SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કોઇપણ પ્રવૃત્તિ કરતાં પહેલા તેના પરિણામનો વિચાર કરવો. ઉતાવળમાં કે આવેશમાં આવી જઇને લક્ષહીન કોઇ પ્રવૃત્તિ કદી પણ ન કરવી. તે પ્રવૃત્તિ કરવા માટે જે આચરણ કરવું પડે, જે વાણીનો ઉપયોગ કરવો પડે, જે વ્યવહાર કરવો પડે તે સર્વનો ધર્મ અધર્મની દૃષ્ટિએ વિચાર કરવો પડે છે. ઘણીવાર જીવનમાં પ્રલોભનો આવે ત્યારે મનુષ્ય સ્વાર્થ માટે ધર્મ છોડી, અધર્મ કરવા તત્પર બને છે. ત્યારે મનુષ્ય એ સતત ધ્યાન રાખવું જોઇએ કે તેમ કરતાં ધર્મતો ખંડિત થતો નથી ને? આપણે અધર્મનો ભોગ બનતા નથી ને? કર્મ કરતી વખતે સર્વ સુખ અને દુઃખમાં ધૈર્ય રાખવું. કુટુંબીજનો, મિત્રો, સમાન લોકો, નોકરો વગેરેથી આપણા પર વાણી વગેરે જે આક્રમણ થાય ત્યારે ધીરજ રાખવી. ભગવાન શ્રીકૃષ્ણ શિશુપાલની સો ગાળો સુધી પૈર્ય રાખ્યું હતું. તેવું બૈર્ય દરેક મનુષ્ય રાખવું જોઇએ. આશ્રય એટલે પ્રભુમાં દેઢતા, દરેક કર્મ કરતી વખતે પ્રભુમાં દઢ વિશ્વાસ જરૂરી છે. આમ શ્રી આચાર્યચરણ “વિવેકબૈર્યશ્રય” ગ્રંથમાં કર્મને અનુરૂપ સ્વભાવ ઘટવા માટે સતત સાવધાન રહેવાની વાત કહી છે. જો પૂરેપૂરી જાગરૂક્તા આવે તો સ્વભાવ ધીમે ધીમે કર્મ અને ભક્તિને અનુરૂપ બને છે. કર્મમાં ધર્મ અને અધર્મનો વિચાર કરીએ ત્યારે પોતાના ધર્મમાં દઢ વિશ્વાસ હોવો જોઇએ, કે હું જે છું એ બરાબર છું. ઇશ્વરે મને જે સ્થિતિ આપી છે તે મારા સુખ માટે છે. એનું નામ સ્વધર્મ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આથી આ અધ્યાયના ૩૫માં શ્લોકમાં ભગવાન કહે છે. શ્રેયાન્વધર્મો વિગુણઃ પરધર્માસ્વનુષ્ઠિતાત | સ્વધર્મે નિધનું શ્રેય: પરધમાં ભયાવહઃ || સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મ કરતાં ગુણોની ઉણપવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવાનું પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભય દેવાવાળો છે. મનુષ્ય અન્ય લોકો માટે નિયત કરેલાં કર્મો કરવા કરતાં પોતાને માટે નિયત થયેલા કર્તવ્ય કર્મો કરવાં જોઇએ. લૌકિક દૃષ્ટિથી નિયત કર્તવ્ય કર્મો, મનુષ્યની મનોદૈહિક સ્થિતિ પ્રમાણે પ્રકૃતિ સ્વભાવના ગુણોના પ્રભાવ હેઠળ નિયત થયેલાં કર્મો હોય છે. જ્યારે આધ્યાત્મિક કર્મો ભગવદ્ સેવા અર્થે સ્વગુરુએ આપેલ આજ્ઞા પ્રમાણે હોય છે. કર્મ ભૌતિક હોય કે આધ્યાત્મિક, પરંતુ મનુષ્ય અન્ય માટે નિયત થયેલાં કર્તવ્ય કર્મનું અનુકરણ ન કરતાં મૃત્યુ સુધી પોતાને માટે નિયત થયેલા કર્મોને જ વળગી રહેવું જોઇએ. દાખલા તરીકે કોઇ મનુષ્ય પોતાની બૌદ્ધિક ક્ષમતા અનુસાર એજીનિયર થયો. એટલે એજીનીયરીંગ ક્ષેત્રે કર્મ કરવું એ તેનો ધર્મ થયો. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે આ ક્ષેત્રમાં તેને પૂરી તકો ન મળે, ત્યારે તેનો એજીનીયરીંગ વ્યવસાય છોડીને ડૉક્ટરનું દવાખાનું ખોલે ત્યારે અજ્ઞાની દર્દીઓ માટે તે કેટલું ખતરનાક ભયાવહ બની શકે છે તે વિચારી શકાય છે. આથી ગીતા કહે છે કે પોતાના ધર્મમાં જ પરમ કલ્યાણ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થઇ જાય તો પણ કલ્યાણ છે. કોઇ પણ પરિસ્થિતિમાં સ્વધર્મ છોડીને પરધર્મનું આચરણ ન કરવું. આ દૃષ્ટિએ અધ્યાત્મિક ક્ષેત્રમાં આપણા પુષ્ટિ સંપ્રદાયમાં સ્વધર્મમાં દેઢતા કેળવવા માટે અનન્ય અને અન્યાશ્રયના ત્યાગ નો 34
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy