SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે આવી ભાવભક્તિમાં કર્મ પણ વચ્ચે આવતાં નથી. અર્થાત્ અનંત જન્મોમાં જે સુભ અશુભ કર્મોનાં ફળ છે. તે બધાંથી તું મુક્ત થઇ જશે. તે કર્મોના ફળ તને જન્મ મરણ આપવાવાળાં નહિ થાય. ૧૪૨ અહીં એ શંકા થાય છે કે મનુષ્યએ તેના કરેલા કર્મનું ફળ તો અચૂક ભોગવવું પડે. તો પછી કર્મફળની મુક્તિ કેવી રીતે થાય? ભગવાને આગળ કહ્યું છે કે કર્મનું બંધન મને નથી. હું કર્મથી પર છું. આથી ભક્ત જે કંઇ સાધન સામગ્રી અને ક્રિયાઓ ભવગાને અર્પણ કરે, તે બધી ભગવાનની બની જાય છે. અર્થાત્ ભગવાનમય બની જાય છે. જેથી તે કર્મ નહિં પણ ભગવદ્ સ્વરૂપ ધારણ કરે છે. આથી ભગવદ્ સ્વરૂપને કર્મ નડતા નથી. રાગ દ્વેષથી ભરેલા આપણાં સૌના મંને ખૂંચે તેવી એક જુદા પ્રકારની વાત ભગવાન કહે છે કે જો કોઇ દુરાચારીમાં દુરાચારી પણ અનન્યભાવથી મારું ભજન કરે, તો તેને પણ સાધુ જ માનવો જોઇએ. કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. ઉદાહરણ તરીકે ભયંકર વાલિયો લૂંટારો, કોઇ કલ્પનામાં ન આવે કે એ મહર્ષિ બને ખરો? આ જ રીતે વિષય વાસનામાં વ્યાપ્ત તુલસીદાસને પોતાની પત્નીના એક માત્ર મેણાથી, તેમનું હૃદય પરિવર્તન થઇ ગયું અને સંત તુલસીદાસ બન્યા અર્થાત્ ભગવાનના શરણે જવાથી બધા પાપો નાશ પામે છે. એક વસ્તુ ચોક્કસ છે કે ભગવાનની દૃષ્ટિ મનુષ્યના ભાવ ઉપર જ રહે છે. આચરણો ઉપર નહિં. આચરણ એ તો મજબૂરી લાચારી અને અજ્ઞાનતાનું પ્રતિક છે. તેં અજ્ઞાનતા દૂર થતાં તેના હૃદયમાં દિવ્ય પ્રકાશ પથરાય છે. એ પ્રકાશના આધારે આધ્યાત્મિકતાના ઉચ્ચત્તર શિખરો સર કરી શકે છે. આથી હે પાર્થ, 75 ૧૪૩ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભાવથી ભજવનાર દરેક સ્ત્રી, પુરુષ પછી તે બ્રાહ્મણ હોય, વૈશ્યહોય, ક્ષત્રિય હોય કે શુદ્ર હોય તેમની પર સમર્દષ્ટિથી કૃપા કરી પરમ મુક્તિ છે. મનુષ્ય એકલાની શા માટે વાત કરો છો દરેક પશુ પક્ષી જીવ જંતુને અગાઉના જન્મના કર્મો પૂર્ણ થતાં મુક્ત કર્યું છું. પછી એ ગજેન્દ્ર હાથી હોય, ગરુડરૂપે જટાયું હોય, વાનરરૂપે હનુમાનજી હોય કે તેની આવેગી વાનર એના હોય. ભાગ સ્વરૂપે કાલિનાગ હોય, આવા હવે અનેક નાગો છે. તે સર્વેને હું મુક્ત કરું છું. આથી ભગવાન આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહે છે કે : મારી ઉપર અસિમ વિશ્વાસ રાખી, મારો ભક્ત થાવ, પછી બધાં કર્મ કર. કારણ કે ભક્ત હંમેશા ભગવદ્ પરાયણ બનીને કર્મ કરશે, આપણા કર્મને ભગવદ્ પરાયણ બનાવીશું તો જ આપણે કૃતાર્થ થઇશું. નવમા અધ્યાયમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડ નું વ્યાપ્ત સ્વરૂપ હું છું તેથી મારી અનન્યભાવે ભક્તિ કરો તો જરૂર મુક્તિ આપીશ. આનન્યભાવે ભક્તિનો બીજો અર્થ બધું જ મને સમર્પણ કરી દે, સમર્પણ એટલે વસ્તુ માટેનો મોહ માયાનો ત્યાગ, તારા રહેલ સૂક્ષ્મ અહંકારનો ત્યાગ કરીને દાસભાવથી, સમર્પિત બુદ્ધિથી કર્મ કર. તો તારા બધા કર્મો દીપી ઉઠશે. આમ નવમા અધ્યાયમાં ભગવાનો પોતના શ્રદ્ધાળુ ભક્તો માટે પોતાની સૂક્ષ્મ સ્વરૂપને પ્રગટ કર્યું, અને પોતાને શરણે, થવા, પોતાનામાં મન લગાવવાની આજ્ઞા કરી, આ રીતે ભગવાનને પોતાની ગોપનીય વાતો રાજવિદ્યા અને ગોપનીયભાવો રાજગુણને અર્જુન સમક્ષ પ્રગટ કર્યો, તેતી આ અધ્યાયનું નામ ‘રાજવિદ્યા રાજગૃહ્યયોગ’ રાખવામાં આવેલ છે.
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy