________________
૩૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અનિત્ય છે. તેને છોડી દે છે. જ્ઞાન માનવને વિવેક આપે છે વિવેક ના વિશ્લેષણ દ્વારા સાચો વૈરાગ્ય જાગે તેનું નામ અનુરાગ, પરંતુ શારિરીક સંસારીક પરિસ્થિતિ અસહ્ય બનતા સંસારમાંથી મન ઉઠી જાય તેને વૈરાગ્ય કહેવાય. આમ સમતા યોગ્ય ઇષ્ટ અને અનિષ્ટને સમજીને સમજી શકે છે.
‘સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વા’ સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખનારને ભગવાન સ્થિતપ્રસ પુરુષ તરીકે ઓળખાવે છે. ત્યારે આવા સ્થિત પસવાળા જીવનું લક્ષણ જાણવા માટે અર્જુન ભગવાનને કહે છે ઃ ‘હે કેશવ! આવી સમાન બુદ્ધિવાળાનું લક્ષણ ક્યું? આવો સમાન બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે?’
તેના પ્રત્યુત્તરમાં ભગવાન અર્જુનને કહે છે કે હે પૃથાનંદન! જ્યારે જીવ પોતાના મનની સર્વકામનો ત્યાગ કરી, સદા આત્મસંતુષ્ટ રહે, ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. સુખ કે દુઃખમાં જેનું મન વિચલિત થતું નથી. એવા રાગ, દ્વેષથી પર જીવનો સ્થિરબુદ્ધિવાળો કહેવાય.
જેમ કાદવમાં કમળ થવા છતાં કમળને કાદવનો સ્પર્શ થતો નથી, કાદવમાં રહેવા છતાં કમળ તેનું સૌંદર્ય છોડતુ નથી. તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ જીવ ગમે તે પરિસ્થિતિમાં તેનો સ્વભાવ છોડતો નથી.
એક સંત પોતાના શિષ્ય લઇને ગામના તળાવ ઉપર સ્નાન કરવા ગયા, ત્યારે ચોમાસાના દિવસો હતા, આ સંત જેવા તળાવમાં સ્નાન કરવા જતાં હતા. ત્યારે તેમને જોયું કે એક વિછી પાણીમાં તરફડિયાં મારતો હતો, તેના બચાવવાના હેતુથી સંત તેને પકડીને બહાર કાઢ્યો, તો તરત જ વિછી ડંખ મારીને ફરી પાછું પાણીમાં પડી તરફડિયાં ખાવા લાગ્યો. એ સંતે તેને ફરી બહાર કાઢ્યો આમ બે ત્રણ વાર સંત
20
૩૩
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વિછીને પાણીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો, તો તરત જ વિછી ડંખ મારી પાછું પાણીમાં જતો રહેતો. આ દેશ્ય જોઇ રહેલા શિષ્યથી રહેવાયું નહીં. તેથી તેને ગુરુને કહ્યું વિંછી તમને ડંખ મારે છે છતાં તેને શા માટે પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરશે. ત્યારે સંતે કહ્યું : ‘વિછીનો ડંખ મારવાનો સ્વભાવ, મારો તેને બચાવવાનો સ્વભાવ છે.’
આવા કર્તવ્યવાન પુરુષને કોણ કર્તવ્યથી વિમુખ કરી શકે. ગમે તેવી વિપત્તિ આવે તો પણ તેની સાથે તાલ મિલાવીને જીવી જાણે તે સાચો સ્થિતપ્રજ્ઞ કહેવાય.
એક દિવસ એક બાદશાહે પોતાના વજીરને કહ્યું – મારે એક માણસની જરૂર છે. તમારી નજરમાં કોઇ આવે તો લઇ આવજો, પણ એટલું ધ્યાન રાખજો કે માણસ હૈયાનો સાચો હોવો જોઇએ.’
ઘણા દિવસની શોધખોળ પછી વજીરને એક માણસ ગમ્યો. વજીરે એની પાસેની નોકરી છોડાવી દીધી. ને સારા ભવિષ્યની આશા આપી એને બાદશાહની સેવામાં હાજર કર્યો.
બાદશાહે જરા વિચાર કરીને કહ્યું –
મારી પાસે તો અત્યારે કંઇ કામ નથી, પણ તમારો આગ્રહ હોય તો આપણા કાર્યાલયમાં ચપરાશીનું કામ આપીએ. પગાર પંદર રૂપિયા મળશે.”
વજીરને માઠું લાગ્યું, પણ પેલા યુવકે કહ્યું – મારે માટે તો બાદશાહની ચાકરી કરવાની તક મળે એ સૌથી મોટો પગાર છે.’
એ તો એને માટે તૈયાર થઇ ગયો. વજીર એને બાદશાહની કચેરી બતાવી ગયો, ત્યાં તો નરી ધૂળ જ ધૂળ છવાયેલી હતી, કારણ કે ત્યાં ઘણા દિવસો સુધી બેસીને બાદશાહ ન તો કામ કરતા હતા, કે ન તો કદી ત્યાં જતા હતા.