SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાયની ગેરહાજરી એ ગીતાની અધુરપ કહેવાય. જેમ શરીરનાં વિવિધ અંગો માટે અલગ અલગ નિષ્ણાંત ડૉક્ટરો હોય છે તેમ પોતાની આગવી પ્રકૃત્તિ, રૂથી પ્રમાણે જે અધ્યાયથી વધુ તૃપ્તી મળે, આનંદ મળે એ અધ્યાયનું એને વધુ આકર્ષણ હોય છે. અને તે કારણે એ અધ્યાય પોતાને માટે સર્વશ્રેષ્ઠ છે એમ લાગે. આ જ તર્કથી ગીતાનો આ બારમા અધ્યાય અસંખ્ય ભક્તિ હૃદય માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.આ બારમા અધ્યાયમાં પણ વીસ શ્લોક હોવા છતાં તેના પ્રત્યેક શ્લોક અર્થસભર હોવાથી પ્રત્યેક ભક્ત હૃદયને તૃપ્ત કરે છે અને આ સાથે સાથે એ પણ ફલિત થાય છે કે ગીતાજીની ભક્તિ અંધભક્તિ નથી. તે જ્ઞાનયુક્ત ભક્તિ છે. ભક્તિ કરતાં પહેલાં આપણે આપણું, જગતનું અને ભગવાનનું સ્વરૂપ તથા તે ત્રણે વચ્ચેનો સંબંધ અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન સમજી લેવાની જરૂર છે. ગીતાના જ્ઞાનમાં ભક્તિની મિઠાસ છે. ભાવના વગરનું કર્મ અને જ્ઞાન શુષ્ક તથા નીરસ બની જાય છે. ભક્તિથી ભાવના જાગૃત થાય છે, આથી ભગવાન આપણને ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. ભક્તિનો અર્થ થાય છે ભાવ + અંકિત, જેમાં આપણો ભાવ અંકિત થાય તે પ્રત્યેની આપણી ભક્તિ છે. એમ કહેવાય. આવા ભાવનું આરોપણ ભગવદ્ સ્વરૂપમાં ભગવદ્ કાર્યમાં અને ભગવદ્ સ્મરણમાં જો આપણું ચિત્ત ભાવપૂર્વક પરોવાઇ જાય. ત્યારે એ સાચી ભક્તિ બને છે. ભગવાન કહે છે જે મનુષ્ય મારામાં ચિત્ત પરોવે છે અને તેના ચિત્તમાં હંમેશા મને પધરાવે છે તે ભક્ત છે. નાની મોટી દરેક બાબતમાં ભગવાનને શું ગમશે, શું ભાવશે એવું નિત્યનિરંતર ચિંતન મનન કરીને પોતાનું ચિત્ત ભગવદ્ભય બનાવે છે. 85 ૧૬૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આવું ભગવદ્ભય મન ભગવાનને છોડીને ક્યાંય જતું નથી. ભક્ત પોતાનાં પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શ્વાસ બધું ભગવાનને સોંપી દે છે. આવા ભક્તને એ વાતનું જ્ઞાન હોય છે કે પ્રકૃત્તિની સન્મુખ થવાને કારણે અર્થાત્ ઇન્દ્રિય કામનાને કારણે જીવ શરીર સાથે હું પણાનો સંબંધ જોડી દે છે. અર્થાત્ હું શરીર છું એવું માની લે છે. આથી હું પણા ની સાથે જોડાયેલ ઇન્દ્રિયો કામનાઓ, વિષયો, વર્ણ, આશ્રમ, જાતિ, વ્યવસાય વગેરેને વગર યાદ કર્યે પણ યાદ આવી જાય છે. આવી અવસ્થામાંથી મુક્ત થઇ મને ચિત્તને હંમેશા ભગવાન સાથે જોડાયેલું રાખે છે. આ રીતે તેનું ચિત્ત ભગવાન સાથે જોડાય છે. તેને ભગવાન ભક્તિયોગનું દર્શન કરાવે છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી ભગવાન અર્જુનને સમજાવતાં કહે છે. હે અર્જુન! એ જ સર્વોત્તમ ભક્ત છે. જેને મારા પ્રત્યક્ષ સ્વરૂપની ભક્તિ કરવામાં બહુ ૨સ છે. ખરેખર તો મારાં સર્વવ્યાપી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવી બહુ કઠણ છે. થઇ શકતી પણ નથી, આવા સ્વરૂપની ઉપાસનામાં ચિત્તનો નિરોધ ક્યારે થતો નથી. ચિત્તના નિરોધ માટે મારું પ્રગટ સ્વરૂપ ઉત્તમ છે. આમ ભક્તિયોગના તાત્પર્યને સમજીને મારી પર શ્રદ્ધા, વિશ્વાસ રાખી લૌકિક સુખોથી પર રહીને મારા વિભૂતિ સ્વરૂપ, વિરાટ સ્વરૂપને ઓળખી ને સર્વપ્રત્યે સમભાવ રાખતો મનુષ્ય પણ અંતે મને પ્રાપ્ત કરે છે. ભક્તિ એ ચિત્ત ચેતનાનું માધ્યમ છે. શુદ્ધ ચિત્તમાં ભગવાન આવે છે વ્યક્તિથી પવિત્ર બનેલા અંતઃકરણમાં આપોઆપ જ્ઞાનનાં કિરણો ફુટી નીકળે છે. તેમ તેમ ચિત્ત શુદ્ધ થતાં ભગવદ્ જ્ઞાનને ગ્રહણ કરતું જાય છે.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy