________________
૧૨૦
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ પ્રતાપે વેપાર ધંધો સારો ચાલતો, આથી તેઓ એવું માનતા કે બુદ્ધિ અને પુરુષાર્થથી બધુ થઇ શકે, પણ સદ્ભાગ્યે તેમના પત્નિ ધાર્મિકવૃત્તિ વાળા હતા. તેથી શ્રીધનગોપાલ શેઠને સેવાપૂજાનું કહે. ત્યારે શેઠ જવાબ આપતા! મને તો તારી પાઠપૂજાની ઘંટડી કરતાં ટેલિફોનની ઘંટડીમાં વધારે રસ પડે છે કારણ કે તેમાંથી પૈસા મળે છે.
આવા શ્રી ધનગોપાલ શેઠનો ત્યાં એક દિવસ એક મહાત્મા પધાર્યા, નાસ્તિક સ્વભાવવાળા ધનગોપાલ શેઠે મહાત્મા સાથે મજાક કરતાં કહ્યું. મહારાજ, મને તો ભગવાન ક્યાંય મળ્યા નહિં, મળે તો જરા વાત તો કરજો!
મહાત્મા કહ્યું - જરૂર મળશે, ભાવના હશે તો, ભગવાન તો ઘણાં સ્વરૂપે દર્શન દે છે. સર્જક, પોષક, અને સંહારક, જે તેને સર્જક અને પોષક સ્વરૂપે જોવા માગતો નથી. તેને સંહારક સ્વરૂપે દર્શન દે છે.”
મહાત્માના શબ્દોનો સૂચિતાર્થસિદ્ધ કરવા અને શેઠને સંહારક સ્વરૂપે દર્શન દેવા ભગવાનને નક્કી કર્યું હતું. તે પ્રમાણે એક અમાસની રાતે શેઠને મુંબઇ થી દિલ્હી જવાનું થયું. શેઠાણીને તેમની ભક્તિના પ્રતાપે કંઇક અવનવું થવાનું તેનો સંદેશો આવી ગયેલો તેથી તેમને શેઠને દિવસનો ફેરફાર કરવા ઘણું સમજાવ્યું. પણ શેઠ માન્યા નહીં. પરંતું શેઠનો સાત્વીક સ્વભાવ જાગ્યો. તેમને પણ આજે કંઇક અવુનવું બનશે તેનો ડર હતો. જેથી તેમનું મન બેચેન બન્યું. અને આવી અવસ્થામાં શેઠ ગાડીમાં સૂઇ ગયા. રાત્રે સ્વપ્રમાં ભગવાન દરબાર ભરીને બેઠા હતા. ચિત્રગુપ્ત ચોપડો ઉઘાડીને બેઠા છે પોતાને ભગવાનની સામે ઊભા રાખવામાં આવ્યો, ભગવાનને કહ્યું આ મુર્ખને શા માટે લાવ્યા છો. ભગવનું એમણે કોઇ સત્કાર્યો નથી કર્યા.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૧૨૧ સ્વપ્રમાં શેઠે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું – “ભગવનું, મેં સત્કર્મો નથી કર્યા તેમજ દુષ્કર્મો પણ નથી કર્યો, માત્ર આપના અસ્તિત્વની ઉપેક્ષા કરી હતી.'
ભગવાને કહ્યું તારું મૃત્યુ પણ એવું જ શુષ્ક હશે. એક અમાસની રાત્રે રેલ્વેની મુસાફરી નીકળશે અને જંગલમાં જ્યાં તને કોઇ ન ઓળખે ત્યાં રેલ્વેના અકસ્માતમાં એનું મૃત્યુ..
સ્વપ્ર પૂરું થતાં શેઠની આંખ ખૂલી, તેમને એક ભ્રમણા માની, પરંતુ જ્યારે ખરેખર આ ક્રન્ટીયર મેલ અકસ્માત થયો. અને ચારે તરફ ભગવાનની સંહારલીલા પથરાઇ ગઇ. આ સંહારલીલામાં શેઠ ધન ગોપાલે આંખ મીંચી અને ફરી ભગવાનના દરબારમાં હાજર થઈ ગયા. પૂર્વવતુ દેશ્ય એમની આંખ આગળ ખડું થઈ ગયું. ચિત્રગુપ્ત ફરી ચોપડો ખોલ્યો કહ્યું શેઠ આની જીંદગી પૈસા કમાવ્યાસિવાય બીજું કંઇ કર્યું નથી.
કેમ ધનગોપાલ શેઠ, તમારે શું કહેવું છે? ભગવાને પૂછ્યું.
પ્રબુ મેં આપને સંહારક સ્વરૂપે નીરખ્યા, હવે મને દયાળુ સ્વરૂપે દર્શન આપો, મારા મનને શાંતિ થશે. પ્રભુ મને ક્ષમા કરો?
ભગવાને કહ્યું - ‘વત્સ! તારી સંપત્તિનો તું સ્વામી નથી. તું તો માત્ર તેનો વ્યવસ્થાપક છે. જનકલ્યાણ અર્થે તે વાપર. તને મારા દયાળુ સ્વરૂપમાં પણ દર્શન થશે.”
શેઠે કબૂલાત આપતાં કહ્યું જરૂર. સંપત્તિનો હું જગતના કલ્યાણ અર્થે જ ઉપયોગ કરીશ.
અને..આ દેશ્ય ઝાંખું પડતું લાગ્યું અને બીજું દેશ્ય નજરે પડ્યું. આજુ બાજુ સ્વચ્છ ઉજળાં દૂધ જેવાં વસ્ત્રો પહેરી દેવદૂતો ને દેવીઓ ફરતાં હતાં વચ્ચે વચ્ચે વાતો કરતા હતા.
64