SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ યજ્ઞો દ્વારા પ્રસન્ન થઇને, દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યદય થશે. ભગવાન શ્રીકૃષ્ણ એક સાચા પર્યાવરણવાદી હતા. જીવ જગત માટે જરૂરી હવા, પાણી, પ્રકાશ વગેરે નિયમિત મળે તે માટે અન્ન, વાયુ, પાણી અને પૃથ્વી વગેરે માટે દેવોની નિમણુંક કરી. જેથી જીવને જરૂરી હવા, પ્રકાશ, જળ વગેરે જરૂરી તેમના દ્વારા મળે. આમ બધાં વરદાન આ દેવોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આથી તેમના વ્યવસ્થિત સદ્ધપયોગથી આ દેવો પ્રસન્ન થાય છે. આજે આપણે હવા, પાણી અને પૃથ્વીને એટલા બધા પ્રદુષિત કર્યા કે જેથી આ દેવો નારાજ થયા એટલે અતિગરમી, અન્નક્ષેત્રે ઘટતુ ઉત્પાદન, અનેક પ્રકારના નવીન રોગો વગેરેનો આ દેવોનો પ્રકોપ સહન કરવો પડે છે. એક ધનવાનને એકનો એક પુત્ર ખૂબ લાડકોડમાં ઉછર્યો હતો. આ ધનવાન આપુત્રને જે માંગે તે આપે. કશી વસ્તુનીના નાપાડે. તેથી આ પુત્ર એટલો બધો બગડી ગયો હતો, કેબિન જરૂરી પૈસા ખર્ચે, એટલે આ ધનવાનને ચિંતા થઇ. જો હું તેને નહિ રોકુ, તો એક દિવસ કુબેરભંડાર ખાલી કરી નાખશે. તેથી તેને સીધા રસ્તે લાવવા વિચાર કર્યો. - એકદિવસપુત્ર જ્યારે પૈસાની માંગણી કરી ત્યારે આ ધનવાન પિતાએ કહ્યું – “આ બધુ તારું, હું તને પૈસા જરૂર આપીશ, પણ એક શરત એક દિવસની કમાણી કરીને તારે મને આપવાની. પુત્રે આ શરત માન્ય રાખીને નીકળ્યો કમાણી કરવા માટે, કમાવા માટે કેટલા મણના પથ્થરા ઉંચક્યા, દૂર દૂરથી પાણી ભરી લાવ્યો, દૂર દૂર સુધી પાંચ મણની ગુણો ઉંચકી તે મૂકી ત્યારે માંડ સો રૂપિયા મળ્યા. તે લઇને તે પિતા પાસે ગયો અને કહ્યું “લો મારી કમાણીના આ પૈસા, ધનવાને પૈસા લઇને તરત જ કુવામાં ફેંકી દીધા, ત્યારે પુત્ર ગુસ્સામાં આવીને બોલ્યો ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૪૯ આખા દિવસની મારી કાળી મજૂરીના પૈસા આ રીતે નાંખી દેતા દુઃખ થતું નથી. ધનવાને કહ્યું – “બેટા, હું તને તે સમજાવવા આમ કર્યું. મે તેને એક દિવસની મજૂરીના પૈસા નાંખી દેતા દુઃખ થાય છે. ત્યારે તું તો મારી આખી જીંદગીની કમાણી આ રીતે વેડફી નાંખે છે તો તેનું મને દુઃખ ન થાય, ધન સંપત્તીનો સુવ્યવસ્થિત રીતે વાપરતા શીખીએ.” આપણા સત્કર્મોરૂપી યજ્ઞોથી કુદરતી પર્યાવરણ જાળવી રાખીએ તો આ દેવો જરૂર રાજી થાય છે. જેથી જગતનું કલ્યાણ થાય છે. તે ત્યારે જ સંભવે કે જ્યારે દેવો અને માનવો વચ્ચે સહકાર હોય. આપણે જોઇ ગયા કે નિષ્કામ કર્મ મનુષ્યને બંધન કર્તા બનતું નથી. તેથી વિશેષ તો સર્વ મનુષ્યનું લક્ષ્ય જે મુક્તિ, સ્વાધીનતાને નિઃસ્વાર્થ કાર્ય વડે પ્રાપ્ત કરવાનો યજ્ઞાત્મક કર્મનો ઉદ્દેશ છે. યજ્ઞાત્મક કર્મમાં નિઃસ્વાર્થ હોવાથી તે કદી પણ બંધનકર્તા બનતું નથી. યજ્ઞાત્મક કર્મમાં સમષ્ટિનું હિત હોય છે, જેમ કે ખેતરમાં ખેતી કરતા ખેડૂતને સારો પાક મેળવવા માટે અનેક જીવ જંતુની હિંસા કરવી પડે છે. પણ આ હિંસા માત્ર પોતાને માટે નહિં પણ સમગ્ર સમાજને માટે કરે છે. તેથી તેને આ હિંસાનું ફળ તેને બંધન કર્તા રહેતું નથી. તેવી જ રીતે યુદ્ધ મેદાનમાં સૈનિકને અનેક દુશ્મન સૈનિક મારવા પડે છે. આ હત્યાનું પાપ સૈનિકને લાગતું નથી. કારણ કે તેમાં સમષ્ટિનું હિત છે. - ભગવાન શ્રીકૃષ્ણના કર્મયોગને સમજવો હોય તો, તેની પાછળ રહેલ પ્રધાન લાગણીને સમજવી પડશે. ‘મૃત્યુ દ્વાર ખખડાવતું હોય, ત્યારે પણ કોઇ પ્રશ્ન પૂછ્યા વગર હરકોઇને સહાય કરવી એટલે કર્મયોગ, આ દૃષ્ટિએ સાચા કર્મયોગી સૈનિકો કહેવાય. ગમેતે સ્થિતિમાં તમે હો, નાના હો કે મોટા, જ્ઞાની હો કે અજ્ઞાની, સ્ત્રી કે પુરુષ પણ કર્મ કરવું જોઇએ. નિષ્કામ કર્મ કરવું એ ધર્મ છે. અનાસક્ત બનીને કર્મ કરવું એ ભક્તિ છે. સ્વહિત ને 22
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy