SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ પચ્ચીસ થી ત્રીસમા શ્લોક સુધી જે બાર યજ્ઞો છે. તે બતાવ્યા છે હવે તેની વાત કરીએ. સઘળી ક્રિયાઓ તથા પદાર્થોને પોતાના ન માનતા, પ્રભુના માને, એ દેવયજ્ઞ, કેટલાક પરમાત્મા સાથે તાદાભ્ય કેળવવા માટે સતત પરમાત્માનું સ્મરણ કરે છે અને તેમાં જીવન વ્યતીત કરે છે તે જીવાત્મારૂપી યજ્ઞ. ઇન્દ્રિયોને સંયમમાં રાખે તે ઇન્દ્રિયયજ્ઞ, અહીં કામનાઓથી મુક્ત થઇ કર્મ કરવાની વાત છે. સમાધિયશ, કર્મ માટે દ્રવ્યનો ઉપયોગ કરે એ દ્રવ્ય યજ્ઞ, તીવ્ર તપ કરે તે તપયજ્ઞ, યોગસાધના કરે તે યોગયજ્ઞ, ધાર્મિક ગ્રંથોનું પરાયણ કરવું એ સ્વાધ્યાય યશ, કેટલાક પ્રણાયામ કરે એ પણ એક યજ્ઞ છે. મૂળ તથ્યોને જાણવાનો પ્રયત્ન એટલે જ્ઞાનયજ્ઞ, આ સિવાય ઘણા યજ્ઞો છે. આ બધા યજ્ઞ દરેક મનુષ્ય વત્તા ઓછા કરે કરવા જોઇએ તો એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. આ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ ક્યો? તેના પ્રત્યુત્તરમાં ભગવાન કહે છે. હે પરંતપ: દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે કારણકે સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જે કર્મમાં દ્રવ્ય એટલે સંપત્તિ, એ પછી ભૌતિક પદાર્થ સ્વરૂપની હોય કે શરીરની ઇન્દ્રિયરૂપી હોય, તે બધા યજ્ઞો ‘દ્રવ્યયજ્ઞ’ યજ્ઞ કહેવાય. જ્યારે જ્ઞાન માટે આત્માની જરૂર હોય છે. અને આત્મા અલૌકિક છે. તેથી જ્ઞાનયજ્ઞ સિવાયના બીજા બધા યજ્ઞ દ્રવ્યમયયજ્ઞ છે. જ્યારે જ્ઞાનયજ્ઞ આત્મ સાથે સંબંધિત હોવાને કારણે બધા યજ્ઞમાં જ્ઞાનમય સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાન સત્યનો પ્રકાશ છે. અસત્યના અંધકારમાં જે રઝળપાટ થાય છે. ત્યારે જ્ઞાન દીવો બને છે. જ્ઞાન જીવનમાં ખૂટતી કડીઓ જોડે ગીતા ભાવાર્થ ભાવાનુવાદ છે. જ્ઞાનને બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. એક ન્યાયાધીશ અદાલતમાં ન્યાય તોલે ત્યારે તેમને એવા ઘણા અનુભવો થયેલા કે ઘણા ગુનેગારો ખરેખર ગુનેગાર હોવા છતાં. ગુનેગારની યુક્તિ પ્રયુક્તિ કાવા દાવાથી પુરાવાને રફેદફે કરી નાખતા હતાં. આથી સચોટ પુરાવાના અભાવે ગુનેગારને નિર્દોષ છોડી મૂકવા પડતા હતા. ન્યાયની આ દુર્દશા જોઇને ન્યાયધીશ દુઃખી થતાં હતાં, આથી એક વખત રાજીનામુ આપવાની તૈયારી સુધી પહોંચી ગયા. ત્યારે તેમની સમકક્ષ બીજા ન્યાયાધીશે તેને આશ્વાસન આપતા કહ્યું કે જો ખરેખર સાચા ગુનેગારને નિર્દોષ છૂટવા ન જો હોય, તો અમે એક ખાનગી અદાલત ચલાવીએ છીએ. તેમાં તું જોડાય, એ અદાલતમાં આપણા જેવા ન્યાયલયના ન્યાયાધીશ જેમને ન્યાયલયમાં ન્યાય નથી મળ્યો, તેવા કેસોનો નિકાલ લાવી ગુનેગારને ખાનગી રાહે હત્યા કરાવી તેને સજા આપે છે. સત્યવાદી ન્યાયધારો આવા અસત્યના તંત્રનો પક્ષ લેવાની આનાકાની કરી, ત્યારે તેના સાથી ન્યાયધીશ મિત્રે તેને દલીલ કરતાં સમજાયું કે ધ્યેય શુદ્ધિ માટે જરૂર પડે તો અશુદ્ધિ સાધનનો ઉપયોગ કરવું પાપ નથી. મહાભારતમાં સત્યવાદી યુધિષ્ઠિરે ‘નરો વા કુંજરો વા' કહીને અસત્ય નો પક્ષ નહોતો લીધો? અરે ભગવાન! શ્રીકૃષ્ણ પણ મહાભારત યુદ્ધમાં હથિયાર નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. છતાં ભિષ્મને મારવા રથનું પૈડું નતા દોડ્યાં? દુર્યોધનને પણ કપટથી કરવામાં આવેલા તેને તું કેમ ભૂલે છે? આવી તાર્કિત દલીલો દ્વારા સત્યવાદી ન્યાયધીશને વ્યવહારું સત્ય સમજાવીને પોતાનામાં પક્ષમાં ખેંચી લીધો. પરંતુ એક દિવસ આ સત્યવાદી ન્યાયધીશને પોતાનો આ નિર્ણય અપરિપક્વ લાગ્યો. તેથી તેને આ ખાનગી અદાલતની વાત કોર્ટમાં જાહેર કરી, પરંતુ તેના સાથી ન્યાયધીશીઓએ આ માટે પુરાવા રજૂ કરવા જણાવ્યું, પરંતુ પૂરાવા રજૂ ન કરતા, એ ખાનગી વાલાયના 47
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy