માટે એણે આ જ પર્વત એકાગ્ર ચિત્તે વિવિધ પ્રકારનાં અભ્યાસો અને અનુષ્ઠાનો કર્યા હતા. પરંતું અત્યારે એ સામાન્ય જન સમાજનું પ્રતિનિધિત્ત્વ કરતો હોત એટલે પૂછે છે. હે મધુસુદન, આપે જે સમતાયોગ કહ્યો તે કેવળ સાંભળવા માટે મનોહર છે. પરંતું મારા અનુભવ પ્રમાણે સામાન્ય મનુષ્ય માટે અવ્યવહારું અને અશક્ય લાગે છે. કારણ કે મન ચંચળ હોય ત્યારે વાયુને વશમાં કરવા જેટલું કપરું લાગે છે. ભગવાન અર્જુનના પ્રશ્નને સાંભળે છે. એટલું જ નહિં અર્જુન દ્વારા વ્યક્ત થયેલ જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાન સ્વીકાર પણ કરે છે પરંતું ભગવાન સાથે સાથે એ પણ કહે છે કે કોઇ પણ કાર્ય માટે આપણે દેઢ ઇચ્છા શક્તિ જોઇએ. આથી અર્જુન મનુષ્ય પહેલાં દેઢ ઇચ્છા કેળવવાની છે. પછી હું બેઠો છું ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ 59 ૧૧૧ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પશુ લંગે તે ગિરિ, એની ઇચ્છા શક્તિને આધારે આંધળા અને અપંગને પર્વત પર ચઢાવવાનું સામર્થ્ય આપું છું. તો આ માર્ગને સિદ્ધ કરવા શા માટે સામર્થ્ય ન આપું? પ્રયત્ન કર્યા વગર કશું સહજ ન મળે, થોડાક પ્રયત્નથી કશું ન મળે એટલે તે અસાધ્ય છે એમ કહેવું એ નિર્બળતાની નિશાની છે. પેલા શિયાળભાઇની માફક એકાદ બે કુદકા મર્યા અને દ્રાક્ષ હાથમાં ન આવી એટલે કહું કે દ્રાક્ષ ખાટી છે. તેના જેવું થયું. પરંતું હે અર્જુન! અભ્યાસ અને વૈરાગ્યના બળથી મનને વશ કરવું સહેલું છે. ભગવાનની આ વાતથી અર્જુનને સંપૂર્ણ સંતોષ થાય છે. પરંતુ વધુ એક ખુલાસા માટે તેણે કહ્યું. હે કૃષ્ણ, આપે કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્યથી ધ્યાનમાર્ગમાં આગળ વધી શકાય છે. પરંતું જો કોઇ અમુક સમય સુધી આ માર્ગે રહેવા માટે શક્તિમાન બન્યો. પરંતું લૌકિક વાસનાને કારણે તેમાંથી વિચલિત થાય ત્યારે એવા મનુષ્યની શી ગતિ થાય તે મને કૃપા કરીને કહો. ભગવાન કહે છે હે પૃથાપુત્ર અર્જુન, કરેલી ગતિ કે કરેલું કર્મ તેના પ્રગતિના પ્રમાણમાં ફળ પ્રાપ્ત થાય છે. જો તું સહી કુરુક્ષેત્રથી વૃંદાવન જવા નીકળ્યો હોય, દસ, બાર માઇલ ગયા પછી કોઇ વિઘ્ન આવે, અને તું આગળ ન વધી શકું તો શું તેં દસ, બાર માઇલ કાપ્યું ને ફોગટમાં ગયું. તેમ સમજવું. ના, એમ સમજવું એ નરી મૂર્ખતા છે. તેં એ માર્ગની દસ બાર માઇલનું અંતર ઓછું કર્યું ગણાય. એ રીતે જેને ધ્યાનમાં જેટલી પ્રગતિ તેના પ્રમાણમાં યોગસિદ્ધિનું પરિણામ મળે છે. આ રીતે જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી અંતઃકરણ પૂર્ણ મારું ચિંતન અને મારી સાથે ગાઢ રીતે સંકળાય, મારામાં તલ્લીન થાય તે બધા કરતાં શ્રેષ્ઠ છે.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy