________________
૨૨૨
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ નાડને પારખ્યા વગર ખાલી વિરોધ કરવાને માટે વિરોધ કરવો એ ક્યાંયનો ન્યાય? અહીં કોઇ એક વર્ણનું પ્રાધાન્ય નથી. ચારે વર્ણ સામાજિક વ્યવસ્થાને સુઘટિત કરવા માટે આવશ્યક છે. બ્રાહ્મણનું જ્ઞાન અને શાંતિ, ક્ષત્રિયના તેજ અને શૌર્ય, વૈશ્યની દક્ષતા અને કાર્ય કુશળતા તથા શુદ્રની નમ્રતા તથા સેવાવૃત્તિની એટલે જરૂર છે.
આવીવર્ણવ્યવસ્થા આધારિત સમાજ રચનાથી સમાજનું સુચારું સંચાલન થાય છે. દરેકને તેની યોગ્યતા, લાયકાતને આધારે કામ મળશે. વ્યક્તિની કાર્યકુશળતામાં તેને વારસાગત મળેલ જ્ઞાન અગત્યનો ભાગ ભજવે છે તને જીનેટિક વિજ્ઞાનને પણ અનુમોદન આપ્યું છે.
આપણી કુંટુંબ વ્યવસ્થામાં સ્ત્રી પુરુષના કાર્યો, તેની પ્રકૃતિના આધારે વહેંચાયેલા છે. સ્ત્રી સ્વભાવે મૃદુ, મયાળું, સેવા ભાવના યુક્ત હોવાથી તેને માતૃત્વ તરીકે ફરજની સાથે કુટુંબના દરેક સભ્યોની સેવા, કાળજીની જવાબદારી બજાવવાની હોય છે. જ્યારે પુરુષે કુટુંબના ભરણ પોષણ માટે આર્થિક ઉપાર્જનના કાર્યો કરવાના હોય છે.
આ ઉપરાંત આજના વ્યવસાયિક વ્યવસ્થાપનમાં જેતે વ્યક્તિની શૈક્ષણિક લાયકાત, ધોરણોને ધ્યાનમાં રાખીને જે તે વ્યક્તિને તેની લાયકાત અનુસાર પદ આપી કાર્યોની વહેંચણી કરવામાં આવે છે તે જ રીતે વર્ણવ્યવસ્થામાં પણ જે તે વ્યક્તિની પૂર્વ જન્મના કર્મોના આધારે નિયત થયેલ પ્રકૃતિ, પ્રારબ્ધને અનુલક્ષીને કર્મો કરે છે. આમ આ વર્ણવ્યવસ્થા તર્કબદ્ધ, તર્કસંગત છે. જો મતભેદ હોય, તો ઉંચનીચના ભેદનો છે. ખરું જોતાં, આપણા શાસ્ત્રોમાં વર્ણના આધારે ક્યાંય પણ ઉંચ નીચના ભેદ જોવા મળતા નથી. તેમની દૃષ્ટિએ ચારે વર્ણ સામાજિક કાર્યોમાં સમાન છે. આ ચાર વર્ણો એક સુગઠિત સમાજના ભિન્નભિન્ન અંગ છે. બ્રાહ્મણને સમાજનું સુખ, ક્ષત્રિયને હાથ, વૈશ્યને ઉરુ મધ્યભાગ અને શુદ્રને પણ બતાવવામાં આવ્યા છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૨૩ જેમ શરીરમાં મુખ, હાથ, ઉરુ મધ્યભાગ, હૃદય, પેટ વગેરે અને પગનું મહત્ત્વ છે. તેમ ચારે વર્ણનું સામાજિક માળખામાં મહત્ત્વના છે. હા, આપણામાંથી ઘણાને શુદ્ર શબ્દ પ્રત્યે સૂત્ર હશે, તો શબ્દને શાસ્ત્રોની પરિભાષામાં સમજીએ તો શુગ એટલે સ્વયંસેવક, ગમે તે કાર્ય કરી શકે તેવો કુશળ, ઉપનિષદમાં આ વર્ગને પોષકવર્ગ કહ્યો છે. પૃથ્વી પણ પોષણ કરે છે. એટલે તેને પણ શુદ્ર કહી છે.
આમ દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવગત્ કર્મોના બંધનમાં રહીને, પોતાને ફાળે આવતા કર્મો કરીને, પોતાની દક્ષતાથી સમાજને ઉપયોગી બનવાનું છે. તે સાચું સમર્પણ છે. જે આખરે મોક્ષને પામી શકે અર્થાત્ સમાજને ઉન્નત જોઇ શકે. આથી પોતાના માટે નિર્મિત જે કર્મો કે ધર્મ છે. તે અનુસાર કર્મો કરવાના છે. બીજા કર્મોમાં કે ધર્મમાં ક્યારે પણ પ્રવેશ ન કરવાની વાત ઉપર ગીતા ભાર મુકે છે. ગીતા તો અહીં ત્યાં સુધી કહે છે કે જે પોતાના કર્મરૂપી કર્મમાં રહીને કર્મો કરે છે તે સાચા ઇશ્વરની આરાધના કરવા બરાબર છે. આવી સમતોલ સમાજ વ્યવસ્થાથી દરેક વ્યક્તિની તેની વારસા ગત આવડત અનુસાર કામ કરતો હોવાથી, કોઇ વ્યક્તિ બેકાર કે બેરોજગાર નહિ રહે.
કેટલી અદ્ભૂત આપણી વર્ણવ્યવસ્થા આધારિત અર્થવ્યવસ્થા છે. ટૂંકમાં દરેક વ્યક્તને, તેની પ્રકૃતિ, તેના સ્વભાવ પ્રમાણે ક્રિયા કરાવે છે. જો વ્યક્તિમાં વિવેક બુદ્ધિ હશે, તો તે સમજી વિચારીને કામ કરશે. દરેક કાર્યમાં ઇશ્વરની ઇચ્છા માનશે. ઇશ્વરની પ્રેરણાથી તે સતત કર્મો કરશે. વાસ્તવમાં દરેક મનુષ્ય ઇશ્વરની કઠપૂતળી સમાન છે. ઇશ્વર જેમ નચાવે, તેમ તે નાચે છે. આવી ભાવનાથી ઇશ્વરના શરણે જઇએ, તો સુખ શાંતિને પામી શકાય છે.
115