________________
૩૬
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ કરી તો બાપજી જોવામાં આવ્યાં. અને એઓ કહેવા લાગ્યાં કે મરતી વેળા તારા રૂપિયાઓ તરફ મન ગયું. હવે તું એની ક્યાંક વ્યવસ્થા કરી દે તો હું છુટકારો પામું.’
એટલે વિષયો સંયમી રહે, પરંતુ વિષય રસ છૂટતો નથી, તેથી શ્રી આચાર્યચરણ ‘ભક્તિવર્ધની’ ગ્રંથમાં કહે છે. અહંતા મમતાથી વિષય વાસના ઉત્પન્ન થાય છે. સાચો સ્થિતપ્રજ્ઞ પુરુષ ગમે તે પરિસ્થિતિમાં વિષયને ભોગવવા નહીં ભોગવવા બાબતે સમદ્રષ્ટિ કેળવે છે. દૈહિક ક્રિયાઓ માટે વિષયને ભોગવે છે. ખરો, પરંતુ તેના ઉપર જરા પણ મમત્વ હોતું નથી. આવા ગૃહસ્થ ત્યાગીઓ ભક્તિને લાયક હૃદયવાળા હોય છે.
ભગવાને ચાર ચીજોમાં ત્યાગ બતાવ્યાં છે. જે પ્રાપ્ત નથી. તેની કામના. જે પ્રાપ્ત છે તેમાં મમતા, ભરણ પોષણનાં, સ્પૃહા અને હું આવો છું એવી અહંતા જેને કારણે બીજાની સાથેની સરખામણીમાં પોતાની વિશેષતા દેખાય છે.
ઘણા પુરુષ ધર્મપાલન માટે અહંતા મમતા કેળવે છે કે પણ તેને સાચા વૈરાગ્યથી અલિપ્ત કરે છે. શ્રીમદ્ ભગવતજીમાં રાજા ભરતનો પ્રસંગ છે. ચક્રવર્તી સમ્રાટ રાજા ભરતે સંન્યાસ લીધો. પરંતુ દયાભાવથી એક હરણીને બચાવવા જતાં તેના બચ્ચાની આસક્તિ વળગી, પરિણામે સંન્યાસી ઋષિ ભરતને બીજા બે જન્મ લેવા પડ્યા.
આત્માને વાસનામય કારણ શરીરથી અલિપ્ત રાખવું હોય તો એક જ ઉપાય છે. ‘પરદ્રષ્ટવા’ પરમાત્માનું ધ્યાન. ધ્યાન એટલે મનની સ્થિરતા અને એકાગ્રતા, આસ્થિરતા અને એકાગ્રતા બોલવાથી આવતી નથી. પરંતુ મનને તે તરફ વાળવા ચોક્કસ હેતુ સાથેનો પ્રયત્ન કરવો જોઇએ.
22
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૩૭
શ્રી આચાર્યચરણે તો પોતાને શરણે આવેલા જીવોને અંધ પતનમાંથી બચાવવા, આજ્ઞા આપી છે કે ‘કૃષ્ણસેવા સદા કાર્યા’ શ્રીકૃષ્ણની સેવા સદા સર્વદા કરવી. સેવા એટલે પ્રભુમાં ચિત્તને પરોવવું, સંલગ્ન કરવું, એકાગ્ર કરવું, અને એ રીતે ભગવન્તમય બની જવું. ભગવત્પ્રય બની જવું. ભગવત્પ્રય બન્યા સિવાય અહંતા મમતા જતી નથી. જ્યાં સુધી અહંતા મમતા નહિં જાય ત્યાં સુધી. લંઘન થવાનાં છે. વિષયો છોડવાની જરૂર નથી. ઘર છોડવાની જરૂર નથી. કુટુંબ છોડવાની જરૂર નથી. પરંતુ આ બધા માંથી આશક્તિ છોડવાની છે. કર્મ કરો
છતાં એમાંથી આસક્તિ છોડો.
વિષયોમાંથી આસક્તિ છોડવા માત્ર મનનો સંકલ્પ નહીં. પરંતુ શ્રીઆચાર્યચરણે બતાવેલ માર્ગ મુજબ ‘કૃષ્ણસેવા સદા કર્યા’થી સતત ભગવાનમાં મજા રાખવાનું. આવુ પ્રભુપરાયણ મન માટે, મનને લૌકિક આસક્તિમાંથી મુક્ત કરવા માટે શ્રીઆચાર્યચરણ અહીં આજ્ઞા કરે છે કે ‘હું’ અહંતા મમતાને અંકુશમાં રાખવા ઇન્દ્રિયોનો નિગ્રહ જરૂરી છે. ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા શ્રીઆચાર્યચરણે સેવા કીર્તનનાં સાધનો બતાવ્યાં. જે અહંતા મમતાનો નાશ શક્ય નથી, તે અહંતા મમતા પ્રભુ સાથે સેવા અને કીર્તનના માધ્યમથી જોડી દઇને ભક્ત કહે ‘હે પ્રભુ! તમારો છું અને તમે મારા છો. ત્યારે તેની બધી ઇન્દ્રિયો આપો આપ પ્રભુ સાથે જોડાઇ પ્રભુમાં આશક્ત થાય છે.’
અર્થાત્ લૌકિક ભોગ અને લૌકિક ઉદ્વેગના નડતરો, બીજા શબ્દોમાં અહંતા મમતા, આપણી બુદ્ધિ અને આપણા પ્રયત્નોથી હટાવતા, સેવામાં તેમની રુકાવટ ન થાય તે માટે સજાગ રહેવું, આવી રીતે જે સેવામાં તત્પર બનીને રહે છે. ધીમે ધીમે શ્રીઠાકોરજીમાં પ્રેમ વધારે છે. અને એકચિત્ત બનીને સેવા કરે છે તેને કર્મયોગ સિદ્ધ થશે.