________________
૨૦૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ - તેમ છતાં ભવિષ્યમાં અર્જુન યુદ્ધની વચ્ચે કંઇ નવી ઉપાધિ પેદા ન કરે ફરી પીછે હઠ ન કરે, તે માટે કેટલીક નાની નાની લાગતી, છતાં અતિ મહત્ત્વની બાબતોને વગર પૂછે પોતાના તરફથી કહેવાનું ભગવાન ચાલુ રાખે છે.
આ રીતે ૧૬, ૧૭, ૧૮ આ ત્રણ અધ્યાયો અગાઉના અધ્યાયોમાં કરવામાં આવેલ તત્વચર્ચામાં જે બાબતોની ચર્ચા જરૂરી હોવા છતાં ન થઇ શકી હોય તેવી બાબતોને સંક્ષેપમાં લેવામાં આવેલ છે. તેથી કેટલાક વિદ્વાનો તેને ગીતાનાં પરિશિષ્ટો રૂપે જુએ છે.
૧૬ મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો, ૧૭ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, તમસ જેવી ત્રિવિધ શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ, દાન અને ૧૮ માં અધ્યાયમાં ત્રિવિધ કર્મત્યાગ થકી જ્ઞાન, કર્મ, કત, બુદ્ધિ, ધૃતિ સુખનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
ભગવાને સાતમા અધ્યાયના પંદરમા શ્લોકમાં ‘બૂરા કર્મ કરવાવાળા તથા આસુરી પ્રકૃતિને ધારણ કરવાવાળા મૂઢ મનુષ્યો મારું ભજન કરતાં નથી અને સોળ શ્લોકમાં પૂણ્યકર્મી મનુષ્ય મારું ભજન કરે છે. એમ બતાવીને આસુરી અને દૈવી સંપત્તિનું સંકેતરૂપે ઉલ્લેખ કર્યો. ત્યાર બાદ નવમા અધ્યાયના બારમા શ્લોકમાં જે મનુષ્ય મોહગ્રસ્ત છે. તેઓ આસુરી વિચારો પ્રત્યે આકર્ષાય છે. અને તેમાં શ્લોકમાં જે મનુષ્ય મોહગ્રસ્ત નથી. તેઓ દૈવી વિચારો પ્રત્યે આકર્ષાય છે. તે જણાવી સંક્ષેપમાં દેવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે. આ જ રીતે દસમા અધ્યાયના અગિયારમાં શ્લોક સુધી મહંઅંશે દૈવી સંપત્તિનું વર્ણન કર્યું છે. અગિયારમા અધ્યાયના ચોપનમાં શ્લોકમાં ‘અનન્ય ભક્તિવાળા દૈવી પ્રકૃતિવાળા જ મને મૂળરૂપમાં જાણી શકે છે. અને પંચાવનમા શ્લોકમાં સકામકર્મ તથા માનસિક
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૦૭ તર્કવિતર્કના સંસર્ગદોષથી રહિત થઇને અર્થાત્ દૈવી પ્રકૃતિ ધારણ કરનાર મનુષ્ય મને પ્રાપ્ત કરી શકે છે. આ જ રીતે તેરમા અધ્યાયથી ચૌદમા અધ્યાયના વીસમા શ્લોક સુધી નિર્ગુણ, ભક્તિનું વર્ણન કરી, પછી ચૌદમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં ગુણાતીતના લક્ષણ બતાવી, છવ્વીસમા શ્લોકમાં અવ્યભિચારિણી ભક્તિનો ઉલ્લેખ કરી દૈવી સંપત્તિનો સંકેત કર્યો છે.
પંદરમા અધ્યાયના આરંભમાં આ ભૌતિક જગતરૂપી અશ્વવૃક્ષનું વર્ણન દ્વારા તે વૃક્ષમાંથી નીકળતાં વધારાનાં મૂળિયાઓની સરખામણી જીવાત્માઓનાં શુભ તથા અશુભ કર્મો સાથે કરી છે. આ જ રીતે દેવો તથા અસુરોનું વર્ણન કર્યું છે.
આમ ભગવદ્ ગીતામાં ઠેર ઠેર દૈવી અને આસુરી સંપત્તિનો ઉલ્લેખ થયેલ છે. પરંતુ આ પ્રત્યે અર્જુનનો કોઇ પૂરક પ્રશ્ન ન હોવાને કારણે તેને વિસ્તારથી કહેવાનો અવસર પ્રાપ્ત થયો ન હતો. આમ છતાં તેને વિસ્તારથી કહેવાનું ભગવાનને ઉચિત લાગતા આ સોળમાં અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કરવામા આવેલ
જીવો દૈવી અને આસુરી એમ બે પ્રકારના છે. તો જીવ દૈવી અને આસુરી છે. તેને કેવી રીતે ઓળખવા, આ માટે ભગવાને પંદરમાં અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કહ્યું છે કે જે મને પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઓળખી, માત્ર મારું જ ભજન કરે છે અર્થાત્ તે મારો અનન્ય ભક્ત થઇ જાય છે. આ રીતે ભક્ત નો ઉદ્દેશ્ય ભગવદ્ પ્રાપ્તી બનતા દૈવી સંપત્તિ આપોઆપ પ્રગટ થાય છે. આ રીતે જે જીવ દેવને શરણે જાય તે દૈવી જીવ કહેવાય. જે જીવ માયામાં રહે, તે જીવ આસુરી જીવ કહેવાય. બીજા શબ્દોમાં કહી રજોગુણ તથા તમોગુણમાં રહી કાર્ય કરનાર જીવ આસુરી જીવ કહેવાય.
107