SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ટૂંકમાં જે ક્રિયા દેહરચના સાથે પ્રતિકુળ છે તેમાં મુશ્કેલી ખૂબ જ હોય છે. જેમ શરીરના બીજા અંગોને શરીરરચનાથી પ્રતિકુળ કાર્યમાં મુશ્કેલી પડે છે. તેમ મનને પણ પ્રતિકુળ સંજોગોમાં લાવવા માટે મુશ્કેલી પડે છે. મન જે વ્યક્ત નથી, ગુણ ધર્મોયુક્ત નથી, ઇન્દ્રિય ગમ્ય નથી એની એ કલ્પના કરી શકતો નથી. હા, એ વાત ચોક્કસ છે કે ભગવાનના નિર્ગુણ ભાવમાં તો કોઇ પણ પ્રકારના ગુણધર્મો નથી. લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ, જાડાઇ, રૂપ, રંગ, સુંવાળાપ, સ્વાદ, વજન વગેરે ગુણોથી તે રહિત છે. પણ તેને કોઇ પણ ભૌતિક ગુણધર્મોથી યુક્ત આકાર, સાકાર સ્વરૂપ આપી મનમાં કલ્પના કરવામાં આવે, તો તેમાં પણ બધા ગુણધર્મોવાળુ કલ્પિત સ્વરૂપ દેખાય છે. જેમ આપણે બાળકોનાં મનમાં વાર્તાઓનાં રૂપમાં તદ્દન કપોળ કલ્પિત પરીનું રેખાચિત્ર (રૂપરૂપનાં અંબર સમી, શ્વેત વસ્ત્ર ધારણ કરેલી, મૃદુ મોહક હાસ્ય કરતી, બે સુંદર પાંખોથી ગગનમાં વિહાર કરતી) દોરી, તેમની આસપાસ પરિમલમાહોલ રચી. તેની સ્વપ્ર સૃષ્ટિ પણ પરિમય બનાવીએ છીએ. આમ માણસના મનમાં કોઇ ચોક્કસ ક્રિયા, પ્રક્રિયા કે ભાવ, અભાવ નિર્મિત થવા પાછળ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે, તે માટે તેની આકૃતિ રહેલ હોય છે. આમ આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુલક્ષીને નિરાકાર, નિર્ગુણ પરબ્રહ્મ તત્ત્વને આકાર સ્વરૂપ આપી આપણી આસપાસની સૃષ્ટિએ બ્રહ્મમય બનાવવા શ્રીમદ્ વલ્લભાચાર્યએ શ્રી નિરોધલક્ષણ ગ્રંથમાં શ્લોક૧૭માં સ્પષ્ટ આજ્ઞા કરી છે. હરિમૂર્તિ! સદાધ્યયા સંકલ્પાદપિતસ હિ | દઇને સ્પર્શનું સ્પષ્ટ તથા કૃતિ ગણી સદ // ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૬૭ અર્થાતુ જીવે નિરાકાર એવા પરમાત્મામાં બીજભાવ દેઢ કરવો હોય તો હરિમૂર્તિનું નિરંત્તર ધ્યાન ધરવું, તેથી તે સ્વરૂપમાં દર્શન યા સ્વાનુભવ સ્પષ્ટ થાય. આ રીતે સાકારની પૂજા અર્થાતુ મૂર્તિ એ કંઇ અચાનક વસ્તુ નથી, તે સ્વેચ્છાચારથી જનની પણ નથી. ઉલટું અવિકસિત માનસનો ઉચ્ચ આધ્યાત્મિક સત્ય પામવાનો એમાં પ્રયાસ રહેલો છે. મૂર્તિ પૂજા હોવી, ન હોવી, એ અંગે હજારો વરસોથી વિવિધ મત મંતારો ચાલતા આવ્યા છે. ભગવાન કહે છે કે મારે તે સાથે કંઇ સંબંધ નથી. મારો અહીં કહેવાનો ભાવાર્થ એટલો છે કે નિર્ગુણ ઉપાસનાનો માર્ગ સગુણ ઉપાસનાના માર્ગ કરતાં ઘણો અઘરો છે. હું તો માત્ર ભાવનો ભૂખ્યો છું. તમે સગુણ માર્ગે થઇને તમારાં સર્વકર્મ મારામાં અર્પિત કરીને અવિચળભાવે મારી ભક્તિ કરતા રહેશો કે નિર્ગુણમા જઇને તમારું મન મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન ધરશો. તો પણ સર્વેને હું તત્કાળ જન્મ મરણરૂપી સાગરમાંથી ઉદ્ધાર કરું છું. પણ મારી પહેલી શરત તું ક્યારે ન ભૂલીશ કે તારું મન અખંડ મારે વિશે જ રાખ, જે સૌથી ઉત્તમ સૌથી શ્રેષ્ઠ આ ઉપાય છે. આ માટે તારે પ્રથમ મન અને બુદ્ધિ, મન એટલે મનથી માની લીધેલી માયા એ બુદ્ધિ, હું અર્થાત્ અહંમને મારામાં જોઇને તે પૂર્ણરૂપે એકાગ્ર કર આ એક રસ્તો છે. પરંતુ જો આ રસ્તો બહુ અઘરો લાગતો હોય તો તારા મન અને બુદ્ધિને મારામાં એકાગ્ર કરવા માટે અભ્યાસ કર, એ માટે વારંવાર પ્રયત્ન કરતો રહે. પણ આ રીતની અભ્યાસની ક્રિયા પણ અઘરી પડતી હોય તો મારે માટે કર્મ કરવું એ સંસારમાં શ્રેષ્ઠ છે. એમ માનીને એવી ભાવનાથી કર્મ કરવા લાગ.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy