SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સહિષ્ણુતા એટલે કે મનુષ્ય પોતાની પાસે શક્તિ. સામર્થ્ય હોવા છતાં પણ અપરાધ કરવાવાળા પ્રત્યે સહેજ પણ અભાવની લાગણી ન રાખે. અર્થાત્ તેના પ્રત્યે ક્ષમાભાવ રાખે, સહિષ્ણુતાના આ ગુણ માટે શ્રી ગોકુલનાથજી વૈષ્ણવનું ત્રીજુ લક્ષણ ‘સદા પ્રસન્ન રહેવું.’ ચોથું લક્ષણ ‘ક્રોધ ન કરવો.’ અને પાંચમું લક્ષણ ‘ભગવાનનો દૃઢ આશ્રય રાખવો' માં સામાવિષ્ટ થયેલ છે. પ્રથમમાં સુખ, દુ:ખમાં પ્રસન્ન રહેવું એટલે કોઇ મનુષ્ય દ્વારા, કોઇ દુઃખ કે તિરસ્કાર કરવામાં છતાં સહેજ પણ મનમાં લાવ્યા વિના પ્રસન્નતા રાખવી. આપનું કોઇ કંઇ બગાડે છતાં ક્રોધ ન કરવો. અને ગમેતે પરિસ્થિતિમાં ભગવાનનો દૃઢ આશ્રય રાખવો. અર્થાત્ ભગવાન સિવાય મારું કોઇ કશું લગાડી શકાતું નથી. ૧૭૮ આમ ક્યારેક અમુકે દુઃખ દીધું કે અપરાધ કર્યો એવું જ્યારે થાય તે સમયે એવો આપોઆપ વિચાર આવ્યો જોઇએ કે મારું કોઇ કશું બગાડી કરી શકતું નથી. આપણો બગાડ કે અપરાધ કરનાર પ્રત્યે સહેજ અભાવ ન આવે તે સાચો સહિષ્ણુ કહેવાય. સહિષ્ણુતાની ચમક સરળતા (સાર્જવમ્)ના ગુણ પર આધારિત છે તેનો એ અર્થ છે કે કોઇ પ્રકારના કપટ વિના મનુષ્ય એવા સરળ થવું જોઇએ કે તે શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદ્બોધન કરી શકે, તેની સાથે દરેક બાબતે મન, વચન વાણી અને શરીરથી સરળ સીધાપણું હોવું જોઇએ. આનો અર્થ એ થાય કે મનની સરળતા વ્યંગ, નિંદા, ચાડી વગેરે ન કરવા, મર્મસ્પર્શ તેમજ અપમાનજનક વચનો ન બોલવાં તથા સરળ, પ્રિય અને હિતકારક વચનો બોલવા, આ વાણીની સરળતા છે. શરીરની સરળતામાં છળ, કપટ, ઇર્ષા, દ્વેષ વગેરે ન રાખવામાં છે. 93 ૧૭૯ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સરળતા અને સત્યને પામવા માટે સદ્ગુરુની આવશ્યક્તા હંમેશા રહે છે. ગુરુ માટે ગીતા અહીં આચાર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. ભૌતિક, આધ્યાત્મિક કોઇ પણ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્તી માટે સદ્ગુરુની આવસ્યક્તા છે. આથી દરેકે સદ્ગુરુના શરણે જવું જોઇએ. ગુરુ એ જ્ઞાન પ્રાપ્તીનું માધ્યમ છે. આ માધ્યમ મનુષ્યરૂપે હોય કે બીજા કોઇ સ્વરૂપે હોઇ શકે. તેના પર શ્રદ્ધા અને વિશ્વાસ તે ગુરુની સાચી સેવા છે. આવી સેવાથી ગુરુ પ્રત્યે ઇશ્વર બુદ્ધિ પેદા થાય છે. ગુરુ ઇશ્વર નથી પણ ગુરુ પ્રત્યે ઇશ્વર બુદ્ધિ શિષ્ય માટે જરૂરી છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર ગણે છે. શ્રદ્ધા, વિશ્વાસથી સેવા કરે છે તેવી જ શ્રદ્ધા, વિશ્વાસની બુદ્ધિથી ગુરુને ઇશ્વર ગણીને સેવા કરવી જોઇએ. આવી સદ્ભાવના રાખીને આચાર્યોની સેવા કરે એ આચાર્યોપાસન કહેવાય છે. પવિત્રતા એટલે અત્યંતર શૌચ અને બ્રાહ્ય શૌચ. બાહ્ય શૌચ એટલે સ્નાન અધિક પવિત્રતા, અત્યંતર એટલે સૌનું સારું ચિતવવું. સ્થિરતા એટલે આધ્યાત્મિક ભૂમિકા એ યોગ્ય સ્થાને પહોંચ્યા પછી તેમાંથી જરા પણ વિચલિત ન થવું. મિથ્યા અહંકારનો અર્થ છે. પોતે આ શરીર છે એમ માનવું. જ્યારે મનુષ્ય એમ સમજે છે કે પોતે શરીર નથી પણ ચેતન આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહંભાવને પામે છે શ્રી વલ્લભાચાર્યએ પુષ્ટિ વ્યક્તિમાં સૌથી બાધક અહંમ મમતાને ગણ્યા છે જેની આગળ પર વિસ્તૃત ચર્ચા થયેલ છે. મનુષ્ય જન્મ, મૃત્યુ જરા તથા વ્યાધિને બધી અવસ્થાઓ દુઃખનો વિચાર કરવો. જીવે માતાના ઉદરમાં નવ મહિના સુધી રહીને અનેક દુઃખ સહન કરવું પડે છે. જેવી રીતે નિભાડામાં માટલું પાકે છે
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy