________________
૨૧૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના ઉત્તર રૂપે છે. કહે છે કે હે અર્જુન, તું પહેલા જીવની નિષ્ઠાને ઓળખ, કે એ જીવ કંઇ પ્રકૃતિનો છે. સત્વગુણી, રજોગુણી કે તમોગુણી, દરેક જીવ આ બતાવેલ ત્રણ ગુણોમાંથી નિર્મિત વિભિન્ન પ્રકૃતિના આધારે દેહ ધારણ કરે છે. અને તેના આધારે અર્જિતગુણો અનુસાર પોતાની નિષ્ઠા પ્રગટ કરે છે. અને આ નિષ્ઠાને આધાર તેનું મન, બુદ્ધિ કાર્ય અકાર્યનો વિચાર કરે છે.
આપણે જે અહીં નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે. જે ગીતાના શ્રદ્ધાના શબ્દ અર્થરૂપે છે. ગીતામાં જે શ્રદ્ધા શબ્દનો પ્રયોગ થયેલ છે તે વિશ્વાસનારૂપે છે. આમ છતાં આ લેખકે નિષ્ઠા શબ્દનો પ્રયોગ કરેલ છે. તેનું કારણ પ્રસ્તુત અધ્યાયના વિષયવસ્તુને સાધનસ્વરૂપે રજૂઆત કરવાની ઇચ્છા માત્ર છે. નિષ્ઠામાં ભક્તિનો ભાવ છે. જ્યારે શ્રદ્ધામાં વિશ્વાસનો ભાવ છે. શ્રદ્ધા શબ્દ આસ્થા, અને વિશ્વાસ સુધી સીમીત રહે છે. જ્યારે નિષ્ઠા શ્રદ્ધા ઉપરાંત ભક્તિ વફાદારી, લીનતા કર્તવ્ય સભાનતા વગેરેને સમાવી લઇને સચોટ અર્થનો નિર્દેશ કરે છે.
આ જગતનું સંચાલન શ્રદ્ધા વિશ્વાસ, નિષ્ઠાને આધારે થાય છે. પરસ્પર વિશ્વાસથી ચાલે છે. જ્યાં અવિશ્વાસ છે ત્યાં અશાંતિ, લડાઇ ઝઘડા છે. પ્રેમનો અભાવ છે. આ જગત એક બીજાના વિશ્વાસથી ચાલે છે.
અધ્યાત્મિક દૃષ્ટિકોણથી શ્રદ્ધા અંતઃકરણનો ધર્મ છે. અંતઃકરણ નિર્માણનો આધાર પૂર્વના સંસ્કારોને આધારે નિમિત્ત થાય છે. અહીં પૂર્વ સંસ્કાર એટલે આગલા જન્મના સંસ્કાર અને આ જન્મમાં અગાઉ પ્રાપ્ત કરેલ સંસ્કારોનો સમાવેશ છે. જો મનુષ્ય પોતાના ગયા જન્મના ફળ રૂપે સારું વાંચન, સત્સંગના આધારે જ્ઞાન પ્રાપ્ત કરે તેને આધારે સદ્વિચારનું શાસશાનનું ભાથું બાંધીને સત્વગુણી શ્રદ્ધા પ્રાપ્ત
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨ ૧૫ કરે છે. પરંતું જેમનું જ્ઞાન આવા શાસ્ત્રો જ્ઞાનથી રહિત છે. તેની શ્રદ્ધા કાં તો રાજસી કે તામસી હોય છે.
જો જીવમાં સત્વગુણીનું પ્રમાણ વધુ હોય, રાજસી, તામસીનું પ્રમાણ અંકુશ યુક્ત હોય તો સારા વાંચન સત્સંગ દ્વારા શ્રેષ્ઠતાનો ઉંચાઇએ સહેલાઇથી પહોંચી શકે છે. પરંતું જેનામાં રાજસી કે તામસીપણું વધુ હશે. તેને માટે લાખ પ્રયત્નો કરવા છતાં તેનામાં ક્યારે પણ સાત્વિક શ્રદ્ધા પેદા થશે નહીં.
સત્વગુણી હંમેશા ધર્મના માર્ગે સત્યથી આગળ વધાવાની ઇચ્છા છે. શ્રદ્ધા ધરાવે છે. તેને આ માર્ગે આગળ વધવા માટે ઇશ્વરની શક્તિ પર પરમ વિશ્વાસ હોય છે. તેને ઇશ્વર સિવાય બીજા કાશાનો ડર લાગતો નથી.
રજોગુણી અને તામસીગુણી જીવ હંમેશા લોભ લાલચ અને ભયથી કાર્ય કરે છે. અને કરાવે છે. તેમને દૈવી શક્તિમાં આસ્થા ઓછી, પરંતું લૌકિક શક્તિ શ્રદ્ધા વધુ હોય છે. લૌકિક શક્તિ એટલે સત્વ પદોમાં આરૂઢ શક્તિ. રજોગુણી આળસું, અહંકારી, વધુ હોય છે. જ્યારે તામસીગુણી ક્રોધી અકર્મી હોય છે.
હે અર્જુન! જે મનુષ્ય જે પ્રકૃતિ ધારણ કરી, જન્મ લે છે. તે પ્રકૃતિ અનુસાર તેનું ભાગ્ય ઘડાય છે. તે ભાગ્ય અનુસાર તેનું કર્મ બંધાય છે. જીવ ગમે તેટલા લાખ પ્રયત્ન કરે પરંતુ જો પ્રારબ્ધમાં ન હોય, તો તેને તે કર્મનું ફલ વિપરિત મળે છે. તેથી શારાની અજ્ઞાનતાને કારણે દંભ, અભિમાન રાચી સ્વચ્છન્દતાથી તથા શ્રદ્ધાપૂર્વક કર્મ કરે તો પણ તે જીવ આસૂરી જીવ છે. તે પોતાના શરીરમાં રહેલ આત્મસ્વરૂપ પરમાત્મા અને જગતમાં રહેલ તત્વરૂપી પરમાત્માને સ્વરૂપ કષ્ટ આપે છે.
111