SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૯ આઠમા અધ્યાયમાં ભગવાને ભગવદ્ પ્રાપ્તીના માર્ગો બતાવ્યા. તેમાં અભ્યાસયોગ દ્વારા ભગવદ પ્રાપ્તી કેવી રીતે સુલભ બને છે. તે વાત કહી, નવમા અધ્યાયમાં આ અભ્યાસયોગને કેવી રીતે ભાવાત્મક સ્વરૂપ આપવું, જેથી મન સતત ભગવર્મગ્ન રહે, આવા ભાવાત્મક વિજ્ઞાનને સમજવા અને તેના રહસ્યને પામવા અહીં ભગવાન ઘટસ્ફોટ કરે છે. તેથી આ અધ્યાયને રાજવિધા, રાજગુહ્યયોગ તરીકે ઓળખાય છે. ભગવાન આ અધ્યાયના આરંભમાં કહે છે મારી કોઇપણ ઇષ કે અદેખાઇ કર્યા વગર કેવળ મારી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મારે શરણે આવશે તેને હું પામીશ અને તેને સંસારમાંથી બંધનમુક્ત કરાવીશ. તે આ ગોપનીય વિજ્ઞાનનું રહસ્ય છે. આમ નવમા અધ્યાય આરંભથી ભગવાન આપણે અનન્ય શુદ્ધ ભક્તિ માર્ગ તરફ વાળવા તૈયાર કરે છે કેવળ મારી પર શ્રદ્ધા અને વિશ્વાસની વાત, અનન્ય ભક્તિનો નિર્દેશ કરે છે. સંસારની આસક્તિમાંથી મુક્ત થઇને આધ્યાત્મમાર્ગે આગળ વધવા માટે પ્રથમ રાજવિદ્યા કોને કહેવાય અને રાજગુણ કોને કહેવાય તે પ્રથમ સમજી લેવાની જરૂર છે. રાજવિદ્યા એટલે વિદ્યમાન સર્વે વિદ્યાઓમાંથી સર્વોપરી વિદ્યા, અર્થાતુ સર્વ વિદ્યાનો રાજા, કે વિદ્યાથી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૩૧ જીવનનો સર્વોચ્ચ આનંદ અને આત્માને પરમાનંદની પ્રાપ્ત થાય છે. આ વિદ્યા સારી રીતે જાણી લીધા પછી જીવે કંઈ જાણવાનું બાકી રહેતું નથી. ભગવાને સાતમા અધ્યાયના આરંભમાં કહ્યું છે કે મારા સમગ્રરૂપને જાણ્યા પછી જાણવાનું કંઇ બાકી રહેતું નથી. પંદરમાં અધ્યાયના અંતમાં કહ્યું છે કે જે અસંમૂઢ પુરુષ મને ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ જાણે છે, તે સર્વવેતા થઇ જાય છે અર્થાત્ તેને જાણવાનું કંઇ બાકી નથી રહેતું, તેનાથી એવું માલુમ પડે છે કે ભગવાનનાં સગુણનિર્ગુણ, આકારનિરાકાર, વ્યક્ત અવ્યક્ત વગેરે જેટલાં સ્વરૂપો છે. એ બધાં સ્વરૂપનો વિશિષ્ટ મહિમા છે. આવું જ્ઞાન આખરે ભક્તિમય સેવામાં પરિણમે છે. રાજગુણ એટલે કે જ્ઞાનથી ભગવાનની શક્તિઓ જાણી આશઅચર્યચકિત થઇ જવા એવા રહસ્યજ્ઞાનથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ વધે, ઇ.સ.૧૯૩૦માં આઇન્સ્ટાઇને લખેલ પુસ્તક લિવિંગ ફિલોસોફીઝમાં લખ્યું છે. રહસ્ય પ્રકૃતિનો સ્વભાવ છે. અજ્ઞાત મનુષ્ય પ્રકૃતિને જ્ઞાત કરે છે. ત્યારે તે કૃતાર્થતા અનુભવે છે. ભગવાન જે રાજગુણજ્ઞાનની વાત કરે છે. તે પ્રકારનું જ્ઞાન નથી, આ તો બાહ્ય જ્ઞાન થયું. આ જ્ઞાન ભગવાનની પ્રાપ્તી કરાવી શકતું નથી. જે આધ્યાત્મિક ઉન્નતી નહિ પણ ભૌતિક ઉન્નતી કરાવે છે. જેથી જીવ જન્મ મરણના ફેરા ચાલું રહે છે. ભગવાન પરમ ગુણજ્ઞાન પર ભાર મુકે છે. જે પરમ તત્વની ઓળખ, અને તેના પ્રાપ્તી માટેનાં રહસ્ય બતાવે છે. ભગવાન આવા જ્ઞાન માટે, ખાસ કરીને બીજા અધ્યાયથી આત્માના મહત્વ ઉપર ભાર મુકે છે. પ્રારંભમાં જ ભગવાન કહે છે કે આ શરીર નાશવંત છે. અને આત્મા અવિનાશી છે આ જ્ઞાનનો ગુણ અંશ છે. શ્રી વલ્લભાચાર્યએ ષોડસ ગ્રંથોમાં આવું રાજગૃહ્ય જ્ઞાન પ્રકટ કર્યું છે. 69.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy