SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગીતા ભાવાર્થ ભાવાનુવાદ મનુષ્ય કર્તવ્યકર્મના પાલનથી યજ્ઞ કરે છે. આ રીતે સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે. આ રીતે સમગ્ર જીવસૃષ્ટિમાં વેદોની સર્વોપરિતા સાબિત થઇ, વેદોની આ સર્વોપરિતાનું કારણ કર્મની ઉત્પત્તિવેદો છે. એમ વેદો ઉત્પત્તિનું કારણ શ્રી નારાયણ છે કારણ કે વેદ નારાયણથી ઉત્પન્ન થયેલા છે. આમ સમગ્ર સૃષ્ટિચક્રને ચાલવાની જવાબદારી વેદોમાં નિયંત્રિત કર્યો પર આધારિત છે. તેથી દરેક મનુષ્યની ભૌતિક ફરજ થઇ પડે છે તે નિયત કર્મ કરવા જોઇએ. આથી જે મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો. તેને ફટકારવા ભગવાન કહે છે. હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ સૃષ્ટિચક્ર પ્રમાણે નથી ચાલતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોમાં રમણ કરવાવાળો મનુષ્ય પાપમય જીવન વ્યતીત કરી સંસારમાં નિર્થક જીવે છે. આમ જગતના કલ્યાણ અર્થે દરેક મનુષ્ય પોતાના ભાગે આવેલ નિયત કર્મ કરવા જોઇએ, જેમ ખેડૂત દેવાદાર થઇને પોતાની ખેતી કરવાનું કર્મ છોડતો નથી, તેમ કોઇ પણ સંજોગોમાં મનુષ્ય પોતાનું કર્મ તો કરવાનું છે. રખે એમ માનતા કે તમે નિયત કર્મ નહિ કરો એટલે આ સૃષ્ટિચક્ર અટકી જશે. મારો પોતાનો અનુભવ એમ કહે છે. દરેક ક્ષેત્રમાં અનેક નિયત કર્મ હિન મનુષ્ય વચ્ચે એકાદ નિયતકર્મને ધર્મ સમજી કાર્ય કરવા વાળો મનુષ્ય ઇશ્વરે મૂક્યો છે. જે મનુષ્ય નિયત કર્મ કરીને નિવૃત થયેલ છે. તેને તે કર્મ કરવા માટે કોઇ લંઘન નથી. જેને સૈનિક તેની નિયત ઉંમરે નિવૃત થાય છે. એટલે કે લાડવાના નિયત કર્મમાંતી તેને મુક્તિ મળી છે. તેને આ નિયત કર્મ કરવા માટે હવે પછી કોઇ કર્તવ્ય રહેતુ નથી. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૩ લશ્કરના આ સૈનિકને માત્ર આ નિયતકર્મ માટે મુક્તિ મળી છે. પરંતુ તેને તેના કુટુંબ, સમાજ માટે તો બીજા નિયત થયેલ કર્મો કરવા પડશે. તેથી કર્મનાં ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઇએ. કારણ કે આસક્તિ રહિત થઇને કર્મ કરવાથી સુખ અને આનંદરૂપી પરમાત્માની પ્રાપ્તી થાય છે. આ જ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલ નિયત કરવાની જરૂર ન હોવા છતાં જન સમાજમાં આચરણનો દાખલો બેસાડવા માટે તેના નિયત કર્મો કરવા જોઇએ. જનક જેવા રાજાઓ આત્મ સાક્ષાત્કારી હોવાતી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પુરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધાં નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. શ્રીઆચાર્યચરણ અને પિતૃચરણશ્રીગુસાંઇજી ભગવદ્ સ્વરૂપ હોવા છતાં બ્રાહ્મણત્ત્વનાં બધા જ નિયત કર્મો કરતાં હતા. શ્રી આચાર્યચરણની ઇચ્છા ન હોવા છતાં ભગવદ્ ઇચ્છાથી (આજ્ઞાથી) સમાજમાં ગૃહાશ્રમનો દાખલો બેસાડવા માટે ગૃહાશ્રમનો સ્વીકાર કર્યો. આ નિયત કર્મ કરવામાંથી ખુદ ભગવાન પણ મુક્ત નથી. આ વાત સમજવા ભગવાન અર્જુનને કહે છે : હે પાર્થ! મારે ત્રણેય લોકમાં ન કોઇ કર્તવ્ય છે અને ન કોઇ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત છે. છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. મારે કર્મની કોઇ આશા કે તૃષ્ણા ન છતાં પણ તું જુએ છે હું તારો રથ ચલાવું છું શા માટે? આમાં કંઇ મારી ભાગીદારી છે કે તું વિજય પ્રાપ્ત કરે તો અમુક ટકા મારા? એવું કાંઇ નથી. છતાં હું આ તારો રથ ચલાવું છું. તારો સારથી બનીને બેઠો છું. આ કર્મ કરી રહ્યો છું. મારે આમાંથી શું મેળવવાનું છે કે હું આ લડાઇમાં ભાગીદાર બન્યો 30
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy