SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૫ ભગવાને ચૌદ અધ્યાયમાં સત્વ, રજસ, તમસ એવા ત્રિગુણોથી પર ગુણાતીત બનવા માટે, મારી દૃઢ ભક્તિ કર, મારો દેઢ આશ્રય કર, તેમ કહે છે પરંતું આવી દેઢ ભક્તિ છે. દંઢ આશ્રય આપણે, ધારીએ છીએ તેમ તે સહેલો નથી. કારણ કે તેમ કરવા માટે સંસારની, શરીરની અનેક વિટંબણાઓ આવે આ વિટંબણાને પાર કરી પ્રભુ સાથે સંબંધ સ્થાપિત કરવા, ભગવાને આ અધ્યાયમાં વિસ્તૃત ચર્ચા છે. જેથી ભક્તજનોનો પોતાનામાં દૃઢ આશ્રય નિશ્ચય થાયતેથી આ અધ્યાયને ‘પુરુષોત્તમયોગ’ કહ્યો છે. આ અધ્યાયને પાંચ વિભાગમાં જોઇએ તો પ્રથમ ૧થીપ શ્લોકમાં સંસારનો પરિચય કરાવ્યો છે. ૬થી૯ શ્લોકમાં જીવ શિવનો સંબંધ બતાવ્યો. ૧૦થી૧૧માં જ્ઞાની અને અજ્ઞાની વિશે કહ્યું છે. ૧૯થી૨૦ શ્લોકમાં મુક્તિનો નિર્દેશ કરેલ છે. આમ અધ્યાયને સંપૂર્ણ રીતે સમજવા પ્રયત્ન કરીએ ભગવાનની લીલાની ગહનતા, વિશળતા, વિવિધતા અને વિલક્ષણતાનો અદ્ભૂત પરિચય મળે છે. આ અધ્યાયના આરંભમાં સંસારનો પરિચય કરાવવા ભગવાન સંસારને અશ્વત્થ (પીપળો) રૂપે સરખાવવી સંસારનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. આ અશ્વત્થનું વૃક્ષ એવું છે જેનાં મૂળિયાં આકાશમાં છે. ડાળો અને પાંદડા નીચે છે. આ બહુ વિચિત્ર લાગે તેવી 101 ૧૯૫ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સરખામણી છે કારણ કે આપણા શાસ્ત્રોમાં પીપીળાને પવિત્ર ગણ્યો છે. જ્યારે સંસારને નરકગામી ગણ્યો છે. ત્યારે ગીતા જ્યારે અપવિત્રને પવિત્ર સાથે સરખાવે છે. ત્યારે થોડુંક વિચિત્ર લાગે. આમ છતાં ગીતાનું કોઇ તત્વજ્ઞાન, વિચાર કે રૂપક ક્યારે દોષિત નથી. આપણી ઉપર છેલ્લી સમજ, જ્ઞાન આપને દોષિત તરફ લઇ જાય છે. જો શાનને સારી રીતે સમજવું હોય તો આપણા અંતરઆત્માને જાગૃત કરો, પ્રજ્વલિત અંતરઆત્મા જ્ઞાનની સાચી દિશા બતાવશે, ગમે તેટલો દુષ્ટ મનુષ્યને સાચા સંતનો સત્સંગ થશે, તો તે દુષ્ટ મનુષ્યમાં પરિવર્તન થશે અને તે સાચો માણસ બનશે. એ જ રીતે સંસારને અશ્વત્થના વૃક્ષ સાથે સરખાવી સંસારની પવિત્રતા સાબિત કરવા ભગવાન માંગે છે. આ સંસાર એક અશ્વત્થનું વૃક્ષ છે. કે જેના મૂળિયાં ઉંચા છે. ડાળાં પાંદડાં નીચાં છે. આવું વૃક્ષ એટલે અશ્વત્થ અર્થાત્ પીપળો, પણ તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે. ‘શ્વ’ એટલે આવતી કાલ ‘ત્ય’ એટલે ટકનારો. ‘અ’ એટલે નહિં, આ રીતે તેનો અર્થ થાય છે. તો આવતી કાલે અસ્તિત્વ ન ધરાવતું હોય તે અશ્વત્થ, આમ સંસાર જો અશ્વત્થ છે તો તેનો અર્થ એ થાય છે સંસાર વિનાશી છે. આ વૃક્ષના મૂળિયાં ઉર્ધ્વ ઉંચા છે. ઉર્ધ્વના ઘણાં અર્થો છે. પરંતું અહીં તેનો અર્થ છે ઉપર નીચે, અર્થાત્ ઉર્ધ્વ એટલે ઉપર મૂળિયાં અને નીચે ડાળાં પાંદડા, હવે ઉપર મૂળિયાં એવું કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન ઉપર છે. એટલે ઉપર મૂળિયાં, કારણ કે આ સંસાર ઇશ્વરથી ઉત્પન્ન થયેલો છે. એટલે પ્રભુ ઉપર છે. ડાળાં પાંદડાં નીચાં છે. આ સંદર્ભમાં ઉર્ધ્વ એટલે ઉપર અને ઉત્તમ, કારણ કે આ સંસાર પરમાત્માની ઇચ્છાથી ઉત્પન્ન થયેલો છે. એટલે ઉત્તમમાંથી
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy