SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સિદ્ધાંત છે. અહીં એકને વળગી રહેવાની વાત છે. એક મત હોય, એનું શ્રેય છે. ઝાઝા મત નિભાવવામાં કોઇનું શ્રેય થતું નથી. ઘણા મનુષ્ય સ્વધર્મ પ્રમાણે જીવન જીવવાની ઇચ્છા ધરાવતા હોવા છતાં સ્વધર્મમાં પ્રવૃત રહેવાતું નથી. તેવી મુંઝવણ સતત રહેતી હોય છે. આની પાછળ ક્યું પરિબળ કામ કરે છે? તેને સમજવા અર્જુન ભગવાનને પૂછે છે કે હે વાણ્ય! મનુષ્યની ઇચ્છા ન હોવા છતાં કોની પ્રેરણાથી પાપનું આચરણ કરે છે? તેને કોણ જબરજસ્તીથી પાપ કર્મ તરફ દોરી જાય છે? - અર્જુનની જેમ દુર્યોધનને પણ આવી મુંઝવણ હતી તેથી તેને કહ્યું છે કે નમામિ ધર્મ નચમે પ્રવૃતિર્મનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિ કેમાષિદેવેન હદિ સ્થિતનયદ્યાનિયુકોડસ્મિતથા કરોમિil (ગર્ગસંહિતા, વશ્વમેઘ ૩૬) ‘હું ધર્મને સારી રીતે જાણું છું તેમ છતાં તેમાં મારી પ્રવૃત્તિ નથી થતી અને અધર્મને પણ સારી રીતે જાણું છું. તેમ છતાં તેમાંથી મારી નિવૃત્તિ નથી થતી. મારા હૃદયમાં રહેલો કોઇ દેવ છે જે મારી પાસે જેવું કરાવડાવે, તેવું જ હું કરું છું!” અર્જુન, દુર્યોધન અને આપણા સૌની આ મૂંઝવણને દૂર કરવા ભગવાન જવાબ આપે છે : હે અર્જુન, આ તત્ત્વ બીજુ કોઇ નહિ, પણ રજોગુણાથી ઉત્પન્ન થયેલ “કામ” જ છે, જે પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી, મહાપાપી શત્રુ છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૬૩ કામ એષ ક્રોધ એષ” કામથી ક્રોધ થાય છે કામ એટલે મનગમતું પૂર્ણ કરવાની ઇચ્છા, ઉત્પત્તિ વિચારશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા, સંયોગજન્ય સુખની ઇચ્છા સુખની આસક્તિ, અર્થાત્ કામ એટલે ઇચ્છા. કામ પૂર્ણ થતા ફરી એ જ કામ ઉત્પન્ન થાય છે. જે કામ લોભ કહેવાય. કામનામાં વિદન પહોંચતા ક્રોધ ઉત્પન્ન થાય છે. જો વિદન પહોંચાડવાવાળો પોતાનાથી અધિક બળવાન હોય તો ક્રોધની સાથે ભય ઉત્પન્ન થાય છે. કામ અને ક્રોધ આપણા મહાન શત્રુ છે. રાગમાંથી કામ જન્મે છે. ‘ષમાંથી ક્રોધ જન્મે છે. આપણને જે ગમે છે. તેમાં રાગ જાગે છે. જે નથી ગમતું તેમાં દ્વેષ જન્મે છે. જે ગમે છે તેને પામવા મથીએ છીએ, જે નથી ગમતું તેનો તિરસ્કાર કરવા, તેને તરછોડવા મથીએ છીએ. આ બંન્ને પ્રવૃત્તિઓ માણસનાં મન શરીર અને બુદ્ધિને બળજબરીથી તેમની તરફ લઇ જાય છે. રાગરૂપી વાસના અનેક સ્વરૂપે માણસને ઘસડી જાય છે. અને પોતાના આવરણ નીચે ઢાંકી દે છે. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઇ જાય, મેલથી કાચ ઢંકાઇ જાય, તેમ આ જીવાત્મા કામથી ઢંકાઇ જાય છે. હે અર્જુન મન, બુદ્ધિ અને ઇન્દ્રિય એ કામનાં નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા આ કામ, જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. અને તેને મોહિત કરે છે. હે અર્જુન! આમ કામ અને ક્રોધ રજોગુણી છે. તેથી તું એ બંન્નેથી મુક્ત બનીને કર્મ કર. કોઇના માટે રાગયુક્ત, કોઇના માટે દ્વેષયુક્ત ન બનવું જોઇએ. રાગદ્વેષથી પર રહીને કર્મ કરવું જોઇએ. આજે આપણી પ્રવૃત્તિઓ રાગ દ્વેષથી એટલી બધી ભરેલી છે કે તે બે વચ્ચે ભેદ પારખવો અશક્ય બને છે. રાગથી આપણે જેને આપણા માનેલા છે તેને આપણે જિતાડવા પ્રયત્ન કરીએ છીએ, આપણી 35
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy