________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
આમ ભગવાને પહેલા શ્લોકથી પંદરમા શ્લોક સુધી ક્રમશઃ સંસાર જીવાત્મા અને પરમાત્માનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે એ વિષયનો ઉપસંહાર કરતાં આગળના બે શ્લોકમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમનું ક્રમશઃ વર્ણન કરેલ છે.
૨૦૨
ભગવાન કહે છે કે આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે
પ્રકારના પુરુષો છે. એમાં પુરુષ કોને કહેવાય, અને પુરુ એટલે શરીર, આ શરીર જેના અંકુશમાં છે. તે જેની ઇચ્છાને આધિન શરીર રહે છે. તે આત્મા જેને પુરુષ કહેવાય છે ક્ષર અને અક્ષર બે પુરુષો છે.
જે રીતે શરીર માટે આત્મા પુરુષ છે. તે જ રીતે આ જગતની તમામ જડ, નિર્જીવ બદી વસ્તુઓ પરમતત્વના અંકુશ હેઠળ છે. તેથી પરમતત્વના અંકુશવાળા તત્વને ક્ષર પુરુષ કહેવામાં આવે છે. એ જ રીતે ભગવાનની ચેતનામય શક્તિને અક્ષર પુરુષ કહેવામાં આવે છે.
ક્ષર પુરુષ ભગવાનની માયા શક્તિનું પરિણામ છે. માયા એટલે ભ્રમણા, જગતમાં જે દેખાય છે. તે આ શરીર સુદ્ધ મિથ્યા છે. અર્થાત્ જે દેશ્યમાન છે. તે ક્ષર પુરુષ અને અદ્દેશ્ય છે તે અક્ષર.
ક્ષર એ નાશવંત છે. પરિવર્તનશીલ છે જ્યારે અક્ષર કાયમી અને અપરિવર્તનશીલ છે.
ક્ષર અને અક્ષર જે પર છે તે પુરુષોત્તમ છે. આ વિરોધભાસ અને સમજીએ, ગીતામાં ઘણી જગ્યાએ એમ કહેવાયું છે કે જીવ, આત્મા, અને પરમાત્મા બધું એક જ છે. તો પછી ગીતા અહીં એમ કહે છે કે જગત ક્ષર (જડ નાશવંત) અને અક્ષર (કાયમી ચેતનમય)થી હું પર છું. જુદો છું. એ કેવી રીતે બની શકે. આપણા સંતાનો આપણા છે. તેમની ઉપસ્થિતિનું જન્મનું કારણ આપણે જ બન્યા છે. તેમ છતાં સંતાનનું અસ્તિત્વ આપણાથી જુદુ છે. તેનું શરીર, પ્રકૃતિ, મન, બુદ્ધિ,
105
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૦૩
બધુ જ અલગ છે. તે જ રીતે આ સમગ્ર જગતની તમામ જડ ચેતન, ગ્રહ ઉપરગ્રહ સુદ્ધાનું બ્રહ્માંડના અસ્તિત્વનું ભગવાન છે. તેમની ઉપત્તિ પછી તેને પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવાનું છે. પરંતું જ્યારે સંતાનને ટેકાની જરૂર પડે ત્યારે તેની આંગલી પકડીએ છીએ. માર્ગદર્શન આપી છીએ. તેમ ભગવાન પણ આ બધી પ્રકૃતિને અંકુશિત રાખે છે. તેની ઇચ્છા થી બધા કામ કરે છે. આ રીતે ભગવાન ક્ષર અને અક્ષરથી પર છે. તેથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ એટલે બધા પુરુષો માં (ક્ષર અને અક્ષર) ઉત્તમ સર્વોત્તમ.
ભગવાન આ જ્ઞાનને શાસ્ત્ર કહે છે. જે અત્યંત ગહન છે. કે ભાવનાશાળી. જેની પાસે બુદ્ધિ અને તર્ક હોય તે જ તેને સાચી રીતે જાણશે. તે તો કૃતઘ્ન જ થઇ જશે. તેનું જીવન સાર્થક થઇ જશે. ઘણાને ગીતા અને ષોડસ ગ્રંથો સમજવા અઘરા લાગે છે. પરંતું તે બધા ગ્રંથોનું મૂળ છે. તેમાં સંક્ષિપ્તમાં જીવ, જગત અને શિવ વિશે તર્કસંગમ બનાવવામાં આવ્યું છે. જ્યારે બાકીના શસ્રો માત્ર તેનું અર્થઘટન છે. જીવનમાં તેણે જે કંઇ કરવું છે તે બધું અને ચેતવવું ઘટે તે બધું મેળવી લીધું એમ ગણાશે.
આ ગીતા અને પુરુષોત્તમને જાણ્યા પછી તેને કશું જાણવવાનું કે મેળવવાનું રહેતું નથી. આ પુરુષોત્તમને જાણવાની અને મેળવવાની પદ્ધતિ શ્રી વલ્લભાચાર્ય આપી છે. તેને જાણીને અપનાવીએ તો પણ આપણું આ જીવન નહિં પરંતું ભવોભવનો જન્મ સાર્થક થાય તે એક અનુભવ સિદ્ધિની વાત છે.
આમ પુરુષોત્તમને સમજવા તેની શક્તિ સામર્થ્યને જાણવા બે અધ્યાય અગત્યના છે. એક બારમો અધ્યાય એ ભક્તિયોગ છે. અને પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. બે અધ્યાયને જોડી દઇએ તો એનો અર્થ થાય કે પુરુષોત્તમ નારાયણની જ ભક્તિ કરવી. બીજા કોઇની નહિં,