SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શરીર અનુસાર જ તે બીજું શરીર ધારણ કરે છે. કોઇ મનુષ્ય જો કૂતરો પાળે, અને રાત દિવસ તેની પરવિશમાં રહે, જેથી તેનું મન કૂતરામય બની જાય છે. આથી અંતકાળે કૂતરાનું ચિંતન કરે, જે આત્માનું ઔરામાં રૂપાંતર થાય છે. આ કૂતરાના ચિંતનમય ઔરા કૂતરીમાં પ્રવેશ ગર્ભ બની જાય છે. અને નિશ્ચિત સમયે કૂતરાના શરીરથી જન્મ લે છે. આ હિકકત છે. વિજ્ઞાન દ્વારા સાબિત થયેલ છે. મૃત્યુ અને પુનર્જન્મની માન્યતાને ઘણા સંશોધન બાદ પશ્ચિમના વૈજ્ઞાનિકો વિલિયમ બોર્નેટ ઓલિવર લોક, સર વિલિયમ કુક, આલ્ફડ રસેલ, ઇવાન સ્ટીર્વેસન, ફેંકપોડચીર, હડસન, વિલિયમ જેમ્સ વગેરે સમર્થન આપેલ છે. આગળ અધ્યાય ચારમાં શ્રી લાકડાવાળાના જીવન પ્રસંગમાં જોયું કે તેઓ અંતિમક્ષણોમાં ભગવદ્ સ્મરણ કરતા કરતા દેહ ઘોડ્યો તેથી તેમના દેહમાં નીકળેલ તેજમૂર્તિ હું જાવું છું પ્રભુ ચરણે. ગુરુદેવ રજા આપો. કહી વિલિન થઇ ગઇ. ટૂંકમાં અંતકાળે જેવું સ્મરણ કરે તે અનુસાર તેની ગતિ થાય છે. જો કૂતરાનું ચિંતન કરે તો કૂતરો બની જાય, ભગવાનનું સ્મરણ કરે ભગવાનને પ્રાપ્ત કરે છે. જેવું સ્મરણ તેવી ગતિ, તો અંતકાલે ભગવાનના સ્મરણ રહેવા માટે મનુષ્ય શું કરવું જોઇએ, એનો ઉપાય પણ ભગવાન બતાવે છે. ભગવાન કેટલા દયાળુ છે. બિન શરતી ઉપાય બતાવે છે. કે કેવળ મારું સ્મરણ ન કરતાં, મારા સ્મરણ સાથે જીવન આવશ્યક બધી જ પ્રવૃત્તિ કરતાં કરતાં તમારું મન સદા મારામાં રાખશો, તો પણ નિશ્ચિત પણે મને પ્રાપ્ત કરશો. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૨૯ ભગવાન સ્પષ્ટપણે કહે છે કે મારી ભક્તિમાં કર્મ કોઇપણ રીતે બાધક નથી, મનુષ્ય નિયત કર્મ તો કરવાનું છે. પરંતું કર્મ કરતી વખતે ફક્ત મને યાદ કરવાનું છે. આ રીતે મારા સ્મરણની ટેવ પાડશે, તો અંતિમ સમયે મારું સ્મરણ થયા વગર રહેશે નહીં. આવો અભ્યાસયોગ કેળવવા માટે શ્રી વલ્લભાચાર્યએ સેવા માર્ગ આપ્યો. મન સતત ભગવમગ્ન રહે. એ માટે શ્રી વલ્લભાચાર્ય એ ભગવદ્ સેવા અને સ્મરણની પદ્ધતિ પ્રકટ કરી છે તેમાં જીવાત્મા પોતાની એક એક પળ ભગવદ્ સ્મરણમાં સહજ રીતે ગાળે છે. આ રીતે પણ ભગવદ્ભય બની જાય છે. ત્યારે અંતિમ સમયે ભગવદ્ સ્મરણ પણ સહજ રીતે થાય છે. આ રીતે કોઇ પણ મનુષ્ય ભગવદ્ પ્રાપ્તી કરે છે. અને જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે. અભ્યાસયોગસિદ્ધ કરવા માટે પ્રથમ શરત ભગવાનના દિવ્ય સ્વરૂપને સમજવાનું છે. ભગવાન પર શ્રદ્ધા અને ભક્તિથી બધુ શક્ય છે. આથી જે મનુષ્ય ભક્તિમય સેવાનો માર્ગ સ્વીકારે છે. તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારાં ફળોથી વંચિત રહેતો નથી, આ બધા ફળો ભગવદ્ સેવા માર્ગથી પણ પ્રાપ્ત થાય છે આ ગીતાજીના આ આઠમા અધ્યાયના અંતિમ અઠ્ઠાવીસના શ્લોકનો શબ્દાર્થ છે. આમ ગીતાજીના દરેક હાર્દભર્યા શ્લોકને સમજીને શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગને સમજવા પ્રયત્ન કરીશું તો આજે પણ આ પુષ્ટિમાર્ગની ઉપયુક્તા અંગે શંકા રહેશે નહીં. 68
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy