SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ચિન્મય જ ચિન્મય જ દેખાશે. આથી વચ્ચમાં અર્જુન ભગવાન માટે વિશ્વરૂપ અને વિશ્વેશ્વર શબ્દો વાપરે છે. વિશ્વરૂપ સંબોધન કરીને અર્જુન એમ બતાવવા માંગે છે. આપ જ શરીર છો અને વિશ્વેશ્વર સંબોધનથી આપ જ શરીરના માલિક છો. તેવું બતાવે છે. અર્જુન ભગવાનનું આ વિરાટરૂપ જોઇને પોતાની સુધબુધ ખોઇ બેસે છે. પોતે અત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું વિરાટરૂપ જોઇ રહ્યો છે. તેનું પણ ભાન રહેતું નથી. એટલે ભગવાનને પૂછે છે આપ કોણ છો? તમે શું કરવા ધાર્યું છે. શા માટે કુરુક્ષેત્રના બધા યોદ્ધાને ચાવી જાવ છો? આ વિનાશથી તમને શું મળવાનું છે. એ જરા કહેશો? ભગવાન કહે છે કે જો વિનાશ અત્યારે જ નિયત થયેલ છે ને સર્વનો હું કાળ છું. હું બધાનો નાશ કરવા આવ્યો છું. અર્જુન તું મારું મુખ છે. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશને પ્રાપ્ત કર, તેમજ શાંત રાજ્યને ભોગવ. એવી મારી યોજના છે તેમાં તું માત્ર નિમિત્તમાત્ર છું. અહીં નિમિત્તમાત્ર શબ્દ બહુ અગત્યનો છે. જગતના સર્જન અને વિનાશ માટે કોઇ મનુષ્ય સીધી રીતે જવાબદાર હોતો નથી. ભગવાન તેના કર્મોનુસાર તેનું સર્જન, કાર્ય અને મૃત્યુ નક્કી કરેલ હોય છે. કોઇ કાર્યમાં સફળતા મળે એટલે અભિમાનમાં રચવાની જરૂર નથી, સફળતા ભગવાનને કારણે છે તેમ સમજવું. રાજા ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચકાયો, ત્યારે વ્રજ સર્વ લોકો વૃદ્ધ, બાલ બધાએ લાલીનો ટેકો આપ્યો, ત્યારે બધાને એમ લાગ્યું કે આ પર્વત અમારા ટેકાથી ઉંચકાયો છે. ભગવાને આ બધાનું ગર્વ દૂર કરવા આંગળી જરાક જેટલી નીચી કરી અને પર્વત નીચે આવવા લાગ્યો. તો વ્રજજનો પોકારી ઉઠ્યા, મર્યા! મર્યા! ભગવાને કહ્યું જોરથી શક્તિ કામે લગાવો તેમ કર્યું 82 ૧૫૭ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ છતાં તેઓ પર્વતને ઊંચો કરી શક્યા નહિં, જ્યારે ભગવાને રિથી પોતાની આંગળીથી પર્વતને ઊંચો કર્યો ત્યારે થયો. આપણે ઘણીવાર જોઇએ છીએ અમુક મનુષ્ય હોશિયાર, મહેનતું પ્રમાણિક હોવા છતાં તેને ઝાઝી સફળતા મળતી નથી. જ્યારે તેની સામે અમુક વ્યક્તિ બુદ્ધિહિન, આળસું અને અપ્રમાણિક હોવા છતાં તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. જેને આપણે નસીબ કહીએ છીએ, અર્થાત ભગવાન જેને સફળતા આપવા માંગે છે તેને સફળતા આપે છે. સફળતા આપવા વાળો ભગવાન છે. સફળતામાં મનુષ્ય માત્ર નિમિત્ત છે. આ જ રીતે મૃત્યુનું કારણ કાળ છે. મૃત્યુ પાછળ ભગવાન કોઇને કોઇને નિમિત્ત બનાવે છે. ભાગવમાં રાજા પરીક્ષિતની વાર્તા આવે છે તે પ્રમાણે સમ્યક ઋષિ સમાધિમાં બેઠા હતા, ત્યારે તેમની ઉપર રાજા પરીક્ષિતે મરેલા સાપને ઉંચકીને સમ્યક ઋષિના ગળામાં ભરાવી દીધો. ત્યારે સમ્ય ઋષિના પુત્ર શૃંગીઋષિ એ શાપ આપ્યો કે જેમણે આ કૃત્ય કર્યું હશે. તેમને મારો પ્રેરેલો તક્ષક નાગ સાતમે દિવસે પ્રસિદ્ધ રીતે બાળશે. આ વાર્તામાં રાજા પરિક્ષિતે તક્ષક નાગનો કોઇ અપરાધ કર્યો નથી. તેમ છતાં રાજા પરિક્ષિતનું મૃત્યુ કારણ તક્ષક નાગ બને છે. આમ જેટલાં પણ મૃત્યુ થાય તેની પાછળ કોઇને કોઇ નિમિત્ત જોડાયેલું હોય કોઇને એકસીડેન્ટ, હાર્ટએટેક, કોઇને અકસ્માત કોઇને કરંટ લાગવો. કોઇને ફૂલી જવું, કોઇનું ખૂન થવું, દરેક મૃત્યુ પાછળ કોઇ નિમિત્ત હોય છે કોઇ નિમિત્ત હોય છે. કોઇ એમ કહેતું નથી કે ભગવાને મારી નાંખ્યો. ભગવાન કોઇના મૃત્યુમાં નિમિત્ત નથી થતા. આથી ભગવાન અર્જુનને કહે છે. આ મહાભારતયુદ્ધમાં તું નિમિત્ત થા. આ ભીષણ લડાઇમાં તારે ફક્ત નિમિત્ત બનાવાનું છે. કામ મારે કરવાનું છે. આ મોટા મોટા
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy