SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યક્ષે પૂછેલાં પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન આ પણ પૂછેલો - ‘માણસને ભયના અંધકારમાંથી મુક્ત કોણ કરે છે?” આત્મબળના અજવાળા યુધિષ્ઠિરે તત્કાળ જવાબ આપેલો, આ આત્મબળ એટલે આપણી આત્મશ્રદ્ધા. આ આત્મશ્રદ્ધા ન હોત તો આપણું જીવન નર્યું યંત્રવતું બની જાત. જીવન જીવવા જેવું હોય શ્રદ્ધાના બળે. શ્રદ્ધા આપણા વિશ્વાસમાં શ્વાસ પૂરે છે. શ્રદ્ધા જ આપણે ઇશ્વર તત્ત્વનો અનુભવ કરાવે છે. શ્રદ્ધાની સત્તા આગળ વિશ્વની કોઇ સત્તા ચાલતી નથી. શ્રદ્ધા મૂંઝાયેલા જીવનનો પ્રાણ છે. આપણાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્' ના રચયિતા શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને એક વાર દાઢમાં દુખાવો ઉપડ્યો, જેથી તેમના નખવાય, ન પીવાય કે ન સુવાય. તેમને ન કંઇ ચેન પડે. તેમને આ માટે ઘણી દવાઓ કરી, પરંતું કોઇ ફેર ન પડ્યો. આથી તેમને શ્રદ્ધાના બળે દવા મુકીને ભગવાનના નામનો જપ અને ગીતા પઠન શરૂ કર્યું. તેઓ કેટલાક દિવસો સુધી શ્રદ્ધાથી ગીતાનું પઠન કર્યું. અને અંતે શ્રદ્ધા જીતી. દાઢના દુ:ખવાનું દરદ ગયું. આવો અદ્દભૂત ઇશ્વર શ્રદ્ધાનો કિસ્સો ઇંગ્લેંડના નાના ગામડાના રહેવાસી હોન લી. ના જીવનનો છે. એકવાર મિસિસ કેઇઝ. પામની એક વૃદ્ધાના કરપીણ ખૂનના કેસમાં જ્હોન લી. ને ફાંસીની સજા ફરમાવાઈ. આમ છતાં જહોન લી. શ્રદ્ધાપૂર્વક કહેતો “મેં એ ખૂન નથી કર્યું. મને પ્રભુ ફાંસીના માંચડે નહિ ચઢવા દે.' ફાંસીના દિવસે તેને ત્રણ ત્રણ વાર માંચડા ચઢાવવા છતાં, તે મૃત્યુ ન પામ્યો. સત્તાધીશો અચંબામાં પડી ગયા, તેમને ત્રણે વખતે હોન લી. ને ફાંસીએ ચઢાવવા પહેલાં એક પૂતળાને ફાંસીના માંચડા ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પર ટિંગાડીને “લીવર’ ખેંચતા પૂતળું તરત જ ટેબલની નીચે ચાલ્યું જતું. જ્યારે એની જગ્યાએ જ્હોન લી. ને ફાંસી આપવા માટે લીવર ખેંચવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. આથી કંટાળીને સત્તાધીશોએ જહોન લી.ની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી નાંખી. આમ શ્રદ્ધા વિશ્વાસથી બધું જ મળે છે. આથી ભગવાન ગીતાજીમાં કહે છે કે શ્રદ્ધાવાળો, જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વાળો અને એકાગ્રતાવાળો પુરુષને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એકલવ્ય વિદ્યાભ્યાસ માટે દ્રોણાચાર્ય પાસે ગયો. પરંતું દ્રોણાચાર્ય એકલવ્ય શુદ્ર હોવાને નાતે તેને વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી. પરંતું ખરેખર એકલવ્યને ભણવું હતું અને એને આ ગુરુ જોઇતા હતા. બીજા નહિં, આથી તેને જંગલમાં જઇને દ્રોણગુરુનું માટીનું પૂતળું બનાવ્યું. અને એમાં શ્રદ્ધા રાખી. તો પૂતળા પાસેથી વિદ્યા મેળવી શક્યો. જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય તો શું ન કરી શકે. શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. પરંતું જેને શ્રદ્ધા નથી. વિશ્વાસ નથી. તે કશું જ પ્રાપ્ત કરતો નથી. ઘણીવાર મનુષ્ય મન અને ઇન્દ્રિય વડે અનુભવેલી હકિકત સત્ય માને છે. તેથી તે ત્યાં અટકી જાય છે આગળ નથી વધી શકતો. પરંતું શ્રદ્ધાના બળે શ્રદ્ધાવાન મનુષ્ય શાસ્ત્રો અને ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખીને ઘણા તથ્યોના રહસ્યને પામી શક્યા છે. અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા બળવતુ બનતી જાય છે. તેનું મન સતત ભગવદ્ભય રહે છે જેથી તેને કર્મના કોઇ બંધન રહેતા નથી. આથી ભગવાન અર્જુનને કહે છે કે : “હે ધનંજય! જ્ઞાનયોગ દ્વારા સંશય, વહેમોનો નાશ કર, અને યુદ્ધ માટે ઉભો થાય.” 49.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy