SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધ્યાય : ૧૩ ભગવાને બારમા અધ્યાયમાં સગુણ ઉપાસનાના અનેક સાધનો સહિત ભગવ પ્રાપ્તીનું વર્ણન કરીને સાચા ભક્તનાં લક્ષણો બતાવ્યા. હવે નિર્ગુણ ઉપાસનાનું મહત્ત્વ બતાવવા, તેરમા અધ્યાયનો આરંભ કરે છે. આ તેરમા અધ્યાયના આરંભમાં ભગવાન ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ શબ્દોની સમજૂતી આપતા કહે છે. ક્ષેત્ર એટલે આપણું શરીર, અને તેને જાણનાર કે તેના માલિકને ક્ષેત્રજ્ઞ કહેવાય. જેવી રીતે રાજ્ય અને રાજા. જ્યાં રાજાની હકુમત પ્રવર્તે તે વિસ્તાર એટલે એ રાજ્યનું ક્ષેત્ર કહેવાય. અને જ્યાં સુધી તેની હકુમત પ્રવર્તી શકે તેનો તે રાજા કહેવાય. જ્ઞાનની આવી તલસ્પર્શી વાત કરતાં ભગવાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞા વિશેનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન, આથી તો જ્ઞાન જેવી ઘણી મોટી વાત સાથે ક્ષેત્ર શબ્દ જોડાઇ ગયો. આગળ જોયું તેમ આ શરીર એ ક્ષેત્ર છે, એ ક્ષેત્ર વિશે જે જાણનારો તે છે ક્ષેત્રજ્ઞ. ભગવાન કહે છે પહેલાં આ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું મહત્ત્વ સમજી લે, ઋષિઓ, બ્રહ્મસૂત્રો આદિએ બુદ્ધિયુક્ત રીતે બતાવ્યું છે તેને હું પણ તને એ ક્ષેત્ર શું છે? કેવા પ્રકારનું છે? એમાં ક્યા વિકારો થાય છે? એમાં ક્યાંથી શું થાય છે? જેને ક્ષેત્રસ કહ્યો છે તે કોણ છે? અને એ ક્ષેત્રનો પ્રભાવ કેવો છે? તે બધુ તને સંક્ષેપમાં બતાવીશ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૧૭૩ આ ક્ષેત્ર અને ક્ષેત્રની કાર્યપદ્ધતિને સારી રીતે સમજવા એક સાદુ ઉદાહરણ જોઇએ. કોઇ શહેરના ભરચક વિસ્તારમાંથી આપણે સાયકલ, સ્કુટર, મોટ સાયકલ, ગાડી કે એવું બીજું કોઇ સાધન લઇને નીકળીએ ત્યારે તેને કંટ્રોલમાં રાખવા હાથ કે પગ પર બ્રેક હાથવગી રાખવી પડે છે. તેમ આ દેહરૂપી રથને સંસારના માર્ગમાં ચલાવવા માટે માત્ર એક બ્રેકની નહિં પણ અનેક બ્રેકની જરૂર છે. કારણ કે આ રથમાં દશ ઇન્દ્રિયોના ઘોડા છે એક ઘોડાની લગામ ખેંચો તે બીજો ખેંચાખેંચ કરે, ત્રીજાને અટકાવો તો ચોથો ભાગભાગ કરે, આ રીતે દશદશને અંકુશમાં રાખવા એ કામ બહુ કઠણ છે. આવા ઘોડાઓનો શંભુમેળો આ શરીરરૂપી રથમાં ભેગો થયો છે. આ શંભુમેળામાં કોણ કોણ છે? અર્થાત્ ગીતાજી તેને ક્ષેત્ર તરીકે ઓળખાવે છે. એ ક્ષેત્રમાં શું શું આવે છે તે જોઇએ ક્ષેત્રમાં કુલ ૩૧ તત્ત્વો, ભાવો કે ઘટકોનો સમાવેશ થાય છે. પાંચ મહાભૂત, અહંકાર, મન, બુદ્ધિ, અવ્યક્ત, પ્રકૃતિ, પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચવિષયો એ ચોવીસ ભાવ તથા ઇચ્છા ષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ (ધારણાશક્તિ) એ સાત વિકારો સાથે સાથે ગણતાં કુલ ૩૧ ભાવોનું આ ક્ષેત્ર બન્યું છે. આ શંભુ મેળાના અશ્વો (ઘોડાઓ)ને અંકુશમાં ન રાખવામાં આવે તો એના માલિકને ઊંડી ખાઇમાં પાડી દે. આ શરીરરૂપી ક્ષેત્રનો માલિક કોણ? તરતનો માલિક કોણ? જીવાત્મા, અર્થાત્ આત્મા, આ જીવાત્મા એ આખરે પરમાત્માનો અંશ છે. ટૂંકમાં શરીરની ચેતનશક્તિ એટલે આત્મા કે જીવાત્મા. જ્યારે આત્માની ચેતનશક્તિનો માલિક એ પરમાત્મા, આ રીતે આત્મા અને પરમાત્માનાં મૂળતત્ત્વોમાં કોઇ ફરક નથી. તેમ છતાં જ્યાં સુધી જીવ પોતાના મૂળ સ્વરૂપને ઓળખવા પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી કાર્યક્ષેત્ર અને અહંભાવની વ્યાપક્તાની દૃષ્ટિએ મોટો ફેર પડે છે. ૩ : 90
SR No.101002
Book TitleGita Bhavarth
Original Sutra AuthorN/A
AuthorSudhir K Shah
PublisherM M Sahitya Prakashan
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationInterfaith & Interfaith
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy