SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ४४ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આશક્તિમાંથી અનાસક્તિ ભાવ કેળવવો એ માત્ર દેહ સાથે સંબંધ નથી, આસક્તિ ભાવ હું અને મારું, મારાથી ભાવના છુપાયેલી છે. અર્થાત્ “સ્વ” અને “સ્વ” સાથે સંબંધિત કર્મ એટલે આસક્તિ કર્મ બને, પરંતુ જો વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયતકર્મ કરવામાં આવે તે કર્મનો અનાશક્તિભાવ થયો. આવા કર્મ યજ્ઞાત્મક સ્વરૂપ ધારણ કરે છે. શ્રી આચાર્યચરણે શ્રીઠાકોરજીની સેવા માટે દેવકપુરને જળસેવાનું કામ સોંપવામાં આવેલું. વહેલી પરોઢે ઉડીને નિત્યકર્મથી પરવારીને બે મણની ગાઝારમાં જળ ભરીને કવાડમાં મુકીને ખભામાં નાખીને શ્રીઠાકોરજીની સેવામાં પહોંચાડે, વજનદાર ગાગરો ઊંચકી ઊંચકીને ખભા પર ચાંદુ પડી ગયું. દેવકપૂર સેવામાં એટલા ઓતપ્રોત થઇ ગયેલા એટલે સેવાની તમન્નામાં પીઠ પર પહેલા ચાંદાની પરવા જ ના કરી. ચાંદુ તો ધીમે ધીમે વકરતું ગયું. એમાં તો જીવાત પડી. થોડા દિવસમાં તો કીડાથીએ ખદબદવા લાગ્યું. એક દિવસ આવી સ્થિતિમાં તેઓ યમુનાજીમાં જળ ભરવા નીચા ગયા. જળ ભરવા જ્યાં નીશા વવ્યા ત્યાં. પહેલા ચાંદમાંથી ટપ કરતો એક કિડો નીચે પડ્યો, કિડાને જોતાં જ દેવા કપૂરનું કોમળ કાળજું કંપી ઉઠ્યું: “અરે...અરે...આ જીવ હમણાં મરી જશે, ના...ના, એને મરવા તો કેમ દેવાય? આ જીવ તો મારા રુધિરથી પોષાયો છે.' તરત જ તરફડી રહેલા એ કીડાને એક પાન ઉપર ઉઠાવી લીધો. આને ક્યાં મૂકવો? વિચારે ચડ્યા. ક્યાંક મૂકીશ એટલે ખોરાક વિના એ મરી જ જવાનો. માનવનું રુધિર અને માંસ જ એનો ખોરાક છે. મારા જીવતાં એને મરવા કેમ દેવાય? પારકા જીવને દુઃખી કરું તો મારી વૈષ્ણવતા લાજે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ વિચારી એ કીડાને પોતાના ચાંદાના ઘામાં જ મૂકી દીધો. આ જ રીતે દેવકપૂર જેવા બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવાને માટે જે પણ કર્મો કરવામાં આવે તે બધાં યથાર્થ કર્યો છે. ગીતાજીમાં વ્યક્તિ અને સમાજનો સમન્વય છે. ગીતાજી સમત્વવાદ, સમન્વયવાદનો ગ્રંથ છે. અર્થાત્ બધાને સાથે લઇને ચાલવું, જડતા નહિં અનાસક્તિ કર્મની જરૂરી છે. વ્યક્તિએ પોતાના માટે જીવવાનું નથી. સમાજના માટે જીવવાનું છે. વ્યક્તિએ સમષ્ટિ સાથે સમન્વય સાધવાનો છે. ધર્મની જડતા સાથે સાચા યજ્ઞરૂપી કર્મને કચડવાનો નથી. ધર્મનું મુખ્ય કાર્ય માનવ મનની વૃત્તિઓ બદલવાનું છે. એ જડ બન્યો. સંકુચિત બન્યો. સ્વાર્થી બન્યો. એટલે એનામાંથી ધર્મ ચલિત થયો કહેવાય. એક ગુરુ અને શિષ્ય નદી પાર કરતા હતા. ત્યાં એક યુવતી પણ એમની થઇ ગઇ. સંજોગાવશ તે લપસતાં, એ તણાવા માંડી. પરસ્ત્રી સ્પર્શ ન થાય એ નિયમાનુસાર, આ બધું જોવા છતાં, શિષ્ય આગળ ચાલ્યો. પણ એના ગુરુએ સાહસ કરીને બાઇને વહેણમાંથી ઉંચકી લીધી અને સામે કિનારે ઉંચા ખડક ઉપર મુકી. સદભાગ્યે એ બેભાન નહોતી થઇ એટલે થોડી વારમાં સ્વસ્થ થઇ, વૃદ્ધ સંન્યાસીને આભાર વંદન કરી પોતાને મારગે ચાલતી થઇ, ગુરુ શિષ્ય પોતાને પંથે પડ્યા. દસેક માઇલ ચાલીને રાત્રિનિવાસ માટે એક ગામને ગોંદરે પડાવ નાખ્યો, સ્વસ્થતાથી બેઠા પછી પણ શિષ્યને અંદરથી કંઇક અકળાતો જોઇ ગુરુએ પૂછયું – કંઈ ગરબડ છે?' ‘તમારી તો!' શિષ્ય હિંમતથી કહી દીધું. – ‘મને નથી ગમ્યો તમારો આ દુર્વ્યવહાર.” 26
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy