SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચિતસ્તપ્રવર્ણ સેવા તત્સિદ્ધચૈ તનુવિત્તજા | તતઃ સંસારદુઃખસ્ય નિવૃત્તિબ્રહ્મ બૌધનમ્ II મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ માટે શ્રીઆચાર્યશરણ ‘ચિતસ્તત્કવણું સેવાની આજ્ઞા કરે છે.જેથી ચિત્ત શ્રીકૃષ્ણસિવાય બીજા કાર્યમાં ન જોડાય, સેવાની આ સિદ્ધ માટે તનુજા અને વિત્તજા સેવા છે. તનુજા એટલે શરીરથી સેવા અને વિત્તજા એટલે ધનથી સેવા. આ બંન્ને સાધનોથી માનસી સેવા સિદ્ધ થાય છે. એટલે બે માંથી એક સાધનની ગેરહાજરીથી માનસી સેવા સિદ્ધ થતી નથી. શરીર વડે સેવાથી દેહ અને ઇન્દ્રિયો પ્રભુમાં જોડાવાથી શરીર અને ઇન્દ્રિય આસક્તિ ધીરે ધીરે દૂર થાય છે. ધન વડે સેવાથી ધનમાં રહેલું લાગેલું અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. આમ ધીરે ધીરે શરીર અને વનની આસક્તિથી ઘટવાથી માનસી સેવા સિદ્ધ થાય છે. શ્રી આચાર્યશરણ દઢપણે માને છે કે કૃપાપાત્ર જીવને પરબ્રહ્મનો આનંદ માણવામાં બાધક તત્વતન, ધન અને અહંમ મમતા છે. અહંમ એટલે મારું, હું, બધે જ રહું છું. મારું વર્ચસ્વ બધે જ રહે, બધુ મારું છે તેવો ભાવ, મમતા એટલે આ બધામાં રહેલી આસક્તિ તેથી જ તનુજા સેવામાં પોતાના દેહેન્દ્રિયાદિથી ભગવસેવા કરવાથી જીવની અહંતા પ્રભુને સમર્પિત થાય છે. અને પોતાના વિત્તથી સેવા કરવાથી જીવની મમતાનું સમર્પણ પણ પ્રભુર્થે થાય છે. પ્રભુપ્રત્યાર્થે કરેલું સમર્પણ એ જ સાચુ દાન છે. દાનમાં પણ અહંમ મમતા ન આવવી જોઇએ. તો જ તે દાન સાત્વિક બનશે. દાન કરવામાં સભાનતા હોવી જોઇએ. પાત્રની યોગ્યતાનો વિચાર થવો જોઇએ. ઘણીવાર ગુપ્ત દાનમાં સૂક્ષ્મ અહંમ પણ જોવા મળે છે. નામ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૨૧૧ જાહેર નહિ કરવાની શરતે મેં દાન કર્યું તેવી કાન ફસી દ્વારા આપણે ગુપ્તદાન કર્યોનો અહંમ સંતોષીએ છીએ. યજ્ઞ એટલે પ્રયત્ન, સંસારમાં કે આધ્યાત્મિકતા માં જે કંઇ મેળવવા માટે પ્રયત્ન થાય, તેને યજ્ઞ કહેવામા આવે છે. પ્રયત્ન વિના કશું જ પ્રાપ્ત થતું નથી. પ્રયત્નરૂપી યજ્ઞમાં આટલી તાકાત હોય તો તેના દ્વારા પ્રાપ્ત ફુલ કેટલી તાકાત હશે? એ પણ વિચારવું જોઇએ. તેથી આપણો યજ્ઞ હંમેશા સત્વશુદ્ધિ અર્થે હોવો જોઇએ. યજ્ઞ ના અર્થે સેવા થાય છે. તેથી આપણા બધા જ યજ્ઞોપ્રભસુખત્વે હોવો જોઇએ. જેથી તે યજ્ઞ સેવા બની જાય છે. આપણે જે કંઇ પ્રયત્ન કે યજ્ઞ કરીએ ત્યારે તેમાં આપનો ભાવ શુદ્ધ હોવો જોઇએ. અર્થાત્ યજ્ઞમાં લાલચ. ક્ષોભ, સત્ય, અહિંસા, ત્યાગ, બલિદાન, દયાભાવ અને ક્રોધ વગેરેમાં સ્થિર બુદ્ધિ રાખીને કરવો જોઇએ. આપણે જે કોઇ સારો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અપમાન, અસત્ય, આત્મસન્માનની રક્ષાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. ત્યારે ધીરજ, સ્થિરતા, પણ આપણા સારા પ્રયત્નનો ભોગ આપ્યા વગર કુનેહ બુદ્ધિથી તેજ તીવ્ર, લેવો જોઇએ. તો તે યજ્ઞ પ્રભુને સમર્પિત થશે. આમ ભગવાન શ્રીકૃષ્ણ ૨૪ લક્ષણોદૈવી સમ્પતિનાં બતાવ્યા છે. જે બધા લક્ષણો અર્જુનમાં મોજુદ છે. આ ગુણોના સમન્વય દ્વારા દરેક જીવે પોતાનો વિકાસ કરવો જોઇએ. કલ્યાણના સિદ્ધાંતોમાં હિક, કાહોર જણાવે છે કે વ્યક્તિ કલ્યાણનો શ્રેષ્ઠ નિર્ણાયક વ્યક્તિ પોતે જ છે.' તેથી દરેક વ્યક્તિ પોતાનામાં રહેલા દિવ્ય ગુણોને ઓળખવા જોઇએ. કારણ કે એ ઉચ્ચ ગુણો વ્યક્તિને મોટી ઉંચાઇએ લઇ જાય છે. જેને ભગવાન શ્રીકૃષ્ણ મોક્ષ કહે છે. દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા 109
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy